SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ આમ, ઑસ્ટ્રેલિયાની કુલ વસતિ ૧,૮૦,૮૩,૦૦૦ જેટલી છે, પણ વસતિ જેટલી વધવી જોઇએ તેટલી વધતી નથી. વિદેશીઓના પ્રવેશ ઉપર ત્યાં નિયંત્રણો છે, પરંતુ સ્થાનિક વસતિ વધવાનો દર પણ કુદરતી રીતે જેટલો હોવો જોઇએ એટલો નથી. એનાં ઘણાં કારણોમાંનું એક કારણ એ છે કે પાશ્ચાત્ય દેશોની જેમ ઑસ્ટ્રેલિયામાં પણ યુવકયુવતીઓમાં એવું વલણ વધતું જાય છે કે સુખી જીવન જીવવું હોય તો સંતાનોની જંજાળ ન હોવી જોઇએ. રાજ્યવ્યવસ્થા ઐતિહાસિક દષ્ટિએ જોઈએ તો ઑસ્ટ્રેલિયા બ્રિટિશ સામ્રાજ્યનું એક સંસ્થાન હતું. બીજાં સંસ્થાનોમાં સ્થાનિક પ્રજા હતી અને તેમના પર બ્રિટને રાજ્ય કરવાનું હતું. ઑસ્ટ્રેલિયામાં તો બ્રિટને મોકલેલા પોતાના જ પ્રજાજનો હતા. એટલે ઑસ્ટ્રેલિયાની બ્રિટન પ્રત્યેની વફાદારી ચાલુ રહે એ સમજી શકાય એવી વાત છે. આથી જ, ભારતની આઝાદી પછી, બ્રિટિશ સામ્રાજ્યનું વિસર્જન થયું અને તેની જગ્યાએ બ્રિટિશ રાષ્ટ્રસમૂહ (British Commonwealth)નું નિર્માણ થયું તે વખતે ઑસ્ટ્રેલિયાએ સ્વાયત્ત થવા છતાં બ્રિટનના ડોમેનિયન” રાજ્ય તરીકે રહેવાનું પસંદ કર્યું. એટલે ઑસ્ટ્રેલિયામાં બંધારણીય રાજાશાહી (Constitutional Monarchy) છે. ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રધ્વજમાં બ્રિટના યુનિયન જેકને સ્થાન આપવામાં આવ્યું છે અને પોતાના રાષ્ટ્રગીત ઉપરાંત બ્રિટનનું રાષ્ટ્રગીત પણ સ્વીકારાયેલું છે. બ્રિટનનાં હાલનાં રાણી એલિઝાબેથ ઑસ્ટ્રેલિયા રાષ્ટ્રનાં વડાં છે. ઑસ્ટ્રેલિયાની ચૂંટાયેલી સરકારની પસંદગીથી અને ભલામણથી બ્રિટનના રાણી અસ્ટ્રેલિયાના ગવર્નર-જનરલની નિમણૂંક કરે છે. આમ, બ્રિટનની માત્ર ઔપચારિક સત્તા છે, પરંતુ તે ઑસ્ટ્રેલિયાની રાજ્યવ્યવસ્થાનો ખ્યાલ આપે છે. (છેલ્લા કેટલાક સમયથી ઑસ્ટ્રેલિયાના યુવાનોમાં આ બંધારણીય રાજાશાહી પ્રત્યે વિરોધનો સૂર ઊઠવા લાગ્યો છે.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002056
Book TitleSamprat Sahchintan Part 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy