SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદયગિરિ–ખંડગિરિ ૧ ૧ છે. ક્યાંક રાણી હરણનો શિકાર કરવાની ના પાડે છે એવું દૃશ્ય છે. એક પેનલમાં હાથી સ્ત્રીઓને પાણી ભરવા દેતો નથી, આથી કેટલીક સ્ત્રીઓ હાથીને મારવા માટે શસ્ત્ર ઉગામે છે તો બીજી સ્ત્રીઓ એમને અટકાવે છે. એકમાં વિદ્યાધર માળા લઇને આવ્યો છે. એક વિદ્યાધરના હાથમાં ફૂલ છે. આવી બધી પેનલોમાં અહિંસા, દયા, ક્ષમા, શાન્તિ વગેરેના ભાવો છે. કલિંગાધિપતિ મહારાજ ખારવેલના ગુરુ ભગવંત તરીકે શ્રી સુપ્રતિબદ્ધસૂરિજીનું નામ સાંપડે છે. એમના પ્રભાવથી મહારાજા ખારવેલના જીવનમાં પરિવર્તન આવ્યું હતું. કુમારગિરિ ઉપર તેઓ ગુરુ મહારાજના વ્યાખ્યાનમાં એક શ્રાવક તરીકે સામે શ્રોતાગણમાં બેસતા. ઉદયગિરિ ઉપર બીજા આચાર્યો વગેરે પણ પધારતા. જુદી જુદી ગુફાઓ જોઇને છેલ્લે અમે હાથીગુફા પાસે આવ્યા. આ ગુફા અંદરથી ઘણી વિશાળ છે. એવું અનુમાન કરાય છે કે તે પહેલાં કુદરતી ગુફા હશે અને પછીથી તે અંદરથી ખોદીને મોટી કરવામાં આવી હશે. ગુફામાં અંદર કોઈ વિશિષ્ટ રચના નથી, પણ એનું મહત્ત્વ વિશાળ પ્રવેશદ્વારની ઉપર કોતરેલા શિલાલેખને કારણે છે. આખું લખાણ બ્રાહ્મી લિપિમાં છે. એમાં આરંભમાં જ શ્રીવત્સ અને સ્વસ્તિક પછી નવકાર મંત્રનાં બે પદ છે. એ જોવાની વર્ષોની મારી ભાવના સફળ થઈ એથી અનહદ આનંદ અનુભવ્યો. ભાવથી એ બે પદને વંદન કર્યા. એ બે પદ બરાબર વાંચી શકાય એટલા માટે અર્ધમાગધી ભાષા અને બ્રાહ્મી લિપિના એ અક્ષરો અગાઉથી મેં સમજી લીધા હતા. એ બે પદ બ્રાહ્મી લિપિમાં આ પ્રમાણે છે : ન સ ફિ ધ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy