SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ णाइमत्त पाण भोयण भोइ से निग्गंथे। ૧૪૫ ઘડીકમાં બીજી બાજુથી ખાવું. આ પાંચ પ્રકારોમાંથી સિંહની જેમ અથવા હાથીની જેમ ભોજન કરવાની મુનિઓને ભલામણ કરવામાં આવી છે. મનુષ્યની પાંચે ઈન્દ્રિયોમાં જીભ સૌથી વધુ બળવાન છે. જીભ ક્યારેય થાકતી નથી. ખાવાનું મળ્યું કે તરત તૈયાર. તરત તે રસ ઝરતી બની જાય છે. માણસને આંખથી કોઇપણ એક વસ્તુ ધારી ધારીને સતત જોવાનો કે કાનથી અમુક ધ્વનિ સાંભળવાનો થાક લાગે છે. વાંચતાં વાંચતાં માણસ ઊંઘી જાય છે. સંગીત સાંભળતાં પણ ઝોલાં ખાય છે. પણ આહાર મળતાં જીભ સક્રિય થઈ જાય છે. વળી એને માત્ર ગળ્યો કે એવા એક રસમાં જ નહિ, ખાટો, તીખો, તુરો કે કડવા જેવા રસમાં પણ રસ પડે છે. જીભ જેમ થાકતી નથી તેમ ઘરડી પણ થતી નથી. માણસ આંખે આંધળો કે કાને બહેરો થઈ જાય છે, પણ ખાવાના ચટકા તો સો વર્ષની ઉંમરે પણ હોય છે. દાંતનો વિરહ થાય તો પણ જીભને વૈરાગ્ય ઊપજતો નથી. આ જીભ ઉપરના અસંયમને કારણે જ કેટલાયે લોકોને આખો દિવસ કંઈક ને કંઈક ખાવા જોઇએ છે. દુનિયામાં, વિશેષતઃ અમેરિકામાં કેટલાયે લોકો compulsive Eaters હોય છે. ખાવાનું એમને વ્યસન થઈ જાય છે. ખાવાનું ન મળે તો અસ્વસ્થ, ગાંડા જેવા, અરે ક્યારેક તો તોફાન મચાવતા થઈ જાય છે. અમેરિકામાં (અને બીજા કેટલાક દેશોમાં પણ) રસવૃત્તિને સતેજ કરે એવા વિવિધ પ્રકારના નવા નવા આહાર બજારમાં મૂકવામાં આવે છે. માણસો એક પછી એક વાનગી ખાધે રાખે છે. પરિણામે સૌથી વધારે જાડા માણસો અમેરિકામાં છે. એટલે જ જીભને વશ રાખવાનું કામ ઘણું દુષ્કર છે. એક બહેન કહેતાં કે “મારે જો જીભ ન હોત તો ક્યારની દીક્ષા લીધી હોત.” એમને દીક્ષા લેવી હતી, પણ એમની સ્વાદેન્દ્રિય બળવાન હતી. બધી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy