SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪મી એપ્રિલ ૬૩ વિનાશક ભયંકર દારૂગોળાનો જથ્થો રાખવામાં આવ્યો હતો. પહેલાં ધડાકા પછી બરાબર ચોત્રીસ મિનિટ પછી એટલે કે ૪-૪૧ મિનિટે બીજો ભયંકર ધડાકો થયો. આ બીજો ધડાકો પહેલા ધડાકા કરતાં ત્રણગણો ભયંકર હતો. એથી બીજી બેત્રણ સ્ટીમરોમાં પણ આગ લાગી. લોખંડના સેંકડો ટુકડાઓ, સોનાની પાટો, સળગતા લાકડાંનાં પાટિયાં આકાશમાં ઊયાં અને ચાર માઈલના વિસ્તારમાં દાણા બંદર અને મસ્જિદ બંદર, નરસી નાથા સ્ટ્રીટ, કાઝી સૈયદ સ્ટ્રીટ, સેમ્યુઅલ સ્ટ્રીટથી શરૂ કરીને ઠેઠ ઝવેરી બજાર, ભીંડી બજાર, નળ બજાર, પ્રિન્સેસ સ્ટ્રીટ, કાલબાદેવી, પાયધૂની સુધીના વિસ્તારમાં પડ્યા અને કેટલાયે માણસો ઘાયલ થયા. કેટલાંયે મકાનોના છાપરાંઓ તૂટ્યા. ગોદીમાં કામ કરતા કેટલાયે માણસો મૃત્યુ પામ્યા. કેટલાયે ઘવાયા. એ વિસ્તારમાંથી ભાગતા માણસોનાં કપડા અને મોઢાં કાળાં કાળાં થઈ ગયાં હતા. કેટલાંકના શરીરમાંથી લોહી નીકળતું હતું. આ બીજો ધડાકો એટલો જોરદાર હતો કે છેક સાન્તાક્રુઝ અને વિલેપાર્લેના લોકોને સંભળાયો હતો. ધડાકાને લીધે ધરતીકંપ જેવી ક્રૂજારી થઈ તે કોલાબાની અને પૂનાની વેધશાળામાં સિસ્મોગ્રાફમાં નોંધાઈ હતી. આ ઘટનાની કમનસીબી એ હતી કે બમ્બાવાળાઓ બમ્બા સહિત દરિયામાં ડૂબી ગયા કે ઘાયલ થઇ મૃત્યુ પામ્યા. હવે બીજા બંબાઓ ક્યાંથી આવે અને કેટલી વારે પહોંચે? એટલે આગ તો ઝડપથી પ્રસરતી ગઈ. જૂના વખતમાં લાકડાના દાદર અને મેડાવાળાં અડોઅડ મકાનોને આગમાં ભરખાતાં વાર ન લાગી. સાંજે તો ગોદી પાસે આવેલો આખો વિસ્તાર ભડકે બળવા લાગ્યો. માણસો પહેરેલ લૂગડે ઘર છોડીને ભાગ્યા. આજુબાજુના મકાનો પોલીસે ખાલી કરાવ્યાં. રાતને વખતે આકાશ લાલઘૂમ થઈ ગયું. મકાનની અગાશીઓમાંથી મોટી મોટી વાળા દેખાવા લાગી. Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.002056
Book TitleSamprat Sahchintan Part 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy