SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ ગોલ્ડન કર્યા કરો છો ? બીજું કંઇ સૂઝે છે નહિ ? જાવ તમારા રૂમમાં બેસો.’ આ સાંભળી અમે તો ડઘાઇ ગયા. વયોવૃદ્ધ પિત્તા ચૂપચાપ પોતના રૂમમાં ચાલ્યા ગયા. મેં પિતાશ્રીનો બચાવ કરવા પ્રયત્ન કર્યો, પણ એ મિત્રને મારી વાત રુચિ નહિ. ૧૦ વૃદ્ધ માતાપિતાની આવી ટેવની ઘટના ઘેર ઘેર બનતી હશે ! માતા અને પિતા બેમાંથી એકની વિદાય થાય તે પછી પરિસ્થિતિ વધુ કરુણ બને છે. હવે દીકરો કે દીકરાઓ જોરમાં આવી જાય છે. પુત્રવધૂઓ તેમાં સાથ આપે છે. સાચી ખોટી ભંભેરણી થાય છે. અસત્યનો આશ્રય લેવાય છે. વડીલની હવે ગરજ રહેતી નથી, ભૂતકાળ ભુલાઇ જાય છે. એમાં પણ વડીલ વ્યક્તિ માંદી પડે છે ત્યારે તેમની લાચારી વધી જાય છે. એકવાર ગુજરાતના એક નાના ગામમાં અમારે એક સંસ્થાની મુલાકાત પછી ગામના મુખ્ય વેપારીને ત્યાં જમવા જવાનું હતું. પરસ્પર ઓળખાણ નહોતી, પણ સંસ્થાના તેઓ હોદ્દેદાર હોવાને નાતે એમને ત્યાં જમવાનું હતું. અમે એમને ત્યાં ગયા. મકાનમાં નીચે વિશાળ મોટી દુકાન હતી. ખાસ્સી ઘરાકી હતી, વેપાર ધમધોકાર લાગ્યો. ઉપરના માળે એમનું વિશાળ ઘર હતું. દાદર ચડી ઉપર ગયા ત્યાં બહાર પરસાળમાં બાથરૂમ-સંડાસ પાસે એક મેલી ગોદડી પર એક વયોવૃદ્ધ સજ્જન બેઠા હતા. અમે જમવા બેઠા ત્યારે એક થાળી એમને પણ પહોંચાડવામાં આવી. મારાથી સહજ પૂછાઇ ગયું, ‘વડીલ કોણ છે ?' યજમાને શરમાઇ જતાં ઘીમા અવાજે મને કહ્યું, ‘મારા ફાધર છે. ખાંસીને લીધે આખો દિવસ ખોં ખોં કરે છે. છોકરાંઓનું ભણવાનું બગડે છે અને ઘરમાં હોય તો કટકટ કરે છે. વાઇફથી એ સહન થતું નથી. એટલે બહાર જગ્યા કરી આપી છે. એમને ય શાન્તિ અને અમને ય શાન્તિ.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002056
Book TitleSamprat Sahchintan Part 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy