SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દર્શનમાં કાળની વિભાવના ૧૧૫ વગેરેની જેમ અસ્તિકાય કહેવાતો નથી. કાળને સમયરૂપ પૂર્વાપર પર્યાય છે, પરંતુ એક સમય બીજા સમય સાથે જોડાઈને માટી, પત્થર વગેરેની જેમ અંધ કે પ્રદેશરૂપ સમુદાય થતો નથી. કાળ દ્રવ્યમાં ભૂતકાળના અનંત સમય છે, વર્તમાનનો એક સમય છે અને ભવિષ્યના અનંત સમય છે, પણ તે “કાયમાન' ન હોવાથી કાળને અસ્તિકાય કહેવામાં આવતો નથી. દરેક દ્રવ્યનો પોતાનો વ્યાવર્તક-આગવો ગુણ છે, જે અન્ય દ્રવ્યમાં નથી. જેમકે જ્ઞાન ગુણ ફક્ત જીવ દ્રવ્યમાં છે, અન્યમાં નથી; પૂરણ-ગલણ એટલે કે મિલન-વિખરણ ગુણ પુદ્ગલ દ્રવ્યમાં છે, અન્ય દ્રવ્યમાં નથી; ગતિ-સહાયનો ગુણ ધર્માસ્તિકાય દ્રવ્યમાં છે, અન્યમાં નથી; સ્થિતિ-સહાયક ગુણ અધર્માસ્તિકાય દ્રવ્યમાં છે, અન્ય દ્રવ્યમાં નથી; અવગાહના ગુણ આકાશાસ્તિકાય દ્રવ્યમાં છે, અન્ય દ્રવ્યમાં નથી. એ પ્રમાણે ઉત્પાદ-વ્યયરૂપ વર્તના ગુણ ફક્ત કાલ દ્રવ્યમાં છે, અન્ય દ્રવ્યમાં નથી, સમય” એ કાળની પર્યાય છે. તે નાશવંત છે. પર્યાય દ્રવ્ય વિના હોઈ ન શકે. એટલે કાલ એક દ્રવ્ય છે. દ્રવ્ય વિનશ્વર અર્થાતુ અવિનાશી હોય છે. એ દષ્ટિએ કાળને દ્રવ્ય તરીકે ઓળખાવવામાં આવે છે. કાળને સ્વતંત્ર દ્રવ્ય તરીકે સ્થાન આપવું કે નહિ એ વિશે ઠેઠ પ્રાચીન કાળથી આચાર્યોમાં મતમતાંતર છે. કાળ દ્રવ્ય છે એમ ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે. धम्मो अधम्मो आगासं दव्वमिक्किक्कमाहियं । अणंतापि च दव्वाणि, कालो पुग्गलजंतवो ।। (ધર્મ, અધર્મ અને આકાશ એ દ્રવ્યો એક એક કહ્યાં છે. કાળ, પુદ્ગલ અને જંતુ (જીવ) એ દ્રવ્યો અનંતા કહ્યા છે.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002056
Book TitleSamprat Sahchintan Part 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy