SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ઑસ્ટ્રેલિયા અનુમાન પર આવ્યા હતા કે પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં જમીનનો જે વિસ્તાર છે એને સમતોલ રાખવા માટે પેસિફિક મહાસાગરમાં કોઈ મોટો ભૂખંડ હોવો જોઈએ. ઑસ્ટ્રેલિયાની શોધ કરનાર તરીકે કે ત્યાં પહોંચનાર તરીકે નહીં, પણ એ દિશામાં જનાર તરીકે યુરોપના પ્રવાસીઓમાં સૌ પ્રથમ માર્કો પોલોને યાદ કરવામાં આવે છે. તેરમા સૈકામાં એ ઠેઠ ચીન સુધી જમીનમાર્ગે પહોંચ્યો હતો અને પાછા ફરતાં એણે પોતાની પ્રવાસપોથીમાં નોંધ્યું હતું કે, સુમાત્રાની દક્ષિણે આવેલા મહાસાગરમાં વિશાળ ટાપુ હોવાની શક્યતા જણાય છે. પંદરમા સૈકા સુધીમાં સ્પેન અને પોર્ટુગલના શોધ-સફરીઓ દરિયાઈ માર્ગે એશિયાના કિનારે આગળ વધતા વધતા ઠેઠ ચીન સુધી પહોંચી ગયા હતા, પરંતુ તેઓ પેસેફિક મહાસાગરની મધ્યમાં ઘૂમ્યા નહોતા. ત્યાર પછી ડચ સાહસિકો પેસિફિકમાં જાવા (ઇન્ડોનેશિયા)ના ટાપુઓ સુધી પહોંચ્યા અને એના ઉપર તેઓએ પોતાનું આધિપત્ય જમાવ્યું. ત્યાંથી પછી આગળ વધતાં, સોળમા સૈકાના અંત સુધીમાં તેઓએ ન્યૂગિની ટાપુ શોધી કાઢ્યો. પરંતુ ત્યારે તેઓને ખબર નહોતી કે એની દક્ષિણ દિશામાં થોડે આઘે એક વિશાળ ટાપુ આવેલો છે. સત્તરમા સૈકામાં વિલેમ જોન્સ નામનો એક ડચ સાહસિક જાવાથી નીકળ્યો હતો તો ન્યૂ ગિની જવા, પણ પહોંચી ગયો ઑસ્ટ્રેલિયાને કિનારે. તે એવા જ ભ્રમમાં હતો કે પોતે ન્યૂગિનીના બીજા કોઈ ટાપુ પર પહોંચી ગયો છે. . સ. ૧૬૦૬માં સ્પેનના રાજાએ ડિ ક્વિરોસ (De Quiros) નામના શોધ-સફરીને પોતાના માણસો લઈને વહાણમાં આગળ શોધ કરવા મોકલ્યો. જાવાથી આગળ વધતો તે ઑસ્ટ્રેલિયાના કિનારે પહોચ્યો. એને ખ્યાલ આવી ગયો કે પેસિફિકમાં આ એક વિશાળ ટાપુ છે. આ ટાપુનું નામ પોતાના રાજાના નામ પરથી રાખવાની એને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002056
Book TitleSamprat Sahchintan Part 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy