SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ પ.પૂ. સ્વ. શ્રી સંતબાલજી મહારાજ મહારાજશ્રીનો જન્મ શુક્રવારના દિવસે થયો હતો. એમણે દીક્ષા ગ્રહણ કરી એ દિવસ પણ શુક્રવારનો હતો અને તેઓ કાળધર્મ પામ્યા એ દિવસ પણ શુક્રવારનો હતો. આ પણ એક સુંદર યોગાનુયોગ કહેવાય. ૧૧૭ સ્વ. પૂ. શ્રી સંતબાલજી મહારાજ એક મહાન, ક્રાન્તિકારી સાધુ મહાત્મા હતા. અલબત્ત એમની ધર્મક્રાન્તિ વિશે વિભન્ન મત રહેવાના. એમના જીવન વિશે મણિભાઈ પટેલ, મીરાંબહેન, દુલેરાય માટલિયા, નવલભાઈ શાહ, અંબુભાઈ શાહ, મનુભાઈ પંડિત, બળવંતભાઈ ખંડેરિયા, ટી. યુ. મહેતા, ગુણવંત બરવાળિયા વગેરેએ પુસ્તકો લખ્યા છે. જૈન સાધુ તરીકે મહારાજશ્રી ગોચરી, પાદવિહાર વગેરે કેટલાક આચારનું ચુસ્ત પાલન કરતા હતા, પણ બીજા કેટલાક આચારમાં એમણે પોતાના ધ્યેયને અનુલક્ષીને ફેરફારો કર્યા હતા. એમણે નિર્દભ અને નીડ૨૫ણે જાહેર નિવેદન કરીને એ માર્ગ અપનાવ્યો હતો. એટલે એમને સાંપ્રદાયિક ધો૨ણે મૂલવવા કરતાં તત્કાલીન વિશાળ સામાજિક સંદર્ભમાં મૂલવવા જોઇએ. એ વખતે દેશની આઝાદી માટે અને પ્રજાકલ્યાણ માટે સમગ્ર દેશમાં એવો મોટો જુવાળ આવ્યો હતો અને ગાંધીજીના જીવન અને કાર્યનો લોકો ઉપર એટલો મોટો પ્રભાવ પડ્યો હતો કે સંતબાલજી જેવા કેટલાય એમાં ખેંચાય એ સ્વાભાવિક હતું. એ કાળે કેટલા બધા જૈન સાધુઓએ ખાદી ધારણ કરી હતી. જૈનો આત્મધર્મ માટે, આત્મસાધના માટે, મોક્ષપ્રાપ્તિના ધ્યેય અર્થે, ગૃહત્યાગ કરી દીક્ષા લે છે. ગુરુ ભગવંત એ માટે જ વ્રતો ઉચ્ચારાવે છે અને સમાજ પણ એ સમજણ સાથે જ સાધુ-સાધ્વીઓના ભરણ-પોષણની જવાબદારી સહર્ષ વહન કરે છે. આ એક પ્રકારનું વ્યવસ્થિત સંગઠન છે. આ એક ઉચ્ચ પરંપરા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy