SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ રહે છે. એવા દિવસે જાણે ત્યાં મોટો મેળો જામ્યો હોય એવું લાગે. કેટલાક સમુદ્રતટ પર તરનારાઓનો અને તરંગસવારી (surfing) કરનારાઓનો એમ બે જુદા જુદા વિભાગ હોય છે. સમુદ્રના પાણીમાં જે જુદી જુદી રમતો થાય છે એમાં મોજાં ઉપર સવારીનો વિશિષ્ટ આનંદ હોય છે. પાંચછ ફૂટ લાંબું લાકડાનું પાટિયું હાથમાં લઈ પાણીમાં આવે જવાનું અને જ્યાં ઊંચું મોટું મોજું શરૂ થાય ત્યાં તરત એના પર પાટિયું ગોઠવી પાટિયા પર બેસી જવાનું અથવા આવડે તો એના પર ઊભા રહી જવાનું અને સમતોલપણું જાળવી મોજા સાથે ડોલતાં ડોલતાં કિનારા સુધી આવવાનું. જ્યાં બહુ મોટાં મોજ દૂરથી આવતાં હોય ત્યાં આવી રમત રમાય છે અને સમતોલપણું જાળવવાનો જુદો જ રોમાંચ અનુભવાય છે. ઑસ્ટ્રેલિયનો પાણીની વિવિધ રમતો ઉપરાંત જલવિહારના પણ એટલા જ રસિયા છે. જાતે હલેસાં મારી ચલાવવાની સાદી નાની હોડી, સઢવાળી હોડી, યાંત્રિક નાની હોડી, યાંત્રિક નાનું વહાણ એમ નાનાંમોટાં કદનાં અને વિવિધ પ્રકારનાં જલવાહનો તેમની પાસે હોય છે. સમુદ્રકિનારે સેંકડો હોડીઓ લાંગરેલી પડી હોય. માત્ર ફરવા, પાણીની રમતો રમવા કે માછલીનો શિકાર કરવા તેઓ નીકળી પડે છે. ઘણા લોકો પાસે યાંત્રિક નાનાં વહાણ હોય છે જે તેઓ ઘરે રાખે છે અને ફરવા જવું હોય ત્યારે પોતાની મોટરકાર પાછળ બાંધી દઈ જે બાજુના સમુદ્રકિનારે જવું હોય ત્યાં લઈ જાય છે. પૂર્વમાં બ્રિસ્બન અને ગોલ્ડ કોસ્ટમાં પર્યટકો માટે એવાં ઘણાં સ્થળો વિકસાવવામાં આવ્યાં છે. સુદીર્ઘ સમુદ્રતટની ચળકતી રેતીને કારણે “ગોલ્ડ કોસ્ટ' નું યથાર્થ નામ ધરાવનાર આ પ્રદેશને યોગ્ય રીતે જ SURFER'S PERADISE (તરંગ સવારનું સ્વર્ગ) તરીકે ઓળખાવવામાં આવે છે. એક જમાનામાં ચારપાંચ હજારની પાંખી વસતિવાળા આ વિસ્તારમાં છેલ્લા બે અઢી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002056
Book TitleSamprat Sahchintan Part 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy