________________
૮૪
સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫
મનુષ્ય દીન, નિર્ધન, મજબૂર નથી એ દર્શાવવા એક પ્રસંગ કહેવાય છે. એક વખત એક મહાત્મા એક ગરીબ વિસ્તારમાંથી પસાર થતા હતા ત્યારે એમની નજર એક મકાનના ઓટલા પર એક સશક્ત, બેકાર અને નિષ્ક્રિય બેઠેલા યુવાન પર ગઈ. એમણે યુવાનને આમ બેસી રહેવાનું કારણ પૂછ્યું. યુવાને કહ્યું કે પોતાની પાસે પૈસા નથી, એટલે બેસી રહ્યો છે. મહાત્માએ એને કહ્યું કે “ભાઈ, તું નિર્ધન નથી, ધનવાન છે.” યુવાને કહ્યું: “મહારાજ, મારી મજાક ન કરો.” મહાત્માએ કહ્યું કે “ભાઈ, મજાક નથી કરતો, સાચી વાત કહું છું. મને કહે કે કોઈ માણસ એક આંખે અથવા બેય આંખે આંધળો હોય અને એને નવી આંખ બેસાડવા ઓપરેશન કરાવવું છે તો કેટલું ખર્ચ થાય ? પંદર, પચીસ હજાર રૂપિયા થાય ને ? તારી બંને આંખ સાજી છે તો એની કિંમત પચીસ હજાર જેટલી ન મૂકી શકાય ? બહેરો માણસ કાને ઓપરેશન કરાવે તો કેટલું ખર્ચ થાય ? તારા બંને કાન સાજા છે. એની કિંમત મૂક. એ રીતે તારે જો બે હાથ ન હોત કે બે પગ ન હોત તો શું થાત ? આમ આખા શરીરની કિંમત મૂકે તો સહેજે દોઢ-બે કરોડ રૂપિયા જેટલી થાય. તું જાતને નિર્ધન માને છે, પણ વસ્તુતઃ તો તું કોટ્યાધિપતિ છે. માટે તું તારી નિર્ધનતાની, દીનતાની વાત છોડી દઇને બહાર જા, પહેલાં કંઈક શારીરિક મજૂરીનું કામ શોધી લે અને એમ કરતાં તું આગળ વધશે.” યુવાને મહાત્માની શિખામણ માની અને એનું જીવન સુધરી
ગયું.
દીનતાની સાથે ભય રહેલો છે. સદાચારી હંમેશાં નિર્ભય હોય છે. સદાચારી બનવા માટે માણસે સંતોષી બનવું પડે. લોભાદિ વૃત્તિઓ, તીવ્ર કામનાઓ, મોટી અપેક્ષાઓ માણસને સદાચારમાંથી ચલિત થવા લલચાવે છે. સંતોષી એક દિવસમાં નથી થવાતું. એનો સતત મહાવરો રાખવો જોઇએ. વળી કસોટી આવે ત્યારે જ પોતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org