Book Title: Samprat Sahchintan Part 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh
Catalog link: https://jainqq.org/explore/002056/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન ભાગ Jain Education mematahaRI CU TOP Personaloge od 5 Page #2 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન ભાગ બારમો લક રમણલાલ ચી. શાહ પ્રકાશક શ્રી મુંબઇ જૈન યુવક સંઘ ૩૮૫, સરદાર વલ્લભભાઈ પટેલ રોડ, મુંબઈ ૪૦OOG. મુંબઇ : માર. આર. શેઠની હાં મુપ [ & આર. આર. શેઠની કાં. મુંબઇ 50 C) ૨ , અમદા ના દર રૂ ૨ Page #3 -------------------------------------------------------------------------- ________________ SAMPRAT SAHACHINTAN (Part 12) (A collection of articles on various subjects) by Dr. RAMANLAL C. SHAH Published by Shree Mumbai Jain Yuvak Sangh, 385-Sardar Vallabhbhai Patel Road, Mumbai-400004 - First Edition: SEPTEMBER 2000 Price: Rs. 50-00 પ્રથમ આવૃત્તિ : સપ્ટેમ્બર ૨૦૦૦ મૂલ્ય : રૂા. ૫૦-૦૦ NO CPYRIGHT લેખકનાં સર્વ લખાણોનાં અનુવાદ, સંક્ષેપ, સંપાદન કે પુનર્મુદ્રણ માટે કોઇ કોપીરાઇટ રાખવામાં આવ્યા નથી. પ્રકાશક : શ્રી મુંબઇ જૈન યુવક સંઘ ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઇ-૪૦૦૦૦૪. મુદ્રક : મુદ્રાંકન ડી/૫૭, ગૌતમનગર, એલ.ટી. રોડ, બોરીવલી (વેસ્ટ) મુંબઇ-૪૦૦૦૯૨. Page #4 -------------------------------------------------------------------------- ________________ અર્પણ હૃદયજ્ઞ, મર્મજ્ઞ, મુરબ્બી મિત્ર ડૉ. જયશેખર ઝવેરીને સ્નેહાદરપૂર્વક 1 રમણલાલ ચી. શાહ Page #5 -------------------------------------------------------------------------- ________________ ડૉ. રમણલાલ ચી. શાહનાં પુસ્તકો એકાંકીસંગ્રહ * શ્યામ રંગ સમીપે જીવનચરિત્ર-રેખાચિત્ર-સંસ્મરણ • ગુલામોનો મુક્તિદાતા હેમચંદ્રાચાર્ય વંદનીય હૃદયસ્પર્શ, ભા. ૧ ૨ બેરથી બ્રિગેડિયર તિવિહેણ વંદામિ પ્રવાસ--શોધ-સફર એવરેસ્ટનું આરોહણ જ પાસપોર્ટની પાંખે ન્યૂ ઝીલેન્ડ રાણકપુર તીર્થ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી શ્રી મોહનલાલજી મહારાજ શેઠ મોત શાહ પ્રભાવક સ્થવિરો, ભાગ ૧ થી ૫ • ઉત્તરધ્રુવની શોધ રા • પ્રદેશે જય વિજયના ઑસ્ટ્રેલિયા પાસપોર્ટની પાંખે ઉત્તરાલેખન નિબંધ સાંપ્રત સહચિંતન, ભાગ ૧ થી ૧૨૦ અભિતિ [ સાહિત્ય-વિવેચન ગુજરાતી સાહિત્યનું રેખાદર્શન (અન્ય સાથે) નરસિંહ પૂર્વેનું ગુજરાતી સાહિત્ય - ભુંગાકુ શ્િમ “ ડિલેહા •સમયસુંદર • ક્રિતિકા • ગુર્જર ફાગુસાહિત્ય ૧૯૬૨નું ગ્રંથસ્થ વાડ઼મય ♦ નળ દમયંતીની કધાનો વિકાસ Page #6 -------------------------------------------------------------------------- ________________ સંશોધન-સંપાદન : • નલદવદની રાસ • જંબુસ્વામી રાસ (સમયસુંદર કૃત) (યશોવિજયજી કૃત) • કુવલયમાળા • મૃગાવતીચરિત્ર ચોપાઈ (ઉદ્યોતનસૂરિ કૃત) (સમયસુંદરકૃત) • નલરાય-દદતી ચરિત્ર (ઋષિવર્ધનસૂરિકૃત) ધજા શારિરિ ચોપાઇ (ગુણવિનયકૃત) • બે લઘુ રામકૃતિઓ (જ્ઞાનસાગરકૃતિ અને ક્ષમા કલ્યાણકૃત) • નલદવદંતી પ્રબંધ (વિજયશેખરકૃત) ધર્મ-તત્ત્વજ્ઞાન • જૈન ધર્મ (ઇ8ી આવૃત્તિ) જૈન ધર્મ (હિન્દી આવૃત્તિ) • જૈન ધર્મ (મરાઠી આવૃત્તિ) બૌદ્ધ ધર્મ નિહનવવાદ • Shraman Bhagwan Mahavir & Jainismn . Buddhisn-An Introduction . Jina Vachana • વીર પ્રભુનાં વચનો - જિનતત્ત્વ, ભાગ ૧ થી ૬ તાઓ દર્શન • કપૂશિયનો નીતિધર્મ અધ્યાત્મસાર, ભાગ ૧-૨ સંક્ષેપ • સરસ્વતીચંદ્ર, ભાગ ૧ (પાઠય સંક્ષેપ) અનુવાદ રાહુલ સાંકૃત્યાયન (સાહિત્ય અકાદમી, દિલ્હી) ભારતની રાષ્ટ્રીય સંરકૃતિ (નેશનલ બુક ટ્રસ્ટ, દિલ્હી) Page #7 -------------------------------------------------------------------------- ________________ સંપાદન (અન્ય સાથે) • મનીષા - શ્રેષ્ઠ નિબંધિકાઓ શબ્દલોક • ચિનયાત્રા • નીરાજના અક્ષરા અવગાહન • જીવનદર્પણ • કવિતાલહરી સમયચિંતન તત્ત્વવિચાર અને અભિવંદના • મહત્તરા શ્રી મૃગાવતીશ્રીજી • જૈન સાહિત્ય સમારોહ, ગુચછ ૧- ૨ ૩-૪ • શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ શ્રી યતીન્દ્રસૂરિ દીક્ષાશતાબ્દી ગ્રંથ પ્રકીર્ણ • એન. સી. સી. • જૈન લગ્નવિધિ Page #8 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ પુત્રભીતિ. ૨. મંગલ, અષ્ટમંગલ, મહામંગલ પંડિત દલસુખભાઈ માલવણિયા ४. अणुसासिओ ण कुप्पिज्जा ૫. ૧૪મી એપ્રિલ, ૧૯૪૪ પોકેમોન ૭. પંન્યાસ શ્રી વરસંગવિજયજી ઑસ્ટ્રેલિયા ૯. જૈન દર્શનમાં કાળની વિભાવના ૧૦. જૈન ધર્મ વૈશ્વિક સ્તરે ૧૧. સહીને વર્લ્ડ મા છે તુ યા ત્તિ રૂશ્વI ૧૨૭ ૧૨. જલ જીવન જગમાંહિ ૧૩૭ ૧૩. અપભ્રંશ દૂહાનું સાહિત્ય ૧૫૨ ૧૪. મત્ત સિવિવા, નિરખ ૩ વષ્ણ! I ૧૬૨ Page #9 -------------------------------------------------------------------------- ________________ કૉપીરાઇટનું વિસર્જન મારા પ્રગટ થયેલ સર્વ ગ્રંથો અને અન્ય સર્વ લખાણોનાં અનુવાદ, સંક્ષેપ, સંપાદન, પુનઃપ્રકાશન ઇત્યાદિ માટેના કોઈ પણ પ્રકારના કૉપીરાઇટ હવેથી રાખવામાં આવ્યા નથી. અન્ય કોઈ વ્યક્તિને કે કોઈ પ્રકાશકને કોઇ પણ ગ્રંથની પ્રથમ આવૃત્તિ માટે કૉપીરાઈટ આપેલા હોય તો તેનું પણ વિસર્જન કરવામાં આવ્યું છે. હવે પછી પ્રકાશિત થનારા મારાં કોઈ પણ લખાણ માટે કૉપીરાઈટ રહેશે નહિ. રમણલાલ ચી. શાહ મુંબઈ તા . ૧-૧- ૧૯૯૨ Page #10 -------------------------------------------------------------------------- ________________ પુત્ર ભીતિ - હમણાં હમણાં પાશ્ચાત્ય દેશોમાં, વિશેષતઃ અમેરિકામાં કિશોર વયના દીકરાએ માતાપિતાની કે બેમાંથી કોઈ એકની હત્યા કરી હોય એવા કિસ્સાઓનું પ્રમાણ વધતું જાય છે. અજ્ઞાન, ઉશ્કેરાટ, શાળા-કૉલેજમાં અન્ય વિદ્યાર્થીઓ સાથે વેર, માદક દ્રવ્યોનું વ્યસન, જુગાર, નાણાંની જરૂર, ઈચ્છા ન સંતોષાવી, ખોટી ચડવણી કરનાર મિત્રોની સોબત અથવા એકલવાયાપણું વગેરે કારણો ઉપરાંત ગનરિવોલ્વરની સુલભતા એ પણ એક મહત્ત્વનું કારણ આવા કિસ્સામાં કાર્ય કરી જાય છે. કિશોરો ઉપરાંત યુવાન કે તેથી મોટી વયના પુત્રે પિતાનું ખૂન કર્યું હોય એવા બનાવો ત્યાં તથા અન્ય દેશોમાં પણ બનતા રહે છે. પુત્રે પોતાનાં માતા કે પિતાનો વધ કર્યો હોય એવા બનાવો ઈતિહાસમાં પણ જોવા મળે છે. નાનાંમોટાં રાજકુટુંબોમાં ગાદી માટે અથવા ગરાસ માટે આવી કેટલીયે ઘટનાઓ બની હશે જેની નોંધ ઇતિહાસના પાને ન લેવાઈ હોય એ સ્વાભાવિક છે. દીકરા તરફથી પોતાની હત્યા થવાનો ડર બિલકુલ ન હોય, પણ એ સામે બોલશે, અપમાન કરશે, ધમકી આપશે, વઢ વઢ કરશે, સગાં સંબંધીઓમાં વગોવણી કરશે, પોતાની સંપત્તિ પચાવી પાડશે કે ઉડાવી દેશે, મિલકતના ભાગ માટે કોર્ટે ચડશે, માનસિક ત્રાસ આપશે, ક્યાંક જતાં-આવતાં કે દાનાદિમાં નાણાં આપતાં અટકાવશે, ભૂખે મારશે ઇત્યાદિ વિવિધ પ્રકારની ચિંતા કેટલાંયે માતાપિતાને વૃદ્ધાવસ્થામાં રહે છે. એમાં પણ શારીરિક માંદગી કે પરાધીનતા પછી એવી ચિંતા વધી જાય છે. પુત્રની (તથા પુત્રવધૂની પણ) સતામણીથી ત્રાસીને કોઈ માતાપિતાએ ઝેર ખાઈને, બારીમાંથી પડતું મૂકીને, ગળે ફાંસો ખાઇને, બળી મરીને પોતાના જીવનનો અંત આણ્યો હોય એવા સમાચાર અવારનવાર છાપાંઓમાં વાંચવા મળે છે. કેટલાક પોતાની વેદના પોતાના મનમાં જ સમાવીને બેસી રહે છે, હવે પોતાનો ખરાબ વખત આવ્યો છે એવું સમાધાન મેળવે છે, મૌન જાળવીને ધર્મધ્યાન તરફ વળી Page #11 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ જાય છે અથવા માનસિક વેદનાની અભિવ્યક્તિના અભાવે ડિપ્રેશનને કારણે સૂનમૂન બની જાય છે અથવા ગાંડા થઈ જાય છે. જે પુત્રના જન્મ માટે આતુરતાપૂર્વક રાહ જોવાતી હોય, જન્મ વખતે ઉત્સવ થતો હોય, લાડકોડથી એને ઉછેરવામાં આવતો હોય, ભણાવી ગણાવી વેપારધંધે લાગડવાનાં અથવા અન્ય કોઈ પ્રકારની તેજસ્વી કારકિર્દીવાળો બનાવવાનાં સ્વપ્નાં સેવ્યાં હોય, જેની પાછળ પોતાની જાત નિચોવી નાખવામાં આવી હોય એવા પુત્ર કે પુત્રો જ્યારે કૃતજ્ઞ બને છે, માતાપિતાને માનસિક સંતાપ કરાવે છે કે હત્યા કરવાની હદ સુધી પહોંચી જાય છે ત્યારે સંસારની વિષમતા કેવી ભયંકર છે તે સમજાય છે. વસ્તુતઃ વૃદ્ધાવસ્થામાં તો પુત્ર માતાપિતાનો સહારો બનવો જોઇએ. નીતિશાસ્ત્રકારો કહે છે : पूर्वे वयसि पुत्राः पितरमुपजीवन्ति । अन्तिमे वयसि पुत्रान् पितोपजीवती ।। [પૂર્વ વયમાં એટલે બાલ્યકાળમાં પુત્ર પિતાના સહારે જીવે છે અને અંતિમ વયમાં પિતા પુત્રોને સહારે જીવે છે. ] સંસારમાં માતાપિતા અને સંતાનો વચ્ચેનું ઉગ્ર કોટિનું વૈમનસ્ય પ્રમાણમાં તો નહિ જેવું જ જોવા મળે છે. આમ છતાં એ સંબંધોમાં વિવિધ પ્રકારની તરતમતા રહે છે. નેહભર્યા વાત્સલ્યભર્યા ગાઢ સંબંધો જીવન પર્યત ટકી રહેતા હોય એવાં સદ્દભાગી માતાપિતા અનેક જોવા મળશે. શ્રવણની પિતૃભક્તિ તો અજોડ છે. આમ છતાં બે પેઢી વચ્ચેનો વેરભાવ પણ અનાદિ કાળથી ચાલ્યો આવે છે. સોહરાબ અને રૂસ્તમ જેવી દશા ઘણે ઠેકાણે પ્રવર્તે છે. એ માટેનાં શારીરિક, માનસિક, નૈતિક અને આધ્યાત્મિક એવાં ઘણાં કારણો છે. પુત્ર ગમે તેટલો મોટો થયો હોય છતાં માતાપિતાને તે નાનો જ લાગે છે અને એવા વ્યવહારનો Page #12 -------------------------------------------------------------------------- ________________ પુત્રભીતિ અતિરેક થતાં પુત્રનું સ્વમાન ઘવાય છે. એક કરતાં વધુ સંતાનો હોય તો સંપત્તિની વહેંચણીનો પ્રશ્ન ઊભો થાય છે. માતાપિતા વહાલા પુત્રના પક્ષપાતી બને છે. પુત્રવધૂઓ ઘરમાં આવતાં દીકરાઓ માતાપિતા સાથે મન મૂકીને વાત નથી કરી શકતા. બેય પક્ષ સાચવવા જતાં પુત્ર કફોડી સ્થિતિમાં મૂકાય છે. માતાપિતા અશક્ત છે, એમની માનસિક ગ્રંથિઓ અને વહેમો બંધાઈ ગયા છે. હવે તેઓ ઝાઝું જીવવાના નથી. તેઓ બોજારૂપ બને છે. પત્ની સાથે આખી જિંદગી કાઢવાની છે. આવા આવા વિચારે બે પેઢી વચ્ચેનું અંતર વધતું જાય છે, વિનય અને લજ્જા લોપાતાં જાય છે. એમાં પણ મોટો સંઘર્ષ થતાં હત્યા કે આપઘાતની ઘટનાઓ બને છે. ક્યારેક પુત્રે પિતાની કે પિતાએ પુત્રની હત્યા કરી હોય એવી ઘટનાઓ પણ બને છે. પોતાનાં કર્મનો ઉદય અને ઋણાનુબંધ અનુસાર બધું બને છે એવું સમાધાન કેટલાક કેળવે છે. બદલાતા જમાનામાં આપણને લાગે છે કે આપણાં માતાપિતા કરતાં આપણે વધુ ડાહ્યા, સમજદાર છીએ, પરંતુ થોડાં વર્ષોમાં જ આપણાં સંતાનો પણ આપણા માટે એવા જ વિચાર કરતા થઈ જાય છે. કહ્યું છેઃ We think our fathers fool so wise we grow; Our wiser sons, no doubt will think us so. માણસને પોતાના દીકરાઓ તરફથી જેટલો ડર હોય છે તેટલો દીકરી તરફથી નથી હોતો. વસ્તુતઃ પોતાને દીકરીનો ડર લાગે એવા કિસ્સા જવહાં જ બને છે. માતા-પિતાને દીકરી માટે પ્રેમભરી લાગણી એકંદરે વધુ રહે છે અને જે સમાજમાં દીકરી માતાપિતાનું ઘર છોડી સાસરે જાય છે એ સમાજમાં દીકરીને માતાપિતા માટે ઉષ્માભરી સાચી લાગણી, ઝંખના, ઉમળકો, દરકાર વગેરે વધુ રહે છે. જમાઈના Page #13 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ ચડાવ્યાથી કે ભાભીઓના મહેણાં-ટોણાંથી ત્રાસેલી દીકરી માતાપિતાથી વિપરીત થઈ ગઈ હોય એવી ઘટનાઓ નથી બનતી એવું નથી, પરંતુ એમાં પણ અપ્રીતિ સવિશેષ હોય છે, ડર નહિ. પિતા અને પુત્રનો ઉછેર એટલે જૂની પેઢી અને નવી પેઢીનો ઉછેર. બંને વચ્ચે તફાવત હંમેશાં રહેવાનો. દુનિયા સતત પરિવર્તનશીલ છે. નવી પેઢીને એની જીવનશૈલી હોય છે. યુવાનો પોતાની રીતે આગળ ચાલવા ઈચ્છે છે. વૃદ્ધો હવે અશક્ત બન્યા હોય છે. તેઓ સ્થિરતા ઝંખે છે. તેમનામાંથી સાહસિકતા ચાલી જાય છે. સંતાનો જુવાન છે, તરવરાટવાળાં છે, સાહસિક છે, સ્વપ્નશીલ છે. એમની આગળ લાંબો ભવિષ્યકાળ છે. આથી બે પેઢી વચ્ચેના અંતરમાં જ્યારે પરસ્પર વૈમનસ્યની ગ્રંથિઓ પાકી થઈ ગઈ હોય છે ત્યારે સંઘર્ષ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે. પુત્ર પચીસ-પાંત્રીસની ઉંમરનો થાય એ પછી એને પોતાના પિતા તરફ સંપૂર્ણ આદર જ રહ્યો હોય એવા પ્રસંગોનું પ્રમાણ ઘણું ઘટી જાય છે. ઓસ્કર વાઈલ્સે કહ્યું છે, 'Children begin by loving their parents. After a time they judge them. Rarely, if ever, do they forgive them.' બાલ્યકાળમાં અને કિશોરકાળમાં બાળકોને પોતાનાં માતાપિતાનો વિશેષતઃ પિતાનો ડર રહે છે. કંઈક ભૂલ કરી હોય, ખોટું બોલ્યા હોય કે ખોટું કર્યું હોય તો મેથીપાક મળશે એવી મનમાં ભીતિ રહે છે. નાનું બાળક ગભરાય છે. આકુળવ્યાકુળ બની જાય છે. એમાં પણ પિતાનો સ્વભાવ જો કડક અને ક્રોધી હોય, હાથનો છૂટો હોય તો બાળકને વધુ ડર લાગે છે. બાપના એક ઘાંટાથી બાળક ચૂપ થઈ જાય છે. પણ પછી બાળકના મનમાં પિતા માટે એક પ્રકારની ગ્રંથિ બંધાઈ જાય છે. યૌવનમાં આવેલા દીકરાઓ પિતાની સાથે વિચારવિનિમય કરે છે. ક્યારેય દલીલબાજી પણ થાય છે. પણ ઘણાખરા પોતે સાચા હોય તો Page #14 -------------------------------------------------------------------------- ________________ પુત્રભીતિ પણ પિતાની સામે બોલતા નથી. એમનું અપમાન કરતા નથી. પરંતુ પિતા જ્યારે અતિશય કડક બને છે ત્યારે દીકરા ઉદ્ધત જવાબ આપતા થઇ જાય છે. એમાંથી જ પછી સંઘર્ષ થાય છે અને છૂટા પડવાનું બને છે. વૃદ્ધાવસ્થા આવે, શારીરિક નિર્બળતા વધે, કામ ન થાય, પરાવલંબી જીવન બની જાય ત્યારે સશક્ત, યૌવનના તરવરાટવાળા દીકરાઓને એમ લાગે કે બધી વાતે બાપા આડા આવે છે. ત્યારે નિકટના મિત્રવર્તુળમાં તે પોતાના પિતાને માટે પણ “ડોસલો', “બુદ્દો' જેવા તોછડાઇભર્યા શબ્દો વાપરવા લાગે છે. ક્યારેક તો એમ બોલતાં પણ અચકાતા નથી કે હવે આ બુદ્દો મરે તો અમે છૂટીએ.” અથવા “ડોસો મરતો ય નથી ને માચી મૂકતો ય નથી” અથવા “ડોસાના મરવાની રાહ જોઉં છું. તે પહેલાં મને સંપત્તિ મળશે નહિ.” વૃદ્ધ પિતાએ બધી જ લગામ પોતાના હાથમાં રાખી હોય ત્યાં દીકરાઓની લાગણી બુઠ્ઠી થઈ જાય છે. પુત્રના પ્રકારો જુદી જુદી રીતે દર્શાવવામાં આવે છે. એમાંનો એક પ્રકાર “વૈરાનુબંધી પુત્ર'નો છે. આવો પુત્ર નાનો હોય ત્યારે લાડકોડમાં પણ માતાપિતાને મારતો હોય છે અને પછી મોટો થતાં માતાપિતાને જાનથી મારી નાખે છે. જાણે પૂર્વ ભવનું વેર લેવા માટે જ પુત્રનો જન્મ ન થયો હોય ! એમ કહેવાય છે કે There are times when parenthood seems nothing but feeding the mouth that bites you. પોતાના પુત્રનો જ જેમને ભય લાગતો હોય એવા લોકોને જીવનમાં સુખશાન્તિ મળતાં નથી. કહ્યું છે : पुत्रादपि भयं यत्र तत्र सौरव्यं हि किदृशम् । (જ્યાં પુત્ર તરફથી ભય હોય ત્યાં સુખ કેવું?) Page #15 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧ ર મિલકત અને એની વહેંચણી એ સંતાનો સાથેના વૈમનસ્યનું મોટું કારણ બને છે. માબાપને બેચાર દીકરાઓ હોય ત્યારે તે દરેકને સરખે ભાગે મિલકત વહેંચી આપવામાં ઘણી સમસ્યાઓ ઊભી થાય છે. માબાપનો એકાદ દીકરા પ્રત્યેનો પક્ષપાત એમાં ભાગ ભજવી જાય છે. મિલકતના વિભાજનથી સંતાનોને સર્વથા સાચો સંતોષ થયો હોય એવું જવલ્લે જ બને છે. ભાઈભાઈ વચ્ચેનો સ્નેહ ઓસરે છે. દેરાણી-જેઠાણી વચ્ચે કે સાસુવહુ વચ્ચે માનસિક તનાવ ચાલુ થઈ જાય છે. મહેણાં-ટોણાં દ્વારા અભિપ્રાયો છતા થાય છે. પોતાને અન્યાય થયો છે એવું લાગે ત્યારે દીકરાઓ પિતાની સામે થાય છે. ઉગ્ર કે અયોગ્ય વચનો બોલે છે, મર્યાદા તૂટે છે. પછી માબાપને સંતાનો પાસે ડરીને, સાચવીને બોલવાનો, કશુંક છુપાવવાનો વખત આવે છે. માણસની મિલકત બધી જ રોકડ રકમરૂપે નથી હોતી. એમ હોય તો ભાગાકાર સહેલા બને છે. પણ ઘર, જમીન, ઘરેણાં, દુકાન, વેપાર-ઉદ્યોગ વગેરેના રૂપમાં રહેલી મિલકતના મૂલ્યાંકનમાં મતભેદ ઊભા થાય છે. પોતે એવો ભાગ લેવો કે ન લેવો એના પ્રશ્નો ઊભા થાય છે. એમાંથી ઉગ્ર અસંતોષ પ્રગટ થાય છે, પોતાના ભાગની અમુક મિલકત માટે પોતાનો આગ્રહ રખાય છે. પછી કુટુંબકલેશ ચાલુ થાય છે. હસતા વૃંદાવનમાં બાવળિયા ઊગવા લાગે છે. માતાપિતાની પ્રસન્નતા હણાઈ જાય છે. વાણી-વ્યવહારમાં ફરજિયાત સંયમ લાવવો પડે છે. પુત્ર માતાપિતાને કેવો ત્રાસ આપે તેની સાચી બનેલી એક ઘટનાનો હું સાક્ષી છું. માબાપને ચાર દીકરા હતા અને ચારે પરણ્યા ત્યાં સુધી આનંદ-કલ્લોલમાં તેઓનું જીવન એક જ ઘરમાં વીત્યું. પણ પછી તેઓને સંતાનો થતાં, કુટુંબનો વિસ્તાર થતાં ઘર નાનું પડ્યું એટલે છૂટા થવાની વાત આવી. મિલકતની વહેંચણીમાં ભાઇઓનાં મન ઊંચાં થયાં. Page #16 -------------------------------------------------------------------------- ________________ પુત્ર ભીતિ માતાપિતાએ પોતાના સૌથી નાના લાડકા દીકરાને પોતાના ઘરમાં સાથે રાખવાનું ઠરાવ્યું અને મોટા દીકરાઓ બીજે રહેવા ગયા. એક વખત માએ પોતાના ઘરેણાંમાંથી એક ઘરેણું મોટી વહુને લગ્ન પ્રસંગે પહેરવા આપ્યું અને એ પાછું ન આવ્યું. એમાંથી ઝઘડા ચાલુ થયા અને વધ્યા. નાના દીકરાએ માના ઘરેણાંના કબાટ પર કબજો જમાવી દીધો. રોજ સાથે મંદિરે દર્શન કરવા જનાર માતાપિતાને એક દિવસ નાના દીકરાએ ત્યાં મોટી વહુ સાથે ખાનગી વાત કરતાં જોયાં અને એનો વહેમ વધી ગયો. રખેને માતાપિતા કોઇને ઘર લખી આપે તો પોતાને ફૂટપાથ પર રખડવાનો વારો આવે. એણે માતાપિતા પર કબજો જમાવી દીધો. ઘરની બહાર જવાની મનાઈ ફરમાવી દીધી. માબાપ બહુ કરગર્યા ત્યારે માતાપિતા વારાફરતી મંદિરે જાય અને તે પણ નોકર સાથે જાય એવી છૂટ મળી. એક દિવસ દીકરાને કહ્યા વિના પિતા બહાર ગયા. તે દિવસે સાંજે ધમાલ મચી ગઈ. ઉશ્કેરાયેલા દીકરાએ ધમકી ઉચ્ચારી દીધી કે હવેથી ઘરમાંથી જો બહાર પગ મૂકશો તો જાનથી મારી નાખીશ.' પછી મંદિરે જવાનું પણ બંધ કરાવ્યું. માતાપિતાનો સૌથી લાડકો દીકરો હોય અને તેના તરફથી આવી ગંભીર ધમકી મળે તો કેટલું વસમું લાગે ! માતાપિતા સૂનમૂન બની ગયાં. પોતાના પાપનો ઉદય છે એમ મન મનાવી વૃદ્ધાવસ્થામાં શાન્તિથી દિવસો પસાર કરવા લાગ્યાં. પણ પછી બન્યું એવું કે એ નાના દીકરાને એક દિવસ કમળો થયો. એમાંથી કમળી થઈ અને ભરયુવાનીમાં જ અકાળે એનું અવસાન થયું. સતત ભયમાં રહેતા કૃશકાય બની ગયેલાં માતાપિતાએ એ દિવસે આંસું ન સાય, પણ ભયમાંથી મુક્ત થયાની રાહત અનુભવી. પાશ્ચાત્ય દેશોમાં યુવાન કે કિશોર દીકરા સાથે અણબનાવ કે ઝઘડો થતાં માતાપિતાને મૃત્યુનો ડર લાગે છે. ઉશ્કેરાયેલો દીકરો ક્યારે અચાનક ગન લઇને ધસી આવશે એ કહેવાય નહિ. જ્યાં ઘાતક શસ્ત્રો Page #17 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ સુલભ છે ત્યાં આવો ડર વિશેષ રહે છે. આવી ઘટનાઓ પોતાના દેશ-પ્રદેશમાં વારંવાર બનતી હોવાથી પણ મનમાં ડર પેસી જાય છે. અમેરિકા અને બીજા ધનાઢ્ય દેશોમાં માતાપિતાનું ખૂન કરનાર દીકરાઓ ઘણુંખરું કિશોરાવસ્થાના હોય છે. એમને સાચી સલાહ કે સાંત્વન આપનાર કોઈ હોતું નથી. તેઓ માનસિક સમતુલા ગુમાવી દે છે. એટલે જ્યારે અચાનક ઝનૂન ચડી આવે ત્યારે હત્યાની દુર્ઘટના બની જાય છે. પાશ્ચાત્ય દેશોમાં છૂટાછેડા અને પુનર્લગ્નનું પ્રમાણ વધતું જાય છે. એટલે માતાપિતા અને સંતાનો વચ્ચે લાગણી રહેતી નથી. સાવકો દિીકરો કે સાવકી મા અથવા સાવકા બાપને એકબીજા પ્રત્યે મનમાં જ ધૃણા હોય છે. વેર લેવાની વૃત્તિ જોર પકડે છે. દોસ્તારોનો ટેકો મળી જાય છે અને કાવતરું રચાય છે. મોટાં ઘરો, એકાંત અને શસ્ત્રની સુલભતાને લીધે હત્યાની ઘટના બનતાં વાર નથી લાગતી. વર્તમાન સમયમાં વિડિયો ગેમના પ્રકારના જુગારનું વ્યસન વધતું જાય છે. જુગારમાં મોટી રકમ હારેલા કિશોરો પૈસા કઢાવવા માતાપિતાને મારી નાંખવાની ધમકી આપે છે. દારૂ અથવા માદક પદાર્થોના વ્યસનને લીધે ઉન્માદી બનેલો દીકરો પણ ઘેનમાં ભાન ભૂલી પિતાનું કાસળ કાઢી નાખે છે. આવી ઘટનાઓનું પ્રમાણ પાશ્ચાત્ય દેશોમાં વધુ બને છે. એમાં ટી.વી. પર વાસ્તવિકતાના નામે બતાવાતી આવી ઘટનાઓની અસર પણ થાય છે. વૃદ્ધાવસ્થામાં માણસને એકની એક વાત વારંવાર કહેવી કે વાગોળવી ગમે છે. વૃદ્ધાવસ્થાની આ એક માનસિક નબળાઈ છે. પરંતુ તે પ્રત્યે સહાનુભૂતિભર્યું સહનશીલતાનું વલણ અપનાવવું જોઈએ. એક વડીલ જૂના વખતનું દાન્ત આપે છે. એક બાપા પોતાને ત્યાં હિસાબના ચોપડામાં ઘરની બીજી વિગતો પણ લખતા. એમનો દોઢેક વર્ષનો દીકરો જ્યારે બોલતાં શીખ્યો ત્યારે એક વખત બારીએ, કાગડો આવીને બેઠો. નાના બાળકે પૂછ્યું, “બાપા, આ શું છે?' બાપાએ કહ્યું, “કાગડો'. Page #18 -------------------------------------------------------------------------- ________________ પુત્ર ભીતિ થોડીવાર પછી છોકરાએ ફરીથી પૂછ્યું અને ફરીથી બાપાએ કહ્યું, “કાગડો'. એમ નાના બાળકે આઠદસ વાર પૂછ્યું અને જેટલી વાર પૂછ્યું એટલી વાર બાપાએ ચોપડામાં નોંધી લીધું. આમ રોજ કાગડો આવે અને રોજ બાળક આઠદસ વખત પૂછે અને જેટલી વાર બાળકે પૂછયું હોય એટલી વાર બાપા ચોપડામાં લખી લે. પછી તો બાળક મોટું થયું અને પૂછવાનું બંધ થયું. દીકરો મોટો થયો અને લગ્ન થયાં. હવે વૃદ્ધ પિતાની વાતો એને અળખામણી લાગવા માંડી. કોઈ વખત સમજ ન પડે કે યાદ ન રહે તો બાપા બીજી વાર પૂછતા, પરંતુ ત્યારે દીકરો અપમાનજનક અવાજે કહેતો, “એકની એક વાત કેટલી વાર પૂછો છો ?' એક વખત બાપાએ જૂનો ચોપડો મંગાવી દીકરાને વંચાવ્યું અને કહ્યું કે “તું નાનો હતો ત્યારે કાગડા માટે “બાપા આ શું છે ?' એમ રોજ કેટલી વાર પૂછતો હતો? એની સરખામણીમાં હું તો કંઈ જ પૂછતો નથી. માટે મારી સાથે આવી ઉદ્ધત રીતે વર્તતાં તને શરમ આવવી જોઈએ. દીકરો ચૂપ થઈ ગયો. કેટલાક વખત પહેલાં ગુજરાતના એક શહેરમાં એક ભાઈની સાથે એમના એક મિત્રને ત્યાં મારે જવાનું થયું હતું. મિત્ર બહાર ગયા હતા. દરમિયાન મિત્રના વયોવૃદ્ધ પિતાશ્રી અમને મળવા પોતાના રૂમમાંથી બેઠકના ખંડમાં આવ્યા. તેઓ વિધુર થયા હતા એટલે પોતાના ગામમાંથી શહેરમાં દીકરાને ત્યાં રહેવા આવવું પડ્યું હતું. પોતે એક કોલેજમાં આચાર્ય હતા અને નિવૃત્ત થયા ત્યાં સુધીમાં પોતાની યશસ્વી કારકિર્દીને લીધે ઘણું માનપાન પામ્યા હતા. પોતાના એ સુખી દિવસો વાગોળતાં તેઓ બેત્રણ વાર બોલ્યા કે 'Those were the golden. days of my life.' આ વાતચીત ચાલતી હતી તેવામાં એમના દીકરા આવી પહોંચ્યા. આવતાંની સાથે પોતાના વૃદ્ધ પિતા ઉપર તૂટી પડ્યા, ગોલ્ડન, ગોલ્ડન, ગોલ્ડન...જે આવે તેની આગળ બસ ગોલ્ડન, Page #19 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ ગોલ્ડન કર્યા કરો છો ? બીજું કંઇ સૂઝે છે નહિ ? જાવ તમારા રૂમમાં બેસો.’ આ સાંભળી અમે તો ડઘાઇ ગયા. વયોવૃદ્ધ પિત્તા ચૂપચાપ પોતના રૂમમાં ચાલ્યા ગયા. મેં પિતાશ્રીનો બચાવ કરવા પ્રયત્ન કર્યો, પણ એ મિત્રને મારી વાત રુચિ નહિ. ૧૦ વૃદ્ધ માતાપિતાની આવી ટેવની ઘટના ઘેર ઘેર બનતી હશે ! માતા અને પિતા બેમાંથી એકની વિદાય થાય તે પછી પરિસ્થિતિ વધુ કરુણ બને છે. હવે દીકરો કે દીકરાઓ જોરમાં આવી જાય છે. પુત્રવધૂઓ તેમાં સાથ આપે છે. સાચી ખોટી ભંભેરણી થાય છે. અસત્યનો આશ્રય લેવાય છે. વડીલની હવે ગરજ રહેતી નથી, ભૂતકાળ ભુલાઇ જાય છે. એમાં પણ વડીલ વ્યક્તિ માંદી પડે છે ત્યારે તેમની લાચારી વધી જાય છે. એકવાર ગુજરાતના એક નાના ગામમાં અમારે એક સંસ્થાની મુલાકાત પછી ગામના મુખ્ય વેપારીને ત્યાં જમવા જવાનું હતું. પરસ્પર ઓળખાણ નહોતી, પણ સંસ્થાના તેઓ હોદ્દેદાર હોવાને નાતે એમને ત્યાં જમવાનું હતું. અમે એમને ત્યાં ગયા. મકાનમાં નીચે વિશાળ મોટી દુકાન હતી. ખાસ્સી ઘરાકી હતી, વેપાર ધમધોકાર લાગ્યો. ઉપરના માળે એમનું વિશાળ ઘર હતું. દાદર ચડી ઉપર ગયા ત્યાં બહાર પરસાળમાં બાથરૂમ-સંડાસ પાસે એક મેલી ગોદડી પર એક વયોવૃદ્ધ સજ્જન બેઠા હતા. અમે જમવા બેઠા ત્યારે એક થાળી એમને પણ પહોંચાડવામાં આવી. મારાથી સહજ પૂછાઇ ગયું, ‘વડીલ કોણ છે ?' યજમાને શરમાઇ જતાં ઘીમા અવાજે મને કહ્યું, ‘મારા ફાધર છે. ખાંસીને લીધે આખો દિવસ ખોં ખોં કરે છે. છોકરાંઓનું ભણવાનું બગડે છે અને ઘરમાં હોય તો કટકટ કરે છે. વાઇફથી એ સહન થતું નથી. એટલે બહાર જગ્યા કરી આપી છે. એમને ય શાન્તિ અને અમને ય શાન્તિ.' Page #20 -------------------------------------------------------------------------- ________________ પુત્રભીતિ જમીને અમે બધાં નીચે ઊતરતાં હતાં, હું છેલ્લે હતો. મેં વડીલને ભાવપૂર્વક નમસ્કાર કર્યા. તેઓ કોઇ સાંભળતું નથી એની ખાતરી કરી ધીમેથી ગળગળા અવાજે એટલું જ બોલ્યા, ‘કાઠિયાવાડથી હાથેપગે અહીં પંચમહાલમાં આવી આખી દુકાન મેં એકલે હાથે જમાવી. દીકરાને તો તૈયાર ભાણે બેસવા મળ્યું છે. હવે હું લાચાર છું. ડરીને જીવું છું. દિવસો ઝટ પૂરા થાય એની રાહ જોઉં છું. આજે મારો વારો છે. કાલે એનો વારોય આવશે.’ ૧૧ પિતાપુત્ર વચ્ચે પરસ્પર પ્રેમની કોઇ લાગણી રહી નહોતી; બલકે લાગણી હવે ધિક્કારની હતી. પોતાનાં સંતાનોમાં દીકરો હોય કે દીકરી, એ વચ્ચેનો ભેદ હવે ઘણા દેશોમાં ઓછો થતો જાય છે. જેમને સંતાનોમાં ફક્ત એક જ દીકરી હોય તેને પુત્ર ન હોવાથી કેટલોક ડર રહેતો નથી. એક અથવા વધારે દીકરા ધરાવનારને વૃદ્ધાવસ્થામાં જે સમસ્યાઓનો ભોગ થવું પડે છે તેનો ખ્યાલ અપુત્ર માણસોને ઓછો આવે છે. જેમ નિ:સંતાન રહેવાથી કેટલીક ઉપાધિઓમાંથી બચી જવાય છે તેમ કેટલાક આનંદથી વંચિત પણ રહેવાય છે. દીકરાએ ખૂનની ધમકી આપી હોય, ઝનૂની સ્વભાવનો હોય અને ઘાતક હથિયાર સુલભ હોય એવાં માતાપિતાએ સતત ચિંતા કે ધ્રુજારી જે અનુભવી હોય તેનો ખ્યાલ નિઃસંતાન પતિપત્નીને હોતો નથી. તે તો અનુભવે જ સમજી શકાય એવી વાત છે. ભારતીય સાંસ્કૃતિક પરંપરા પ્રમાણે તો પુત્ર સોળ વર્ષની ઉંમરનો થતાં પિતાના મિત્ર જેવો ગણાય છે. કહ્યું છે : लालयेत पंच वर्षाणि दशवर्षाणि ताडयेत् । प्राप्ते तु षोडशे वर्षे पुत्रे मित्रवदाचरेत् ॥ બાળક પાંચ વર્ષનું થાય ત્યાં સુધી એનું લાલનપાલન કરવું; એને લાડ લડાવવા, પછીનાં દસ વર્ષ એને રીતભાત વગેરે શીખવવા, જોખમમાંથી બચાવવા ધાક રાખવી જોઇએ, જરૂર પડે તો મારવું પણ Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ જોઈએ જ. પરંતુ દીકરો સોળ વર્ષનો થાય ત્યારે સમજણો થાય છે. સ્વતંત્ર રીતે વિચારતો થાય છે. કેટકેટલી બાબતમાં એનાં સલાહ-સૂચન કામ લાગે છે. સોળ વર્ષ પછી દીકરાને મારવાથી તે સામે થઈ જાય છે. હવે એનામાં શારીરિક તાકાત પણ આવી હોય છે. એટલે માબાપે મારવાનું છોડી દેવું જોઇએ. બહુ શિખામણ આપવાનું પણ છોડી દેવું જોઇએ. એની પાસેથી સારામાં સારું કામ લેવું હોય તો એને મિત્ર જેવો ગણવો જોઇએ. વૃદ્ધાવસ્થામાં માતાપિતાએ પોતાની શારીરિક અને સ્વભાવગત મર્યાદા સમજી લેવી જોઈએ. જીવન સતત પરિવર્તનશીલ છે. નવી પેઢીને પોતાના જમાનાની ફૂટપટ્ટીથી માપવી ન જોઇએ. “અમે આવા હતા અને તમે આવા થઈ ગયા” એમ કહી નવી પેઢીને ઉતારી પાડવાની વૃત્તિને સંયમમાં રાખવી જોઈએ. જૂની આંખે નવા તમાશા ઉદારતાપૂર્વક જોવા જોઇએ. અનિવાર્ય લાગે તો જ સૂચન કરવું, પણ આગ્રહી ન બનવું જોઇએ. નવી પેઢીના વિકાસમાં ઈરાદાપૂર્વક આડખીલીરૂપ ન થવું જોઇએ. સંઘર્ષના વિષયો ટાળતાં શીખવું જોઇએ અને વાત્સલ્ય અને ઉષ્માથી જીવનને સુસંવાદી બનાવવાની કલા હસ્તગત કરવી જોઇએ. આજના જુવાનિયાઓ બગડી ગયા છે એવા ભ્રામક ખ્યાલોમાંથી મુક્ત બનવું જોઈએ. જ્યાં આવું થાય છે ત્યાં પુત્રનો ડર રહેતો નથી. એવા ઘરોમાં પુત્ર ઘડપણમાં લાકડીરૂપ બને છે. પિતાના બધા જ વિચારો સાથે પોતે સંમત ન હોવા છતાં એમને એમનું જીવન એમની રીતે જીવવા દેવું જોઈએ એમ સાચી રીતે માનીને એમને સર્વ પ્રકારની અનુકૂળતાઓ કરી આપનાર સંતાનો પણ અનેક સ્થળે જોવા મળે છે. માતૃભક્તિ અને પિતૃભક્તિનાં જવલંત ઉદાહરણો પણ કેટકેટલાં જોવા મળે છે ! જેમને ડર જોઇતો નથી એમણે બીજાને ડરાવવાનું પહેલાં બંધ કરવું જોઇએ. Page #22 -------------------------------------------------------------------------- ________________ મંગલ, અષ્ટમંગલ, મહામંગલ માનવજાતિ ગમે તેટલો બૌદ્ધિક વિકાસ સાધે અને વૈજ્ઞાનિક પદ્ધતિથી તર્કયુક્ત વાત જ સ્વીકારવાનો આગ્રહ રાખે, તો પણ સંસારમાં વખતોવખત એવી ઘટનાઓ બનતી રહે છે કે જે કેટલાક લોકોને શ્રદ્ધાના ક્ષેત્ર તરફ વાળે છે. જ્યારે પોતાના જીવનમાં જ એવી ઘટનાઓનો અનુભવ થાય છે ત્યારે કેટલાયે બૌદ્ધિકો પણ શ્રદ્ધાનું આલંબન લેવા લાગે છે. દરેક વખતે આવી શ્રદ્ધા તે સાચી શ્રદ્ધા નથી હોતી. ક્યારેક એમાં અંધશ્રદ્ધા, વહેમ, અજ્ઞાન, ગતાનુગતિકતા, લાચારી પણ જોવા મળે છે. - ઈષ્ટ ફળની પ્રાપ્તિ અને અનિષ્ટનો વિયોગ એ સામાન્ય માણસની બે મુખ્ય ઝંખના હોય છે. જ્યારે પોતાની બધી જ ગણતરી ઊંધી પડે અને પરિણામ અણધાર્યું જુદું જ આવે ત્યારે માણસ વિચાર કરતો થઈ જાય છે. અતિશય લાચારીનો પ્રસંગ જ્યારે આવી પડે છે ત્યારે માણસ શ્રદ્ધાપ્રેરિત થઈ ગમે તે વસ્તુ કરવા તત્પર થઈ જાય છે. જીવનમાં સામાન્ય ક્રમે કે અણધારી રીતે બનતી સારી નરસી મોટી ઘટનાઓનું અવલોકન કરતાં કરતાં માનવજાતે તેની સાથે સંકળાયેલા કેટલાક શુભાશુભ સંકેતોની વિચારણા કરી છે. આપણે ત્યાં જ્યોતિષશાસ્ત્ર, સ્વપ્નશાસ્ત્ર, શુકનશાસ્ત્ર, નિમિત્તશાસ્ત્ર ઇત્યાદિ એ રીતે રચાયાં હતાં. માણસ નવું ઘર કરાવતો હોય, નવી દુકાન લેતો હોય, નવો ધંધો ચાલુ કરતો હોય, દીકરા-દીકરીની સગાઈ કે લગ્નનો પ્રસંગ હોય, પ્રવાસે કે તીર્થયાત્રાએ જતો હોય, કોઈ વિદ્યાર્થી પરીક્ષા આપવા જતો હોય, કન્યા સાસરે જતી હોય, વહુ પ્રસૂતિ માટે પિયર જતી હોય, મંદિરનો શિલાન્યાસ કે અન્ય ઉત્સવ હોય, સાધુ-સાધ્વીના વિહાર હોય-એવાં બધાં કાર્યો નિવિખે અને ખૂબ સારી રીતે પાર પડે એમ સૌ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૪. સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ ઇચ્છતા હોય છે. એ માટે દિવસ, પ્રહર, ચોઘડિયું જોવાય છે અને તે વખતે થતા શુભ શુકનનો વિચાર પણ થાય છે. એવે વખતે કોઈ શુભ, પવિત્ર વ્યક્તિ કે વસ્તુનાં દર્શન થાય તો પોતાનું કાર્ય સારી રીતે સિદ્ધ થશે એવી શ્રદ્ધા બંધાય છે. “શુકન જોઇને રે સંચરજો' જેવી પંક્તિઓ ક્યારેક સમૂહમાં ગવાય છે. પોતાની ધારેલી ઇચ્છાઓ, વિચારેલી યોજનાઓ કે સેવેલા સંકલ્પો પાર ન પડે ત્યારે માણસ અત્યંત મૂંઝાય છે, બેબાકળો અને નિરાશ થઈ જાય છે. પોતાના કાર્યમાં વિજ્ઞ, અંતરાય, મુશ્કેલી, આપત્તિ ઈત્યાદિ ન આવે એ માટે માણસ સાવધ, સચિત રહે છે. બીજી બાજુ પોતાની ઈચ્છા પ્રમાણે કે ધાર્યા કરતાં વધારે સારી રીતે પોતાનું કાર્ય પાર પડે છે ત્યારે માણસ આનંદથી ગદગદિત થઈ જાય છે. સફળતા કે નિષ્ફળતાની આવી ઘટનાઓ જ્યારે બને છે ત્યારે તેની સાથે કશીક સાંકેતિક વસ્તુઓ કે ઘટનાઓને જોડી દેવાનું મન કેટલાક મનુષ્યને થાય એ કુદરતી છે. આવા સંકેતો માટે મંગળ” કે “અમંગળ’ શબ્દ પ્રાચીન કાળથી પ્રયોજાતો આવ્યો છે. અનેક પેઢીઓના લાંબા સમયના એકસરખા અનુભવને આધારે કેટલીક વસ્તુઓ “મંગળ” કે “અમંગળ' તરીકે ગણાવા લાગે છે અને પછી એની પરંપરા ચાલુ થાય છે. શુભ પ્રસંગે ગોળ, ઘાણા કે ગોળમિશ્રિત ધાણા, દહીં, કંસાર, લાપસી, સુખડી, પેંડા, કોપરું વગેરે ખાવા-ખવડાવવાનો રિવાજ છે. આ બધાં ખાદ્ય-દ્રવ્યોને મંગલમય માનવામાં આવે છે. એની વહેંચણીમાં ઉત્સાહનું, આનંદોલ્લાસનું વાતાવરણ પ્રસરી રહે છે. પોતાનું કાર્ય પાર પડ્યાનો, કાર્યમાં ફતેહ મેળવ્યાનો એમાં સંકેત રહેલો હોય છે. આવાં મંગલોને દ્રવ્યમંગલ કહેવામાં આવે છે. એવા પ્રસંગે જે મંગલમય સ્તુતિ કરવામાં આવે છે, નવકાર મંત્ર વગેરે બોલવામાં આવે છે તેને ભાવમંગલ કહેવામાં આવે છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ મંગલ, અષ્ટમંગલ, મહામંગલ ૧૫ મંગલ ગણાતી વસ્તુઓનું કે તેવા જીવોનું પોતાના કાર્યના શુભારંભે અનાયાસ સાક્ષાત્ દર્શન કરવું સૌથી ઉત્તમ ગણાયું છે. એવું મંગલદર્શન અનાયાસ શક્ય ન હોય તો તેને સામેથી યોજનાપૂર્વક મંગાવીને જોવું તે પણ સારું ગણાય છે. પરંતુ એવી પણ જ્યાં શક્યતા ન હોય ત્યાં છેવટે તેની આકૃતિનું દર્શન કરવું આવશ્યક અને ઇષ્ટ મનાય છે. ઉદાહરણ તરીકે માણસ કોઇ શુભ કાર્ય માટે ઘરેથી પ્રસ્થાન કરતો હોય તે વખતે જ બરાબર અચાનક સામેથી ગાય આવતી હોય કે હાથી આવતો હોય તો તે સારા શુકન ગણાય. ગાય કે હાથી અનાયાસ અચાનક ન આવતાં હોય, પણ કોઈ સ્વજને કે મિત્રે એવી ગોઠવણ કરી રાખી હોય અથવા પોતે જાતે એવી ગોઠવણ કરાવી હોય કે બરાબર તે જ વખતે સામેથી ગાય કે હાથી લઈ આવવામાં આવે અને પોતાને સારા શુકન થયા એમ માણસ માને અને મનાવે તેવું પણ બનતું આવ્યું છે. આવી પણ જ્યારે શક્યતા ન હોય ત્યારે ફોટા કે ચિત્રમાં ગાય કે હાથી કે અન્ય મંગલ વસ્તુનાં દર્શન કરી માણસ સંતોષ મેળવે છે અને પ્રસ્થાન કરે છે. શુભ મંગળ શુકન માટે દરેક માણસની શ્રદ્ધા એકસરખી ન હોય. કોઇક શ્રદ્ધાળુઓ ભગવાનના કે દેવદેવીના કે પોતાના વડીલો કે સ્વજનોના ફોટાનાં દર્શન કરે છે. ક્યારેક ફોટો કે આકૃતિ ન હોય ત્યારે તેમના નામનો જયજયકાર ઉચ્ચારાય છે. શુભ પ્રસંગ કે શુભ કાર્યની વાત ન હોય તો પણ કેટલાક લોકોને મંગળ આકૃતિઓનું રોજેરોજ સવારના ઊઠીને કે અન્ય સમયે નિયમિત દર્શન કરવાનો રિવાજ હોય છે કે જેથી દિવસ સારો જાય. મહાભારતના દ્રોણપર્વમાં લખ્યું છે કે રાજ દરબારમાં જતાં પહેલાં મહારાજા યુધિષ્ઠિર સ્વસ્તિક, વર્ધમાન, નંદ્યાવર્ત, જળપૂર્ણ કુંભ, અગ્નિ, માળી, હાર, કુંકુમ, દહીં, ઘી, મધ, માલા, કન્યા વગેરે માંગલિક દ્રવ્યોનાં કે વ્યક્તિનાં દર્શન કરી લેતા. Page #25 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ જુદા જુદા વારે કોઇ જુદી જુદી વસ્તુ મંગલરૂપ ગણાય છે. એને માટે હિંદી ભાષાની એક લોકોક્તિ ઘણાં વર્ષો પહેલાં સાંભળી હતી, જેમકે અમુક વારે દહીં, અમુક વારે ધાણા, અમુક વારે ગોળ, અમુક વારે હળદરનાં દર્શન મંગળમય મનાય છે. ૧૬ લોકજીવનમાં આવી વિવિધ પ્રકારની માન્યતાઓ રહેલી છે. ક્યાંક એની સાથે ધર્મને સાંકળવામાં પણ આવ્યો છે. ‘મંગળ’ શબ્દનો સાદો અર્થ થાય છે શુભ, પવિત્ર, પાપરહિત, વિઘ્નરહિત. ‘મંગલ' શબ્દમાં મં, ગ અને લ એ ત્રણ અક્ષરો છે. એ અક્ષરોને અનુલક્ષીને ‘મંગળ’ શબ્દના જુદી જુદી રીતે અર્થ કરાય છે. મંગલ અથવા માંગલ્ય શબ્દ જુદીજુદી રીતે વ્યુત્પન્ન કરવામાં આવ્યો છે. એ શબ્દમાં ‘મ', ‘મા,' ‘ગલ', ‘ગાલ' જેવા શબ્દો રહેલા બતાવવામાં આવે છે અને તે પ્રમાણે અર્થઘટન કરવામાં આવે છે. આવી ભિન્નભિન્ન વ્યાખ્યાઓમાંથી નીચેની કેટલીક વ્યાખ્યાઓ જુઓ : मं गालयइ भवाओ मंगलमिहेवमाइ नेरुत्ता । (મં અથવા મા એટલે કે પાપને જે ગાળી નાખે છે તે મંગલ કહેવાય છે.) ‘વિશેષાવશ્યક ભાષ્ય'માં ‘મંગલ’ શબ્દ સમજાવતાં કહ્યું છે ઃ मां गालयति भवादिति मंगलं संसारादपनयतीत्यर्थः । अथवा मा भूत शास्त्रस्य गलो विघ्नो अस्मादिति ॥ [મને ભવથી એટલે કે સંસારથી દૂર કરે છે એટલા માટે તે મંગલ છે. અથવા ગલ એટલે વિઘ્ન. શાસ્ત્રના અધ્યયનના પ્રારંભમાં અમને વિઘ્ન ન હો માટે મંગલ ] વળી ‘વિશેષાવશ્યક ભાષ્ય'માં કહ્યું છે : Page #26 -------------------------------------------------------------------------- ________________ મંગલ, અષ્ટમંગલ, મહામંગલ मंगिज्जए ऽधिगम्मइ जेण हियं तेण मंगलं होई । अहवा मंगो धम्मो तं लाइ तयं समादत्ते ॥ [જેના દ્વારા હિતની માગણી કરવામાં આવે છે અને પ્રાપ્તિ થાય છે તે મંગલ કહેવાય છે. અથવા ‘મંગલ'નો અર્થ ધર્મ થાય છે અને એ જે ધર્મ પ્રાપ્ત કરે છે તે મંગલ કહેવાય છે.] ‘મંગલ' શબ્દની બીજી કેટલીક વ્યાખ્યાઓ નીચે પ્રમાણે છે : मा गलो भूदिति मंगलम् । [જે ગલ અર્થાત્ વિઘ્નનો નાશ કરે છે તે મંગલ.] मद्यान्ति हृष्यन्ति अनेनेति मंगलम् । [જે પ્રસન્ન કરે તે મંગલ. मह्यन्ते पूज्यन्तेऽनेनेति मंगलम् । [જેના વડે પૂજા થાય છે તે મંગલ.] લોકજીવનમાં આવી માંગલિક વસ્તુઓની વિભાવના અત્યંત પ્રાચીન કાળથી જોવા મળે છે. સમય જતાં એને ધર્મકાર્યોમાં પણ સ્થાન મળ્યું. મોટા ધાર્મિક પ્રસંગોમાં માંગલિક વસ્તુઓનાં દર્શન અનિવાર્ય મનાયાં. વૈદિક, જૈન અને બૌદ્ધ પ્રાચીન ધર્મગ્રંથોમાં એના ઉલ્લેખો મળે છે. ૧૭ જૈન ધર્મમાં ચોવીસે તીર્થંકર ભગવાનનાં લાંછનો, તેમનાં પ્રાતિહાર્યો, તીર્થંકર ભગવાનની માતાને આવતાં ચૌદ (અથવા સોળ) સ્વપ્નો, દેવ-દેવીઓનાં આયુધો, ઉપકરણો, વાહનો વગેરે મંગળમય મનાય છે. તે તે વસ્તુનું પોતાનું કે તેની આકૃતિનું દર્શન શુકનવંતુ અને ઇષ્ટ ફલની પ્રાપ્તિ કરાવનાર મનાય છે. આમ મંગલ ગણાતી વસ્તુઓની યાદી ઘણી મોટી થાય છે. જૈન, બૌદ્ધ અને વૈદિક પરંપરાની-એમ ત્રણે Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ પરંપરાની કુલ વસ્તુઓની સંખ્યા તો એથી પણ વધી જાય છે. મંગલ વસ્તુના દર્શનમાં શ્રદ્ધા દુનિયાના અન્ય ધર્મોમાં અને આદિવાસી જાતિઓમાં પણ જોવા મળે છે. આ બધી માંગલિક વસ્તુઓમાં જે વધુ વ્યાપક રીતે પ્રચલિત રહી છે એમાંની થોડીક આ પ્રમાણે છે સ્વસ્તિક, નંદ્યાવર્ત, કળશ, વર્ધમાનક (શરાવ-શકોરું), દીપક, ધૂપ, દર્પણ, ચામર, છત્ર, અક્ષતપાત્ર, રત્નપાત્ર, ધ્વજ, સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, ભદ્રાસન, મત્સ્યયુગલ, ગજ, ગાય, વૃષભ, સિંહ, અશ્વ, કમળ, પુષ્પ, માળા, અંકુશ, ધનુષ્ય-બાણ, ગોળ, દહીં, મધ, વૃક્ષ, કુંભ, અગ્નિની જ્વાળા, કન્યા, રોચના (તિલક કરવાની સામગ્રી), કંકુ, શ્રીફળ, નાડાછડી, ઘી, હાર (ચક), અમુક પક્ષી અને તેનો અવાજ, અક્ષત, ફળ, ઘંટનાદ, બીજની ચંદ્રકલા, લાડુ, લાડુનું પાત્ર (મોદકપાત્ર), વાછરડા સાથે ગાય, બાળક સાથે માતા, શંખ, ચક્ર, રુદ્રાક્ષ ઇત્યાદિ મંગલમય મનાય છે. આ યાદી હજુ પણ મોટી થઈ શકે. મંગલ-માન્યતામાં જુદા જુદા ધર્મો વચ્ચે ધાર્મિક સંકુચિતતા રહી નથી. તેઓમાં પરસ્પર આદાનપ્રદાન થતું રહ્યું છે. સાક્ષાતુ મંગલ વસ્તુઓનાં દર્શન કરવાં એ એક વાત છે અને ઝીણી નજરે જોઈને કોઈક રેખાઓમાં મંગળ આકૃતિઓનો મેળ બેસાડવો એ બીજી વાત છે. આકાશમાં વાદળાંઓમાં, પાણીના તરંગોમાં, વૃક્ષના પાંદડાંઓમાં, માટીના ઢગલાઓમાં, આરસ વગેરે પથ્થરના પડમાં, કાપેલા હાથીદાંતમાં, હાથપગની રેખાઓમાં શંખ, ચક્ર, કળશ, સ્વસ્તિક. દીપક, નંદ્યાવર્ત ઈત્યાદિ શુભ આકૃતિઓ માણસ શોધી કાઢે છે. જૈન ધર્મની માન્યતા પ્રમાણે તીર્થંકર પરમાત્માનાં અંગાગોની રેખાઓમાં આવી આકૃતિઓ જોવા મળે છે. તેમના દેહમાંથી નીકળતા પુદ્ગલ પરમાણુઓ દ્વારા આવી આકૃતિઓ રચાય છે. બૌદ્ધ ગ્રંથ “લલિતવિસ્તરામાં વર્ણન છે કે તથાગત ભગવાન બુદ્ધ માટે સુજાતા જ્યારે ખીર બનાવવા દૂધ ઉકાળતી હતી ત્યારે દૂધના ઊંચે Page #28 -------------------------------------------------------------------------- ________________ મંગલ, અષ્ટમંગલ, મહામંગલ ૧૯ આવતા ઊભરામાં એને શ્રીવત્સ, સ્વસ્તિક, નંદ્યાવર્ત, પદ્મ વગેરે મંગલ આકૃતિઓ નિહાળવા મળી હતી. तस्मिन खल्वपि क्षीरं श्रीवत्स स्वस्तिक नन्द्यावर्तपद्म वर्धमानादिनी मंगल्यानि संदृश्यते स्म । મનુષ્યના શરીરમાં જુદી જુદી રેખાઓની આકૃતિઓ જોવા મળે છે. પુરુષના શરીરમાં ૩૨ ઉત્તમ લક્ષણો (વ્યંજન) હોય છે અને ૮૦ નાનાં લક્ષણો (અનુવ્યંજન) હોય છે. આ લક્ષણો મંગલરૂપ મનાય છે એટલે એની દોરેલી આકૃતિનાં દર્શન પણ મંગળરૂપ કહેવાય છે. જૈન ધર્મગ્રંથ સ્થાનાંગસૂત્ર'માં તથા બૌદ્ધ ધર્મગ્રંથ “મહાવસ્તુ', “મહાવ્યુત્પત્તિ', અર્થવિનિશ્ચયસૂત્રનિબંધન' લલિતવિસ્તરા' વગેરે ગ્રંથોમાં આ બધાં લક્ષણો બતાવવામાં આવ્યાં છે. આટલી બધી મંગળ વસ્તુઓ હોય તો વખત જતાં એમાં પસંદગી કરવાના પ્રસંગો પણ ઊભા થાય. કઇ મંગળ વસ્તુ કરતાં કઈ મંગળ વસ્તુ ચડિયાતી છે એનો નિર્ણય તો લોકો પોતે જ અનુભવ દ્વારા કરતા રહે છે. વખત જતાં આઠ મંગલ વસ્તુઓનું માહાભ્ય વધી ગયું. આ આઠની સંખ્યાને સ્થિર કરવામાં જૈન ધર્મે મહત્ત્વનો ફાળો આપ્યો છે. અલબત્ત, આઠની સંખ્યા જ શા માટે ? વધુ કે ઓછી કેમ નહિ?--એ વિશે જુદા જુદા તર્ક થઈ શકે, પણ નિશ્ચિત કારણ જાણવા મળતું નથી. પૂર્વકાળના લોકોના અનુભવે જ એમાં મહત્ત્વનું કાર્ય કર્યું હશે ! અથવા એક માન્યતા પ્રમાણે દેવોએ જ આ આઠનું નિર્માણ કર્યું હશે. જૈન ધર્મમાં ઔપપાતિકસૂત્ર, રાયપસેણિયસૂત્ર, આચારદિનકર ઈત્યાદિ પ્રાચીન ગ્રંથોમાં અષ્ટ મંગલનો જે પ્રમાણે નિર્દેશ મળે છે તે અનુક્રમે આ પ્રમાણે છે : (૧) સ્વસ્તિક, (૨) શ્રીવત્સ, (૩) નંદ્યાવર્ત, (૪) વર્ધમાનક, (૫) ભદ્રાસન, (૬) કળશ, (૭) દર્પણ અને (૮) મસ્યયુગલ. WWW.jainelibrary.org Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૦ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ “સુશ્રુતસૂત્રસ્થાન'માં દસ પ્રકારનાં મંગલ દર્શાવવામાં આવ્યાં છેઃ स्त्रीपुत्रिणी सवत्सागो वर्धमानं अलंकृता । कन्या मत्स्याः फलं चामं स्वस्तिकान् मोदकाः दधिः ॥ આ દસ મંગલ છે : (૧) બાળક સાથે માતા, (૨) વાછરડા સાથે ગાય, (૩) વર્ધમાન, (૪) અલંકૃતા એટલે શણગારેલી કન્યા, (૫) મીનયુગલ, (૬) ફળ, (૭) ચામર, (૮) સ્વસ્તિક, (૯) લાડુ અને (૧૦) દહીં. વિષ્ણુસ્મૃતિમાં “અષ્ટમંગલ'નો નિર્દેશ છે અને એમાં આઠ મંગલ આ પ્રમાણે ગણાવવામાં આવ્યાં છે : (૧) પૂર્ણકુંભ, (૨) આદર્શ એટલે કે દર્પણ, (૩) છત્ર, (૪) ધ્વજ, (૫) પતાકા, (૬) શ્રીવૃક્ષ અથવા શ્રીવત્સ, (૭) વર્ધમાન અને (૮) નંદ્યાવર્ત. માત્ર ધર્મગ્રંથોમાં જ નહિ, ચિત્રશિલ્પાદિ કલાઓમાં પણ અષ્ટમંગલને સ્થાન મળ્યું હતું. જૈન ધર્મમાં પ્રાચીન અવશેષોમાં કે કલાકૃતિઓમાં અષ્ટમંગલનું રેખાંકન જોવા મળે છે. મથુરાના કંકાલી ટીલામાંથી મળેલા જૈન આયાગપટ્ટોમાં અષ્ટમંગલની આકૃતિ છે. એટલે આશરે બે હજાર વર્ષ પૂર્વે અષ્ટમંગલને જૈન ધર્મમાં તથા શિલ્પાદિ કલામાં વ્યવસ્થિત રીતે મહત્ત્વનું સ્થાન મળી ચૂક્યું હતું. કોઈક આયાગપટ્ટમાં અષ્ટમંગલની વચ્ચે તીર્થંકર ભગવાનની આકૃતિ કોતરવામાં આવી છે. આબુ દેલવાડા, ખજુરાહો વગેરે ઘણાં પ્રાચીન જૈન મંદિરોમાં અષ્ટમંગલની આકૃતિની કોતરણી થયેલી છે. પ્રાચીન જૈન હસ્તપ્રતોમાં પણ અષ્ટમંગલનું ચિત્રાંકન જોવા મળે છે. અષ્ટમંગલનો મહિમા જૈન ધર્મમાં સૌથી વિશેષ છે. પ્રત્યેક તીર્થકરના સમયમાં આ પ્રતિહાર્યની જેમ અષ્ટમંગલ હોય જ એમ મનાય છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ મંગલ, અષ્ટમંગલ, મહામંગલ ૨૧ મંગલ વસ્તુઓ તો અનેક હોય. શુભ પ્રસંગે માણસે કેટલી વસ્તુઓનાં દર્શન કરવાં જોઇએ ? માણસે જેમ એ વિષયમાં વિસ્તાર કર્યો તેમ સંક્ષેપ પણ કર્યો. એમ કરતાં કરતાં આઠ વસ્તુઓ પર તે સ્થિર થયો. એ આઠ વસ્તુઓનાં સાક્ષાત્ દર્શનમાં પણ વાર લાગે, એટલે એક જ સ્થળે એક સાથે આઠે વસ્તુઓની આકૃતિ આવી જાય એવી યોજના થઇ, એ વ્યવહારુ અને સરળ બની. આરંભમાં કદાચ માણસ આઠે આકૃતિઓ સ્વહસ્તે દોરતો કે બીજા પાસે દોરાવતો હશે. પણ પછીથી તો કોતરેલી કે દોરેલી આકૃતિવાળા તૈયાર મળતા પાટલા કે પાટલીનો ઉપયોગ માણસ કરવા લાગ્યો. જૈન, બૌદ્ધ અને બ્રાહ્મણ પરંપરાની કેટલીક કલાકૃતિઓમાં એક અથવા વધુ માંગલિક આકૃતિઓ કોતરવામાં આવેલી જોવા મળે છે. પરંતુ આ બધી માંગલિક આકૃતિઓમાંથી ફક્ત આઠની જ પસંદગી કરીને એને ‘અષ્ટમંગલ' તરીકે પ્રચલિત કરવામાં અને એને પૂજનીય ગણવામાં જૈન ધર્મનો સૌથી વધુ ફાળો છે. પ્રાચીન કાળથી અષ્ટમંગલની આ પરંપરા જૈન ધર્મમાં વર્તમાન સમય સુધી જીવંત અને પ્રચલિત રહી છે અને આજે પણ જૈન મંદિરોમાં ‘અષ્ટમંગલ’ની ધાતુની પાટલીની પૂજા થાય છે. તીર્થંકર ભગવાનની પૂજા કર્યા પછી અંતે અષ્ટમંગલની પૂજા કરવાનો રિવાજ છે. પ્રત્યેક શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન મંદિરમાં અષ્ટમંગલની પાટલી અવશ્ય હોય જ છે. મોટાં પૂજનો વખતે પણ પાટલાપૂજનમાં એક પાટલા પર અષ્ટમંગલની આઠ આકૃતિઓ ચાંદીના પતરામાં દોરેલી હોય છે અને એનું પૂજન કરવામાં આવે છે. બ્રાહ્મણ પરંપરા કરતાં જૈન અને બૌદ્ધ પરંપરામાં મંગલ વસ્તુઓની આઠની સંખ્યા સવિશેષ સ્થિર થયેલી છે. આઠનો સંખ્યાંક એટલો બધો દૃઢ થઇ ગયો કે ક્યાંક સાત કે નવ કે અગિયાર મંગલ આકૃતિઓ દોરવામાં કે કોતરવામાં આવી હોય તો પણ તે ‘અષ્ટમંગલ' તરીકે જ Page #31 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન ભાગ ૧૨ ઓળખાતી રહી. સાંચીના બૌદ્ધ અવશેષોમાંના એક સ્તંભના તોરણો ૫૨ ૫થ્થ૨માં કોતરેલી લટકતી માળાઓ જોવા મળે છે. એ માળાઓમાં કોઇકમાં નવ મણકા છે, તો કોઇકમાં અગિયાર કે સાત છે. દરેક મણકા ઉપર એક એક મંગલની આકૃતિ કોતરવામાં આવી છે. ઉ. ત. એક માળામાં ખગ, પરશુ, શ્રીવત્સ, મત્સ્યયુગલ, કમળ, ભદ્રાસન, અંકુશ, દર્પણ અને વૃક્ષ એમ નવ આકૃતિઓ છે, બીજી એક માળામાં વૃક્ષ, પુષ્પ, માળા, પરશુ, મત્સ્યયુગલ, કમળ, ભદ્રાસન, શ્રીવત્સ, ખડ્ગ, દર્પણ અને અંકુશ એમ અગિયાર આકૃતિઓ છે, તો ત્રીજી એક માળામાં વચલા મોટા મણકામાં કમળના આકારે નંદ્યાવર્ત છે, અને એક બાજુના ત્રણ મણકામાં મત્સ્યયુગલ, અંકુશ તથા ભદ્રાસન છે અને બીજી બાજુના ત્રણ મણકામાં ખડ્ગ, દર્પણ અને ભદ્રાસન છે. આમ સાત મણકાની આ માળા ‘અષ્ટમંગલ માળા' તરીકે ઓળખાય છે. વળી એમાં ભદ્રાસન બંને બાજુ છે. ૨૨ સારનાથ અને મથુરામાંથી કુશાનયુગના મળેલા અવશેષોમાં ભગવાન બુદ્ધની પ્રતિમાની ઉપર રાખવામાં આવતા ચોરસ અથવા વર્તુળાકાર છત્રમાં માંગલિક ચિહ્નો કોતરવામાં આવેલા જોઇ શકાય છે. આમાંના વર્તુળાકાર છત્રમાં ઘડિયાળના આંકડાની જેમ બાર આકૃતિઓ વર્તુળાકારે કોતરવામાં આવી છે. એમાં સ્વસ્તિક, શંખ, કળશ, શ્રીવત્સ, મત્સ્યયુગલ, નંઘાવર્ત, અક્ષતપાત્ર, વર્ધમાન એ આઠ ઉપરાંત ચાર ફૂલપાંદડી છે. મથુરાના ચોરસ છત્રમાં શંખ, વર્ધમાનક, કળશ, શ્રીવત્સ, અક્ષતપાત્ર, સ્વસ્તિક, મત્સ્યયુગલ અને નંદ્યાવર્ત એમ આઠ આકૃતિઓ છે. જેમણે પોતાના સિક્કાઓ પર અષ્ટમંગલ કોતરાવ્યાં હોય એવા રાજાઓમાં દક્ષિણના જૈનધર્મી પાંચ રાજાઓ છે. આશ્ચર્યની વાત તો એ છે કે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ પાસે આવેલી બાબા પ્યારાની ગુફામાં જે Page #32 -------------------------------------------------------------------------- ________________ મંગલ, અષ્ટમંગલ, મહામંગલ ૨૩ ક્રમમાં અષ્ટમંગલ જોવા મળે છે એ જ ક્રમમાં દક્ષિણ ભારતના આ સિક્કાઓ ઉપર અષ્ટમંગલ જોવા મળે છે . એ સમયે રૂઢ થયેલા ક્રમ અનુસાર સ્વસ્તિક, શ્રીવત્સ, નંદ્યાવર્ત, વર્ધમાનક, ભદ્રાસન, કળશ, દર્પણ અને મત્સ્યયુગલ એ પ્રમાણે અષ્ટમંગલ છે. પ્રાચીન સમયમાં માત્ર ધર્મસ્થાનકોમાં અષ્ટમંગલ કોતરવાનો રિવાજ અનુક્રમે ઘરોમાં પણ પ્રવેશ્યો હતો. ઘરના પ્રવેશદ્વાર પર અષ્ટમંગલ કોતરાતાં કે ચીતરાતાં હતાં. માણસો પોતાની પ્રિય કિંમતી વસ્તુ પર અષ્ટમંગલ કોતરાવતા. બે હજાર વર્ષથી વધુ પ્રાચીન એવી એક તલવાર મળી છે કે જેની મૂઠ પર અષ્ટમંગલની આઠ આકૃતિઓ દોરવામાં આવી છે. (અલાહાબાદના સંગ્રહસ્થાનમાં આ તલવાર છે.) તક્ષશીલામાંથી મળેલી સોનાની એક પ્રાચીન વીંટી ઉપર પણ નવ મંગલ કોતરવામાં આવ્યાં છે, જેમાં નંદ્યાવર્ત બે વાર છે. બૌદ્ધ ધર્મ જ્યાં ફેલાયો એવા દેશોમાં પણ અષ્ટમંગલનો પ્રચાર થયો છે. અષ્ટમંગલની તાંત્રિક ઉપાસના તિબેટમાં હજુ સુધી પ્રચલિત છે. ભૂટાનના રાજાએ પોતાના સિક્કા પર અષ્ટમંગલમાંથી કેટલીક આકૃતિઓ કોતરાવી હતી. અષ્ટમંગલની આઠ આકૃતિઓ પ્રતીકરૂપ છે. પ્રતીક તરીકે જેની ગણના થાય તેનું અર્થઘટન જુદા જુદા દષ્ટિકોણથી જુદી જુદી રીતે થઈ શકે. આથી જૈન, બૌદ્ધ અને હિંદુ ધર્મમાં આ પ્રતીકોનાં અર્થઘટન જુદી જુદી રીતે થાય એ સંભવિત છે. છેલ્લા કેટલાક સમયથી શ્વેતામ્બર જૈન પરંપરામાં અષ્ટમંગલનો ક્રમ આ પ્રમાણે રૂઢ થયો છે. (૧) સ્વસ્તિક, (૨) શ્રીવત્સ, (૩) નંદ્યાવર્ત, (૪) વર્ધમાનક, (પ) કળશ, (૬) સિંહાસન, (૭) મીનયુગ્મ અને (૮) દર્પણ. આ આઠ આકૃતિઓને કલાકારો વિવિધ કલાત્મક રીતે દોરતા રહ્યા હોય છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૪ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ જૈન દિગંબર પરંપરામાં પ્રાચીન સમયમાં બે જુદા જુદા પ્રવાહો જોવા મળે છે. એક પ્રમાણે અષ્ટમંગલ છે : છત્ર, ચામર, ધ્વજ, સ્વસ્તિક, દર્પણ, કળશ, વર્ધમાનક અને સિંહાસન બીજા પ્રમાણે અષ્ટમંગલ છેઃ સુવર્ણકળશ, વર્ધમાનક, દર્પણ, વીંઝણો(પંખો), ધ્વજ, છત્ર, ચામર, સ્વસ્તિક. વર્તમાન સમયમાં શ્વેતામ્બર પરંપરામાં ચાર ચારની જોડીમાં ઉપર નીચે એમ આઠ મંગલ આલેખવામાં આવ્યાં હોય છે. એવી અષ્ટમંગલની પાટલીમાં ઉપરની હારમાં સ્વસ્તિક, શ્રીવત્સ, કળશ અને ભદ્રાસન અને નીચેની હારમાં નંદ્યાવર્ત, વર્ધમાન, મીનયુગલ અને દર્પણ જોવા મળે વડોદરાના એક શ્વેતામ્બર જૈન મંદિરની જૂના વખતી અષ્ટમંગલની પાટલીમાં આ કમ જુદો છે. એમાં ઉપરની હારમાં દર્પણ, ભદ્રાસન, કળશ અને વર્ધમાનક છે અને નીચેની હારમાં મીનયુગલ, શ્રીવત્સ, સ્વસ્તિક અને નંદ્યાવર્ત છે. (આનો ફોટો જૈન આર્ટ એન્ડ આર્કિટેક્ટર ખંડ- ૩માં છપાયો છે.) જૈન શ્વેતાંબર પરંપરામાં અષ્ટમંગલના ક્રમમાં ક્યારેક ફેરફાર અજાણતાં થતો રહ્યો છે, પરંતુ આઠ મંગલ આકૃતિઓ બે-અઢી હજાર વર્ષથી એટલે કે ભગવાન મહાવીર સ્વામીના સમયથી એની એ જ રહી છે. આ આઠ મંગલના વિશેષાર્થ વિશે આપણે જોઈએ: વજિકઃ અષ્ટમંગલમાં સૌ પ્રથમ સ્વસ્તિક હોય છે. સ્વસ્તિક (એના ઉપરથી શબ્દ આવ્યો છે સાથિયો) એક ઉત્તમ મંગલ તરીકે હજારો વર્ષથી મનાય છે. જૈન, બૌદ્ધ અને વૈદિક એ ત્રણે પરંપરામાં અર્થાત્ સમગ્ર ભારતીય સંસ્કૃતિમાં સ્વસ્તિકનું સ્થાન ગૌરવવંતુ રહ્યું છે. સ્વસ્તિક એટલે શુભ, Page #34 -------------------------------------------------------------------------- ________________ મંગલ, અષ્ટમંગલ, મહામંગલ ૨૫ મંગલ અને કલ્યાણકારી. જે સ્વસ્તિ અર્થાત્ ભલું, આશીર્વાદરૂપ કરે તે સ્વસ્તિક, સ્વસ્તિકની આકૃતિ સરલ, રમણીય અને આહ્લાદક છે. સાથિયો કરવાનું નાના બાળકને પણ આવડે એવું છે. સ્વસ્તિક શુભેચ્છાનું, સ્વાગતનું પ્રતીક છે. સ્વસ્તિક સુપાર્શ્વનાથનું લાંછન છે. સ્વસ્તિકમાં પ્રથમ સીધી ઊભી લીટી અને પછી અધવચ્ચેથી સીધી આડી લીટી હોય છે. એ વત્તાની એટલે કે વૃદ્ધિની નિશાની છે. આ ઊભી-આડી-મળીને ચાર થયેલી લીટીને છેડે ચાર પાંખિયાં દોરવામાં આવે છે, એટલે કોઇપણ ચાર વસ્તુના પ્રતિનિધિ તરીકે એને ઘટાવી શકાય. વૈદિક પરંપરામાં સ્વસ્તિક ચાર પુરુષાર્થ-ધર્મ, અર્થ, કામ અને મોક્ષના પ્રતીક તરીકે અથવા ચાર યુગ-સત્ય, ત્રેતા, દ્વાપર અને કલિના પ્રતીક તરીકે ગણવામાં આવે છે. સ્વસ્તિક શાંતિ અને સુખનું પ્રતીક છે. જૈન પરંપરામાં સ્વસ્તિકને દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકી એ ચાર ગતિના પ્રતીકરૂપે પણ માનવામાં આવે છે. જિન મંદિરોમાં તીર્થંકર ભગવાનની દ્રવ્યપૂજામાં ચોખાનો સાથિયો ક૨વામાં આવે છે. સાથિયા ઉપર ત્રણ ઢગલી કરવામાં આવે છે. ત્રણ ઢગલી તે સમ્યગ્ દર્શન, સમ્યગ્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્રરૂપી ત્રણ રત્નો છે. એની ઉપર અર્ધચંદ્રાકાર આકૃતિ કરાય છે તે સિદ્ધશિલા છે અને તેની ઉપર નાની ઢગલી તે સિદ્ધ ભગવંતો છે. જીવે એ ચારગતિમાંથી ત્રણ રત્નો વડે નીકળી મોક્ષગતિ પ્રાપ્ત કરી સિદ્ધશિલા પર પહોંચી ત્યાં અનંત કાળ માટે વિશુદ્ધ આત્મસ્વરૂપે સ્થિર થવાનું છે. સ્વસ્તિકમાં પ્રત્યેક લીટીનું પાંખિયું જમણી બાજુ વળે એ સીધો સ્વસ્તિક છે અને તે મંગળરૂપ છે. પાંખિયાં ડાબી બાજુ વળે તો એ ઊંધો સ્વસ્તિક બને છે અને તે અમંગળરૂપ ગણાય છે. (હિટલરે આ ઊંધો સ્વસ્તિક પોતાના ચિહ્ન તરીકે સ્વીકાર્યો હતો.) Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨ ૬ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ શ્રીવલ્સઃ સંસ્કૃત શબ્દ “શ્રીવત્સ' એટલે પુરુષની છાતીનો મધ્યભાગ. પુરુષને છાતીના મધ્યભાગમાં, નાના ખાડા જેવા ભાગમાં જ્યાં થોડા વાંકડિયા વાળ ઊગે છે એ અંગને “શ્રીવત્સ' કહેવામાં આવે છે. સામાન્ય માણસો કરતાં મહાપુરુષોનું શ્રીવત્સ શોભાયમાન અને પૌરુષ તથા પુરુષાર્થનું પ્રતીક મનાય છે. તીર્થકરોની પ્રતિમામાં આ શ્રીવત્સ ચોકટ આકારે કલાત્મક રીતે ઉપસાવવામાં આવ્યું હોય છે. હિંદુ પરંપરામાં ભગવાન શ્રી વિષ્ણુના છાતીના એ મધ્ય ભાગને શ્રીવત્સ કહેવામાં આવે છે એટલું જ નહિ, શ્રીવત્સ વિષ્ણુના “લક્ષણ' તરીકે પણ ઓળખાય છે. શ્રીવત્સ શીતલનાથનું લાંછન છે. છાતીમાં હૃદય રહેલું છે. તીર્થંકર ભગવાનની દેશના એમના હૃદયમાંથી ફુરે છે. એટલે હૃદય અથવા એના પ્રતીક તરીકે શ્રીવત્સ દેશનાનું ઉદ્ગમસ્થાન છે. આથી આ પવિત્ર અંગને મંગળમય માનવામાં આવે છે. ચોકટ કે હીરા જેવી આકૃતિને કલાત્મક રીતે શિલ્પીઓ અને ચિત્રકારો વિકસાવતા ગયા અને સમય જતાં એને કમળ કે અન્ય ફૂલ કે પાંદડીના જેવી આકૃતિ અપાઈ. એક નાની અને એક મોટી લાંબી પાંદડી જેવી આકૃતિ પણ બનાવાઈ છે અને પરાગયુક્ત પુષ્પ જેવી આકૃતિ પણ થઈ છે. લાંબા, ટૂંકા કિરણો સહિત સૂર્ય જેવી આકૃતિ પણ દોરાઈ છે. વસ્તુતઃ કલાકારોએ એને જુદી જુદી રીતે વિકસાવી અને પછી એની પરંપરા ચાલી. ક્યારેક તો આ શ્રીવત્સ છે એમ ઓળખી પણ ન શકાય એવી અટપટી આકૃતિઓ દોરાઈ છે. “શ્રીવત્સ' એ મનુષ્યના એક શુભ અંગલક્ષણ તરીકે મનાય છે. એટલે મંગલ વસ્તુઓમાં એની ગણના થવા લાગી, એટલું જ નહિ, વખત જતાં અષ્ટમંગલમાં પણ એને સ્થાન મળ્યું છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ મંગલ, અષ્ટમંગલ, મહામંગલ નંધાવત : નંદ્યાવર્ત એ સ્વસ્તિકનું જ વધુ વિકસિત અને કલાત્મક સ્વરૂપ છે. નિંદ્યાવર્તની આકૃતિ બૌદ્ધ અને જૈન પરંપરામાં જેટલી જોવા મળે છે એટલી બ્રાહ્મણ (હિંદુ) પરંપરામાં જોવા મળતી નથી. બૌદ્ધ પરંપરા કરતાં જૈન પરંપરામાં તે વિશેષ જોવા મળે છે. જૈન પરંપરામાં તે સુનિશ્ચિતપણે, અનિવાર્યરૂપે અદ્યાપિ પર્યત સતત જોવા મળે છે. અરનાથ ભગવાનનું એ લાંછન છે. નંદ અથવા નંદિ સાથે આવર્ત શબ્દ જોડાતાં નંદાવર્ત અથવા નિંદ્યાવર્ત શબ્દ થાય છે. નંદ અથવા નંદિ શબ્દ આનંદના અર્થમાં છે. આવર્ત શબ્દના વળાંક, વર્તુળ, વમળ, ફરીથી આવવું ઇત્યાદિ અર્થો થાય છે. નંદ્યાવર્ત સુખના આવર્તનરૂપે છે. સાથિયો ચાર ગતિનો સૂચક છે તેમ નંદ્યાવર્ત પણ ચાર ગતિનો સૂચક છે. નંદ્યાવર્તમાં પ્રત્યેક ગતિનું પાંખિયું અંદર વળાંક લઈ પછી બહાર નીકળે છે. ચાર ગતિરૂપ સંસાર આવર્ત એટલે કે વમળોથી ભરેલો છે. એમાંથી નીકળવું દુષ્કર છે. નદી કે સમુદ્રના પાણીમાં વમળમાં ફસાયેલો માણસ ડૂબી જાય છે. કોઈક જ ભારે બળ વાપરી એમાંથી બહાર નીકળી શકે છે. તેવી રીતે સંસારના આ વમળોમાં ન ફસાતાં સાવધાન બની બહાર રહેવું જોઇએ અને જો ફસાયા તો જબરો પુરુષાર્થ અને પરાક્રમ કરી એમાંથી બહાર નીકળવું જોઈએ. નંદ્યાવર્તનો અર્થ બીજી રીતે પણ ઘટાવાય છે. નંદ્યાવર્તમાં પ્રત્યેક લીટી કેન્દ્રથી બહાર નીકળે ત્યાં સુધીમાં એમાં નવ ખૂણા આવે છે. નવનો આંક નવ નિધિનો સૂચક છે. નવનો આંક અક્ષય મનાય છે કારણ કે એને ગમે તેટલાથી ગુણવામાં આવે તો આવેલા જવાબનો સરવાળો ફરી નવ થઇ જાય છે. આથી નંદ્યાવર્તને અક્ષય નિધિના પ્રતીક તરીકે પણ Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૮ સાંપ્રત સહચિંતન - ભાગ ૧૨ માનવામાં આવે છે. નંદ્યાવર્ત સુખસમૃદ્ધિના આવાસ તરીકે પણ ઓળખાય છે. નંદ્યાવર્તની આકૃતિને “સર્વતોભદ્ર' પણ કહેવામાં આવે છે. ચારે બાજુથી એક સરખી સુંદર કલાત્મક આ મંગલ આકૃતિ ગમી જાય એવી છે. વર્ધમાનક-શરાવસંપુટ : - “અષ્ટમંગલ'માં એક મંગલ તે વર્ધમાન અથવા વર્ધમાનક છે. એનો અર્થ થાય છે કે જે વૃદ્ધિ પામે છે અથવા જે વૃદ્ધિ કરે છે તે. વર્ધમાનક એટલે નાના કે મોટા કોડિયા જેવું માટીનું વાસણ (પછીથી એ ધાતુનું પણ થયું). એને માટે બીજો સંસ્કૃત શબ્દ છે “શરાવ”. આ શરાવના ખાડામાં ચીજવસ્તુઓ, ખાદ્યપદાર્થો મૂકી શકાય. જો ખાનારને મોડું થાય તો શરાવ પર બીજું શરાવ ઢાંકવા માટે વપરાય છે. આમ, એક શરાવ ઉપર બીજું શરાવ ગોઠવવામાં આવે છે ત્યારે તે શરાવસંપુટ બને છે. ક્યારેક “શરાવ સંપુટ'ને બદલે ફક્ત “સંપુટ’ શબ્દ વપરાય છે. સંપુટ થવાથી વસ્તુ સુરક્ષિત બને છે. ઉપર નીચે એમ બંને બાજુથી એને રક્ષણ મળે છે. ઉપર-નીચેના શરાવ ખસી ન જાય એટલા માટે એને નાડાછડીથી બાંધવામાં આવે છે. (શરાવ પરથી “સાવલાં' શબ્દ આવેલા છે.) લગ્નવિધિમાં શરાવ સંપુટનો ઉપયોગ મંગલક્રિયા તરીકે થાય છે. વર્ધમાનકની યંત્રમાં દોરેલી આકૃતિ તંત્રવિદ્યાની સાધનામાં પણ ઉપયોગી મનાય છે. કળશ : ભારતીય સંસ્કૃતિમાં કળશનું મહત્ત્વ ઠેઠ પ્રાચીન કાળથી જોવા મળે છે. કુંભ મલ્લિનાથ ભગવાનનું લાંછન છે. જળથી ભરેલો કુંભ એ Page #38 -------------------------------------------------------------------------- ________________ મંગલ, અષ્ટમંગલ, મહામંગલ ૨૯ જીવનની પૂર્ણતાનું પ્રતીક છે. જળ જીવનનિર્વાહનું મહત્ત્વનું સાધન છે. ઘરે ઘરે કુંભ હોય છે. જળને જીવન તરીકે ઓળખાવવામાં આવે છે. જળ શુદ્ધિનું પણ પ્રતીક છે. જળસ્નાનથી માણસ વિશુદ્ધ બને છે. બેડું ભરીને સામેથી આવતી પનિહારી શુકનવંતી મનાય છે. તીર્થંકર ભગવાનના જન્મ સમયે સ્નાત્રમહોત્સવ દેવો કરે છે, ત્યારે તેઓ વિવિધ જાતિના કળશ ભરીને ભગવાનને મેરુ શિખર પર સ્નાન કરાવે છે. આમ કળશ એ પરિપૂર્ણતાનું પ્રતીક છે. કોઈપણ કાર્ય પૂર્ણ થાય એટલે કળશની સ્થાપના કરવામાં આવે છે. મંદિરનું શિખર બંધાઈ રહે ત્યારે એના પર કળશ ચડાવવામાં આવે છે. જૂના વખતમાં લહિયાઓ પોથી (હસ્તપ્રત) પૂરી લખાઈ જાય ત્યારે છેલ્લે કળશની આકૃતિ દોરતા. કળશ એ પૂર્ણાહુતિનું પણ પ્રતીક છે. આથી કળશને અષ્ટમંગલમાં સ્થાન અવશ્ય મળે જ એ સ્વાભાવિક છે. એમાં કળશની આકૃતિ જુદી જુદી રીતે, ક્યારેક આંખો સાથે, જાણે મનુષ્યની મુખાકૃતિ હોય એવી રીતે દોરવામાં આવે છે. શુભ પ્રસંગે સાચા કળશની સ્થાપના થાય છે. એવા કળશ ઉપર નકશીકામ થાય છે. ચાંદીના કે સોનાના કળશ પણ બનાવવામાં આવે છે. સુવર્ણ કળશ સમૃદ્ધિનું પ્રતીક બની રહે છે. માનવદેહને ઘટ અથવા કુંભ તરીકે ઓળખાવાય છે. એ આત્મજ્યોતિથી સભર છે. એટલે ઘટઘટમાં અથતું રગેરગમાં ભગવાનનો વાસ છે એમ કહેવાય છે. ભદ્રાસનઃ તીર્થંકર પરમાત્મા સિંહાસન પર બેસી સમવસરણમાં દેશના આપે છે. સભામાં મુખ્ય આસન એ પ્રભુતાનું ઘાતક છે. વળી આસન એ સ્થિરતાનું પ્રતીક છે. માણસ જ્યાં સુધી આસનબદ્ધ ન થાય ત્યાં સુધી Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૦ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ આધ્યાત્મિક પ્રગતિ સાધી શકતો નથી. આસનની સ્થિરતાથી કાયાની સ્થિરતા પ્રાપ્ત થાય છે અને કાયાની સ્થિરતાથી ધ્યાનની સ્થિરતા વધે છે. ઉચ્ચતમ ધ્યાન વડે એટલે કે શુક્લધ્યાન વડે જ જીવ કેવળજ્ઞાન પામે છે અને મોક્ષગતિ મેળવી શકે છે. આ અર્થમાં આસનનું-ભદ્રાસનનું મહત્ત્વ છે. એટલે એને અષ્ટ- મંગલમાં સ્થાન અપાયું છે. દિગંબર પરંપરા પ્રમાણે તીર્થંકરની માતાને આવતાં સ્વપ્નોમાં એક સ્વપ્ન સિંહાસનનું છે. મત્સ્યયુગલ : મીન અથવા મત્સ્ય એટલે માછલી. મત્સ્યયુગલ, મીનયુગ્મ, અથવા મીનમૈથુન એટલે બે માછલી. મંગલમાં આ બંને માછલીઓ પરસ્પર સન્મુખ હોય છે. (ક્યારેક બંને માછલી પરસ્પર વિમુખ પણ બતાવાય છે.) આ બંને માછલીઓને નર અને માદાના યુગલ તરીકે ગણવામાં આવે છે. મીનયુગલ સુખનું પ્રતીક છે. પ્રાગૈતિહાસિક કાળથી જનજીવનમાં માછલીનું મહત્ત્વ સ્વીકારાયેલું છે. જળચરમાં તે અગ્રગણ્ય છે. પાણીમાં તરવાની અને આ કિનારાથી સામા કિનારા સુધી તરી જવાની શક્તિ એનામાં રહેલી છે. માછલીને પાણીમાં તરતી જોવી એ રસનો વિષય બની શકે છે. માછલી બુદ્ધિશાળી પ્રાણી છે. એના ઘણા પ્રયોગો આધુનિક વૈજ્ઞાનિકોએ કરેલા છે. (કોઈક માછલીઘરમાં પ્લાસ્ટિકના મોતી જેટલા નાના દડાથી માછલીઓને રમત રમતી જોઇને આશ્ચર્યમુગ્ધ થઈ જવાય છે.) આપણી બાર રાશિઓમાં એક રાશિ તે મીન રાશિ છે. ભગવાન વિષ્ણુના અવતારોમાં એક અવતાર તે મસ્યાવતાર છે. અઢાર પુરાણોમાં એક પુરાણનું નામ મત્સ્યપુરાણ છે. આમ આપણાં સાંસ્કૃતિક Page #40 -------------------------------------------------------------------------- ________________ મંગલ, અષ્ટમંગલ, મહામંગલ ૩૧ વારસામાં મત્સ્યનું સ્થાન મહત્ત્વનું રહેલું છે. દિગંબર પરંપરા પ્રમાણે તીર્થંકરની માતાને આવતાં સ્વપ્નોમાં એક સ્વપ્ન મીનયુગલનું છે. કામદેવને સામાન્ય રીતે મકરધ્વજ' તરીકે ઓળખાવવામાં આવે છે. મકર એટલે મગર. પણ કેટલીક વાર કામદેવને “મીન- ધ્વજ' તરીકે પણ ઓળખાવવામાં આવે છે. જોકે એમાં ક્યારેક એક જ મીન (માછલી) હોય છે, તો ક્યારેક મીનયુગલ પણ હોય છે. જિનેશ્વર ભગવંત આગળ કામદેવે પોતાનો ધ્વજ નીચે મૂકી દીધો એવો અર્થ પણ આ મંગલનો ઘટાવવામાં આવે છે. સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે શરીરના જુદાં જુદાં અંગોમાં રેખાઓની આકૃતિઓનો ભાસ થાય છે. એ રીતે માણસના હાથની છેલ્લી ટચલી આંગળીની નીચે હથેળીની કિનાર પાસે મત્સ્યની આકૃતિ હોય તો તે માણસ અત્યંત શુભ લક્ષણવાળો ભાગ્યશાળી મનાય છે. જેની બંને હથેળીમાં મત્સ્યની આકૃતિ હોય તે વળી મહાભાગ્યશાળી મનાય છે. આવી બંને હથેળી અડોઅડ રાખવામાં આવે તો મત્સ્યયુગલ જોવા મળે. આ યુગલમાં એક નર અને એક માદા જ હોય એવું અનિવાર્ય નથી; પણ યુગલ હોવાથી તેમ માનવાની પરંપરા છે. એ લક્ષમાં રાખવાનું છે કે પાણીમાં તરતી જીવતી માછલી એ મંગળરૂપ છે. મરેલી માછલી મંગળરૂપ નથી. તે અપશુકન ગણાય છે. એટલે જ માછીમાર કે માછીમારણ રસ્તામાં સામે મળે, માછલાં સાથે કે માછલાં વગર તે અપશુકન ગણાય છે. જો કે હવે આ લોકમાન્યતા પણ ઘસાઈ જવા આવી છે. દર્પણ : અષ્ટમંગલમાં દર્પણ (અરીસો) એ પણ એક મંગળ વસ્તુ મનાય છે. કુદરતની કેવી કરામત છે કે માણસ આખી દુનિયાના માણસોના ચહેરા WWW.jainelibrary.org Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૨ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૨ જોઈ શકે છે, પણ પોતાનો ચહેરો જોઇ શકતો નથી. જ્યારે કાચ કે દર્પણની શોધ નહોતી થઈ ત્યારે માણસ કૂવા કે તળાવ કે નદી સરોવરના શાંત જળમાં પોતાનું પ્રતિબિંબ જોતો. કાચ અને દર્પણના પ્રતિબિંબ માણસને પોતાની જાતને ઓળખવાનું શીખવ્યું. પોતાના હૃદયરૂપી દર્પણમાં ભગવાનના પ્રતિબિંબને માણસ નિહાળતો થયો. દર્પણમાં ભગવાનનાં દર્શન કરવાની પ્રથા જૈન અને હિંદુ મંદિરોમાં છે. જૈનોમાં દર્પણ-પૂજાનો દૂહો બોલાય છે: પ્રભુદર્શન કરવા ભણી, દર્પણપૂજા વિશાળ; આતમદર્પણથી જુએ, દર્શન હોય તત્કાળ. કેટલાંક મંદિરોમાં રંગમંડપમાં કે તેની બહાર એવી રીતે વિશાળ અરીસો રાખવામાં આવે છે કે ગમે તેટલી ભીડમાં પણ ભગવાનનાં દર્શન થાય અને પાછા ફરી નીકળતી વખતે પણ થાય. દર્પણ આત્મદર્શન માટે છે. આથી દર્પણની એક મંગલમય વસ્તુ તરીકે ગણના થવા લાગી અને અષ્ટમંગલમાં એને સ્થાન મળ્યું. દેવો જ્યારે તીર્થંકર પરમાત્માના જન્મ સમયે એમને સ્નાત્ર મહોત્સવ માટે લઈ જાય છે ત્યારે તેઓ જેમ ચામર, પંખો વગેરે ધારણ કરે છે, એનો ઉપયોગ કરે છે તેમ દર્પણનો પણ ઉપયોગ કરે છે. આમ, અષ્ટમંગલમાંના આઠે મંગલનું પ્રત્યેકનું કંઈક રહસ્ય છે. તેવી રીતે અન્ય મંગલોનું પણ છે. જિનમંદિરોમાં અશ્મકારી પૂજાનાં આઠ દ્રવ્યોને પણ અષ્ટમંગલ દ્રવ્ય કહેવામાં આવે છે. જલ, ચંદન, પુષ્પ, ધૂપ, અક્ષત, નૈવેદ્ય અને ફળને લેતાંબર પરંપરામાં મંગલ તરીકે માનવામાં આવે છે. દિગંબર પરંપરામાં જિનમંદિરનાં અષ્ટમંગલ દ્રવ્ય તરીકે ઝારી, કળશ, દર્પણ, ચામર, છત્ર, ધ્વજા, ધૂપ તથા દીપની ગણના થાય છે. (કોઈક શંખ, વીંઝણો વગેરે સહિત એની જુદી રીતે ગણના કરે છે.) વસ્તુતઃ Page #42 -------------------------------------------------------------------------- ________________ મંગલ, અષ્ટમંગલ, મહામંગલ જિનમંદિરનાં ઉપકરણો મંગલરૂપ છે અને તે જિનપ્રતિમાના પરિવારરૂપ મનાય છે. અષ્ટમંગલની આકૃતિઓની દ્રવ્યથી પૂજા કરવી તે દ્રવ્યપૂજા છે અને એના તાત્પર્યનું ચિંતન કરવું અને તે પ્રમાણે ભાવના ભાવવી તે ભાવપૂજા છે. અષ્ટમંગલની દ્રવ્યપૂજા માણસના વિઘ્નોનો વિનાશ કરે છે અને એને સફળતા કે વિજય અપાવે છે એ એનો વ્યવહારુ અર્થ છે. પરંતુ જરા ઊંડો વિચાર કરીએ તો જણાશે કે મનુષ્યના જીવનમાં જે કંઇ થાય છે તે એનાં શુભાશુભ કર્મોને આધારે થાય છે. અષ્ટમંગલ તો એમાં નિમિત્ત માત્ર છે. ધારો કે પરીક્ષામાં પ્રથમ નંબરે આવવા માટે બે તેજસ્વી વિદ્યાર્થીઓએ અષ્ટમંગલની પૂજા કરી, તો બેમાંથી એક જ વિદ્યાર્થી પ્રથમ નંબરે આવશે, બીજો નહિ. અદાલતમાં કેસ ચાલતો હોય અને વાદી તથા પ્રતિવાદી બંનેએ અષ્ટમંગલનાં દર્શન કર્યાં હોય તો બેમાંથી એક કેસ જીતી જશે, અને બીજો હારી જશે. એનો અર્થ એ કે અષ્ટમંગલથી ઇષ્ટ ફલની પ્રાપ્તિ થશે જ એવું અનિવાર્ય નથી. અલબત્ત, એનો અર્થ એ નથી કે અષ્ટમંગલની પૂજાની આવશ્યકતા નથી અથવા એની અવગણના કરવી, પણ અષ્ટમંગલ સર્વસ્વ છે એમ ન માનતાં એની સાથે શુભાશુભ કર્મ પણ જોડાયેલાં છે એમ સમજવું જોઇએ. છ ખંડના ધણી સુભૂમ ચક્રવર્તીએ સાતમા ખંડ ઉપર જીત મેળવવા માટે અષ્ટમંગલનાં બહુ ભાવથી દર્શન કર્યાં હતાં અને દહીં વગેરે મંગલ શુકનવંતાં દ્રવ્યો આરોગ્યાં હતાં, તેમ છતાં એ સાતમા ખંડને જીતી ન શક્યો અને સમુદ્રમાં ડૂબીને મરી ગયો અને નરકે ગયો. ૩૩ આ અષ્ટમંગલની પૂજા જીવને ભૌતિક સુખો તરફ ન આકર્ષતાં, મોક્ષમાર્ગ ત૨ફ લઇ જાય તો એની વધુ સાર્થકતા ગણાય. એટલે પ્રસ્થાન કે સફર, નિર્વિઘ્ન પૂર્ણાહુતિના પ્રતીક તરીકે એની પૂજા કરવા સાથે મોક્ષમાર્ગનું એ આલંબન બની રહે, શુદ્ધ આત્મસ્વરૂપની સન્મુખ થવામાં અને એમાં સ્થિરતા મેળવવામાં એ સહાયભૂત બને એ વધુ જરૂરી છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૪ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ મહામંગલઃ અષ્ટમંગલ'માં જે આઠ મંગલાકૃતિઓ છે તે ભૌતિક અને આધ્યાત્મિક ઉભયરૂપે સહાયભૂત છે. પરંતુ આ આઠ મંગલ કરતાં ચડિયાતાં મંગલ-મહામંગલ તે આધ્યાત્મિક મંગલ છે. એટલા માટે આ આધ્યાત્મિક મંગલોને જીવનમાં વધુ ચડિયાતું સ્થાન આપવું ઘટે. નવકારમંત્રમાં પંચ-પરમેષ્ઠિ-અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને નમસ્કાર કરવામાં આવે છે. આ પાંચ નમસ્કારને સર્વ મંગલોમાં પ્રથમ મંગલ તરીકે ઓળખાવવામાં આવ્યા છે. પંચપરમેષ્ઠિને વંદન-નમસ્કાર એ સર્વોચ્ચ મંગલ છે. એટલે જ નવકારમંત્રનું છેલ્લું પદ છે : મંગલાણાં ચ સવ્વસિ પઢમં હવઈ મંગલ. નવકારમંત્રમાં અરિહંત અને સિદ્ધ તે દેવ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ તે ગુરુ અને ચૂલિકાનાં ચાર પદ તે ધર્મ--એમ દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણ તત્ત્વ રહેલાં છે. એમાં સાચી શ્રદ્ધા તે સમ્યગ્ગદર્શન. એ જ સર્વોત્તમ મંગલ. ધર્મતીર્થ પ્રવર્તાવનાર, સર્વજ્ઞ, સર્વદર્શી, વીતરાગ, અષ્ટ પ્રાતિહાર્ય અને ચોત્રીસ અતિશયયુક્ત, સમવસરણમાં બિરાજમાન થઈ દેશના આપી અનેક જીવોને ધર્મ પમાડનાર અરિહંત ભગવાન, આઠે કર્મનો ક્ષય કરી આઠ સર્વોચ્ચ ગુણ પ્રગટાવનાર, દેહરહિત, વિશુદ્ધ આત્મસ્વરૂપ, લોકાગ્રે સિદ્ધશિલાની ઉપરના ભાગમાં અનંત કાળ માટે બિરાજમાન, નિરંતર સ્વસ્વરૂપમાં રમણ કરનાર સિદ્ધ ભગવાન, જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર એ પંચાચારનું પાલન કરનાર, પાંચ સમિતિ અને ત્રણ ગુમિનું પાલન કરનાર, છત્રીસ ગુણોથી શોભતા, ગચ્છના નાયક એવા આચાર્ય ભગવંત, અંગ અને ઉપાંગ પોતે ભણે અને બીજાને ભણાવે તથા Page #44 -------------------------------------------------------------------------- ________________ મંગલ, અષ્ટમંગલ, મહામંગલ ૩૫ કરણસિત્તરી અને ચરણસિત્તરીનું પાલન કરનાર, પચ્ચીસ ગુણોથી યુક્ત એવા ઉપાધ્યાય મહારાજ અને પંચમહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિનું પાલન કરનાર, સત્તાવીસ ગુણોથી શોભતા સાધુ મહારાજ--આ પંચપરમેષ્ઠિને હંમેશ નમસ્કાર કરવા એ સર્વોત્કૃષ્ટ ધર્મમંગલ છે. સર્વ પાપનો ક્ષય કરનાર તે મહામંગલ છે, પરમ મંગલ છે. માણસ જો ભાવપૂર્વક માત્ર નવકારમંત્રનું જ આલંબન કે શરણ લે તો એમાં બધાં મંગલ આવી જાય છે. નવકાર મંત્રમાં પંચ પરમેષ્ઠિને કરાતા નમસ્કારનું-નવકારમંત્રનું જુદી રીતે વર્ગીકરણ કરીને ચાર મંગલ દર્શાવવામાં આવે છે. એમાં આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણેનો વિશાળ અર્થમાં “સાધુ'માં સમાવેશ કરવામાં આવે છે, અને નવકારમંત્રની ચૂલિકાની ચાર પંક્તિ ધર્મ”ની સૂચક બને છે. આ રીતે નવકારમંત્રને ચાર મંગલમાં પણ દર્શાવી શકાય--અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ. એટલા માટે “ચત્તારી મંગલ'ની પ્રાર્થના કરાય છે : ચત્તારિ મંગલ, અરિહંતા મંગલ, સિદ્ધા મંગલં, સાહૂમંગલ, કેવલી પણતો ધમ્મો મંગલમ્ વર્તમાન અવસર્પિણીને લક્ષમાં રાખી કેટલાક ચાર મંગલ નીચે પ્રમાણે બોલે છે : મંગલ ભગવાન વીરો, મંગલ ગૌતમ પ્રભુ મંગલ ધૂલિભદ્રાઘા, જૈન ધર્મોસ્તુ મંગલમ્ | આમ, મંગલની અને મહામંગલની વિચારણા વિવિઘ દષ્ટિકોણથી થઈ રહી છે. આપણી ભારતીય સંસ્કૃતિનો આ અમૂલ્ય વારસો છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પંડિત દલસુખભાઈ માલવણિયા ખ્યાતનામ પ્રકાંડ જૈન પંડિત, પદ્મભૂષણ, શ્રી દલસુખભાઈ માલવણિયાનું તા. ૨૮મી ફેબ્રુઆરી ૨૦૦૦ના રોજ અમદાવાદમાં ૯૦ વર્ષની વયે અવસાન થતાં જૈન સમાજને અને વિશેષતઃ વિદ્યાશાસ્ત્રના ક્ષેત્રને એક સમર્થ સંનિષ્ઠ વ્યક્તિની ખોટ પડી છે. છેલ્લા કેટલાક સમયથી દલસુખભાઈની તબિયત અવસ્થ રહેતી હતી. એમનું શરીર શિથિલ થઈ ગયું હતું. ઘરમાં હરવા ફરવાની શક્તિ ક્ષીણ થઈ હતી. એમને કાને સંભળાતું નહોતું. પોતાનો અંતકાળ નજીક આવી રહ્યો છે એવું એમને લાગી આવ્યું હતું. પોતાનો જીવનકાળ પૂરો થતાં શાંતિથી એમણે દેહ છોડ્યો. કેટલાક વખત પહેલાં એમના એકના એક લાડીલા પુત્ર રમેશભાઈનું હૃદયરોગના ભારે હુમલાને કારણે યુવાન વયે અચાનક અવસાન થયું હતું. પોતાની જ હાજરીમાં પોતાના એકના એક પુત્રને જતો જોઈને દલસુખભાઈને જીવનની ઉત્તરાવસ્થામાં ભારે આઘાત સહન કરવાનો વખત આવ્યો હતો, જે એમણે ધીરજ અને શાંતિથી સહન કર્યો હતો. એ પ્રસંગે હું દલસુખભાઈને મળવા એમને ઘરે ગયો હતો. તેઓ કાને સાંભળતા નહિ, એટલે હું જે કહું તે એમની પૌત્રી એમની પાસે જઈ દાદાના કાનમાં કહે. એ રીતે એમની સાથે વાતચીત થઈ હતી. ત્યારે એમનું શરીર પણ ક્ષીણ થતું જતું હતું. સાંભળવાની શક્તિ ચાલ્યા ગયા પછી વ્યક્તિ પોતાના વાંચન-મનન ચિંતનમાં જ વધુ મગ્ન બની જાય, કુટુંબમાં પણ ખપ પૂરતો વ્યવહાર રહે એવું એમની બાબતમાં પણ બન્યું હતું. આમ પણ તેઓ ઓછાબોલા હતા, એટલે કે વાતચીતમાં જ્યાં સુધી બીજી વ્યક્તિઓ બોલતી રહેતી હોય ત્યાં સુધી તેઓ સાંભળવાનો ભાવ જ રાખતા. આપણે તેમની પાસેથી સાંભળવાનો ભાવ રાખીને કંઈક પૂછીએ તો તેઓ બોલતા. તેઓ હંમેશાં પ્રસન્ન અને શાંત રહેતા. આવેગ કે ઉગ્રતા એમના વ્યવહારમાં ક્યારેય જોવા મળતાં નહિ. Page #46 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પંડિત દલસુખભાઈ માલવણિયા ૩૭ દલસુખભાઈને પહેલી વાર મળવાનું મારે ૧૯૫૭ના અરસામાં થયેલું કે જ્યારે પંડિત સુખલાલજીનું ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના હસ્તે મુંબઈ યુનિવર્સિટીના કોન્વોકેશન હોલમાં અભિવાદન થયું હતું. આ અભિવાદનના કાર્યક્રમમાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘ સક્રિયપણે જોડાયેલો હતો. તે સમયે પંડિત સુખલાલજી અને પરમાનંદભાઈ સાથે દલસુખભાઇ, રતિલાલ દેસાઈ વગેરે મહાનુભાવો અમારા ઘરે ભોજન માટે પધાર્યા હતા. ત્યારે દલસુખભાઈનો પહેલો પરિચય થયો હતો. ત્યારે ખાદીની કફની, ધોતિયું અને માથે સફેદ ટોપી એ એમનો પોશાક હતો. (પછીથી એમણે ધોતિયાને બદલે પાયજામો ચાલુ કર્યો હતો ને ટોપી છોટી દીધી હતી.) આ પરિચય વખતે હું મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજમાં ગુજરાતી વિષય ભણાવતો હતો. દલસુખભાઈ ત્યારે બનારસ યુનિવર્સિટીમાં જૈનદર્શન ભણાવતા. બનારસ યુનિવર્સિટીમાં ગુજરાતી વિષયનો વિભાગ નહોતો, પરંતુ જે વિદ્યાર્થીઓને પોતાની મેળે અભ્યાસ કરવો હોય તેમને માટે અભ્યાસક્રમ રહેતો. અને તેઓ તે વિષયની પરીક્ષા આપી શકતા. એક દિવસ અચાનક મને કૉલેજના સરનામે બનારસ યુનિવર્સિટી તરફથી પત્ર મળ્યો. ગુજરાતી વિષયના પરીક્ષક તરીકે કામ કરવા માટે નિમંત્રણ હતું. દલસુખભાઈની ભલામણથી જ નિમણૂંક થઈ હતી. મેં તે સહર્ષ સ્વીકારી લીધી. ત્યારપછી વર્ષો સુધી એ નિમંત્રણ મને મળતું રહ્યું હતું. પ્રબુદ્ધ જીવન સાથે દલસુખભાઇનો સંબંધ જ્યારે એ પ્રબુદ્ધ જૈન” હતું ત્યારથી એટલે કે ઠેઠ ૧૯૪૨થી શરૂ થયો હતો. ૧૯૭૩ સુધી તેઓ અવારનવાર પ્રબુદ્ધ જીવન” માટે લેખ, ગ્રંથાવલોકન, અહેવાલ, સમકાલીન નોંધ વગેરે લખતા રહ્યા હતા. લગભગ પાંસઠ-સિત્તેરની ઉંમર પછી એમની લેખનપ્રવૃત્તિ મંદ પડી હતી. કેનેડાના પોતાના અનુભવોની લેખમાળા “નવી દુનિયા'ના નામથી ૧૯૬૮-૬૯માં એમણો “પ્રબુદ્ધ જીવન” માટે લખી હતી. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૮ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ - સ્વ. દલસુખભાઈનું જીવન એટલે ભારે પુરુષાર્થનું જીવન. વીસમી સદીના ઘણા નામાંકિત મહાપુરુષોને ગરીબી ને બેકારીના વિપરીત સંજોગોની સામે સબળ સંઘર્ષ કરવો પડ્યો હતો. ત્યારે દેશકાળની પરિસ્થિતિ જ એવી હતી. દલસુખભાઈને પણ બાળપણ અને યૌવનમાં ઘણું વેઠવું પડ્યું હતું. સ્વ. દલસુખભાઈનો જન્મ ૨૧મી જુલાઇ ૧૯૧૦ના રોજ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલામાં-ભગતના ગામમાં થયો હતો. એમના પિતાનું નામ ડાહ્યાભાઈ અને માતાનું નામ પાર્વતીબહેન. તેઓ જ્ઞાતિએ ભાવસાર હતા અને સ્થાનકવાસી ધર્મ પાળતા. તેઓના વડવાઓ માલવણ ગામના હતા એટલે એમની અટક “માલવણિયા' પડી ગઈ હતી. ડાહ્યાભાઈને ચાર દીકરા અને એક દીકરી એમ પાંચ સંતાનો હતાં. એમાં સૌથી મોટા દલસુખભાઈ ડાહ્યાભાઇ સાયલામાં પરચૂરણ ચીજવસ્તુઓની નાનકડી દુકાન ધરાવે, પરંતુ એમાંથી ખાસ કંઈ કમાણી થાય નહિ એટલે જેમ તેમ ગુજરાન ચલાવતા. દલસુખભાઈએ સાયલાની પ્રાથમિક શાળામાં બે ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. તેઓ દસ વર્ષના થયા ત્યારે એમના પિતાનો સ્વર્ગવાસ થયો. માતા પાર્વતીબહેન દુઃખના એ દિવસોમાં જેમતેમ ગુજરાન ચલાવતાં, પરંતુ ગરીબી એટલી અસહ્ય હતી કે કુટુંબનો નિર્વાહ થતો ન હતો. એથી માતા પાર્વતીબહેનને પોતાના ચારે દીકરાઓને સુરેન્દ્રનગરના અનાથાશ્રમમાં મૂકવા પડ્યા હતા. અનાથાશ્રમમાં રહીને દલસુખભાઈએ અંગ્રેજી પાંચમા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. એમની વિદ્યારુચિ જેમ જેમ વધતી ગઈ તેમ તેમ તેઓ અનાથાશ્રમની લાયબ્રેરીનાં પુસ્તકો વાંચતા રહ્યા હતા. આ રીતે અનાથાશ્રમમાં તેઓ સાત વર્ષ રહ્યા. Page #48 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પંડિત દલસુખભાઈ માલવણિયા ૩૯ આ વર્ષોમાં જયપુરના શ્રી દુર્લભજીભાઈ ઝવેરીની પ્રેરણા અને આર્થિક સહાયથી સ્થાનકવાસી જૈન કોન્ફરન્સ જૈન પંડિતો તૈયાર કરવા માટે બિકાનેરમાં એક ટ્રેનિંગ કૉલેજ ચાલુ કરી. કહેવાય કૉલેજ, પણ હકીકતમાં તો પાઠશાળા જ હતી. ગરીબ વિદ્યાર્થીઓને ભણાવવાના અને ભણી રહે ત્યારપછી ત્રણ વર્ષ નોકરી પણ મળે એવી શરત તેઓએ રાખી હતી. દલસુખભાઈ પાસે બિકાનેર સુધી જવાનું ભાડું નહોતું, પરંતુ એમની ભાવસાર જ્ઞાતિએ એ ભાડું આપીને એમને બિકાનેર ભણવા મોકલ્યા. રહેવા જમવાની અને વિદ્યાભ્યાસની મફત સારી સગવડને લીધે દલસુખભાઈની શક્તિ વિકસતી ગઈ. સંસ્થા વિદ્યાર્થીઓને જ્યાં પંડિતો હોય ત્યાં વિદ્યાભ્યાસ માટે મોકલતા. એ રીતે દલસુખભાઈને બિકાનેર ઉપરાંત જયપુર, વ્યાવર, અંજાર (કચ્છ) વગેરે સ્થાને ગુરુકુળમાં રહી અભ્યાસ કરવાની તક મળી. કચ્છમાં તો શતાવધાની શ્રી રત્નચંદ્રજી મહારાજ પાસે વિદ્યાભ્યાસની તક મળી. એ રીતે તેમણે સંસ્કૃત અને પ્રાકૃત ભાષાનો અભ્યાસ કરીને “ન્યાયતીર્થ” તથા “જૈન વિશારદ'ની ડિગ્રી મેળવી. બિકાનેરની ટ્રેનિંગ કૉલેજના તેજસ્વી વિદ્યાર્થીઓમાંથી દલસુખભાઈ અને શાંતિલાલ વનમાળીદાસની પસંદગી અમદાવાદમાં પંડિત બેચરદાસ દોશી પાસે વિદ્યાભ્યાસ માટે મોકલવા માટે થઈ. તે પ્રમાણે તેઓ અમદાવાદ આવ્યા ને પંડિત બેચરદાસ પાસે એમણે પ્રાકૃત ભાષા અને આગમોનો અભ્યાસ કર્યો. સવા વર્ષ એ રીતે અભ્યાસ ચાલ્યો. દરમિયાન પંડિત બેચરદાસને આઝાદીની રાષ્ટ્રીય ચળવળમાં ભાગ લેવા માટે કારાવાસની સજા થઈ એટલે એ અભ્યાસ બંધ પડ્યો. દરમિયાન દલસુખભાઈની શક્તિ અને વિકાસથી પ્રભાવિત થયેલા શ્રી દુર્લભજીભાઈએ દલસુખભાઇને રવીન્દ્રનાથ ટાગોરના શાંતિનિકેતનમાં અભ્યાસ કરવા મોકલ્યા. ત્યાં મુનિ જિનવિજયજી જૈન Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૦ સાંપ્રત સહચિંતન ભાગ ૧૨ આગમોનો અભ્યાસ કરાવતા હતા. દલસુખભાઈ માટે આ એક ઉત્તમ તક હતી. એમની પ્રતિભા આ સંસ્થામાં સારી રીતે પાંગરી, આ બધો અભ્યાસ એમણે વિના ખર્ચે ટ્રેનિંગ કૉલેજના ઉપક્રમે જ કર્યો. દરમિયાન એમનાં લગ્ન થયાં. હવે આજીવિકાની આવશ્યકતા ઊભી થઇ. એટલે ટ્રેનિંગ કૉલેજે આપેલી નોકરીની ગેરંટી અનુસાર તેઓ મુંબઇમાં સ્થાનકવાસી જૈન કોન્ફરન્સના મુખપત્ર ‘જૈન પ્રકાશ'માં જોડાઇ ગયા. પરંતુ ‘જૈન પ્રકાશ'ની ઓફિસમાં એમને લેખન-અધ્યાપનને બદલે કલાર્ક તરીકે કામ વધારે કરવાનું રહેતું. લગભગ એક વર્ષ એ રીતે એમણે કામ કર્યું. ત્યાં મુંબઇમાં પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીનો સંપર્ક થયો. પંડિતજી ત્યારે બનારસ યુનિવર્સિટીમાં જૈન દર્શનના વિભાગના અધ્યક્ષ તરીકે કામ કરતા હતા. તેઓ આંખે દેખતા નહિ એટલે સારું વાંચી સંભળાવે એવી વ્યક્તિની એમને જરૂર હતી. એ વ્યક્તિ સંસ્કૃત, પ્રાકૃત અને જૈન દર્શનની જાણકાર હોવી જોઈએ કે જેથી પંડિતજીના કામમાં સરળતા રહે. પંડિતજીને દલસુખભાઇમાં એ યોગ્યતા જણાઇ. એમણે દલસુખભાઇને બનારસ આવવા કહ્યું. દલસુખભાઇ એથી ‘જૈન પ્રકાશ’ની નોકરી છોડીને ઓછા પગારે નોકરી કરવા પંડિતજી સાથે બનારસ ગયા. દલસુખભાઇનું આર્થિક દૃષ્ટિએ આ એક સાહસ હતું, પરંતુ બીજી બાજુ પંડિતનો સહવાસ મળ્યો એ મોટું સદ્ભાગ્ય હતું. પંડિતજીની સાથે કાર્ય કરવાને લીધે એમની પ્રતિભા બહુ સારી રીતે ઘડાઇ હતી. પંડિતજીના ‘દર્શન અને ચિંતન' ગ્રંથનું સંપાદન એમણે કર્યું હતું. -- સ્વ. દલસુખભાઇ બિકાને૨, જયપુર, બ્યાવર, અંજા૨, અમદાવાદ, શાંતિનિકેતન, મુંબઇ એમ વિવિધ પ્રદેશોનાં વિવિધ સ્થળે એકબે વર્ષ રહ્યા, પરંતુ ત્યાર પછી બનારસમાં પચીસેક વર્ષની ઉંમરે તેઓ ગયા અને ત્યાં લગભગ અઢી દાયકા સુધી રહ્યા. આરંભમાં તેઓ Page #50 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પંડિત દલસુખભાઈ માલવણિયા ૪૧ પંડિત સુખલાલજીના વાચક તરીકે કામ કરતા, પછીથી પંડિતજીને ગ્રંથ સંપાદનમાં સહાય કરતા. ત્યારપછી તેમણે સ્વતંત્ર સંપાદનો કર્યાં. યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે એમની નિમણૂક થઇ અને તેઓ વર્ગો લેવા લાગ્યા. પંડિતજીના તેઓ પ્રીતિપાત્ર બન્યા. યુનિવર્સિટીમાં પણ તેમની વિદ્વતાની અને નિષ્ઠાની સુવાસ પ્રસરી અને પંડિતજી જ્યારે યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થઈને અમદાવાદ આવ્યા ત્યારે એમની જગ્યાએ, જૈન દર્શનના વિભાગના અધ્યક્ષ તરીકે દલસુખભાઈની નિમણૂંક થઇ. આમ, બનારસ એમનું મહત્ત્વનું કાર્યક્ષેત્ર, એમના જીવનના મધ્યાહ્નકાળમાં બની રહ્યું હતું. ૧૯૫૨માં કેન્દ્ર સરકારે પ્રાકૃત ટેક્સ્ટ સોસાયટીની સ્થાપના કરી અને એના મંત્રીપદે દલસુખભાઇની વરણી કરી, કારણ કે તેઓ જૈનોની અર્ધમાગધી અને બૌદ્ધોની પાલી-એમ બંને પ્રકારની પ્રાકૃત ભાષાના પંડિત હતા અને બંને દર્શનોના ગ્રંથોના અભ્યાસી હતા. આ સોસાયટીના કાર્ય નિમિત્તે તેઓ તેની કાર્યવાહક સમિતિના એક સભ્ય શેઠશ્રી કસ્તુરભાઇ લાલભાઈના સંપર્કમાં આવ્યા, એ દિવસો દરમિયાન શેઠશ્રી પ. પૂ. શ્રી પુણ્યવિજયજી મહારાજના પણ ગાઢ સંપર્કમાં હતા. એમની પ્રેરણાથી જ્યારે એમણે અમદાવાદમાં ‘લાલભાઇ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર'ની સ્થાપના કરવાનું વિચાર્યું ત્યારે એના નિર્દેશક-ડિરેક્ટરના પદ માટે યોગ્ય વ્યક્તિ તરીકે પ. પૂ. શ્રી પુણ્યવિજયજી મહારાજ અને પંડિત સુખલાલજીની ભલામણથી પંડિત દલસુખભાઈની પસંદગી કરી હતી. દલસુખભાઈએ બનારસમાંથી નિવૃત્ત થઇ એ સ્થાન ગ્રહણ કર્યું અને સત્તર વર્ષ શોભાવ્યું અને એલ.