________________
ઑસ્ટ્રેલિયા
૮૯
યુરોપીય વંશના લોકોમાં પણ ૯૫ ટકા અંગ્રેજો છે, અને ૫ ટકા યુરોપના બીજા દેશના લોકો છે.
ઑસ્ટ્રેલિયામાં વસવાટ પાશ્ચાત્ય ગોરાઓનો થયો, પરંતુ એ વાસવાટ પૃથ્વીના પૂર્વ દિશાના દક્ષિણ ગોળાર્ધમાં થયો. યુરોપ બહુ દૂર રહ્યું અને એશિયાની નજીક આવવાનું થયું. એથી ઓસ્ટ્રેલિયાની પ્રજા ઉપર પશ્ચિમ અને પૂર્વ એમ બંને સંસ્કૃતિનો પ્રભાવ પડ્યો. આબોહવાની અસર રહેણીકરમી ઉપર પણ પડી. યુરોપના દેશોમાં જેટલી ઔપચારિકતા છે એટલી ઑસ્ટ્રેલિયામાં જોવા નહીં મળે. રસ્તામાં ઉઘાડા પગે ચાલતા ઑસ્ટ્રેલિયનો જોવા મળશે અને વિમાનમાં બનિયન અને અડધી ચડ્ડી પહેરીને મુસાફરી કરતા ઑસ્ટ્રેલિયનો પણ જોવા મળશે.
ઑસ્ટ્રેલિયાની વસતિમાં અંગ્રેજ વંશજો મુખ્ય છે. અંગ્રેજો ખ્રિસ્તી ધર્મના પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયને અનુસરનારા છે. રોમન કેથલિક જેટલા તેઓ ચુસ્ત નથી. ઑસ્ટ્રેલિયામાં લગભગ ૯૪ ટકા લોકો ખ્રિસ્તી ધર્મ પાળે છે, ૧ ટકો મુસલમાનો છે, ૧ ટકો બોદ્ધ ધર્મીઓ છે, ૧ ટકો યહુદીઓ છે અને બાકીના લોકોમાં અન્ય ધર્મીઓ તથા આદિવાસીઓ છે. આમ છતાં ઓસ્ટ્રેલિયામાં ઘાર્મિક ચુસ્તતા, ઝનૂન કે સંઘર્ષ જોવા નહીં મળે. લોકો એકંદરે મળતાવડા અને નિખાલસ છે.
ઑસ્ટ્રેલિયામાં મુખ વસવાટ અંગ્રેજોનો હોવાથી અને ઇંગ્લેન્ડનું એ સંસ્થાન હોવાથી ત્યાંની રાજ્યભાષા અને લોકોની મુખ્ય ભાષા અંગ્રેજી રહી છે. ડચ, જર્મન વગેરે લોકો પોતાની વસાહતોમાં માંહોમાંહે પોતપોતાની ભાષા આજ દિવસ સુધી બોલતા આવ્યા છે, પરંતુ અંગ્રેજીના પ્રભુત્વને કારણે નવી પ્રજામાં તે ભાષાઓનો પ્રભાવ ઓછો થવા લાગ્યો છે. ઑસ્ટ્રેલિયનોની ભાષા ઇગ્લિશ, પરંતુ તેમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org