SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ ૨ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ વગાડ્યો હતો અને ફાયર બ્રિગેડને જાણ કરાઇ હતી. જહાજના સભ્યોને જહાજ છોડીને નીકળી જવાનો કેપ્ટને ઓર્ડર આપી દીધો હતો. સ્ટીમરની આ આગનો સંદેશો મળતાં દક્ષિણ મુંબઈના બધા બંબાવાળાઓ ગોદીમાં પહોંચી ગયા. તેઓએ તરત પાણીનો મારો સ્ટીમર ઉપર ચાલુ કરી દીધો. પરંતુ આગ કાબૂમાં આવતી નહોતી. તેનું મુખ્ય કારણ એ હતું કે સ્ટીમરમાં યુદ્ધ માટેનો દારૂગોળો ભર્યો હતો. બંબાવાળાઓ સમુદ્રના કિનારે ગોદીમાં સ્ટીમરની નજીક બંબા હારબંધ ગોઠવી આગને નિયંત્રણમાં લેવાની ભારે જહેમત ઉઠાવી રહ્યા હતા. પરંતુ આગ અંદર વધતી વધતી એના દારૂખાના સુધી પહોંચી ગઈ હતી. પરિસ્થિતિ અત્યંત ભયંકર છે એવો અંદાજ બંબાવાળાઓને આવ્યો નહિ. વળી તેઓ તો કર્તવ્યપરાયણ હતા. તેઓની તો જિંદગી જ જોખમભરેલી ગણાય. બરાબર સવા કલાકની જહેમત પછી બહારની આગ થોડીક નિયંત્રણમાં આવી, પણ ધૂમાડાના ગોટેગોટા નીકળતા રહ્યા હતા. એવામાં બરાબર સાંજના ૪-૦૬ મિનિટે જહાજમાંથી જાણે જ્વાળામુખી ફાટ્યો હોય એવો ભયંકર વિસ્ફોટ થયો. એ એટલો બધો ભયંકર હતો કે ધરતી ધ્રૂજી ઊઠી હતી. એ વખતે લગભગ બધાજ બંબાવાળા ઊછળ્યા એટલું જ નહિ, બંબાઓ પણ તૂટ્યા કે ઊછળ્યા. બંબાસહિત કેટલાક બંબાવાળા દરિયામાં પડ્યા અને ડૂબી ગયા. કેટલાયના શરીરના ટુકડે ટુકડા થઈ ગયા. કેટલાક હવામાં પચાસ સો ફૂટ ઊંચે ઊછળીને જમીન પર પટકાયા કે દરિયામાં પડ્યા. કુલ ૬૬ બંબાવાળાઓના પ્રાણ એક મિનિટમાં હોમાઈ ગયા. હવે જે આગ ભભૂકી તે તો દારૂગોળાની હતી. મોટા મોટા રાક્ષસી ભડકા વધવા લાગ્યા. એમાં સમી સાંજનો દરિયાઇ પવન ભળ્યો. સ્ટીમરના લાકડાના સળગતા પાટિયાંઓ દૂર દૂર ઊડ્યાં અને ત્યાં આગ લગાડી. વળી જહાજના નીચેના ભાગમાં આગ પહોંચી છે, જ્યાં વધુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002056
Book TitleSamprat Sahchintan Part 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy