________________
સાધુચરિત સ્વ. ચી. ના. પટેલ
૬૯
માતૃભાષાની જેમ બોલતા. એમના ઉચ્ચારો સ્પષ્ટ અને શુદ્ધ રહેતા. કોઈ સુશિક્ષિત અંગ્રેજ શિષ્ટ ઇંગ્લિશ ભાષા બોલે તેવી રીતે તેઓ બોલતા. ઈંગ્લિશ ઉપર એમનું પ્રભુત્વ ઘણું સારું હતું. વળી આરંભના દિવસોમાં તો તેઓ ગુજરાતી બોલવામાં ૨ખે ને ભૂલ થશે એવા ભયથી ગુજરાતી બોલવાનું ટાળતા. પરંતુ ગુજરાત કૉલેજ છોડી તેઓ અમદાવાદની એક કૉલેજમાં આચાર્ય તરીકે જોડાયા ત્યારથી એમણે ગુજરાતીમાં બોલવાનું, ગુજરાતીમાં વ્યાખ્યાનો આપવાનું અને પછીથી તો ગુજરાતીમાં લખવાનું પણ ચાલુ કર્યું.
પ્રો. ચી. ના. પટેલનો જન્મ અસારવા-અમદાવાદમાં ૨૩મી ડિસેમ્બર ૧૯૧૮માં થયો હતો. ત્યારે અસારવા અમદાવાદનું પરું, એક જુદું નાનું ગામ હતું. એમની કડવા પાટીદારની જ્ઞાતિના રિવાજ પ્રમાણે ચાર વર્ષની બાળવયે એમનું લગ્ન થયું હતું. પટેલ સાહેબ ભણવામાં હોંશિયાર અને ઘણા આગળ વધ્યા હતા. એમણે પોતે લખ્યું છે કે ‘દુનિયાની દૃષ્ટિએ મારું લગ્ન કજોડું ગણાય એવું હતું. મારી અને પત્નીની વચ્ચે શરીર, સ્વભાવ અને શિક્ષણ એ ત્રણે બાબતો અંગે મોટું અંતર હતું.' આવા સંજોગોમાં એમનાં સ્વજનો અને મિત્રોનો આગ્રહ હતો કે એમણે બીજાં લગ્ન કરી લેવાં જોઇએ. એ જમાનામાં એક પત્નીનો કાયદો નહોતો અને એક ઉ૫૨ બીજી પત્ની કરવાની બાબત ટીકાપાત્ર ગણાતી નહિ. એમ છતાં પટેલ સાહેબે ગાંધીજી, વિવેકાનંદ વગેરેના વિચારોના પ્રભાવના બળે બીજાં લગ્ન કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. તેમણે પોતાના લગ્નજીવનમાં સ્થિરતા અનુભવી હતી. એમણે લખ્યું છે કે ‘અમારું લગ્ન કોડું કહેવાય, પણ શરૂઆતથી જ અમારા હૃદયમાં એકબીજા માટે પ્રેમનાં ઝરણાં ફૂટ્યાં હતાં.'
નાનપણથી જ પટેલ સાહેબને જાતજાતની વસ્તુઓ જોવાજાણવાનો અને શીખવાનો રસ હતો. નાની વયમાં તેઓ તરતાં અને સાઇકલ ચલાવતાં શીખ્યા હતા. વળી તેમને ટેનિસ રમવાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org