SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ઑસ્ટ્રેલિયા ૧૦૧ ઑસ્ટ્રેલિયાનાં બીજાં શહેરોનો વિકાસ કુદરતી રીતે થયેલો છે, પરંતુ એના પાટનગર કેનબેરાનું તો નવેસરથી નિર્માણ થયું છે. બ્રિટિશ શાસનકાળ દરમિયાન જ રાજધાની માટે અલગ શહેર બનાવવાની યોજના શરૂ થઈ ગઈ હતી. એ માટે ન્યૂ સાઉથ વેલ્સના રાજ્યમાંથી જ યોગ્ય પ્રકારની વિશાળ જમીન ફાળવવામાં આવી હતી. આ શહેરનો કેવો નકશો હોવો જોઈએ એ માટે આંતરરાષ્ટ્રીય સ્પર્ધા રાખવામાં આવી હતી અને અમેરિકાના સ્થાપત્યવિદ્ બર્લિ પ્રિફિનનો નકશો પસંદ કરવામાં આવ્યો હતો. ગ્રિફિને પોતાના નકશામાં શહેરના મધ્ય ભાગમાં સરખું ખોદાણ કરીને એક વિશાળ સરોવર કરવાની અને એમાં વચ્ચે ૧૪૦ ફૂટ ઊંચો ફુવારો કરવાની યોજના કરી હતી કે જેથી શહેરની શોભા વધે અને હવામાનમાં શીતળતા પ્રસરી રહે. આ નકશા પ્રમાણે શહેર બંધાઈ રહ્યા પછી ઈ. સ. ૧૯૨૭માં બ્રિટનના રાજા પાંચમા જ્યોર્જે એનું ઉદ્ઘાટન કર્યું હતું. પેરા હાઉસ કોઈ ઑસ્ટ્રેલિયાના સાંસ્કૃતિક પ્રવાસે જાય અને સિડનીનું ઑપેરા હાઉસ જોયા વગર પાછો ફરે તો એનો પ્રવાસ અધૂરો જ ગણાય. સિડનીનું નામ દેતાં જ ત્યાંનું ઑપેરા હાઉસ યાદ આવે. એ આધુનિક સમયનું એક બેનમૂન ભવ્ય સ્થાપત્ય છે. ઑપેરા હાઉસના સ્થળની પસંદગી અને એની રચના બંને ગૌરવવંતા છે. આવા ભવ્ય સ્થાપત્ય માટે આસપાસનું નૈસર્ગિક સૌન્દર્ય પણ આવશ્યક છે. બહુમાળી ઇમારતોના આ જમાનામાં સારાં સ્થાપત્યો પણ ઢંકાઈ જાય છે. એટલા માટે સિડનીમાં હાર્બર બ્રિજ પાસે દરિયામાં ઘણું પૂરણ કરીને ત્યાં તૈયાર કરવામાં આવેલી જગ્યામાં, સમુદ્રમાં, ઑપેરા હાઉસ બાંધવામાં આવ્યું કે જેથી ઘણે દૂરથી, વિમાનમાંથી પણ તે સ્પષ્ટ દેખાય. ઑપેરા હાઉસનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002056
Book TitleSamprat Sahchintan Part 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy