________________
પોકેમોન’ પોકેમોન' (POKEMON) એટલે શું?
દુનિયાની પોણા ભાગ કરતાં વધુ વસતિએ આ શબ્દ જ સાંભળ્યો નહિ હોય તો એને એ વિશે ક્યાંથી ખબર હોય? પરંતુ અમેરિકા, કેનેડા, જાપાન વગેરે દેશોમાં લાખો બાળકોને ખબર છે કે “પોકેમોન' શું છે. ખાસ કરીને અમેરિકાના બાળકોમાં તો હમણાં જાણે “પોકેમોન'નું મોટું મોજું ફરી વળ્યું છે.
પોકેમોન જાપાની શબ્દ છે. એનો ઉચ્ચાર થાય છે PO.KEHI-MOHN, પોકેમોન એ કાલ્પનિક અસુરો અથવા દૈત્યો (Incredible Monsters) છે. POCKET MONSTERનું ટૂંકું રૂપ તે “પોકેમોન' એમ પણ મનાય છે. આ દરેક અસુર પાસે પોતાની આગવી શક્તિ છે. કયા અસુર કરતાં કયો અસુર ચડે અને જીતી જાય એના નિયમો છે. કયા અસુરને તાલીમ આપી વધુ શક્તિશાળી બનાવી શકાય અને તે બીજા અસુરને પરાજિત કરવાની શક્તિ ક્યારે મેળવી શકે એના પણ નિયમો છે. અસુરોના મુખ્ય સાત વિભાગ છે. તેઓની શક્તિ-પ્રવૃત્તિ અનુસાર તેઓનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. આ સાત વર્ગ છે : ઘાસ, અગ્નિ, જળ, વિધુત, રંગવિહીનતા (colourlessઅદશ્ય રહેવાની શક્તિ), મારામારી અને માનસિક આઘાત. આ દરેક વર્ગના અસુરોમાં એના પેટા પ્રકારો છે અને તે દરેકને સ્વતંત્ર નામ આપવામાં આવ્યાં છે. આ રીતે કુલ દોઢસો દૈત્યો છે. કલ્પનાથી આ બધા દૈત્યો ઉપજાવી કાઢવામાં આવ્યા છે. અને તે દરેકની કાર્ટૂન જેવી લાક્ષણિક વૈયક્તિક આકૃતિ છે. એ આકૃતિના આધારે તે દૈત્યને ઓળખી શકાય છે.
પત્તાંની જોડની જેમ આ દરેક દૈત્યનું એક કાર્ડ એવાં દોઢસો રંગીન કાર્ડ તૈયાર કરવામાં આવ્યાં છે અને તેની જુદી જુદી રમત રમી શકાય છે. આ રીતે “પોકેમોન' એ પાનાંની રમત પણ છે. સામાન્ય રીતે પત્તાંની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org