________________
ઑસ્ટ્રેલિયા
૧૦૭ ચમકતા કરવામાં આવે તો એમાંથી વિવિધ રંગો ચમકારા મારે છે. ઓપલ હીરા જેટલું કીમતી રત્ન નથી, કારણ કે ઊંચેથી પડતાં તે બટકી જવાનો સંભવ રહે છે. ઓપલ પર હીરાની જેમ પહેલ પાડી શકાતા નથી. એટલું જ નહીં, તીક્ષણ વસ્તુ સાથે જો તે ઘસાય તો એ બગડી જવાનો સંભવ રહે છે. આમ, છતાં તણખા જેવા વિવિધ રંગો એમાંથી નીકળતા હોવાને લીધે એનું આકર્ષણ ઘણું રહે છે.
આમ, ભૌગોલિક, પ્રાકૃતિક, સાંસ્કૃતિક, આર્થિક ઇત્યાદિ દષ્ટિએ ઑસ્ટ્રેલિયાની ઘણી આગવી લાક્ષણિકતાઓ છે. દુનિયાના અગ્રગણ્ય દસ પંદર દેશોમાં એની ગણના થાય છે. પ્રવાસ કરવાની તક મળે તો ગમી જાય એવો દેશ છે, એવી ત્યાંની પ્રજા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org