ડી. ઇન્સ્ટિટ્યૂટને દેશવિદેશમાં એક ખ્યાતનામ સંસ્થા બનાવી દીધી. ઇન્સ્ટિટ્યૂટમાં એક ખ્યાતનામ સ્કૉલર ઉપરાંત કુશળ વહીવટકર્તા તરીકે પણ દલસુખભાઇની કામગીરી અત્યંત પ્રશસ્ય રહી હતી અને એથી જ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૨ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ ધારાધોરણ પ્રમાણે એમને નિવૃત્ત થવું પડ્યું તો પણ ટ્રસ્ટીઓએ એમની સલાહકારના પદે નિયુક્તિ કરી હતી. - દલસુખભાઇ ઘણી જુદી જુદી સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. તેઓ પીએચ.ડી.ના માર્ગદર્શક હતા અને ઘણી યુનિવર્સિટીઓમાં પીએચ.ડી.ના પરીક્ષક હતા. મુંબઈ યુનિવર્સિટીમાં મારા માર્ગદર્શન હેઠળ શ્રીમદ્ રાજચંદ્ર વિશે તૈયાર થયેલી પ્રથમ થિસિસના પરીક્ષક તરીકે તેઓ હતા. તેમણે ટોરેન્ટો ઉપરાંત બર્લિનની યુનિવર્સિટીમાં અને પેરીસની યુનિવર્સિટીમાં મુલાકાતી પ્રાધ્યાપક તરીકે કાર્ય કર્યું હતું. જૈન ધર્મ અને દર્શનની સાથે સાથે બૌદ્ધ ધર્મ અને દર્શનના ઊંડા તલસ્પર્શી અભ્યાસને લીધે એમનું નામ દર્શનશાસ્ત્રના વિદ્યાભ્યાસના ક્ષેત્રે પ્રસિદ્ધિ પામ્યું હતું. આથી જ વિદેશોની યુનિવર્સિટીઓમાં પણ એક અભ્યાસી અન્વેષક તરીકે તેઓ સુખ્યાત બન્યા હતા. આથી જ ૧૯૬૭માં કેનેડાની ટોરાન્ટો યુનિવર્સિટીના એશિયન સ્ટડીઝ વિભાગના પ્રોફેસર વોડરે એમને વિઝિટિંગ પ્રોફેસર તરીકે કેનેડા આવવા અને બૌદ્ધ દર્શન તથા અન્ય દર્શનો વિશે અધ્યાપન-કાર્ય કરવા માટે નિમંત્રણ આપ્યું હતું. એમની વિદ્વતાની વિદેશની એક યુનિવર્સિટીએ આ રીતે કદર કરી હતી. આ નિમંત્રણ સ્વીકારીને તેઓ લગભગ સવા વર્ષ કેનેડામાં રહ્યા હતા. અને ત્યાં પોતાના વિદ્યાભ્યાસની સુવાસ પ્રસરાવી હતી. પંડિત દલસુખભાઈએ ગુજરાતી, હિંદી અને અંગ્રેજી એમ ત્રણે ભાષામાં લેખનકાર્ય કર્યું છે. સંશોધન, અનુવાદ, સંપાદન, ચિંતનાત્મક નિબંધ એમ વિવિધ પ્રકારનું લેખનકાર્ય એમણે કર્યું છે. એમાં આત્મમીમાંસા', “જૈન ધર્મચિંતન”, “પ્રમાણમીમાંસા', “જ્ઞાનબિંદુ', તકભાષા”, “ન્યાયાવતાર કાર્તિકવૃત્તિ', “ભગવાન મહાવીર સ્વામીનો જીવનસંદેશ”, “પંડિત સુખલાલજી' “આગમ યુગ કા જૈનદર્શન'ના ઇત્યાદિ એમના ગ્રંથો સુવિદિત છે. એમણે એલ. ડી. Page #52 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પંડિત દલસુખભાઈ માલવણિયા ૪૩ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે “સંબોધિ' નામના સૈમાસિકનું સંપાદનકાર્ય પણ ઘણાં વર્ષ સુધી સંભાળ્યું હતું. સંસ્કૃત, પ્રાકૃત, જૈન દર્શન અને બૌદ્ધ દર્શનના વિષયોનો ઊંડો અભ્યાસ કરવાના પરિણામે દલસુખભાઈને યુનિવર્સિટીની ડિગ્રી ના હોવા છતાં સમકક્ષ એવી “ન્યાયતીર્થ' વગેરે ડિગ્રી હોવાથી યુનિવર્સિટીની અનુસ્નાતક કક્ષાએ કામ કરવા મળ્યું હતું. એમની એ આગવી સિદ્ધિ હતી કે શાળામાં મેટ્રિકની પરીક્ષા પાસ કર્યા વગર, કિૉલેજમાં અભ્યાસ કર્યા વગર, બી.એ. કે એમ.એ.ની ડિગ્રી મેળવ્યા વગર તેઓ યુનિવર્સિટીના અનુસ્નાતક વિભાગના અધ્યક્ષ કે અનુસ્નાતક સંસ્થાના ડિરેક્ટરના પદ સુધી પહોંચી શક્યા હતા. ને પીએચ.ડી.ના માર્ગદર્શક તથા પરીક્ષક પણ રહી ચૂક્યા હતા. અંગ્રેજી ભણ્યા ન હોવા છતાં મહાવરાથી તેઓ અંગ્રેજીમાં લખાયેલા ગ્રંથો અને સામયિકો વાંચતા રહ્યા હતા ને અંગ્રેજીમાં લેખો પણ લખતા રહ્યા હતા. આવી ઘણી બધી સિદ્ધિઓને કારણે જ ભારત સરકારે એમને પદ્મવિભૂષણ'નો ઈલકાબ આપ્યો હતો. હું જ્યારે જ્યારે અમદાવાદ જાઉં ત્યારે એલ.ડી.માં દલસુખભાઈને મળવા માટે જવાનું મારે અચૂક રહેતું. એક જ વિષયના રસને લીધે આ ક્ષેત્રમાં થયેલી પ્રગતિના સમાચાર એમની પાસેથી મળતા. શ્રી મહાવીર જૈન વિદ્યાલયની જૈન સાહિત્યને લગતી કાર્યવાહીમાં કે સમિતિમાં એમની સાથે મને કામ કરવા મળ્યું હતું. હું શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મંત્રીપદે હતો ત્યારે એમના જાહેર અભિવાદનનો કાર્યક્રમ પણ અમે યોજ્યો હતો. ઈ. સ. ૧૯૭૬માં શ્રી મહાવીર જૈન વિદ્યાલયે જૈન સાહિત્ય સમારોહ યોજવાનું ઠરાવ્યું હતું અને એના સંયોજનની જવાબદારી મને Page #53 -------------------------------------------------------------------------- ________________ ४४ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ સોંપી હતી. પ્રથમ સમારોહ મુંબઇમાં શ્રી કે. કા. શાસ્ત્રીના પ્રમુખપદે યોજ્યો હતો અને એમાં તત્ત્વજ્ઞાન વિભાગના પ્રમુખ તરીકે દલસુખભાઇ હતા. આ પ્રથમ સમારોહ વખતે એમનું માર્ગદર્શન મને ઘણું કામ લાગ્યું હતું. ત્યારપછીનો સમારોહ અમે દલસુખભાઈના પ્રમુખપદે મહુવામાં યોજ્યો હતો. ત્યારે એમણે મનનીય પ્રવચન આપ્યું હતું. એમની વિદ્વતા, જાણકારી, સરળતા, નિખાલસતા, તટસ્થતાની સૌ કોઇને પ્રતીતિ થયા વગર રહે નહિ. આ સમારોહ પછી તેઓ સોનગઢ, સુરત, ખંભાત, પાલનપુર વગેરે સ્થળે યોજાયેલા સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા પ્રતિવર્ષ યોજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં તેઓ ઘણી વાર વ્યાખ્યાન આપવા માટે પધારતા. આ વ્યાખ્યાનમાળાનું સુકાન જ્યારે મને સોંપાયું ત્યારે હું પણ એમને એ માટે નિમંત્રણ આપતો. પણ પછી મોટી ઉંમરને કારણે તેઓને કલાકનું પ્રવચન આપવું ગમતું કે ફાવતું નહિ. વળી પોતાને જે કહેવાનું તે બધું પોતે અગાઉ કહી દીધું છે એટલે પણ એમને ગમતું નહિ. એક વખત તો સભામાં જ તેમણે એ પ્રમાણે નિવેદન કરેલું અને વ્યાખ્યાનનું નિમંત્રણ સ્વીકારવાનું બંધ કરેલું. ત્યારપછી તેઓ સભાઓમાં પ્રાસંગિક વક્તવ્ય પાંચ પંદર મિનીટ માટે આપતા, પણ સળંગ એક જ વિષય પર મૌખિક વ્યાખ્યાન આપતા નહિ. સભાઓમાં પણ તેઓ કેટલીક વાર પોતાનો સ્પષ્ટ નિખાલસ અભિપ્રાય ઉચ્ચારતા કે જે આયોજકોને પ્રતિકૂળ હોય. આમ, મુંબઈ, અમદાવાદ, દિલ્હી વગેરે સ્થળે શ્રી મહાવીર જૈન વિદ્યાલય, જૈન સાહિત્ય સમારોહ, પર્યુષણ વ્યાખ્યાનમાળા ઇત્યાદિના નિમિત્તે મારે એમને મળવાનું અવારનવાર થતું રહેતું. હરિભદ્રસૂરિ વિશેના પરિસંવાદ માટે તેઓ દિલ્હીમાં વલ્લભ સ્મારકમાં આવ્યા હતા Page #54 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પંડિત દલસુખભાઈ માલવણિયા ૪૫ ત્યારે તો એક જ રૂમમાં અમારે સાથે રહેવાનું થયું હતું. કેટલાક સમય પહેલાં એક ગ્રંથના વિમોચન પ્રસંગે તેઓ સાયલા આવ્યા હતા ત્યારે તો લગભગ આખો દિવસ અમે બંને સાથે રહ્યા હતા. દલસુખભાઇની સાથે રહીએ તો એમની વિદ્વતાનો અને એમની મહત્તાનો આપણને જરાપણ બોજ ન લાગે. રસ્તામાં ચાલ્યા જતા હોય તો ખબર ન પડે કે એક વિશ્વવિખ્યાત સ્કૉલર છે. સાધારણ માણસ તરીકે જ તેઓ હરતાફરતા રહે. એમની આ લઘુતામાં જ એમની મહત્તા રહેલી હતી. એમની જૈન દર્શનની જાણકારી આપણને આશ્ચર્યમુગ્ધ કરી દે એટલી બધી હતી. તેઓ વિવેકશીલ, સત્યાન્વેષક અને અનાગ્રહી હતા. દલસુખભાઇનો પત્ર આવે એટલે સૌથી પહેલો શબ્દ એમણે લખ્યો હોય-‘પ્રણામ’. તેઓ ટૂંકા પણ મુદ્દાસર પત્ર લખતા અને પત્રનો ઉત્તર અચૂક આપતા. દલસુખભાઈ સ્વભાવે અત્યંત નિખાલસ અને નિઃસ્પૃહ હતા. આથી જ તેઓ પોતાને જે સત્ય લાગે તે કહેવામાં સંકોચ અનુભવતા નહિ, જૈન દર્શનનો, જૈન આગમિક સાહિત્યનો તેમનો અભ્યાસ ઊંડો હતો. એથી જ સાંપ્રદાયિક સંકુચિતતા તેમનામાંથી નીકળી ગઇ હતી. તેમની દૃષ્ટિ તટસ્થ, ઉદાર અને પ્રમાણભૂત રહેતી. સ્વ. દલસુખભાઇના અવસાનથી આપણને એક સત્ત્વશીલ સારસ્વતની ખોટ પડી છે. પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે ! Page #55 -------------------------------------------------------------------------- ________________ अणुसासिओ ण कुप्पिज्जा --ભગવાન મહાવીર [અનુશાસિત થતાં (કે શિક્ષા પામતાં) કોઇ ન કરવો] ભગવાન મહાવીર જન્મકલ્યાણકના અવસરે એમનાં અનેક વચનોમાંથી આ એક વચનનું સ્મરણચિંતન કરીએ. ભગવાન મહાવીર સ્વામીએ “ઉત્તરાધ્યયન' સૂત્રના “વિનય' નામના પહેલા અધ્યયનમાં શિષ્યના ગુરુ પ્રત્યેના વિનય ઉપર બહુ ભાર મૂક્યો છે અને શિષ્યને વિવિધ પ્રકારની સાચી અને હિતકારી સલાહસૂચના આપી છે. એમાંની એક સલાહ એ છે કે અનુશાસિત થવામાં શિષ્ય ક્યારેય પણ ક્રોધ ન કરવો. એ ગાથા નીચે પ્રમાણે છે : अणुसासिओ ण कुप्पिज्जा खंति सेविज्ज पंडिए । खुड्डेहिं सह संसग्गिं हासं कीडं च वज्जए । ગુરુ દ્વારા અનુશાસિત થતી વખતે (કે શિક્ષા પામતી વખતે) ક્રોધ કરવો નહિ. પંડિત (બુદ્ધિમાન, ડાહ્યા) શિષ્ય ક્ષમા ધારણ કરવી. સુદ્ર લોકોનો સંસર્ગ ત્યજી દેવો અને હાસ્ય-મજાક તથા એવી ચેષ્ટાઓ છોડી દેવી જોઈએ. ] “અનુશાસન' શબ્દમાં “શાસન' શબ્દ છે. એ શાસ ધાતુ પરથી આવેલો છે. એનો અર્થ થાય છે રાજ્ય કરવું, પ્રભુત્વ ધરાવવું, નિયમમાં કે અંકુશમાં રાખવું, શિક્ષા કરવી. અનુશાસન એટલે શિસ્તપાલન. અનુશાસિત થતાં એટલે નિયમમાં રહેતાં અથવા પોતાના ઉપર શિસ્તપાલન થતાં. અર્થવિસ્તાર કરીએ તો “ગુરુ દ્વારા દંડ કે શિક્ષા થતાં” એવો અર્થ લઈ શકાય. અનુશાસન એટલે કે શિસ્તપાલન (Discipline)ની આવશ્યકતા જીવનના સર્વ ક્ષેત્ર અને સર્વકાલ માટે છે. મનુષ્યોમાં ઉંમરમાં નાનામોટાપણું સદાકાળ રહેવાનું. એની સાથે શિક્ષણ, ધન, સત્તા, Page #56 -------------------------------------------------------------------------- ________________ अणुसासिओ ण कुप्पिज्जा । ૪૭ શારીરિક તાકાત અને સુંદરતા ઇત્યાદિનું ઉચ્ચાવચપણું પણ રહેવાનું જ. આવા વૈવિધ્યસભર જીવનમાં સંવાદ (harmony) સ્થાપવા માટે કેટલાક નિયમો બનાવવાની ફરજ પડે જ. એ નિયમોને રાજકીય સ્તરે કાયદાનું સ્વરૂપ આપી શકાય. સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક ઇત્યાદિ સ્તરે પણ નિયમોને વિવિધ પ્રકારનું રૂપ આપી શકાય. જ્યાં નિયમ કે કાયદો હોય ત્યાં બે પ્રશ્નો અવશ્ય ઉપસ્થિત થવાના. એક તે કોઈ કાયદાનો જાણતાં કે અજાણતાં ભંગ કરે તો શું કરવું ? અને બીજું તે પરિસ્થિતિ બદલાય અને નિયમ જૂનો થઇ જાય તો શું કરવું? વળી, આ નિયમ કે કાયદાની સત્તા કોને અને કેટલી હોય? એ સત્તાનો ઉપયોગ ન કરે અથવા દુરુપયોગ કરે તો શું કરવું ? અને પરિસ્થિતિ અનુસાર નવા નિયમો કોણ ઘડે અને કોણ મંજૂર રાખે? આમ આગળ વધતાં વધતાં અનુશાસનના ક્ષેત્રે સેંકડો પ્રશ્નો ઉદ્ભવી શકે. પરંતુ એટલું નિશ્ચિત જ છે કે કુટુંબ હોય કે વિદ્યાના ક્ષેત્રો હોય, ધંધાદારી કંપની હોય કે સરકારી તંત્ર હોય-દરેક માટે લખ્યા કે વણલખ્યા કેટલાયે નિયમો હોવા જરૂરી છે. અનુશાસન- શિસ્તપાલન વગર કોઇપણ તંત્ર કે વ્યવસ્થા ઝાઝો સમય ટકી ન શકે. ગેરશિસ્તને કારણે કુટુંબોમાં વિખવાદ પેદા થાય, શૈક્ષણિક ક્ષેત્રો શિથિલ થઈ જાય, વેપાર ઉદ્યોગો પાયમાલ થઇ જાય, સરકારી તંત્રમાં સત્તાની ઉથલપાથલ થાય. નાની સરખી રમતગમત માટે પણ બે જણ વચ્ચે નિયમ નક્કી કરવા પડે છે અને આંતરરાષ્ટ્રીય સંગઠનો કે બહુરાષ્ટ્રીય કંપનીઓને પણ નિયમો કરવા જ પડે છે. જેમ માનવજીવનના વિકાસ માટે અનુશાસનની જરૂર છે તેમ બીજી બાજુ નિયમનું મન વગર પાલન કરવું, નિયમમાંથી છટકબારી શોધવી, નિયમનો ભંગ કરીને શિક્ષા ભોગવી લેવી ઈત્યાદિ પ્રકારની મનોવૃત્તિ પણ માનવજાતમાં આદિકાળથી રહેલી છે, કારણ કે સ્વાર્થનો સગુણ કે દુર્ગુણ જીવમાત્રમાં રહેલો છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ ४८ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ એટલા માટે અનુશાસનની સમસ્યાઓ હરેક વખતે હરેક ક્ષેત્રે ભિન્નભિન્ન પ્રકારની રહ્યા કરવાની. એટલા માટે એનું નિરાકરણ વ્યક્તિગત ક્ષેત્રે કે સામૂહિક ક્ષેત્રે કેવી રીતે કરી શકાય તેની વિચારણા હંમેશાં થતી રહેવી જોઈએ. એમાં કેટલાક ઉપાયો તત્કાલીન હોય છે અને કેટલાક સર્વકાલીન. ધર્મના ક્ષેત્રે ગુરુ-શિષ્યની પરંપરા ભારતીય સંસ્કૃતિમાં જેવી ઉમદા જોવા મળે છે એવી અન્યત્ર જોવા નથી મળતી. ગુરુ અને શિષ્ય ભિન્નભિન્ન કુટુંબમાંથી આવતા હોવા છતાં ઊંચી કક્ષાના ગુરુ-શિષ્ય વચ્ચે પિતા-પુત્રથી પણ અધિક સંબંધ હોય છે. ગુરુ શિષ્યને શિક્ષા કરે તો તે માત્ર હિતબુદ્ધિથી જ કરે છે અને શિષ્યને પણ તે બરાબર લાગે છે. શિક્ષામાં સમતુલા જાળવવી એ ગુરુનું કર્તવ્ય છે. પોતાને થયેલી શિક્ષા માટે શિષ્યના મનમાં રોષ નથી થતો અને ન થવો જોઇએ. શિષ્ય ગુરુને છોડીને ભાગી જાય તો કોઈ એને અટકાવતું નથી, કારણ કે આ કોઈ ભૌતિક સ્વાર્થથી સ્થપાયેલો સંબંધ નથી. ત્યાગ-વૈરાગ્યની ભૂમિકા ઉપર ઉચ્ચત્તર ધાર્મિક-આધ્યાત્મિક ધ્યેયની પ્રાપ્તિ અર્થે આ સંબંધ સ્થપાયો હોય છે. ઉભય પક્ષે બીજાની પાત્રતાનો અગાઉથી વિચાર થઈ ચૂક્યો હોય છે. શિષ્યનો સમર્પણભાવ એમાં મહત્ત્વનું કાર્ય કરે છે. એથી જ ગુરુ-શિષ્યના સંબંધમાં જાતિ, કુલ, ઉંમર, રૂપ, વ્યવહારુ શિક્ષણ ઇત્યાદિનો ઘણો ભેદ હોવા છતાં અને કેટલાંકમાં ગુરુ કરતાં શિષ્ય ચડિયાતો હોવા છતાં આ સંબંધમાં સંવાદિતા, આનંદ, ઉત્કર્ષની ભાવના ઇત્યાદિ સારી રીતે જળવાયેલાં રહે છે. ગુરુનું શિષ્ય માટે અપાર વાત્સલ્ય ત્યાં સુધી હોય છે કે “મારો શિષ્ય મારા કરતાં સવાયો થાય.” શિષ્યાત્ છે પSIનયમ્ એ સાચા ગુરુની ભાવના હોય છે. અને શિષ્યનો સમર્પણભાવ ત્યાં સુધી હોય છે કે ગુરુ શિષ્યને સાપના દાંત ગણવાની આજ્ઞા કરે તો પળનો પણ વિલંબ કર્યા વગર કે કશો સંશય Page #58 -------------------------------------------------------------------------- ________________ अणुसासिओ ण कुप्पिज्जा । ૪૯ કર્યા વગર શિષ્ય એ કરવા તત્પર બની જાય છે. આવા વાત્સલ્યભૂર્ણ ગુરુ અને શિષ્યનું જેવું અદ્વૈત રચાય છે એવું અદ્વૈત સંસારના અન્ય સંબંધોમાં જોવા મળતું નથી. ભારતીય પરંપરામાં જેવું આ અદ્વૈત જોવા મળે છે તેવું અન્ય ધર્મમાં કે પરંપરામાં જોવા નથી મળતું. ગુરુ ભગવંત શિષ્યને શિક્ષા કરે તો તેમાં એમનો હિતકારી વાત્સલ્યભાવ જ રહેલો હોય છે. એટલે ગુરુ તરફથી શિક્ષા થાય તો તેથી શિષ્ય રોષ કરવાનું કશું જ કારણ રહેતું નથી. માટે ભગવાને કહ્યું છે કે શિષ્ય એવે વખતે રોષ ન કરતાં ક્ષમાનો ભાવ ધારણ કરવો. વળી આ શિખામણને અમલમાં મૂકવી હોય તો ક્ષુદ્ર માણસોનો સસંર્ગ છોડી દેવો જોઇએ અને મજાક મશ્કરીનો પણ ત્યાગ કરવો જોઈએ, કારણકે ક્ષુદ્ર માણસોની સોબતથી કે ચડવણીથી શિષ્યના મનમાં ગુરુ પ્રત્યે ચીડ, અભાવ, રોષ પેદા થાય છે. પોતાને યોગ્ય શિક્ષા થઈ હોય ત્યારે સાંત્વન આપનારા માણસો હલકી કોટિના ન હોવા જોઇએ, કારણ કે એમનું સાંત્વન વિષ સમાન હોય છે. - ગુરુ જ્યારે શિષ્યને ટોકે છે, અટકાવે છે, ઠપકો આપે છે કે શિક્ષા કરે છે ત્યારે તે પોતાના શિષ્યના દોષો દૂર કરવાને અર્થે જ એટલે કે શિષ્યને પરિપૂર્ણ બનાવવા માટે જ હોય છે. એમના અંતરમાં પોતાના શિષ્યને માટે અપાર લાગણી હોય છે. એટલે જ કબીરે ગુરુને માટે કુંભકારનું અને શિષ્યને માટે કુંભનું રૂપક પ્રયોજીને કહ્યું છે : ગુર કુંભાર શિષ્ય કુંભ હૈ, ઘડ ઘડ કાઢે ખોટ; અંતર હાથ સહાર દે, બાહર વાહૈ ચોટ. ઘડો ઘડતી વખતે કુંભારનો એક હાથ અંદર હોય છે ને એક હાથ બહાર હોય છે. બહારના હાથથી તે ઘડાને થપાટતો હોય છે. થપાટ મારતી વખતે એનો આશય ઘડાને ભાંગી નાંખવાનો નહિ પણ ઘડાનું ખરબચડાપણું દૂર કરવાનો હોય છે. ગુરુ પણ શિષ્યને એ રીતે અંદરથી અને બહારથી ઘડે છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૦ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧ર શાળા, કૉલેજ કે યુનિવર્સિટીમાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ એવો છે કે જેમાં શિક્ષક જ્ઞાનદાતા છે ને વિદ્યાર્થી જ્ઞાન ગ્રહણ કરનાર છે. એટલા માટે જ્ઞાનના ક્ષેત્રે વિનય -બહુમાનની અપેક્ષા ઘણી મોટી રહે છે. એમાં પણ ભારતીય પરંપરામાં આ સંબંધનું ગૌરવ ઘણું બધું છે. વળી, આ ક્ષેત્રમાં અનુશાસનની-શિસ્તની પણ એટલી જ અનિવાર્યતા છે. એટલે શિક્ષક વિદ્યાર્થીને માત્ર ગેરશિસ્ત જ નહિ, અભ્યાસની બેદરકારી માટે શિક્ષા કરે તો તે પણ વ્યાજબી જ ગણાય છે. કેટલાક વિચારકોના મતે તો શાળાના નાના વિદ્યાર્થીઓને શારીરિક માર મારવામાં પણ કશું ખોટું નથી. “સોટી વાગે ચમ ચમ અને વિદ્યા આવે ઘમ ઘમ' જેવી કહેવતમાં કેટલાકને યથાર્થતા અને ઉપયોગિતા સમજાય છે. નાનપણમાં ભારાડી બની ગયેલા અને માબાપને ન ગાંઠતા છોકરાઓ શિક્ષકના મારથી સીધા દોર થઈ ગયા હોય અને પછીના જીવનમાં તેઓ પોતાના શિક્ષકનો ઉપકાર હંમેશાં યાદ રાખતા હોય એવા અનેક કિસ્સાઓ છે. શારીરિક મારની વાત બાજુ પર રાખીએ અને ઇતર પ્રકારની શિક્ષાની વાત કરીએ તો તે પણ વિદ્યાર્થીને સ્વછંદી બની જતાં અટકાવવા માટે જરૂરી છે. વિદ્યાર્થીઓની એ વય એવી છે. વિદ્યાર્થીઓમાં પણ આ વાત સ્વીકૃત હોય છે. એથી જ કોઇ શિક્ષકે વિદ્યાર્થીને સજા કરી હોય એથી વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે વેર બંધાતું નથી. ઊલટાનું “સર, યાદ છે તમે મને વર્ગની બહાર કાઢેલો?' અથવા સાહેબ, ભૂલી ગયા, તમે મને દંડ કરેલો ?' જેવાં અપ્રિય ઘટનાનાં વાક્યો પ્રસન્નતાપૂર્વક વિદ્યાર્થીઓ દ્વારા યાદ કરાતાં હોય તો તે શિક્ષણના વ્યવસાયમાં જ. શિક્ષક શિક્ષા કરીને ભૂલી જાય છે, પણ વિદ્યાર્થીના જીવનમાં એ એક મહત્ત્વની ઘટના બની રહે છે. એટલા માટે જ વિદ્યાર્થીઓ, શિષ્યો પોતાના ગુરુની આજ્ઞાનું સહજપણે પાલન કરે છે. એમાં શંકા કે તર્ક- કુતર્કને સ્થાન નથી. કાલિદાસે રઘુવંશમાં કહ્યું છે કે Page #60 -------------------------------------------------------------------------- ________________ अणुसासिओ ण कुप्पिज्जा । પ૧ મારા ગુરુમવિવાળીયા | ગરજનોની, વડીલોની આજ્ઞા વિશે, તેની યોગ્યયોગ્યતા વિશે વિચાર કે સંશય કરવાનો ન હોય. તેનો તો તરત અમલ કરવાનો હોય. કોઇપણ દેશનું લશ્કરી તંત્ર અનુશાસન વિના એક ક્ષણ પણ ચાલે નહિ. સમગ્ર સેનામાં મુખ્ય સેનાપતિથી સામાન્ય સૈનિકો સુધીની દરેક કક્ષાએ ઉપરીના આદેશને માન્ય રાખવો જ પડે. એની અવગણના કરનારને, આજ્ઞા ઉથાપનારને શિક્ષા તરત જ કરવામાં આવે. જો શિક્ષામાં વિલંબ થાય તો સેનામાં શિથિલતા આવી જાય. સામાન્ય નાગરિકો માટે ન્યાયતંત્રનો આશ્રય લેવાય છે ને ન્યાયતંત્રનો ચુકાદો આવતાં બેચાર મહિનાથી માંડીને પાંચ પંદર વર્ષ પણ લાગે. (વર્તમાન ભારતમાં તો કેટલાક ચુકાદાઓ વીસ-પચીસ વર્ષે આવે છે કે જ્યારે બીજી પેઢી આવી ગઈ હોય અને એથી જ ભારતીય જનજીવનમાં અને વિશેષતઃ રાજકારણમાં ભયંકર ગેરશિસ્ત પ્રવર્તે છે, કારણ કે માણસ શિક્ષાથી નથી ડરતો. એ સમજે છે કે શિક્ષા થતાં પાંચપંદર વર્ષ લાગવાનાં છે.) સેનામાં કોઈપણ ગુના માટે પાંચપદંર વર્ષે સજા થવાની હોય તો આજ્ઞાભંગના અનેક કિસ્સાઓ બને. યુદ્ધભૂમિ પર જવાનો અનેક સૈનિકો ઇનકાર કરે, ને પછીથી જે સજા થાય તે પોતે ભોગવી લેશે એમ માને. પરંતુ આવી રીતે સેનાનું કાર્ય ચાલી શકે નહિ. ત્યાં આજ્ઞાભંગની તરત જ કડક સજા થતી હોવાથી આજ્ઞાભંગ થાય નહિ. આજ્ઞાપાલનના સિદ્ધાન્ત ઉપર જ કોઇપણ દેશના સંરક્ષણની ક્ષમતા રહેલી છે. એટલે જ સૈનિકો પર નાગરિકોના ન્યાયાલયમાં કામ નથી ચલાવાતું. પરંતુ અલાયદી સૈનિક અદાલતમાં કામ ચલાવાય છે. એને કોર્ટ માર્શલ કહેવામાં આવે છે. (સનિકોએ નાગરિકો સાથેના વ્યવહારમાં કોઈ ગુનો કર્યો હોય તોપણ નાગરિક અદાલત તેનો કિસ્સો લશ્કરી અદાલતને સપી શકે છે.) Page #61 -------------------------------------------------------------------------- ________________ ૫૨ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧ ર યુદ્ધમોરચે પ્રત્યેક ક્ષણની ગણતરી હોય છે. આક્રમણ અને સંરક્ષણની વ્યુહાત્મક ગણતરીમાં એક મિનિટ મોડું આક્રમણ થાય તો તે પહેલાં દુશમનનું આક્રમણ થઈ ચૂક્યું હોય અથવા પોતાના જ સૈનિકો પર પોતાનો બોમ્બમારો થવાનું જોખમ રહે છે. એટલે યુદ્ધમોરચે તો પ્રત્યેક પળનું આજ્ઞાપાલન અત્યંત મહત્ત્વનું ગણાય છે. યુદ્ધભૂમિ ઉપર તો ઉપરીના હુકમની યોગ્યાયોગ્યતા વિશે વિચાર કરવાનો જ ન હોય. ખોટા કે ઉતાવળિયા હુકમથી મૃત્યુના મુખમાં જવાનું હોય, તો પણ તે પ્રમાણે, કરવાનું જ હોય. એટલા માટે જ પેલી ચાર્જ ઓફ ધ લાઈટ બ્રિગેડ' કવિતાની પંક્તિઓ જાણીતી છે કે There is not to reason why. There is but to do and die. સૈન્યમાં તો ઉપરથી નીચે સુધીની એક શૃંખલા હોય છે. એમાં વચ્ચેના તબકકાના સેનાના માણસોની બેવડી ફરજ હોય છે. પોતાના ઉપરી અધિકારીઓના હુકમ “યસ સર’ કહીને ઉઠાવવાના અને પોતાના હાથ નીચેના સૈનિકોને હુકમો કરવાના. સૈનિક નીચેની પાયરીએથી જેમ જેમ ઉપર ચડતો જાય તેમ હુકમ ઉઠાવવાના ઓછા અને કરવાના વધુ. પરંતુ આજ્ઞાંકિતપણાની જેમ એક કલા છે તેમ ઉપરીપણાની પણ કલા છે. કેટલાકને હુકમ પ્રમાણે કામ કરતાં આવડે, પણ હુકમ કરીને કામ કરાવતાં ન આવડે. એમ કહેવાય છે કે only those who obey we can command well. માણસનું વ્યક્તિત્વ એવું હોવું જોઇએ કે એની આજ્ઞાનો બોલ ઉઠાવવા અનેક લોકો તત્પર હોય. અનુશાસનમાં એકવર્ગ શિસ્તપાલન કરાવનાર છે અને બીજો વર્ગ તે પાલન કરનાર છે. એમની પાસે સત્તા છે અને બીજાની પાસે શરણાગતિ છે. એટલે શિસ્તપાલન કરાવનારને મનોવલણ એક પ્રકારનું હોય છે અને પાલન કરનારનું બીજા પ્રકારનું. એકનું આપખુદ અને Page #62 -------------------------------------------------------------------------- ________________ अणुसासिओ ण कुप्पिज्जा । ૫૩ બીજાનું ગુલામીનું માનસ બની જવાનો સંભવ રહે છે. આ સંબંધમાં જ્યારે વિસંવાદ થાય છે ત્યારે સંઘર્ષ અને માઠાં પરિણામ નીપજે છે. એમાં પણ અન્ય પક્ષે તન, મન, ધનનું બળ વધુ હોય તો વસ્તુસ્થિતિ વકરે છે. પુત્રે પિતાનું ખૂન કર્યું હોય, વિદ્યાર્થીએ શિક્ષકને તમાચો માર્યો હોય કે ચેલો ગુરુની છાતી પર ચડી બેઠો હોય એવા બનાવો ક્યાં નથી બનતા? એટલે શિસ્તપાલનની વાત કરવી એ એક વાત છે અને જાતે એનો અમલ કરવો એ બીજી વાત છે. એક લેખકે કહ્યું છે કે ‘It is one thing to praise discipline and another to submit to it.' કેટલાક માણસો શિસ્તપાલનની આવશ્યકતા પર ભાર મૂકે છે, એની પ્રશંસા કરે છે, પરંતુ પોતાને માથે જ્યારે નિયમપાલનની વાત આવી પડે છે ત્યારે તેની વિરુદ્ધની તેઓની પ્રતિક્રિયા ચાલુ થઇ જાય છે. જેઓને શિસ્તનું પાલન કરવું પડે છે તેઓ બધા હંમેશાં હોંશથી પાલન કરે એવું નથી. વળી શિક્ષા-punishmentનો વિષય ક્યારેય પ્રિય ન થઇ શકે. માણસ પોતાના દોષોનો એકરાર કરીને એમ કહી શકે કે સારું થયું કે ‘મને શિક્ષા થઇ, નહિ તો હું સુધરત નહિ. મારી આંખ ઊઘડી.’ કોઈ એમ ન કહી શકે કે ‘મને શિક્ષા બહુ ગમે છે અને વારંવાર ગમે એટલા માટે વારંવાર ભૂલ કરવાનું મન થાય છે.’ ગુરુ કે ઉપ૨ીને પણ શિક્ષા કર્યાનો તો જ સંતોષ હોય છે કે જેથી હાથ નીચેનો માણસ સુધરી શકે, ખુદ વારંવાર શિક્ષા કર્યાનો એમને શોખ કે આનંદ ન હોવો જોઇએ. હોય તો તે માનસિક વિકૃતિ છે એમ ગણાય. શિક્ષા કર્યા છતાં જો વ્યક્તિ સુધરે નહિ તો ગુરુ એને છોડી દે છે, કારણ કે એકની ગેરશિસ્ત સમસ્ત સમુદાયને બગાડી શકે છે. કેટલાક માણસો ગુરુનું, વડીલનું કે ઉપરીનું આજ્ઞાપાલન કરે, પણ તે કરતાં વાર લગાડે. એ અજાણતાં હોય અને ઇરાદાપૂર્વક પણ હોય; એ ઇચ્છાપૂર્વક હોય અને અનિચ્છાએ મન વગર પણ હોય. એમાં Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૪ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ ઉત્સાહ હોય અથવા માત્ર વેઠ જ હોય. આજ્ઞાપાલન કરાવનાર દરેક વખતે બધું બરાબર સમજી શકે જ એમ ન કહી શકાય, કારણ કે માણસનું મન અકળ છે. પરંતુ એટલું નિશ્ચિત છે કે જ્યાં શિસ્તપાલનમાં ઉમંગ, ઉત્સાહ અને તત્પરતા નથી હોતાં ત્યાં લાંબે ગાળે વ્યક્તિને પોતાને જ નુકસાન પહોંચે છે. ક્યારેક તો એ નુકસાન કેવી રીતે પોતાને પહોંચ્યું છે એની પોતાને પણ ખબર નથી હોતી. માત્ર જાણકારો જ એ વિશે જાણતા હોય છે. વડીલો કે ગુરજનને પક્ષે એટલું અવશ્ય કહેવું જોઇએ કે દરેકે દરેક વખતે તેઓ યોગ્ય પ્રમાણમાં જ માપસર શિક્ષા કરે છે એવું નથી હોતું. ક્યારેક ચીડ, આવેગ કે ગુસ્સામાં તેઓ પોતાનાં સંતાનોને કે શિષ્યોને વધુ પડતી શિક્ષા કરી બેસે છે. કેટલાક પાછળથી એ માટે પસ્તાય પણ છે. આપણે ત્યાં કહેવત છે કે ચીભડાના ચોરને ફાંસીની સજા ન કરાય. એટલે ઘરમાં, વિદ્યાધામમાં, કે ધર્મસ્થાનકો ઇત્યાદિમાં પોતાના આશ્રિતોને શિક્ષા કરતી વખતે પુખ્ત વિચારણાને પૂરતું સ્થાન હોવું જોઇએ. શિસ્તપાલન, અનુશાસન, દંડશિક્ષામાં પણ વિવેકનું લક્ષણ મહત્ત્વનું ગણાયું છે. જે એ ચૂકે છે એને ભોગવવાનો વારો આવે છે. દુનિયામાં જેટલા ગુરુ હોય તે બધા જ ક્યારેય અન્યાય ન કરે, વેર ન વાળ, પૂર્વગ્રહ કે ડંખ ન રાખે એવા હોય એમ બની શકે નહિ. અંતે તેઓ પણ મનુષ્ય છે અને મનુષ્ય સહજ ત્રુટિ કેટલાકમાં હોઇ શકે છે. કેટલાક વિરલાઓ જ એનાથી ઉપર ઊઠી શકે છે. એટલે કેટલાક ગુરુએ જ્યારે શિસ્તપાલનાર્થે શિક્ષા કરી હોય ત્યારે તેમાં પોતાના અંગત સ્વાર્થ, અહંકાર, પૂર્વગ્રહ ઇત્યાદિ કામ કરી જાય એવું પણ સંભવે. એ વખતે એ વિશે તેઓ સભાન હોય કે ન પણ હોય. અલબત્ત, સારા, સાચા ગુર તો શિષ્યને જ્યારે શિક્ષા કરે ત્યારે તે એના હિત માટે જ હોય. Page #64 -------------------------------------------------------------------------- ________________ अणुसासिओ ण कुप्पिज्जा । વાત્સલ્યભાવરહિત ગુરુ શિષ્યને શિક્ષા કરવાનો નૈતિક અધિકાર ગુમાવી દે છે. શિષ્ય પોતે તો ગુસ્સો ન કરવો જોઇએ પણ પોતાના વર્તનથી ગુરુને ગુસ્સો ન કરાવવો જોઇએ. હાથ નીચેના માણસોના ગેરવર્તનથી ઉપરીઓને કે વડીલોને ક્રોધ કરવાના પ્રસંગો વારંવાર આવતા હોય છે. કેટલાક ઇરાદાપૂર્વક આજ્ઞાભંગ કરતા હોય છે. કેટલાક કામચોર કે બુઠ્ઠી બુદ્ધિના અથવા અવળી મતિના હોય છે. અડિયલ ટટ્ટુ જેવા અવિનીત શિષ્યોનાં ઉદાહરણો પણ ઘણાં હોય છે. એક વાર એક વૃદ્ધ સંન્યાસી અને યુવાન અવિનીત શિષ્ય એક ગામમાં પહોંચ્યા અને એક ધર્મશાળામાં ઊતર્યા. ગુરુ થાકેલા હતા, શરીર અસ્વસ્થ હતું. બંને સૂઇ ગયા. રાત્રે ગુરુને થયું કે બહાર વરસાદ પડતો લાગે છે. એમણે ચેલાને કહ્યું, ‘ભાઇ, જરા બહાર જઇને જો તો કે વરસાદ પડે છે ?' ચેલાએ સૂતાં સૂતાં જવાબ આપ્યો, ‘મહારાજ, બહાર જવાની જરૂર નથી. હમણાં જ એક બિલાડી બહારથી અંદર આવી છે. તમારી પથારી પાસે બેઠી છે. એના શરીર પર હાથ ફેરવો. વરસાદ પડ્યો હશે તો એનું શરીર ભીનું હશે.' થોડીવાર પછી ગુરુએ કહ્યું, ‘ભાઇ, બહારથી ઠંડો પવન આવતો લાગે છે. બારણું અર્ધું ખુલ્લું રહી ગયું લાગે છે. ઊભો થઇને જરા બંધ ક૨શે?' ચેલાએ કહ્યું, ‘મહારાજ, એ માટે મારે ઊભા થવાની જરૂર નથી, તમે જ જરા પગ લંબાવીને બારણાને લાત મારો, એટલે બંધ થઇ જશે.' થોડી વારે ગુરુએ કહ્યું, ‘ભાઇ, મને તાવ ચડ્યો લાગે છે. જો તો મારું માથું ગરમ થઇ ગયું છે ?' ચેલાએ કહ્યું, ‘મહારાજ, તમારાં બે કામ કરી આપ્યાં. હવે ત્રીજું કામ તમારા હાથે જ કરો, કારણ કે મારો હાથ તમારા માથા સુધી પહોંચી શકશે નહિ. તમારો હાથ તમારી પાસે જ છે.’ ૫૫ Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૬ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ ગુરુ મૌન રહ્યા, પણ આવા ચેલાને ગુરુ આશીર્વાદ આપે કે મનથી શાપ આપે ? ગુરુ વૃદ્ધાવસ્થામાં પહોંચ્યા હોય અને એકનો એક જ ચેલો હોય ત્યારે ગુરુએ કેટલી સમતા રાખવી પડે છે તે તો જેમણે અનુભવ્યું હોય તે જ વિશેષ જાણે. માણસ ઉપરીની આજ્ઞામાં હોય અને એમની આજ્ઞા ઉઠાવવા માટે શિસ્તપાલનમાં રહેવું પડે એ એક સર્વસામાન્ય પરિસ્થિતિ છે. પરંતુ જેઓ પોતાના જીવનમાં વિકાસ કરવા ચાહે છે તેઓએ તો પોતાની જાતને પોતાનામાં જ વશ રાખવી જોઇએ. “આત્માનુશાસન' અથવા નિસશાસન એ આધ્યાત્મિક વિકાસનું મોટું અને મહત્ત્વનું પગથિયું છે. એ માટે જાત પ્રત્યે કઠોર થવાના પ્રસંગો આવે છે. જે માણસ પોતાની જાત પ્રત્યે કઠોર થઈ શકતો નથી તે જીવનમાં બહુ સિદ્ધિ મેળવી શકતો નથી. પ્રમાદ, આળસ, પ્રલોભનો પરનો વિજય મનુષ્યને વિકાસની દિશામાં ત્વરિત ગતિ કરાવે છે. કોઇપણ એક કાર્યપ્રવૃત્તિ માટે માણસ પોતાનું લક્ષ્ય નક્કી કરે છે. એ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે એને પુરુષાર્થ કરવો પડે છે. એ પુરુષાર્થમાં જેટલી કચાશ તેટલી સિદ્ધિ ઓછી મળવાની. માણસને તરવાનું શીખવું છે, સાઇકલ ચલાવતાં કે મોટરકાર ચલાવતાં શીખવું છે, આવી આવી નાની પ્રવૃત્તિથી માંડીને મોટી મોટી પ્રવૃત્તિઓ કરવી હોય, પરંતુ તે માટે મહેનત કરવામાં મન આળસી જાય, નાનાં નજીવાં કારણો મળતાં વાત મુલતવી રાખવાનું મન થયા કરે, બીજી ખાનપાનની કે આનંદ-પ્રમોદની પ્રવૃત્તિઓમાં મન ભટક્યા કરે તો તે નિશ્ચિત સમયમાં પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી ન શકે. એટલા માટે વિકાસશીલ માણસે જાત પ્રત્યે નિષ્ફર બનતાં શીખવું જોઈએ. કોઈક લેખકે કહ્યું છે : No pain, no palm; nọ thorns, no throne; no gall, no glory; no cross, no crown. Page #66 -------------------------------------------------------------------------- ________________ ૧૪મી એપ્રિલ, ૧૯૪૪ ૧૪મી એપ્રિલ, ૧૯૪૪નો દિવસ મુંબઇના ઇતિહાસમાં રક્તાક્ષરે લખાયેલો છે. મુંબઇએ આવો ભયંકર દિવસ ક્યારેય જોયો નથી. એ દિવસ નજરે જોનાર અને અનુભવનાર કેટલીયે વ્યક્તિઓ ૨૦૦૦ની સાલમાં પણ વિદ્યમાન હશે. તેઓ આ વાતની સાક્ષી પૂરશે. એવા કેટલાકે તો આર્થિક નુકસાન ઉપરાંત પોતાના સ્વજનો પણ ગુમાવ્યાં હશે. મુંબઇની વસતિ ત્યારે વીસેક લાખની હતી. તે મુખ્યત્વે તળ મુંબઇમાં, દાદર, માટુંગા સુધી હતી. થોડીક વસતિ છૂટાંછવાયાં પરાંઓમાં હતી. એક બાજુ આઝાદીની લડતના અને બીજી બાજુ બીજા વિશ્વયુદ્ધના એ દિવસો હતા. ૧૯૪૨-૪૩માં તો યુદ્ધના ભયને કારણે લગભગ અડધું મુંબઇ ખાલી થઇ ગયું હતું, પરંતુ જૂન મહિનામાં નિશાળો ઊઘડતાં કેટલાંયે કુટુંબો વતનમાંથી પાછા આવ્યાં હતાં, ૧૯૪૨-૪૩ના બ્રિટિશ શાસનકાળ દરમિયાન એશિયામાં જાપાન બ્રિટન અને અમેરિકાની સામે યુદ્ધે ચડતાં પરિસ્થિતિએ ભારે વળાંક લીધો હતો. જાપાને થાઇલેન્ડ, મલેશિયા અને સિંગાપુર ઉપર પોતાનો કબજો જમાવી દીધો હતો અને બર્મામાં યુદ્ધ ચાલી રહ્યું હતું. કલકત્તા અને મુંબઇ ઉપર ભય તોળાઇ રહ્યો હતો. યુરોપના યુદ્ધ માટે બ્રિટન દ્વારા ભારતમાંથી લશ્કરી ભરતી પૂરજોશમાં ચાલી રહી હતી. વળી એ યુદ્ધ માટે ઓસ્ટ્રેલિયાથી બોલાવાયેલા સૈનિકો થોડા થોડા દિવસે વચમાં મુંબઇ બંદરે ઊતરતા અને શહેરમાં ઘૂમતા, મુંબઇમાં ‘બ્લેક આઉટ’ આવી ગયો હતો. બારીઓના કાચને કાળા કાગળ ચોંટાડાઇ ગયા હતા. ઘરની બત્તીનું અજવાળું અમુક માપના વર્તુળથી વધે તો દંડ થતો. એર રેઇડ સાયરનની પ્રેકટિસ કરાવાતી અને રસ્તાઓમાં થોડે થોડે અંતરે રેતીની ગુણોની થપ્પીઓ Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૮ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ લગાવાઈ ગઈ હતી કે જેથી હવાઈ હુમલો થાય ત્યારે તેની પાછળ બેસી જવાથી બોમ્બની કરચો વાગે નહિ. - ૧૯૪૪ના માર્ચમાં મેટ્રિકની પરીક્ષા આપીને ઉનાળાની રજાઓ હોવાથી હું ત્રણ મહિના માટે નોકરીમાં જોડાઈ ગયો હતો. ત્યારે મારી ઉમર સત્તર વર્ષની હતી. ઝવેરી બજાર પાસે ચંપાગલીમાં બુટાલા નામના એક ઈન્કમટેક્ષ પ્રેકટિનરની ઓફિસમાં મારા વડીલ બંધુ શ્રી જયંતીભાઇની ભલામણથી આ નોકરી મળેલી. સવારના દસથી સાંજના સાત સુધીની એ નોકરીમાં, કલાર્કનું અને પટાવાળાનું એમ બંને કામ મારે કરવાનાં રહેતાં. ઝાડું કાઢવું, પાણી ભરવું, કાગળો ટાઈપ કરવા, ફાઇલો ગોઠવવી, ચિઠ્ઠી-સંદેશા પહોંચાડવા વગેરે પરચુરણ કામ આવડી ગયું હતું. બુટાલા સાહેબ ઘરેથી ઇન્કમટેક્સ ઓફિસે જઈ બપોરે ચંપાગલીની ઓફિસે આવતા. ૧૪મી એપ્રિલે બપોરે ઓફિસમાં બુટાલા સાહેબ પોતાનું કામ કરતા હતા. હું લાકડાની ફોલ્ડિંગ ખુરશી પર બેસી કાગળ ટાઈપ કરતો હતો. ત્યાં સાંજના ચારેક વાગે અચાનક અમારું મકાન ધ્રૂજી ઊઠ્યું. હું ખુરશી સાથે ગબડી પડ્યો. બુટાલા સાહેબ પડતાં પડતાં બચી ગયા. તેઓ બોલ્યા, “ધરતીકંપ થયો લાગે છે.” થોડીક ક્ષણોમાં ભયંકર મોટો અવાજ સંભળાયો. “આ ધરતીકંપનો જ અવાજ છે', બુટાલા સાહેબે કહ્યું, આપણે નીચે ઊતરી જઇએ..ઘરે જ જતા રહીએ.' નીચે ગલીમાં ભાગાભાગ થઇ રહી હતી. દુકાનો ટપોટપ બંધ થતી હતી. અમે પણ ઓફિસ બંધ કરી ઘરે જવા નીકળ્યા. લોકો ગભરાટમાં હતા. કોઈક કહેતા હતા કે જાપાનનો બોમ્બમારો ચાલુ થઈ ગયો છે. કોઈક કહેતા કે જાપાનની સ્ટીમરે ગોદીમાં તોપમારો ચાલુ કરી દીધો છે. હું હજુ ઝવેરી બજાર વટાવી ભૂલેશ્વરના નાકે પહોંચે ત્યાં તો કાન ફાડી નાખે એવો બીજો ભયંકર ધડાકો થયો. માણસો મકાનોમાં ઘૂસી Page #68 -------------------------------------------------------------------------- ________________ ૧૪મી એપ્રિલ ગયા. હું પણ એક મકાનના ઓટલા પર ચડી ગયો. આકાશમાં ધૂમાડાના ગોટેગોટા અને મોટા મોટા તણખાઓ ફેલાતા જતા હતા. લોખંડના (અને પછીથી ખબર પડી કે સોનાના પણ) મોટા મોટા ટુકડાઓ આકાશમાં ઊછળીને પડતા નજરે દેખાતા હતા. હું ઊભો હતો ત્યાં બાજુના જ મકાનમાં છાપરા ઉપર ચારેક ફૂટ જેટલો લાંબો લાલચોળ ટુકડો પડ્યો અને છાપરું ફાડીને તે નીચે રસ્તા પર પટકાયો. આવા તો અનેક ટુકડા ચારે બાજુ પડ્યા. કેટલાક ટુકડા છાપરા તોડીને ઘરમાં પડ્યા. કેટલાંયે મકાનોનાં બારી બારણાં અને કાચ તૂટ્યા. ઘવાયેલા માણસો ગભરાટમાં આમતેમ દોડી રહ્યા હતા. યુદ્ધસમયની વાસ્તવિક પરિસ્થિતિ કેવી હોય એનો તાદશ ચિતાર નજર સામે દેખાયો. યુદ્ધનો ડર કોને કહેવાય તેનો સાક્ષાત્ સ્વાનુભવ થયો. સંરક્ષણ માટે મકાનોમાં ઘૂસેલા માણસો બહાર નીકળવાની હજુ હિંમત કરતા નહોતા. પંદર-વીસ મિનિટ પછી આકાશી આક્રમણ શાન્ત થતાં લોકો ઘર ભણી દોડવા લાગ્યા. હું પણ દોડતો ખેતવાડીમાં સિંધી ગલીના નાકે આવેલા મારા ઘરે પહોંચી ગયો. ૫૯ ઘરે મારાં બા, બહેનો વગેરે હતાં. પિતાજી અને ભાઇઓ નોકરીએથી હજુ આવ્યા નહોતા. બાએ કહ્યું ‘બીજા ધડાકામાં તો મકાનમાં કેટલીયે રૂમોનાં બારણા જોરથી ભટકાયાં. કેટલાકની બારીઓ તૂટી ગઇ.’ ચાલીમાં જે ઓરડીનાં બારણાં બંધ હતાં તેના આંગળીયા તૂટી ગયા કે વાંકા વળી ગયા હતા. પાડોશીઓમાં એક જ વાત ચર્ચાતી હતી. દરેક પોતાના અનુભવની વાત કરતાં હતાં. થોડી વારમાં મારા પિતાજી આવી પહોંચ્યા. તેઓ હાંફળાફાંફળા હતા. તેમણે કહ્યું ‘ચાલો છોકરાઓ નીચે. આપણા પડોશી નવીનચંદ્રભાઈ ઘાયલ થઇ ગયા છે. એમને ઘોડાગાડીમાંથી ઊંચકીને ઉપર લઇ આવીએ.' અમે દોડ્યા. નવીનચંદ્રને ઊંચકીને એમની રૂમમાં Page #69 -------------------------------------------------------------------------- ________________ ૬૦. સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ લઇ આવ્યા. એમને જોઇને એમની પત્નીએ તો તરત મોટી પોક મૂકી. નવીનચંદ્ર અર્ધા ભાનમાં હતા. પગે ઘાયલ થયા હતા, છતાં જીવનું જોખમ લાગતું નહોતું. અમે એમનાં લોહીવાળાં કપડાં તરત બદલાવ્યાં. શરીર સ્વચ્છ કર્યું અને ઘા પર તરત પાટાપિંડી કરી લીધાં અને અમારા ઘરે આવ્યા. નવીનચંદ્રને ઊંચકવાને લીધે લોહીના ડાઘાવાળાં થયેલાં કપડાં બદલતાં બદલતાં પિતાજીએ કહ્યું, “જાપાનનો બોમ્બમારો ચાલુ થઇ ગયો છે. બીજા બોમ્બમારા પછી તો દુકાન બંધ કરી અમે બધા ઘરે પહોંચવા નીકળી પડ્યા. ઉતાવળી ચાલે હું ચાલતો હતો. નાગદેવીના નાકેથી પાયધૂની તરફ વળ્યો ત્યાં મને મોટી ચીસ સંભળાઈ “એ ચીમનભાઈ, એ ચીમનભાઇ, મને બચાવો.” મેં જોયું તો એક બંધ દુકાનના ઓટલા પર નવીનચંદ્ર પડ્યા હતા. એમનાં કપડાં લોહીવાળાં થઈ ગયાં હતાં. એમણે કહ્યું, “ચીમનભાઈ, મને બહુ લાગ્યું છે, અને ચક્કર આવે છે. મારાથી ચલાતું નથી, હું મરી જઇશ. મને ઝટ ઘરે પહોંચાડો.' પિતાજીએ અમને કહ્યું “મેં તરત એક ઘોડાગાડીવાળાને ઊભો રાખ્યો. બહુ મનાવ્યો ત્યારે એ આવવા સંમત થયો. બે-ત્રણ જણની મદદ લઈને ઊંચકીને નવીનચંદ્રને ઘોડાગાડીમાં બેસાડ્યા અને અહીં અમે આવી પહોંચ્યા. હું ન હોત તો કદાચ નવીનચંદ્ર બચત નહિ. બહુ લોહી નીકળી ગયું હતું.' જાપાની વિમાનો મુંબઈ પર ત્રાટક્યાં છે એટલે મુંબઈ છોડીને ભાગવું જોઈએ એવી હવા અમારા વિસ્તારમાં પ્રસરી રહી. એ દિવસોમાં મુંબઈમાં ટ્રામ, ઘોડાગાડી અને માલસામાન માટે બળદગાડી વગેરે વાહનો હતાં. સાંજ પડતાં પહેલાં અમારા વિસ્તારમાં કેટલાક ગામઠી મરાઠી કુટુંબો બિસ્તરા-પોટલા સાથે બળદગાડીમાં રવાના થવા લાગ્યાં હતાં. રેલવે સ્ટેશન તરફનો ધસારો વધી ગયો હતો. આ દશ્યો જોઈ અમારી ચાલીમાં પણ કેટલાકને લાગ્યું કે બૈરા છોકરાંઓને ઝટ દેશભેગાં Page #70 -------------------------------------------------------------------------- ________________ ૧૪મી એપ્રિલ ૬૧ કરી દેવા જોઇએ. આમેય ૧૯૪૨-૪૩માં યુદ્ધના ભયને કારણે ઘણાં કુટુંબો મુંબઈ છોડી ગયાં હતાં. એટલે કેટલાક મકાનો સૂમસામ થઈ ગયાં હતાં. અમારા કુટુંબમાં પણ વિચારણા થઈ કે બીજે દિવસે કોણે કોણે વતનમાં ચાલ્યા જવું. તે સાંજે લોકો સમાચાર લાવ્યા (છાપાં-રેડિયો-ટેલિફોનનો પ્રચાર તે દિવસોમાં અલ્પ હતો.) કે જાપાનીઓ નથી ચડી આવ્યા, પણ ગોદીમાં સ્ટીમરમાં દારૂગોળામાં લાગેલી આગના ધડાકા થયા છે. આગ અકથ્ય મોટી છે અને હજુ બુઝાઈ નથી એ વાતની ખાતરી અડધા રાતા આકાશથી થઈ ગઈ. પોતપોતાના મકાનની અગાશીઓમાં ચડીને લોકો વધતી જતી આગ મોડી રાત સુધી નિહાળતા રહ્યા હતા. બીજે દિવસે છાપાંઓમાં સત્તાવાર વિગતો આવી. જાપાનની આગેકૂચને ખાળવા માટે બ્રિટને દારૂગોળો ને નાનાં યુદ્ધવિમાનો સહિત નૌકાનો કાફલો ઈગ્લેન્ડથી રવાના કર્યો હતો. ઈગ્લેન્ડમાં બર્કિનોડ બંદરેથી ૨૪મી ફેબ્રુઆરી ૧૯૪૪ના રોજ વીસ યુદ્ધ જહાજો ઊપડ્યાં. એની આગેવાની ફોર્ટ સ્ટીફીન નામના જહાજે લીધી હતી. આ બધાં જહાજો ૧૨મી એપ્રિલે કરાંચી બંદરે આવી પહોંચ્યાં હતાં. ત્યાં એક દિવસ રોકાઈ ૧૪મી એપ્રિલે સવારે એ જહાજ મુંબઈ બંદરે આવી પહોંચ્યાં. તે અહીંથી કોચીન, કલકત્તા, ઢાકા જઇને રંગૂન પહોંચવાનાં હતાં. ૧૪મી એપ્રિલે સાડા બાર વાગે વિરામના એક કલાકમાં જહાજોના કમાનો, ખલાસીઓ, સૈનિકો શહેરમાં ભોજન વગેરે માટે ગયા. તે વખતે ફોર્ટ કેવિયર નામના જહાજના કપ્તાને ફોર્ટ સ્ટીફીનમાંથી સાધારણ ધૂમાડા નીકળતા જોયા હતા. પરંતુ થોડીવારમાં તે બંધ થઈ ગયા હતા. એક કલાકના વિરામ પછી જહાજના કર્મચારીઓ પાછા ફર્યા ત્યારે ફરી પાછી આગ ચાલુ થઈ ગઈ હતી. એટલે તરત જહાજમાં સાવચેતીનો ઘંટ Page #71 -------------------------------------------------------------------------- ________________ ૬ ૨ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ વગાડ્યો હતો અને ફાયર બ્રિગેડને જાણ કરાઇ હતી. જહાજના સભ્યોને જહાજ છોડીને નીકળી જવાનો કેપ્ટને ઓર્ડર આપી દીધો હતો. સ્ટીમરની આ આગનો સંદેશો મળતાં દક્ષિણ મુંબઈના બધા બંબાવાળાઓ ગોદીમાં પહોંચી ગયા. તેઓએ તરત પાણીનો મારો સ્ટીમર ઉપર ચાલુ કરી દીધો. પરંતુ આગ કાબૂમાં આવતી નહોતી. તેનું મુખ્ય કારણ એ હતું કે સ્ટીમરમાં યુદ્ધ માટેનો દારૂગોળો ભર્યો હતો. બંબાવાળાઓ સમુદ્રના કિનારે ગોદીમાં સ્ટીમરની નજીક બંબા હારબંધ ગોઠવી આગને નિયંત્રણમાં લેવાની ભારે જહેમત ઉઠાવી રહ્યા હતા. પરંતુ આગ અંદર વધતી વધતી એના દારૂખાના સુધી પહોંચી ગઈ હતી. પરિસ્થિતિ અત્યંત ભયંકર છે એવો અંદાજ બંબાવાળાઓને આવ્યો નહિ. વળી તેઓ તો કર્તવ્યપરાયણ હતા. તેઓની તો જિંદગી જ જોખમભરેલી ગણાય. બરાબર સવા કલાકની જહેમત પછી બહારની આગ થોડીક નિયંત્રણમાં આવી, પણ ધૂમાડાના ગોટેગોટા નીકળતા રહ્યા હતા. એવામાં બરાબર સાંજના ૪-૦૬ મિનિટે જહાજમાંથી જાણે જ્વાળામુખી ફાટ્યો હોય એવો ભયંકર વિસ્ફોટ થયો. એ એટલો બધો ભયંકર હતો કે ધરતી ધ્રૂજી ઊઠી હતી. એ વખતે લગભગ બધાજ બંબાવાળા ઊછળ્યા એટલું જ નહિ, બંબાઓ પણ તૂટ્યા કે ઊછળ્યા. બંબાસહિત કેટલાક બંબાવાળા દરિયામાં પડ્યા અને ડૂબી ગયા. કેટલાયના શરીરના ટુકડે ટુકડા થઈ ગયા. કેટલાક હવામાં પચાસ સો ફૂટ ઊંચે ઊછળીને જમીન પર પટકાયા કે દરિયામાં પડ્યા. કુલ ૬૬ બંબાવાળાઓના પ્રાણ એક મિનિટમાં હોમાઈ ગયા. હવે જે આગ ભભૂકી તે તો દારૂગોળાની હતી. મોટા મોટા રાક્ષસી ભડકા વધવા લાગ્યા. એમાં સમી સાંજનો દરિયાઇ પવન ભળ્યો. સ્ટીમરના લાકડાના સળગતા પાટિયાંઓ દૂર દૂર ઊડ્યાં અને ત્યાં આગ લગાડી. વળી જહાજના નીચેના ભાગમાં આગ પહોંચી છે, જ્યાં વધુ Page #72 -------------------------------------------------------------------------- ________________ ૧૪મી એપ્રિલ ૬૩ વિનાશક ભયંકર દારૂગોળાનો જથ્થો રાખવામાં આવ્યો હતો. પહેલાં ધડાકા પછી બરાબર ચોત્રીસ મિનિટ પછી એટલે કે ૪-૪૧ મિનિટે બીજો ભયંકર ધડાકો થયો. આ બીજો ધડાકો પહેલા ધડાકા કરતાં ત્રણગણો ભયંકર હતો. એથી બીજી બેત્રણ સ્ટીમરોમાં પણ આગ લાગી. લોખંડના સેંકડો ટુકડાઓ, સોનાની પાટો, સળગતા લાકડાંનાં પાટિયાં આકાશમાં ઊયાં અને ચાર માઈલના વિસ્તારમાં દાણા બંદર અને મસ્જિદ બંદર, નરસી નાથા સ્ટ્રીટ, કાઝી સૈયદ સ્ટ્રીટ, સેમ્યુઅલ સ્ટ્રીટથી શરૂ કરીને ઠેઠ ઝવેરી બજાર, ભીંડી બજાર, નળ બજાર, પ્રિન્સેસ સ્ટ્રીટ, કાલબાદેવી, પાયધૂની સુધીના વિસ્તારમાં પડ્યા અને કેટલાયે માણસો ઘાયલ થયા. કેટલાંયે મકાનોના છાપરાંઓ તૂટ્યા. ગોદીમાં કામ કરતા કેટલાયે માણસો મૃત્યુ પામ્યા. કેટલાયે ઘવાયા. એ વિસ્તારમાંથી ભાગતા માણસોનાં કપડા અને મોઢાં કાળાં કાળાં થઈ ગયાં હતા. કેટલાંકના શરીરમાંથી લોહી નીકળતું હતું. આ બીજો ધડાકો એટલો જોરદાર હતો કે છેક સાન્તાક્રુઝ અને વિલેપાર્લેના લોકોને સંભળાયો હતો. ધડાકાને લીધે ધરતીકંપ જેવી ક્રૂજારી થઈ તે કોલાબાની અને પૂનાની વેધશાળામાં સિસ્મોગ્રાફમાં નોંધાઈ હતી. આ ઘટનાની કમનસીબી એ હતી કે બમ્બાવાળાઓ બમ્બા સહિત દરિયામાં ડૂબી ગયા કે ઘાયલ થઇ મૃત્યુ પામ્યા. હવે બીજા બંબાઓ ક્યાંથી આવે અને કેટલી વારે પહોંચે? એટલે આગ તો ઝડપથી પ્રસરતી ગઈ. જૂના વખતમાં લાકડાના દાદર અને મેડાવાળાં અડોઅડ મકાનોને આગમાં ભરખાતાં વાર ન લાગી. સાંજે તો ગોદી પાસે આવેલો આખો વિસ્તાર ભડકે બળવા લાગ્યો. માણસો પહેરેલ લૂગડે ઘર છોડીને ભાગ્યા. આજુબાજુના મકાનો પોલીસે ખાલી કરાવ્યાં. રાતને વખતે આકાશ લાલઘૂમ થઈ ગયું. મકાનની અગાશીઓમાંથી મોટી મોટી વાળા દેખાવા લાગી. WWW.jainelibrary.org Page #73 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ સરકારી તંત્રનું કામ હવે આગ ઓલવવા કરતાં આગ વધતી અટકાવવાનું થઇ ગયું. જે મકાન ભડકે બળતું હોય તેના પછી ત્રીજું ચોથું મકાન જો પાડી નાંખવામાં આવે તો જ આગ આગળ વધે નહિ, કેટલાક મકાનો સુરંગોથી તોડવામાં આવ્યાં. બંદરનો આખો વિસ્તાર પોલીસે કબજે કરી લીધો. ત્યાં માણસોની અવરજવર બંધ થઇ ગઇ. પરામાંથી અને બહારગામથી બોલાવેલા બંબાવાળાની કામગીરી વધી ગઇ. ૬૪ દાણાબંદરની આ આગ બે-ત્રણ દિવસમાં તો ચારે બાજુ ઘણી બધી પ્રસરી ગઇ. જાનમાલનું પારાવાર નુકસાન થયું. એક અંદાજ પ્રમાણે આસરે પાંત્રીસ કરોડ રૂપિયાનું નુકશાન થયું હતું. એટલું મોટું નુકશાન મુંબઇ શહેરે પોતાના આજ દિવસ સુધીના ઇતિહાસમાં ક્યારેય જોયું નથી. આ ભયંકર આગમાં છ હજાર કરતાં વધારે દુકાનો બળી ગઇ. જે મકાનો બળી ગયાં, અથવા જે તોડી પાડવામાં આવ્યાં એવાં મકાનોમાં રહેતા સેંકડો કુટુંબોએ પોતાનું સર્વસ્વ ગુમાવ્યું. માલ મિલકતનો વીમો ઉત્તરાવવાની પ્રથા ત્યારે ખાસ પ્રચલિત નહોતી. એટલે જેમનું ગયું તેમનું બધું જ ગયું. માલિમલકતના આ નુકસાન ઉપરાંત પાંચસોથી વધુ માણસો માર્યા ગયા અને સેંકડો ઘાયલ થયા. આખો બંદર વિસ્તાર ભડકે બળતા સ્મશાન જેવો થઇ ગયો. જે મકાનો બચી ગયાં, પરંતુ સલામતી માટે તાબડતોબ ખાલી કરાવાયાં એવાં કેટલાંયે મકાનોમાં ઘણી ચોરીઓ થઇ. કેટલાંયે કુટુંબો બચી ગયાં, પણ નિરાધાર થઇ ગયાં, કેટલાંય દેશભેગાં થઇ ગયાં. આ નુકસાનનો ભોગ બનેલાં લોકો આ વિસ્તારમાં વસતા મુખ્યત્વે કચ્છી સમાજના હતા. આ વખતે કેટલાંયે ઉદારદિલ કચ્છીઓએ અને અન્ય શ્રેષ્ઠીઓએ આશ્રયસ્થાનો ચાલુ કરી દીધાં. ખાલી જુદી જુદી જગ્યાઓમાં રાતવાસો અને ભોજન માટે પ્રબંધો થવા લાગ્યા. સરકારે પણ ટ્રાન્ઝિટ કેમ્પ-આશ્રયસ્થાનો શરૂ કરી દીધાં હતાં. Page #74 -------------------------------------------------------------------------- ________________ ૧૪મી એપ્રિલ કેટલાય દિવસો સુધી ચાલુ રહેલી આ આગનું દશ્ય જોવા માટે જાણે કે અમારો રોજનો કાર્યક્રમ થઇ ગયો હતો. પોલિસે અમુક વિસ્તારોની નાકાબંધી કરી દીધી હતી. ત્યાં આગળ લોકોનાં ટોળાં આખો દિવસ ઊભાં રહેતા. અમે ઊભાં હોઇએ તે દરમિયાન કોઇક મકાન આગમાં કકડભૂસ થઇને પડતું હોય તેના અવાજો સંભળાતા. તો કોઇક મકાનને સુરંગોથી તોડી પડાતું હોય તેના અવાજો પણ સંભળાતા. ટોળામાં કેટલાંયે સ્ત્રીપુરુષો એવાં જોવા મળતાં કે જે પોતાના ઘર માટે પોક મૂકીને રડતાં હોય. કેટલાંક પોતાના મકાનમાં જઇને કિંમતી ઘરેણાં વગેરે લેવા જવા માટે પોલિસને કરગરતાં હોય. આવાં કેટલાંયે હૃદયદ્રાવક દશ્યો ત્યારે નજરે નિહાળવા મળ્યાં હતાં. ૬૫ આ જહાજમાં દારૂગોળાની સાથે સોનાની સેંકડો પાટો પણ હતી. કોઇ અકળ ગુપ્ત કારણસર બ્રિટને આ પાટો મોકલાવી હતી. જહાજમાં બીજો ધડાકો થયો ત્યારે ચારે બાજુ સોનાની પાટો ઊછળીને પાંચેક કિલોમીટર જેટલા વિસ્તારમાં પડી હતી. કેટલાકને એ પાટો વાગવાથી ઇજા થઇ હતી. ગરમ ગરમ કાળી થઇ ગયેલી પાટો સોનાની છે એવો ખ્યાલ પણ જોનારને આવ્યો ન હતો. કેટલાંક મકાનોના છાપરાં તોડીને પાટો ઘરમાં પડી હતી. સોનાની આ પાટોની પોલીસ દ્વારા કબજો મેળવવાની કામગીરી બીજા દિવસથી ચાલુ થઇ ગઇ હતી. કેટલીયે પાટો ઊછળીને દરિયામાં પડી હતી. વરસો સુધી તે દરિયામાંથી નીકળતી ગઈ હતી. અને હજુ પણ દરિયામાં કેટલીયે હશે ! બઘી પાટોનો પૂરો હિસાબ ક્યારેય મળ્યો નથી. દાણા બંદ૨ની આ ભયંકર આગ અંકુશમાં આવતાં અઠવાડિયું લાગી ગયું, પણ પછી સારા મકાનોમાં લોકોને પાછા ફરવા દેવામાં, બળી ગયેલા મકાનોનો કાટમાળ ખસેડવામાં અને નવી ઈમારતો ક૨વામાં મહિનાઓ લાગી ગયા હતા. મુંબઈમાં એક દુ:ખદ યાદગાર ઘટના બની ગઈ. Page #75 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન ભાગ ૧૨ અમારા મકાનના નવીનચંદ્રભાઇ થોડા દિવસમાં સારા થઇ ગયા. તેઓ જાતના ભોઈ અને ભરૂચના વતની હતા. પંદર પડોશીઓમાં તેઓ સૌથી વધુ અભિમાની અને તકરારી હતા. બધાં કરતાં પૈસે ટકે વધુ સુખી હતા એટલે કોઇની સાથે ભળતા નહિ, પરંતુ ધડાકાના આ બનાવ પછી એમના જીવનમાં પરિવર્તન આવી ગયું હતું. તેઓ મકાનમાં બધા પડોશીઓ સાથે ભળવા લાગ્યા હતા. બધાંને તેઓ કહેતા, ‘ચીમનભાઈએ મને મદદ ન કરી હોત તો હું જીવતો ન હોત.' ૬૬ માણસના જીવનમાં ક્યારે પરિવર્તન આવે છે અને ક્યારે કોની ગરજ પડે છે એ કહી શકાય નહિ. ભયંકર ધડાકા અને ઘણી મોટી આગનો આ પ્રસંગ જાતે જોનારને પણ હવે બહુ યાદ આવતો નથી. નવી પેઢીને તો એની કશી જ ખબર કે કલ્પના નથી. પરંતુ મુંબઈના બંબાવાળા હજુ એ ભૂલ્યા નથી. આગ ઓલવવામાં જેઓ તાલીમબદ્ધ અને નિપુણ હોય એવા બંબાવાળાઓ પોતે આગ ઓલવવાના પોતાના કર્તવ્યનું પાલન કરતાં કરતાં હોનારતમાં હોમાઇ ગયા. એક સાથે ૬૬ જેટલાં બંબાવાળાઓએ ક્ષણવારમાં પ્રાણ ગુમાવ્યા હોય અને કેટલાયનાં શબ મળ્યાં ન હોય એવી ઘટના બંબાવાળાઓના ઇતિહાસમાં અદ્વિતીય છે. એથી જ મુંબઇના બંબાવાળાઓ આજ દિવસ સુધી પ્રતિવર્ષ ૧૪મી એપ્રિલે પોતાના આ કર્તવ્યનિષ્ઠ પુરોગામીઓને માટે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજીને તેમને માટે નતમસ્તકે પ્રાર્થના કરે છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ પોકેમોન’ પોકેમોન' (POKEMON) એટલે શું? દુનિયાની પોણા ભાગ કરતાં વધુ વસતિએ આ શબ્દ જ સાંભળ્યો નહિ હોય તો એને એ વિશે ક્યાંથી ખબર હોય? પરંતુ અમેરિકા, કેનેડા, જાપાન વગેરે દેશોમાં લાખો બાળકોને ખબર છે કે “પોકેમોન' શું છે. ખાસ કરીને અમેરિકાના બાળકોમાં તો હમણાં જાણે “પોકેમોન'નું મોટું મોજું ફરી વળ્યું છે. પોકેમોન જાપાની શબ્દ છે. એનો ઉચ્ચાર થાય છે PO.KEHI-MOHN, પોકેમોન એ કાલ્પનિક અસુરો અથવા દૈત્યો (Incredible Monsters) છે. POCKET MONSTERનું ટૂંકું રૂપ તે “પોકેમોન' એમ પણ મનાય છે. આ દરેક અસુર પાસે પોતાની આગવી શક્તિ છે. કયા અસુર કરતાં કયો અસુર ચડે અને જીતી જાય એના નિયમો છે. કયા અસુરને તાલીમ આપી વધુ શક્તિશાળી બનાવી શકાય અને તે બીજા અસુરને પરાજિત કરવાની શક્તિ ક્યારે મેળવી શકે એના પણ નિયમો છે. અસુરોના મુખ્ય સાત વિભાગ છે. તેઓની શક્તિ-પ્રવૃત્તિ અનુસાર તેઓનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. આ સાત વર્ગ છે : ઘાસ, અગ્નિ, જળ, વિધુત, રંગવિહીનતા (colourlessઅદશ્ય રહેવાની શક્તિ), મારામારી અને માનસિક આઘાત. આ દરેક વર્ગના અસુરોમાં એના પેટા પ્રકારો છે અને તે દરેકને સ્વતંત્ર નામ આપવામાં આવ્યાં છે. આ રીતે કુલ દોઢસો દૈત્યો છે. કલ્પનાથી આ બધા દૈત્યો ઉપજાવી કાઢવામાં આવ્યા છે. અને તે દરેકની કાર્ટૂન જેવી લાક્ષણિક વૈયક્તિક આકૃતિ છે. એ આકૃતિના આધારે તે દૈત્યને ઓળખી શકાય છે. પત્તાંની જોડની જેમ આ દરેક દૈત્યનું એક કાર્ડ એવાં દોઢસો રંગીન કાર્ડ તૈયાર કરવામાં આવ્યાં છે અને તેની જુદી જુદી રમત રમી શકાય છે. આ રીતે “પોકેમોન' એ પાનાંની રમત પણ છે. સામાન્ય રીતે પત્તાંની Page #77 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ રમત-લાલ, ચોકટ, કાળી અને ફુલ્લી એ દરેકનાં તેર પાનાં એમ મળીને બાવન પાનાંની રમત આખી દુનિયામાં પ્રચલિત છે. પોકેમોન એ ૧૫૦ પાનાંની રમત છે. એ રમતાં આવડે તો એમાં ઘણી મઝા પડે એમ છે. પરંતુ એ ઘણી અટપટી રમત છે. એના નિયમો માટે પુસ્તિકાઓ પ્રગટ થઇ છે. ઘણાં બાળકો વિડિયો ગેમ'માં એ રમત રમે છે. એથી હોંશિયારી વધે છે. બીજી બાજુ એની ટેવ પણ પડી જાય છે. પત્તાંની રમતની જેમ એનો પણ ચટકો લાગે છે. ૬૮ પોકેમોનનો ઉદ્ભવ તો જાપાનમાં થયેલો મનાય છે. જાપાનમાં નાનાં છોકરાંઓથી માંડીને મોટી ઉંમરના સુધી એક જૂની પારંપારિક રમત બહુ પ્રચલિત છે. કાગળ, કાતર અને પથ્થર એ ત્રણમાં કોણ શક્તિશાળી વધારે ? કાતર કાગળને કાપે. એટલે કાગળ અને કાતરની વચ્ચે કાતર જીતે. પથ્થર કાતરને ભાંગી નાંખે. એટલે કાતર અને પથ્થરની વચ્ચે પથ્થર જીતે. પથ્થર ભારે અને નીચે પડી જાય. કાગળ હલકો અને હવામાં ઊંચે ઊડી શકે એટલે કાગળ અને પથ્થર એ બેમાં કાગળ જીતે. કાગળ માટેની મુદ્રા તે ખુલ્લી હથેળી, કાતર માટેની મુદ્રા તે હાથની પહોળી કરેલી પહેલી બે આંગળીઓ. અને પથ્થરની મુદ્રા એટલે મૂઠી. રમવા બેઠા હોય તે બે જણે એક સાથે પોતાના મનમાં આવે તે મુદ્રા ક૨વાની. કોઇએ બીજાની મુદ્રા જોયા પછી પોતાની મુદ્રા ક૨વાની નહિ, પણ એક સાથે જ મુદ્રા કરીને ઝડપથી જમીન પર હાથ મૂકવાનો. કાગળ અને કાતર આવે તો કાતરવાળો જીતે. કાતર અને પથ્થર આવે તો પથ્થરવાળો જીતે. પથ્થર અને કાગળ આવે તો કાગળવાળો જીતે. એકસરખી બંને મુદ્રા હોય તો ફરીથી મુદ્રા કરવાની. જેમ કાગળ, કાતર અને પથ્થરની રમત જાપાનમાં પ્રચલિત છે, તેમ એવા જ પ્રકારની પણ વધારે મોટી પોકેમોનની રમત પણ રમાય છે. જુદી જુદી શક્તિવાળા દૈત્યો અથવા અસુરોમાં અમુક પ્રકારની Page #78 -------------------------------------------------------------------------- ________________ પોકેમોન ૬૯ શક્તિવાળો દૈત્ય બીજા દૈત્યને પરાજિત કરી શકે. દૈત્યોની આ સંખ્યા એ વિષયના નિષ્ણાતોએ ધંધાદારી દષ્ટિએ વધારતા રહ્યા છે. પરંતુ જાપાન કરતાં અમેરિકામાં એનો પ્રચાર ઘણો વધી ગયો છે. અમેરિકાની નવીનતાપ્રિય પ્રજાને થોડે થોડે વખતે કશુંક નવું જોઇએ છે. એમાં પણ ત્યાંના બાળકોની ખરીદશક્તિને (અંતે તો માતાપિતાની ખરીદશક્તિને) વટાવી લેવા માટે મોટા મોટા સ્ટોર્સ ધરાવતી કંપનીઓ વેચાણકલાના નિષ્ણાતો દ્વારા વખતોવખત નવી નવી વસ્તુઓ બનાવીને બજારમાં મૂકીને મોટો નફો રળી લે છે. તેઓ એકી સાથે ઘણાં બધા નંગ તૈયાર કરીને સમગ્ર અમેરિકામાં પહોંચી જાય છે અને છાપાં, ટી.વી. ચોપાનિયાં વગેરે પ્રચારમાધ્યમો દ્વારા પોતાની નવી વસ્તુ માટે હવા ઊભી કરી દે છે. નાનાં બાળકોના મન પર એમને લાયક વસ્તુઓ માટેની હવા તરત અસર કરી જાય છે. પોકેમોનના મોટાં પોસ્ટરો સ્ટોર્સમાં જોવા મળે. દૈત્યોની પ્લાસ્ટિકની રંગબેરંગી આકૃતિઓ રમકડાં તરીકે વેચાય. સામાન્ય માણસની બુદ્ધિ કામ ન કરે એવી એવી પોકેમોનના પ્રકારની કે નિશાનીવાળી વસ્તુઓથી સ્ટોર્સમાં પોકેમોનનું વાતાવરણ જામી જાય છે. દાયકા પહેલાં અમેરિકામાં ડાયનાસોર્સનું મોજું આવ્યું હતું. જ્યાં જુઓ ત્યાં જાતજાતના ડાયનાસોર્સ. પુસ્તકો, ચિત્રો, પોસ્ટર, રમકડાં, ટીશર્ટ, બનિયન, ટોપી, બધે ડાયનાસોર્સ. એથી બાળકોનું સામાન્ય જ્ઞાન વધતું. ડાયનાસોર્સનું આ મોજું અમેરિકામાંથી પ્રસરતું પ્રસરતું દુનિયાના ઘણા દેશોમાં પહોંચી ગયું. એ શક્યું નહિ, ત્યાં અમેરિકાની કંપનીઓએ ‘પોકેમોન'નું મોજું વહેતું કરી દીધું છે. વચમાં બાળકો માટે Beanies Babies અને Crazy Bones એ બેના વિવિધ પ્રકારના સંગ્રહની પ્રવૃત્તિનું મોજું આવ્યું, જે હજુ પણ ચાલુ છે. Page #79 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ અમેરિકા વેચાણકળા (Marketing)માં જબરું છે. યુનિવર્સિટીઓમાં એના અભ્યાસક્રમ હોય છે. ગ્રાહકનો પ્રકાર, એની ખરીદશક્તિ, એની મનોવૃત્તિ, એની આગળ રજૂ કરવાની યુક્તિપૂર્વકની લોભામણી યોજનાઓની જાહેરખબરો વગેરે ઘણી જુદી જુદી દષ્ટિએ એ વિષયના નિષ્ણાતો નવી નવી યોજનાઓ ઘડે છે. Buy one and get one free એ અમેરિકાની જાણીતી યુક્તિ છે. એમાં સરવાળે તો વેપારી કંપનીઓ જ પોતાનો માલ ઘરઘરમાં ઘુસાડીને ધૂમ કમાણી કરી લે છે. કાયદેસર વિત્તહરણ કરનારી આ કંપનીઓએ બાળકોને પણ છોડ્યાં નથી. અત્યારની તેઓની ટેકનિક એવી છે કે એક જ નવું રમકડું તૈયાર કરવાને બદલે તેના પચાસ-સો જુદા જુદા ઘાટ, ભાગ, ખંડ બનાવો જેથી બાળક એનો સંગ્રહ કરવા લલચાય. સંગ્રહ પૂરો કરનારને જંગી ઇનામો આપવાની જાહેરાત કરો, પણ તે પહેલાં કેટલાક ઘાટના નંગ સાવ ઓછા મૂકો. બંધ પડીકામાં તે થોડા થોડા વેચો કે જેથી બાળક વધુ અને વધુ ખરીદતું રહે. અને છતાં એનો સંગ્રહ સંપૂર્ણ ન થાય. અમુક ઘાટનાં રમકડાં પાછાં ખેંચી લો અને એની જગ્યાએ નવો ઘાટ મૂકો, જૂનો ઘાટ અલભ્ય થતાં એના મોંમાગ્યા નાણાં મેળવો. બીની બેબીના અમુક ઘાટ પાંચ પંદર ડોલરે વેચાય છે અને અમુક ઘાટ તો લીલામમાં એક હજાર ડોલરે પણ વેચાયા છે. લેનારા “મૂર્ણ' સંગ્રહશોખીન શ્રીમંત બાળકો પણ હોય છે. એવાં હઠીલાં બાળકો આગળ માતાપિતાનું કંઈ ચાલતું નથી અથવા તેમાં ધ્યાન આપવા માટે તેમને ફૂરસદ નથી. પોકેમોનનાં આવાં દોઢસો જેટલાં કાર્ય છે. આ દોઢસો કાર્ડ ક્યાં ક્યાં છે તેનો છપાયેલો એક ચાર્ટ આવે છે. એમાં નંબર પ્રમાણે પોકેમોન બતાવ્યા છે. એ દરેકના આકાર અને નામ આપવામાં આવ્યાં છે. આમ તો એ બધા દૈત્યો કાર્ટુન જેવા છે. એમનાં રંગબેરંગી ચિત્રો આપવામાં Page #80 -------------------------------------------------------------------------- ________________ પોકેમોન ૭૧ આવ્યાં છે. બાળકો આ કાર્ડ ખરીદવા લલચાય એટલા માટે સૂત્ર આપ્યું છે Gotta catch them all-આ બધા દૈત્યોને પકડો. આ બધા દોઢસો કાર્ડ એક જ વખતે તમારે ખરીદવાનાં હોય તો? તો ન મળે. દસબાર કાર્ડનું એક સીલબંધ પડીકું આવે તે ખરીદતા રહેવાનું. એમાંથી જે કાર્ડ નીકળે તે નંબર પ્રમાણે ગોઠવતા જાઓ. ચળકતા સરસ રંગીન કાગળવાળા પડીકામાં દસથી બાર કાર્ડ હોય એમાં કેટલાંક કાર્ડ પોતાના સંગ્રહ માટે નવાં હોય અને કેટલાંક જૂનાં હોય. જૂનાં આવી ગયેલાં કાર્ડ સંગ્રહ માટે કામનાં ન હોય. એ વધારાના કાર્ડનો ઉપયોગ શો કરવો? કાં તો બીજા કોઇ મિત્ર સાથે અદલાબદલી કરી શકાય. કાં તો દુકાનદારને પાછાં આપી શકાય, કાં તો ઘરમાં પડ્યાં રહે અને કાં તો કચરામાં નાખી દેવાનાં રહે. અદલાબદલી માટે બહુ મિત્રો મળે નહિ, અને અમુક સંખ્યાએ પહોંચ્યા પછી અદલાબદલીનો અવકાશ પણ ખાસ ન રહે. દુકાનદાર એ પાછું લે. પણ પાંત્રીસ-ચાલીસ સેન્ટમાં લીધેલા એ કાર્ડ માટે પાંચ સેન્ટ મળે. એટલે કાર્ડ દીઠ પચીસ-ત્રીસ સેન્ટનું નુકસાન કરવાનું રહે. વળી એટલા માટે દુકાન સુધી ધક્કો કોણ ખાય? પગે ચાલીને થોડું ત્યાં જઈ શકાય છે? દોઢસો કાર્ડમાંથી સંગ્રહ માટે ચાલીસ પચાસ કાર્ડ થઈ ગયા પછી દરેક પડીકામાંથી એકાદ કાર્ડ કામનું નીકળે તો નીકળે. જેવું નસીબ. ૭૫ કાર્ડ સુધી એટલે કે સંગ્રહની પ્રવૃત્તિમાં અડધે પહોંચતાં સુધીમાં તો કેટલાયે ડોલરનો ખર્ચ થઈ જાય. એનો કોણ હિસાબ રાખે? ત્યાં સુધીમાં સેંકડો કાર્ડ નકામાં નીકળે તે પડ્યાં રહે. પછી કચરામાં નાખી દેવાનાં, પરંતુ કંપનીને તો મોટા નફા સાથે એની કિંમત મળી જાય. આટલું હોય તે પણ કંપની માટે પૂરતું નથી. ધંધાદારી કંપનીઓ એથી ધરાતી નથી. કંપનીઓ ૧૫૦ કાર્ડમાંથી કેટલાંક કાર્ડ આ પડીકાંઓમાં છૂટથી મૂકતી નથી. એટલે કેટલાંયે બાળકોનો ૧૫૦નો Page #81 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ સંગ્રહ પૂરો થતો નથી. માનો કે કોઈ બાળકને ૧૫૦ કાર્ડ પૂરાં કરવામાં પાંચ સાત કાર્ડ ખૂટે છે. તો છૂટું એક એક કાર્ડ તે વેચાતું લઈ શકે છે. તો એવા એક કાર્ડના દુકાનદારો પંદર પચીસ ડોલરનો ભાવ પડાવી લે છે. આ ઘણો બધો ભાવ કહેવાય. જે એક કાર્ડ પાછું આપતાં કંપની પાંચ સેન્ટ આપે છે એ કાર્ડ છૂટું વેચાતું જોઈતું હોય તો કંપની પચીસ પચાસ ડોલર લઈ લે છે. જેવી એની અલભ્યતા. આમ છતાં અમેરિકામાં એવાં બાળકો છે કે જે પચાસ ડોલર ખર્ચીને પણ કાર્ડ ખરીદી લે છે. આમ, પણ અમેરિકા અત્યંત સમૃદ્ધ દેશ છે અને અમેરિકાના બાળકોમાં કરકસરનો ગુણ જરા પણ જોવા મળતો નથી. તથા નાણાંની ગણતરીની એકંદરે તેમને સૂઝ ઓછી હોય છે. હિસાબ કરતાં આવડતું નથી એટલે કંપનીવાળા બાળકોના ભોળપણનો લાભ ઉઠાવી અઢળક નાણાં કમાઈ લે છે. ધારો કે કોઈ બાળકે ૧૫૦ કાર્ડ એકત્ર કરી લીધાં, તો ત્યાં સુધીમાં કંપનીવાળાઓ બેચાર કાર્ડને Retire કરે છે. એટલે કે પાછા ખેંચી લે છે. અને એની જગ્યાએ નવાં કાર્ડ મૂકી દે છે. એટલે સંગ્રહ પૂરો કરવાનું ચક્ર તો અધૂરું જ રહ્યા કરે છે. રમકડાં-કંપનીઓની આ લુચ્ચાઈ છે. દોઢસો કાર્ડ એકઠાં કરવાનો આ સંઘ કાશીએ જ્યારે પહોંચશે એ વિચારવાની શક્તિ અને ફૂરસદ કોને છે ? નોકરી કરતાં થાકેલાં મા-બાપને પણ ફૂરસદ ક્યાં છે? એટલે બાળકો પડીકાં લીધે જ રાખે છે અને ચાર્ટ પ્રમાણે નંબરવાર કાર્ડ મેળવતાં રહે છે. બાળકો થાકે ત્યારે વાત અધૂરી રહે છે. જ્યારે બાળકો આવી પ્રવૃત્તિથી થાકી જશે અને સહેજ મોટાં થશે ત્યારે રમકડાં બનાવનારી કંપનીઓ બીજી કોઈ નવી વસ્તુ દાખલ કરી બાળકોમાં એનું મોજું ઊભું કરશે અને નવાં બાળકોને પાછું એનું ઘેલું લગાડશે. Page #82 -------------------------------------------------------------------------- ________________ પોકેમોન પોકેમોનના મોજાંએ કેટલીક અનિષ્ટ અસર ઉપજાવી છે. પોતાનું ખૂટતું કાર્ડ ન મળતાં કેટલાંયે બાળકો મિત્રના ઘરેથી કે સ્ટોર્સમાંથી તફડંચી કરતાં થયાં છે. બીજી બાજુ કેટલીયે કંપનીઓએ બનાવટી નકલી કાર્ડ બજારમાં વહેતાં મૂકી દીધાં છે. એમાં પકડાયેલી કંપનીઓને સજા થશે, પણ ખરીદનાર બાળકોનું શું ? ૭૩ અમેરિકામાં ગ્રાહક સુરક્ષા ઘણી બધી છે. એ વાતનો ઇન્કાર નહિ થઇ શકે. ગ્રાહકોને છેતરવાની પ્રવૃત્તિ ત્યાં નથી. પણ ગ્રાહકો પાસેથી વધુ રકમ કાયદેસર વ્યવસ્થિત રીતે કેમ મેળવી લેવી એનું યુક્તિપૂર્વકનું વિજ્ઞાન ત્યાંની કંપનીઓએ વિકસાવ્યું છે. મોટા મોટા પગારવાળા બુદ્ધિશાળી નિષ્ણાત માણસો નવી નવી વસ્તુની યોજના કરે છે અને છાપાં, ટી.વી., ફ્લાયર વગેરે દ્વારા સમગ્ર દેશમાં એક સાથે પ્રચાર આરંભી દે છે અને નવી વસ્તુ એક સાથે બજારમાં ઠાલવીને પુષ્કળ નફો મેળવી લે છે. બાળકોને કોઇ એક વસ્તુ માટે ઘેલાં કરી દેવાં અને પછી એના ભોળપણનો લાભ ઉઠાવવો એ કાયદેસર હોય તો પણ નૈતિક નથી. આ વિશે અમેરિકામાં ઉહાપોહ ચાલુ થયો છે. કેટલાંયે વિચારકોએ રમકડાંની કંપનીઓની આવી ધૃષ્ટતાની નિંદા કરી છે, પણ બહેરા કાન પર તે અથડાય છે. આંતરરાષ્ટ્રીય વ્યવહાર વધતાં દુનિયાનાં બજારોનો વિસ્તાર ઘણો થયો છે અને હજુ પણ થતો જશે. એક કંપનીનું ઉત્પાદન આખી દુનિયામાં પહોંચી જાય છે. બહુરાષ્ટ્રીય કંપનીઓ વધવા લાગી છે. મનુષ્યની અર્થલાલસાને કોઇ સીમા નથી. ગ્રાહકને ‘બિચારો' ન બનાવી દેવાય એ પ્રત્યે સમાજે, સરકારોએ જાગૃત થવું ઘટે. Page #83 -------------------------------------------------------------------------- ________________ પંન્યાસ શ્રી વરસંગવિજયજી ચારસો વર્ષ પહેલાં બનેલી આ સત્ય ઘટના છે. કોઇને એ કવિકલ્પના કે દંતકથા જેવી લાગે એવી એ વાત છે. પણ એ સાવ સાચી બનેલી ઘટના છે એ સુનિશ્ચિત છે. આ વાત છે અકબર-પ્રતિબોધક જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરના શિષ્ય પંન્યાસ વરસંગવિજયજીની. શ્રી હીરવિજયસૂરીશ્વરના હાથે બે હજારથી વધુ વ્યક્તિઓ દીક્ષિત થઇ હતી. એવો એમનો પ્રભાવ હતો. એમને જોતાં, તેમની વાણી સાંભળતાં, એમના પરિચયમાં આવતાં સંયમનો પંથ સ્વીકારવાનું, એમના હાથે દીક્ષિત થવાનું મન થાય એવું અદ્ભુત પ્રભાવશાળી એમનું વ્યક્તિત્વ હતું. મોગલ સમ્રાટ અકબરના હૃદયનું પરિવર્તન કરાવનારનું વ્યક્તિત્વ કેવું હોય ! શ્રી હીરવિજયસૂરિ સમ્રાટ અકબર બાદશાહને પ્રતિબોધ પમાડી, વિહાર કરતાં કરતાં રાજસ્થાનનાં તીર્થો જુહારીને તેઓ શિરોહી પધાર્યા હતા. શિરોહીમાં ધર્મપ્રભાવનાની મોટી ભરતી આવી હોય એવું બન્યું. ત્યાં ઋષભદેવની ચૌમુખીની અને અજિતનાથ ભગવાનની પ્રતિમાજીની પ્રતિષ્ઠાનો બહુ મોટો ઉત્સવ થયો. વળી પાસે આબુ પર્વતનું તીર્થ એટલે શ્રી હીરવિજયસૂરિની નિશ્રામાં આબુની તીર્થયાત્રા માટે મોટો સંઘ નીકળ્યો. આ ઘટનાથી પ્રભાવિત થયેલા શિરોહીના સુલતાને શ્રી હીરવિજયસૂરિને શિરોહીમાં ચાતુર્માસ કરવા માટે વિનંતી કરી. સુલતાનના પ્રધાન પુંજા મહેતા શ્રાવક હતા. એમણે પણ વિશેષ આગ્રહ કર્યો. શિરોહીમાં ત્યારે ઘણાં શ્રેષ્ઠીઓ વસતા હતા અને પ્રતિષ્ઠા, સંઘયાત્રા વગેરેમાં ઘણું નાણું ખર્ચાયું હતું એ તો ખરું જ, પણ શ્રેષ્ઠીઓ પોતે દીક્ષા લેવા તૈયાર થાય એવી ઘટનાઓ પણ બની. શ્રી હીરવિજયસૂરિની પ્રેરક વ્યાખ્યાન-વાણીનો એવો જાદુ હતો. Page #84 -------------------------------------------------------------------------- ________________ ૭૫ પંન્યાસ શ્રી વરસંગવિજયજી - શ્રીવંત શાહ નામના એક શ્રેષ્ઠીએ તો પોતાના સમગ્ર પરિવારના દસ સભ્યો સહિત દીક્ષા લીધી. એનો ઉત્સવ તો હૃદયને સ્પર્શી જાય એવો હતો. શ્રીવંત શાહના ચાર દીકરા જે હીરવિજયસૂરિશ્વરના હસ્તે દીક્ષિત થયા તે આગળ જતાં ચાર મોટા આચાર્ય થયા હતા. ચાતુર્માસ માટે આગ્રહ થતાં સમયના જાણકાર શ્રી હીરવિજયસૂરીશ્વરે શિરોહીમાં ચાતુર્માસ કરવાનો નિર્ણય કર્યો. એમને સ્વપ્નમાં પણ એ રીતે સંકેત મળ્યો. તેઓ શિરોહીમાં પધાર્યા. તેમનું ચાતુર્માસ ચાલુ થયું. વ્યાખ્યાનમાં એમની વાણી સાંભળવા અનેક માણસો ઉમટવા લાગ્યા. પૂજા, પ્રતિક્રમણ, પોસહ, સામાયિક વગેરે ધર્મકિયા તથા આયંબિલ, ઉપવાસ, એકાસણા વગેરેની તપશ્ચર્યા પણ વૃદ્ધિ પામવા લાગી. આ શિરોહી નગરમાં એક નવયુવાન રહેતો હતો. એનું નામ વરસંગ. તે બાળપણથી જ ઘણો હોંશિયાર હતો. કિશોરાવસ્થામાં તો એણે પિતાની દુકાને બેસી વેપાર-ધંધો શીખવો ચાલુ કરી દીધો હતો. જોતજોતામાં તો એણે પિતાના ધંધાને બહુ વિકસાવ્યો અને શિરોહીમાં એક મોટા ધનાઢ્ય વેપારી તરીકે એનું નામ થઈ ગયું. ત્યારે હજુ માંડ વીસ વર્ષ એણે પૂરાં કર્યાં હતાં. આવા બુદ્ધિશાળી શ્રીમંત દેખાવડા અપરિણીત યુવાન માટે કન્યાનાં માગાં પણ સારાં ઘરનાં આવે એ દેખીતું છે. શિરોહીના જ એક શ્રેષ્ઠીની સુંદર કન્યા સાથે વરસંગની સગાઈ થઈ. અને પછી લગ્ન પણ લેવાયાં. વર અને કન્યા બંનેનાં કુટુંબો અત્યંત ધર્મપ્રિય હતાં. જિનમંદિરે જવું, ઉપાશ્રયે જઇ સવાર-સાંજ પ્રતિક્રમણ કરવું, ગુરુવંદન કરવું, વ્યાખ્યાન સાંભળવું, ઉપવાસ-એકાસણાં કરવાં ઇત્યાદિ ધર્મક્રિયાઓ બંનેના કુટુંબમાં નિયમિત થતી હતી. તેમાં વળી શ્રી હીરવિજયસૂરિના ચાતુર્માસથી તેઓનો ઉત્સાહ વધી ગયો હતો. વરસંગ અને એની Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭૬ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ વાગ્દત્તા કન્યા બંને પોતપોતાના ઘરેથી નિયમિત મંદિરે-ઉપાશ્રયે જતાં હતાં. વરસંગના લગ્નની તિથિ નક્કી થઈ. લગ્નનો દિવસ નજીક આવતો ગયો. બંને પક્ષે તૈયારીઓ થવા લાગી. સ્ત્રીઓએ લગ્નનાં મંગળ ગીતો ગાવાં ચાલુ કર્યા. જુદા જુદા દિવસના જમણવાર માટે અગાઉથી મીઠાઈઓ બનવા લાગી, ઘર અને શેરીમાં તોરણો બાંધવામાં આવ્યાં. આવા શ્રીમંત યુવાનનાં લગ્ન હોય પછી તૈયારીમાં શી કચાશ હોય ? માતાપિતાના હરખનો પાર નથી. લગ્નોત્સુક વરસંગ લગ્નની તૈયારીમાં પડ્યો હોવા છતાં અને ધંધો સંભાળતો હોવા છતાં પોતાની નિત્યની ધર્મક્રિયા ચૂકતો નહિ. ઉપાશ્રય જઈ સવારનું પ્રતિક્રમણ એણે કરી લીધું હતું. તેના નવકારમંત્રના જાપ બાકી હતા તે એણે ચાલુ કર્યા. આસપાસ બીજા શ્રાવકો પણ બેઠા હતા. ઠંડીના દિવસો હતા. વરસંગે પોતાની ગરમ શાલ માથે પણ ઓઢી લીધી હતી. સાધુ મહારાજની કામળી જેવી જ એ શાલ લાગતી હતી. સવારના મંદિરે દર્શન કરવા આવેલાં સ્ત્રીપુરુષો ઉપાશ્રયમાં જઈ સાધુ ભગવંતોને વંદન કરતાં હતાં. એવામાં એક કન્યા આવી. તે સાધુ ભગવંતોને ખમાસણાં દેવાપૂર્વક વંદન કરવા લાગી. વંદન કરતી કરતી તે વરસંગ પાસે આવી. આ પણ કોઈ સાધુ મહારાજ ધ્યાનમાં બેઠા છે એમ એને લાગ્યું. કામળી માથે ઓઢેલી હોવાથી તે વરસંગને ઓળખી શકી નહિ. એણે “ઈચ્છામિ ખમાસમણો'...કહી વિધિપૂર્વક વરસંગને વંદન કર્યા. શબ્દોચ્ચારથી વરસંગની આંખ ખૂલી. તેણે જોયું તો જાણ્યું કે આ તો પોતાની વાગ્દત્તા કન્યા છે. વરસંગ મનમાં હસ્યો. કન્યા તો વંદન કરી ચાલી ગઇ, પણ પાસે બેઠેલા એક શ્રાવકે મજાકમાં વરસંગને કહ્યું, “અલ્યા વરરંગ ! જોયું ? તારી વહુ થનારી Page #86 -------------------------------------------------------------------------- ________________ પંન્યાસ શ્રી વરસંગવિજયજી છોકરીએ તને સાધુ તરીકે વંદન કર્યા. એણે આડકતરી રીતે તેને સંકેત કર્યો કે સંસારમાં પડવા જેવું નથી. હવે તારાથી એની સાથે લગ્ન ન થાય. બોલ, બરાબર છે ને? ' વરસંગ વિચારમાં પડી ગયો. તેના મનમાં મંથન ચાલ્યું. એણે કહ્યું, હા, વડીલ, તમારી વાત સાચી છે. મારાથી હવે એની સાથે લગ્ન ન થાય. એણે મને સાધુ જાણીને વંદન કર્યા.' આ જવાબ સાંભળી શ્રાવક મૂંઝાયા. એમણે કહ્યું, “અલ્યા, મેં તો તને હસવામાં કહ્યું. તારાં તો લગ્ન લેવાયાં છે. જોકે તું એવું કંઈ ગાંડપણ કરતો.' વરસંગે કહ્યું, “તમે ભલે મને હસવામાં કહ્યું. પણ મેં તો ગંભીરતાપૂર્વક તમને જવાબ આપ્યો છે. તમારા ઉપાલંભે મને જગાડી દીધો છે.' ઉપાલંભ આપવા માટે શ્રાવકને પશ્ચાત્તાપ થયો, પણ વરસંગે કહ્યું કે “વડીલ ! તમે તો મારા પર મોટો ઉપકાર કર્યો છે.' ઘરે આવી વરસંગે બનેલી ઘટનાની અને પોતાના નિર્ણયની માતાપિતાને વાત કહી. માતા પિતાએ કહ્યું, “આવી વાતે ઘેલા ન થવાય. લીધેલાં લગ્ન બંધ ન રખાય.” વરસંગે કહ્યું, “પત્નીના ઉપાલંભથી શાલિભદ્રના બનેવી ધન્નાજીએ તરત જ ઘર છોડીને દીક્ષા નહોતી લીધી ? અને સાથે શાલિભદ્રને દીક્ષા નહોતી લેવડાવી? તો હું કેમ ન લઈ શકું ?' પણ બેટા, અવસર આવે દીક્ષા લેજે. હમણાં લગ્ન કરી લે.' “ના, મારે માટે તો આ અવસર આવી ચૂક્યો છે. મેં દેરાસરમાં જિનેશ્વર ભગવાન પાસે જઈ મનોમન પચ્ચખાણ લઇ લીધાં છે કે જો Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૮ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ મને દીક્ષા લેવાની માતાપિતા સંમતિ નહિ આપે તો હું અનશન કરીને જીવનનો અંત આણીશ.” વરસંગની આ ગંભીર ચેતવણીથી મા-બાપ ચોંકી ઊઠ્યાં. વાત નગરમાં પ્રસરી ગઈ. કન્યાનાં માતાપિતા તથા સગાં સંબંધીઓને બોલાવ્યાં. વરસંગને સમજાવવાના બધા પ્રયત્નો ચાલુ થયા. પણ વરસંગ માન્યો નહિ. એટલું જ નહિ, વડીલો આગ્રહ છોડવાના નથી એવું જણાતાં એણે ચારે પ્રકારના આહાર છોડીને અનશન ચાલુ કરી દીધું. હવે વાતે ગંભીર વળાંક લીધો. કાં તો દીક્ષા લેવા દેવી અને કાં તો અનશન દ્વારા દેહત્યાગ. વરસંગના એ માંથી એક વિકલ્પ માતાપિતાએ પસંદ કરવાનો રહ્યો. છેવટે તેઓએ દીક્ષાની સંમતિ આપી. વરસંગનું અનશન છોડાવ્યું અને પારણું કરાવ્યું. નિરાશ થયેલાં કન્યા અને એનાં માતાપિતાએ પણ આવી ઉચ્ચ ભાવના. માટે આનંદ વ્યક્ત કર્યો. વરસંગને તો શ્રી હીરસૂરિ પાસે જ દીક્ષા લેવી હતી અને તે પણ તરત જ લેવી હતી. શ્રી હીરસૂરિ પાસે આ વાત પહોંચી જ ગઈ હતી, કારણ કે વરસંગના દીક્ષા લેવાના સંકલ્પની વાત સમગ્ર શિરોહીમાં જાહેર ચર્ચાનો વિષય બની ગઈ હતી. વરસંગ માતાપિતા સાથે શ્રી હીરસૂરિ પાસે પહોંચ્યો. દીક્ષાનો પ્રસ્તાવ રજૂ થયો. વરસંગની ચકાસણી કરીને શ્રી હીરસૂરિએ સંમતિ આપી અને મુહૂર્ત કાઢી આપ્યું. લગ્નનો દિવસ એ જ દીક્ષાનો દિવસ નક્કી થયો. વરસંગે શ્રી હીરસૂરિ પાસે દીક્ષા લીધી. ધામધૂમપૂર્વક બહુ મોટો ઉત્સવ થયો. કુટુંબ શ્રીમંત હતું એટલે નાણાં ખર્ચવામાં કોઈ કમી રહી નહિ. સ્વામિવાત્સલ્યો થયાં. લગ્નના જમણવારો માટે તૈયાર થયેલી મીઠાઈઓ દીક્ષાના સ્વામિવાત્સલ્યમાં વપરાઈ. Page #88 -------------------------------------------------------------------------- ________________ પંન્યાસ શ્રી વરસંગવિજયજી ૭૯. મુનિ તરીકે વરસંગનું નવું નામ અપાયું, પણ લોકો એને વરસંગમુનિ અથવા વરસંગ ઋષિ તરીકે જ ઓળખવા લાગ્યા. ત્યારે મુનિ માટે ઋષિ શબ્દ પણ પ્રચલિત હતો.) સાધુ તરીકે અપાયેલું નવું નામ લોકોમાં ભૂલાઈ ગયું. તે ક્યાંય નોંધાયેલું પણ રહ્યું નહિ. વરસંગ મુનિને તો શ્રી હીરસૂરિના શિષ્ય બનવાનો પોતાને અપૂર્વ લાભ મળ્યો તેનો અત્યંત હર્ષ થતો. પોતાના સાધ્વાચારનું તેઓ કડક પાલન કરવા લાગ્યા. યુવાન વયે દીક્ષા લેવી અઘરી છે, પણ દીક્ષા લીધા પછી તેને દીપાવવી એ તો એથી પણ ઘણી અઘરી વાત છે. વરસંગ મુનિએ ઉગ્ર તપશ્ચર્યા અને સતત સ્વાધ્યાયમાં પોતાના ચિત્તને પરોવી દીધું. થોડા વર્ષોમાં ગુરુ મહારાજે એમની યોગ્યતા અને સતા જોઈ એમને પંચાસની પદવી પણ આપી. વરસંગ મુનિ હવે પંન્યાસ વરસંગવિજયજી બન્યા. હવે પન્યાસ વરસંગવિજયજીને વ્યાખ્યાન આપવાની અને જુદો વિહાર કરવાની પણ ગુજ્ઞા મળી ગઈ. આવા યુવાન તેજસ્વી સાધુને જોવા સાંભળવા અનેક લોકો વ્યાખ્યાનમાં આવતા. કેટલાયે એમના સાધુજીવનથી આકર્ષાતા. યુવાનોમાં તે બહુ પ્રિય બની ગયા હતા. વરસંગવિજયજીનાં વાણી અને વ્યક્તિત્વથી પ્રેરાઇને કેટલાક દીક્ષા લેવા તૈયાર થતા. જેમને દીક્ષા લેવી હોય તેની પૂરી કસોટી તેઓ કરતા અને પછી શ્રી હીરસૂરિ પાસે મોકલતા. છેવટે શ્રી હીરસૂરિ સંમતિ આપે તો હીરસૂરિના હસ્તે જ તેઓ દીક્ષા અપાવતા. આમ પંન્યાસ વરસંગવિજયજીએ એક પછી એક એમ ૧૦૮ જણને શ્રી હીરસૂરિ પાસે દીક્ષા અપાવી હતી. દીક્ષા પછી શ્રી હીરસૂરિ નવદીક્ષિતને પંન્યાસ વરસંગવિજયજીના શિષ્ય તરીકે જાહેર કરતા. આ રીતે પંન્યાસ વરસંગવિજયજી ૧૦૮ શિષ્યોના ગુરુ ભગવંત બન્યા. Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮) સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ વરસંગવિજયજીના સમકાલીન શ્રાવક કવિ ઋષભદાસે વિ. સં. ૧ ૬૦પમાં “શ્રી હીરવિજયસૂરિ રાસની રચના કરી છે. એમાં એમણે પંન્યાસ શ્રી વરસંગવિજયજીનો વૃત્તાન્ત સંક્ષેપમાં વર્ણવ્યો છે. એમણે રાસમાં લખ્યું છે : ફરી મ કહેસ્યો માત ને તાત, કે સંયમ કે આતમઘાત; મૂકી બેઠો ચારે આહાર, આપી અનુમતિ તેણી વાર, જે પકવાન વિવાહને કર્યું, તિણે પેટ સામીનું ઠર્યું; ખરચી ધન ને સંયમ લીધ, હિરે તેહને દીક્ષા દીધ. તે હુઓ વરસંગ ઋષિ પંન્યાસ, એકસો આઠ શિષ્ય મળીઆ તાસ. એ સહુ હરિતણો પરિવાર, હરના ભાગ્ય તણો નહિ પાર. પંન્યાસ શ્રી વરસંગવિજયજીના જીવન વિશે આથી વધુ માહિતી ઉપલબ્ધ નથી, પણ જે મળે છે તે પણ આશ્ચર્યમુગ્ધ કરી દે એવી પ્રેરક છે. ખરેખર પંન્યાસ શ્રી વરસંગવિજયજીએ પોતાના જીવનને ધન્ય અને સાર્થક કરી લીધું ! ܀܀܀ Page #90 -------------------------------------------------------------------------- ________________ ઑસ્ટ્રેલિયા છે. સં. ૧૯૭૭ના ડિસેમ્બરમાં ઑસ્ટ્રેલિયાના સિડની શહેરમાં પી.ઈ.એન.ની આંતરરાષ્ટ્રીય કૉંગ્રેસમાં ભાગ લેવાનું થયું તે વખતે ઑસ્ટ્રેલિયાનાં ઘણાં બધાં સ્થળોનો પ્રવાસ કરવાનો સુંદર અવસર મને સાંપડ્યો હતો. વળી, ૧૯૯૯ના સપ્ટેમ્બરમાં બીજી વાર પ્રવાસની એવી તક સાંપડી હતી. એટલે ઑસ્ટ્રેલિયા વિશે મને હંમેશાં વધુ રસ રહ્યા કર્યો છે. દુનિયાના બીજા દેશો કરતાં ઑસ્ટ્રેલિયાની એક જુદી જ છાપ રસિક પ્રવાસીઓના ચિત્ત પર પડે છે. અત્યંત વિશાળ પ્રદેશ, પાંખી વસતિ, બારે માસ સરસ આબોહવા, સમૃદ્ધ જીવન, પૂર્વ તથા પશ્ચિમની સંસ્કૃતિનો સમન્વય, શિક્ષણની ઊંચી ટકાવારી, લોકોનો મિલનસાર સ્વભાવ ઇત્યાદિને કારણે દુનિયાના લગભગ સવાસો જેટલા દેશોમાં ઑસ્ટ્રેલિયાનું સ્થાન પહેલા પંદરમાં આવે છે. ઑસ્ટ્રેલિયા એટલે ટાપુ-ખંડ (આઇલેન્ડ-કૉન્ટિનન્ટ). ખંડ તરીકે તે દુનિયાનો નાનામાં નાનો ખંડ છે અને ટાપુ તરીકે તે દુનિયાનો મોટામાં મોટો ટાપુ છે. આ ટાપુનો સમુદ્રકિનારો બીજા નાનામોટા એના ટાપુઓ સહિત આશરે છત્રીસ હજાર કિલોમિટર જેટલો છે. એશિયા, યુરોપ, આફ્રિકા અને અમેરિકા-એ ચારે ખંડમાં, પ્રત્યેકમાં ઘણા બધા દેશો છે. ઑસ્ટ્રેલિયા પોતે એક જ દેશ છે. એ રીતે ઑસ્ટ્રેલિયા એક ખંડ-એક દેશ (વન કોન્ટિનન્ટ-વન નેશન)ની વિશિષ્ટતા પણ ધરાવે છે. એની ઉત્તરે આવેલા મહાસાગરના છીછરા પાણીમાં પરવાળાના ખડકોની લાંબી હારમાળા (ધ ગ્રેટ બેરીયર રીફ) દુનિયાની એક અજાયબી જેવી ગણાય છે. એ જોવા માટે જ પ્રવાસીઓ ખાસ આવતા હોય છે. ભૌગોલિક દષ્ટિએ ઑસ્ટ્રેલિયાની ગણના દુનિયાના છઠ્ઠા વિશાળ દેશ તરીકે થાય છે. તે પૂર્વથી પશ્ચિમ છેડા સુધી આશરે ચાર હજાર કિલોમિટર જેટલો લાંબો અને ઉત્તરથી દક્ષિણ છેડા સુધી આશરે ત્રણ હજાર બસો કિલોમિટર જેટલો પહોળો છે. ઑસ્ટ્રેલિયાનું ક્ષેત્રફળ આશરે ૭૬,૮૨,૩૦૦ચોરસ Page #91 -------------------------------------------------------------------------- ________________ ૮૨. સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ કિલોમીટર જેટલું છે. ભૂસ્તરશાસ્ત્રની દષ્ટિએ ઑસ્ટ્રેલિયાની ધરતીનું સપાટ સ્તર બહુ પ્રાચીન મનાય છે. કાંગારુ, પ્લેટિસ જેવાં પ્રાગૈતિહાસિક કાળનાં પ્રાણીઓ ઑસ્ટ્રલિયામાં જોવા મળે છે. ઑસ્ટ્રેલિયા ભારત કરતાં લગભગ ત્રણ ગણો મોટો દેશ હોવા છતાં એની વસતિ બે કરોડ જેટલી પણ નથી. લોકો મુખ્યત્વે સમુદ્રકિનારાનાં સાત મોટાં શહેરોમાં વસેલા છે. ઑસ્ટ્રેલિયાના મધ્ય ભાગમાં તો મોટાં મોટાં રણનો નિર્જન પ્રદેશ છે. ઑસ્ટ્રેલિયાની નદીઓ પ્રમાણમાં નાની અને છીછરી છે એટલે ત્યાં જલમાર્ગનો ખાસ વિકાસ થયો નથી. - સાંસ્કૃતિક દષ્ટિએ વિચારીએ તો ઑસ્ટ્રેલિયાની ગણના દુનિયાના અર્વાચીન દેશોમાં થઈ શકે. ઑસ્ટ્રેલિયાનો ઇતિહાસ અઢી સૈકા જેટલો જૂનો પણ નથી. ઓસ્ટ્રેલિયાનો હાલનો વસવાટ એટલે વિદેશીઓનો વસવાટ. ઑસ્ટ્રેલિયાની શોધ ઑસ્ટ્રેલિયાની શોધનો ઇતિહાસ રસિક છે. ઇસવીસનના પંદરમાં સૈકામાં યુરોપ કે એશિયાના લોકોને ખબર નહોતી કે પેસિફિક મહાસાગરમાં આ મોટો ટાપુ આવેલો છે. ત્યારે ઇંગ્લેન્ડ, હોલૅન્ડ બેલ્જિયમ, ફ્રાન્સ, સ્પેન, પોર્ટુગલ વગેરે દેશના દરિયાખેડુઓ આફ્રિકા ખંડને શોધ્યા પછી એશિયાના દેશો તરફ આગળ વધવા લાગ્યા હતા. તેઓએ એશિયાના કિનારે કિનારે જેટલી શોધ કરી હતી તેટલી મહાસાગરની મધ્યમાં કરી નહોતી. પંદરમા-સોળમા સૈકામાં તેઓ હિન્દુસ્તાન તરફ આવવા વધુ ઉત્સુક હતા, કારણ કે હિન્દુસ્તાનની એક સમૃદ્ધ દેશ તરીકે ગણના થતી હતી. એ યુગમાં દરિયાખેડુઓ પાસેથી અહેવાલ મેળવીને ભૂગોળશાસ્ત્રીઓ દુનિયાના પોતે તૈયાર કરેલા નકશામાં નવા નવા પ્રદેશો ઉમેરતા જતા હતા. ત્યારે તેઓ એવા Page #92 -------------------------------------------------------------------------- ________________ ઑસ્ટ્રેલિયા અનુમાન પર આવ્યા હતા કે પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં જમીનનો જે વિસ્તાર છે એને સમતોલ રાખવા માટે પેસિફિક મહાસાગરમાં કોઈ મોટો ભૂખંડ હોવો જોઈએ. ઑસ્ટ્રેલિયાની શોધ કરનાર તરીકે કે ત્યાં પહોંચનાર તરીકે નહીં, પણ એ દિશામાં જનાર તરીકે યુરોપના પ્રવાસીઓમાં સૌ પ્રથમ માર્કો પોલોને યાદ કરવામાં આવે છે. તેરમા સૈકામાં એ ઠેઠ ચીન સુધી જમીનમાર્ગે પહોંચ્યો હતો અને પાછા ફરતાં એણે પોતાની પ્રવાસપોથીમાં નોંધ્યું હતું કે, સુમાત્રાની દક્ષિણે આવેલા મહાસાગરમાં વિશાળ ટાપુ હોવાની શક્યતા જણાય છે. પંદરમા સૈકા સુધીમાં સ્પેન અને પોર્ટુગલના શોધ-સફરીઓ દરિયાઈ માર્ગે એશિયાના કિનારે આગળ વધતા વધતા ઠેઠ ચીન સુધી પહોંચી ગયા હતા, પરંતુ તેઓ પેસેફિક મહાસાગરની મધ્યમાં ઘૂમ્યા નહોતા. ત્યાર પછી ડચ સાહસિકો પેસિફિકમાં જાવા (ઇન્ડોનેશિયા)ના ટાપુઓ સુધી પહોંચ્યા અને એના ઉપર તેઓએ પોતાનું આધિપત્ય જમાવ્યું. ત્યાંથી પછી આગળ વધતાં, સોળમા સૈકાના અંત સુધીમાં તેઓએ ન્યૂગિની ટાપુ શોધી કાઢ્યો. પરંતુ ત્યારે તેઓને ખબર નહોતી કે એની દક્ષિણ દિશામાં થોડે આઘે એક વિશાળ ટાપુ આવેલો છે. સત્તરમા સૈકામાં વિલેમ જોન્સ નામનો એક ડચ સાહસિક જાવાથી નીકળ્યો હતો તો ન્યૂ ગિની જવા, પણ પહોંચી ગયો ઑસ્ટ્રેલિયાને કિનારે. તે એવા જ ભ્રમમાં હતો કે પોતે ન્યૂગિનીના બીજા કોઈ ટાપુ પર પહોંચી ગયો છે. . સ. ૧૬૦૬માં સ્પેનના રાજાએ ડિ ક્વિરોસ (De Quiros) નામના શોધ-સફરીને પોતાના માણસો લઈને વહાણમાં આગળ શોધ કરવા મોકલ્યો. જાવાથી આગળ વધતો તે ઑસ્ટ્રેલિયાના કિનારે પહોચ્યો. એને ખ્યાલ આવી ગયો કે પેસિફિકમાં આ એક વિશાળ ટાપુ છે. આ ટાપુનું નામ પોતાના રાજાના નામ પરથી રાખવાની એને Page #93 -------------------------------------------------------------------------- ________________ ૮૪ સાંપ્રત સહચિંતન ભાગ ૧૨ ઇચ્છા થઇ. રાજા ત્રીજા ફિલિપ હતા. પરંતુ એ નામ રાખવામાં ગૂંચવાડો થવાનો સંભવ હતો. રાજા મૂળ તો યુરોપના ઑસ્ટ્રિયા નામના દેશના કુંવર હતા એટલે ડિ ક્વિરોસે આ ટાપુનું નામ રાખ્યું, ‘ઑસ્ટ્રિયા લિયા દેસ એસ્પિરિતુ સાન્તો,' પરંતુ આટલું લાંબું નામ કોણ યાદ રાખે ? એટલે એનું ટૂંકું નામ થયું ‘ઑસ્ટ્રિયા લિયા', પરંતુ વખત જતાં તે ‘ઑસ્ટ્રિલિયા', ‘ઑસ્ટ્રેલિયા’ તરીકે બોલાવા લાગ્યું. ડિ ક્વિરોસે જે કિનારો શોધ્યો તે ઑસ્ટ્રેલિયાનો પૂર્વ કિનારો હતો. પરંતુ એ જ અરસામાં ન્યૂ ગિની જવા નીકળેલા ડચ વહાણવટીઓ દરિયામાં થયેલા પવનના તોફાનને કારણે ઘસડાતા ઘસડાતા ઑસ્ટ્રેલિયાના પશ્ચિમ કિનારે પહોંચ્યા. તોફાન નડ્યું, પણ એક નવો ટાપુ શોધ્યાનો તેઓને આનંદ થયો. તેઓએ આ ટાપુને પોતાના વતનની યાદમાં ‘ન્યુ હોલેન્ડ' એવું નામ આપ્યું. આ રીતે આ નવા શોધાયેલા ટાપુ માટે ‘ઑસ્ટ્રેલિયા’ અને ‘ન્યૂ હોલેન્ડ’ એવાં બે નામ પ્રચલિત થઇ ગયાં અને ઓગણીસમા સૈકાના અંત સુધી એ રીતે એ બંને નામ ચાલુ રહ્યાં. ઑસ્ટ્રેલિયાની શોધ થયા પછી સત્તરમા સૈકામાં સાહસિક દરિયાખેડુઓની અવરજવર એ દિશામાં વધી ગઇ. પૂર્વ અને પશ્ચિમ કિનારો શોધાયા પછી વિલિયમ ડેમ્પિયરે ઉત્તરના કિનારાની શોધ કરી અને ઇ. સ. ૧૭૭૦માં બ્રિટિશ નૌકાદળના એક કેપ્ટન જેમ્સ કે દક્ષિણ કિનારાની શોધ કરી અને ત્યાંથી તે ઉત્તર કિનારા સુધી પહોંચ્યો. એણે એ પ્રદેશને ન્યૂ સાઉથ વેલ્સ તરીકે ઓળખાવ્યો. ટાસ્માન નામના એક સફરીએ ઑસ્ટ્રેલિયાની દક્ષિણે એક જુદો ટાપુ શોધી કાઢ્યો અને એનું નામ ‘ટાસ્માનિયા' રાખ્યું. આમ લગભગ બે સૈકામાં ઑસ્ટ્રેલિયાની શોધ પૂરી થઇ. ઑસ્ટ્રેલિયા દક્ષિણ ગોળાર્ધમાં દક્ષિણ દિશામાં આવેલો દેશ છે. ખલાસીઓ રાતને વખતે આકાશનાં નક્ષત્ર અને તારાઓને Page #94 -------------------------------------------------------------------------- ________________ ઑસ્ટ્રેલિયા ૮૫ આધારે દિશા નક્કી કરી વહાણો હંકારતા. દક્ષિણ દિશામાં Southern Cross નામના તારા છે (એને આપણે જયવિજય તરીકે, સ્વસ્તિક નક્ષત્ર તરીકે ઓળખીએ છીએ). એટલે ખલાસીઓ ઑસ્ટ્રેલિયા માટે The Land of Southern Cross એવું નામ પ્રયોજતા. એ નામ પણ પ્રચલિત થયું હતું. ઑસ્ટ્રેલિયાના રાષ્ટ્રધ્વજમાં સ્વસ્તિક નક્ષત્ર છે. વસવાટ સ્પેન, પોર્ટુગલ, હોલેન્ડ વગેરે દેશોના સાગર-સફારીઓ ઑસ્ટ્રેલિયા શોધી આવ્યા, પરંતુ જ્યાં પહોંચતાં આઠદસ મહિના લાગે એવા દૂરના દેશમાં સંસ્થાના સ્થાપી આધિપત્ય જમાવવામાં તેઓને રસ પડ્યો નહીં. ઇંગ્લેન્ડે એ માટે બુદ્ધિ દોડાવી. આમ તો ઑસ્ટ્રેલિયા જઈને કયો અંગ્રેજ રહેવાનો હતો? પરંતુ જે કેદીઓને દેશનિકાલની સજા થઈ છે એ કેદીઓને તો જ્યાં લઈ જવામાં આવે, ત્યાં જવું પડે. તેઓને જો ઘણે દૂર સુધી કાયમ માટે મોકલી દેવામાં આવે તો ત્યાંથી ભાગીને તેઓ ઇંગ્લૅન્ડ પાછા ફરે નહીં. એટલે ૭૦૦ જેટલા કેદીઓને ત્યાં મોકલવાની યોજના થઈ. તેમને લઈ જવા, ત્યાં વસાવવા અને દેખભાળ રાખવા થોડા કર્મચારીઓ જોઈએ. એની પણ જોગવાઈ થઈ. એમ કરતાં અગિયાર જેટલાં વહાણોમાં તેમને મોકલવાનું નક્કી થયું. એ કાફલાના સરદાર તરીકે નૌકા ખાતાના કેપ્ટન આર્થર ફિલિપની નિમણૂક થઈ. એમને ન્યૂ સાઉથ વેલ્સના ગવર્નર બનાવવામાં આવ્યા. આવો ઊંચો હોદ્દો મળતાં તેઓ ત્યાં જવા લલચાયા. ઇ. સ. ૧૭૮૭ના મે મહિનાની ૧૩મી તારીખે ઈંગ્લેન્ડથી આ વહાણો ઊપડ્યાં અને ૧૭૮૮ના જાન્યુઆરીની ૧૮મીએ તે ઑસ્ટ્રેલિયાના બોટની ઉપસાગરમાં આવી પહોંચ્યાં.પરંતુ નક્કી કરેલું એ સ્થળ સલામતીની દષ્ટિએ અને ગુનેગારોના વસવાટ માટે આર્થર ફિલિપને યોગ્ય ન લાગ્યું. તેઓ ત્યાંથી Page #95 -------------------------------------------------------------------------- ________________ ૮૬ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ આગળ વધી પોર્ટ જેક્સનમાં ૨૬મી જાન્યુઆરીએ આવી પહોંચ્યા. ટેકરીઓવાળી આ જગ્યા ગુનેગારો પર નજરરાખવાની દષ્ટિએ અનુકૂળ હતી. એટલે ગુનેગારોને ત્યાં ઉતારવામાં આવ્યા. તેઓને છૂટા મૂકી દેવામાં આવ્યા અને જેમને જ્યાં ઝૂપડું કે તંબૂ બાંધીને રહેવું હોય ત્યાં રહેવાની છૂટ આપી. આમ, ૨૬મી જાન્યુઆરી ૧૭૮૮ના દિવસે ૭૦૦થી અધિક અંગ્રેજોએ ત્યાં પહેલી રાત ગુજારી અને વસવાટ ચાલુ કર્યો. એટલા માટે ૨૬મી જાન્યુઆરી “ઑસ્ટ્રેલિયન દિન' તરીકે આજ દિવસ સુધી મનાવવામાં આવે છે. આર્થર ફિલિપે પોતાની આ વસાહતનું નામ પોર્ટજેક્સન બદલીને “એમ્બિયન' રાખ્યું, પરંતુ પછીથી એમણે પોતાના ઉમરાવ (વાઇકાઉન્ટ) સર સિડનીના નામ પરથી સિડની કોવ” રાખ્યું, જે પછીથી માત્ર સિડની તરીકે જ પ્રચલિત થઈ ગયું. આર્થર ફિલિપે ગુનેગારોને સારી રીતે વસાવ્યા એટલે ઈંગ્લેન્ડનો ઉત્સાહ વધી ગયો. પછી તો દેશનિકાલની સજા પામેલા કેદીઓને ઑસ્ટ્રેલિયા મોકલવાનું સહેલું થઈ ગયું. એમ કરતાં કરતાં ક્રમે ક્રમે એક લાખ ત્રીસ હજાર કેદીઓને ઑસ્ટ્રેલિયા મોકલવામાં આવ્યા. આ ગુનેગારોમાં પછીથી સ્ત્રી ગુનેગારોને પણ મોકલવામાં આવી. પરંતુ સ્ત્રી કેદીઓ સોળ ટકા જેટલી હતી. તેઓને ત્યાં પરણવાની છૂટ હતી. પરંતુ ઓછી સ્ત્રીઓને લીધે ત્યાં ગુનાઓની અને બીજી સમસ્યાઓ ઊભી થઇ. એટલે પુરુષ-સ્ત્રીનું સમતોલપણું જાળવવા માટે અનાથાશ્રમોની ગરીબ છોકરીઓને તથા કારખાનાઓમાં કામ કરતી મધ્યમ વર્ગની અપરિણીત મહિલાઓને ત્યાં મોકલવાની આકર્ષક યોજનાઓ થઈ. આ રીતે મહિલાઓનું પ્રમાણ વધતાં સમતોલપણું જાળવવાની સમસ્યા હળવી થવા લાગી. ઑસ્ટ્રેલિયામાં મહિલાઓ આવતાં, તેમનાં લગ્ન Page #96 -------------------------------------------------------------------------- ________________ ઑસ્ટ્રેલિયા ૮૭ થતાં, નવી સંતતિ પેદા થતાં વસતિ થોડી વધવા લાગી, પણ એકંદરે આ લોકો ગુનાહિત માનસવાળા, અણઘડ અને અસંસ્કારી હતા. છસાત દાયકા આ રીતે ચાલ્યું. ત્યાં ઈ. સ. ૧૮૫૦માં ઑસ્ટ્રેલિયામાં મેમ્બેર્ન પાસે સોનું નીકળ્યું. હવે ત્યાં જવા માટે ઈંગ્લેન્ડથી શ્રીમંત, બાહોશ, સુશિક્ષિત, સંસ્કારી અંગ્રેજો મોટી સંખ્યામાં દોડ્યા. વહાણોની અવરજવર વધી ગઈ. શ્રીમંતો પાણીના ભાવે મળતી જગ્યા મોટા પ્રમાણમાં ખરીદવા લાગ્યા. સારાં પાકાં ઘરો બંધાવા લાગ્યાં. હવે આરંભની સાધારણ કક્ષાની વસતિ કરતાં સંસ્કારી સુશિક્ષિત વસતિનું પ્રમાણ વધી ગયું. વિસ્તાર વધતો ગયો. નવા નવા પ્રદેશો બ્રિટિશ હકૂમતમાં ઉમેરાતા ગયા અને એમ કરતાં સમગ્ર ઑસ્ટ્રેલિયા બ્રિટનનું સંસ્થાન બની ગયું. અલબત્ત, ત્યારે બીજો કોઈ રાજકીય નિયંત્રણો નહોતાં, એટલે હૉલેન્ડ, પોર્ટુગલ, ફ્રાન્સ, જર્મની, સ્પેન વગેરે દેશોમાંથી પણ ઘણા લોકો આવ્યા અને તેઓએ પણ પોતપોતાની વસાહતો સ્થાપી. પરંતુ રાજ્યસત્તા બ્રિટનની રહી. આદિવાસીઓ ઓસ્ટ્રેલિયાની ધરતી પર પશ્ચિમના ગોરા લોકોએ પગ મૂક્યો તે પહેલાં ત્યાં જુદા જુદા પ્રદેશોમાં આદિવાસીઓ રહેતા હતા. એવા આદિવાસીઓની જુદી જુદી ત્રણસોથી વધુ જાતિઓ મળીને કુલ વસતિ ત્રીસ લાખથી પણ વધુ હોવાનો અંદાજ છે. એક માન્યતા એવી છે કે આ આદિવાસીઓ પ્રાચીન કાળમાં જાવા, મલાયા વગેરે ટાપુઓ પરથી ભટકતા ભટકતા, ખોરાક માટે સ્થળાંતર કરતા કરતા ઑસ્ટ્રેલિયાના કિનારે આવ્યા હશે. ખેતી તેમને આવડતી નહીં હોય એટલે માછલી અને પશુપક્ષીઓના શિકાર ઉપર તેઓ નભતા હશે. બૂમરેંગ તેઓનું શિકાર માટેનું જાણીતું હથિયાર છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮૮ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ ઓસ્ટ્રેલિયામાં હાલ ગોગુજા, વોલ્માજોરી, મંદજિલજારા, ગુરાદિજી, બારડી વગેરે વિવિધ જાતિના આદિવાસીઓ છે. કેટલીયે જાતિઓમાં માત્ર પાંચસોથી હજાર જેટલી વસતિ હવે અસ્તિત્વમાં રહી છે. આ આદિવાસીઓ અલગ અલગ પ્રદેશમાં નાનાં નાનાં જૂથોમાં વસતા હોવાથી અને તેઓની ઘણી જાતિઓ હોવાથી બહારની દુનિયામાં તેઓ એટલા જાણીતા નથી. ઑસ્ટ્રેલિયામાં જેમ જેમ ગોરા વસાહતીઓ વધતા ગયા અને જુદા જુદા પ્રદેશોમાં પ્રસરતા ગયા તેમ તેમ આદિવાસીઓ તેમનાથી દૂર અને દૂર ભાગતા ગયા. ગોરા લોકોએ મુખ્યત્વે દક્ષિણ અને પૂર્વ બાજુ સમુદ્રકિનારે પોતાની વસાહતો ઊભી કરી એટલે આદિવાસીઓ ઉત્તર, પશ્ચિમ અને મધ્ય તરફ ખસતા ગયા.ગોરા લોકો સાથેનો તેમનો સંપર્ક સુખદ નહોતો. આરંભમાં આવેલા ગોરા લોકો ક્રૂર ગુનેગારો હતા. આદિવાસીઓને જોતાં જ તેઓ તેમને મારી નાખતા. વળી, ગોરા લોકો પોતાની સાથે જે કેટલાક ચેપી રોગો લાવ્યા એ રોગો કેટલાક આદિવાસીઓ માટે જીવલેણ નીવડ્યા. એક સૈકામાં તો ત્રીસ લાખ આદિવાસીઓમાંથી માંડ ચાળીસપચાસ હજાર જેટલા રહ્યા. છેલ્લા કેટલાક સમયથી થોડાક આદિવાસી યુવાનો શહેરોમાં આવી ભણવા લાગ્યા છે અને ગોરા લોકો સાથે ભળવા લાગ્યા છે. વસતિ, ધર્મ અને ભાષા આદિવાસીઓની વસતિ ઘટી અને બીજી બાજુ ગોરા લોકોની વસતિ વધતી ગઈ. દરમિયાન એશિયાના જુદા જુદા દેશોમાંથી અંગ્રેજો પોતાની સાથે લઈ ગયેલા અને બીજા એવા લોકોનો વસવાટ પણ ઑસ્ટ્રેલિયામાં થતો ગયો. બે સૈકાને અંતે ઑસ્ટ્રેલિયાની વસતિ ૧, ૮૦,૮૭,૦૦૦ જેટલી થઇ. એમાં ૯૪ ટકા યુરોપીય વંશના લોકો,૪ ટકા એશિયાઈ લોકોના વંશજો અને ૨ ટકા આદિવાસીઓ છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ ઑસ્ટ્રેલિયા ૮૯ યુરોપીય વંશના લોકોમાં પણ ૯૫ ટકા અંગ્રેજો છે, અને ૫ ટકા યુરોપના બીજા દેશના લોકો છે. ઑસ્ટ્રેલિયામાં વસવાટ પાશ્ચાત્ય ગોરાઓનો થયો, પરંતુ એ વાસવાટ પૃથ્વીના પૂર્વ દિશાના દક્ષિણ ગોળાર્ધમાં થયો. યુરોપ બહુ દૂર રહ્યું અને એશિયાની નજીક આવવાનું થયું. એથી ઓસ્ટ્રેલિયાની પ્રજા ઉપર પશ્ચિમ અને પૂર્વ એમ બંને સંસ્કૃતિનો પ્રભાવ પડ્યો. આબોહવાની અસર રહેણીકરમી ઉપર પણ પડી. યુરોપના દેશોમાં જેટલી ઔપચારિકતા છે એટલી ઑસ્ટ્રેલિયામાં જોવા નહીં મળે. રસ્તામાં ઉઘાડા પગે ચાલતા ઑસ્ટ્રેલિયનો જોવા મળશે અને વિમાનમાં બનિયન અને અડધી ચડ્ડી પહેરીને મુસાફરી કરતા ઑસ્ટ્રેલિયનો પણ જોવા મળશે. ઑસ્ટ્રેલિયાની વસતિમાં અંગ્રેજ વંશજો મુખ્ય છે. અંગ્રેજો ખ્રિસ્તી ધર્મના પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયને અનુસરનારા છે. રોમન કેથલિક જેટલા તેઓ ચુસ્ત નથી. ઑસ્ટ્રેલિયામાં લગભગ ૯૪ ટકા લોકો ખ્રિસ્તી ધર્મ પાળે છે, ૧ ટકો મુસલમાનો છે, ૧ ટકો બોદ્ધ ધર્મીઓ છે, ૧ ટકો યહુદીઓ છે અને બાકીના લોકોમાં અન્ય ધર્મીઓ તથા આદિવાસીઓ છે. આમ છતાં ઓસ્ટ્રેલિયામાં ઘાર્મિક ચુસ્તતા, ઝનૂન કે સંઘર્ષ જોવા નહીં મળે. લોકો એકંદરે મળતાવડા અને નિખાલસ છે. ઑસ્ટ્રેલિયામાં મુખ વસવાટ અંગ્રેજોનો હોવાથી અને ઇંગ્લેન્ડનું એ સંસ્થાન હોવાથી ત્યાંની રાજ્યભાષા અને લોકોની મુખ્ય ભાષા અંગ્રેજી રહી છે. ડચ, જર્મન વગેરે લોકો પોતાની વસાહતોમાં માંહોમાંહે પોતપોતાની ભાષા આજ દિવસ સુધી બોલતા આવ્યા છે, પરંતુ અંગ્રેજીના પ્રભુત્વને કારણે નવી પ્રજામાં તે ભાષાઓનો પ્રભાવ ઓછો થવા લાગ્યો છે. ઑસ્ટ્રેલિયનોની ભાષા ઇગ્લિશ, પરંતુ તેમાં Page #99 -------------------------------------------------------------------------- ________________ ૯o સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ બોલચાલની ભાષાના અંશોનું પ્રમાણ વધતું ગયું છે. ત્યાંના લોકોના કેટલાક ઉચ્ચારો બ્રિટનના લોકો કરતાં જુદાં છે. એકંદરે ઑસ્ટ્રેલિયનો ઝડપથી શબ્દો ઉચ્ચારે છે. તેઓ શબ્દમાં વચ્ચે આવતા 'a'નો ઉચ્ચાર “આઇ” જેવો કરે છે. “સન્ડે' અને “મન્ડે' બોલવું હોય તો “સડાઈ' અને “મન્ડાઈ” એવા ઉચ્ચારો કરે છે. ત્યાં મજાકમાં કહે છે કે, કોઈ તમને પૂછે કે “ડિડ યૂકમ હિઅર ટુ ડાઈ?” તો માઠું ન લગાડવું, કારણ કે તેઓ ‘ટુડે'ને બદલે “ટુડાઈ” બોલે છે. તેઓ બાઇસિકલી” બોલે તો બેઝિકલી' બોલે છે એમ સમજવું. તેઓ “થેંક યૂ'ને બદલે “ગૂડ ઑન યૂ” બોલે છે. તેમના ઉચ્ચારોની અને ઉચ્ચારણ-અવયવોની ખાસિયત જુદી છે. રાજ્યો અને શહેરો ઑસ્ટ્રેલિયામાં સૌ પ્રથમ વસેલું શહેર તે સિડની છે. આરંભકાળથી એની વસતિ ઉત્તરોત્તર વધતી રહી છે અને હજુ પણ તે ઑસ્ટ્રેલિયાનું મોટામાં મોટું શહેર છે. ત્યાર પછી બીજે નંબરે આવતું શહેર તે મેલ્બર્ન છે. તદુપરાંત એડિલેઈડ, બ્રિસ્બન, પર્થ, હોબાર્ટ, ડાર્વિન અને કેનબેરા ઑસ્ટ્રેલિયાનાં મુખ્ય શહેરો છે. ઘણાંખરાં શહેરો સમુદ્ર કિનારે અથવા કિનારાથી નજીકના પ્રદેશમાં આવેલાં છે, કારણ કે ઑસ્ટ્રેલિયામાં પ્રજાના વસવાટો મુખ્યપણે તો સમુદ્રકાંઠાના પ્રદેશોમાં થયેલા છે. ઑસ્ટ્રેલિયાની વિશાળ ધરતીનું રાજ્યોમાં વિભાજન વસવાટ અનુસાર થયું છે. ત્યાં જ મુખ્ય રાજ્યો છેઃ (૧) ન્યૂ સાઉથ વેલ્સ, (૨) વિક્ટોરિયા, (૩) સાઉથ ઑસ્ટ્રેલિયા, (૪) ક્વીન્સલેન્ડ, () વેસ્ટર્ન ઑસ્ટ્રેલિયા અને (૬) ટાસ્માનિયા. આ રાજ્યોની સરહદો કુદરતી ભૌગોલિક સરહદ અનુસાર નક્કી ન કરાતાં, અક્ષાંશ અને રેખાંશ અનુસાર, અમેરિકાની જેમ, ઊભી અને આડી લીટીએ નક્કી કરવામાં Page #100 -------------------------------------------------------------------------- ________________ ઑસ્ટ્રેલિયા ૯૧ આવી છે. એમ કરવાનું આ વિશાળ ધરતીમાં સહેલું છે, કારણકે મધ્ય ભાગમાં રણવિસ્તારો છે જ્યાં સરહદોના ઝઘડાનો કોઈ પ્રશ્ન ઉદ્ભવતો નથી. આ છ રાજ્યો ઉપરાંત પાટનગર માટે અને ઉત્તર માટે પ્રાદેશિક વિભાગો કરવામાં આવ્યા છે. ઑસ્ટ્રેલિયાનાં રાજ્યોની અને પ્રાદેશિક વિભાગોની વસતિ અને એનાં મુખ્ય નગરોની વસતિ, હાલ ૨૦૦૦ની સાલના છેલ્લા સત્તાવાર આંકડા અનુસાર નીચે પ્રમાણે છે : રાજ્યો રાજન્ય કુલ વસતિ મુખ્ય નગર મુખ્ય નગરની વસતિ ન્યૂ સાઉથ વેલ્સ ૫૮,૧૩,૦૦૦ સિડની ૩૬,૨૪,૦૦૦ વિકટોરિયા ૪૩,૬૬,૦૦૦ મેલ્બર્ન ૩૦,૩૯,000 સાઉથ ઑસ્ટ્રેલિયા ૧૪,૩૬,૦૦૦ એડિલેઈડ ૧૦,૩૭,000 ક્વીન્સલેન્ડ ૨૮,૯૨,૦૦૦ બ્રિસ્બઇન ૧૨,૭૨,000 વેસ્ટર્ન ઑસ્ટ્રેલિયા ૧૬, ૨૬,૦૦૦ પર્થ ૧,૫૮,૦૦૦ ટાસ્માનિયા ૪, ૫૫,૦૦૦ હોબાર્ટ ૧,૮૧,૦૦૦ પ્રાદેશિક વિભાગો પ્રાદેશિક વિભાગો કુલ વસતિ મુખ્ય નગર એની વસતિ ઉત્તર પ્રદેશ ૧,૫૬,૦૦૦ ડાર્વિન ૭૩,૦૦૦ પાટનગર વિભાગ ૩,૮૩,૦૦૦ કેનબેરા ૩,૦૦,૦૦૦ આ વસતિમાં પ્રતિવર્ષ થોડો વધારો થતો રહ્યો છે. બીજા દેશોના લોકોને પણ કાયમી વસવાટ માટે પરવાનગી આપવામાં આવે છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ ૯૨ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ આમ, ઑસ્ટ્રેલિયાની કુલ વસતિ ૧,૮૦,૮૩,૦૦૦ જેટલી છે, પણ વસતિ જેટલી વધવી જોઇએ તેટલી વધતી નથી. વિદેશીઓના પ્રવેશ ઉપર ત્યાં નિયંત્રણો છે, પરંતુ સ્થાનિક વસતિ વધવાનો દર પણ કુદરતી રીતે જેટલો હોવો જોઇએ એટલો નથી. એનાં ઘણાં કારણોમાંનું એક કારણ એ છે કે પાશ્ચાત્ય દેશોની જેમ ઑસ્ટ્રેલિયામાં પણ યુવકયુવતીઓમાં એવું વલણ વધતું જાય છે કે સુખી જીવન જીવવું હોય તો સંતાનોની જંજાળ ન હોવી જોઇએ. રાજ્યવ્યવસ્થા ઐતિહાસિક દષ્ટિએ જોઈએ તો ઑસ્ટ્રેલિયા બ્રિટિશ સામ્રાજ્યનું એક સંસ્થાન હતું. બીજાં સંસ્થાનોમાં સ્થાનિક પ્રજા હતી અને તેમના પર બ્રિટને રાજ્ય કરવાનું હતું. ઑસ્ટ્રેલિયામાં તો બ્રિટને મોકલેલા પોતાના જ પ્રજાજનો હતા. એટલે ઑસ્ટ્રેલિયાની બ્રિટન પ્રત્યેની વફાદારી ચાલુ રહે એ સમજી શકાય એવી વાત છે. આથી જ, ભારતની આઝાદી પછી, બ્રિટિશ સામ્રાજ્યનું વિસર્જન થયું અને તેની જગ્યાએ બ્રિટિશ રાષ્ટ્રસમૂહ (British Commonwealth)નું નિર્માણ થયું તે વખતે ઑસ્ટ્રેલિયાએ સ્વાયત્ત થવા છતાં બ્રિટનના ડોમેનિયન” રાજ્ય તરીકે રહેવાનું પસંદ કર્યું. એટલે ઑસ્ટ્રેલિયામાં બંધારણીય રાજાશાહી (Constitutional Monarchy) છે. ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રધ્વજમાં બ્રિટના યુનિયન જેકને સ્થાન આપવામાં આવ્યું છે અને પોતાના રાષ્ટ્રગીત ઉપરાંત બ્રિટનનું રાષ્ટ્રગીત પણ સ્વીકારાયેલું છે. બ્રિટનનાં હાલનાં રાણી એલિઝાબેથ ઑસ્ટ્રેલિયા રાષ્ટ્રનાં વડાં છે. ઑસ્ટ્રેલિયાની ચૂંટાયેલી સરકારની પસંદગીથી અને ભલામણથી બ્રિટનના રાણી અસ્ટ્રેલિયાના ગવર્નર-જનરલની નિમણૂંક કરે છે. આમ, બ્રિટનની માત્ર ઔપચારિક સત્તા છે, પરંતુ તે ઑસ્ટ્રેલિયાની રાજ્યવ્યવસ્થાનો ખ્યાલ આપે છે. (છેલ્લા કેટલાક સમયથી ઑસ્ટ્રેલિયાના યુવાનોમાં આ બંધારણીય રાજાશાહી પ્રત્યે વિરોધનો સૂર ઊઠવા લાગ્યો છે.) Page #102 -------------------------------------------------------------------------- ________________ ઑસ્ટ્રેલિયા ૯૩ ઓસ્ટ્રેલિયાની પાર્લામેન્ટની ચૂંટણી લોકશાહી ઢબે થાય છે. ઑસ્ટ્રેલિયામાં ત્રણ રાજદ્વારી પક્ષો છેઃ (૧) લેબર પાર્ટી, (૨) લિબરલ પાર્ટી, (૩) કન્ટ્રી પાર્ટી. એમાં મુખ્ય રસાકસી તો લેબર પાર્ટી ને લિબરલ પાર્ટી વચ્ચે જ હોય છે. - ઑસ્ટ્રેલિયામાં પાર્લામેન્ટમાં બે સભાગૃહ છે. એક ઉપલું સભાગૃહ. એને સેનેટ કહેવામાં આવે છે. બીજું નીચલું સભાગૃહ. એને હાઉસ ઓફ રેપ્રિઝન્ટેટિઝ (પ્રતિનિધિગૃહ) કહેવામાં આવે છે. સેનેટમાં નિયુક્ત સભ્યો હોય છે અને પ્રતિનિધિગૃહમાં ચૂંટાયેલા સભ્યો હોય છે. ચૂંટણીમાં દરેક રાજ્યની વસતિના પ્રમાણમાં એને બેઠકો મળે છે. એમાં ન્યૂ સાઉથ વેલ્સ, વિક્ટોરિયા અને ક્વીન્સલેન્ડ એ ત્રણ રાજ્યોમાં વસતિનું પ્રમાણ વધારે હોવાથી એના પ્રતિનિધિઓનું પ્રમાણ વધારે રહે છે. વેસ્ટર્ન ઑસ્ટ્રેલિયા અને ટાસ્માનિયામાં વસતિ ઓછી હોવાથી એને ઓછી બેઠકો મળે છે. જે પક્ષને પાર્લામેન્ટમાં બહુમતી મળે તે પોતાના નેતાની ચૂંટણી કરે છે અને તે વડા પ્રધાન થાય છે. પાર્લામેન્ટના સભ્યોની મુદત ત્રણ વર્ષની હોય છે અને સેનેટના સભ્યોની મુદત છ વર્ષની હોય છે, પરંતુ સેનેટની રચના એવી રીતે કરવામાં આવી છે કે દર ત્રણ વર્ષે અડધા સભ્યો નિવૃત્ત થાય છે અને નવા સભ્યો તેમાં જોડાય છે. ઑસ્ટ્રેલિયામાં રાજ્યોની સરકારની મુદત ચાર વર્ષની છે. અઢાર વર્ષની ઉંમરે મતાધિકાર અપાય છે. આદિવાસીઓ સિવાય તમામ નાગરિકો માટે મતદાન ફરજિયાત છે. બધા જ ઉમેદવારોને પસંદગીના ક્રમ અનુસાર મત આપવાનો હોય છે. ઑસ્ટ્રેલિયા અત્યંત વિશાળ દેશ હોવાથી અને વસતિ છૂટછવાઈ હોવાથી, ચૂંટણી વખતે અગાઉથી મંજૂરી મેળવીને ટપાલ દ્વારા પણ મતદાન કરી શકાય છે. આમ, બ્રિટિશ પાર્લામેન્ટરી પદ્ધતિ પ્રમાણે ઑસ્ટ્રેલિયાનું રાજ્યતંત્ર ચાલે છે. રાષ્ટ્રના ઔપચારિક વડા તરીકે ગવર્નર-જનરલ છે, પરંતુ વહીવટી તંત્રના વડા તરીકેની સત્તા વડાપ્રધાન ભોગવે છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ ૯૪ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ ઑસ્ટ્રેલિયામાં સંખ્યાબંધ રાજકીય પક્ષો નથી. ત્યાં વર્ણ, ભાષા, ધર્મ, જાતિ વગેરેના પ્રશ્નો નથી એટલે વધુ રાજકીય પક્ષોની આવશ્યકતા ઊભી થઈ નથી. લોકોની આર્થિક સ્થિતિ એકંદરે ઘણી જ સારી છે અને સરકાર તેમનું બરાબર ધ્યાન રાખે છે. એટલે ઑસ્ટ્રેલિયામાં રાષ્ટ્રીય કરતાં આંતરરાષ્ટ્રીય પ્રકારના પ્રશ્નો વધુ મહત્ત્વના બની રહે છે. યુરેનિયમની નિકાસ ન કરવી કે વહેલ માછલીનો શિકાર ન કરવો એવા વિદેશનીતિના પ્રશ્નો પ્રજામાં વધુ ચર્ચાય છે. ઑસ્ટ્રેલિયામાં રાજ્યપદ્ધતિ અને કાનૂનો બ્રિટિશ પદ્ધતિ પ્રમાણે છે, પરંતુ હંમેશાં બ્રિટન તરફ નજર નાખનાર એ દેશ બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકનોના વધુ પરિચયમાં આવ્યો છે. વળી પેસિફિક મહાસાગરના દેશો સાથેનો એનો વ્યવહાર વધ્યો હોવાથી તે વધારે પૂર્વાભિમુખ બનતો જાય છે. જાપાનના સહકારથી ત્યાં મોટરકાર, રસાયણો વગેરેના મોટા ઉદ્યોગો સ્થપાયા છે. એથી જાપાનીઓની સંખ્યા ત્યાં ઉત્તરોત્તર વધતી રહી છે. આમ, ઑસ્ટ્રેલિયાના સમાજજીવન ઉપર બહારની પ્રજાઓનો પ્રભાવ વધવા લાગ્યો છે. બીજા વિશ્વયુદ્ધ વખતે જર્મનીના પક્ષે રહી જાપાને બ્રિટિશ સંસ્થાનો ઉપર આક્રમણો કર્યા તે વખતે તેની મુરાદ ઑસ્ટ્રેલિયાને પણ કબજે કરવાની હતી. ૧૯૪૨માં જાપાને ડાર્વિન અને કેથેરીન શહેર પર હવાઇ હુમલા કર્યા હતા, કેટલીક સ્ટીમરો ડુબાડી હતી અને સિડની બંદરમાં સબમરીન દાખલ કરી હતી. તે વખતે અમેરિકા ઑસ્ટ્રેલિયાની મદદ આવ્યું હતું અને તેને જાપાનીઓના હાથમાં જતાં બચાવ્યું હતું. બીજા વિશ્વયુદ્ધમાં અંતે જાપાનનો પરાજય થયો હતો. તે વખતે ઑસ્ટ્રેલિયા અમેરિકાના અહેસાન હેઠળ આવ્યું હતું. એટલે જ બીજા વિશ્વયુદ્ધ પછી તરત અમેરિકા જ્યારે વિયેટનામની લડાઈમાં અને કોરિયાની લડાઈમાં સંડોવાયું હતું ત્યારે ઑસ્ટ્રેલિયાએ પોતાના સૈનિકો આપીને અમેરિકાને Page #104 -------------------------------------------------------------------------- ________________ ઑસ્ટ્રેલિયા ૯૫ સહાય કરી હતી, એટલું જ નહીં, અમેરિકાની ભલામણથી ઑસ્ટ્રેલિયાએ વિયેટનામના નિરાશ્રિતોને પોતાને ત્યાં વસાવ્યા હતા. આમ, ઑસ્ટ્રેલિયા અમેરિકા તરફ ઢળતું રહ્યું છે. અર્થતંત્ર સિડનીમાં જે એક લાખથી વધુ ગુનેગારોને વસાવવામાં આવ્યા ત્યારે તેઓને આરંભનાં વર્ષોમાં આર્થિક દષ્ટિએ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાનું ઘણું કપરું લાગ્યું. એક દાયકા કરતાં વધુ સમય ભારે હાડમારીનો પસાર થયો. પણ ત્યાર પછી ધીમે ધીમે આર્થિક સ્થિતિ સુધરતી ગઇ. બ્રિટન તરફથી થોડો થોડો પુરવઠો પણ મળતો રહ્યો હતો. સોનું નીકળ્યા પછી સ્થિતિ વધુ સુધરવા લાગી. તદુપરાંત કોલસો અને લોખંડ નીકળ્યાં. બીજી બાજુ ઘેટાંના ઊનની આવક થવા લાગી. વસતિ ઓછી ને પ્રદેશ વિશાળ હોવાને લીધે કુદરતી સંપત્તિની કોઇ ખોટ નહોતી. ઑસ્ટ્રેલિયાની આર્થિક સ્થિતિ એમ ઉત્તરોત્તર સુધરતી ગઈ અને બીજા વિશ્વયુદ્ધ પછી તો ત્યાં જાપાન, અમેરિકા વગેરે દેશોના સહયોગથી નવા નવા ઉદ્યોગો સ્થપાયા અને શહેરો વધુ સુદઢ બનતાં ગયાં. આ રીતે ગરીબી કે બેકારીના પ્રશ્નો ઑસ્ટ્રેલિયામાં ખાસ રહ્યા નહિ. લોકો એકંદરે સુખી અને સમૃદ્ધ જીવન જીવે છે. લોકોની સરેરાશ આવક સારી રહ્યા કરી છે અને આર્થિક વિકાસનો દર સંતોષકારક રહ્યો છે. ઓસ્ટ્રેલિયામાં સરકારી નાણાકીય વર્ષ પહેલી જુલાઈથી ૩૦મી જુન સુધીનું ગણાય છે. ઑસ્ટ્રેલિયાએ બ્રિટિશ રાષ્ટ્રસમૂહનાં બીજાં કેટલાંક રાષ્ટ્રોની જેમ ૧૯૬૬ના ફેબ્રુઆરીથી તોલમાપમાં અને ચલણમાં દશાંશ પદ્ધતિ (Metric System) અપનાવી લીધી છે. માઇલને બદલે કિલોમિટર તથા પાઉન્ડને બદલે ડૉલર અને સેન્ટ, એમ દશાંશ પદ્ધતિમાં રૂપાંતર Page #105 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ કરવામાં આવ્યું છે. ઑસ્ટ્રેલિયાએ પોતાના ચલણમાં પ્લાસ્ટિકની ચલણી નોટો દાખલ કરી છે, જેથી નકલી નોટો સરળતાથી થઈ ન શકે. કેળવણી કેળવણીની બાબતમાં ઑસ્ટ્રેલિયા હજુ સુધી બ્રિટિશ કેળવણીની પદ્ધતિને અનુસરતું રહ્યું છે. બ્રિટને પોતાનાં સંસ્થાનોમાં પોતાની કેળવણીની પદ્ધતિ દાખલ કરેલી હતી. ભારતમાં અગાઉ હતું તેમ પ્રાથમિક શાળાનાં ચાર ધોરણ અને પછી માધ્યમિક શાળાનાં સાત ધોરણ એમ અગિયાર વર્ષે વિદ્યાર્થી મેટ્રિક થાય. ત્યાર પછી ચાર વર્ષનો અભ્યાસ કૉલેજમાં કરીને વિદ્યાર્થી સ્નાતક થાય. ઑસ્ટ્રેલિયાએ આ પદ્ધતિ જ અપનાવી છે, પરંતુ એમાં જુદાં જુદાં રાજ્યોમાં અવારનવાર ફેરફાર થતા રહ્યા છે. એકંદરે સુશિક્ષિત પ્રજાની ટકાવારી ઘણી જ ઊંચી છે. ઑસ્ટ્રેલિયાનાં બધાં જ મુખ્ય શહેરોમાં તે તે રાજ્યની યુનિવર્સિટી છે. જગ્યાની વિશાળતા અને સારી આર્થિક સ્થિતિને લીધે યુનિવર્સિટીઓનાં મકાનો અને સાધનસગવડનું ધોરણ ઘણું જ ઊંચું રહ્યું છે. આમ છતાં ઑસ્ટ્રેલિયાના યુવાનો વિવિધ પ્રવૃત્તિઓના શોખીન હોવાથી અને બાલ્યકાળથી જ ખાધેપીધે બહુ સુખી તથા લહેરી સ્વભાવના હોવાથી જે માં ભણવાનાં વર્ષ વધારે લાગે એવા અભ્યાસક્રમો, ખાસ કરીને દાક્તરી, ઈજનેરી જેવા વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો, ઓછા પસંદ કરે છે. આ સ્થિતિમાં પણ વખતોવખત ફેરફાર થતા રહે છે. ઘર, તરણહોજ વગેરે વિશાળ દેશ, ઘણી જ ઓછી વસતિ, સારી કુદરતી ખનીજસંપત્તિ, ઊન વગેરે ના નિકાસની ખાસ્સી મોટી આવક, વગેરેને કારણે ઑસ્ટ્રેલિયાના લોકોની સમૃદ્ધિ બહુ જ સારી રહી છે. જગ્યાની અછત Page #106 -------------------------------------------------------------------------- ________________ ઑસ્ટ્રેલિયા જરા પણ ન હોવાને કારણે અને વસવાટને બે સૈકા જેટલો જ સમય થયો હોવાને લીધે ત્યાં ક્યાંય ગીચ વસતિ નથી, તો પછી ઝૂંપડપટ્ટીની તો વાત જ ક્યાંથી હોય? લોકોને રહેવા માટે ઘણું ખરું બેઠા ઘાટનાં સ્વતંત્ર ઘર હોય છે. એંસી ટકા જેટલાં પોતાની માલિકીનાં ઘર છે. એ ઘરોમાં વિશાળ ખંડો, બહાર ચોગાન, બગીચો, મોટરકાર માટે તથા યાંત્રિક હોડી (Yacht) માટે ગેરેજ, પાછળ વાડો અને તરણહોજ (સ્વીમિંગ પુલ) એમ વિવિધ પ્રકારની સગવડો હોય છે. ઑસ્ટ્રેલિયાના લોકો તરવાના શોખીન હોય છે. જેને તરતાં ન આવડે તે ઑસ્ટ્રેલિયન નહીં. ઇંગ્લેન્ડના અને યુરોપના ઠંડા પ્રદેશમાંથી આવેલા ગોરા લોકોને પૂર્વના આ ગરમ કહી શકાય એવા પ્રદેશમાં વસવાટ કરવાનું બન્યું એટલે ઠંડક મેળવવા પાણીની સાથે એમની દોસ્તી થઈ ગઈ. ત્યાંના દરેક શહેરમાં જાહેર મોટા તરણહોજ ઉપરાંત એકંદરે સિત્તેર ટકાથી વધુ લોકો પાસે પોતાના ઘરના વાડામાં જ પોતાની અંગત માલિકીના તારણહોજ છે. ઑસ્ટ્રેલિયાનું હવામાન બારે માસ તરવા માટે અનુકૂળ હોય છે. ઑસ્ટ્રેલિયાનાં શહેરો પરથી પસાર થતાં વિમાનમાંથી નજર કરીએ તો નીલરંગી પાણીવાળા સેંકડો તરણહોજ નીચે દેખાય. તરણહોજમાં તરવા ઉપરાંત ઑસ્ટ્રેલિયનો સમુદ્રમાં તરવાના પણ એટલા જ શોખીન છે. ઑસ્ટ્રેલિયાનો સમુદ્રકિનારો ઘણો વિશાળ છે અને એણે ઘણા સમુદ્રતટ (beach) વિકસાવ્યા છે. એની જાળવણી પણ સારી રીતે કરવામાં આવે છે. એની સ્વચ્છતા તરત આપણું ધ્યાન ખેંચે છે. રોજ સવારથી સાંજ સુધી સેંકડો માણસોની અવરજવર હોવા છતાં ક્યાંય કાગળની ચબરખી જેટલો કચરો જોવા ન મળે. કેટલાક સમુદ્રતટ પર પગરખાં પહેરીને જવાની કે ત્યાં ખાવાપીવાની મનાઈ હોય છે. ઑસ્ટ્રેલિયનોને છીછરા પાણીવાળા તટમાં તરવાનું અને તડકો ખાવાનું બહુ ગમે છે. કેટલાક તો રજાના દિવસે સવારથી સાંજ સુધી ત્યાં જ પડ્યા Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૮ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ રહે છે. એવા દિવસે જાણે ત્યાં મોટો મેળો જામ્યો હોય એવું લાગે. કેટલાક સમુદ્રતટ પર તરનારાઓનો અને તરંગસવારી (surfing) કરનારાઓનો એમ બે જુદા જુદા વિભાગ હોય છે. સમુદ્રના પાણીમાં જે જુદી જુદી રમતો થાય છે એમાં મોજાં ઉપર સવારીનો વિશિષ્ટ આનંદ હોય છે. પાંચછ ફૂટ લાંબું લાકડાનું પાટિયું હાથમાં લઈ પાણીમાં આવે જવાનું અને જ્યાં ઊંચું મોટું મોજું શરૂ થાય ત્યાં તરત એના પર પાટિયું ગોઠવી પાટિયા પર બેસી જવાનું અથવા આવડે તો એના પર ઊભા રહી જવાનું અને સમતોલપણું જાળવી મોજા સાથે ડોલતાં ડોલતાં કિનારા સુધી આવવાનું. જ્યાં બહુ મોટાં મોજ દૂરથી આવતાં હોય ત્યાં આવી રમત રમાય છે અને સમતોલપણું જાળવવાનો જુદો જ રોમાંચ અનુભવાય છે. ઑસ્ટ્રેલિયનો પાણીની વિવિધ રમતો ઉપરાંત જલવિહારના પણ એટલા જ રસિયા છે. જાતે હલેસાં મારી ચલાવવાની સાદી નાની હોડી, સઢવાળી હોડી, યાંત્રિક નાની હોડી, યાંત્રિક નાનું વહાણ એમ નાનાંમોટાં કદનાં અને વિવિધ પ્રકારનાં જલવાહનો તેમની પાસે હોય છે. સમુદ્રકિનારે સેંકડો હોડીઓ લાંગરેલી પડી હોય. માત્ર ફરવા, પાણીની રમતો રમવા કે માછલીનો શિકાર કરવા તેઓ નીકળી પડે છે. ઘણા લોકો પાસે યાંત્રિક નાનાં વહાણ હોય છે જે તેઓ ઘરે રાખે છે અને ફરવા જવું હોય ત્યારે પોતાની મોટરકાર પાછળ બાંધી દઈ જે બાજુના સમુદ્રકિનારે જવું હોય ત્યાં લઈ જાય છે. પૂર્વમાં બ્રિસ્બન અને ગોલ્ડ કોસ્ટમાં પર્યટકો માટે એવાં ઘણાં સ્થળો વિકસાવવામાં આવ્યાં છે. સુદીર્ઘ સમુદ્રતટની ચળકતી રેતીને કારણે “ગોલ્ડ કોસ્ટ' નું યથાર્થ નામ ધરાવનાર આ પ્રદેશને યોગ્ય રીતે જ SURFER'S PERADISE (તરંગ સવારનું સ્વર્ગ) તરીકે ઓળખાવવામાં આવે છે. એક જમાનામાં ચારપાંચ હજારની પાંખી વસતિવાળા આ વિસ્તારમાં છેલ્લા બે અઢી Page #108 -------------------------------------------------------------------------- ________________ ઑસ્ટ્રેલિયા ૯૯ દાયકામાં પ્રવાસીઓ મોટી મોટી હોટલો બંધાતાં અને ભિન્નભિન્ન પ્રકારની સાહસિક રમતોનાં મનોરંજન કેન્દ્રો-ઉદ્યાનોનું આયોજન થતાં એક નવું શહેર વસી ગયું છે અને આ પ્રદેશની વસતિની સંખ્યા ત્રણ લાખથી વધુ થઈ ગઈ છે. ઑસ્ટ્રેલિયા એની રમતગમતો માટે અને તેમાં પણ ક્રિકેટ માટે એક સૈકા કરતાં વધુ સમયથી મશહુર છે. ગૉલ્ફ, ટેનિસ, ફૂટબૉલ, સૉકર, ઘોડેસવારી, બૉક્સિગ વગેરે બીજી રમતો ત્યાં છે, પણ ક્રિકેટનું તો એ લોકોને ઘેલું જ છે. ઇંગ્લેન્ડે જૂના વખતમાં પોતાના સંસ્થાનોમાં પોતાની રાષ્ટ્રીય રમત ક્રિકેટનો પ્રચાર કર્યો એથી એ દેશોમાં ક્રિકેટની રમત અત્યંત લોકપ્રિય થઈ ગઈ. અમેરિકા, રશિયા, જર્મની, ચીન, જાપાન વગેરે પોણા ભાગની દુનિયામાં ક્રિકેટ એટલી રમાતી નથી. ઘણા દેશોમાં ફૂટબૉલ, બાસ્કેટ બૉલ, બેઝબૉલ, હોકી વગેરેનું મહત્ત્વ વિશેષ છે. બ્રિટિશ સામ્રાજ્યના વિસર્જન પછી પણ રાષ્ટ્રસમૂહના એ દેશોમાં ક્રિકેટની લોકપ્રિયતા ઘટી નથી. છ ફૂટ ઊંચા ઑસ્ટ્રેલિયનોને ક્રિકેટ રમવાની ફાવટ વિશેષ છે. ઑસ્ટ્રેલિયન ખેલાડીઓ જૂના વખતથી ક્રિકેટ રમવામાં પંકાયેલા છે. ક્રિકેટની વિવિધ હરીફાઈઓમાં તેઓએ જાત જાતની સિદ્ધિઓ દાખવી છે. તેમાં આર્મસ્ટ્રોન્ગ, બ્રેડમેન, બિલ હન્ટ વગેરેનાં નામો સુપ્રસિદ્ધ છે. ઑસ્ટ્રેલિયામાં ૧૯૫૬માં મેલ્બર્નમાં ઑલિમ્પિક રમતોત્સવ યોજાયો હતો અને ૨૦૦૦માં તે સિડનીમાં યોજાયો હતો. શહેરો અને પાટનગર ઐતિહાસિક દષ્ટિએ, વસતિની દષ્ટિએ, વિકાસ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની દષ્ટિએ, નૈસર્ગિક સૌન્દર્યની દષ્ટિએ અને સમૃદ્ધિની દષ્ટિએ સિડની ઑસ્ટ્રેલિયાનું સૌથી મહત્ત્વનું શહેર છે. સિડનીની યુનિવર્સિટી, Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ ન્યૂ સાઉથ વેલ્સ લાઇબ્રેરી, બોડાઈ સમુદ્રતટ, તરોંગા નૂ પાર્ક, પેરા હાઉસ, સેંટર પૉઈન્ટ તથા પાસેના ધૂમાઉન્ટસ વગેરે ઘણાં સરસ જોવા જેવાં સ્થળો ત્યાં છે. સિડનીની દુનિયાનાં રળિયામણાં શહેરોમાં ગણના થાય છે. વિક્ટોરિયા રાજ્યમાં આવેલું ઑસ્ટ્રેલિયાનું બીજું મુખ્ય શહેર મેમ્બર્ન એની યુનિવર્સિટી, નેશનલ આર્ટ ગેલરી, રિઆલ્ટો ટાવર્સ, બૉટનિકલ ગાર્ડન માટે તથા વેપારી મથક તરીકે જાણીતું છે. કેનબેરા પાટનગર તરીકે મહત્ત્વનું છે. આ ત્રણ શહેરો ઉપરાંત બ્રિસ્બન, એડિલેઈડ, પર્થ, હોબાર્ટ, ડાર્વિન વગેરે શહેરોની દરેકની પોતાની કેટલીક વિશિષ્ટતાઓ છે. મધ્ય ઑસ્ટ્રેલિયાના રણપ્રદેશની બરાબર વચ્ચે એલિસ સ્પ્રિંગ નામનું મનોહર સ્થળ છે. ઉત્તરમાં વર્ષાજંગલો (rain forests)ના પ્રદેશોમાં કેઈન્સ (cairns) વગેરે સ્થળે પર્યટક કેન્દ્રો વિકસતાં ત્યાં પણ વસતિ વધવા લાગી છે. કેઈન્સ પાસે સ્મિથફિલ્ડથી કુરાન્ડા સુધીના વિસ્તારમાં આવેલાં વર્ષાજંગલો નિહાળવા માટે રોપ-વે સ્કાયરેઇલની અદ્યતન સુવિધા કરવામાં આવી હોવાથી તથા નજીકમાં આવેલા ડગલાસ બંદરેથી બોટમાં બેત્રણ કલાકના અંતરે સમુદ્રના સ્વચ્છ છીછરા પાણીમાં બેરિયર રીફ-પરવાળાના ખડકો અને માછલીઓ જોવા માટે વ્યવસ્થા થયેલી હોવાથી આ વિસ્તારમાં સહેલાણીઓનો ધસારો વધી ગયો છે. ઑસ્ટ્રેલિયા અત્યંત વિશાળ દેશ હોવાથી અમેરિકા, રશિયા કે ચીનની જેમ ત્યાં પણ પૂર્વ, મધ્ય અને પશ્ચિમ એમ ત્રણ વિભાગમાં ત્રણ જુદા જુદા સમય હોય છે અને એ સમયમાં પણ શિયાળા અને ઉનાળા પ્રમાણે ફેરફાર થાય છે. દાખલા તરીકે જે વખતે પર્થમાં બપોરના બાર વાગ્યા હોય બરાબર એ જ સમયે એડિલેઈડમાં બપોરના બે વાગ્યા હોય અને સિડનીમાં અઢી વાગ્યા હોય. ભારત કરતાં ઑસ્ટ્રેલિયાનો સમય સાડા ચાર કલાક આગળ છે. ભારતમાં સવારના પાંચ વાગ્યા હોય ત્યારે ઑસ્ટ્રેલિયામાં સવારના સાડા નવ વાગ્યા હોય. Page #110 -------------------------------------------------------------------------- ________________ ઑસ્ટ્રેલિયા ૧૦૧ ઑસ્ટ્રેલિયાનાં બીજાં શહેરોનો વિકાસ કુદરતી રીતે થયેલો છે, પરંતુ એના પાટનગર કેનબેરાનું તો નવેસરથી નિર્માણ થયું છે. બ્રિટિશ શાસનકાળ દરમિયાન જ રાજધાની માટે અલગ શહેર બનાવવાની યોજના શરૂ થઈ ગઈ હતી. એ માટે ન્યૂ સાઉથ વેલ્સના રાજ્યમાંથી જ યોગ્ય પ્રકારની વિશાળ જમીન ફાળવવામાં આવી હતી. આ શહેરનો કેવો નકશો હોવો જોઈએ એ માટે આંતરરાષ્ટ્રીય સ્પર્ધા રાખવામાં આવી હતી અને અમેરિકાના સ્થાપત્યવિદ્ બર્લિ પ્રિફિનનો નકશો પસંદ કરવામાં આવ્યો હતો. ગ્રિફિને પોતાના નકશામાં શહેરના મધ્ય ભાગમાં સરખું ખોદાણ કરીને એક વિશાળ સરોવર કરવાની અને એમાં વચ્ચે ૧૪૦ ફૂટ ઊંચો ફુવારો કરવાની યોજના કરી હતી કે જેથી શહેરની શોભા વધે અને હવામાનમાં શીતળતા પ્રસરી રહે. આ નકશા પ્રમાણે શહેર બંધાઈ રહ્યા પછી ઈ. સ. ૧૯૨૭માં બ્રિટનના રાજા પાંચમા જ્યોર્જે એનું ઉદ્ઘાટન કર્યું હતું. પેરા હાઉસ કોઈ ઑસ્ટ્રેલિયાના સાંસ્કૃતિક પ્રવાસે જાય અને સિડનીનું ઑપેરા હાઉસ જોયા વગર પાછો ફરે તો એનો પ્રવાસ અધૂરો જ ગણાય. સિડનીનું નામ દેતાં જ ત્યાંનું ઑપેરા હાઉસ યાદ આવે. એ આધુનિક સમયનું એક બેનમૂન ભવ્ય સ્થાપત્ય છે. ઑપેરા હાઉસના સ્થળની પસંદગી અને એની રચના બંને ગૌરવવંતા છે. આવા ભવ્ય સ્થાપત્ય માટે આસપાસનું નૈસર્ગિક સૌન્દર્ય પણ આવશ્યક છે. બહુમાળી ઇમારતોના આ જમાનામાં સારાં સ્થાપત્યો પણ ઢંકાઈ જાય છે. એટલા માટે સિડનીમાં હાર્બર બ્રિજ પાસે દરિયામાં ઘણું પૂરણ કરીને ત્યાં તૈયાર કરવામાં આવેલી જગ્યામાં, સમુદ્રમાં, ઑપેરા હાઉસ બાંધવામાં આવ્યું કે જેથી ઘણે દૂરથી, વિમાનમાંથી પણ તે સ્પષ્ટ દેખાય. ઑપેરા હાઉસનો Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ આકાર કમળની પાંદડીઓ જેવો છે. નીચે જળ અને ઉપર ખુલ્લું આકાશ એવી રીતે પ્રકૃતિના વાતાવરણનો એને પૂરો લાભ મળ્યો છે. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી અને ચાંદનીમાં પણ, એમ જુદે જુદે સમયે પલટાતા રંગો અને તેજકિરણોથી એના સૌન્દર્યની વૃદ્ધિ થાય છે. ઑસ્ટ્રેલિયાની ન્યૂ સાઉથ વેલ્સની સરકારે એક વિશાળ થિયેટર બાંધવાનો જ્યારે વિચાર કર્યો ત્યારે જાતે તેનો નકશો ન બનાવતાં તે માટે આંતરરાષ્ટ્રીય સ્પર્ધા યોજી કે જેથી દુનિયાના મહાન સ્થાપત્યવિદોની દષ્ટિનો લાભ મળે. આ થિયેટર માટે ડેન્માર્કના જોન ઉત્નોની ડિઝાઈન પસંદ કરવામાં આવી. ત્યારે એનો અંદાજિત ખર્ચ એક કરોડ અને વીસ લાખ ઑસ્ટ્રેલિયન ડૉલરનો હતો. પરંતુ એક કરોડ ડૉલર ખર્ચાઈ જવા છતાં દસ ટકા જેટલું પણ કામ થયું નહીં. દરિયામાં પૂરણી કરવામાં જ વખત અને ખર્ચનું પ્રમાણ બહુ વધી ગયું. વીસ વર્ષે જ્યારે આ થિયેટર બંધાઈ રહ્યું ત્યારે એના ખર્ચનો આંકડો એક અબજ અને વીસ કરોડ ડૉલર સુધી પહોંચી ગયો હતો. ઑસ્ટ્રેલિયા જેવા દેશને જ પોસાય એવું એ સ્થાપત્ય છે. એક થિયેટર બાંધવા પાછળ દુનિયામાં આટલી બધી રકમ હજુ સુધી બીજે ક્યાંય ખર્ચાઈ નથી. આ ઑપેરા હાઉસમાં સંગીત, નાટક વગેરે માટે નાનાંમોટાં ચાર સભાગૃહો છે. એ ચારેમાં મળીને એકસાથે દસ હજાર પ્રેક્ષકો પોતપોતાના કાર્યક્રમો નિહાળી શકે અને છતાં અંદર કે બહાર જતાં કે આવતાં ક્યાંય ભીડ કે અવ્યવસ્થા જેવું લાગે નહીં એવી એની રચના છે. ઑપેરા હાઉસની અર્ધવર્તુળાકાર ઊભી કમાનો અને તેના શ્વેત રંગને લીધે દૂરથી જોતાં જાણે જળમાં કમળ ઊગ્યું હોય એવી છાપ પડે છે. એટલે જ સિડનીના આપેરા હાઉસને “કોંક્રીટમાં કવિતા' તરીકે ઓળખાવવામાં આવે છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ ઑસ્ટ્રેલિયા ૧૦૩ કાંગાર, કોઆલા, પ્લેટિપસ, એમ ઑસ્ટ્રેલિયાનો વિચાર કરીએ અને એનું રાષ્ટ્રીય પ્રાણી કાંગારું યાદ ન આવે એમ બને જ નહીં. પ્રકૃતિશાસ્ત્રીઓ માને છે કે જે જાતનાં પ્રાણીઓ ફક્ત ઑસ્ટ્રેલિયામાં જ જોવા મળે છે તે પરથી એ પ્રાગૈતિહાસિક કાળનો દેશ હોવો જોઈએ. ઑસ્ટ્રેલિયામાં વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિનું બહુ વૈવિધ્ય જોવા મળે છે. ફક્ત નીલગિરિ (યુકેલિપ્સ) વૃક્ષની ૭૦૦ જેટલી જુદી જુદી જાત ત્યાં જોવા મળે છે. એને ત્યાં Gum Tree કહે છે. કાંગારું, કોઆલા, પ્લેટિપસ, એમ વગેરે પ્રાણીઓ ઑસ્ટ્રેલિયામાં (અને આસપાસના એના ટાપુઓમાં) જોવા મળે છે. પેટે બચ્ચાંને રાખીને ઉછેરનારાં પ્રાણીઓમાં કાંગારું સૌથી મોટું છે. એનો દેખાવ કઢંગો છે. એના ચાર પગમાંથી આગળના બે પગ ટૂંકા અને પાછળના લાંબા છે. આમ, છતાં કલાકના ત્રીસ માઇલની ઝડપે તે દોડી શકે છે. વળી, તે ત્રીસ ફૂટ લાંબી છલાંગ મારી શકે છે. તે બે પગ પર ઊભું થઈ શકે છે. ટટાર બેસવું હોય તો પોતાની જાડી લાંબી પૂંછડી પર શરીર ટેકવીને તે બેસી શકે છે. ભૂખરા લાલ રંગના કાંગારું ઊભા થાય તો દસેક ફૂટ જેટલાં ઊંચાં દેખાય છે. એના આગળના બે પગ બે હાથ જેવું કામ પણ આપી શકે છે. માદા કાંગારુંની કોથળીમાં બચ્ચાંનો ઉછેર થાય છે. બચ્ચાં જન્મે ત્યારે ફક્ત દોઢેક ઈંચ જેટલા કદનાં હોય છે. મોટાં થાય ત્યારે દસેક અઠવાડિયે કોથળીમાંથી મોટું બહાર કાઢીને જુએ છે. કાંગારુંની પચાસ જેટલી જુદી જુદી જાતિ છે. એક જાતિનું નામ વેલાબી છે. તેનું કદ નાના કૂતરા જેવડું હોય છે. તે ઘણુંખરું ડુંગરોમાં વસે છે. કાંગારુંની એક જાત વૃક્ષો ઉપર જ રહે છે અને ત્યાંથી જ પોતાનો ખોરાક મેળવી લે છે. કાંગારુંની સૌથી નાની જાતિ કદમાં ઉંદર જેટલી હોય છે. અલબત્ત, ઑસ્ટ્રેલિયનો મોટા કાંગારું જ કાંગારું તરીકે ઓળખે છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ - - સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ ફક્ત ઑસ્ટ્રેલિયામાં જ જોવા મળે છે એવું એક બીજું પ્રાણી તે કોઆલા છે. રીંછની નાની પ્રતિકૃતિ જેવું તે લાગે. એને પૂંછડી હોતી નથી. ત્રણેક ફૂટના રૂંછાદાર શરીરવાળા કોઆલાનું જાડું કાળું નાક અને ઝીણી આંખો એ એની લાક્ષણિકતા છે. “કો આલા' નામ આદિવાસીઓએ પાડેલું છે. એમની ભાષામાં “કોઆલા” એટલે જે પાણી પીતું નથી તે. કોઆલા પાણી પીતું નથી. તે ઘણુંખરું નીલગિરિનાં વૃક્ષો ઉપર જ રહે છે. એનાં પાન એનો મુખ્ય ખોરાક છે. દિવસ કરતાં તે રાત્રે વધારે હરેફરે છે. દિવસે ઘણી વાર તે ઘોરતું દેખાય. કોઈ વાર તો ઝાડ ઉપર એકસાથે ચારપાંચ કોઆલા એકબીજા ઉપર પડ્યાં પડ્યાં ઘોરતાં હોય. ઑસ્ટ્રેલિયાના લોકોને કોઆલા એની સુંવાળી રુંવાટીને લીધે બહુ ગમે છે. હાથમાં લઈને રમાડવું ગમે એવું એ પ્રાણી છે. બાળકોને પણ તે બહુ વહાલું લાગે છે. રમકડાંના કોઆલા હવે ઑસ્ટ્રેલિયા ઉપરાંત અન્ય દેશોમાં પણ મળે છે. પ્લેટિપસ એ ફક્ત ઑસ્ટ્રેલિયામાં જ જોવા મળતું, લગભગ બે ફૂટ લાંબું એક અનોખી જાતનું પ્રાણી છે. તે પ્રાગૈતિહાસિક કાળનું મનાય છે. તેની ગણના જળચર પક્ષીમાં અને પ્રાણીમાં, એમ બંનેમાં થઈ શકે છે. બતકની ચાંચ જેવું પહોળું મોટું, પાણીમાં તરવું અને લીલી દ્રાક્ષ જેવડાં ઈંડાં મૂકવાં એ એની પક્ષી જેવી ખાસિયત બતાવે છે. બીજી બાજુ નહોરવાળા ચાર પગ, તપખીરી રંગનો રુંવાટીવાળો દેહ, પૂંછડી અને બચ્ચાંને ધવરાવીને ઉછેરવાની ખાસિયતને લીધે તેની ગણના પ્રાણીમાં થાય છે. આમ, પ્લેટિપસ મિશ્ર લક્ષણવાળું છે. સસ્તન પ્રાણીઓ ઈડાં મૂકતાં નથી અને ઈંડાં મૂકનારાં પ્રાણીઓ ધવરાવતાં નથી. પ્લેટિપસ જ એક એવું પ્રાણી છે કે જે ઈંડાં મૂકે છે અને બચ્ચાંને ધવરાવે છે. પાણીના કાંઠે દર કરીને રહેનારું તે બહુ ખાઉધરું પ્રાણી છે અને ગલોફામાં પણ તે ખોરાક ભરી રાખે છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ ઑસ્ટ્રેલિયા ૧૦૫ - ઑસ્ટ્રેલિયાનાં પક્ષીઓમાં લાક્ષણિક તે રાષ્ટ્રીય પક્ષી એમુ છે. તે શાહમૃગ જેવું ઊંચું છે. બીજાં પક્ષીઓમાં ચાર ફૂટ જેટલા ઊંચા મરઘા છે. એને કેસોરી કહે છે. હસવા જેવો ગુડગુડ અવાજ કરતાં કૂકાબુરા પક્ષીની જુદી જુદી જાતો ત્યાં છે. મેમ્બર્સ પાસે ફિલિપ ટાપુના સમુદ્રતટ પર પેંગવિન પક્ષીઓ આવે છે. કબૂતર, પોપટ વગેરે જાતનાં સામાન્ય પક્ષીઓ ત્યાં પણ જોવા મળે છે. ૬૦૦ કરતાં વધારે જાતનાં પક્ષીઓ ઑસ્ટ્રેલિયામાં છે. - ઑસ્ટ્રેલિયામાં પાળેલાં પશુઓમાં ઘેટાંને અવશ્ય યાદ કરવાં જોઇએ. એક રીતે જોઈએ તો ઑસ્ટ્રેલિયા એટલે ઘેટાંનો દેશ. મનુષ્યો અને પશુપક્ષીઓ એ તમામમાં સૌથી વધુ વસતિ જો કોઇની ત્યાં હોય તો તે ઘેટાંઓની છે. સમગ્ર દુનિયાના પાંચમા ભાગના ઘેટાં ફક્ત ઑસ્ટ્રેલિયામાં છે. ત્યાં માણસની વસતિ બે કરોડ કરતાં ઓછી છે. પરંતુ ઘેટાંની વસતિ પંદર કરોડની છે. દુનિયામાં શ્રેષ્ઠ ગણાતા “મેરિનો' પ્રકારના ઊનનું અડધું ઉત્પાદન એકલા ઑસ્ટ્રેલિયામાં થાય છે. આ ઉત્પાદનમાંથી પોતાના વપરાશ માટે દસેક ટકા ઊન રાખી બાકીના નેવું ટકા ઊનની ઑસ્ટ્રેલિયા નિકાસ કરે છે. દુનિયાના ઘણા દેશો ઑસ્ટ્રેલિયાનું કિંમતી ઊન ખરીદે છે. ઊન ઉપરાંત ઘેટાંના માંસની નિકાસ પણ તે કરે છે. આમ ત્યાંના અર્થતંત્રમાં ઘેટું કેન્દ્રસ્થાને છે. ઘેટાં ન હોય તો એનું અર્થતંત્ર ખોરવાઈ જાય. ઑસ્ટ્રેલિયામાં કિનારાના પ્રદેશોમાં સરેરાશ સારો વરસાદ પડતો હોવાથી ઘેટાના ચરાણ માટે ઘાસની સારી છત રહે છે. એ ઘાસની સારી ગુણવત્તા અને ઘેટાંના ઉછેર માટે સારી આબોહવા હોવાથી શ્રેષ્ઠતમ પ્રકારનું ઊન ઘેટાંઓ આપે છે. ઘેટાના વ્યવસાયનો વિકાસ ઑસ્ટ્રેલિયામાં કેવી રીતે થયો એનો ઈતિહાસ રસિક છે. સત્તરમા અને અઢારમા સૈકામાં વહાણવટીઓ યુરોપથી નીકળી આઠદસ મહિને જાવા, ઑસ્ટ્રેલિયા સુધી પહોંચતા Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ ત્યારે તેઓ પોતાના આહાર માટે સાથે ઘેટાં પણ લેતા આવતા. આર્થર ફિલિપ જ્યારે ઇ.સ. ૧૭૮૮માં ઑસ્ટ્રેલિયા પહોંચ્યો ત્યારે એણે બાકીનાં ઘેટાંને મારી નાખવાને બદલે ઉછેર્યા. સારી આબોહવા અને સારું ઘાસ મળતાં એ હૃષ્ટપુષ્ટ ઘેટાંઓએ જે ઊન આપ્યું તે ઉત્તમ કોટિનું હતું. આ જોઈને ન્યૂ સાઉથ વેલ્સના એક લશ્કરી અફસર લેફટનન્ટ મેકઆર્થરે બ્રિટિશ સરકાર આગળ યોજના રજૂ કરી કે જો ઈગ્લૅન્ડ પોતાને સારામાં સારાં થોડાં ઘેટાં મોકલી આપે અને ચરાણ માટે મફત જમીન આપે તો પોતે ઘેટાંના ઉછેરનો વ્યવસાય કરવા ઇચ્છે છે. એની યોજના મંજૂર થઈ અને ઈ.સ. ૧૭૯૭માં ચૌદ ઉત્તમ પ્રકારનાં મેરિનો ઘેટાં ઑસ્ટ્રેલિયા આવી પહોંચ્યા. મેકઆર્થરે એના પોષણ-સંવર્ધનની જવાબદારી ઉપાડી લીધી. પહેલે વર્ષે ઘેટાદીઠ એક કિલો ઊન ઊતર્યું. પછીથી તો ઉત્તરોત્તર એ વધતું ગયું. ઊનનો વ્યવસાય ધમધોકાર ચાલવા લાગ્યો. પ્રયોગો થવા લાગ્યા. એક સૈકા પછી તો ઑસ્ટ્રેલિયાનાં ઘેટાં પંદર કિલો સુધી ઊન આપવા લાગ્યાં. ઘેટાંઓની સંખ્યા પણ ઉત્તરોત્તર વધતી ગઈ. બે સૈકાને અંતે તો ચૌદ ઘેટાંમાંથી પંદર કરોડ ઘેટાં થઈ ગયાં. ઘેટાંઓએ ઑસ્ટ્રેલિયાને ન્યાલ કરી દીધું. ઓપલ ઓપલ એ ઑસ્ટ્રેલિયાનું કીંમતી રત્ન છે. ત્યાંની ઝવેરાતની દરેક દુકાનમાં જાત જાતનાં ઓપલ મળે અને ઓપલ મઢેલા દાગીના મળે. ઓપલ એટલે કીંમતી રેતાળ પથ્થર. ઑસ્ટ્રેલિયામાં જમીનમાં બસો ત્રણસો ફૂટ ઊંડે ખોદીને ખડકાળ પથ્થરો કાઢવામાં આવે છે. ઓપલની આવી ખાણો ઑસ્ટ્રેલિયામાં ઘણી છે. ઑસ્ટ્રેલિયામાંથી જેટલાં ઓપલ મળે છે તેટલાં બીજા કોઈ દેશમાંથી મળતાં નથી. ખાણમાંથી નીકળેલા આ પથ્થરોને ઘસીને, વર્તુળાકાર કે અર્ધવર્તુળાકાર ઘાટ આપીને WWW.jainelibrary.org Page #116 -------------------------------------------------------------------------- ________________ ઑસ્ટ્રેલિયા ૧૦૭ ચમકતા કરવામાં આવે તો એમાંથી વિવિધ રંગો ચમકારા મારે છે. ઓપલ હીરા જેટલું કીમતી રત્ન નથી, કારણ કે ઊંચેથી પડતાં તે બટકી જવાનો સંભવ રહે છે. ઓપલ પર હીરાની જેમ પહેલ પાડી શકાતા નથી. એટલું જ નહીં, તીક્ષણ વસ્તુ સાથે જો તે ઘસાય તો એ બગડી જવાનો સંભવ રહે છે. આમ, છતાં તણખા જેવા વિવિધ રંગો એમાંથી નીકળતા હોવાને લીધે એનું આકર્ષણ ઘણું રહે છે. આમ, ભૌગોલિક, પ્રાકૃતિક, સાંસ્કૃતિક, આર્થિક ઇત્યાદિ દષ્ટિએ ઑસ્ટ્રેલિયાની ઘણી આગવી લાક્ષણિકતાઓ છે. દુનિયાના અગ્રગણ્ય દસ પંદર દેશોમાં એની ગણના થાય છે. પ્રવાસ કરવાની તક મળે તો ગમી જાય એવો દેશ છે, એવી ત્યાંની પ્રજા છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ જેના દર્શનમાં કાળની વિભાવના છેલ્લા થોડાક દાયકામાં ભૌતિક વિજ્ઞાને આશ્ચર્યજનક પ્રગતિ કરી છે. અણુવિજ્ઞાન, વીજાણુવિજ્ઞાન (Electronics), અવકાશ-વિજ્ઞાન ઇત્યાદિ વિવિધ વિજ્ઞાન-શાખાઓએ માનવજાતને હેરત પમાડે એવી ગજબની શોધો કરીને સિદ્ધિઓ મેળવી છે. એમાં કાળમાપક સાધનો પણ ઘણી જાતનાં વિકસ્યાં છે. સ્ટોપવોચ, કાઉન્ટર વગેરેની મદદ વડે સુનિશ્ચિત આંકડાઓ પ્રાપ્ત થાય છે. એક મિનિટમાં પચીસેક હજાર આંટા ફરે એવાં સાધનો વપરાશમાં આવી ગયાં છે. એમાં જ્યારે કાંટો ફરતો હોય અથવા આંકડાઓ બદલાતા હોય ત્યારે તે એટલી બધી ઝડપથી ફરતા રહે છે કે આપણને કશું ફરતું દેખાય જ નહિ. એક સેકન્ડનું એવું સૂક્ષ્મ વિભાજન થાય છે કે આપણી નજરમાં તે આવતું નથી. બીજી બાજુ રોકેટમાં અવકાશ- યાત્રાએ નીકળી પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરનાર વૈજ્ઞાનિકો કહે છે કે અવકાશમાં દિવસ છે કે રાત એની ખબર પડતી નથી. ત્યાં કાળ જાણે સ્થગિત ગયો હોય હોય એમ અનુભવાય છે. માત્ર ઘડિયાળના આધારે ખબર પડે છે કે કઈ તારીખ છે અને પોતે કેટલા દિવસથી પૃથ્વીની બહાર છે. વર્તમાન વૈજ્ઞાનિક જગતને કાળ વિશે થતા આવા વિલક્ષણ અનુભવોમાં સત્ય રહેલું છે. કેટલાક વૈજ્ઞાનિકો હવે એમ માનવા લાગ્યા છે કે વિશ્વમાં કાળ જેવું કશું છે જ નહિ. આ બધું સાપેક્ષ છે. આજના વિજ્ઞાને કાળ વિશે જે વાતો કરી છે તેવી વાતો જૈન દર્શને હજારો વર્ષ પહેલાં કહી છે. કાળ વિશેનું ચિંતન જૈન ધર્મમાં જેટલી સૂક્ષ્મ રીતે અને સવિગત થયું છે તેટલું જગતના અન્ય કોઈ ધર્મમાં કે દર્શનમાં થયેલું જોવા મળતું નથી. કાળની સૂક્ષ્મ, સૂક્ષ્મતર કે સૂક્ષ્મતમ વિભાવના જેમ એમાં કરવામાં આવી છે તેમ કાળની વિરાટ પરિકલ્પના પણ એમાં જ જોવા મળે છે. એક બાજુ જેમ એમાં સૂક્ષ્મ ક્ષણ એટલે કે “સમય'ની વિચારણા થયેલી છે તેમ બીજી બાજુ પલ્યોપમ, સાગરોપમ અને Page #118 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનમાં કાળની વિભાવના ૧૦૯ પુદ્ગલ-પરાવર્તન જેવી અંતિમ કોટિની અદ્દભુત વિચારણા પણ થયેલી છે. જૈન દર્શનમાં ‘સમય’ એક પારિભાષિક શબ્દ છે. જૈન દર્શન પ્રમાણે સમય” એ કાળનું સૂક્ષ્મતમ અવિભાજ્ય અંગ (Smallest Unit) છે. આંખના એક પલકારામાં-નિમિષ માત્રમાં અસંખ્યાતા સમય વીતી જાય છે. આ સમયને સર્વજ્ઞ ભગવાન જ જાણી શકે છે. સમયનો ખ્યાલ આપવા માટે શાસ્ત્રકારો બે દષ્ટાન્ત આપે છે. એક ફૂલની પાંદડીઓનું અને બીજું જીર્ણ વસ્ત્ર ફાડવાનું. ધારો કે કોઈ પોયણીની કે અન્ય કોઈ પુષ્પની સો, બસો કે હજારથી વધુ પાંદડીઓ એક સાથે ઉપરાઉપરી ગોઠવવામાં આવે અને પછી કોઇ બળવાન માણસ સોય કે ભાલા જેવી તીક્ષ્ણ અણી વડે એક જ ઝાટકે તેને આરપાર ભેદી નાખે તો એ અણી કોઈ પણ એક પાંદડીમાંથી નીકળી બીજી પાંદડીમાં પ્રવેશવા જાય તો તે તેમાં કેટલો કાળ લાગે? એટલો કાળ “સમય”નો ખ્યાલ આપી શકે. અથવા કોઈ એક યુવાન માણસ એક જીર્ણ વસ્ત્રને એક ઝાટકે ફાડી નાખે, તો ક્ષણ માત્રમાં ફાટેલા એ વસ્ત્રમાં રહેલા હજાર-બે હજાર તાંતણામાંથી કોઈપણ એક તાંતણો ફાટ્યા પછી બીજો તાંતણો ફાટે જેમાં જે વખત લાગે તે “સમય”નો ખ્યાલ આપી શકે. વસ્તુતઃ સમય એથી પણ વધુ સૂક્ષ્મ છે. એટલે જ આંખના પલકારામાં અસંખ્યાત “સમય” પસાર થઈ જાય છે. કાળના એક છેડે “સમય” છે તો બીજે છેડે પલ્યોપમ, સાગરોપમ, પગલપરાવર્તન ઈત્યાદિ છે. પલ્યોપમ એટલે જેને પલ્યની ઉપમા આપી શકાય તે. પલ્ય એટલે ખાડો અથવા કૂવો. ચાર ગાઉ લાંબો, એટલો જ પહોળો અને એટલો જ ઊંડો એક ગોળાકાર વિરાટ કૂવો કરવામાં આવે. તેમાં યુગલીઆના અત્યંત કોમલ વાળના અગ્ર ભાગના ટુકડા હોય તો તે વધુમાં વધુ ભરાય. એવી રીતે ઠાંસી ઠાંસીને તે ભરવામાં Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ આવે કે જેથી જરા પણ ખાલી જગ્યા રહે નહિ. એના ઉપરથી પાણીનો ધોધ વહી જાય તો પણ એક ટીપું અંદર ઊતરે નહિ અને ચક્રવર્તીની સેના એના ઉપરથી ચાલી જાય તો પણ તે પલ્ય જરા પણ દબાય નહિ કે નમે નહિ. હવે એ પલ્યમાંના રહેલા અસંખ્યાતા વાળના ટુકડાઓમાંથી ૬૨ સો વરસે એક ટુકડો બહાર કાઢવામાં આવે અને એ રીતે આખો કૂવો સંપૂર્ણ ખાલી થતાં જેટલો વખત લાગે તે વખત બરાબર એક પલ્યોપમ કહેવાય છે. આ પલ્યોપમના છ પ્રકાર શાસ્ત્રકારો બતાવે છે. ૧. ઉદ્ધાર પલ્યોપમ, ૨. અદ્ધા પલ્યોપમ, ૩. ક્ષેત્ર પલ્યોપમ. આ ત્રણેના સૂક્ષ્મ અને બાદર એમ બે ભેદ છે. એ રીતે કુલ છ ભેદ પલ્યોપમના થાય છેઃ સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ, બાદર ઉદ્ધાર પલ્યોપમ, સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ, બાદર અદ્ધા પલ્યોપમ, સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ ને બાદર ક્ષેત્ર પલ્યોપમ. આ બધા પારિભાષિક પ્રકારો છે. અહીં સો વરસે વાળનો એક ટુકડો કાઢવાનું જે દષ્ટાન્ન આપ્યું છે તે સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમનું છે. સાગરોપમ એટલે સાગરની ઉપમા અપાય એવું. હવે પલ્ય એટલે કે કૂવાને બદલે સાગર જેટલા વિશાળ ખાડામાં વાળના ટુકડા એ જ પ્રમાણે ભરવામાં આવ્યા પછી એ જ પ્રમાણે ખાલી ક૨વામાં આવે તો તેને સાગરોપમ કાળ કહેવામાં આવે છે. સાગરોપમના પણ છ ભેદ છે. ૧. ઉદ્ધાર સાગરોપમ, ૨. અદ્ધા સાગરોપમ અને ૩. ક્ષેત્ર સાગરોપમ. આ ત્રણેના સૂક્ષ્મ અને બાદર એમ બે ભેદ છે. એ રીતે સાગરોપમના કુલ છ ભેદ થાય છે. અહીં દષ્ટાન્તમાં સૂક્ષ્મ અહ્વા સાગરોપમ સમજવાનું છે. દસ કોડાકોડી સૂક્ષ્મ અહ્વા પલ્યોપમ બરાબર એક સૂક્ષ્મ અહ્વા સાગરોપમ. (કોડાકોડી એટલે કરોડ ગુણ્યા કરોડ). Page #120 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનમાં કાળની વિભાવના ૧૧૧ મનુષ્ય જીવનમાં કાલની ગણના અત્યંત પ્રાચીન કાળથી થતી આવી છે. સૂર્ય-ચંદ્રના ઉદયાસ્ત અનુસાર, ગ્રહોનક્ષત્રોની સ્થિતિ-ગતિ અનુસાર, મનુષ્યના પડછાયા અનુસાર, સમુદ્રનાં ભરતીઓટ અનુસાર માણસે કાલની ગણતરી કેવી રીતે કરવી એની વિવિધ પદ્ધતિઓ શોધીને વિકસાવી છે અને ઘટિકા વગેરે કાલમાપક સાધનો બનાવ્યાં છે. પાશ્ચાત્ય જગતમાં ઘડિયાળની શોધ થયા પછી મિનિટ અને સેકન્ડના માપની ચોક્કસાઈ આવી અને વર્તમાન સમયમાં ઈલેકટ્રોનિક્સની શોધ પછી અને સમયમાપક યંત્રોના વિકાસ પછી સેકંડના પણ વિભાજનો કેવી રીતે થાય તેનાં સાધનો પ્રાપ્ત થવા લાગ્યાં છે. પ્રાચીન કાળમાં પાશ્ચાત્ય જગતમાં મુખ્યત્વે સૂર્યની ગતિના આધારે કાળગણના થવા લાગી હતી. ભારતમાં કાળની ગણના સૂર્ય ઉપરાંત ચંદ્ર અને નક્ષત્રોની ગતિને આધારે થઈ છે. પાશ્ચાત્ય જગતમાં વર્ષમાં ઘણાં દિવસ-રાત્રિ આકાશ વાદળાંઓથી ઘેરાયેલું રહેતું હોવાથી ચંદ્ર-નક્ષત્રો-ગ્રહોના દર્શન-અવલોકનમાં એટલી સરળતા રહેતી નહિ. એટલે ચંદ્રને બદલે સૂર્યની ગતિનો આધાર લેવાનું આ પણ એક કારણ હોય. બીજી બાજુ ઋતુચક્રો જે રીતે ચાલે છે તેની સાથે સૂર્યચંદ્રની ગતિનો મેળ બેસાડવો હોય તો નજીવી વધઘટ કરવી અનિવાર્ય બની ગઇ. એથી જ પાશ્ચાત્ય કેલેન્ડરમાં વર્ષના એટલે કે બાર મહિનાના ૩૬૦ને બદલે ૩૬૫ દિવસ કરવા ઉપરાંત ચાર વર્ષે ફેબ્રુઆરીના ૨૯ દિવસ કરવા પડે છે. ગ્રીનીચની ઘડિયાળમાં અમુક વર્ષે બે સેકન્ડનો ફરક કરવો પડે છે. તેવી જ રીતે ભારતીય પંચાગોમાં તિથિનાં વૃદ્ધિક્ષય અને અધિક માસની વ્યવસ્થા કરવી પડી છે. જૈન દર્શન પ્રમાણે કાળનું કોષ્ટક તૈયાર કરવામાં આવ્યું છે. એ પ્રમાણે નવ “સમય” બરાબર એક જધન્ય (નાનામાં નાનું) અંતર્મુહૂર્ત. અસંખ્યાતા (જધન્ય અસંખ્યાતા) સમય બરાબર એક આવલિકા. Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ સાંપ્રત સહચિંતન ભાગ ૧૨ ૨૨૨૩ પૂર્ણાંક ૧૨૨૯/૩૭૭૯ આવલિકા બરાબર એક ઉચ્છ્વાસ. ૪૪૪૬ પૂર્ણાંક ૨૪૫૮/૩૭૭૩ આવલિકા બરાબર એક શ્વાસ અને એક ઉચ્છ્વાસ, એટલે કે એક પ્રાણ. ૭ પ્રાણ બરાબર એક સ્તોક, સાત સ્તોક બરાબર એક લવ. ૩૮૫ લવ બરાબર એક ઘડી (એ બરાબર આજની ૨૪ મિનિટ), બે ઘડી બરાબર એક મુહૂર્ત, એટલે કે ૪૮ મિનિટ. (એક સામાયિકનો કાળ) મુહૂર્તમાં એક ‘સમય’ ઓછો હોય તો એ ઉત્કૃષ્ટ અન્તર્મુર્હુત ગણાય. આવલિકાની બીજી રીતે ગણતરી ગણતાં ૨૫૬ આવલિકા બરાબર એક ક્ષુલ્લક ભવ. (અર્થાત્ નાનામાં નાનું આયુષ્ય- smanllest life existence). આ આયુષ્ય નિગોદનાં જીવોનું હોય છે. એક શ્વાસોચ્છ્વાસ એટલે કે પ્રાણ જેટલા કાળમાં નિગોદના જીવોના ૧૭ પૂર્ણાંક ૧૩૯૫/૩૭૭૩ એટલે લગભગ સાડા સત્તર ક્ષુલ્લક ભવ થાય). ૩૦ મુહૂર્ત બરાબર એક અહોરાત્ર (૨૪ કલાક), ૧૫ અહોરાત્ર બરાબર એક પક્ષ, બે પક્ષ બરાબર એક માસ. બે માસ બરાબર એક ઋતુ, ત્રણ ઋતુ બરાબર એક અયન (છ મહિના) અને બે અયન બરાબર એક વરસ. ૮૪ લાખ વર્ષ બરાબર એક પૂર્વાંગ અને ૮૪ લાખ પૂર્વાંગ બરાબર એક પૂર્વ. ૮૪ લાખ પૂર્વ બરાબર એક ત્રુટિતાંગ, ૮૪ લાખ ત્રુટિતાંગ બરાબર એક ત્રુટિત, આમ અનુક્રમે પ્રત્યેકને ૮૪ લાખથી ગુણતાં જવાથી ત્રુટિત, અડડાંગ, અડડ, અવવાંગ, અવવ, હુકાંગ, હુહુક, ઉત્પલાંગ, ઉત્પલ, પદ્માંગ, પદ્મ, નલિનાંગ, નલિન, અર્થનિપૂરાંગ, અર્થનિપૂર, અયુતાંગ, અયુત, પ્રયુતાંગ, પ્રયુક્ત, નયુતાંગ, નયુત, ચૂલિકાંગ, ચૂલિકા અને શીર્ષપ્રહેલિકાંગ તથા શીર્ષપ્રહેલિકા સુધી પહોંચી શકાય છે. ત્યાં સુધીનાં સંખ્યાતા વર્ષ ગણાય છે. ત્રુટિતાંગની સંખ્યાને ૮૪ લાખ વડે ઉત્તરોત્તર ૨૫ વાર ગુણીએ તો શીર્ષપ્રહેલિકાની Page #122 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનમાં કાળની વિભાવના ૧૧૩ સંખ્યા આવે. એ આંકડો કેટલો આવે તે ચોક્કસાઇપૂર્વક જૈન શાસ્ત્રગ્રંથોમાં (ક્ષેત્રસમાસ, પ્રવચન સારોદ્વાર, બૃહત્સંગ્રહણી, લોકપ્રકાશ ઇત્યાદિમાં) આપવામાં આવ્યો છે. શીર્ષપ્રહેલિકા સુધીનો કાળ તે સંખ્યાના વર્ષનો છે. એ પછી એથી વધુ કાળના અસંખ્યાતા વર્ષ ગણાય છે. આવાં અસંખ્યાતા વર્ષનો એક પલ્યોપમ કાળ ગણાય છે. દસ કોડાકોડી પલ્યોપમ બરાબર એક સાગરોપમ કાળ ગણાય છે. દસ કોડાકોડી સાગરોપમ બરાબર એક ઉત્સર્પિણી અથવા એક અવસર્પિણી. વીસ કોડાકોડી સાગરોપમ બરાબર એક ઉત્સર્પિણી અને એક અવસર્પિણીનું એક કાલચક્ર. (સવાર્થસિદ્ધ વિમાનના દેવનું અથવા સાતમી નરકના જીવનું આયુષ્ય તેત્રીસ સાગરોપમનું હોય છે.) અનંત કાળચક બરાબર એક પુદ્ગલપરાવર્તન થાય છે. અવસર્પિણી અને ઉત્સર્પિણીના પ્રત્યેકના છ આરા છે. અવસર્પિણીના સુષમાસુષમા નામનો પહેલો આરો ચાર કોડાકોડી સાગરોપમનો હોય છે. બીજો સુષમા નામનો આરો ત્રણ કોડાકોડી સાગરોપમનો, ત્રીજો સુષમા દુષમા નામનો આરો બે કોડાકોડી સાગરોપમનો, ચોથો દુષમાસુષમા નામનો આરો એક કોડાકોડી સાગરોપમમાં બેતાલીસ હજાર વર્ષ ઓછાં-એટલા કાળનો હોય છે. પાંચમો દુષમા નામનો આરો જે હાલ ચાલી રહ્યો છે તે એકવીસ હજાર વર્ષનો છે અને છકો દુષમાદુષમા નામનો આરો પણ એકવીસ હજાર વર્ષનો છે. ઉત્સર્પિણીમાં આનાથી ઊલટો ક્રમ હોય છે. એમાં પહેલો આરો દુષમદુષમા, બીજો આરો દુષમા, ત્રીજો આરો દુષમાસુષમા, ચોથો આરો સુષમાદુષમા, પાંચમો આરો સુષમા અને છઠ્ઠો આરો સુષમાસુષમા છે. દરેક આરાનો કાળ તેના નામ પ્રમાણે હોય છે. આમ Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ દસ કોડાકોડી સાગરોપમની અવસર્પિણી અને દસ કોડાકોડી સાગરોપમની ઉત્સર્પિમી એમ મળીને વીસ કોડાકોડી સાગરોપમનું એક કાલચક્ર થાય છે. અનંતા કાલચક્રથી થતા એક પુદ્ગલપરાવર્તનના પણ આઠ ભેદ છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ ચાર ભેદ અને તે દરેકના સૂક્ષ્મ અને બાદર એવા બે ભેદ. એમ બધાં મળી આઠ ભેદ પુદ્ગલ-પરાવર્તન થાય છે. એનો આખો જુદો વિષય છે. જૈન દર્શનમાં આવી રીતે ગણતરી કરવામાં આવેલા કાળને વ્યવહારકાળ તરીકે ઓળખવામાં આવે છે. એ મનુષ્યલોકમાં હોય છે. વાસ્તવિક જીવનમાં મિનિટ-કલાક, દિવસ-રાત ઇત્યાદિ કાળની ગણના છે તે વ્યાવહારિક કાળના સ્વરૂપની દષ્ટિએ છે. આ કાળને આધારે જ્યોતિષ વિજ્ઞાનની રચના થયેલી છે. આ કાળના આધારે આયુષ્યની ગણતરી થાય છે. આ કાળના આધારે આપણે જીવનક્રમ ગોઠવીએ છીએ, નિશ્ચિત સમયે સ્થળાંતર કરીએ છીએ, બીજાઓને ટાઈમ આપી શકીએ છીએ. એને આધારે બસ, રેલવે, વિમાન, જહાજ વગેરે ચાલે છે. એના આધારે નોકરી, વેપારીધંધા, ઉદ્યોગો, સરકારો વગેરે ચાલે છે. એને આધારે વચન અપાય છે અને પળાય છે. પરંતુ આ કાળને વ્યવહારકાળ તરીકે જૈન દર્શનમાં ઓળખવામાં આવે છે. જૈન દર્શનમાં કાળના વ્યવહારકાળ અને નિશ્ચયકાળ એવા બે મુખ્ય ભેદ છે, જૈન દર્શન પ્રમાણે આ સમગ્ર વિશ્વ છ દ્રવ્યોનું બનેલું છે. ૧. જીવ, ૨. પુદ્ગલ, ૩. ધર્મ, ૪. અધર્મ, ૫. આકાશ અને ૬. કાળ. આમાં પહેલાં પાંચ તે અસ્તિકાય છે; જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય. કાળ અસ્તિકાય કહેવાતો નથી, કારણ કે કાળને સ્કંધદેશરૂપ, પ્રદેશ- સમુદાયરૂપ તિર્યકપ્રચય નથી. સમય, આવલી, સ્તોક, લવ, મૂહૂર્ત, દિવસ, માસ ઇત્યાદિનો પ્રચય એટલેકે સમુદાય થતો નથી. માટે કાળને જીવ, પુદ્ગલ Page #124 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનમાં કાળની વિભાવના ૧૧૫ વગેરેની જેમ અસ્તિકાય કહેવાતો નથી. કાળને સમયરૂપ પૂર્વાપર પર્યાય છે, પરંતુ એક સમય બીજા સમય સાથે જોડાઈને માટી, પત્થર વગેરેની જેમ અંધ કે પ્રદેશરૂપ સમુદાય થતો નથી. કાળ દ્રવ્યમાં ભૂતકાળના અનંત સમય છે, વર્તમાનનો એક સમય છે અને ભવિષ્યના અનંત સમય છે, પણ તે “કાયમાન' ન હોવાથી કાળને અસ્તિકાય કહેવામાં આવતો નથી. દરેક દ્રવ્યનો પોતાનો વ્યાવર્તક-આગવો ગુણ છે, જે અન્ય દ્રવ્યમાં નથી. જેમકે જ્ઞાન ગુણ ફક્ત જીવ દ્રવ્યમાં છે, અન્યમાં નથી; પૂરણ-ગલણ એટલે કે મિલન-વિખરણ ગુણ પુદ્ગલ દ્રવ્યમાં છે, અન્ય દ્રવ્યમાં નથી; ગતિ-સહાયનો ગુણ ધર્માસ્તિકાય દ્રવ્યમાં છે, અન્યમાં નથી; સ્થિતિ-સહાયક ગુણ અધર્માસ્તિકાય દ્રવ્યમાં છે, અન્ય દ્રવ્યમાં નથી; અવગાહના ગુણ આકાશાસ્તિકાય દ્રવ્યમાં છે, અન્ય દ્રવ્યમાં નથી. એ પ્રમાણે ઉત્પાદ-વ્યયરૂપ વર્તના ગુણ ફક્ત કાલ દ્રવ્યમાં છે, અન્ય દ્રવ્યમાં નથી, સમય” એ કાળની પર્યાય છે. તે નાશવંત છે. પર્યાય દ્રવ્ય વિના હોઈ ન શકે. એટલે કાલ એક દ્રવ્ય છે. દ્રવ્ય વિનશ્વર અર્થાતુ અવિનાશી હોય છે. એ દષ્ટિએ કાળને દ્રવ્ય તરીકે ઓળખાવવામાં આવે છે. કાળને સ્વતંત્ર દ્રવ્ય તરીકે સ્થાન આપવું કે નહિ એ વિશે ઠેઠ પ્રાચીન કાળથી આચાર્યોમાં મતમતાંતર છે. કાળ દ્રવ્ય છે એમ ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે. धम्मो अधम्मो आगासं दव्वमिक्किक्कमाहियं । अणंतापि च दव्वाणि, कालो पुग्गलजंतवो ।। (ધર્મ, અધર્મ અને આકાશ એ દ્રવ્યો એક એક કહ્યાં છે. કાળ, પુદ્ગલ અને જંતુ (જીવ) એ દ્રવ્યો અનંતા કહ્યા છે.) Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ૬ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧ ૨ તત્ત્વાર્થસૂત્રમાં વાચક ઉમાસ્વાતિએ યવ દ્રવ્યમ્ એમ કહ્યા પછી કહ્યું છે: ત્રિરત્યે (પ.૩૮) એટલે કે કેટલાક કાલને પણ દ્રવ્ય તરીકે ગણે છે એમ કહ્યું છે. એનો અર્થ એ થયો કે ઉમાસ્વાતિ વાચકની પૂર્વે પણ “કાળ'ના સ્વરૂપ વિશે ભિન્નભિન્ન મત પ્રવર્તતા હશે અને કેટલાક એને સ્વતંત્ર દ્રવ્ય તરીકે માનતા હશે અને કેટલાક નહિ માનતા હોય. કાલ દ્રવ્યના ચાર મૂળ ગુણ છેઃ (૧) અરૂપી, (૨) અચેતન, (૩) અક્રિય અને (૪) નવાપુરાણ વર્તના લક્ષણ. વર્ણ, રસ, ગંધ અને સ્પર્શરહિત કાળ દ્રવ્યના ચાર પર્યાય છેઃ (૧) અતીત, (૨) અનાગત, (૩) વર્તમાન અને (૪) અગુરુલઘુ. કાળ દ્રવ્યમાં આ ચાર મૂળ ગુણ અનાદિ-અનંતના ભાંગે છે. કાળના ચાર પર્યાયમાં અતીત કાળ અનાદિ સાન્ત છે, અનાગત કાળ સાદિ અનન્ત છે, વર્તમાન કાળ સાદિ સાન્ત છે અને અગુરુલઘુ અનાદિ અનંત છે. જીવાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય સ્વક્ષેત્રે અસંખ્યાત પ્રદેશરૂપ છે. પુદ્ગલાસ્તિકાય સ્વક્ષેત્રે એક પરમાણરૂપ છે અને કાળ દ્રવ્ય સ્વક્ષેત્રે એક સમયરૂપ છે. કાળ વિશે બીજો મત એવો છે કે કાળનાં અસંખ્યાત અણુઓ છે. સંપૂર્ણ કાળ લોકાકાશ પ્રદેશ પ્રમાણ છે. એક એક આકાશપ્રદેશ પર એક એક કાલાણુ છે. પરમાણુ શીધ્રગતિ અને મંદગતિવાળા હોય છે. શીઘ્રગતિવાળા પરમાણુ એક સમયમાં ચૌદ રાજલોક સુધી પહોંચી શકે છે. કાળના પરમાણુ મંદગતિવાળા છે. મંદગતિ પરમાણુ એક આકાશ-પ્રદેશમાંથી બીજા આકાશ પ્રદેશમાં જાય અને એમાં જેટલો કાળ લાગે તે સમયપર્યાય કહેવાય છે. એ સમય પર્યાય જે દ્રવ્યમાં રહે તે દ્રવ્ય કાળ છે. રત્નોના ઢગલાની જેમ કાલાણુઓ અસંખ્યાત દ્રવ્યરૂપ છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનમાં કાળની વિભાવના ૧૧૭ ‘દ્રવ્યસંગ્રહ’માં કહ્યું છે થાળ રામીડ્વ તે જાજાણ્ અસંવાળિ । કાલાણુ માટે ડબ્બીના અંજનની સરખામણી પણ અપાય છે. જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને આકાશ એ પાંચે દ્રવ્યના પરિવર્તનમાં કાલ નિમિત્ત કારણ છે અથવા સહકારી કારણ છે. એ દષ્ટિએ કાલ દ્રવ્ય ઉપકારક ગણાય છે. વર્તના લક્ષણવાળો કાળ તે નિશ્ચય કાળ દ્રવ્ય છે. કાલાણુ ‘સમય' પર્યાયને ઉત્પન્ન કરે છે અને ‘સમય' પર્યાય અનંત હોવાથી કાળને ઉપચારથી અનંત પણ કહેવામાં આવે છે. એક મત પ્રમાણે કાળ જેવી કોઇ વસ્તુ નથી, પણ જીવ અને અજીવ (પુદ્ગલ)માં જે ફેરફારો થાય છે, જૂના-નવાપણું દેખાય છે એને લીધે આપણને કાળનો આભાસ થાય છે. જ્યાં ફેરફારો ઝડપથી થતા દેખાય ત્યાં કાળ ત્વરિત ગતિએ પસાર થતો હોય એમ લાગે અને જ્યાં ફેરફારો અત્યંત મંદ હોય ત્યાં કાળ ઘીમી ગતિએ ચાલતો હોય એમ જણાય. એકનો એક કલાક કોઇકની રાહ જોવામાં બેસી રહેવામાં પસાર થતો હોય તો આપણને લાંબો લાગે છે અને કોઇક મનગમતી પ્રવૃત્તિમાં જોડાયા હોઇએ તો ઘડીકમાં પસાર થઇ જતો અનુભવાય છે. યુવાન પતિ-પત્નીને વિરહમાં કાળ લાંબો લાગે છે અને મિલનમાં તે ટૂંકો જણાય છે. આમ, કાળ સાપેક્ષ છે. ઘડિયાળ પ્રમાણે સમય નિશ્ચિત જણાય પણ ઘડિયાળ વગર તે લાંબો કે ટૂંકો અનુભવાય છે. ઉત્તર ધ્રુવમાં ઉનાળામાં ૮૨ દિવસ સતત સૂર્ય આકાશમાં હોય છે અને શિયાળામાં ત્રણ મહિનાથી વધુ સમય અંધારી રાત્રિ હોય છે. ત્યાં દિવસ અને રાત ઘડિયાળના આધારે ગણીને તારીખ બદલાય છે. બહારનું વાતાવરણ તો એક સરખું જ હોય છે. કાળ જાણે ત્યાં તેટલો વખત સ્થગિત થઇ ગયો હોય એવું લાગે છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન ભાગ ૧૨ કાળને જીવ-અજીવરૂપ કહ્યો છે. જીવાભિગમસૂત્રમાં કહ્યું છે किमय भंते । कालो ति पवुच्चइ ? गोयमा, जीवा चेव अजीवा चेव त्ति । ૧૧૮ (ભગવન્ત ! ‘કાલ’ કહેવાય છે તે શું ? હે ગૌતમ ! જીવ અને અજીવ એ કાળ છે.) - આમ અહીં કાળનો જીવ અને અજીવ દ્રવ્ય સામે અભેદ બતાવવામાં આવ્યો છે. જીવ અને અજીવ અનંત છે એટલે કાળને અનંતરૂપ કહ્યો છે. કાળની વર્તના અનંત છે. કાળ સર્વ દ્રવ્યનો વર્તના લક્ષણ પર્યાય છે. સર્વ પદાર્થોમાં પર્યાયો (changes)નું પરાવર્તન સતત થયા કરે છે. પર્યાયોના આ પરાવર્તનને કાળરૂપે ઓળખવામાં આવે છે. પ્રત્યેક પદાર્થમાં એના પર્યાયોની વર્તના એ કાળ છે. એટલે કાળ એ બીજું કશું નહિ પણ વર્તના સ્વરૂપ પર્યાય છે. એક અપેક્ષાએ કાળ દ્રવ્ય છે તો પર્યાય છે અને બીજી અપેક્ષાએ પર્યાય છે તો કાળ છે. કેવળજ્ઞાનીને ત્રણે કાળના સર્વ પદાર્થના સર્વ પર્યાયો એક જ સમયે-યુગપદૂ કેવલજ્ઞાનમાં જણાય છે. પરંતુ છદ્મસ્થ જીવને માટે ભૂત, વર્તમાન અને ભવિષ્ય એવા કાળના ત્રણ ભેદ પડી જાય છે. સિદ્ધ પરમાત્મા કાલાતીત કહેવાય છે, કારણ કે ત્યાં કાળ જેવું કશું હોતું નથી. આમ, કાળ વિશે જૈન દર્શનમાં ઘણી સૂક્ષ્મ મીમાંસા કરવામાં આવી છે. Page #128 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ યશ્વિક સ્તરે જૈન ધર્મની ભૌગોલિક સીમાઓ ઉત્તરોત્તર વિસ્તરતી અને વિકસતી જાય છે. એશિયા, આફ્રિકા, યુરોપ અને અમેરિકાના દેશોમાં જાતે ફરીએ તો ખ્યાલ આવે કે “અહો, જૈનો ક્યાં ક્યાં જઇને વસ્યાં છે !' જૈનોની વૈશ્યવૃત્તિ એમને વખતોવખત સ્થળાંતર કરાવતી રહે છે. બીજી બાજુ એમનામાં રહેલા ધર્મસંસ્કારે એમને પોતાનું અનોખું વ્યક્તિત્વ જાળવી રાખવામાં સહાય કર્યા કરી છે. વિદેશોમાં વસતા જૈનો બહુધા સાધનસંપન્ન હોવાથી છેલ્લા ત્રણ-ચાર દાયકાથી તેઓ પોતાના ધર્મસંસ્કારની જાળવણી માટે વધુ સક્રિયપણે જાગૃત બન્યા છે. વિદેશમાં રહેવાથી ધર્મસંસ્કારો ભુંસાઈ જાય છે એ ખ્યાલ હવે કાલગ્રસ્ત બની ગયો છે. અહિંસા, અપરિગ્રહ, અનેકાન્ત ઇત્યાદિના સર્વસ્વીકાર્ય તત્ત્વોને કારણે વૈશ્વિક ધર્મ બનવાની ક્ષમતા ધરાવનાર જૈન ધર્મનો વૈશ્વિક સ્તરે હવે ઠીક ઠીક પ્રચાર થઈ રહ્યો છે. સહકાર, સંવાદિતા, સહિષ્ણુતા, સંયમ અને સાત્તિમાં માનનાર જૈન ધર્મ સૌ કોઇને વહાલો લાગે એવો છે. ઇંગ્લંડમાં હાલ જૈનોની જે વસતિ છે એમાંની મુખ્ય આફ્રિકાના યુગાન્ડા, કેનિયા અને ટાન્ઝાનિયાથી આવેલી છે. એમનાં સંતાનોની નવી સુશિક્ષિત પેઢી પણ તૈયાર થઈ ગઈ છે. અમેરિકામાં બીજા વિશ્વયુદ્ધ પછી અભ્યાસાર્થે ગયેલા અને પછી ત્યાં સ્થિર થઈ ગયેલા જૈનોનું પ્રમાણ સૌથી વિશેષ છે. આફ્રિકા, ઈગ્લેંડ અને અમેરિકામાં વસતા જૈનોમાં થોડો કક્ષાભેદ જણાશે. આફ્રિકામાં ગયેલા જૈનો નોકરી-ધંધા માટે ગયેલા, મહાજન રચીને રહેલા છે. ભારતની જેવી જ રહેણીકરણી ત્યાં લાગે. રહેવાનું પણ પાસે પાસે. શિખરબંધી જિનાલય, મોટી મહાજનવાડી વગેરે ભારતની યાદ અપાવે. ઇંગ્લંડમાં જૂવી નવી પેઢીનું સંમિશ્રણ છે. આફ્રિકાથી સ્થળાંતર કરીને આવેલી જૂની પેઢીને સ્થિર Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૦ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ થવા માટે ભારે પુરુષાર્થ કરવો પડ્યો. ત્યાં જન્મેલી અને ઉછરેલી નવી પેઢી વધુ તેજસ્વી છે. અમેરિકામાં વિદ્યાભ્યાસ માટે ગયેલો વર્ગ સુશિક્ષિત છે. એમનું જીવનધોરણ ઉચ્ચ છે. રહેવાનું દૂર દૂર છે. મોટરકાર વગર પહોંચાય નહિ. નવી પેઢી વધુ તેજસ્વી છે, પણ એને ધર્મ તરફ વાળવા માટે મહેનત લેવી પડે એમ છે. આમ ભારત બહાર વસતા જૈનોની પોતાની સ્થાનિક કેટલીક સમસ્યાઓ છે. વિદેશમાં વસતા માત્ર જૈનો જ નહિ, વિદેશીઓ માટે પણ ધર્મપ્રચારનું સંગીન કાર્ય થઈ રહ્યું છે. અનેક અમેરિકનો શાકાહારી બન્યા છે. ત્યાં જૈનોમાં ધર્મજાગૃતિ આણવાનું અને સંગઠનો તૈયાર કરવાનું મહત્ત્વનું કાર્ય પણ ચાલ્યું છે. હવે ત્યાં ધર્મપ્રચારાર્થે ઘણા બધા મહાનુભાવો ભારતથી જવા લાગ્યા છે. પ્રાચીન કાળમાં જ્યારે બૌદ્ધ ધર્મે ભારત બહાર પોતાના ફેલાવા માટે રાજ્યાશ્રય મેળવીને અને તે વગર પણ જે પ્રચંડ ઝુંબેશ આદરી હતી તેવું કંઈ જૈન ધર્મે કર્યું હોય એમ જાણવામાં નથી. જૈન ધર્મ ભારતમાં જ સીમિત રહ્યો. સમુદ્રની પાર જવાનું એણે વિચાર્યું જ નહિ. એને મુખ્ય ભય એ હતો કે સમુદ્રની પેલે પાર પ્રચાર કરવા જવાથી ધર્મ એના મૂળ સ્વરૂપમાં રહેશે નહિ. કેટલાંયે સમાધાનો કરવો પડશે. એનો એ ભય સાચો હતો. આ મુદ્દા ઉપર પણ બૌદ્ધ ધર્મમાં મતભેદો ઊભા થયા હતા અને એથી જ મૂળ સ્વરૂપના બૌદ્ધ ધર્મને અનુસરનાર હીનયાન પંથવાળા કહેવાયા અને થોડીઘણી છૂટછાટ સાથે બૌદ્ધ ધર્મનો ભારત બહાર પ્રચાર કરવામાં માનવાવાળા મહાયાન પંથના કહેવાયા. બૌદ્ધ ધર્મમાં માંસાહાર અને મદ્યપાન નહોતાં. પણ એશિયાઈ દેશોમાં ઠેઠ ચીન, કોરિયા અને જાપાન સુધી ત્યાંની માંસાહારી અને મદ્યપાન કરનારી પ્રજામાં બૌદ્ધ ધર્મફેલાયો, પરંતુ એ પ્રજાઓ માંસાહાર Page #130 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ વૈશ્વિક સ્તરે ૧ ૨ ૧ ને મદ્યપાન કરતી રહી. એટલે બૌદ્ધ ધર્મ ત્યાં એના મૂળ સ્વરૂપમાં રહ્યો નહિ. બૌદ્ધ, ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મે લોકોને સમજાવીને, રાજ્યાશ્રય મેળવીને તે દ્વારા, શસ્ત્રના જોરે કે ગરીબોને ખોરાક, કપડાં, દવા વગેરે દ્વારા ફોસલાવીને જે રીતે ધર્મપ્રચાર કરીને પોતાના ધર્મના લોકોની સંખ્યા વધારવાનું ધ્યેય રાખ્યું હતું અને હજુ પણ કેટલેક અંશે રખાય છે એવી રીતે જૈન ધર્મે પોતાની સંખ્યા વધારવાનું ધ્યેય રાખ્યું નથી. જૈન ધર્મ વિશ્વના ઘણાં દેશોમાં હાલ જે ફેલાયો છે તે ત્યાંની સ્થાનિક પ્રજાએ ધર્માતર કરવાથી નહિ, પણ જૈનો મોટી સંખ્યામાં વિદેશોમાં ઠેર ઠેર જઈને વસ્યા છે એટલા માટે છે. એટલું સ્પષ્ટ સમજી લેવું જોઈએ કે ધમતરની પ્રવૃત્તિ દ્વારા કૃત્રિમ રીતે પોતાની સંખ્યા વધારવામાં જૈન ધર્મ માનતો નથી. આથી જ જૈન ધર્મ દુનિયાનો એક પ્રાચીન ધર્મ હોવા છતાં એનું પાલન કરનારાઓની સંખ્યા દુનિયાની વસતિના અડધા ટકા જેટલી પણ નથી. સો-દોઢસો વર્ષ પહેલાં જૈનો ભારત બહાર જવા લાગ્યા હતા. મુખ્યત્વે દરિયાઈ માર્ગે તેઓ જતા. શેઠ મોતીશાહનાં વહાણો આ બાજુ બહરીન અને ઝાંઝીબાર સુધી અને પૂર્વમાં બ્રહ્મદેશ, મલાયા, સુમાત્રા અને ચીન સુધી જતાં. એન્જિનથી ચાલતી સ્ટીમરો આવ્યા પછી એડન, કેન્યા, ટાન્ઝાનિયા, માડાગર્જર સુધી હિંદીઓનો વ્યવહાર વધી ગયો અને તેમાં જૈનો પણ ત્યાં જવા અને વસવાટ કરવા લાગ્યા હતા. જૂના વખતમાં પૂર્વ આફ્રિકા કરતાં બમ, મલાયા તરફ જૈનો વધુ જતા. ત્યાર પછી યુગાન્ડા, કેનિયા, તાન્ઝાનિયામાં ઘણા જૈનો જઇને રહ્યા. આ પ્રદેશોની આબોહવા લગભગ ભારત જેવી. શિયાળામાં ત્યાં અતિશય ઠંડી નહિ અને બરફ પડે નહિ. એટલે રહેણીકરણી પણ ભારત જેવી રહી હતી. કેટલેક સ્થળે જૈનોએ સંઘની સ્થાપના કરી અને મંદિર, ઉપાશ્રય વગેરે ધર્મસ્થાનકોની પણ સ્થાપના કરી હતી. પોતાનાં Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨ ૨ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ સંતાનોને ગુજરાતી શીખવા મળે અને ભારતીય સંસ્કાર સચવાઈ રહે એટલા માટે તેઓએ કેટલેક સ્થળે પોતાની અલગ શાળાઓ પણ ચાલુ કરી હતી. દોઢસો-બસો વર્ષ પહેલાં પાશ્ચાત્ય વિદ્વાનોમાં એવી ગેરસમજ હતી કે બૌદ્ધ ધર્મ એ જ જૈન ધર્મ છે. બંનેના અહિંસાના સિદ્ધાન્તને કારણે તથા અન્ય કેટલીક સમાન બાબતોને કારણે આમ બનવું સ્વાભાવિક હતું. પરંતુ જેમ જેમ પાશ્ચાત્ય વિદ્વાનો વધુ અભ્યાસ કરતા ગયા અને હર્મન જેકોબી, ગ્લાસેનાપ, હર્બર્ટ વોરન વગેરેએ જૈન ધર્મ વિશેનાં પુસ્તકો લખ્યાં તે પછી યુરોપમાં જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ એ બે જુદા સ્વતંત્ર ધર્મો છે એવી ગણના થવા લાગી. જો કે જૈન ધર્મ નામનો એક ધર્મ છે એવી માહિતી ચીન, રશિયા સહિત દુનિયાની પોણા ભાગ કરતાં વધુ વસતિને હજુ પણ નથી. વિદેશમાં વસતા જૈનોનો એક મોટો પ્રશ્ર શાકાહારનો છે. ત્યાં વસતા કોઈક જૈનો શુદ્ધ શાકાહારી નથી રહ્યા એ વાતનો પ્રામાણિકપણે સ્વીકાર કરવો જોઇએ. જૂની પેઢી કરતાં ત્યાં જન્મેલી નવી પેઢીમાં માંસાહારનું પ્રમાણ થોડું વધારે છે એવું પણ સાંભળ્યું છે. માંસાહાર કરતાં પણ મદિરાપાનનું પ્રમાણ વધુ છે અને મદિરાપાન કરતાં કાંદા, બટાટા, લસણ વગેરે અનંતકાય-અભક્ષ્યનું પ્રમાણ વધુ છે. એવા બધા લોકો પ્રત્યે એકદમ તિરસ્કારની લાગણી ધરાવવી યોગ્ય નથી. સહાનુભૂતિપૂર્વક એમની પરિસ્થિતિનો અભ્યાસ થવો જોઈએ. કેટલીક જાગૃતિ આવી છે તેની અનુમોદના કરવી જોઈએ. કોઈપણ ધર્મની પ્રજા વ્યવસાયાર્થે જ્યારે સ્થળાંતર કરે છે ત્યારે સ્થાનિક વાતાવરણનો એના પર પ્રભાવ પડ્યા વગર રહેતો નથી. ભગવાન બુદ્ધે માંસાહાર અને મદિરાપાન ન કરવાની ભલામણ કરી હતી, પરંતુ એ ધર્મનો પ્રચાર ઘણો બધો થયો હોવા છતાં સમગ્ર એશિયામાં બૌદ્ધધર્મી પ્રજા ઘણુંખરું માંસાહારી અને મદિરાપાન કરનારી રહી છે. એમની સરખામણીમાં Page #132 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ વૈશ્વિક સ્તરે ૧ ૨૩ જૈનોની સ્થિતિ ઘણી જ સારી છે અને છેલ્લા બે દાયકામાં શાકાહાર માટે સભાનતા વધી છે. વિદેશમાં વસતા કેટલાયે જૈનો શુદ્ધ શાકાહારી છે, મદિરાપાન કરતા નથી, એટલું જ નહિ ચોવિહાર કરે છે, ઉપવાસ આયંબિલ કરે છે, પર્યુષણમાં ઉપવાસ, અઠ્ઠમ, અઠ્ઠાઈ વગેરે તપશ્ચર્યા કરે છે. પૂજા, સામાયિક, પ્રતિક્રમણ પણ કરે છે. ધાર્મિક શિક્ષણના ત્યાં વર્ગો પણ ચાલે છે અને ધ્યાનની શિબિરો પણ યોજાય છે. - પર્યાવરણ એક એવી બાબત છે કે જેની સાચવણીમાં જૈન ધર્મનું યોગદાન ઠેઠ પ્રાચીન સમયથી વર્તમાન સમય સુધી સૌથી વિશેષ રહ્યું છે. ઓછામાં ઓછું પાણી વાપરવું, અનાજનો બગાડ ન થવા દેવો, વૃક્ષો કાપવાં નહિ, વાહનનો મર્યાદિત ઉપયોગ કરવો, નાનાં જીવજંતુઓની પણ હિંસા ન થવા દેવી, રહેણીકરણીમાં અપરિગ્રહ કે અલ્પ પરિગ્રહના વ્રતને લીધે સંયમમાં રહેવું, કુદરતી શક્તિઓનો વિનાશ ન કરવો વગેરે દ્વારા જૈન ધર્મ પ્રાકૃતિક નૈસર્ગિક વાતાવરણમાં ઓછામાં ઓછો હસ્તક્ષેપ કરે છે. જૈન સાધુઓ અને તેમાં પણ દિગંબર મુનિઓ તો પર્યાવરણની જાળવણીમાં આદર્શરૂપ ગણાય. જૈન સાધુ જેવું જીવન દુનિયામાં અન્ય કોઇ ધર્મમાં નથી. જૈન ધર્મ વિશેના ગ્રંથોની વિદેશોમાં આરંભમાં જેટલી મુશ્કેલી હતી તેટલી હવે રહી નથી. ત્યાં માધ્યમ મુખ્યત્વે અંગ્રેજી ભાષાનું રહ્યું છે. ત્યાં વસેલા જૂની પેઢીના માણસો અંગ્રેજી ઉપરાંત ગુજરાતી, હિંદી વગેરે ભાષામાં લખાયેલા ગ્રંથો વાંચી શકે છે. પરંતુ નવી પેઢીને તો અંગ્રેજીમાં જ સાહિત્ય જોઇએ. છેલ્લા ચાર-પાંચ દાયકામાં ભારતમાં અને વિદેશોમાં અંગ્રેજી ભાષામાં જૈન ધર્મ વિશે વિવિધ દષ્ટિબિન્દુથી લખાયેલા નાના મોટા ગ્રંથોની સંખ્યા વધતી ગઈ છે. ત્યાં કેટલાંક સેન્ટરોમાં જૈન ગ્રંથાલયો પણ થયા છે. અને હવે તો ઇન્ટરનેટ પર ઘણી બધી માહિતી સાંપડે છે. WWW.jainelibrary.org Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૪ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ વિદેશોમાં ઘણાં સેન્ટરો ખાસ કરીને પર્યુષણ પર્વ દરમિયાન ભારતથી વ્યાખ્યાતાઓને નિમંત્રણ આપે છે અને તેમના જ્ઞાનનો લાભ મેળવે છે. જૂની પેઢીના માણસો પોતાના સંતાનો માટે વેળાસર જાગૃત થયા એથી આફ્રિકા, જાપાન ઉપરાંત ઈંગ્લેંડ, અમેરિકા, બેલ્જિયમ, સિંગાપોર, મલેશિયા, દુબઇ, હોંગકોંગ વગેરે ઘણે સ્થળે જૈનત્વની હવા સારા પ્રમાણમાં પ્રસરેલી છે. જૈન સંઘો, જૈન સેન્ટરો, જૈન એશોસિએશનો, જૈન સ્ટડી સર્કલો, જૈન સમાજ, જૈન વર્લ્ડ, યંગ જૈન્સ વગેરે જુદા જુદા નામથી ઘણી સંસ્થાઓ અને એનાં ફેડરેશનો સક્રિયપણે કાર્ય કરવા લાગ્યાં છે અને કેટલાંકનાં તો વર્ષે બે વર્ષે મોટા પાયા પર અધિવેશનો પણ યોજવા લાગ્યાં છે. મંદિરોમાં પ્રતિષ્ઠાના પ્રસંગો, સાલગીરી વગેરે પણ યોજાય છે. આવા કોઈ પ્રસંગે ત્યાં ઉપસ્થિત હોઇએ તો ત્યાં કેવું વાતાવરણ જામે છે એનો પ્રત્યક્ષ અનુભવ થાય. ધર્મના પ્રચારમાં મહત્ત્વની વાતને બે વિભાગમાં વહેંચી શકાય. એક તો એના તત્ત્વજ્ઞાનના અને નીતિધર્મના સિદ્ધાન્તો અને બીજું એનો આચારધર્મ. તત્ત્વજ્ઞાન અને નીતિધર્મના સિદ્ધાન્તો પોતાના ક્ષેત્રની બહાર પણ સાચવી શકાય છે, જો એના પુરસ્કર્તાઓ સમર્થ જ્ઞાની મહાત્માઓ હોય તો. આચારધર્મના પાલનમાં પ્રાદેશિક આબોહવા તથા ઉપલબ્ધ સામગ્રી અનુસાર ફેરફાર કરવાની આવશ્યકતા ઊભી થાય છે. ભારતની આબોહવા એકંદરે એવી છે કે વધુમાં વધુ ઠંડી અને વધુમાં વધુ ગરમીમાં, બહાર ખુલ્લામાં ઉઘાડા પગે અને નગ્ન શરીરે દિગંબર મુનિ મહાત્માઓ વિહાર કરી શકે છે. પરંતુ તેઓને માટે આ રીતે ઈગ્લેંડ, યુરોપ, અમેરિકા, કેનેડા, જાપાનમાં વિચરવું અશક્ય છે. એટલે તેઓ જાય નહિ, અને જાય તો આચારધર્મમાં છૂટછાટ લેવી પડે. શ્વેતામ્બર સાધુઓ માટે પણ આ વાત એટલી જ સાચી છે. ભારતમાં ગ્રામ, નગર, આવાસ એટલાં નજીક નજીક છે કે એક સ્થળેથી બીજે Page #134 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ વૈશ્વિક સ્તરે ૧૨૫ સ્થળે પાદવિહાર કરી શકાય. યુરોપ, અમેરિકામાં વાહનનો ઉપયોગ કર્યા વગર છૂટકો નથી. ગોચરી-આહારના નિયમો ત્યાં ન જ સચવાઈ શકે. એટલે મહાવ્રતધારી જૈન સાધુ-સાધ્વીઓ વિદેશમાં ન જાય એ જ ઉચિત છે. જે જાય તેનામાં શિથિલાચાર આવ્યા વગર રહે નહિ. જ્યાં સાધુ-સાધ્વીનો યોગ ન હોય એવા પ્રદેશોમાં, વિદેશોમાં તેમજ ભારતમાં, લોકોના ધર્મપાલનમાં શિથિલતા કે પ્રમાદ આવે અને પ્રત્યક્ષ માર્ગદર્શનના અભાવે અન્ય ધર્મ તરફ વળી જવાનું મન થાય. વિદેશોમાં ઘર્મપ્રચારની આ એક મોટી મર્યાદા છે. ગૃહસ્થ પંડિતો અને વ્યાખ્યાતાઓનો સાધુ-સાધ્વી જેટલો પ્રભાવ ન જ પડે એ દેખીતું છે. વિદેશોમાં ભૌતિક પ્રલોભનો એટલાં બધાં હોય છે કે સાધુ-સાધ્વી હોય તો તેમની પણ કસોટી થાય. હવે સાધુ અને ગૃહસ્થ વચ્ચે શ્રમણ-શ્રમણીનો વર્ગ તૈયાર થયો છે અને તેમના દ્વારા સારું કાર્ય થઈ રહ્યું છે. પણ હજુ વિશેષ પ્રયાસની આવશ્યકતા છે. દરેક ધર્મમાં એના તત્ત્વસિદ્ધાન્તો અને આચાર-નિયમો સામાન્ય રીતે પરસ્પર સંલગ્ન હોય છે. સિદ્ધાન્તોના આધારે આચારના નિયમો ઘડાતા હોય છે. એમાં કેટલાક નિયમો મોટા અને પ્રાણવાન હોય છે અને કેટલાક દેશકાળાનુસાર પરિવર્તનશીલ હોય છે. જૈન ધર્મમાં એના તત્ત્વસિદ્ધાન્તની સાથે આચારધર્મના નિયમો ઘણી ગાઢ રીતે સંકળાયેલા છે. આથી જ ધર્મપ્રચાર કરવા જતાં આચારનો સદંતર લોપ થાય તે ઈન્ટ મનાયું નથી. વિદેશોમાં જ્યાં જૈનો વસ્યા છે ત્યાં ભોગસામગ્રીની વિપુલતા છે તથા વિવિધ પ્રકારનાં સાધનસગવડ છે. ઇન્દ્રિયાઈ પદાર્થો એટલા બધા ત્યાં છે કે તે ભોગવવા મન લલચાય એ કુદરતી છે. એવા વાતાવરણમાં સરેરાશ મનુષ્યોમાં ધર્મનો રંગ અમુક હદ સુધી જ જીવનમાં ઊતરે એ સ્વાભાવિક છે. ધર્મના નીતિનિયમો ત્યાં સચવાય, પણ આત્મતત્ત્વની Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૬ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧ર ઊંડી સાધના બહુ જૂજ લોકો કરી શકે. જેમણે એવી આધ્યાત્મિક સાધના કરવી છે તે તો દુનિયાના કોઈપણ ખૂણામાં રહીને કરી શકે છે. એકાંત અને અસંગપણું ભારે પુરુષાર્થ માગી લે છે. જૈન ધર્મ આત્મલક્ષી ધર્મ છે. આત્મજ્ઞાન, આત્મસાક્ષાત્કાર, સમ્યગ્દર્શન દ્વારા પોતાના જ આત્માને મોક્ષગતિમાં પહોંચાડવા માટેનો ધર્મ છે. લોકોનાં ભૌતિક સુખસગવડ વધે એ એનું મુખ્ય ધ્યેય જ નથી. ત્યાગ, વૈરાગ્ય, સંયમ, જ્ઞાન-ધ્યાન, કષાયમુક્તિ ઇત્યાદિમાં માનવાવાળો જૈન ધર્મ હોવાથી, ધર્મપ્રચાર કરી સંખ્યા વધારવાનું લક્ષ એણે રાખ્યું નથી. આથી જ જૈન ધર્મના આચારપાલનમાં કેટલાંક પરિવર્તનો વખતોવખત આવ્યા તેમ છતાં એણે પોતાનું મૂળ તાત્ત્વિક સ્વરૂપ સાચવી રાખ્યું છે. જૈન ધર્મના વૈશ્વિક સ્તર વિશેના કેટલાક મુદ્દાઓની અહીં સાધારણ છણાવટ કરવામાં આવી છે. સમગ્ર વિષયનો અભ્યાસ તો વિવિધ દષ્ટિકોણથી આંકડાઓ સાથે થઈ શકે. એક અવાસ્તવિક તર્ક કરવામાં આવે છે કે ધારો કે દુનિયાની તમામ પ્રજા જૈન ધર્મ પાળતી હોય અને જૈન ધર્મના આગમગ્રંથો- શાસ્ત્રગ્રંથો નષ્ટ થઈ ગયા હોય એવી એક સ્થિતિ હોય અને બીજી બાજુ દુનિયામાં એક પણ માણસ જૈન ન હોય છતાં એના આગમગ્રંથો-શાસ્ત્રગ્રંથો સચવાયા હોય એવી બીજી સ્થિતિ હોય તો આ બે સ્થિતિમાંથી કઈ સ્થિતિને ઇષ્ટ ગણવી? મને લાગે છે કે શાસ્ત્રગ્રંથો નહિ હોય તો ત્રીજી ચોથી પેઢીએ જૈનત્વનો લોપ થવા લાગશે, પરંતુ શાસ્ત્રગ્રંથો બચી ગયા હોય તો મોડો વહેલો ફરી જૈન ધર્મનો ઉદય અવશ્ય થાય. જૈન ધર્મ જાતને ગુમાવીને જગતને મેળવવામાં માનતો નથી. Page #136 -------------------------------------------------------------------------- ________________ साहीणे चयई भोए से हु चाई त्ति वुच्चई । ભગવાન મહાવીર (સ્વાધીનપણે ભોગોનો ત્યાગ કરનાર જ ત્યાગી કહેવાય છે) ભગવાન મહાવીરસ્વામીએ દસર્વકાલિક સૂત્રમાં સાધુઓને ઉદ્દેશીને જે કેટલીક માર્મિક અને હિતકર વાતો કહી છે તે સાધકના હૃદયમાં વસી જાય એવી છે. એમાં ત્યાગીનાં લક્ષણો દર્શાવતાં એમણે કહ્યું છે : वत्थगंधमलंकारं ईन्थीओ सयणाणि य । अच्छंदा जे न भुंजंति न से चाइ ति वुच्चई ॥ [વસ્ત્ર, સુગંધી પદાર્થો, અલંકારો, સ્ત્રી તથા શયનાદિનો ઉપભોગ જેઓ સંજોગવશાતું કરી શકતા નથી તેઓ ત્યાગી કહેવાતા નથી.] जं य कते पिए भोए लद्धे विमिट्टि कुव्वई । साहीणे चयई भोए से हु चाइ नि वुच्चई ॥ [સરસ અને પ્રિય ભોગો ઉપલબ્ધ હોવા છતાં તેના તરફ જે પીઠ ફેરવે છે અને સ્વાધીનપણું ભાગોનો ત્યાગ કરે છે તે જ ત્યાગી કહેવાય છે.] પ્રાકૃત શબ્દ ‘ચાઈ'નો અર્થ થાય છે ‘ત્યાગી’. કોણ સાચા ત્યાગી કહેવાય અને કોણ ન કહેવાય તે અહીં બતાવ્યું છે. કેટલાક માણસોને ત્યાગી થવું પડે છે. કેટલાક સ્વેચ્છાએ ત્યાગી થાય છે. ત્યાગ કરવા લાયક સ્થૂલ અને સૂક્ષ્મ એવી અનેક વસ્તુઓ છે. અહીં ઉદાહરણ તરીકે કેટલીક મોટી સ્કૂલ મુખ્ય વસ્તુઓનો નિર્દેશ કરવામાં આવ્યો છે અને તે પણ સાધુઓને લક્ષમાં રાખીને. વસ્ત્ર, સુગંધી-સુશોભનના પદાર્થો, અલંકારો, સ્ત્રીઓ (સાધ્વી માટે પુરુષો), શયન-આસન વગેરે ઉપકરણોનો ત્યાગ કરીને માણસ સાધુસંન્યાસી થાય છે. મુનિ તરીકે દીક્ષિત થતાં વ્યક્તિ પોતાનું ઘર છોડે છે. એ છોડવા સાથે પોતાનાં પ્રિય વસ્ત્રોનો www.jathelibrary.org Page #137 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન ભાગ ૧૨ ત્યાગ કરે છે અને સાધુ-સંન્યાસીનાં વિશિષ્ટ વસ્ત્રો પોતપોતાના પંથ અનુસાર ધારણ કરે છે. હવે વસ્ત્ર માટે એની પસંદગી કે વરણાગી રહેતી નથી. ગૃહત્યાગ કરવા સાથે તે સુવર્ણ-રત્ન વગેરેથી મંડિત એવા અલંકારોનો ત્યાગ કરે છે. એની સાથે તે પોતાની પત્ની (જો પરિણીત હોય તો)નો પણ ત્યાગ કરે છે. બીજી સ્ત્રીઓનો ત્યાગ પણ એમાં અભિપ્રેત છે. આમ સાધુ-સંન્યાસી એટલે કંચન અને કામિનીના ત્યાગી. સાધુ-સંન્યાસી એટલે અકિંચન અને બ્રહ્મચર્યવ્રતધારી. (એ પ્રમાણે સાધ્વીનો જીવનક્રમ પણ બદલાય છે.) સાધુ થયા અને ઘર છોડ્યું એટલે આખી દુનિયા એનું ઘર. આજે અહીં તો કાલે ત્યાં. સાધુએ પોતાના ઘરની માયા છોડી દીધી છે. હવે એને કોઈ ગૃહસ્થ ભક્તના ઘરની માયા પા ન હોવી જોઈએ. સાધુ ચલતા ભલા. જ્યાં સ્થિરતા આવી ત્યાં સ્થળ, મકાન, ભક્તજનો ઈત્યાદિ માટેનો લગાવ શરૂ થઈ જાય છે. આવા એક છિદ્રમાંથી ઘણાં અનર્થો ઉત્પન્ન થાય છે. માટે સાચું જ કહેવાયું છે કે છિદ્વેષ ગનાં વડુલી પ્રવૃત્તિ । સ્થિરવાસ કરનારા સાધુઓનો પોતાના સ્થાન પર સ્થૂલ કે સૂક્ષ્મ અધિકાર ચાલુ થાય છે. કેટલીક વખત તેઓ અજાણતાં પણ એનો ભોગ બની જાય છે. સાવધ રહેવું દુષ્કર છે. પોતે સાવધ છે એવો ભ્રમ પછી ચાલુ થાય છે. ઘર છોડવું એટલે સાધુઓમાંથી પોતાનાં ઉપકરણોની આસક્તિ પણ નીકળી જવી જોઈએ. સરસ મજેદાર મખમલી પથારી, સુશોભિત પતંગો, આરામદાયક ખુરશીઓ, ભાતભાતનાં પગરખાં, ભોજનાદિ માટેનાં કિંમતી વાસણો– આવી આવી તમામ વસ્તુઓ સાધુઓએ છોડી દેવાની હોય છે. ઘર હોય એટલે શું શું ન હોય ? જેમ શ્રીમંતનું મોટું બાદશાહી આલીશાન ઘર તેમ તેમાં સુખ સગવડ માટે ભાતભાતની સામગ્રી રહેવાની. સુશોભનો માટે પણ એવા ઘરોમાં કેટકેટલી નિત નવી નીકળતી મોંઘીદાટ ચીજવસ્તુઓ જોવા મળે છે. શ્રીમંતના ઘરની ચીજવસ્તુઓ સાધુની પોતાની પાસે ન ૧૮ Page #138 -------------------------------------------------------------------------- ________________ साहीणे चयई भोए से हु चाई त्ति वुच्चई । ૧ર૯ હોય તો પણ ક્યાંક જોવાની તક મળે ત્યારે ગમવાનો કે વખાણવાનો ભાવ આવી જાય એ પણ સાધુજીવનની ક્ષતિ ગણાય છે. બધાંનો ત્યાગનો ભાવ એકસરખો નથી હોતો. લાચારીમાંથી પણ ત્યાગ જન્મે છે. સાત્તિમાન ભવેત્ સાધુ | જેવી લોકોક્તિમાં સાચું રહસ્ય રહેલું છે. જ્યાં સ્વેચ્છાએ હૃદયપૂર્વક ત્યાગ હોતો નથી, પણ ન છૂટકે, કર્તવ્યના ભારૂપે, પરાણ ત્યાગ કરવો પડે છે ત્યાં તેવી વ્યક્તિને સાચા અર્થમાં ત્યાગી ન કહી શકાય. માણસને ગળી વસ્તુ બહુ ભાવતી હોય, ખાવાની ઇચ્છા પણ થયા કરે, પરંતુ મધુપ્રમેહના રોગને કારણે દાક્તરે મનાઈ કરી હોય તો તેવી વ્યક્તિને ગળી વસ્તુના ત્યાગી તરીકે ન ઓળખાવી શકાય. માણસ પાસે ધન ન હોય માટે કેટલીયે વસ્તુઓ એ ઘર માટે વસાવી ન શકે, તો તેથી એણે એ ચીજવસ્તુનો ત્યાગ કર્યો છે એમ ન કહી શકાય. માણસને પરણવું હોય, પરંતુ કન્યા મળતી ન હોય અને ન છૂટકે કુંવારા રહેવું પડતું હોય તો એથી એને “બ્રહ્મચારી’ ન કહી શકાય. “ન મળી નારી, તો સહેજે બાવા બ્રહ્મચારી' જેવી લોકોકિતઓ એટલે જ પ્રચલિત છે. મોટાં શહેરોમાં નોકરી-ધંધા માટે ગયેલા અનેક પરિણીત પુરુષો એકલા રહે છે અને અનિચછાએ સંયમી જીવન (બધા નહિ) જીવે છે, તો તેથી તેઓને સંયમી કે બ્રહ્મચારી તરીકે ન ઓળખાવી શકાય. આવા બધા કિસ્સાઓમાં પંચેન્દ્રિયોના સુખોપભોગનો પૂલ પ્રગટ ત્યાગ હોવા છતાં તેઓને સાચા અર્થમાં ત્યાગી ન જ કહેવાય. આ તો સામાન્ય માણસોની વાત થઈ. જેઓ સાધુસંન્યાસી છે તેઓ બધા જ સાચા અર્થમાં ત્યાગી હોય છે એવું નથી. કેટલાયે અનાથ, એકલા હોવાથી, નિરાધાર, દુ:ખી કે ઓછી અક્કલના હોવાથી અથવા કોઈકના ભોળવાથી ત્યાગી થઈ દીક્ષિત થયા હોય છે. તેઓએ સ્વેચ્છાએ સમજણપૂર્વક, ભાવસહિત વસ્ત્રાદિ, અલંકારો, ઘરબાર, સગાંસ્નેહીઓનો Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૨ ત્યાગ કર્યો નથી હોતો. તેમને અનિચ્છાએ ત્યાગ કરવો પડ્યો હોય છે. ફરી યોગ્ય અનુકૂળ તક મળે તો તેઓ સાંસારિક જીવન ભોગવવાની ઇચ્છા અંતરના ખૂણે ધરાવતા હોય છે. એવા દેખાતા ત્યાગીઓ તે સાચા ત્યાગી નથી હોતા. કેટલાક સાધુસંન્યાસીઓએ સ્વેચ્છાએ સ્થૂલ દષ્ટિએ ઘરબાર, માલમિલકત, સગાંસ્વજનોનો ત્યાગ કર્યો હોય છે. આરંભમાં એમનું ત્યાગજીવન પ્રશસ્ય હોય છે. પણ પછી એમના જીવનમાં વાસનાઓનો સળવળાટ થવા લાગે છે. પોતાને જે પ્રત્યક્ષ રીતે ભોગવવા ન મળ્યું તે પરોક્ષ રીતે ભોગવવામાં તેઓ રાચે છે, તેઓ તેનો કાલ્પનિક આનંદ માણે છે. નળ રાજાનો ભાઈ પુષ્કર નળની સાથે ઘૂત રમતાં હારી જઈ વનમાં જાય છે તો ત્યાં તે પોતાનું “માનસી રાજ્ય' ભોગવે છે. તે કલ્પનાએ ચડી જાય છે અને વનનાં પશુપંખીઓ, વૃક્ષો ઈત્યાદિમાં તે પોતાના રાજ્યના મંત્રીઓ, દરબારીઓ, પ્રજાજનોની કલ્પના કરે છે અને પોતે રાજ્ય ભોગવતો હોય એવો કાલ્પનિક આનંદ માણે છે. તેણે તનથી રાજ્ય છોડ્યું છે, પણ મનથી છોડ્યું નથી. એવી રીતે કેટલાક સાધુ- સંન્યાસીઓએ ધન, માલમિલકત, સ્ત્રી ઈત્યાદિ તનથી છોડ્યાં હોય છે, પરંતુ મનથી છોડ્યાં નથી હોતાં. એટલે જ એવા કેટલાક સાધુઓ પોતાના હસ્તક આવતી દાનની રકમ ઉપર,મંદિરની મિલકતના ટ્રસ્ટ ઉપર પોતાનું પ્રભુત્વ જમાવે છે. એમની આજ્ઞા પ્રમાણે, ઇચ્છા પ્રમાણે જ ધન ખર્ચાય છે. બેન્કની પાસબુક અને બીજા દસ્તાવેજો પર તેમની નજર ફર્યા કરે છે, હિસાબો રખાય છે. એમાં તેઓ રાચે છે. They enjoy the use of money by proxy. તેઓએ સ્ત્રીનો ત્યાગ કર્યો હોય છે, પણ કેટલીયે આજ્ઞાંકિત ભક્તાણીઓ ઉપરના પોતાના પ્રભુત્વને તેઓ મનથી મારો છે. તેઓના ચિત્તમાં ક્યારેક દુર્વિચારો ડોકિયાં કરી જતા હશે. કેટલાકે માલમિલકતનો ત્યાગ કર્યો હોય છે, પરંતુ પોતાના ઉપદેશથી સ્થપાતી Page #140 -------------------------------------------------------------------------- ________________ साहीणे चयई भोए से हु चाई त्ति वुच्चई । ૧૩૧ સંસ્થાઓ, આશ્રમો, મકાનો, ઉદ્યાનો, શિક્ષણ સંસ્થાઓ, ગ્રંથાલય, સંગ્રહસ્થાનો ઈત્યાદિ પરના પોતાના માલિકીપણાનો માનસિક આનંદ જતો કરી શકતા નથી. ક્યારેક તે માટે સંઘર્ષ કરવા તેઓ તેયાર થઈ જાય છે. આવી બધી સંસ્થાઓ તે પોતાનાં માનસિક સંતાનો છે એમ તેઓ અનુભવે છે. કેટલાક તો એનાં બંધારણમાં પોતાના સર્વોપરિપણાનો અબાધિત હક દાખલ કરાવતા હોય છે. આવા કહેવાતા મહાત્માઓ ત્યાગી હોવા છતાં સાચા અર્થમાં ત્યાગી નથી હોતા. જેઓ પોતાને અત્યંત પ્રિય હોય એવા ભોગપભોગો સ્વાધીનપણ અનાયાસ હક્કપૂર્વક પ્રાપ્ત થતા હોય અને છતાં તેના તરફ પોતાની પીઠ ફેરવે છે, સ્વેચ્છાપૂર્વક સમજણ સાથે તેનો ત્યાગ કરે છે તેઓ સાચા ત્યાગી છે. ત્યાગની સાથે વૈરાગ્યની ભાવના હોય તો જ ત્યાગ ટકે છે. એટલે જ ભક્ત કવિ નિષ્કુલાનંદે ગાયું છે કે “ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના.” વૈરાગ્યની ભાવના પણ દુ:ખગર્ભિત કે મોહગર્ભિત હોય તો તે ઝાઝી વખત ટકતી નથી. વૈરાગ્યની ભાવના જ્ઞાનગર્ભિત હોય તો જ વધુ ટકે છે. જ્ઞાન પણ જો સમ્યક્ હોય તો ત્યાગવૈરાગ્યનાં મૂળ ઊંડા જાય છે. વિપરીત સંજોગોમાં પણ એ મૂળને આંચ આવતી નથી. સંસારના પદાર્થોની ક્ષણભંગુરતાના સતત ચિંતનથી ત્યાગવૈરાગ્યની ભાવના દૃઢમૂલ થતી જાય છે. કેટલાક સંસારી માણસો પોતાની નિરર્થક વસ્તુઓનો ત્યાગ કરે છે, પરંતુ વર્તમાનમાં અને ભવિષ્યમાં ખપ લાગે એવી વસ્તુનો ત્યાગ કરતા નથી. ત્યાગની સાચી વૃત્તિથી પ્રેરાયેલા માણસો પોતાની જરૂરિયાત ઓછામાં ઓછી કરીને બાકીની વસ્તુઓનો ત્યાગ કરે છે. એક અપેક્ષાએ આવો ત્યાગ પ્રશસ્ય છે, પણ તે ઉત્તમ પ્રકારનો નથી. માણસ આહાર, વસ્ત્ર અને રહેઠાણની અલ્પતમ આવશ્યકતા સ્વીકારી બાકીનું બધું છોડી દે છે ત્યાં ત્યાગની ભાવના સવિશેષ પ્રગટ થાય છે. પરંતુ આવા Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૨ સંજોગોમાં જો વ્યક્તિમાં પોતાનાં વસ્ત્ર, પાત્ર, ધાર્મિક ઉપકરણ ઈત્યાદિ માટે ઘેરી મમતા રહેતી હોય તો તે ઈષ્ટ નથી. માણસ દુનિયાની તમામ વસ્તુઓ છોડીને સાધુ-સંન્યાસી બની જાય, પણ પોતાની રુદ્રાક્ષની, સ્ફટિકની કે પરવાળાંની માળા માટે કે પોતાના પ્રિય ગ્રંથ ઈત્યાદિ માટે એટલી બધી આસક્તિ હોય કે કોઈનાથી જો તે વસ્તુ જરા પણ આવી પાછી થાય તો જ તે ચિડાઈ જાય, અસ્વસ્થ થઈ જાય તો એનો બાહ્ય વસ્તુઓનો મોટો ત્યાગ હોવા છતાં મમતા અને રાગ ઉપર હજુ જોઈએ તેટલો વિજય મેળવાયો નથી એવો અર્થ થાય. કેટલાયે ત્યાગી સંત મહાત્માઓમાં પણ આવી સૂક્ષ્મ આસક્તિ રહેલી જોવા મળે છે. સૂક્ષ્મ આસક્તિમાંથી મુક્ત થવું એ ઘણી કઠિન વાત છે. દંતકથા પ્રમાણે એક વખત જનક રાજા સાથે જ્ઞાનગોષ્ઠી કરવા માત્ર લંગોટીધારી એવા કેટલાક સંન્યાસીઓ અતિથિ તરીકે આવ્યા. જ્ઞાનગોષ્ઠી કરતાં કરતાં તેઓ નદીમાં સ્નાન કરવા ગયા. તે વખતે જનક રાજાના મહેલમાં અચાનક આગ લાગી અને ધૂમાડાના ગોટેગોટા દેખાયા. એ જોઈને સંન્યાસીઓએ કહ્યું, “મહારાજ, દોડો, દોડો, આપના મહેલમાં આગ લાગી છે.' જનક મહારાજાએ અસ્વસ્થ થયા વિના શાંતિથી કહ્યું, “ભલે આગ લાગી. મારે ને મહેલને શું ? ભલે ને બળીને ખાખ થઈ જાય. જે થવાનું હશે તે થશે. આપણે આપણી જ્ઞાનવાર્તા ચાલુ રાખીએ.” સંન્યાસીઓએ કહ્યું, ‘નહિ, મહારાજ ! આપ ભલે ન આવો. અમારે તો દોડવું પડશે. અમારી બીજી લંગોટી મહેલમાં છે. એ બળી જશે તો અમે કરશું શું ?” એમ કહી સંન્યાસીઓ પોતાની લંગોટી બચાવવા મહેલ તરફ દોડ્યા. આ તો માત્ર દંતકથા છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પરિગ્રહમાં માત્ર લંગોટી હોવા છતાં એટલી નાની સરખી વસ્તુ માટે પણ કેટલી બધી મમતા ! જનક રાજાને “વિદેહી' તરીકે ઓળખાવવામાં આવે છે. તેમને પોતાના બળી Page #142 -------------------------------------------------------------------------- ________________ साहीणे चयई भोए से हु चाई त्ति वुच्चई। ૧૩૩ જતા મહેલ માટે ચિંતા નહોતી. તેઓ દેહથી પર હતા, માટે વિદેહી કહેવાયા. એટલે જ મહાભારતકાર વ્યાસ મુનિ પોતાના પુત્ર શુકદેવને જ્ઞાનપ્રાપ્તિ માટે જનક રાજા પાસે મોકલે છે. ચીજવસ્તુઓ અને ઉપકરણો ઈત્યાદિ પ્રત્યે પોતાને જરા પણ રાગ કે મમતા ન હોય એવા કેટલાક મહાત્માઓના જીવનમાં કેટલીક વ્યક્તિઓ પ્રત્યે તીવ્ર રાગ જોવા મળે છે. પોતાના નિકટના ભક્તો, અનુયાયીઓ અન્યત્ર, અન્ય મહાત્મા પાસે કે આશ્રમમાં ચાલ્યા જાય તો તેઓ ભારે ખિન્નતા અનુભવે છે. સાધુ મહાત્માઓમાં પોતાના શિષ્યવર્ગ કે ભક્તોઅનુયાયીઓ પ્રત્યે પણ રાગ ન હોવો જોઈએ. દુનિયાની બધી વસ્તુઓનો ત્યાગ ઘણો અઘરો જ છે એમાં સંશય નથી, પરંતુ એવા ત્યાગ કરનારા કેટલાક મહાત્માઓને પોતાના દેહ માટે, પોતાનાં નામ અને રૂપ માટે ઘણો મોહ હોય છે. બધું વળગણ છૂટી જાય છે, પણ નામરૂપનું વળગણ છૂટતું નથી. એ પણ ક્ષણભંગુર છે એવું સમજાયા છતાં એના પ્રત્યેનો મોહ છૂટતો નથી. ત્યાગની ઉચ્ચત્તમ ભાવનામાં આગળ વધતાં વધતાં પોતાના દેહ માટેની મમત્વબુદ્ધિ પણ છોડવાની છે. દેહ અને આત્માની ભિન્નતાનો અંતર્મુખ બની જેઓએ અનુભવ કર્યો છે એવા મહાત્માઓ જ દેહથી પર થઈ શકે છે. તેઓ જ ઉપસર્ગ-પરીષહ વખતે અડોલ રહે છે. તેઓએ ભયનો પણ ત્યાગ કર્યો હોય છે એટલે કે અભય હોય છે. તેઓ મારણાન્તિક ઉપસર્ગ વખતે પણ જીવ બચાવવા ભાગી જતા નથી, પણ આત્મોપયોગમાં હોય છે. સામાન્ય માણસો માટે ભોગ અને ઉપભોગનો આનંદ સૌથી મહત્ત્વનો છે. ભોગોપભોગમાં સ્કૂલ આનંદ છે એનો ઈન્કાર નહિ થઈ શકે. સમસ્ત જગતનો એ વાસ્તવિક અનુભવ છે. પરંતુ ભોગપભોગના આનંદ કરતાં તેના ત્યાગનો આનંદ ચડિયાતો છે એ સમજવા માટે અને Page #143 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન અનુભવવા માટે યોગ્ય પાત્રતાની અપેક્ષા રહે છે. એવી પાત્રતા સામાન્ય સરેરાશ જીવોમાં હોતી નથી. પંચેન્દ્રિયના વિષયોના ભોગોપભોગમાં અપાર વૈવિધ્ય રહેલું છે. એટલે એના આનંદમાં પણ વૈવિધ્ય હોય તે સમજી શકાય એમ છે. આ આનંદ સ્થૂલ અને સપાટી ઉપરનો હોવા છતાં પણ એમાં ઉત્કટતાની ભિન્ન ભિન્ન કક્ષા હોય છે. એ આનંદની અનુભૂતિમાં પણ તરતમતા રહેલી છે. પરંતુ આ આનંદ કરતાં પણ ત્યાગનો આનંદ ચડિયાતો છે. એ આનંદ સ્થૂલ નહિ પણ સૂક્ષ્મ પ્રકારનો છે. નાનાં બાળકો રમતાં હોય છે ત્યારે કોઈક બાળકને પોતાના રમકડાં માટે લડતું, ઝઘડતું, રડતું નિહાળવા મળે છે. રમકડાં માટેનો મમત્વભાવ અને એ રમવાના આનંદનો ભાવ એને માટે અત્યંત મહત્ત્વનો છે. પરંતુ એવી રીતે લડતાં-ઝઘડતાં બાળકોમાં પણ કોઈ સમજુ બાળક પોતાનું વહાલું રમકડું પોતાના મિત્રને રમવા આપીને જે આનંદ અનુભવે છે એ સમયની એના ચહેરાની રેખાઓ નિહાળવા જેવી હોય છે. ત્યાગીને ભોગવવાનો આનંદ ત્યાં રહેલો છે. આવી રીતે પુખ્ત વયની વ્યક્તિ પણ એવો કે એથી વિશેષ આનંદ વસ્તુનો ત્યાગ કરીને અનુભવી શકે છે. સાચા દાતાઓ દાન આપીને હર્ષ-રોમાંચ અનુભવે છે. પોતાની પાસેની વધારાની વસ્તુઓ બીજાને આપ્યાનો આનંદ અવશ્ય છે, પરંતુ પોતાની કામની વસ્તુ બીજાને આપીને પોતે એનાથી પ્રેમ વંચિત રહેવાનો આનંદ વધુ સૂક્ષ્મ અને ચડિયાતો છે. અનુભવે જ એ સમજાય એવો છે. આમ વસ્તુનો ત્યાગ કરવાનું કદાચ અઘરું ન હોય, પણ વસ્તુ પ્રત્યેની આસક્તિ કે વાસના છોડવાનું ઘણું અઘરું છે. એટલે જ પરિગ્રહને મૂર્છા તરીકે ઓળખાવવામાં આવે છે. પોતાના સંપર્કમાં આવેલી કેટકેટલી વસ્તુઓ અને વ્યક્તિઓ માટે માણસના મનમાં પ્રેમ, અનુરાગ, મમત્વભાવ જન્મે છે અને પોષાય છે. એવી વસ્તુઓનો કે વ્યક્તિઓનો વિયોગ થતાં માણસ દુ:ખ અનુભવે છે. ક્યારેક તે અસહાયતા કે નિરાધારપણું ૧૩૪ - ભાગ ૧૨ Page #144 -------------------------------------------------------------------------- ________________ साहीणे चयई भोए से हु चाई त्ति वुच्चई । ૧૩૫ અનુભવે છે. માટે કષાયોના ત્યાગ માટેની જાગૃતિ આવશ્યક છે. સાધુસંન્યાસીઓને પણ પોતાના ઉપકારી ગુરુભગવંતનો કે વિનયી શિષ્યનો વિયોગ સાલે છે. એવે વખતે પણ કોઈ કોઈનું નથી અને જે કાળ જે બનવાનું હોય છે તે બને જ છે એવી સમત્વબુદ્ધિ અને ચિત્તની શાન્તિ કોઈક જ્ઞાની વિરલાઓ અનુભવી શકે છે. એવું જડતાને કારણે નથી બનતું, પરંતુ પૂરી જાગૃતિને કારણે અનુભવાય છે. જ્ઞાતાદ્રષ્ટાભાવ આવ્યો હોય તો જ આવી અનુભૂતિ થઈ શકે છે. આપણા શાસ્ત્રગ્રંથોમાં કહ્યું છે : જ્ઞાનસ્ય દp & fબરતિ | પાતંજલ યોગસૂત્રમાં પણ કહ્યું છે : જ્ઞાનસ્થ પ#િાષ્ઠા વૈરાગ્યમ્ ! ત્યાગના દ્રવ્ય અને ભાવની દૃષ્ટિએ, તથા દ્રવ્યની વિવિધતા અને ભાવની તરતમતા એમ ત્યાગના અનેક પ્રકારે સંભવી શકે છે. આવા બધા પ્રકારોમાં જ્ઞાનગર્ભિત વૈરાગ્યયુક્ત, સમ્યગદર્શનની પ્રાપ્તિ પછીનો ત્યાગ વધુ ચડિયાતી છે અને એવો ત્યાગ જીવને આત્મોત્થાનની ઉચ્ચતર, ઉચ્ચતમ ભૂમિકા પર લઈ જાય છે. તેનું જ મૂલ્ય અધ્યાત્મના માર્ગમાં રહેલું છે. એટલે જ કહેવાયું છે કે : त्याग एव हि सर्वेषां मोक्षसाधनमुत्तमम् । [બધાં સાધનોમાં ત્યાગ જ મોક્ષનું ઉત્તમ સાધન છે.] આમ, આત્મસાધનમાં ત્યાગનું ઘણું મહત્ત્વ હોવા છતાં જીવે ત્યાગ વૈરાગ્યમાં અટકી જવાનું નથી. આધ્યાત્મિક અનુભૂતિ માટે ત્યાંથી જ હવે શરૂ કરવાનું છે. જે મહાત્માઓ ત્યાગવૈરાગ્યની નીચેની ભૂમિકા વટાવી સાધનાના ઉચ્ચતર-ઉચ્ચતમ સ્તરે પહોંચ્યા હોય છે તેમને માટે હવે ત્યાગીને ભોગવવાની વાત પણ રહેતી નથી. ચેન ચત્તેન મુંઝથા: | એ ઉપનિષદનું ઉપદેશ વાક્ય પણ એમને માટે નિમ્પ્રયોજન બની રહે છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૨ ત્યાગ કર્યા પછી ત્યાગની સભાનતા ન રહેવી જોઈએ. એનો અર્થ એ નથી અસાવધાનપણું આવી જાય અને પોતે ત્યાગ કર્યો છે કે નહિ તેની ખબર ન હોવાને લીધે વસ્તુ પાછી ગ્રહણ થઈ જાય અને ભોગવાય. ત્યાં એવી આત્મિક જાગૃતિ હોય છે કે ત્યાગની પણ મહત્તા કે સભાનતા રહેતી નથી. જ્યાં સુધી ત્યાગની સભાનતા છે ત્યાં સુધી ત્યાગ માટેના અહંકારની શક્યતા છે. ત્યાગની સભાનતામાં માનકષાયની સંભાવના છે. ત્યાગના આનંદમાં રાચવામાં, અને ત્યાગ દ્વારા વસ્તુના ભોગવટામાં માયા-કષાયની સંભાવના છે. એવા મહાત્માઓ માટે ત્યાગ કરીને ભોગવવાના આનંદની પણ કોઈ મહત્તા નથી. ત્યાગ એમનાથી સહજ રીતે થઈ ગયો છે અને એના ભોગવટા પ્રત્યે એમનું લક્ષ નથી. આત્મસ્વરૂપની સહજ સમાધિના પરમાનંદમાં તેઓ લીન બની ગયા હોય છે. એટલે જ ત્યાગ કરવા દ્વારા ભોગવટાની વાત પણ એમને માટે હવે નીચેની ભૂમિકાની બની રહે છે. ત્યાગની ઉચ્ચતમ ભાવના કાર્મણ વર્ગણાના પુગલ પરમાણુઓના ત્યાગ સુધી પહોંચવી જોઈએ. “તત્ત્વામૃતમાં કહ્યું છે : यथा संगपिरत्यागस्तथा कर्मविमोचनम् ।। तथा च कर्मणां छेदस्तथाऽऽसत्रं परं पदम् ।। જેમ જેમ સંગનો પરિત્યાગ થાય છે તેમ તેમ કર્મો છૂટાં પડતાં જાય છે; જેમ જેમ કર્મોનો છેદ થાય છે તેમ તેમ પરમ પદ (મોક્ષપદ) પાસે આવતું જાય છે.] Page #146 -------------------------------------------------------------------------- ________________ જલ જીવન જગમાંહિ કવિ પદ્મનાભે “કાન્હડદે પ્રબંધ'માં લખ્યું છે : જલ વિણ કો જીવઈ નહિ, જલ જીવન જગમાંહિ. પાણી વિના કોઈ જીવી શકતું નથી. એટલે પાણી એ જ જીવન છે. સંસ્કૃત ભાષામાં “જીવન' શબ્દનો એક અર્થ થાય છે: “પાણી'. એટલે જીવન' શબ્દ જલ'ના પર્યાયરૂપ છે. જ્યાં જીવન છે ત્યાં જલ છે. જ્યાં જલ છે ત્યાં જીવન છે. જલમાં જીવસૃષ્ટિના અસ્તિત્વને ટકાવવાનું લક્ષણ છે. પાણી માટે નીર, વારિ, અંબુ, સલિલ, જળ ઈત્યાદિ શબ્દોનો પ્રત્યેકનો વિશિષ્ટ અર્થ પણ થાય છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને રાજસ્થાનમાં થોડે થોડે વર્ષે અલ્પવૃષ્ટિને કારણે દુકાળ જેવી સ્થિતિ સર્જાય છે. સરકાર અને સામાજિક સંસ્થાઓ વેળાસર પાણી, અનાજ અને ઘાસચારાનો પ્રબંધ ન કરે તો ભયંકર દુકાળના માઠાં પરિણામો જોવાનો વખત આવે છે. જૂના વખતમાં પણ છપ્પનની સાલમાં દુકાળ પડ્યો હતો. એટલે છપ્પનિયો' શબ્દ જ દુકાળ માટે પ્રચલિત રહ્યો છે. ટ્રેનો, ટ્રકો, ટેકરો વગેરે દ્વારા ખોરાકપાણીની હેરફેર ઝડપથી થઈ શકતી હોવાથી દુકાળની પરિસ્થિતિને હળવી બનાવી શકાય છે. જૂના વખતમાં આવાં સાધનો નહોતાં એટલે દુકાળમાં હજારો માણસો અને ઢોરો અનાજ-પાણી વિના ટળવળીને મૃત્યુ પામતાં હતાં. ભારતની સ્વતંત્રતા પૂર્વે, બ્રિટિશ શાસનકાળ દરમિયાન બિહાર-બંગાળના દુકાળમાં લાખો માણસો મૃત્યુ પામ્યા હતા, જેના આંકડા બ્રિટિશ સરકારે બહુ જાહેર થવા દીધા નહોતા. વર્તમાન સમયમાં દુનિયાભરનાં પ્રચાર માધ્યમો દ્વારા, પત્રકારોની જાતતપાસ દ્વારા વાસ્તવિક પરિસ્થિતિની જાહેરાત, દશ્યો સાથે, આખી દુનિયામાં થઇ જાય છે. એટલે સરકારો હવે કશું છુપાવી શકતી નથી. Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ આફ્રિકા અને એશિયા જેવા ગરમ પ્રદેશોમાં જેવી દુકાળની પરિસ્થિતિ ઉદભવે છે તેવી યુરોપ-અમેરિકામાં નથી થતી, કારણ કે ત્યાં પાંખી વસતિ અને બારેમાસ છૂટોછવાયો વરસાદ હોય છે. નદી બારેમાસ જલસભર રહે છે. ધરતી ત્યાં બહુ સૂકાતી નથી. એશિયા કરતાં આફ્રિકા ખંડના દેશોમાં ધરતી વધુ તપ્ત રહે છે. એથી અનાજનું ઉત્પાદન પ્રમાણમાં ત્યાં ઓછું થાય છે. ઈથિયોપિયા, સુદાન વગેરે દેશોમાં વારંવાર દુકાળ પડે છે. એશિયાના દેશોમાં, વિશેષતઃ ભારતમાં એકંદરે ધરતી ફળદ્રુપ છે. ઋતુ નિયમિત હોવાથી વરસાદ પણ નિશ્ચિત મહિનાઓમાં ઓછોવત્તો પડે જ છે. ગીચ વસતિ અને ખેતીપ્રધાન દેશ હોવાથી, ભારતમાં દર વર્ષે ચોમાસાના વરસાદ ઉપર લોકજીવનનો અને અર્થતંત્રનો ઘણો બધો આધાર રહે છે. એમાં ઉપરાઉપરી દુષ્કાળનાં વર્ષો આવે ત્યારે તો પ્રજાની નૈતિક હિંમત તૂટી જાય છે. ભગવાન મહાવીરના નિવણ પછી બિહાર (મગધ)માં ઉપરાઉપરી બાર વર્ષ સુધી દુકાળ પડતાં અનેક માણસો અને પશુપંખીઓ મૃત્યુ પામ્યાં હતાં અને કેટલાયે લોકો અને સાધુ- સાધ્વીઓ સ્થળાંતર કરી ગયાં હતાં. જ્યારે પણ દુકાળ પડે છે ત્યારે ગરીબોને એ જેટલો નડે છે તેટલો શ્રીમંતોને નડતો નથી. દુકાળની શરૂઆત થાય એટલે અનાજ, પાણી, ઘાસચારો ઈત્યાદિની અછત શરૂ થાય. સંગ્રહખોરી થવા લાગે. ભાવો વધે. પોતપોતાની ખરીદશક્તિ હોય ત્યાં સુધી માણસ તે મેળવવાનો પ્રયાસ કરે. અનુક્રમે મૃત્યુના ઓળા ગરીબો પર ઊતરવા લાગે. શ્રીમંતો લક્ષ્મીના બળે છેવટ સુધી ઝઝૂમી શકે. લોકશાહી, સામાજિક જાગૃતિ, સરકારની સાવચેતી, લોકકલ્યાણનાં કાર્યો કરતી સેવાભાવી સંસ્થાઓની રાહતકાર્યો માટેની નિષ્ઠા અને તત્પરતા, પ્રચાર માધ્યમોની સહાય, સખાવતી ધનિકોની ઉદારતા, રાહતનિધિ માટે ભંડોળ એકત્ર કરવા માટે લોકોની પ્રવૃત્તિઓ, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સરકારો અને સંસ્થા તરફથી મળતી મદદ-આમ મૃત્યુના સંકટમાંથી Page #148 -------------------------------------------------------------------------- ________________ જલ જીવન જગમાંહિ ૧૩૯ માણસો અને પશુઓને બચાવી લેવાનું કાર્ય ત્વરિત ગતિએ ટ્રકો, ટ્રેનો, જહાજો, વિમાનો ઇત્યાદિ દ્વારા પૂરજોશમાં થતું હોવાને લીધે દુકાળની ભયંકરતા હવે છપ્પનિયા જેટલી રહી નથી. છપ્પનિયો' આજે હોત તો તે એટલો ભયંકર ન હોત. પ્રજાનો એક વર્ગ જ્યારે આપત્તિગ્રસ્ત હોય ત્યારે બીજો વર્ગ ત્યાં જ જલસા કરતો હોય એવો વિસંવાદ લોકજીવનમાં વખતોવખત જોવા મળે છે. આવા આપત્તિના કાળમાં એ જ વિસ્તારોમાં લઞો, મેળાવડાઓ, મિજબાનીઓ, ધાર્મિક મહોત્સવો, ધાર્મિક અનુષ્ઠાનો ઇત્યાદિમાં અઢળક નાણાં ખર્ચવાં એમાં સામાજિક દ્રોહ રહેલો છે. પોતાનાં ફાળવેલાં નાણાંમાંથી યથાશક્તિ પ્રવાહ જીવદયા, અનુકંપા તરફ વાળવાથી કંઇક કર્તવ્ય કર્યાનો સંતોષ મળે છે, સામાજિક ચાહના મળે છે, લોકો વચ્ચેનો સમભાવ વધે છે ને વિસંવાદ દૂર થાય છે. આવે વખતે રાજકીય નેતાઓએ, સમાજના આગેવાનોએ, ધર્માચાર્યોએ લોકોને સાચું નેતૃત્વ અને માર્ગદર્શન પૂરું પાડવું જોઇએ અને સાચો દાખલો બેસાડવો જોઇએ. દુનિયામાં જ્યારથી પાણીની સુલભતા વધી છે ત્યારથી પાણીનો દુર્વ્યય પણ વધ્યો છે. એક અંદાજ પ્રમાણે દુનિયામાં રોજ સરેરાશ દસથી પંદર ટકા પાણી ખોટી રીતે વેડફાઇ જાય છે. હાથ ધોવા માટે કે બ્રશ કરવા માટે, મોટું ધોવા માટે જેટલું પાણી જોઇએ તેના કરતાં, નળ આવ્યા પછી પાણીનો વપરાશ વધ્યો છે. નળ ઘડીએ ઘડીએ ઉઘાડબંધ ક૨વાની તકલીફ કોણ લે ? વહીવહીને કેટલું પાણી વહી જશે ? પાણીના ક્યાં બહુ પૈસા પડે છે ? પાણી વાપરવામાં પણ કંજૂસ થવું છે ?--આવા આવા વિચારો પાણી વાપરનારના મનમાં ચાલતાં હોય છે. જ્યાં નિશ્ચિત કલાકો માટે નળમાં પાણી આવે છે ત્યાં ભૂલમાં નળ ખુલ્લો રહી જવાને લીધે કેટલું બધું પાણી વેડફાઇ જાય છે ? નળ ખુલ્લો રાખીને જ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪) સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ કપડાં-વાસણ “બરાબર” ધોવાની નોકરને કડક સૂચના આપનાર શેઠાણીઓનો ક્યાં તોટો છે? નળ બગડી ગયો હોય અને પાણી સતત ગળતું હોય, પાઈપ તૂટી ગઈ હોય, પાઈપલાઈન ફાટી ગઈ હોય, ટાંકીઓ ભૂલમાં ઉભરાતી હોય--રીઢા માણસોને આ બધી વસ્તુઓ જરા પણ ખટકતી નથી. એક લેખકે કહ્યું છે : Water is fast becoming our most valuable, most prized, most critical resource. A blessing where properly used, but it can bring devastation and ruin when left uncontrolled. મહાત્મા ગાંધીજી સાબરમતી નદીમાંથી જેટલી લોટી પાણી પોતાને જોઇએ તેટલું જ વાપરતા. એમણે કહેલું કે સાબરમતી નદી ફક્ત મારા એકલાને માટે વહેતી નથી. જૈન સાધુ-સાધ્વીઓ પાણીનો ખપ પૂરતો જ ઉપયોગ કરે છે. પાણીનો જરા પણ બગાડ એમને હાથે થતો નથી. પાણીના ઉપયોગમાં તેઓ આદર્શરૂપ છે. પ્રાકૃતિક સંપત્તિને સાચવવામાં તેમનો ફાળો મોટામાં મોટો છે. ભારતમાં નાગરિક જાગૃતિ પૂરતા પ્રમાણમાં ન હોવાથી તળાવો, સરોવરો, નદીઓ, સમુદ્રકિનારો ઈત્યાદિ કચરો ઠાલવવાનું જાણે અધિકૃત સ્થાન હોય એમ ચાલે છે. ત્યાં કોઈ રોકટોક કરનારું હોતું નથી. ગામનો પ્લાસ્ટિકની કોથળીઓ સહિત ચાલુ કચરો જ નહિ, મકાનોના કાટમાળ પણ ત્યાં ઠલવાય છે. તળાવ, જળાશય એટલે નધણિયાતું ક્ષેત્ર. ચારે બાજુથી દબાણ આવતાં તળાવો ક્ષીણ થાય અને એમાં નવાઈ શી? ભારતમાં અને દુનિયાના કેટલાયે દેશોમાં કારખાનાંઓનો દૂષિત, ક્યારેક ઝેરી પ્રવાહી કચરો સરોવરોમાં, નદીઓમાં કે સમુદ્રમાં ઠલવાય છે. એથી અચાનક લાખો માછલીઓ મૃત્યુ પામવાની ઘટનાઓ વારંવાર બને છે. જીવહિંસાની દષ્ટિએ, પર્યાવરણની દષ્ટિએ, નાગરિક આરોગ્યની દષ્ટિએ આવી ઘટનાઓ માત્ર માછલીઓ માટે જ નહિ, મનુષ્યો માટે પણ ખતરારૂપ છે. Page #150 -------------------------------------------------------------------------- ________________ જલ જીવન જગમાંહિ ૧૪૧ કેટલાક દેશો બીજા દેશોનું આંધળું અનુકરણ કરે છે. પાણીની બાબતમાં પણ એવું બને છે. કેટલાક દેશોની ભૌગોલિક રચના એવી છે અને ત્યાંની આબોહવા એવી હોય છે કે ત્યાં દુકાળ જેવી સ્થિતિ ક્યારેય ઉભવતી નથી. એથી એ દેશોને પીવા માટે, ખેતી, ઉદ્યોગ, વિદ્યુત ઇત્યાદિ માટે પૂરતા પ્રમાણમાં પાણી હંમેશાં મળી જ રહે છે. ભવિષ્ય માટે અનામત જલસંચય કરી રાખવાની આવશ્યકતા ત્યાં રહેતી નથી. જે દેશોમાં ગરમી સખત પડે, વસતી ઘણી હોય, ખેતીનું પ્રાધાન્ય હોય છે ત્યાં બીજું ચોમાસું આવે ત્યાં સુધી પાણીનો સંગ્રહ કરી રાખવાની આવશ્યકતા રહે છે. ભૂગર્ભમાં પાણીની સપાટી વધુ નીચી ચાલી ન જાય એ માટે તકેદારી રાખવી જોઈએ. આપણી જૂની જીવનશૈલી પ્રમાણે તો કૂવા અને તળાવ વગરનું કોઇ ગામ ન હોવું જોઈએ. પરંતુ વીસમી સદીના ઉત્તરાર્ધમાં કૂવાઓ કાલગ્રસ્ત બનતા ગયા ને તળાવો પૂરાવા કે સૂકાવા લાગ્યાં છે. એથી વરસાદનું પાણી જેટલું તળાવો અને સરોવરોમાં ભરી લેવું જોઇએ એટલું ભરાતું બંધ થયું. પરિણામે જમીનમાં પાણીની સપાટી નીચે ઊતરતી ગઈ છે. વસ્તુતઃ તળાવના પાણીનો કશો જ ઉપયોગ ન કરવો હોય તો પણ સુંદર વાતાવરણ માટે, મોકળાશ માટે, આબોહવા માટે, ગામની શોભા માટે, પ્રકૃતિના સૌન્દર્ય માટે પણ સ્વચ્છ તળાવો હોવાં જરૂરી છે. ગ્રામ-નગરોની વધતી જતી વસતિને લીધે જોઇતી જમીનની પ્રાપ્તિ માટે તળાવો પૂરાવા લાગ્યાં છે. ગુજરાતનાં અને અન્ય રાજ્યોનાં ગામડાંઓ પોતે પૂરી નાખેલાં, ગુમાવેલાં તળાવોને યાદ કરે તો સેંકડોની સંખ્યા થાય. (મુંબઈમાં પણ ધોબી તળાવ, ગોવાળિયા તળાવ, કાવસજી પટેલ તળાવ, ગિલ્ડર તળાવ, મુંબાદેવી તળાવ વગેરે તળાવો પૂરાઈ ગયાં અને હવે માત્ર નામમાં જ રહ્યાં છે.) વસ્તુતઃ એક તળાવ પૂરવાની આવશ્યકતા ઊભી થાય તો બીજું એક તળાવ ખોદવાની પ્રથાનું આયોજન થવું જોઇએ. વળી બેદરકારી કે ઉપેક્ષાને લીધે કેટલાંયે Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ તળાવો જે ન્હાનાં અને છીછરાં થઈ ગયાં છે, એવાં તળાવોની પુનર્રચના થવી જરૂરી છે. જે પ્રજા માત્ર ઉપયોગિતાવાદી બની જાય છે અને સૌન્દર્યદષ્ટિ ગુમાવી બેસે છે તેને પોતાની જડતાની કિંમત ભવિષ્યમાં ચૂકવવાનો વારો આવે જ છે. પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આકાશ એ પાંચ મહાભૂતોમાં જળનું મહત્ત્વ વિશિષ્ટ પ્રકારનું છે. ઠેઠ પ્રાચીનકાળથી ઋષિમુનિઓ દિવસે કે રાત્રે, અમુક માસ કે ઋતુમાં પડતા વરસાદનાં પાણીનું અધ્યયન કરતા. ભારતમાં વરાહમિહિરે અને યુરોપમાં હિપોકેટસે પાણી વિશે ગ્રંથ લખ્યા છે. આપણી ધરતીમાં આશરે એક ભાગ જમીન અને ત્રણ ભાગ પાણીના પ્રમાણને કારણે જીવસૃષ્ટિનાં અસ્તિત્વ અને નિર્વાહ શક્ય છે. આમ છતાં પાણીની સમસ્યાઓ જુદા જુદા પ્રદેશોમાં જુદા જુદા સ્વરૂપે વારંવાર ઊભી થાય છે. ક્યાંક પાણીની અછત, તો ક્યાંક પૂર, ક્યાંક અનાવૃષ્ટિ તો ક્યાંક અતિવૃષ્ટિ, ક્યાંક પીવાના પાણીની સમસ્યા, તો ક્યાંક દૂષિત પાણીથી થતા રોગચાળાના પ્રશ્નો ઊભા થતા રહે છે. વર્તમાન સમયમાં જલસંચય માટેની જાગૃતિ આવકારદાયક છે, કારણ કે દુનિયાની વધતી જતી વસતિને પહોંચી વળવા વધુ અને વધુ જલસંગ્રહની આવશ્યકતા ઊભી થતી જાય છે. કેટલાંયે રાષ્ટ્રોમાં સરકારી ખાતાઓ તરફથી વખતોવખત જળનીતિ જાહેર કરવામાં આવે છે. પાણીના પુરવઠા માટે વૈશ્વિક સ્તરે હવે વિચારણા થવા લાગી છે. ફક્ત એના આયોજન માટે બહુરાષ્ટ્રીય કંપનીઓ કાર્યરત બની છે. કેટલાયે દેશોમાં પાણીની વ્યવસ્થા ત્યાંની સરકારે ખાનગી કંપનીઓને સોંપી છે, એના મોટા લાભ છે અને ગેરલાભ પણ છે. એકવીસમી સદીમાં મોટા જલસંચયો નહિ હોય તો કેટલાયે માણસોને પાણી માટે ટળવળવાનો વારો આવી શકે છે. નદીઓ ઉપર વારિવારણ (બંધો બાંધવાથી દુનિયાના ઘણા દેશો સમૃદ્ધ થયા છે. ઘણા સૂકા પ્રદેશો ફળદ્રુપ થયા છે. Page #152 -------------------------------------------------------------------------- ________________ જલ જીવન જગમાંહિ સિંચાઇની વિવિધ યોજનાઓ અમલમાં આવી છે. અલબત્ત, એનું આયોજન રાજકીય નહિ પણ પર્યાવરણ, લોકોનું સ્થળાંતર વગેરે પ્રશ્નોની વિચારણા સહિત વૈજ્ઞાનિક દષ્ટિથી થવું જોઇએ. તેમ ન થાય તો પાણીના સંચય અને વહેંચણીના પ્રશ્નો સંઘર્ષ, વિગ્રહ અને રાષ્ટ્રો વચ્ચેનાં યુદ્ધોના નિમિત્ત બની શકે છે. એક ચિંતકે કહ્યું છે કે Either the world's water needs will be met, or the inevitable result will be mass starvation, mass epidemic and mass poverty, greater than anything we know to-day. આથી જ દુનિયાના કેટલાક દેશોમાં પાણીના અધ્યયન, સંશોધન, આયોજન માટે વિવિધ દૃષ્ટિકોણથી વિચારણા થઇ રહી છે. ભવિષ્યમાં પીવાનું પાણી પણ કંપનીઓ દ્વારા જુદાં જુદાં ઘટક તત્ત્વોવાળું અને ગુણવત્તાવાળું ભિન્નભિન્ન નામથી પ્રચારમાં આવશે. આધુનિક કાળમાં તો પાણીનું વૈકલ્પિક આયોજન પણ કરી રાખવું જોઇએ. પાણીની સમસ્યા યુદ્ધના વખતમાં અચાનક વિકટ બની જાય છે. સેનાને રણમોરચે પાણીનો પુરવઠો બરાબર મળવો જ જોઇએ. દુશ્મનોના બોમ્બમારાથી ઠેર ઠેર લાગેલી આગને ઓલવવા માટે પાણી જોઇએ જ. પરંતુ દુશ્મનની સેનાએ બોમ્બ કે રોકેટ દ્વારા, અજાણતાં કે ઇરાદાપૂર્વક પાણીની મોટી પાઇપોને તોડી નાંખી હોય તો મોટા શહેરોમાં પાણીના પુરવઠાની ભયંકર સમસ્યા અચાનક ઊભી થઇ શકે છે. એ દષ્ટિએ કૂવા, ડંકી વગેરેને પૂરતા પ્રમાણમાં સક્રિય રાખવાં જોઇએ એવો એક મત છે. ૧૪૩ પીવાના પાણી કરતાં પણ ખેતીવાડી અને ઉદ્યોગોમાં પાણીનો વપરાશ વધી ગયો છે. કોશનાં પાણી બંધ થયાં અને નીક-નહેરનાં પાણી ચાલુ થયાં. એથી ખેતી સુધરી છે. પાક સારો થાય છે. પણ પાણીનો વપરાશ પણ ઘણો જ વધ્યો છે. એ વધતા જતા વપરાશને પહોંચી વળવા Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ માટે જો વ્યવસ્થિત આયોજન ન થાય તો અછત દ્વારા અનેક સમસ્યાઓ ઊભી થઈ શકે છે. દુનિયાભરમાં જે રીતે વસતિ વધતી રહી છે તે રીતે જોતાં ફક્ત પીવાના પાણીની જોગવાઈ પણ યોજનાબદ્ધ રીતે કરવાની આવશ્યકતા રહે છે. ગીચ વસતિ અને પાણીની ન્યૂનતાવાળા એશિયાઈ દેશોમાં દીર્ઘકાલીન આયોજન હવે અનિવાર્ય બનતું જાય છે. કેટલાક દેશો સમુદ્રના પાણીને ક્ષારયુક્ત શુદ્ધ કરીને એનો ઉપયોગ કરે છે. આ પદ્ધતિ ઘણી ખર્ચાળ છે, પણ તેમ કરવા સિવાય ત્યાં છૂટકો નથી. - વર્તમાન સમયમાં વૈજ્ઞાનિક સાધનો અને આધુનિક પદ્ધતિઓ વડે હવે તો રણપ્રદેશને લીલો, રળિયામણો બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. આરબ દેશો, ઇજિપ્ત, ઈઝરાયેલ વગેરેમાં ચાર-પાંચ દાયકામાં કેટલો બધો રણવિસ્તાર શીતળ, રહેવા લાયક આકર્ષક બનાવાયો છે એ તો ત્યાં ફરીએ તો નજરે જોવા મળે છે. આ ધરતી પાસે હજુ શતાબ્દીઓ સુધી વસવાટ વધારી શકાય એટલી બધી કોરી કુંવારી રેતાળ જમીન છે. જૂના વખતનાં ઘરોમાં પ્રવેશતાં જ પાણિયારું હોય છે. પાણિયારું ઘરની શોભા ગણાય. મોટા ઘરોમાં મોટાં પાણિયારાં રહેતાં. પાણીથી ભરેલાં માટલાં-બેઠાં હારબંધ જોવા મળે. ઉનાળામાં દસ પંદર દિવસ પાણી ન મળે તો પણ ઘરના સભ્યોને પીવાના પાણીની મુશ્કેલી ન પડે. પાણિયારું એટલે જીવનના અસ્તિત્વનો આધાર. દીવો પાણિયારે કરવામાં આવે. શ્રીમંત લોકો ઘરમાં ટાંકું કરાવે. ટાંક એટલે ભૂગર્ભ ટાંકી, નાના કૂવા જેવી પણ તે હોય. એમાં નેવાનાં ચોખ્ખાં નીર એકત્રિત કરી લેવામાં આવે. ટાંકુ ભરેલું હોય એટલે ઉનાળામાં નિશ્ચિતતા. આજે કૂવાની જેમ ટાંકુ પણ કાલગ્રસ્ત બની ગયું છે. પરંતુ એનો બોધપાઠ ભૂલવા જેવો નથી કે ભવિષ્યના કપરા દિવસોનો વિચાર કરી આજથી એનું આયોજન કરી લો. જીવનશૈલી બદલાઈ છે, આધુનિક સાધનોને Page #154 -------------------------------------------------------------------------- ________________ જલ જીવન જગમાંહિ ૧૪૫ લીધે રહેણીકરણીમાં પરિવર્તન આવ્યું છે એ ઈષ્ટ પણ છે, પણ બોધપાઠનું વિસ્મરણ થાય છે એ ઈષ્ટ નથી. કૂવા, સરોવર કે નળ દ્વારા મળતું પાણી ફિલ્ટર કર્યા વગર પીવું નહિ એવી સભાનતા દુનિયામાં વધતી જાય છે. સમગ્ર અમેરિકામાં, કેનેડામાં તથા અન્ય કેટલાક દેશોમાં કોઈ ઘરે પાણીનાં માટલાં હોતાં નથી. સીધું નળમાંથી જ પી શકાય એવું ફિલ્ટર કરેલું શુદ્ધ પાણી ચોવીસ કલાક ત્યાં મળે છે. પરંતુ બીજા કેટલાયે દેશોમાં પાણીના શુદ્ધિકરણની યોજના એટલી સક્ષમ નથી કે નિશ્ચિતપણે નળનું પાણી ગટગટાવી શકાય. કેટલાયે રોગો પાણીના બેક્ટરિયા અને રસાયણો દ્વારા થાય છે. પાણી ત્યારે જીવનને બદલે મૃત્યુ બની રહે છે. એટલે હવે આખી દુનિયામાં મિનરલ વોટર'નો પ્રચાર ચાલ્યો છે. જો કે એ પણ કેટલા દિવસ સુધી તાજું અને સારું રહી શકે છે એ વિશે સંશોધનો ચાલે છે. મનુષ્યને જલ પૂરું પાડવાની કુદરતે જાણે જવાબદારી લીધી હોય તેમ ઓછોવત્તો વરસાદ બધે જ પડતો રહે છે. સમુદ્રનું પાણી વાદળાં રૂપે જમીન પર વરસે છે અને વધારાનું પાણી પાછું સમુદ્રમાં ચાલ્યું જાય છે. પાણીની બાબતમાં મનુષ્યની સંગ્રહવૃત્તિનો પ્રકૃતિએ ક્યારેય વિરોધ કર્યો નથી. જળસંચય માટે જમીન ખોદીને તળાવો કરવાની પદ્ધતિ પુરાણકાળથી ચાલી આવે છે. વર્ષાના પાણીથી કે ઓગળેલા બરફથી વહેતી નદીઓમાંથી નહેર કાઢવાની અને એ રીતે પાણીને સાચવી રાખવાની પ્રથા પણ સગર રાજા અને ભગીરથ રાજાના અતિપ્રાચીન કાળમાં આપણને લઇ જાય છે. એટલે જ ગંગાના એક પ્રવાહને આપણે ભાગીરથી કહીએ છીએ. માનવજાતે પ્રાગૈતિહાસિક કાળથી કૂવાની શોધ કરેલી છે. સમુદ્ર કિનારા પાસે થોડા ફૂટના ખોદાણથી પાણી નીકળતાં, છીછરા કૂવાથી માંડીને ચાલીસ-પચાસ કે તેથી વધારે ફૂટ ઊંડું ખોદીને પાણી કઢાતાં થતા Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ ઊંડા કૂવા સુધીના અનેક પ્રકારના કૂવા, વાવ ઈત્યાદિ માનવજાત બનાવતી આવી છે. કૂવો ખોદવામાં વાર લાગે એટલે જ કહેવત પડી છે કે આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન બેસાય. કૂવો ઊંડો હોય ને બોખ ફાટેલી, કાણાંવાળી હોય તો ઉપર આવતાં સુધીમાં બધું પાણી ખલાસ થઈ જાય, મહેનત નકામી જાય. કૂવો ઉદાર છે એટલે જલદાન આપે છે, પરંતુ તે પાત્ર અનુસાર (વાસણમાં માય તેટલું) દાન આપે છે એટલે એ વિવેકી છે એમ કહેવાય છે. બધા જ કૂવામાંથી પીવાલાયક મીઠું પાણી ન નીકળે, કોઈમાંથી ખારું તો કોઇમાંથી મોળું પાણી પણ નીકળે. એટલે જ જ્યાં જ્યાં મીઠું પાણી નીકળે ત્યાં ત્યાં ગામો વસતાં રહ્યાં છે. જૂના વખતમાં કોઈના પર વેર લેવું હોય તો એના પીવાના પાણીને અભડાવી દેવાતું. કિલ્લામાં માણસો સુરક્ષિત હોય, પણ દુશ્મનો જ્યારે કિલ્લા પર આક્રમણ કરે ત્યારે બહાર અથવા અંદર જઇને એના જળાશયોમાં માંસના-ગોમાંસના ટુકડા નાંખે. એથી પાણી અભડાય અને કોઇ પીએ નહિ. પરિણામે કિલ્લાને શરણે આવવું જ પડે. ગામડાં-નગરોમાં અમુક વિસ્તારના લોકોના કૂવામાં કરેલું કૂતરું, બકરી કે બિલાડી નાખીને વેર લેનારા એના પાણીને અભડાવતા. ત્રણ-ચાર દિવસ સુધી કૂવો બંધ રહે. મરેલું પ્રાણી બહાર કઢાય. પછી કૂવો ગણાય, એમાં ચૂનો નખાય અને પછી કેટલેક દિવસે કૂવાનું પાણી પાછું પહેલાં ધોવામાં અને પછી પીવાના કામમાં આવે. કૂવા ગયા ને નળ આવ્યા, પણ દુનિયાનાં કેટલાંયે શહેરોમાં નળમાં ચોવીસ કલાક પાણી આવતું નથી. ભારતના શહેરોમાં આ સ્થિતિ વધુ વિષમ છે કારણ કે શહેરોનો વિકાસ યોજનાબદ્ધ નહિ પણ આડેધડ થયો છે. ગઈ પેઢીના લેખક મંજુલાલ મઝમુદાર મજાકમાં કહેતા કે પ્રાચીન સમયમાં તો ફક્ત એક દમયંતી જંગલમાં પોતાના પતિ નળને શોધવા માટે “ઓ નળ ! ઓ નળ !” એમ બૂમ મારતી હતી, પણ વર્તમાન Page #156 -------------------------------------------------------------------------- ________________ જલ જીવન જગમાંહિ ૧૪૭ સમયમાં તો સવારના પહોરમાં ઠેર ઠેર અનેક દમયંતીઓ “ઓ નળ ! ઓ નળ ! બોલતી, બીજો નહિ ઉચ્ચાર' જોવા મળે છે. એક કવિએ જળની પ્રશંસા કરતાં કહ્યું છે. शैत्यं नाम गुणस्तवैव सहजः स्वाभाविकी स्वच्छता । किं ब्रुमः शुचितां भवन्ति शुचयः स्पर्शेन यस्यापरे ॥ किं वातः परमुच्यते स्तुतिपदं यज्जीवनं देहीनाम् । त्वं चेन्नीचपथेन गच्छसि पयः कस्त्वां निरोद्धं क्षमः ।। હિ જળ (પય) ! શીતળતા તારો સહજ ગુણ છે. તારામાં સ્વચ્છતા પણ સ્વાભાવિક છે. બીજા પવિત્ર પદાર્થો તારા સ્પર્શથી વળી પવિત્ર બને છે એ વિશે અને શું કહીએ ? અમે તો એટલું જ કહીએ છીએ કે તું દેહધારીઓનું જીવન છે, માટે તું સ્તુતિપદને યોગ્ય છે. આમ છતાં નીચા માર્ગે તું જાય છે તો તેને રોકી શકવા કોણ સમર્થ છે?]. આ શ્લોકમાં અન્યોક્તિ છે. જળના બહાને કોઇક વ્યક્તિને સંબોધન છે. એ વ્યક્તિ બીજી રીતે ઘણી સારી છે, પણ અધઃપતનના માર્ગે ગઈ છે. એના અધ:પતનને કોઈ અટકાવી શકે એમ નથી. પાણીમાં ગુણો ઘણા છે, પરંતુ નીચે જવું, નીચે ધોધ થઇને પડતું મૂકવું-અધઃપતિત થવું એ એનો મોટો દુર્ગુણ છે, એવી કવિકલ્પના છે. વાસ્તવમાં પાણીનું નીચે જવું એ પણ સાર્થક કરે છે. એમ ન થાય તો નદીઓ વહે નહિ. એમાં આવેલાં પૂર ઓસરે નહિ. જલનું અધ:પતન વાસ્તવિક રીતે માનવજાત ઉપર ઉપકારક છે. એનું અધ:પતન છે તો વિદ્યુતનું ઉત્પાદન થઈ શકે છે. પાણીની શુદ્ધિ અને અશુદ્ધિ એવી બે અંતિમ કોટિની કેવી મોટી ખાસિયતો છે ! ગમે તેવી ગંદી વસ્તુ પાણીથી સાફ, સ્વચ્છ થઈ જાય. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ અરે, પાણીની સાથે માત્ર શુદ્ધિ નહિ, પવિત્રતા પણ સંકળાયેલી છે. અભડાયેલી વસ્તુ કે વ્યક્તિ ઉપર પાણી છાંટી દીધું એટલે તે પવિત્ર થઈ જાય છે. ભગવાનની પૂજા ભક્તિ કરવી છે, દર્શન કરવા મંદિરમાં જવું છે, તો સ્નાન કરી લીધું કે પાત્રતા મળી ગઈ. પાણી ઔષધનું કામ કરી શકે છે. પાણીથી શરીરમાં રહેલા દોષ (toxins)નું ધોવાણ થઈ શકે. લોકોમાં ગંગામૈયાનું પવિત્ર પાણી ઔષધરૂપ મનાય છે. ઔષધ નીવી તોય પરંતુ ગંગામૈયાને લોકો મેલી, ગંદી બનાવતા રહ્યા છે. વળી, પાણી પોતે કાદવ, કિચડ અને ગંદકી કરે છે. ગમે તેવી સારી વસ્તુને પાણી બગાડી નાખે છે. ગંદકી અને રોગચાળો પાણીથી સવિશેષ થાય છે. સરખી સપાટીએ રહેવું એ પણ પાણીનો એક મોટામાં મોટો સગુણ છે. (Water seeks its own level) જળ સ્વક્ષેત્રે સમાન થઈને રહે છે. ત્યાં કોઈ ઊંચનીચપણું કે ભેદભાવ નથી. જળનો આ બોધ ગ્રહણ કરવા જેવો છે. એકસરખી સપાટીએ રહેવાના, સમાનતાની ભાવનાના એના આ સદ્ગુણને લીધે જ કેટકેટલી વૈજ્ઞાનિક બાબતોમાં તે સહાયભૂત બને છે. મોટા મોટા બંધોના બાંધકામમાં આ સપાટી મહત્ત્વનો ભાગ ભજવે છે. ઇજિપ્તના પિરામિડોમાં કેવી વિશાળકાય શિલાઓ એકબીજા ઉપર ગોઠવવામાં આવી છે ! છેક તળિયે અને પાયામાં એક છેડાથી બીજા છેડામાં, સામસામી સપાટીમાં થોડોક ફરક પડે તો શિલાઓનું સમતોલપણું ન રહે. એની ઊંચીનીચી જમીનમાં ચાર હજાર વર્ષ પહેલાં વૈજ્ઞાનિક સાધનો વિના તેઓ તળિયાની સપાટી એકસરખી કેવી રીતે કરી શક્યા હશે? વર્તમાન વૈજ્ઞાનિક સાધનો દ્વારા નિશ્ચિત થાય, અડધા ફૂટનો પણ ફરક ન પડે એવી સપાટી ત્યાં જોવા મળે છે. એમ કહેવાય છે કે બાંધકામ શરૂ કરતાં પહેલાં, તેઓએ પિરામિડ માટેની જગ્યાની ચારે બાજુ ખાઈ ખોદી નાખી હતી અને એમાં પાણી ભરવામાં આવ્યું. Page #158 -------------------------------------------------------------------------- ________________ જલ જીવન જગમાંહિ જમીન ભલે ઊંચી નીચી હોય, પાણીની સપાટી તો ચારે બાજુ એકસરખી જ હોય. એ સપાટીના આધારે પાયાના પથ્થરો ગોઠવવાનું નક્કી થયું. એટલે વિશાળ પથ્થરોવાળી આખી આકૃતિ સમતોલ બની ગઇ. આમ, વૈજ્ઞાનિક પ્રગતિ માટે પણ પાણીનો માનવજાત ઉપર ઓછો ઉપકાર નથી. તબીબી વિજ્ઞાને પણ પાણીના તત્ત્વોનું પૃથક્કરણ કરીને ઘણાં તારણો કાઢઢ્યાં છે. પાણીમાં માણસને, લાકડાને, વજનદાર જહાજોને તરતાં રાખવાનો સ્વભાવ છે અને ડૂબાડી દેવાનો પણ સ્વભાવ છે. પાણીમાં કચરો પોતાનામાં સમાવી લેવાનો ગુણ છે અને કચરો પોતાના ઉ૫૨ કે કિનારે મૂકી દેવાનો પણ ગુણ છે. પાણી જીવતા માણસને ડૂબાડે છે અને મડદાંને તરતું રાખે છે. પાણી સ્વભાવે શીતળ છે, પણ ગરમ થઇને ઉકળે છે ત્યારે માણસને દઝાડી પણ શકે છે. ઉકળતા પાણી વડે ચૂલો ઓલવી શકાય છે, આગ બૂઝવી શકાય છે. પાણીમાં પોતાનામાં અગ્નિને-ઉષ્ણતાને ધારણ કરવાની શક્તિ છે. પાણી ઉષ્ણતાની સપાટી વટાવી હાથમાં પણ ન પકડી શકાય એવી સૂક્ષ્મ વરાળ બની અદશ્ય થઇ શકે છે અને શીતળતાની સપાટી વટાવી હાથ-પગમાં ચાંદા પાડી શકે એવા સ્થૂલ હિમ કે બરફનું રૂપ ધારણ કરી શકે છે. વાદળાનું પાણી લખોટા જેવા કરાનું રૂપ લઇને ખુલ્લામાં ચાલતા માણસ કે પશુને માથામાં સતત ધડ ધડ વાગીને ઇજા પહોંચાડીને મૃત્યુ સુધી લઇ જઇ શકે છે. ૧૪૯ જળમાં એક એવો સૂક્ષ્મ મોહક ગુણ છે કે જે ક્યારેક કોઇકમાં ઉન્માદ પ્રગટાવે છે. નાનાં બાળકોમાં જળનું આકર્ષણ ઘણું હોય છે. ઓસ્ટ્રેલિયામાં એક ભાઇએ મને કહ્યું હતું કે એમની ચારેક વર્ષની દીકરીને નળ ચાલુ કરીને પોતાનો હાથ નળ નીચે સતત ધરી રાખવાનું જાણે વ્યસન થઇ ગયું છે. નળ બંધ કરી એનો હાથ લઇ લઇએ તો ચીસાચીસ કરી મૂકે છે. જેમ ભેંસોને પાણીમાંથી બહાર કાઢવાનું અઘરું Page #159 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ છે તેમ નદી, તળાવ કે તરણહોજમાં રમતાં બાળકોને પણ બહાર કાઢવાનું અઘરું છે. કેટલાક માણસોને વહેતી નદીના કિનારે જ રહેવું પ્રિય લાગે છે, કોઇકને ઘૂઘવાતા સમુદ્રના કિનારે ગમે છે, તો કોઇકને શાન્ત સરોવરનો કાંઠો વધુ પસંદ પડે છે. અંગ્રેજ કવિ શેલીને પાણીનું એટલું બધું ગાંડપણ હતું કે તે કલાકોના કલાકો સુધી પાણીને નિહાળતો બેસી રહેતો. પાછળથી એની આ વાત એટલી ઉત્કટ બની ગયેલી કે એણે સંકલ્પ કર્યો કે પોતે પાણી સાથે એકરૂપ થઇ જવા માટે ‘જળસમાધિ’ લેવી એટલે કે ડૂબીને મરી જવું. એટલા માટે એ તરવાનું શીખ્યો નહિ અને છેવટે યુવાન વયે પાણીમાં ડૂબીને મૃત્યુ પામ્યો હતો. ૧૫૦ જૂના સમયની દંતકથા છે કે એક સાધુકવિને મહાસાગર ઉ૫૨ મહાકાવ્ય લખવાનું મન થયું. તેઓ રાત-દિવસ સાગરનું જ ચિંતન ક૨વા લાગ્યા. તે એટલી બધી હદ સુધી કે રાતદિવસ સાગરના વિશાળ જળરાશિનો વિચાર કરતાં કરતાં એમણે પોતાની માનસિક સમતુલા ગુમાવી દીધી. આટલા બધા પાણીનું શું થશે ? ક્યારે એ ખૂટશે ? એમ કરતાં કરતાં એમના પેટનું પાણી વધી ગયું. જલોદરનો રોગ થયો. ઘણા ઉપચાર કરવા છતાં મટ્યું નિહ. પરંતુ કોઇક કુશળ વૈદે કારણ શોધી કાઢ્યું. એણે માનસિક ઉપાય અજમાવ્યો. એણે કહ્યું, ‘મહારાજ ! મહાસાગરનું ચિંતન ઘણું કર્યું. હવે મહાસાગરને તળિયે અનાદિ કાળથી વડવાનલ રહેલો છે. તે પાણીનું શોષણ કરે છે. તો વડવાનલ પર મહાકાવ્ય લખો.’ સાધુને વિચાર ગમી ગયો. રાત-દિવસ તેઓ હવે વડવાનલનું ચિંતન કરવા લાગ્યા. એમ કરતાં કરતાં શરીરનું પાણી શોષાવા લાગ્યું. એમનો જલોદરનો રોગ મટતાં વૈદે એમને બીજી વ્યવહારુ વાતો પર વાળી દીધા. આપણે ત્યાં અગસ્ત્ય મુનિની વાત છે કે એમને એટલી બધી તરસ લાગેલી કે ઘણું બધું પાણી પી જવાનો એમને ભાવ થયો. એમણે અંજલિમાં સમુદ્રનું પાણી લીધું અને પીતા ગયા, Page #160 -------------------------------------------------------------------------- ________________ જલ જીવન જગમાંહિ ૧૫૧ પીતા ગયા. એમ કરતાં એટલું બધું પાણી પી ગયા કે છેવટે આખો સમુદ્ર શોષાઈ ગયો, સૂકાઈ ગયો. પછી લઘુશંકા પણ એટલી જ કરી. - શીતલતા, સ્વચ્છતા, શુચિતા, પારદર્શકતા, રંગવિહીનતા, પવિત્રતા, ઈત્યાદિ કેટકેટલા ગુણો જલમાં છે. જલ પૃથ્વી પરનું અમૃત છે. નવજીવન આપવાની એનામાં શક્તિ છે. એની અતિ સરળતા અને અતિ સુલભતાનો ગેરલાભ ઉઠાવવાનું આપણે ક્યારે છોડીશું ? આપણને શુદ્ધ અને પવિત્ર રાખનાર જલને શુદ્ધ અને પવિત્ર રાખવાનું આપણે ક્યારે શીખીશું ? જલદેવતા વરુણની સાચી સ્તુતિ-આરાધના કરતાં આપણને ક્યારે આવડશે? Page #161 -------------------------------------------------------------------------- ________________ અપભ્રંશ દૂહાનું સાહિત્ય ‘કલિકાલસર્વજ્ઞ’નું બિરુદ પામેલા વિક્રમના બારમા શતકના મહાન જૈનાચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યે કવિતા અને વ્યાકરણ, છંદ અને અલંકાર, ઇતિહાસ અને પુરાણ, કોશ અને ચરિત્ર, યોગ અને અધ્યાત્મ, ત્યાગ અને તપશ્ચર્યા, જપ અને ધ્યાન, સંયમ અને સદાચાર, રાજકલ્યાણ, લોકકલ્યાણ અને આત્મકલ્યાણ-એમ જીવન અને સાહિત્યના વિવિધ ક્ષેત્રોમાં એક સાથે સાત દાયકા જેટલા દીર્ઘકાળ સુધી જેવું અને જેટલું ભગીરથ અને ચિરંજીવી કાર્ય કર્યું છે તેવું અને તેટલું કાર્ય ત્યાર પછી અન્ય કોઇને અદ્યાપિ પર્યંત કર્યું નથી. કહેવાય છે કે હેમચંદ્રાચાર્ય એટલે બીજા પાણિનિ; હેમચંદ્રાચાર્ય એટલે બીજા પતંજલિ; હેમચંદ્રાચાર્ય એટલે બીજા મમ્મટ; હેમચંદ્રાચાર્ય એટલે બીજા પિંગલાચાર્ય; હેમચંદ્રાચાર્ય એટલે બીજા કોશકાર અમરસિંહ; હેમચંદ્રાચાર્ય એટલે કાલિદાસ જેવા બીજા મહાકવિ. આમ હેમચંદ્રાચાર્યમાં કેટલા બધા સમર્થ મહાપુરુષોનો સમન્વય જોવા મળે છે! હેમચંદ્રાચાર્યે ‘સિદ્ધહેમ શબ્દાનુશાસન', ‘કાવ્યાનુશાસન', ‘અભિધાનચિંતામણિ', ‘અનેકાર્થ-શબ્દસંગ્રહ', ‘દેશી નામમાલા', ‘યોગશાસ્ત્ર', ‘વીતરાગ સ્તોત્ર', ‘દ્વાત્રિંશિકા’ ઇત્યાદિ વિવિધ પ્રકારના સમર્થ, પ્રમાણભૂત ગ્રંથોની રચના કરીને સાહિત્યના ક્ષેત્રે અનેરું પ્રદાન કર્યું છે. આમાંથી અહીં આપણે ફક્ત અપભ્રંશ વ્યાકરણના દૂહાસાહિત્યનો થોડો પરિચય કરીશું. હેમચંદ્રાચાર્યે સોલંકી મહારાજા સિદ્ધરાજ જયસિંહની વિનંતીથી એક વર્ષ જેટલા સમયમાં ‘સિદ્ધહેમ-શબ્દાનુશાસન' નામના વ્યાકરણની રચના કરી આપી હતી. એમાં સંસ્કૃત ભાષાનું વ્યાકરણ આપવા ઉપરાંત પ્રાકૃત ભાષાનું વ્યાકરણ પણ છેલ્લે આપવામાં આવ્યું છે. એમાં આઠમા Page #162 -------------------------------------------------------------------------- ________________ અપભ્રંશ દૂહાનું સાહિત્ય ૧૫૩ અધ્યાયના ચોથા પાદમાં સવાસોથી અધિક સૂત્રમાં તત્કાલીન અપભ્રંશ ભાષાનું વ્યાકરણ પણ આપવામાં આવ્યું છે. અપભ્રંશ ભાષાનું આટલું સવિસ્તર, સોદાહરણ વ્યાકરણ આ પ્રથમ જ છે. હેમચંદ્રચાર્યે જો આ વ્યાકરણ ન આપ્યું હોત તો એમના સમયમાં ભાષા કેવી બોલાતી હતી અને કેવી કેવી રચનાઓ થતી હતી એનો આપણને ખ્યાલ ન આવત. આ વ્યાકરણની એક વિશિષ્ટતા એ છે કે એનાં સૂત્રો સમજાવવા માટે હેમચંદ્રાચાર્યે પોતાના કાળમાં લોકોમાં અને સાહિત્યરસિકોમાં પ્રચલિત એવા સુંદર દૂહાઓ ઉદાહરણરૂપે આપ્યા છે. એમણે જો આ દૂહાઓ ન આપ્યા હોત તો કાળના પ્રવાહમાં એ વિલીન થઇ ગયા હોત. હેમચંદ્રાચાર્યે વ્યાકરણના નિયમો સમજાવવા માટે ફક્ત શબ્દો આપ્યા હોત તો ચાલત. આખા દૂષા આપવાની કોઇ આવશ્યકતા નહોતી, પરંતુ શૃંગાર, વીર, કરુણ, હાસ્ય વગેરે રસથી સભર એવા દૂહાઓ આપીને એમણે વ્યાકરણને વધુ રસિક બનાવ્યું છે. એમણે તત્કાલીન જનજીવનમાં પ્રચલિત એવા લોકપ્રિય દૂહાઓ પસંદગી કરીને આપ્યા છે. એ કોઇ એક અથવા વધુ ગ્રંથમાંથી આપવામાં નથી આવ્યા, પરંતુ લોકમુખે ગવાતા, લોકસાહિત્યના પ્રકારના જેવા દૂષા આપ્યા છે. પ્રત્યેક દૂહો સ્વતંત્ર અને સ્વયંપર્યાપ્ત મુક્તક જેવો છે. આવા દૂહાઓમાંથી નમૂનારૂપ થોડાક દૂહા આપણે અહીં જોઇશું, જેથી એના સ્વરૂપનો ખ્યાલ આવે. દા. ત. ઢોલા સામલા, ધણ ચંપા-વણી; ણાઇ સુવÇરેહ, કસવટ્ટઇ દિણી. [નાયક શ્યામ વર્ણનો છે અને નાયિકા ચંપકવર્ણી છે. એટલે જાણે કસોટીના કાળા પથ્થર ઉ૫૨ સોનાની લીટી દોરી હોય એવા તેઓ બંને લાગે છે.] X X X Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ સાંપ્રત સહચિંતન--ભાગ૧૨ વાસુ ઉષ્ણવંતિઅએ, પિલ દિઠુ સહસત્તિ; અદ્ધા વલયા મહિહિ ગય, અદ્ધા ફુદ તડ ત્તિ. [પતિના વિરહમાં દૂબળી થઈ ગયેલી નાયિકા પતિના આગમનના શુકન સૂચવતા કાગડાને, તે ખોટા શુકન કરે છે એમ માનીને ઉડાડવા માટે કાંકરો લેવા હાથ નીચો કરે છે ત્યાં એનાં થોડાંક બલોયાં જમીન પર પડીને ફૂટી જાય છે. એવામાં દૂરથી પતિને આવતો તે જુએ છે અને અત્યંત હર્ષવિભોર થઈ જતાં એના હાથ એવા ભરાય છે, પુષ્ટ થાય છે કે બાકીનાં બલોયાં તરત ટૂંકાં પડતાં હાથ પર ફૂટી જાય છે. અહીં કવિની અતિશયોક્તિ ભરેલી મનોહર કલ્પના છે.] જઈ સસનેહીં તો મુઈએ, અહ જીવઇ ણિણે; બિપિ વિ પઆરહિ ગઈએ પણ કિં ગઈ પલ મેહ! | વિરહી નાયક પાછો ફરી રહ્યો હોય છે ત્યારે આકાશમાં ગર્જના કરતા મેઘને સંબોધીને તે કહે છે કે વિરહનો એટલો બધો કાળ વીતી ગયો છે કે જો તે નેહવાળી હોય તો મારે માટે ઝૂરી ઝૂરીને મૃત્યુ પામી હશે અને જો તે જીવતી રહી હશે તો મારે માટે હવે એનામાં સ્નેહ રહ્યો નહિ. હે ખલ મેઘ ! મેં તો આમ બંને રીતે મારી પ્રિયતમા ગુમાવી છે !! અર્પે થોવા રિઉ બહુઅ, કાયર એવ ભણન્તિ; મુદ્ધિ ! ણિહાલહિ ગઅણઆલુ, કંઈ જણ જોહ કરત્તિ. [ અમે થોડા છીએ અને દુશ્મનો ઘણા બધા છે એવું તો કાયર લોકો બોલે. હે સખી! આકાશમાં જો. ત્યાં જ્યોત્સના કેટલા જણ કરે છે? ઘણાં બધા તારાઓ નહિ, પણ ફક્ત એક ચંદ્ર જ ચાંદની કરે છે.] X Page #164 -------------------------------------------------------------------------- ________________ અપભ્રંશ દૂહાનું સાહિત્ય ૧૫૫ જઇ ભગ્ગા પારક્કડા, તો સહિ મન્નુ પ્રિએણ; અહ ભગ્ગા અમ્યાં તણા, તો તે મારિઅડેણ. હે સખી ! યુદ્ધભૂમિ ઉપર જો દુશ્મનો ભાગી જવા લાગ્યા હશે તો મારા પ્રિયતમને લીધે જ, કારણ કે તે એવો શૂરવીર છે. પણ જો આપણા સૈનિકો ભાગવા લાગ્યા હશે તો સમજવું કે મારો પ્રિયતમ મરાયો હશે.] બિટ્ટીએ ! મઈ ભણિય તુ મા કરુ વંકી દિઢી; પુત્તિ ! સકણી ભદ્ધિ જિવં મારાં હિઅઇ પઇઢિ. હિ બેટી! મેં તને કહ્યું છે કે વાંકી દષ્ટિથી જો નહિ. હે પુત્રી ! એવી વાંકી નજર અણીદાર બાણની જેમ હૃદયમાં ભોંકાય છે અને મારી નાખે છે.] જે મહુ દિપણા દિઅહડા દઈએ પવસંતેણ; તાણ ગણંતિએ અંગુલિ જરિઆલ નહેણ. પ્રિવાસે ગયેલા પ્રિયતમે મને જેટલા દિવસનો વાયદો આપ્યો છે એટલા દિવસો આંગળીના વેઢે ગણતાં ગણતાં મારી આંગળીઓ નખ સાથે જર્જરિત થઈ ગઈ છે.] X સાય ઉપૂરિ તણ ઘરઇ, તલિ ઘāઈ રયણાઈ; સામિ સુભિચુ વિ પરિહરઈ, સમારેઇ ખલાઈ. સાગર પણ કેવો છે ! રત્નોને નીચે દબાવીને રાખે છે અને તણખલાને ઉપર તરતું રાખે છે. મારા શેઠ પણ સારા નોકરને તરછોડે છે અને આઘા રાખે છે અને લુચ્ચા નોકરને માનથી રાખે છે.] Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ સાંપ્રત સહચિંતન--ભાગ૧૨ ગિરિતે સિવાયલુ તરુહે ફલુ ઘેપ્પણીસાવણુ; ઘરુ મેલેપ્પિણુ માણુસહં તો વિ ણ રુદ્ઘઈ રણુ. [ઘર છોડીને માણસ જંગલમાં ચાલ્યો જાય તો એણે સુવા માટે પર્વત પાસેથી પથ્થરની શિલા અને ખાવા માટે વૃક્ષનાં ફળો કશી રોકટોક વિના મળી શકે છે અને સુખચેનથી જીવી શકે છે તો પણ માણસને ઘર છોડીને અરણ્યમાં જવું ગમતું નથી.] જિમ જિમ બંકિમ લોઅણહં શિરૂ સાંવલિ સિમેઇ; તિવ તિવ વહુ ણિાય સર ખરપત્થરિ તિખેઇ. જેિમ જેમ શ્યામલ સુંદર કન્યા વાંકી નજરે જોવાનું શીખે છે તેમ તેમ મન્મથ એટલે કે કામદેવ પોતાના બાણને કઠોર પત્થર (સરાણ) પર તીક્ષ્ણ કરે છે.] ભલ્લા હુઆ જુ મારિઆ, બહિણિ મહારા કન્ત; લાજે જં તુ વયંસિઅહુ, જઈ ભગા ઘરુ એતુ હિં બહેન સારું થયું કે મારો પતિ યુદ્ધમાં મરાયો, કારણ કે જો ભાગીને ઘરે આવી ગયો હોત તો મારી સખીઓ આગળ હું લાજી મરત.] જો ગુણ ગોવઇ અપૂણા, પયડા કરઈ પરસુ; તસુ હઉં કલિજુગિ દુલ્લાહહો, બલિ ક્રિWઉ સુઅણસુ. જે પોતાના ગુણોને ગોપવે છે એટલે કે ઢાંકી રાખે છે અને બીજાના ગુણોને પ્રગટ કરે છે તેવા દુર્લભ સુજન ઉપર આ કલિયુગમાં હું વારી જાઉં છું.] Page #166 -------------------------------------------------------------------------- ________________ અપભ્રંશ દૂષાનું સાહિત્ય ધવલુ વિસૂરઇ સામિઅહો, ગઉઆ ભરુ પેકખેવિ; હઉં કિં ણ જુત્તઉં હું દિસિäિ ખંડઇ દોણ્ણિ કરેવિ. [ધવલ એટલે ધોળિયો બળદ પોતાના ગાડામાં માલિકે ભરેલા ઘણા બધા ભારને જોઇને વિષાદ પામે છે અને વિચારે છે કે આના કરતાં મારા બે ટુકડા કરીને માલિકે બેય બાજુ કેમ ન જોતર્યો ? ગાડાના માલિકની નિર્દયતા પર અહીં કટાક્ષયુક્ત પ્રહાર છે.] X X X તિલહં તિલતણુ તાઉં ૫૨, જાઉં ણ ણેહ ગલન્તિ; ણેહિ પણકઇ તે જિ તિલ, ફિટ્ટવિ ખલ હોત્તિ. ૧૫૭ [તલનું તલપણું ત્યાં સુધી જ રહે છે કે જ્યાં સુધી એમાંથી તેલ (સ્નેહ) નીકળી ગયું નથી. તેલ (સ્નેહ) નીકળી જતાં તલ તલ ન રહેતાં ખળ (ખોળ) બની જાય છે. અહીં ‘સ્નેહ’ અને ‘ખલ’ શબ્દમાં શ્લેષ્મ રહેલો છે. સ્નેહ વગરનો માણસ ખલ બની જાય છે.] X X X દિઅહા જન્તિ ઝડપ્પડહિ, પહિ મણોરહ પચ્છિ; જં અચ્છઇ તે માણિઅઇ, હોસઇ કરતુ મ અચ્છિ. [દિવસો ઝડપથી ચાલ્યા જાય છે અને મનોરથો પાછળ પડી જાય છે. માટે જે મળે તેને માણી લો. પછીથી થશે અથવા ભવિષ્યમાં કરીશું એમ માનીને બેસી ન રહો. આજનો લ્હાવો લઇ લો, કાલ કોણે દીઠી છે ?] X X X વિઉ કાસુ ન વલહતું ધણુ પુણુ કાસુ ન ઇકું; દોણ્ણિ વિ અવસર નિવડિઅઈ ત્તિણ સમ ગણઈ વિસિટ્ઠ. [જીવવાનું કોને વહાલુ નથી ? ધન પણ કોને ઈષ્ટ નથી ? પણ અવસર આવી પડે ત્યારે વિશિષ્ટજન એ બંનેને તૃણ સમાન ગણે છે.] X X X Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ સાંપ્રત સહચિંતન-ભાગ૧૨ કમલઈ મેલવિ અલિઉલઈ કરિ ગંડાઈ મહતિ અસુલહમેચ્છણ જાહં ભલિ, તે નવિ દૂર ગણંતિ. [ભ્રમરાઓના સમૂહ (કુળ) કમળોને છોડી દઈને હાથીઓનાં ગંડસ્થળની ઈચ્છા રાખે છે. દુર્લભની પ્રાપ્તિની જેઓ હઠ લે છે તે દૂરને (અંતરને) નથી ગણતા.] અગ્નિએ ઉહલું હોઈ જગુ વાએ સીઅલ તેવ; જો પણ અગ્નિ સીઅલા તસુ ઉણહત્તણુ કેવં. જિગત અગ્નિથી ઉષ્ણ થાય છે અને વાયુથી શીતળ થાય છે, પરંતુ જે અગ્નિથી શીતળ થાય તેનું ઉષ્ણત્વ કેવી રીતે મેળવવું?] તણહં તઈજજી ભંગિ નવિ, એ અવડ યડિ વસંતી; અહ જણુ લગ્નિવિ ઉત્તરઈ અહ સહ સઈ મકતિ. જેિ અવડ તટ પર રહે છે એવા તૃણ (ઘાસ)ની ત્રીજી ગતિ નથી. કાં તો માણસ એને પકડીને પાર પહોંચી જાય છે અથવા તે પણ તેની (માણસની) સાથે ડૂબે છે.] સાહુ વિ લોઉ તડખુડઈ વરૂણહો તણેણ; વપૂણ પર પાવિાઈ હત્યે મોકલડેણ. બધા લોકો મોટાઈ (વડપણ) માટે તરફડે છે. પરંતુ મોટાઈ તો મોકળા હાથ દ્વારા જ મેળવાય છે.] બપ્પીહા પિઉ પિઉ ભાવિ કિત્તિ અહિ હયાસ, તુહ જલિ મહુ પુણુ વલ્લહઈ બિહું વિ ન પૂરિઅ આસ. Page #168 -------------------------------------------------------------------------- ________________ અપભ્રંશ દૂહાનું સાહિત્ય ૧પ૯ હિ બપૈયા ! “પિયુ” “પિયુ' બોલીને તું કેટલું રુએ છે ! હે હતાશ ! તારી જળને માટે અને મારી વાલમને માટે-એમ બંનેની આશા પૂરી ન થઈ.] ઢોલ્લા એહ પરિહાસડી અઈ ભણ કવણહિ દેસિ; હઉં ઝિજઉં તઉં કેહિ પિય તેવું પુણુ અન્નહિ રેસિ. હિં પ્રિયતમ ! આ ફારસ (અથવા રીત) કયા દેશમાં થાય છે એ કહે તો ખરો. હું તારે માટે ઝૂરી કરું છું (ક્ષીણ થાઉં છું) અને તું બીજીને માટે.] પાઈ વિલમ્મી અંત્રડી, સિરુ લ્હસિક ખંધસુ; તો વિ કટારઈ હત્યડઉ બલિ કિwઉ કંતસુ. [(યુદ્ધમાં) આંતરડું નીકળીને પગે વળગ્યું છે. માથું ખભા પર ઢળી ગયું છે. તો પણ હાથ તો કટારી પર જ છે. આવા કંથ પર હું વારી જાઉં છું.] દૂરણે પડિલે ખલુ અપ્પણુ જ મારેઈ; જિહ ગિરિસિંગહુ પડિઆ સિલ અણુ વિ ચૂર કરેઈ દૂર સુધી (ઊંચે સુધી) ચડેલો દુર્જન પડે તો પોતાને અને બીજા માણસને પણ મારે છે, જેમ ગિરિશૃંગ પરથી પડેલી શિલા બીજાનો પણ ચૂરો કરે છે.] જઈ પુચ્છ ઘર વસઈ તો વવું ઘર ઓઈ; વિલિઅ જણ અભુદ્ધરણુ તુ કુડીરઈ જોઈ. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ સાંપ્રત સહચિંતન--ભાગ ૧૨ જો મોટાં ઘર વિશે પૂછતાં હો, તો મોટા ઘર પેલાં રહ્યાં ! પરંતુ નિરાશ જનોના ઉદ્ધારક એવા મારા કંથને જોવો હોય તો તે આ ઝૂંપડીમાં જુઓ.] બલિ અદ્ભસ્થણિ મહમણુ હુઈહુઆ સોઈ; જઈ ઈચ્છહુ વત્તણઉ દેહુ મ મમ્મી કોઈ. [એવા વિષ્ણુને પણ બલિની પાસે અભ્યર્થના કરવા માટે નાના થવું પડ્યું. જો મોટાઈ ઈચ્છતા હો તો આપો, પણ કોઈની પાસે માગો નહિ.] હત્યિ મારણ, લોઉ બોબ્રણ; પહહુ વણઉ, સુણહ ભસણી (હાથી મારકણો છે, લોકો બોલકણા છે, પણ વાગવાવાળો છે અને કૂતરો ભસવાવાળો છે.] એક્કસિ સીલ કલંકિઅહ દિહિં પચ્છિતાઈ; જો પણ ખંડઈ અણુદિઅહુ તસુ પચ્છિતે કાઈ એક વાર શીલ કલંકિત કર્યું હોય તો તેને પ્રાયશ્ચિત અપાય, પરંતુ જે રોજેરોજ શીલ ખંડિત કરે તેને પ્રાયશ્ચિત્ત આપવાનો શો અર્થ?] જિન્મિદિલ નાગુ વશિકરહુ જસુ અદ્ધિનઈ અન્નઈ; મૂલિ વિણઠઈ તુંબિણિહે અવસે સુક્કહિ પન્નઈ જિહવા ઈન્દ્રિય જે નાયક છે તેને વશ કરો. બીજી ઈન્દ્રિયો) એને અધીન છે. તુંબડીનું મૂળ જો વિનષ્ટ થાય તો પાંદડાં અવશ્ય સુકાઈ જાય છે.] Page #170 -------------------------------------------------------------------------- ________________ અપાંશ દૂહાનું સાહિત્ય ૧ ૬૧ અહીં ઉદાહરણરૂપે થોડાક દૂહા આપ્યા છે. બીજા પણ ઘણા સરસ દૂહાઓ છે. આ દૂહાઓમાં રસિકતા છે, વેધકતા છે; જનમાનસનું તેમાં અચ્છું પ્રતિબિમ્બ પડેલું છે. વળી તત્કાલીન ભાષા કે જે ગુજરાતીની તરતની પૂર્વેની ભાષા છે તે કેવી હતી તેનો પણ આપણને ખ્યાલ મળે છે. પોતાના સમયમાં પ્રચલિત દૂહાઓને વ્યાકરણના ઉદાહરણરૂપે ગૂંથી લઇને હેમચંદ્રાચાર્યે રસિક દૂહાસંગ્રહ આપીને આપણને ઉપકૃત કર્યા છે અને આપણા એક ઉત્તમ સાહિત્યધનને નષ્ટ થતાં બચાવ્યું છે. Page #171 -------------------------------------------------------------------------- ________________ अट्ठजुत्ताणि सिक्खिज्जा, निरट्ठाणि उ वज्जिए । ભગવાન મહાવીર [અર્ચયુક્ત વાતો શીખવી, નિરર્થકને ત્યજી દેવ) આ વાત તો સાવ સહેલી લાગે છે, પણ તેનો અમલ કરવાનું એટલું સહેલું નથી. કામની વાત શીખવી અને નકામી વાતને છોડી દેવી એ સાચું, પણ કઈ વાત કામની છે અને કઈ નકામી છે એ કેમ ખબર પડે ? એ કોણ સમજાવે? જીવનમાં શીખવા જેવું ઘણું છે. વિકાસશીલ વ્યક્તિને તો હરહંમેશ નવી નવી વાતો શીખવા મળે છે. જેનું લક્ષ્ય પ્રગતિ પર છે તેની પાસે તો પોતાના પૂરતો એક માપદંડ આવી ગયો હોય છે. અલબત્ત એ જ સાચો છે એમ સર્વાર્થે ન કહી શકાય, તો પણ એની વિકાસોન્મુખતા અવશ્ય પ્રશંસાપાત્ર બને છે, કારણ કે જીવન સતત વિકાસશીલ છે. ભગવાન મહાવીરે ઉત્તરાધ્યયન સૂત્રના વિનયશ્રુત નામના પહેલા અધ્યયનમાં કહ્યું છે : निसन्ते सिया अमुहरी, बुद्धाणं अतिए सया । अट्ठजुत्ताणि सिक्खिज्जा, निरट्ठाणि उ वज्जिए । સિાધકે અત્યંત શાન્ત રહેવું, અસંબદ્ધ બોલવું નહિ, જ્ઞાનીજનોની સમીપે રહેવું, તેમની પાસેથી પરમાર્થયુક્ત વાતો શીખવી અને નિરર્થક વાતોને છોડી દેવી.] ભગવાન મહાવીરે ઉત્તરાધ્યયન સૂત્રમાં શિષ્યને વિનયી બનવા માટે ભિન્નભિન્ન દષ્ટિકોણથી જે શિખામણ આપી છે તેમાં દસ મહત્ત્વના ગુણ કેળવવાનો નિર્દેશ કર્યો છે. એ દસ આ પ્રમાણે છે: (૧) ગુરુજનોની હાજરીમાં હંમેશાં શાન્ત રહેવું, (૨) વાચાળ ન બનવું, (૩) સાર્થક પદ Page #172 -------------------------------------------------------------------------- ________________ अट्ठजुत्ताणि सिक्खिज्जा, निरट्ठाणि उ वज्जिए । ૧ ૬૩ શીખવા અને નિરર્થક વાત છોડી દેવી, (૪) ગુરુ અનુશાસન કરે, શિક્ષા કરે ત્યારે ક્રોધ ન કરવો, (૫) ક્ષમાશીલ બનવું, (૬) હલકા માણસો સાથે સંબંધ ન રાખવો, તેમની સાથે મજાકમશ્કરી ન કરવાં, (૭) દુષ્ટ કાર્યો ન કરવાં, (૮) યોગ્ય સમયે સ્વાધ્યાય કર્યા પછી ધ્યાન કરવું, (૯) મિતભાષી થવું અને (૧૦) દુષ્ટ કાર્ય થઈ ગયું હોય તો ગુરુ સમક્ષ સ્વીકાર કરી લેવો. આ દસ શિખામણમાંથી ઉપર કહેલી ફક્ત એકનો અહીં વિચાર કરીશું: સાર્થક વાત શીખવી અને નિરર્થક છોડી દેવી. માણસ નિરર્થક વાત છોડી દેવાનું શીખે તો આપોઆપ કામની વાત શીખવા લાગે. પરંતુ મનુષ્યનો સ્વભાવ એવો પ્રમાદી છે કે નિરર્થક વાત તે જલદી છોડી શકતો નથી. ભગવાન મહાવીરે અધ્યાત્મમાર્ગના સાધક માટે જે વાત કરી છે તે વ્યવહારુ જીવનમાં પણ એટલી બધી ઉપયોગી છે. કોઈપણ સફળ માણસની સિદ્ધિનું રહસ્ય એ છે કે એણે નકામી વાતોમાં સમય વેડફી નાખ્યો નથી. જેઓને જીવનમાં ભૌતિક કે આધ્યાત્મિક સિદ્ધિ મેળવવી હોય તેઓએ સારાસાર વિવેક કરવો જ પડે. કેટલાયે માણસોને સમય કેમ પસાર કરવો તેની સૂઝ પડતી નથી. ૦ તેમનો સમય પસાર થતો નથી એટલે તે આમ તેમ ફાંફાં મારતા હોય છે. તેમને ચેન પડતું નથી. જેમ તેમ કરીને વેઠપૂર્વક તેઓ દિવસ પૂરો કરે છે. એવા લોકોની જિંદગીનું કશું મૂલ્ય નથી. કોઈપણ માણસને પૂછવામાં આવે કે તમને તમારી જિંદગી ફરી જીવવાની મળે તો તમે એમાં કેવા ફેરફાર કરશો ?” કોઈક જ માણસ એવા મળે કે જે કહે કે પોતાને જે જિંદગી મળી છે બરાબર તે જ પ્રમાણે પોતાને જીવવી છે. પોતાને એમાં કશા ફેરફાર કરવા નથી. Page #173 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન--ભાગ ૧૨ દરેક માણસે જીવનમાં કંઇક ભૂલો કરી હોય છે. એવી ભૂલો ફરીથી ન થાય એવું માણસ ઇચ્છે. કૌટુંબિક સંબંધો, પત્ની, સંતાનો વગેરેના પ્રશ્નો, નોકરી ધંધાની સમસ્યાઓ અને સફળતાઓ, આરોગ્યની બાબતો, સ્વભાવની વિચિત્રતાઓ, કેટલીક ટેવો ઇત્યાદિ વિશે માણસ જરૂર ફેરફાર ઇચ્છે કે જેથી પોતે જેવું જીવન જીવ્યા તેના કરતાં વધુ સારું જીવન જીવવા મળે. ૧૬૪ શાળા-કૉલેજની કે યુનિવર્સિટીની પરીક્ષાઓમાં દુનિયાભરમાં જેમ અસંખ્ય વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થાય છે તેમ લાખો વિદ્યાર્થીઓ નપાસ પણ થાય છે. નપાસ થનાર વિદ્યાર્થી પાસે નપાસ થવાનાં કારણો હોય છે, જેમાંનું એક કારણ તે પોતે જેટલો સમય અભ્યાસ માટે આપ્યો તેટલો ઓછો હતો. જે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હોય તેઓ બધાને પોતાના પરિણામથી સંતોષ હોતો નથી. મતબલ કે સરેરાશ દરેકને એમ લાગે છે કે પોતે જો આમ કર્યું હોત તો આમ ન થાત. એટલે કે દરેક વિદ્યાર્થીએ થોડોક સમય તો નિરર્થક વાતોમાં બગાડ્યો છે. સતત અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં પણ એવો ફરક રહેવાનો કે કેટલાકે જે મહત્ત્વનું હતું તે ઓછું વાંચ્યું હોય અને જે નિરર્થક હતું તે વાંચવામાં સમય વેડફી નાખ્યો હોય. કુદરતનો ક્રમ એવો છે કે જૂની પેઢીના માણસો કાળક્રમે વિદાય લેતા જાય છે અને નવી પેઢીના યુવાનોના હાથમાં સમાજનાં સૂત્રો આવે છે. કોઇપણ એક વ્યક્તિએ પોતાના સમકાલીનો વચ્ચે જે મોટું કાર્ય કર્યું હોય તેની કદર કરનારા ત્યારે હયાત હોય છે ને ઠેરઠેર એની વાતો થાય છે, પરંતુ થોડાક સમકાલીનો વિદાય થઇ જાય છે, પછી એવી વાતો સાંભળનાર કે પ્રશંસા કરનાર વર્ગ રહેતો નથી અને નવી પેઢીને જૂની પેઢીનાં એ પરાક્રમો કે સિદ્ધિ તુચ્છ અને નિરર્થક લાગે છે. ક્યારેક તો કોઈક બોલે છે, ‘નાખી દેવા જેવી વાત માટે એ જમાનાના લોકોએ પોતાની જિંદગીનો કેટલો બધો સમય વેડફી નાંખ્યો.' Page #174 -------------------------------------------------------------------------- ________________ अट्ठजुत्ताणि सिक्खिज्जा, निरट्ठाणि उ वज्जिए । ૧ ૬૫ જે કોઇ એક વાત કે વિષય એક જમાના માટે અત્યંત મૂલ્યવાન હોય તે બીજા જમાના માટે સાવ નિરર્થક બને એવી જીવાતા જીવનની લાક્ષણિકતા છે. | કઈ વસ્તુ પોતાને માટે સાર્થક છે અને કઈ નિરર્થક છે એનો નિર્ણય કરવા માટે દરેક વ્યક્તિનો માપદંડ જુદો જુદો હોઈ શકે. એક વ્યક્તિને જે વાત, કાર્ય ઇત્યાદિ સાર્થક લાગતાં હોય તે બીજાને નિરર્થક લાગે. એકની એક વ્યક્તિને એક વસ્તુ એક કાળે સાર્થક લાગતી હોય તે સમય જતાં નિરર્થક લાગવાનો સંભવ છે. મનુષ્યના જીવનમાં કંઈ ભૂલ ન થઈ હોય તો પણ વીતી ગયેલા વર્ષોનું વિહંગાવલોકન કરતાં એને જરૂર એમ લાગે છે કે અમુક કાર્યોમાં પોતાનો જે સમય પસાર થઈ ગયો તે કાર્યો ન કર્યો હોત તો ચાલત; એટલો સમય જો વધુ સારી પ્રવૃત્તિમાં પસાર થયો હોત તો જીવનમાં વધુ પ્રગતિ થઈ શકી હોત. જીવનનું સ્વરૂપ એવું છે કે કેટલીક બાબતો વર્તમાન સમયમાં બહુ મહત્ત્વ ધરાવતી હોય, ક્યારેક તો જીવન-મરણના સવાલ જેવી હોય, પણ વર્ષો વીત્યા પછી ભૂતકાળની એ ઘટનાઓ પર નજર નાખતાં તે ક્ષુદ્ર અને નિરર્થક લાગે છે. ક્યારેક પશ્ચાત્તાપ થાય છે કે કેવી મામૂલી વાતો માટે જિદગીનો કેવો સોનેરી સમય આપણે વેડફી નાખ્યો. નાનાં બાળકો કેવી નાની નાની વાતો માટે માંહોમાંહે લડે-ઝઘડે છે? એ જ બાળકો મોટાં થતાં એ જ વાતો માટે લડતાં ઝઘડતાં શરમાશે. નાનું બાળક શેરીમાં કાંકરા વીણતું હોય કે સમુદ્ર કિનારે છીપલા વીણતું હોય તો એને માટે અત્યંત રસનો વિષય બને છે, પરંતુ એ જ બાળક મોટું થાય છે ત્યારે છીપલા વીણવાનું અને હાસ્યાસ્પદ લાગે છે. તેવી રીતે બાલ્યકાળમાં કે યુવાવસ્થામાં કરેલી કેટલીયે પ્રવૃત્તિઓ પાકટ વયે હાસ્યાસ્પદ લાગે છે. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ સાંપ્રત સહચિંતન--ભાગ ૧૨ જીવનની સાર્થકતા અને સફળતાને વિવિધ દષ્ટિકોણથી જોઈ શકાય. આ સંસારમાં અસંખ્ય એવા માણસો છે અને રહેવાના કે પોતે હતા તેના કરતાં કશુંક વધુ પામ્યા છે. એકંદરે સંસારના લોકો ભૌતિક સુખની અપેક્ષાએ જીવનનું માપ કાઢે છે. કોઈ ભિખારી હોય, ઘરે ઘરે ભીખ માગતો હોય, એમાંથી થોડું થોડું બચાવી એમાંથી નાની સરખી દુકાન કરવાની તક મળે અને પોતાનું ગુજરાન સારી રીતે ચલાવે તો એણે એમ લાગે કે “ક્યાં મારા ભીખ માગવાના દિવસો અને જ્યાં આ વેપાર? મેં જીવનમાં કેવી સિદ્ધિ મેળવી છે!' કેટલીય વેપારી પેઢીઓમાં અને સરકારી કચેરીઓમાં માણસ પટાવાળા તરીકે જોડાયો હોય એમાંથી પુરુષાર્થ કરીને આગળ વધતાં વધતાં તે ઓફિસર બન્યો હોય તો એને એમ લાગે કે મેં જીવનમાં કશું મેળવ્યું છે'. સૈનિકમાંથી સેનાપતિ બને તો એને પોતાનું જીવન સફળ લાગે. વસ્તુતઃ સમજપૂર્વક સમય પાસે કામ લેતાં જેને આવડે છે તે પોતાના જીવનને સફળ બનાવી શકે છે, સિવાય કે એનું નસીબ જ વાંકું હોય ! જન્મથી માંડીને જીવનના અંત સુધી પોતાની પ્રત્યેક ક્ષણ સદુપયોગમાં જ ગઈ છે અને નિરર્થક સમય ક્યારેય પસાર થયો નથી એવું તો કોઈક વિરલ વ્યક્તિ જ કહી શકે, જો તે પૂર્વજન્મનો આરાધક જીવ હોય તો. વર્તમાન કાળમાં તો એવી વ્યક્તિ મળવી તે લગભગ અસંભવિત છે કે જે દાવો કરી શકે કે પોતાના જીવનની એક પળ પણ પોતે નિરર્થક ગુમાવી નથી. ભગવાન મહાવીરની આ શિખામણ વ્યવહારુ જીવનમાં જેમ ઉપયોગી છે તેથી વધુ મોક્ષમાર્ગના સાધક માટે ઉપયોગી છે. સાધકે જે શબ્દોનું પ્રયોજન ન હોય તેવા શબ્દો, નિરર્થક શબ્દો ઉચ્ચારવા ન જોઇએ. હાસ્ય-મજાકમાં બોલાતી વાણીને અથવા કેવળ વાણીવિલાસને ત્યજવાં જોઇએ. સ્ત્રીકથા, રાજ્યકથા ઇત્યાદિ વિકથાનો ત્યાગ Page #176 -------------------------------------------------------------------------- ________________ अट्ठजुत्ताणि सिक्खिज्जा, निरट्ठाणि उ वज्जिए । ૧૬૭ કરવો જોઇએ. સમાજમાં રહેવાને કારણે અને વર્તમાન સમયમાં તો પ્રચાર-માધ્યમો વધી ગયાં હોવાથી, સાધક જો જાગૃત ન હોય તો નિરર્થક વાતોમાં તે રસ લેવા લાગી જાય છે અને એવી વાતોનો એક વખત ચટકો લાગે એટલે જિજ્ઞાસા ઉત્તરોત્તર સતેજ થતી રહે અને પછી એનો ક્યાંય અંત આવે નહિ. સાધકને એક વખત લૌકિક વિષયોમાં અને એવાં અધ્યયનોમાં રસ પડે પછી એ વ્યસનરૂપ બની જાય છે અને એમાંથી નિવૃત્ત થવાનું અઘરું બની જાય છે. અધ્યાત્મમાર્ગના સાધકને પોતાના કાર્ય અંગે ક્યારેક ઉપયોગી લાગ્યા હોય એવા વિષયો જેવા કે જ્યોતિષશાસ્ત્ર, હસ્તરેખાવિજ્ઞાન, શિલ્પશાસ્ત્ર, ચિત્રકલા, વક્તૃત્વકલા, આયુર્વેદ, કાવ્યાલંકારશાસ્ત્ર, ભાષા-વ્યાકરણ વગેરેમાં રસ પડે છે. પણ પછી તેઓ એમાં એટલા બધા ખેંચાઇ જાય છે અને એમાં ડૂબી જાય છે કે મોક્ષમાર્ગની પોતાની સાધના ચૂકી જાય છે. વ્યવહારુ અપેક્ષાએ ઉપયોગી એવાં શાસ્ત્રો પણ મોક્ષાભિલાષી, આત્મજ્ઞાન તરફ આગળ વધતા મહાત્માઓ માટે નિરર્થક બનવા સંભવ છે. સતત જાગૃત રહેવાનું સરળ નથી. પ્રમાદ તો એમાં કામ કરી જ જાય છે, પરંતુ ક્યારેક ગૃહસ્થો કે સાધુ ભગવંતોના જીવનમાં પૂર્વબદ્ધ કર્મના ઉદયે એવી ઘટનાઓ બને છે કે જે એમના હાથમાં રહેતી નથી. તેવે વખતે નિરર્થક વાતો-વિષયોમાં ઘણો સમય બરબાદ થઇ જાય છે. પરંતુ એવે વખતે પણ જાગૃત વ્યક્તિઓ, બાહ્ય ઘટનાઓ સાથે પ્રવાહપતિત બને છે છતાં એમનું જોડાણ તો આત્મભાવમાં જ રહે છે. Page #177 -------------------------------------------------------------------------- ________________ ‘પ્રબુદ્ધ જીવન’માં લેખકના પ્રગટ થયેલા લેખોમાંથી ગ્રંથસ્થ થયેલા લેખોની યાદી ૧. સાંપ્રત સહચિંતન’-ભાગ ૧ (૧) લગ્ન સંસ્થાનું ભાવિ (૨) અસત્યના પ્રયોગો (૩) સન્માન પ્રતીકો (૪) કેફી પદાર્થોનો વધતો પ્રચાર (૫) પદ અને પાત્રતા (૬) જીવ છોડાવવાની પ્રવૃત્તિ (૭) નાતાલની એક વિશિષ્ટ ઉજવણી (૮) કવિનું સન્માન (૯) મોટાં પ્રલોભનો (૧૦) નિર્દોષ, અજ્ઞાન અને દિવ્ય (૧૧) તીર્થયાત્રા (૧૨) કરચોરી ( ૧૩) જાહેર સંસ્થાઓમાં કરકસર (૧૪) ભાષા સાહિત્યનું અધ્યયન-અધ્યાપન (૧૫) વર્તમાનપત્ર અને સત્યનિષ્ઠા (૧૬) કૂતરાંઓની સમસ્યા (૧૭) વિદ્યોપાસના અને વિદ્યાપોષણ (૧૮) વિશ્વ સંમેલનો (૧૯) ખારૂં વેરું વઝ્ઝા (૨૦) નવી દવાઓ-નવી સમસ્યાઓ (૨૧) પશુ-પંખીઓની નિકાસ (૨૨) પાશવી રમત-બોક્સિંગ (૨૩) પ્રવાસ-ઉદ્યોગ (૨૪) ધાર્મિક સ્થળોનો અધાર્મિક ઉપયોગ. ૨. ‘સાંપ્રત સહચિંતન’-ભાગ ૨ (૧) ક્રાંતિનાં પરિણામ (૨) રાજકારણમાં હિંસા (૩) લોકમત (૪) ન્યાય અને દયા (૫) સામુદાયિક માનવહત્યા (૬) રાજકારણમાં નિવૃત્તિ (૭) આત્મહત્યા (૮) જાસૂસી અને રાષ્ટ્રદોહ (૯) વ્યક્તિ, પક્ષ, રાષ્ટ્ર અને વિશ્વ (૧૦) દેહાંતદંડ (૧૧) ભાષાવાદનું વિશ્વ (૧૨) સરદાર પટેલના કારાવાસના દિવસો (૧૩) પ્રતિષ્ઠાનો પ્રશ્ન (૧૪) લગ્નવિચ્છેદ અને પુનર્લગ્ન (૧૫) એક વ્યક્તિ-એક સંસ્થા (૧૬) વિશ્વનું પર્યાવરણ (૧૭) ક્રિકેટનો અતિરેક (૧૮) ભૌતિક સમૃદ્ધિ (૧૯) કમ્પ્યુટર સગાઇ (૨૦) લોકવિદ્યાલયો (૨૧) ભ્રામક ઉક્તિઓ. ૩. ‘સાંપ્રત સહચિંતન’-ભાગ ૩ (૧) મણિલાલ દ્વિવેદીનું આત્મવૃત્તાંત (૨) લેખકનો શબ્દ (૩) ટેનેસી વિલિયમ્સ અને આર્થર કોસ્ટર (૪) શ્રીમદ્ રાજચંદ્ર અને મહાત્મા Page #178 -------------------------------------------------------------------------- ________________ લેખોની યાદી ૧૬૯ ગાંધીજી (૫) ‘વિશ્વવત્સલ મહાવીર' (૬) આપણાં સામયિકો (૭) નામકરણ (૮) જૈન સાહિત્ય : ક્ષેત્ર અને દિશાસૂચન ( ૯) પંડિતોનું ગૃહજીવન (૧૦) સાધકનાં લક્ષણો (૧૧) અહં વાર્સી સોળ (૧૨) વગોવાતી સાધુસંસ્થા (૧૩) સ્તોત્રકાર હેમચંદ્રાચાર્ય અને વીતરાગસ્તોત્ર (૧૪) બલવાન ઇન્દ્રિયગ્રામ (૧૫) ભાષામાં ઉત્ક્રાંતિ અને ક્રાંતિ (૧૬) અસ્વીકાર શા માટે ? (૧૭) અણયુદ્ધોત્તર શિયાળો (૧૮) ઋણાનુબંધ. ૪. ‘સાંપ્રત સહચિંતન’-ભાગ ૪ (૧) નિવૃત્તિકાળ (૨) રમકડાં (૩) મોતે સબ્ધવયસ્ક (૪) અળશ (૫) લેડી નિકોટીન સાથે છૂટાછેડા (૬) કોપીરાઇટ (૭) પક્ષ, વિપક્ષ, લઘુમતી, બહુમતી (૮) લગ્નોત્સવ (૯) લેખન, પઠન, ઉચ્ચારણ, શ્રવણ (૧૦) યુરોપમાં સામ્યવાદી શાસનપદ્ધતિ. ૫. સાંપ્રત સહચિંતન’-ભાગ ૫ (૧) અસંવિમાની ન હૈં તસ્ક મોવો (૨) અમારિ પ્રવર્તન (૩) કુદરતી આપત્તિઓ (૪) સિલપ્પદિકારમ્ (૫) નિર્દય હત્યાની પરંપરા (૬),માયને અસળપાળÆ (૭) જે. કૃષ્ણમૂર્તિ (૮) ‘ખાલી’નો સભ૨ ઇતિહાસ (૯) બાદશાહખાન (૧૦) ચિખોદરાની આંખની હૉસ્પિટલ (૧૧) ઇન્દિરા ગાંઘી (૧૨) રાતા મહાવીર (૧૩) ચરણ–ચલણનો મહિમા (૧૪) શ્રવણબેલગોડા. ૬. ‘સાંપ્રત સહચિંતન'-ભાગ ૬ (૧) નિઃસંતાનત્વ (૨) રંગભેદ (૩) હોમાવિષે આયયડું અત્ત (૪) ધૃતકલ્લોલ પાર્શ્વનાથ (૫) સ્વ. ડૉ. ચંદ્ર જોશી (૬) સૂક્ષ્મ એકેન્દ્રિય જીવોનું સામૂહિક આક્રમણ (૭) સંકલ્પી હિંસા (૮) સ્વ. ચીમનભાઇ પટેલ (૯) દાણચોરીનું નવું ક્ષેત્ર (૧૦) લેખકો અને રાજ્યસત્તા (૧૧) રાણકપુર તીર્થ. Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ સાંપ્રત સહચિંતન - ભાગ ૧૨ ૭. “સાંપ્રત સહચિંતન-ભાગ ૭ (૧) વારસદારો (૨) બાળમજૂરોની સમસ્યા (૩) મોરારજી દેસાઈ (૪) પf Tહ નિવાળ વેરં સિં પર્વર્ડ(૫) પોપની ભારતની મુલાકાત (૬) પોલીસ અને ન્યાયતંત્ર (૭) શ્રી યશોવિજયજી કૃત ઉપદેશરહસ્ય” (૮) કે. પી. શાહ (૯) લેનિનકી ગેરુ ઉપરથી (૧૦) ભારતનાં કતલખાનાં (૧૧) દુર્ઘટના અને કુમરણ (૧૨) હંસાબહેન મહેતા (૧૩) ડૉ. ભોગીલાલ સાંડેસરા (૧૪) હરીન્દ્ર દવે. ૮. “સાંપ્રત સહચિંતન'-ભાગ ૮ (૧) મારા પિતાશ્રી (૨) રાણકી વાવ (૩) કન્ફયુશિયસ (૪) કન્ફયુશિયસની નીતિધર્મની વિચારણા (૫) નીતિવેરું હસે મુળી (૬) શાન્તિદૂતોની હત્યા (૭) બળાત્કાર (૮) પંડિત વીરવિજયજી રચિત મોતીશાહ શેઠ વિશે ઢાળિયાં (૯) સ્વ. જોહરીમલજી પારખ (૧૦) મારી જીવનયાત્રાનું શબ્દ-સંબલ (૧૧) બાલહત્યા (૧૨) સ્વ. હીરાબહેન પાઠક. ૯. “સાંપ્રત સહચિંતન'-ભાગ ૯ (૧) કલામાં અશ્લીલતા (૨) ગન કંટ્રોલ (૩) માંગી-તુંગી (૪) માયશવંસી ને રેવું પવુિં (પ) ગાંડી ગાય (૬) અપંગો માટે (૭) સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહ-પત્રકાર તરીકે (૮) પંડિત કવિશ્રી વીરવિજયજી (૯) શ્રી માણિભદ્રવીરની સહાય-મારા બાલ્યાકાળના અનુભવો (૧૦) તીર્થ વિશેનાં ફાગુકાવ્યો (૧૧) ફાધર બાલાગેર (૧૨) સામૂહિક આત્મઘાત ૧૦. સાંપ્રત સહચિંતન'-ભાગ ૧૦ (૧) રામકથાની સર્વસ્વીકૃત વ્યાપકતા, (૨) બહુસુરંગા વસુંધરા, (૩) અને દાંતિ તં વિત્ત, (૪) સ્વ. લાડકચંદભાઇ વોરા, (૫) પશુહિંસાનું વિસ્તરતું ક્ષેત્ર, (૬) વિનયમૂો થપ્પો (૭) શેરીનાં Page #180 -------------------------------------------------------------------------- ________________ લેખોની યાદી ૧૭૧ સંતાનો, (૮) સ્વતંત્રતાનો સુવર્ણ મહોત્સવ (૯) સમયસુંદર વિશે શોધપ્રબંધ (૧૦) સ્થૂલિભદ્ર વિશે ફાગુકાવ્યો, (૧૧) સ્વ. પંડિત પનાલાલ જ. ગાંધી. ૧૧. ‘સાંપ્રત સહચિંતન’-ભાગ ૧૧ (૧) નિદ્રાદેવીનું આવાગમન, (૨) ં ઇબ્ન તં ન વત્તવ્યું, (૩) કચરો વીણનારા (૪) બૌદ્ધ ધર્મ, (૫) ફાગુનો કાવ્યપ્રકાર, (૬) ટુર રેલું ને તામુળે સમળત્તળું (૭) વૈમાનિક અસભ્યતા, (૮) સ્વ. ડૉ. શિવાનંદ અધ્વર્યુ, (૯) એન. સી. સી. દ્વારા લશ્કરી તાલીમ, (૧૦) મધ્યકાલીન ધર્મવિષયક જૈન પરંપરા, (૧૧) પદ્મમભૂષણ ડૉ. ઉષાબહેન મહેતા, (૧૨) હે મહં સમાયરે ! ૧૨. ‘સાંપ્રત સહચિંતન’-ભાગ ૧૨ (૧) પુત્રભીતિ (૨) મંગલ, અષ્ટમંગલ, મહામંગલ (૩) પંડિત દલસુખભાઇ માલવણિયા (૪) અનુમાપ્તિો ન ુપિઝ્ઝા (૫) ૧૪મી એપ્રિલ ૧૯૪૪ (૬) પોકેમોન (૭) પંન્યાસ શ્રી વરસંગવિજયજી (૮) ઓસ્ટ્રેલિયા (૯) જૈન દર્શનમાં કાળની વિભાવના (૧૦) જૈન ધર્મ વૈશ્વિક સ્તરે (૧૧) સાહિળે ચડું મોટ્ સે હૈં ચારૂં ત્તિ વુન્વર્ડ(૧૨) જલ જીવન જગમાંહિ (૧૩) અપભ્રંશ દૂહાનું સાહિત્ય (૧૪) अट्ठजुत्ताणि सिक्खिज्जा, निरट्ठाणि उ वज्जिए ૧૩. અભિચિંતના (૧) આતુરા પરત્તાવેન્તિ, (૨) રાજકારણમાં મહત્ત્વાકાંક્ષા (૩) દવાઓમાં ગે૨૨ીતિઓ (૪) નેતાગીરી અને મોવડીમંડળ (પ) પત્રકારોની મુલાકાતો (૬) ચૂંટણી (૭) કચ્છમાં પુરુત્થાન (૮) આઝાદીની લડત-કિશોરવયનાં સંસ્મરણ (૯) દુરારાધ્ય રેવામાતા (૧૦) સિંગાપુરની પ્રગતિ (૧૧) જાતિવાદ વિશે ભગવાન મહાવીર (૧૨) તાઓ તત્ત્વદર્શન (૧૩) ‘પ્રબુદ્ધ જીવન'નાં પચાસ વર્ષ ( ૧૪) અપહરણ. Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ૨ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૨ ૧૪. “વંદનીય હૃદયસ્પર્શ'-ભાગ ૧ (૧) પંડિત સુખલાલજી (૨) બચુભાઈ રાવત (૩) અગરચંદજી નાહટા (૪) પરમાનંદભાઈ કાપડિયા (૫) ચીમનલાલ ચકુભાઈ શાહ (૬) મેડમ સોફિયા વાડિયા (૭) ગૌરીપ્રસાદ ઝાલા (૮) પંડિત ધીરજલાલ ટોકરશી શાહ (૯) જ્યોતીન્દ્ર દવે (૧૦) યજ્ઞેશભાઈ હરિહર શુકલ (૧૧) ઉમેદભાઈ મણિયાર (૧૨) મનસુખલાલ તારાચંદ મહેતા (૧૩) ઉમાશંકર જોશી (૧૪) ભૃગુરાય અંજારિયા (૧૫) ઈશ્વર પેટલીકર (૧૬) મૂળશંકર મો. ભટ્ટ (૧૭) મોહનલાલ મહેતા-સોપાન (૧૮) રંભાબહેન ગાંધી. ૧૫. ‘વંદનીય હૃદયસ્પર્શ'-ભાગ ૨ ' (૧) ચંદ્રવદન મહેતા (૨) વિષ્ણુપ્રસાદ ત્રિવેદી (૩) જયમલ્લ પરમાર (૪) પંડિત હીરાલાલ દુગ્ગડ (૫) અમૃતલાલ યાજ્ઞિક (૬) ચંચળબહેન (૭) કાન્તિલાલ કોરા (૮) ઇન્દ્રજિત મોગલ (૯) વિજય મરચન્ટ. ૧૬. “વંદનીય હૃદયસ્પર્શ'-ભાગ ૩ (૧) મોરારજી દેસાઈ (૨) જોહરીમલજી પારેખ (૩) ડૉ. શિવાનંદ અધ્વર્યુ (૪) લાડકચંદભાઇ વોરા (૫) પંડિત પનાલાલ જ. ગાંધી (૬) પંડિત દલસુખભાઇ માલવણિયા (૭) ફાધર બાલાશેર (2) ડૉ. ભોગીલાલ સાંડેસરા (૯) હીરાબહેન પાઠક (૧૦) હંસાબહેન મહેતા (૧૧) કે. પી. શાહ ૧૭. “તિવિહેણ વંદામિ' (૧) પૂ. શ્રી પુણ્યવિજયજી મહારાજ (૨) પૂ. શ્રી વિજયરામચંદ્રસૂરિજી મહારાજ (૩) પૂ. શ્રી વિજયધર્મસૂરિજી મહારાજ (૪) પૂ. શ્રી કૈલાસસાગરસૂરિજી મહારાજ (૫) પૂ. શ્રી ગુણસાગરસૂરિજી મહારાજ (૬) પૂ. શ્રી તખ્તાનંદવિજયજી મહારાજ (૭) પૂ. શ્રી Page #182 -------------------------------------------------------------------------- ________________ લેખોની યાદી ૧૭૩ મૃગાવતી શ્રીજી મહારાજ (૮) પૂ. શ્રી લીલાવતીબાઈ મહાસતીજી (૯) પૂ. શ્રી કુંદકુંદસૂરિજી મહારાજ (૧) પૂ. અભયસાગરજી મહારાજ. ૧૮. “જિનતત્ત્વ'-ભાગ ૧ (૧) ત્રિવિજય (૨) પ્રતિસેવના (૩) નિયાણ (૪) સંલેખના (૫) કરુણાની ચરમ કોટિ (૬) સાંવત્સરિક ક્ષમાપના (૭) સમુદ્યાત અને શૈલેશીકરણ (૮) કાઉસગ્ગ (૯) કલ્પસૂત્ર (૧૦) પચ્ચક્કાણ (૧૧) આલોચના (૧૨) જૈન દષ્ટિએ તપશ્ચર્યા (૧૩) સંયમની સહચરી ગોચરી (૧૪) વર્ધમાન તપની ઓળી (૧૫) પર્વાધિરાજ પર્યુષણ-૧ (૧૬) પર્વાધિરાજ પર્યુષણ-૨. ૧૯. “જિનતત્ત્વ'-ભાગ ૨ (૧) લાંછન (૨) પ્રભાવના (૩) પરીષહ (૪) ઉપસર્ગ (૫) કેશલોચન (૬) લબ્ધિ (૭) સમવસરણ (૮) નિરામિષાહાર-જૈન દષ્ટિએ (૯) મલ્લિનાથની પ્રતિમા. ૨૦. “જિનતત્ત્વ'-ભાગ ૩ (૧) સમવું ય મા પમાયણ (૨) ધર્મધ્યાન (૩) પ્રતિક્રમણ (૪) દાનધર્મ (૫) સ્વાધ્યાય (૬) જાતિસ્મરણ જ્ઞાન (૭) સંયમનો મહિમા (૮) શીલવિઘાતક પરિબળો. ૨૧. “જિનતત્ત્વ'-ભાગ ૪ (૨૧) મનુષ્યજન્મની દુર્લભતા (૨) નવકારમંત્રમાં સંપદા (૩) નવકારમંત્રની આનુપૂર્વી અને અનાનુપૂર્વી (૪) નવકારમંત્રનું પદાક્ષર સ્વરૂપ (૫) દિવ્યધ્વનિ (૬) લોગસ્સ સૂત્ર (૭) દયાપ્રેરિત હત્યા- ઇતર અને જૈન તત્ત્વદષ્ટિ (૮) ભક્તામર સ્તોત્ર. ૨૨. “જિનતત્ત્વ'-ભાગ ૫ (૧) પર્વારાધના (૨) અભ્યાખ્યાન (૩) નવકારમંત્રની શાશ્વતતા (૪) ઉપાધ્યાય પદની મહત્તા (૫) સામાયિક (૬) બોધિદુર્લભ ભાવના. Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ સાંપ્રત સહચિંતન ભાગ ૧૨ ૨૩. ‘જિનતત્ત્વ’-ભાગ ૬ (૧) અદત્તાદાન વિરમણ (૨) અવધિજ્ઞાન (૩) સિદ્ધ પરમાત્મા. ૨૪. પ્રભાવક સ્થવિરો’-ભાગ ૧ (૧) ગણિવર્ય શ્રી મુક્તિવિજયજી (શ્રી મૂળચંદજી મહારાજ) (૨) શ્રી વિજયાનંદસૂરિ મહારાજ (શ્રી આત્મારામજી મહારાજ) (૩) શ્રી વિજયવલ્લભસૂરિ મહારાજ (૪) શ્રી બુદ્ધિસાગરસૂરિ મહારાજ (૫) શ્રી ચરિત્રવિજયજી મહારાજ. ૨૫. પ્રભાવક સ્થવિરો’-ભાગ ૨ (૧) શ્રી બુટેરાયજી મહારાજ (૨) શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ (૩) શ્રી મોહનલાલજી મહારાજ (૪) શ્રી વિજયશાંતિસૂરિ મહારાજ, ૨૬. પ્રભાવક સ્થવિરો’-ભાગ ૩ (૧) શ્રી રાજેન્દ્રસૂરિ મહારાજ (૨) શ્રી શાંતિસાગરસૂરિ મહારાજ (૩) શ્રી અજરામર સ્વામી, ૨૭. પ્રભાવક સ્થવિરો’-ભાગ ૪ (૧) શ્રી વિજયધર્મસૂરિ મહારાજ (૨) શ્રી આનંદસાગરસૂરિ મહારાજ (શ્રી સાગરજી મહારાજ) ૨૮. પ્રભાવક સ્થવિરો’-ભાગ ૫ (૧) શ્રી વીરવિજયજી મહારાજ (૨) શ્રી વિજયનેમિસૂરિ મહારાજ (૩) શ્રી વિજયરામચન્દ્રસૂરિ મહારાજ ૨૯. વીર પ્રભુનાં વચનો-ભાગ ૧ (૧) là હારું સમારે (૨) વેરું વચ્ના (૩) આતુરા પરિતાવન્તિ (૪) દુવાં રેવું ને તાડુળે સમત્તળ (૫) નં નં तं न वत्तव्वं (५) अट्ठजुत्ताणि सिक्खिज्जा, निरट्ठाणि तु वज्जिए (૭) આયર્વશીન રેડ પાવું (૮) નતિવેરું દસે મુળી (૯) માયને અસપાસ (૧૦) અને રત્તિ તેં વિાં, (૧૧) TE Page #184 -------------------------------------------------------------------------- ________________ લેખોની યાદી ૧૭૫ નિવિદ્યાનું તેવું તેમં પવડ્વર્લ્ડ (૧૨) હોમવિરે આયવર્લ્ડ અત્ત (૧૩) મોરિતે સત્ત્વ વયળક્ષ પવિંધૂ (૧૪) મરું વાહÆ અંગેન (१५) असंविभागी न हु तस्स मोक्खो. ૩૦. શેઠ મોતીશાહ (૧) શેઠ મોતીશાહ (૨) જીવદયાની એક વિરલ ઘટના ૩૧. રાણકપુર તીર્થ (૧) રાણકપુર તીર્થ Page #185 -------------------------------------------------------------------------- ________________ Page #186 -------------------------------------------------------------------------- ________________