SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ હતું. વ્યારામાં પ્રેમચંદ ઘર અને દુકાન સંભાળતા, પરંતુ એમાં એમનો જીવ લાગતો નહોતો. ઘર છોડીને ભાગી નીકળવાની તેઓ તક શોધતા હતા. એમ કરતાં કરતાં લગભગ બે વર્ષનો સમય વીતી ગયો. એક દિવસ એવું થયું કે ઘરનાં બધાંને કોઈ સગાનું મૃત્યુ થતાં પ્રસંગવશાત્ બહારગામ જવાનું થયું. પ્રેમચંદ એકલા જ ઘરે હતા. એમને લાગ્યું કે ઘર છોડીને જવાની આ એક સારી તક છે. સૂરતથી પાલિતાણા ટ્રેનમાં કેવી રીતે જવાય એનો તો અનુભવ એમને હતો. હવે સવાલ રહ્યો વ્યારાથી સૂરત જવાનો. એમાં વાર ન લાગવી જોઈએ. એટલે મન મક્કમ કરીને ગામમાં કોઈને ખબર પડે તે પહેલાં વહેલી સવારે તેઓ નીકળી ગયા અને આખો દિવસ પગે ચાલીને, સાંજ સુધીમાં ૪૫ કિલોમીટરનું અંતર કાપીને તેઓ સૂરત પહોંચી ગયા. ત્યાંથી ટ્રેન પકડી બીજા બે દિવસમાં પાલિતાણા પણ પહોંચી ગયા. સદ્ભાગ્યે પૂ. વીરવિજયજી અને પૂ. દાનવિજયજી ત્યારે પાલિતાણામાં જ બિરાજમાન હતા. પ્રેમચંદની દીક્ષા માટેની ઉકિટ લગની અને યોગ્યતા પારખીને બંને મુનિવરોએ સત્તર વર્ષના આ યુવાનને દીક્ષા આપવાનો નિર્ણય કર્યો. એ પ્રમાણે વિ.સ. ૧૯૫૭ના કારતક વદ ૬ના રોજ સિદ્ધગિરિની શીતલ છાયામાં પ્રેમચંદને દીક્ષા આપવામાં આવી અને એમનું નામ “પ્રેમવિજય' રાખવામાં આવ્યું. એમને પૂ. દાનસૂરિજીના શિષ્ય તરીકે જાહેર કરવામાં આવ્યા. દીક્ષા પછી પૂ. પ્રેમવિજયજીએ સંકલ્પ કર્યો કે જ્યાં સુધી પોતાના ગુરુ મહારાજના કુલ પાંચ શિષ્યો ન થાય ત્યાં સુધી કેરીનો ત્યાગ કરવો. પરંતુ થોડા વરસમાં જ પાંચ શિષ્યો થઈ ગયા. દીક્ષા પછી વિહાર કરીને તેઓ પાટણ પધાર્યા. ત્યાં પ. પૂ. શ્રી આત્મારામજી મહારાજના પટ્ટધર તરીકે શ્રી કમલવિજયજીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy