SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ [કોઇકને પ્રશ્ન થાય કે અહીં નવકારમંત્રના બીજા પદમાં ‘નમો સિદ્ધાણં'ને બદલે ‘નમો સવ (સવ્વ) સિધાણું' કેમ છે ? એનો ઉત્તર એ છે કે એક સાથે ઘણાંને માટે નમસ્કારનાં જુદાં જુદાં પદ હોય તો છેલ્લા પદમાં ‘સર્વ' આવે કે જેથી ઉપરના બધાં પદમાં ‘સર્વ’ અભિપ્રેત છે એમ મનાય. નવકારમંત્રના પાંચ પદમાં છેલ્લા પાંચમા પદમાં નમો લોએ સવ્વ સાહૂણં છે. એનો અર્થ એ કે ઉપરના ચારે પદમાં ‘સવ્વ’ શબ્દ અભિપ્રેત છે. અહીં ફક્ત બે પદ હોવાથી બીજા પદમાં સવ (સર્વ) શબ્દ છે.] શિલાલેખમાં નવકારમંત્રનાં આ બે પદ આશરે ૨૩૦૦ વર્ષ પહેલાં કંડારવામાં આવેલાં છે. આ એક સપ્રમાણ નિર્વિવાદ સત્ય છે. જૈનોના એક સંપ્રદાયમાં વર્ષો સુધી એવી એક માન્યતા પ્રચલિત રહી હતી કે નવકારમંત્ર અનાદિ નથી, પણ એમના એક સમર્થ આચાર્ય મહારાજે હજારેક વર્ષ પહેલાં એની રચના કરી હતી. આ માન્યતા હજુ પણ રૂઢિચુસ્ત સમાજમાં પ્રચલિત છે. પરંતુ વિદ્વાનોએ જ્યારે જાણ્યું કે બે હજાર વર્ષ પહેલાં નવકારમંત્રનાં પહેલાં બે પદ ઉદયગિરિની જૈન ગુફામાં કોતરવામાં આવ્યાં છે ત્યારથી તેઓએ પોતાની પરંપરાગત માન્યતા છોડી દીધી છે. ૧૨ ઉદયગિરિની ગુફાઓ જોઈ, ‘આજ સફળ દિન માહો' એ પંક્તિનું ગુંજન કરતા કરતા અમે નીચે આવ્યા. બીજે દિવસે સવારે અમે ખંડિંગરિની ગુફાઓ અને મંદિરો જોવા ગયા. ત્યાં ગુફાઓ પ્રાચીન છે અને મંદિરો ઉત્તરકાલીન છે. ખંગિરિ એનું નામ સૂચવે છે તે પ્રમાણે એના શિખર પર બંધાયેલાં મંદિરો ખંડિત કે નષ્ટ થઈ ગયાં હતાં. એમાં ત્રણસો વર્ષ પહેલાં બંધાયેલું મંદર પણ જર્જરિત થતાં એનો જીર્ણોદ્વાર થઈ રહ્યો છે. જેટલું ગુફાઓનું આયુષ્ય હોય એટલું મંદિરોનું હોય નહિ. ઠંડી, ગરમી, વરસાદ ઉપરાંત ધરતીકંપોની અસર બાંધેલાં મંદિરો ૫૨ થયા વગર For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy