________________
૧ ૨૪
સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨
વિદેશોમાં ઘણાં સેન્ટરો ખાસ કરીને પર્યુષણ પર્વ દરમિયાન ભારતથી વ્યાખ્યાતાઓને નિમંત્રણ આપે છે અને તેમના જ્ઞાનનો લાભ મેળવે છે. જૂની પેઢીના માણસો પોતાના સંતાનો માટે વેળાસર જાગૃત થયા એથી આફ્રિકા, જાપાન ઉપરાંત ઈંગ્લેંડ, અમેરિકા, બેલ્જિયમ, સિંગાપોર, મલેશિયા, દુબઇ, હોંગકોંગ વગેરે ઘણે સ્થળે જૈનત્વની હવા સારા પ્રમાણમાં પ્રસરેલી છે. જૈન સંઘો, જૈન સેન્ટરો, જૈન એશોસિએશનો, જૈન સ્ટડી સર્કલો, જૈન સમાજ, જૈન વર્લ્ડ, યંગ જૈન્સ વગેરે જુદા જુદા નામથી ઘણી સંસ્થાઓ અને એનાં ફેડરેશનો સક્રિયપણે કાર્ય કરવા લાગ્યાં છે અને કેટલાંકનાં તો વર્ષે બે વર્ષે મોટા પાયા પર અધિવેશનો પણ યોજવા લાગ્યાં છે. મંદિરોમાં પ્રતિષ્ઠાના પ્રસંગો, સાલગીરી વગેરે પણ યોજાય છે. આવા કોઈ પ્રસંગે ત્યાં ઉપસ્થિત હોઇએ તો ત્યાં કેવું વાતાવરણ જામે છે એનો પ્રત્યક્ષ અનુભવ થાય.
ધર્મના પ્રચારમાં મહત્ત્વની વાતને બે વિભાગમાં વહેંચી શકાય. એક તો એના તત્ત્વજ્ઞાનના અને નીતિધર્મના સિદ્ધાન્તો અને બીજું એનો આચારધર્મ. તત્ત્વજ્ઞાન અને નીતિધર્મના સિદ્ધાન્તો પોતાના ક્ષેત્રની બહાર પણ સાચવી શકાય છે, જો એના પુરસ્કર્તાઓ સમર્થ જ્ઞાની મહાત્માઓ હોય તો. આચારધર્મના પાલનમાં પ્રાદેશિક આબોહવા તથા ઉપલબ્ધ સામગ્રી અનુસાર ફેરફાર કરવાની આવશ્યકતા ઊભી થાય છે. ભારતની આબોહવા એકંદરે એવી છે કે વધુમાં વધુ ઠંડી અને વધુમાં વધુ ગરમીમાં, બહાર ખુલ્લામાં ઉઘાડા પગે અને નગ્ન શરીરે દિગંબર મુનિ મહાત્માઓ વિહાર કરી શકે છે. પરંતુ તેઓને માટે આ રીતે ઈગ્લેંડ, યુરોપ, અમેરિકા, કેનેડા, જાપાનમાં વિચરવું અશક્ય છે. એટલે તેઓ જાય નહિ, અને જાય તો આચારધર્મમાં છૂટછાટ લેવી પડે. શ્વેતામ્બર સાધુઓ માટે પણ આ વાત એટલી જ સાચી છે. ભારતમાં ગ્રામ, નગર, આવાસ એટલાં નજીક નજીક છે કે એક સ્થળેથી બીજે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org