________________
ઑસ્ટ્રેલિયા
૮૭
થતાં, નવી સંતતિ પેદા થતાં વસતિ થોડી વધવા લાગી, પણ એકંદરે આ લોકો ગુનાહિત માનસવાળા, અણઘડ અને અસંસ્કારી હતા.
છસાત દાયકા આ રીતે ચાલ્યું. ત્યાં ઈ. સ. ૧૮૫૦માં ઑસ્ટ્રેલિયામાં મેમ્બેર્ન પાસે સોનું નીકળ્યું. હવે ત્યાં જવા માટે ઈંગ્લેન્ડથી શ્રીમંત, બાહોશ, સુશિક્ષિત, સંસ્કારી અંગ્રેજો મોટી સંખ્યામાં દોડ્યા. વહાણોની અવરજવર વધી ગઈ. શ્રીમંતો પાણીના ભાવે મળતી જગ્યા મોટા પ્રમાણમાં ખરીદવા લાગ્યા. સારાં પાકાં ઘરો બંધાવા લાગ્યાં. હવે આરંભની સાધારણ કક્ષાની વસતિ કરતાં સંસ્કારી સુશિક્ષિત વસતિનું પ્રમાણ વધી ગયું. વિસ્તાર વધતો ગયો. નવા નવા પ્રદેશો બ્રિટિશ હકૂમતમાં ઉમેરાતા ગયા અને એમ કરતાં સમગ્ર ઑસ્ટ્રેલિયા બ્રિટનનું સંસ્થાન બની ગયું. અલબત્ત, ત્યારે બીજો કોઈ રાજકીય નિયંત્રણો નહોતાં, એટલે હૉલેન્ડ, પોર્ટુગલ, ફ્રાન્સ, જર્મની, સ્પેન વગેરે દેશોમાંથી પણ ઘણા લોકો આવ્યા અને તેઓએ પણ પોતપોતાની વસાહતો સ્થાપી. પરંતુ રાજ્યસત્તા બ્રિટનની રહી. આદિવાસીઓ
ઓસ્ટ્રેલિયાની ધરતી પર પશ્ચિમના ગોરા લોકોએ પગ મૂક્યો તે પહેલાં ત્યાં જુદા જુદા પ્રદેશોમાં આદિવાસીઓ રહેતા હતા. એવા આદિવાસીઓની જુદી જુદી ત્રણસોથી વધુ જાતિઓ મળીને કુલ વસતિ ત્રીસ લાખથી પણ વધુ હોવાનો અંદાજ છે. એક માન્યતા એવી છે કે આ આદિવાસીઓ પ્રાચીન કાળમાં જાવા, મલાયા વગેરે ટાપુઓ પરથી ભટકતા ભટકતા, ખોરાક માટે સ્થળાંતર કરતા કરતા ઑસ્ટ્રેલિયાના કિનારે આવ્યા હશે. ખેતી તેમને આવડતી નહીં હોય એટલે માછલી અને પશુપક્ષીઓના શિકાર ઉપર તેઓ નભતા હશે. બૂમરેંગ તેઓનું શિકાર માટેનું જાણીતું હથિયાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org