SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ ઓસ્ટ્રેલિયામાં હાલ ગોગુજા, વોલ્માજોરી, મંદજિલજારા, ગુરાદિજી, બારડી વગેરે વિવિધ જાતિના આદિવાસીઓ છે. કેટલીયે જાતિઓમાં માત્ર પાંચસોથી હજાર જેટલી વસતિ હવે અસ્તિત્વમાં રહી છે. આ આદિવાસીઓ અલગ અલગ પ્રદેશમાં નાનાં નાનાં જૂથોમાં વસતા હોવાથી અને તેઓની ઘણી જાતિઓ હોવાથી બહારની દુનિયામાં તેઓ એટલા જાણીતા નથી. ઑસ્ટ્રેલિયામાં જેમ જેમ ગોરા વસાહતીઓ વધતા ગયા અને જુદા જુદા પ્રદેશોમાં પ્રસરતા ગયા તેમ તેમ આદિવાસીઓ તેમનાથી દૂર અને દૂર ભાગતા ગયા. ગોરા લોકોએ મુખ્યત્વે દક્ષિણ અને પૂર્વ બાજુ સમુદ્રકિનારે પોતાની વસાહતો ઊભી કરી એટલે આદિવાસીઓ ઉત્તર, પશ્ચિમ અને મધ્ય તરફ ખસતા ગયા.ગોરા લોકો સાથેનો તેમનો સંપર્ક સુખદ નહોતો. આરંભમાં આવેલા ગોરા લોકો ક્રૂર ગુનેગારો હતા. આદિવાસીઓને જોતાં જ તેઓ તેમને મારી નાખતા. વળી, ગોરા લોકો પોતાની સાથે જે કેટલાક ચેપી રોગો લાવ્યા એ રોગો કેટલાક આદિવાસીઓ માટે જીવલેણ નીવડ્યા. એક સૈકામાં તો ત્રીસ લાખ આદિવાસીઓમાંથી માંડ ચાળીસપચાસ હજાર જેટલા રહ્યા. છેલ્લા કેટલાક સમયથી થોડાક આદિવાસી યુવાનો શહેરોમાં આવી ભણવા લાગ્યા છે અને ગોરા લોકો સાથે ભળવા લાગ્યા છે. વસતિ, ધર્મ અને ભાષા આદિવાસીઓની વસતિ ઘટી અને બીજી બાજુ ગોરા લોકોની વસતિ વધતી ગઈ. દરમિયાન એશિયાના જુદા જુદા દેશોમાંથી અંગ્રેજો પોતાની સાથે લઈ ગયેલા અને બીજા એવા લોકોનો વસવાટ પણ ઑસ્ટ્રેલિયામાં થતો ગયો. બે સૈકાને અંતે ઑસ્ટ્રેલિયાની વસતિ ૧, ૮૦,૮૭,૦૦૦ જેટલી થઇ. એમાં ૯૪ ટકા યુરોપીય વંશના લોકો,૪ ટકા એશિયાઈ લોકોના વંશજો અને ૨ ટકા આદિવાસીઓ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002056
Book TitleSamprat Sahchintan Part 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy