SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૨ ૨ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ સંતાનોને ગુજરાતી શીખવા મળે અને ભારતીય સંસ્કાર સચવાઈ રહે એટલા માટે તેઓએ કેટલેક સ્થળે પોતાની અલગ શાળાઓ પણ ચાલુ કરી હતી. દોઢસો-બસો વર્ષ પહેલાં પાશ્ચાત્ય વિદ્વાનોમાં એવી ગેરસમજ હતી કે બૌદ્ધ ધર્મ એ જ જૈન ધર્મ છે. બંનેના અહિંસાના સિદ્ધાન્તને કારણે તથા અન્ય કેટલીક સમાન બાબતોને કારણે આમ બનવું સ્વાભાવિક હતું. પરંતુ જેમ જેમ પાશ્ચાત્ય વિદ્વાનો વધુ અભ્યાસ કરતા ગયા અને હર્મન જેકોબી, ગ્લાસેનાપ, હર્બર્ટ વોરન વગેરેએ જૈન ધર્મ વિશેનાં પુસ્તકો લખ્યાં તે પછી યુરોપમાં જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ એ બે જુદા સ્વતંત્ર ધર્મો છે એવી ગણના થવા લાગી. જો કે જૈન ધર્મ નામનો એક ધર્મ છે એવી માહિતી ચીન, રશિયા સહિત દુનિયાની પોણા ભાગ કરતાં વધુ વસતિને હજુ પણ નથી. વિદેશમાં વસતા જૈનોનો એક મોટો પ્રશ્ર શાકાહારનો છે. ત્યાં વસતા કોઈક જૈનો શુદ્ધ શાકાહારી નથી રહ્યા એ વાતનો પ્રામાણિકપણે સ્વીકાર કરવો જોઇએ. જૂની પેઢી કરતાં ત્યાં જન્મેલી નવી પેઢીમાં માંસાહારનું પ્રમાણ થોડું વધારે છે એવું પણ સાંભળ્યું છે. માંસાહાર કરતાં પણ મદિરાપાનનું પ્રમાણ વધુ છે અને મદિરાપાન કરતાં કાંદા, બટાટા, લસણ વગેરે અનંતકાય-અભક્ષ્યનું પ્રમાણ વધુ છે. એવા બધા લોકો પ્રત્યે એકદમ તિરસ્કારની લાગણી ધરાવવી યોગ્ય નથી. સહાનુભૂતિપૂર્વક એમની પરિસ્થિતિનો અભ્યાસ થવો જોઈએ. કેટલીક જાગૃતિ આવી છે તેની અનુમોદના કરવી જોઈએ. કોઈપણ ધર્મની પ્રજા વ્યવસાયાર્થે જ્યારે સ્થળાંતર કરે છે ત્યારે સ્થાનિક વાતાવરણનો એના પર પ્રભાવ પડ્યા વગર રહેતો નથી. ભગવાન બુદ્ધે માંસાહાર અને મદિરાપાન ન કરવાની ભલામણ કરી હતી, પરંતુ એ ધર્મનો પ્રચાર ઘણો બધો થયો હોવા છતાં સમગ્ર એશિયામાં બૌદ્ધધર્મી પ્રજા ઘણુંખરું માંસાહારી અને મદિરાપાન કરનારી રહી છે. એમની સરખામણીમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002056
Book TitleSamprat Sahchintan Part 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy