________________
પોકેમોન
પોકેમોનના મોજાંએ કેટલીક અનિષ્ટ અસર ઉપજાવી છે. પોતાનું ખૂટતું કાર્ડ ન મળતાં કેટલાંયે બાળકો મિત્રના ઘરેથી કે સ્ટોર્સમાંથી તફડંચી કરતાં થયાં છે. બીજી બાજુ કેટલીયે કંપનીઓએ બનાવટી નકલી કાર્ડ બજારમાં વહેતાં મૂકી દીધાં છે. એમાં પકડાયેલી કંપનીઓને સજા થશે, પણ ખરીદનાર બાળકોનું શું ?
૭૩
અમેરિકામાં ગ્રાહક સુરક્ષા ઘણી બધી છે. એ વાતનો ઇન્કાર નહિ થઇ શકે. ગ્રાહકોને છેતરવાની પ્રવૃત્તિ ત્યાં નથી. પણ ગ્રાહકો પાસેથી વધુ રકમ કાયદેસર વ્યવસ્થિત રીતે કેમ મેળવી લેવી એનું યુક્તિપૂર્વકનું વિજ્ઞાન ત્યાંની કંપનીઓએ વિકસાવ્યું છે. મોટા મોટા પગારવાળા બુદ્ધિશાળી નિષ્ણાત માણસો નવી નવી વસ્તુની યોજના કરે છે અને છાપાં, ટી.વી., ફ્લાયર વગેરે દ્વારા સમગ્ર દેશમાં એક સાથે પ્રચાર આરંભી દે છે અને નવી વસ્તુ એક સાથે બજારમાં ઠાલવીને પુષ્કળ નફો મેળવી લે છે.
બાળકોને કોઇ એક વસ્તુ માટે ઘેલાં કરી દેવાં અને પછી એના ભોળપણનો લાભ ઉઠાવવો એ કાયદેસર હોય તો પણ નૈતિક નથી. આ વિશે અમેરિકામાં ઉહાપોહ ચાલુ થયો છે. કેટલાંયે વિચારકોએ રમકડાંની કંપનીઓની આવી ધૃષ્ટતાની નિંદા કરી છે, પણ બહેરા કાન પર તે અથડાય છે.
આંતરરાષ્ટ્રીય વ્યવહાર વધતાં દુનિયાનાં બજારોનો વિસ્તાર ઘણો થયો છે અને હજુ પણ થતો જશે. એક કંપનીનું ઉત્પાદન આખી દુનિયામાં પહોંચી જાય છે. બહુરાષ્ટ્રીય કંપનીઓ વધવા લાગી છે. મનુષ્યની અર્થલાલસાને કોઇ સીમા નથી. ગ્રાહકને ‘બિચારો' ન બનાવી દેવાય એ પ્રત્યે સમાજે, સરકારોએ જાગૃત થવું ઘટે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org