________________
સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ કરવામાં આવ્યું છે. ઑસ્ટ્રેલિયાએ પોતાના ચલણમાં પ્લાસ્ટિકની ચલણી નોટો દાખલ કરી છે, જેથી નકલી નોટો સરળતાથી થઈ ન શકે. કેળવણી
કેળવણીની બાબતમાં ઑસ્ટ્રેલિયા હજુ સુધી બ્રિટિશ કેળવણીની પદ્ધતિને અનુસરતું રહ્યું છે. બ્રિટને પોતાનાં સંસ્થાનોમાં પોતાની કેળવણીની પદ્ધતિ દાખલ કરેલી હતી. ભારતમાં અગાઉ હતું તેમ પ્રાથમિક શાળાનાં ચાર ધોરણ અને પછી માધ્યમિક શાળાનાં સાત ધોરણ એમ અગિયાર વર્ષે વિદ્યાર્થી મેટ્રિક થાય. ત્યાર પછી ચાર વર્ષનો અભ્યાસ કૉલેજમાં કરીને વિદ્યાર્થી સ્નાતક થાય. ઑસ્ટ્રેલિયાએ આ પદ્ધતિ જ અપનાવી છે, પરંતુ એમાં જુદાં જુદાં રાજ્યોમાં અવારનવાર ફેરફાર થતા રહ્યા છે. એકંદરે સુશિક્ષિત પ્રજાની ટકાવારી ઘણી જ ઊંચી છે. ઑસ્ટ્રેલિયાનાં બધાં જ મુખ્ય શહેરોમાં તે તે રાજ્યની યુનિવર્સિટી છે. જગ્યાની વિશાળતા અને સારી આર્થિક સ્થિતિને લીધે યુનિવર્સિટીઓનાં મકાનો અને સાધનસગવડનું ધોરણ ઘણું જ ઊંચું રહ્યું છે. આમ છતાં ઑસ્ટ્રેલિયાના યુવાનો વિવિધ પ્રવૃત્તિઓના શોખીન હોવાથી અને બાલ્યકાળથી જ ખાધેપીધે બહુ સુખી તથા લહેરી સ્વભાવના હોવાથી જે માં ભણવાનાં વર્ષ વધારે લાગે એવા અભ્યાસક્રમો, ખાસ કરીને દાક્તરી, ઈજનેરી જેવા વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો, ઓછા પસંદ કરે છે. આ સ્થિતિમાં પણ વખતોવખત ફેરફાર થતા રહે છે. ઘર, તરણહોજ વગેરે
વિશાળ દેશ, ઘણી જ ઓછી વસતિ, સારી કુદરતી ખનીજસંપત્તિ, ઊન વગેરે ના નિકાસની ખાસ્સી મોટી આવક, વગેરેને કારણે ઑસ્ટ્રેલિયાના લોકોની સમૃદ્ધિ બહુ જ સારી રહી છે. જગ્યાની અછત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org