SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ઑસ્ટ્રેલિયા ૯૫ સહાય કરી હતી, એટલું જ નહીં, અમેરિકાની ભલામણથી ઑસ્ટ્રેલિયાએ વિયેટનામના નિરાશ્રિતોને પોતાને ત્યાં વસાવ્યા હતા. આમ, ઑસ્ટ્રેલિયા અમેરિકા તરફ ઢળતું રહ્યું છે. અર્થતંત્ર સિડનીમાં જે એક લાખથી વધુ ગુનેગારોને વસાવવામાં આવ્યા ત્યારે તેઓને આરંભનાં વર્ષોમાં આર્થિક દષ્ટિએ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાનું ઘણું કપરું લાગ્યું. એક દાયકા કરતાં વધુ સમય ભારે હાડમારીનો પસાર થયો. પણ ત્યાર પછી ધીમે ધીમે આર્થિક સ્થિતિ સુધરતી ગઇ. બ્રિટન તરફથી થોડો થોડો પુરવઠો પણ મળતો રહ્યો હતો. સોનું નીકળ્યા પછી સ્થિતિ વધુ સુધરવા લાગી. તદુપરાંત કોલસો અને લોખંડ નીકળ્યાં. બીજી બાજુ ઘેટાંના ઊનની આવક થવા લાગી. વસતિ ઓછી ને પ્રદેશ વિશાળ હોવાને લીધે કુદરતી સંપત્તિની કોઇ ખોટ નહોતી. ઑસ્ટ્રેલિયાની આર્થિક સ્થિતિ એમ ઉત્તરોત્તર સુધરતી ગઈ અને બીજા વિશ્વયુદ્ધ પછી તો ત્યાં જાપાન, અમેરિકા વગેરે દેશોના સહયોગથી નવા નવા ઉદ્યોગો સ્થપાયા અને શહેરો વધુ સુદઢ બનતાં ગયાં. આ રીતે ગરીબી કે બેકારીના પ્રશ્નો ઑસ્ટ્રેલિયામાં ખાસ રહ્યા નહિ. લોકો એકંદરે સુખી અને સમૃદ્ધ જીવન જીવે છે. લોકોની સરેરાશ આવક સારી રહ્યા કરી છે અને આર્થિક વિકાસનો દર સંતોષકારક રહ્યો છે. ઓસ્ટ્રેલિયામાં સરકારી નાણાકીય વર્ષ પહેલી જુલાઈથી ૩૦મી જુન સુધીનું ગણાય છે. ઑસ્ટ્રેલિયાએ બ્રિટિશ રાષ્ટ્રસમૂહનાં બીજાં કેટલાંક રાષ્ટ્રોની જેમ ૧૯૬૬ના ફેબ્રુઆરીથી તોલમાપમાં અને ચલણમાં દશાંશ પદ્ધતિ (Metric System) અપનાવી લીધી છે. માઇલને બદલે કિલોમિટર તથા પાઉન્ડને બદલે ડૉલર અને સેન્ટ, એમ દશાંશ પદ્ધતિમાં રૂપાંતર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002056
Book TitleSamprat Sahchintan Part 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy