SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ઑસ્ટ્રેલિયા ૯૯ દાયકામાં પ્રવાસીઓ મોટી મોટી હોટલો બંધાતાં અને ભિન્નભિન્ન પ્રકારની સાહસિક રમતોનાં મનોરંજન કેન્દ્રો-ઉદ્યાનોનું આયોજન થતાં એક નવું શહેર વસી ગયું છે અને આ પ્રદેશની વસતિની સંખ્યા ત્રણ લાખથી વધુ થઈ ગઈ છે. ઑસ્ટ્રેલિયા એની રમતગમતો માટે અને તેમાં પણ ક્રિકેટ માટે એક સૈકા કરતાં વધુ સમયથી મશહુર છે. ગૉલ્ફ, ટેનિસ, ફૂટબૉલ, સૉકર, ઘોડેસવારી, બૉક્સિગ વગેરે બીજી રમતો ત્યાં છે, પણ ક્રિકેટનું તો એ લોકોને ઘેલું જ છે. ઇંગ્લેન્ડે જૂના વખતમાં પોતાના સંસ્થાનોમાં પોતાની રાષ્ટ્રીય રમત ક્રિકેટનો પ્રચાર કર્યો એથી એ દેશોમાં ક્રિકેટની રમત અત્યંત લોકપ્રિય થઈ ગઈ. અમેરિકા, રશિયા, જર્મની, ચીન, જાપાન વગેરે પોણા ભાગની દુનિયામાં ક્રિકેટ એટલી રમાતી નથી. ઘણા દેશોમાં ફૂટબૉલ, બાસ્કેટ બૉલ, બેઝબૉલ, હોકી વગેરેનું મહત્ત્વ વિશેષ છે. બ્રિટિશ સામ્રાજ્યના વિસર્જન પછી પણ રાષ્ટ્રસમૂહના એ દેશોમાં ક્રિકેટની લોકપ્રિયતા ઘટી નથી. છ ફૂટ ઊંચા ઑસ્ટ્રેલિયનોને ક્રિકેટ રમવાની ફાવટ વિશેષ છે. ઑસ્ટ્રેલિયન ખેલાડીઓ જૂના વખતથી ક્રિકેટ રમવામાં પંકાયેલા છે. ક્રિકેટની વિવિધ હરીફાઈઓમાં તેઓએ જાત જાતની સિદ્ધિઓ દાખવી છે. તેમાં આર્મસ્ટ્રોન્ગ, બ્રેડમેન, બિલ હન્ટ વગેરેનાં નામો સુપ્રસિદ્ધ છે. ઑસ્ટ્રેલિયામાં ૧૯૫૬માં મેલ્બર્નમાં ઑલિમ્પિક રમતોત્સવ યોજાયો હતો અને ૨૦૦૦માં તે સિડનીમાં યોજાયો હતો. શહેરો અને પાટનગર ઐતિહાસિક દષ્ટિએ, વસતિની દષ્ટિએ, વિકાસ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની દષ્ટિએ, નૈસર્ગિક સૌન્દર્યની દષ્ટિએ અને સમૃદ્ધિની દષ્ટિએ સિડની ઑસ્ટ્રેલિયાનું સૌથી મહત્ત્વનું શહેર છે. સિડનીની યુનિવર્સિટી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002056
Book TitleSamprat Sahchintan Part 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy