SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫ પંન્યાસ શ્રી વરસંગવિજયજી - શ્રીવંત શાહ નામના એક શ્રેષ્ઠીએ તો પોતાના સમગ્ર પરિવારના દસ સભ્યો સહિત દીક્ષા લીધી. એનો ઉત્સવ તો હૃદયને સ્પર્શી જાય એવો હતો. શ્રીવંત શાહના ચાર દીકરા જે હીરવિજયસૂરિશ્વરના હસ્તે દીક્ષિત થયા તે આગળ જતાં ચાર મોટા આચાર્ય થયા હતા. ચાતુર્માસ માટે આગ્રહ થતાં સમયના જાણકાર શ્રી હીરવિજયસૂરીશ્વરે શિરોહીમાં ચાતુર્માસ કરવાનો નિર્ણય કર્યો. એમને સ્વપ્નમાં પણ એ રીતે સંકેત મળ્યો. તેઓ શિરોહીમાં પધાર્યા. તેમનું ચાતુર્માસ ચાલુ થયું. વ્યાખ્યાનમાં એમની વાણી સાંભળવા અનેક માણસો ઉમટવા લાગ્યા. પૂજા, પ્રતિક્રમણ, પોસહ, સામાયિક વગેરે ધર્મકિયા તથા આયંબિલ, ઉપવાસ, એકાસણા વગેરેની તપશ્ચર્યા પણ વૃદ્ધિ પામવા લાગી. આ શિરોહી નગરમાં એક નવયુવાન રહેતો હતો. એનું નામ વરસંગ. તે બાળપણથી જ ઘણો હોંશિયાર હતો. કિશોરાવસ્થામાં તો એણે પિતાની દુકાને બેસી વેપાર-ધંધો શીખવો ચાલુ કરી દીધો હતો. જોતજોતામાં તો એણે પિતાના ધંધાને બહુ વિકસાવ્યો અને શિરોહીમાં એક મોટા ધનાઢ્ય વેપારી તરીકે એનું નામ થઈ ગયું. ત્યારે હજુ માંડ વીસ વર્ષ એણે પૂરાં કર્યાં હતાં. આવા બુદ્ધિશાળી શ્રીમંત દેખાવડા અપરિણીત યુવાન માટે કન્યાનાં માગાં પણ સારાં ઘરનાં આવે એ દેખીતું છે. શિરોહીના જ એક શ્રેષ્ઠીની સુંદર કન્યા સાથે વરસંગની સગાઈ થઈ. અને પછી લગ્ન પણ લેવાયાં. વર અને કન્યા બંનેનાં કુટુંબો અત્યંત ધર્મપ્રિય હતાં. જિનમંદિરે જવું, ઉપાશ્રયે જઇ સવાર-સાંજ પ્રતિક્રમણ કરવું, ગુરુવંદન કરવું, વ્યાખ્યાન સાંભળવું, ઉપવાસ-એકાસણાં કરવાં ઇત્યાદિ ધર્મક્રિયાઓ બંનેના કુટુંબમાં નિયમિત થતી હતી. તેમાં વળી શ્રી હીરવિજયસૂરિના ચાતુર્માસથી તેઓનો ઉત્સાહ વધી ગયો હતો. વરસંગ અને એની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002056
Book TitleSamprat Sahchintan Part 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy