SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ઑસ્ટ્રેલિયા જરા પણ ન હોવાને કારણે અને વસવાટને બે સૈકા જેટલો જ સમય થયો હોવાને લીધે ત્યાં ક્યાંય ગીચ વસતિ નથી, તો પછી ઝૂંપડપટ્ટીની તો વાત જ ક્યાંથી હોય? લોકોને રહેવા માટે ઘણું ખરું બેઠા ઘાટનાં સ્વતંત્ર ઘર હોય છે. એંસી ટકા જેટલાં પોતાની માલિકીનાં ઘર છે. એ ઘરોમાં વિશાળ ખંડો, બહાર ચોગાન, બગીચો, મોટરકાર માટે તથા યાંત્રિક હોડી (Yacht) માટે ગેરેજ, પાછળ વાડો અને તરણહોજ (સ્વીમિંગ પુલ) એમ વિવિધ પ્રકારની સગવડો હોય છે. ઑસ્ટ્રેલિયાના લોકો તરવાના શોખીન હોય છે. જેને તરતાં ન આવડે તે ઑસ્ટ્રેલિયન નહીં. ઇંગ્લેન્ડના અને યુરોપના ઠંડા પ્રદેશમાંથી આવેલા ગોરા લોકોને પૂર્વના આ ગરમ કહી શકાય એવા પ્રદેશમાં વસવાટ કરવાનું બન્યું એટલે ઠંડક મેળવવા પાણીની સાથે એમની દોસ્તી થઈ ગઈ. ત્યાંના દરેક શહેરમાં જાહેર મોટા તરણહોજ ઉપરાંત એકંદરે સિત્તેર ટકાથી વધુ લોકો પાસે પોતાના ઘરના વાડામાં જ પોતાની અંગત માલિકીના તારણહોજ છે. ઑસ્ટ્રેલિયાનું હવામાન બારે માસ તરવા માટે અનુકૂળ હોય છે. ઑસ્ટ્રેલિયાનાં શહેરો પરથી પસાર થતાં વિમાનમાંથી નજર કરીએ તો નીલરંગી પાણીવાળા સેંકડો તરણહોજ નીચે દેખાય. તરણહોજમાં તરવા ઉપરાંત ઑસ્ટ્રેલિયનો સમુદ્રમાં તરવાના પણ એટલા જ શોખીન છે. ઑસ્ટ્રેલિયાનો સમુદ્રકિનારો ઘણો વિશાળ છે અને એણે ઘણા સમુદ્રતટ (beach) વિકસાવ્યા છે. એની જાળવણી પણ સારી રીતે કરવામાં આવે છે. એની સ્વચ્છતા તરત આપણું ધ્યાન ખેંચે છે. રોજ સવારથી સાંજ સુધી સેંકડો માણસોની અવરજવર હોવા છતાં ક્યાંય કાગળની ચબરખી જેટલો કચરો જોવા ન મળે. કેટલાક સમુદ્રતટ પર પગરખાં પહેરીને જવાની કે ત્યાં ખાવાપીવાની મનાઈ હોય છે. ઑસ્ટ્રેલિયનોને છીછરા પાણીવાળા તટમાં તરવાનું અને તડકો ખાવાનું બહુ ગમે છે. કેટલાક તો રજાના દિવસે સવારથી સાંજ સુધી ત્યાં જ પડ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002056
Book TitleSamprat Sahchintan Part 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy