SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪મી એપ્રિલ કેટલાય દિવસો સુધી ચાલુ રહેલી આ આગનું દશ્ય જોવા માટે જાણે કે અમારો રોજનો કાર્યક્રમ થઇ ગયો હતો. પોલિસે અમુક વિસ્તારોની નાકાબંધી કરી દીધી હતી. ત્યાં આગળ લોકોનાં ટોળાં આખો દિવસ ઊભાં રહેતા. અમે ઊભાં હોઇએ તે દરમિયાન કોઇક મકાન આગમાં કકડભૂસ થઇને પડતું હોય તેના અવાજો સંભળાતા. તો કોઇક મકાનને સુરંગોથી તોડી પડાતું હોય તેના અવાજો પણ સંભળાતા. ટોળામાં કેટલાંયે સ્ત્રીપુરુષો એવાં જોવા મળતાં કે જે પોતાના ઘર માટે પોક મૂકીને રડતાં હોય. કેટલાંક પોતાના મકાનમાં જઇને કિંમતી ઘરેણાં વગેરે લેવા જવા માટે પોલિસને કરગરતાં હોય. આવાં કેટલાંયે હૃદયદ્રાવક દશ્યો ત્યારે નજરે નિહાળવા મળ્યાં હતાં. ૬૫ આ જહાજમાં દારૂગોળાની સાથે સોનાની સેંકડો પાટો પણ હતી. કોઇ અકળ ગુપ્ત કારણસર બ્રિટને આ પાટો મોકલાવી હતી. જહાજમાં બીજો ધડાકો થયો ત્યારે ચારે બાજુ સોનાની પાટો ઊછળીને પાંચેક કિલોમીટર જેટલા વિસ્તારમાં પડી હતી. કેટલાકને એ પાટો વાગવાથી ઇજા થઇ હતી. ગરમ ગરમ કાળી થઇ ગયેલી પાટો સોનાની છે એવો ખ્યાલ પણ જોનારને આવ્યો ન હતો. કેટલાંક મકાનોના છાપરાં તોડીને પાટો ઘરમાં પડી હતી. સોનાની આ પાટોની પોલીસ દ્વારા કબજો મેળવવાની કામગીરી બીજા દિવસથી ચાલુ થઇ ગઇ હતી. કેટલીયે પાટો ઊછળીને દરિયામાં પડી હતી. વરસો સુધી તે દરિયામાંથી નીકળતી ગઈ હતી. અને હજુ પણ દરિયામાં કેટલીયે હશે ! બઘી પાટોનો પૂરો હિસાબ ક્યારેય મળ્યો નથી. દાણા બંદ૨ની આ ભયંકર આગ અંકુશમાં આવતાં અઠવાડિયું લાગી ગયું, પણ પછી સારા મકાનોમાં લોકોને પાછા ફરવા દેવામાં, બળી ગયેલા મકાનોનો કાટમાળ ખસેડવામાં અને નવી ઈમારતો ક૨વામાં મહિનાઓ લાગી ગયા હતા. મુંબઈમાં એક દુ:ખદ યાદગાર ઘટના બની ગઈ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002056
Book TitleSamprat Sahchintan Part 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy