SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ મને દીક્ષા લેવાની માતાપિતા સંમતિ નહિ આપે તો હું અનશન કરીને જીવનનો અંત આણીશ.” વરસંગની આ ગંભીર ચેતવણીથી મા-બાપ ચોંકી ઊઠ્યાં. વાત નગરમાં પ્રસરી ગઈ. કન્યાનાં માતાપિતા તથા સગાં સંબંધીઓને બોલાવ્યાં. વરસંગને સમજાવવાના બધા પ્રયત્નો ચાલુ થયા. પણ વરસંગ માન્યો નહિ. એટલું જ નહિ, વડીલો આગ્રહ છોડવાના નથી એવું જણાતાં એણે ચારે પ્રકારના આહાર છોડીને અનશન ચાલુ કરી દીધું. હવે વાતે ગંભીર વળાંક લીધો. કાં તો દીક્ષા લેવા દેવી અને કાં તો અનશન દ્વારા દેહત્યાગ. વરસંગના એ માંથી એક વિકલ્પ માતાપિતાએ પસંદ કરવાનો રહ્યો. છેવટે તેઓએ દીક્ષાની સંમતિ આપી. વરસંગનું અનશન છોડાવ્યું અને પારણું કરાવ્યું. નિરાશ થયેલાં કન્યા અને એનાં માતાપિતાએ પણ આવી ઉચ્ચ ભાવના. માટે આનંદ વ્યક્ત કર્યો. વરસંગને તો શ્રી હીરસૂરિ પાસે જ દીક્ષા લેવી હતી અને તે પણ તરત જ લેવી હતી. શ્રી હીરસૂરિ પાસે આ વાત પહોંચી જ ગઈ હતી, કારણ કે વરસંગના દીક્ષા લેવાના સંકલ્પની વાત સમગ્ર શિરોહીમાં જાહેર ચર્ચાનો વિષય બની ગઈ હતી. વરસંગ માતાપિતા સાથે શ્રી હીરસૂરિ પાસે પહોંચ્યો. દીક્ષાનો પ્રસ્તાવ રજૂ થયો. વરસંગની ચકાસણી કરીને શ્રી હીરસૂરિએ સંમતિ આપી અને મુહૂર્ત કાઢી આપ્યું. લગ્નનો દિવસ એ જ દીક્ષાનો દિવસ નક્કી થયો. વરસંગે શ્રી હીરસૂરિ પાસે દીક્ષા લીધી. ધામધૂમપૂર્વક બહુ મોટો ઉત્સવ થયો. કુટુંબ શ્રીમંત હતું એટલે નાણાં ખર્ચવામાં કોઈ કમી રહી નહિ. સ્વામિવાત્સલ્યો થયાં. લગ્નના જમણવારો માટે તૈયાર થયેલી મીઠાઈઓ દીક્ષાના સ્વામિવાત્સલ્યમાં વપરાઈ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002056
Book TitleSamprat Sahchintan Part 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy