SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ अदीणमणसो चरे । દગો રમાશે ! હવે તો આપઘાત સિવાય છૂટકો નથી.' ઇત્યાદિ દીનતાનાં વચનો વખતોવખત સાંભળવા મળે છે. પરંતુ એવાં નિરાશાવાદી વચનથી કંઈ ઉકેલ આવતો નથી. ૮૩ માણસે સરળતા, લઘુતા, વિનમ્રતા, સહિષ્ણુતા વગેરે ગુણો જીવનમાં કેળવવા જોઇએ કે જેથી દીનતા ન આવે, પરંતુ એનું પરિણામ એવું ન આવવું જોઇએ કે જેથી પોતાનામાં લઘુતાગ્રંથિ જન્મે, અથવા તો દીનતા-હીનતાનો ભાવ જ રહ્યા કરે અને સત્ત્વહીન બની જવાય. વસ્તુતઃ સરળતા, લઘુતાદિ સદ્ગુણોથી પોતાનું સત્ત્વ વધુ ખીલવું જોઇએ. બીજી બાજુ સરળતા, લઘુતા વગેરે પોતાના ગુણો માટે માણસે એટલા બધા સભાન પણ ન રહેવું જોઇએ કે જેથી એ સદ્ગુણો માટે અભિમાન પ્રગટે અને પરિણામે એ ગુણો પણ ચાલ્યા જાય. માણસને દીનતાનો પણ અહંકાર થાય છે. સોક્રેટિસ વિશે એક કિંવદન્તિ છે કે એમનો એક મિત્ર કાણા-કાણાવાળો ઝભ્ભો પહેરીને નીકળતો. સોક્રેટિસે આવો ઝભ્ભો પહેરવાનું કારણ પૂછ્યું તો એણે કહ્યું કે ‘મારી લઘુતા, દીનતા બતાવવા માટે હું આવો ઝભ્ભો પહેરું છું.’ સોક્રેટિસે કહ્યું કે ‘ભાઈ, તને કાણાવાળો ઝભ્ભો પહેરેલો જોઇને લોકોને પહેલાં એમ લાગે કે તું કેટલો બધો ગરીબ-દીન છે, પરંતુ પછીથી તારા વર્તન પરથી લોકોને સમજાય છે કે હકીકતમાં તો તારા ઝભ્ભાના પ્રત્યેક કાણામાંથી દીનતા માટેનું તારું અભિમાન ડોકિયું કર્યા કરે છે.' દીનતા જાય તો સમતા આવવી જોઇએ, મિથ્યાભિમાન નહિ. પરંતુ ભૂખે મરતો દીન માણસ જ્યારે તવંગર બને છે ત્યારે સંપત્તિ માટેનું એનું અભિમાન છલકે છે. પોતાના દુઃખના દિવસોની સ્મૃતિ બીજા દીનદુઃખી પ્રત્યેની સહાનુભૂતિમાં પરિણમવી જોઇએ, નહિ કે એમને સતાવવામાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy