SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ અમેરિકા વેચાણકળા (Marketing)માં જબરું છે. યુનિવર્સિટીઓમાં એના અભ્યાસક્રમ હોય છે. ગ્રાહકનો પ્રકાર, એની ખરીદશક્તિ, એની મનોવૃત્તિ, એની આગળ રજૂ કરવાની યુક્તિપૂર્વકની લોભામણી યોજનાઓની જાહેરખબરો વગેરે ઘણી જુદી જુદી દષ્ટિએ એ વિષયના નિષ્ણાતો નવી નવી યોજનાઓ ઘડે છે. Buy one and get one free એ અમેરિકાની જાણીતી યુક્તિ છે. એમાં સરવાળે તો વેપારી કંપનીઓ જ પોતાનો માલ ઘરઘરમાં ઘુસાડીને ધૂમ કમાણી કરી લે છે. કાયદેસર વિત્તહરણ કરનારી આ કંપનીઓએ બાળકોને પણ છોડ્યાં નથી. અત્યારની તેઓની ટેકનિક એવી છે કે એક જ નવું રમકડું તૈયાર કરવાને બદલે તેના પચાસ-સો જુદા જુદા ઘાટ, ભાગ, ખંડ બનાવો જેથી બાળક એનો સંગ્રહ કરવા લલચાય. સંગ્રહ પૂરો કરનારને જંગી ઇનામો આપવાની જાહેરાત કરો, પણ તે પહેલાં કેટલાક ઘાટના નંગ સાવ ઓછા મૂકો. બંધ પડીકામાં તે થોડા થોડા વેચો કે જેથી બાળક વધુ અને વધુ ખરીદતું રહે. અને છતાં એનો સંગ્રહ સંપૂર્ણ ન થાય. અમુક ઘાટનાં રમકડાં પાછાં ખેંચી લો અને એની જગ્યાએ નવો ઘાટ મૂકો, જૂનો ઘાટ અલભ્ય થતાં એના મોંમાગ્યા નાણાં મેળવો. બીની બેબીના અમુક ઘાટ પાંચ પંદર ડોલરે વેચાય છે અને અમુક ઘાટ તો લીલામમાં એક હજાર ડોલરે પણ વેચાયા છે. લેનારા “મૂર્ણ' સંગ્રહશોખીન શ્રીમંત બાળકો પણ હોય છે. એવાં હઠીલાં બાળકો આગળ માતાપિતાનું કંઈ ચાલતું નથી અથવા તેમાં ધ્યાન આપવા માટે તેમને ફૂરસદ નથી. પોકેમોનનાં આવાં દોઢસો જેટલાં કાર્ય છે. આ દોઢસો કાર્ડ ક્યાં ક્યાં છે તેનો છપાયેલો એક ચાર્ટ આવે છે. એમાં નંબર પ્રમાણે પોકેમોન બતાવ્યા છે. એ દરેકના આકાર અને નામ આપવામાં આવ્યાં છે. આમ તો એ બધા દૈત્યો કાર્ટુન જેવા છે. એમનાં રંગબેરંગી ચિત્રો આપવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002056
Book TitleSamprat Sahchintan Part 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy