SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૯o સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ બોલચાલની ભાષાના અંશોનું પ્રમાણ વધતું ગયું છે. ત્યાંના લોકોના કેટલાક ઉચ્ચારો બ્રિટનના લોકો કરતાં જુદાં છે. એકંદરે ઑસ્ટ્રેલિયનો ઝડપથી શબ્દો ઉચ્ચારે છે. તેઓ શબ્દમાં વચ્ચે આવતા 'a'નો ઉચ્ચાર “આઇ” જેવો કરે છે. “સન્ડે' અને “મન્ડે' બોલવું હોય તો “સડાઈ' અને “મન્ડાઈ” એવા ઉચ્ચારો કરે છે. ત્યાં મજાકમાં કહે છે કે, કોઈ તમને પૂછે કે “ડિડ યૂકમ હિઅર ટુ ડાઈ?” તો માઠું ન લગાડવું, કારણ કે તેઓ ‘ટુડે'ને બદલે “ટુડાઈ” બોલે છે. તેઓ બાઇસિકલી” બોલે તો બેઝિકલી' બોલે છે એમ સમજવું. તેઓ “થેંક યૂ'ને બદલે “ગૂડ ઑન યૂ” બોલે છે. તેમના ઉચ્ચારોની અને ઉચ્ચારણ-અવયવોની ખાસિયત જુદી છે. રાજ્યો અને શહેરો ઑસ્ટ્રેલિયામાં સૌ પ્રથમ વસેલું શહેર તે સિડની છે. આરંભકાળથી એની વસતિ ઉત્તરોત્તર વધતી રહી છે અને હજુ પણ તે ઑસ્ટ્રેલિયાનું મોટામાં મોટું શહેર છે. ત્યાર પછી બીજે નંબરે આવતું શહેર તે મેલ્બર્ન છે. તદુપરાંત એડિલેઈડ, બ્રિસ્બન, પર્થ, હોબાર્ટ, ડાર્વિન અને કેનબેરા ઑસ્ટ્રેલિયાનાં મુખ્ય શહેરો છે. ઘણાંખરાં શહેરો સમુદ્ર કિનારે અથવા કિનારાથી નજીકના પ્રદેશમાં આવેલાં છે, કારણ કે ઑસ્ટ્રેલિયામાં પ્રજાના વસવાટો મુખ્યપણે તો સમુદ્રકાંઠાના પ્રદેશોમાં થયેલા છે. ઑસ્ટ્રેલિયાની વિશાળ ધરતીનું રાજ્યોમાં વિભાજન વસવાટ અનુસાર થયું છે. ત્યાં જ મુખ્ય રાજ્યો છેઃ (૧) ન્યૂ સાઉથ વેલ્સ, (૨) વિક્ટોરિયા, (૩) સાઉથ ઑસ્ટ્રેલિયા, (૪) ક્વીન્સલેન્ડ, () વેસ્ટર્ન ઑસ્ટ્રેલિયા અને (૬) ટાસ્માનિયા. આ રાજ્યોની સરહદો કુદરતી ભૌગોલિક સરહદ અનુસાર નક્કી ન કરાતાં, અક્ષાંશ અને રેખાંશ અનુસાર, અમેરિકાની જેમ, ઊભી અને આડી લીટીએ નક્કી કરવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002056
Book TitleSamprat Sahchintan Part 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy