________________
પોકેમોન
૬૯
શક્તિવાળો દૈત્ય બીજા દૈત્યને પરાજિત કરી શકે. દૈત્યોની આ સંખ્યા એ વિષયના નિષ્ણાતોએ ધંધાદારી દષ્ટિએ વધારતા રહ્યા છે. પરંતુ જાપાન કરતાં અમેરિકામાં એનો પ્રચાર ઘણો વધી ગયો છે.
અમેરિકાની નવીનતાપ્રિય પ્રજાને થોડે થોડે વખતે કશુંક નવું જોઇએ છે. એમાં પણ ત્યાંના બાળકોની ખરીદશક્તિને (અંતે તો માતાપિતાની ખરીદશક્તિને) વટાવી લેવા માટે મોટા મોટા સ્ટોર્સ ધરાવતી કંપનીઓ વેચાણકલાના નિષ્ણાતો દ્વારા વખતોવખત નવી નવી વસ્તુઓ બનાવીને બજારમાં મૂકીને મોટો નફો રળી લે છે. તેઓ એકી સાથે ઘણાં બધા નંગ તૈયાર કરીને સમગ્ર અમેરિકામાં પહોંચી જાય છે અને છાપાં, ટી.વી. ચોપાનિયાં વગેરે પ્રચારમાધ્યમો દ્વારા પોતાની નવી વસ્તુ માટે હવા ઊભી કરી દે છે. નાનાં બાળકોના મન પર એમને લાયક વસ્તુઓ માટેની હવા તરત અસર કરી જાય છે. પોકેમોનના મોટાં પોસ્ટરો સ્ટોર્સમાં જોવા મળે. દૈત્યોની પ્લાસ્ટિકની રંગબેરંગી આકૃતિઓ રમકડાં તરીકે વેચાય. સામાન્ય માણસની બુદ્ધિ કામ ન કરે એવી એવી પોકેમોનના પ્રકારની કે નિશાનીવાળી વસ્તુઓથી સ્ટોર્સમાં પોકેમોનનું વાતાવરણ જામી જાય છે.
દાયકા પહેલાં અમેરિકામાં ડાયનાસોર્સનું મોજું આવ્યું હતું. જ્યાં જુઓ ત્યાં જાતજાતના ડાયનાસોર્સ. પુસ્તકો, ચિત્રો, પોસ્ટર, રમકડાં, ટીશર્ટ, બનિયન, ટોપી, બધે ડાયનાસોર્સ. એથી બાળકોનું સામાન્ય જ્ઞાન વધતું. ડાયનાસોર્સનું આ મોજું અમેરિકામાંથી પ્રસરતું પ્રસરતું દુનિયાના ઘણા દેશોમાં પહોંચી ગયું. એ શક્યું નહિ, ત્યાં અમેરિકાની કંપનીઓએ ‘પોકેમોન'નું મોજું વહેતું કરી દીધું છે. વચમાં બાળકો માટે Beanies Babies અને Crazy Bones એ બેના વિવિધ પ્રકારના સંગ્રહની પ્રવૃત્તિનું મોજું આવ્યું, જે હજુ પણ ચાલુ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org