________________
૮)
સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨
વરસંગવિજયજીના સમકાલીન શ્રાવક કવિ ઋષભદાસે વિ. સં. ૧ ૬૦પમાં “શ્રી હીરવિજયસૂરિ રાસની રચના કરી છે. એમાં એમણે પંન્યાસ શ્રી વરસંગવિજયજીનો વૃત્તાન્ત સંક્ષેપમાં વર્ણવ્યો છે. એમણે રાસમાં લખ્યું છે :
ફરી મ કહેસ્યો માત ને તાત, કે સંયમ કે આતમઘાત; મૂકી બેઠો ચારે આહાર, આપી અનુમતિ તેણી વાર, જે પકવાન વિવાહને કર્યું, તિણે પેટ સામીનું ઠર્યું; ખરચી ધન ને સંયમ લીધ, હિરે તેહને દીક્ષા દીધ. તે હુઓ વરસંગ ઋષિ પંન્યાસ, એકસો આઠ શિષ્ય મળીઆ તાસ. એ સહુ હરિતણો પરિવાર, હરના ભાગ્ય તણો નહિ પાર. પંન્યાસ શ્રી વરસંગવિજયજીના જીવન વિશે આથી વધુ માહિતી ઉપલબ્ધ નથી, પણ જે મળે છે તે પણ આશ્ચર્યમુગ્ધ કરી દે એવી પ્રેરક છે.
ખરેખર પંન્યાસ શ્રી વરસંગવિજયજીએ પોતાના જીવનને ધન્ય અને સાર્થક કરી લીધું !
܀܀܀
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org