SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ આકાર કમળની પાંદડીઓ જેવો છે. નીચે જળ અને ઉપર ખુલ્લું આકાશ એવી રીતે પ્રકૃતિના વાતાવરણનો એને પૂરો લાભ મળ્યો છે. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી અને ચાંદનીમાં પણ, એમ જુદે જુદે સમયે પલટાતા રંગો અને તેજકિરણોથી એના સૌન્દર્યની વૃદ્ધિ થાય છે. ઑસ્ટ્રેલિયાની ન્યૂ સાઉથ વેલ્સની સરકારે એક વિશાળ થિયેટર બાંધવાનો જ્યારે વિચાર કર્યો ત્યારે જાતે તેનો નકશો ન બનાવતાં તે માટે આંતરરાષ્ટ્રીય સ્પર્ધા યોજી કે જેથી દુનિયાના મહાન સ્થાપત્યવિદોની દષ્ટિનો લાભ મળે. આ થિયેટર માટે ડેન્માર્કના જોન ઉત્નોની ડિઝાઈન પસંદ કરવામાં આવી. ત્યારે એનો અંદાજિત ખર્ચ એક કરોડ અને વીસ લાખ ઑસ્ટ્રેલિયન ડૉલરનો હતો. પરંતુ એક કરોડ ડૉલર ખર્ચાઈ જવા છતાં દસ ટકા જેટલું પણ કામ થયું નહીં. દરિયામાં પૂરણી કરવામાં જ વખત અને ખર્ચનું પ્રમાણ બહુ વધી ગયું. વીસ વર્ષે જ્યારે આ થિયેટર બંધાઈ રહ્યું ત્યારે એના ખર્ચનો આંકડો એક અબજ અને વીસ કરોડ ડૉલર સુધી પહોંચી ગયો હતો. ઑસ્ટ્રેલિયા જેવા દેશને જ પોસાય એવું એ સ્થાપત્ય છે. એક થિયેટર બાંધવા પાછળ દુનિયામાં આટલી બધી રકમ હજુ સુધી બીજે ક્યાંય ખર્ચાઈ નથી. આ ઑપેરા હાઉસમાં સંગીત, નાટક વગેરે માટે નાનાંમોટાં ચાર સભાગૃહો છે. એ ચારેમાં મળીને એકસાથે દસ હજાર પ્રેક્ષકો પોતપોતાના કાર્યક્રમો નિહાળી શકે અને છતાં અંદર કે બહાર જતાં કે આવતાં ક્યાંય ભીડ કે અવ્યવસ્થા જેવું લાગે નહીં એવી એની રચના છે. ઑપેરા હાઉસની અર્ધવર્તુળાકાર ઊભી કમાનો અને તેના શ્વેત રંગને લીધે દૂરથી જોતાં જાણે જળમાં કમળ ઊગ્યું હોય એવી છાપ પડે છે. એટલે જ સિડનીના આપેરા હાઉસને “કોંક્રીટમાં કવિતા' તરીકે ઓળખાવવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002056
Book TitleSamprat Sahchintan Part 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy