________________
૧૫૮
સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ સાધુમહારાજને પોતાની શક્તિ માટે ગૌરવ થાય છે. ભક્તો એનો પ્રચાર કરે છે. પછી ભીડ જામે છે. પરંતુ આ બધું કરવામાં સાધુ મહારાજને પછી જપ-તપ, જ્ઞાન-ધ્યાન માટે, આત્મસાધના માટે સમય રહેતો નથી. રાત્રે પણ એમની પાસે અવરજવર ચાલુ રહે છે. કેટલાક સાધુ મહાત્માઓ આવો વ્યવહાર કરતાં હોવા છતાં તેના પર સમયમર્યાદા મૂકે છે અને સાધનાનું પોતાનું લક્ષ્ય ચૂકતા નથી. કેટલાક મહાત્માઓ સાંજનું પ્રતિક્રમણ કર્યા પછી કોઈને મળતા નથી અને શિષ્યો સાથે ખપ પૂરતી વાત કરે છે.
રાજદ્વારી પુરુષો બહુધા રજસ્ અને તમસુ ગુણથી ભરેલા હોય છે. કેટલાક રાજાઓ કે રાજદ્વારી પુરુષો વિવિધ વ્યસનોથી ગ્રસિત હોય છે. વળી રાજકારણ હંમેશાં કુટિલતાભરેલું, દાવપેચવાળું હોય છે. એટલે સાત્ત્વિક ગુણવાળા સાધુ મહારાજો રાજદ્વારી પુરુષોના ગાઢ સંપર્કમાં રહે તો સમય જતાં એમની વિચારધારા અને વ્યક્તિત્વ પણ રજસ્ અને તમન્ ગુણથી પ્રભાવિત થયા વગર રહે નહિ.
રાજાઓ કે રાજદ્વારી નેતાઓ સાથેનો સંબંધ માનકષાયનું મોટું નિમિત્ત બને છે. રાજદ્વારી નેતાઓ પાસે જો સત્તાસ્થાન હોય તો એ જ્યાં જાય ત્યાં એમના મંત્રીઓ, અંગરક્ષકો, પોલીસ, ચપરાસીઓ વગેરેની દોડાદોડ હોય છે. એમને જોવા માટે લોકોની પડાપડી હોય છે. પત્રકારો, ફોટોગ્રાફરોની ધૂમાબૂમ હોય છે. નેતામાં પોતાનામાં સત્તાની સભાનતા હોય છે. આવા મોટા નેતા પોતાને વંદન કરે છે એવો ભાવ અંતરમાં પડેલા સૂક્ષ્મ માનકષાયને પોષે છે જે જીવને અધ્યાત્મમાર્ગમાંથી પાછો પાડે છે. વર્તમાન સમયમાં ફોટા, વિડિયો, ટી.વી.ની બોલબાલા છે. એટલે મોટા રાજદ્વારી નેતા પોતાની પાસે વાસક્ષેપ નખાવે છે, ફોટો લેવાય છે એથી અહંકાર પોષાય છે. અંતર પડેલો સૂક્ષ્મ માનકષાય વધુ ગાઢ થાય છે.
સાધુઓને નેતાઓની લત ન લાગવી જોઇએ. નેતા સાથેનો ફોટો પોતાના મનમાં ગોરવનો વિષય ન બનવો જોઇએ. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org