SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ પોકેમોન ૭૧ આવ્યાં છે. બાળકો આ કાર્ડ ખરીદવા લલચાય એટલા માટે સૂત્ર આપ્યું છે Gotta catch them all-આ બધા દૈત્યોને પકડો. આ બધા દોઢસો કાર્ડ એક જ વખતે તમારે ખરીદવાનાં હોય તો? તો ન મળે. દસબાર કાર્ડનું એક સીલબંધ પડીકું આવે તે ખરીદતા રહેવાનું. એમાંથી જે કાર્ડ નીકળે તે નંબર પ્રમાણે ગોઠવતા જાઓ. ચળકતા સરસ રંગીન કાગળવાળા પડીકામાં દસથી બાર કાર્ડ હોય એમાં કેટલાંક કાર્ડ પોતાના સંગ્રહ માટે નવાં હોય અને કેટલાંક જૂનાં હોય. જૂનાં આવી ગયેલાં કાર્ડ સંગ્રહ માટે કામનાં ન હોય. એ વધારાના કાર્ડનો ઉપયોગ શો કરવો? કાં તો બીજા કોઇ મિત્ર સાથે અદલાબદલી કરી શકાય. કાં તો દુકાનદારને પાછાં આપી શકાય, કાં તો ઘરમાં પડ્યાં રહે અને કાં તો કચરામાં નાખી દેવાનાં રહે. અદલાબદલી માટે બહુ મિત્રો મળે નહિ, અને અમુક સંખ્યાએ પહોંચ્યા પછી અદલાબદલીનો અવકાશ પણ ખાસ ન રહે. દુકાનદાર એ પાછું લે. પણ પાંત્રીસ-ચાલીસ સેન્ટમાં લીધેલા એ કાર્ડ માટે પાંચ સેન્ટ મળે. એટલે કાર્ડ દીઠ પચીસ-ત્રીસ સેન્ટનું નુકસાન કરવાનું રહે. વળી એટલા માટે દુકાન સુધી ધક્કો કોણ ખાય? પગે ચાલીને થોડું ત્યાં જઈ શકાય છે? દોઢસો કાર્ડમાંથી સંગ્રહ માટે ચાલીસ પચાસ કાર્ડ થઈ ગયા પછી દરેક પડીકામાંથી એકાદ કાર્ડ કામનું નીકળે તો નીકળે. જેવું નસીબ. ૭૫ કાર્ડ સુધી એટલે કે સંગ્રહની પ્રવૃત્તિમાં અડધે પહોંચતાં સુધીમાં તો કેટલાયે ડોલરનો ખર્ચ થઈ જાય. એનો કોણ હિસાબ રાખે? ત્યાં સુધીમાં સેંકડો કાર્ડ નકામાં નીકળે તે પડ્યાં રહે. પછી કચરામાં નાખી દેવાનાં, પરંતુ કંપનીને તો મોટા નફા સાથે એની કિંમત મળી જાય. આટલું હોય તે પણ કંપની માટે પૂરતું નથી. ધંધાદારી કંપનીઓ એથી ધરાતી નથી. કંપનીઓ ૧૫૦ કાર્ડમાંથી કેટલાંક કાર્ડ આ પડીકાંઓમાં છૂટથી મૂકતી નથી. એટલે કેટલાંયે બાળકોનો ૧૫૦નો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002056
Book TitleSamprat Sahchintan Part 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy