SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ રમત-લાલ, ચોકટ, કાળી અને ફુલ્લી એ દરેકનાં તેર પાનાં એમ મળીને બાવન પાનાંની રમત આખી દુનિયામાં પ્રચલિત છે. પોકેમોન એ ૧૫૦ પાનાંની રમત છે. એ રમતાં આવડે તો એમાં ઘણી મઝા પડે એમ છે. પરંતુ એ ઘણી અટપટી રમત છે. એના નિયમો માટે પુસ્તિકાઓ પ્રગટ થઇ છે. ઘણાં બાળકો વિડિયો ગેમ'માં એ રમત રમે છે. એથી હોંશિયારી વધે છે. બીજી બાજુ એની ટેવ પણ પડી જાય છે. પત્તાંની રમતની જેમ એનો પણ ચટકો લાગે છે. ૬૮ પોકેમોનનો ઉદ્ભવ તો જાપાનમાં થયેલો મનાય છે. જાપાનમાં નાનાં છોકરાંઓથી માંડીને મોટી ઉંમરના સુધી એક જૂની પારંપારિક રમત બહુ પ્રચલિત છે. કાગળ, કાતર અને પથ્થર એ ત્રણમાં કોણ શક્તિશાળી વધારે ? કાતર કાગળને કાપે. એટલે કાગળ અને કાતરની વચ્ચે કાતર જીતે. પથ્થર કાતરને ભાંગી નાંખે. એટલે કાતર અને પથ્થરની વચ્ચે પથ્થર જીતે. પથ્થર ભારે અને નીચે પડી જાય. કાગળ હલકો અને હવામાં ઊંચે ઊડી શકે એટલે કાગળ અને પથ્થર એ બેમાં કાગળ જીતે. કાગળ માટેની મુદ્રા તે ખુલ્લી હથેળી, કાતર માટેની મુદ્રા તે હાથની પહોળી કરેલી પહેલી બે આંગળીઓ. અને પથ્થરની મુદ્રા એટલે મૂઠી. રમવા બેઠા હોય તે બે જણે એક સાથે પોતાના મનમાં આવે તે મુદ્રા ક૨વાની. કોઇએ બીજાની મુદ્રા જોયા પછી પોતાની મુદ્રા ક૨વાની નહિ, પણ એક સાથે જ મુદ્રા કરીને ઝડપથી જમીન પર હાથ મૂકવાનો. કાગળ અને કાતર આવે તો કાતરવાળો જીતે. કાતર અને પથ્થર આવે તો પથ્થરવાળો જીતે. પથ્થર અને કાગળ આવે તો કાગળવાળો જીતે. એકસરખી બંને મુદ્રા હોય તો ફરીથી મુદ્રા કરવાની. જેમ કાગળ, કાતર અને પથ્થરની રમત જાપાનમાં પ્રચલિત છે, તેમ એવા જ પ્રકારની પણ વધારે મોટી પોકેમોનની રમત પણ રમાય છે. જુદી જુદી શક્તિવાળા દૈત્યો અથવા અસુરોમાં અમુક પ્રકારની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002056
Book TitleSamprat Sahchintan Part 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy