SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ ન્યૂ સાઉથ વેલ્સ લાઇબ્રેરી, બોડાઈ સમુદ્રતટ, તરોંગા નૂ પાર્ક, પેરા હાઉસ, સેંટર પૉઈન્ટ તથા પાસેના ધૂમાઉન્ટસ વગેરે ઘણાં સરસ જોવા જેવાં સ્થળો ત્યાં છે. સિડનીની દુનિયાનાં રળિયામણાં શહેરોમાં ગણના થાય છે. વિક્ટોરિયા રાજ્યમાં આવેલું ઑસ્ટ્રેલિયાનું બીજું મુખ્ય શહેર મેમ્બર્ન એની યુનિવર્સિટી, નેશનલ આર્ટ ગેલરી, રિઆલ્ટો ટાવર્સ, બૉટનિકલ ગાર્ડન માટે તથા વેપારી મથક તરીકે જાણીતું છે. કેનબેરા પાટનગર તરીકે મહત્ત્વનું છે. આ ત્રણ શહેરો ઉપરાંત બ્રિસ્બન, એડિલેઈડ, પર્થ, હોબાર્ટ, ડાર્વિન વગેરે શહેરોની દરેકની પોતાની કેટલીક વિશિષ્ટતાઓ છે. મધ્ય ઑસ્ટ્રેલિયાના રણપ્રદેશની બરાબર વચ્ચે એલિસ સ્પ્રિંગ નામનું મનોહર સ્થળ છે. ઉત્તરમાં વર્ષાજંગલો (rain forests)ના પ્રદેશોમાં કેઈન્સ (cairns) વગેરે સ્થળે પર્યટક કેન્દ્રો વિકસતાં ત્યાં પણ વસતિ વધવા લાગી છે. કેઈન્સ પાસે સ્મિથફિલ્ડથી કુરાન્ડા સુધીના વિસ્તારમાં આવેલાં વર્ષાજંગલો નિહાળવા માટે રોપ-વે સ્કાયરેઇલની અદ્યતન સુવિધા કરવામાં આવી હોવાથી તથા નજીકમાં આવેલા ડગલાસ બંદરેથી બોટમાં બેત્રણ કલાકના અંતરે સમુદ્રના સ્વચ્છ છીછરા પાણીમાં બેરિયર રીફ-પરવાળાના ખડકો અને માછલીઓ જોવા માટે વ્યવસ્થા થયેલી હોવાથી આ વિસ્તારમાં સહેલાણીઓનો ધસારો વધી ગયો છે. ઑસ્ટ્રેલિયા અત્યંત વિશાળ દેશ હોવાથી અમેરિકા, રશિયા કે ચીનની જેમ ત્યાં પણ પૂર્વ, મધ્ય અને પશ્ચિમ એમ ત્રણ વિભાગમાં ત્રણ જુદા જુદા સમય હોય છે અને એ સમયમાં પણ શિયાળા અને ઉનાળા પ્રમાણે ફેરફાર થાય છે. દાખલા તરીકે જે વખતે પર્થમાં બપોરના બાર વાગ્યા હોય બરાબર એ જ સમયે એડિલેઈડમાં બપોરના બે વાગ્યા હોય અને સિડનીમાં અઢી વાગ્યા હોય. ભારત કરતાં ઑસ્ટ્રેલિયાનો સમય સાડા ચાર કલાક આગળ છે. ભારતમાં સવારના પાંચ વાગ્યા હોય ત્યારે ઑસ્ટ્રેલિયામાં સવારના સાડા નવ વાગ્યા હોય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002056
Book TitleSamprat Sahchintan Part 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy