SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ઑસ્ટ્રેલિયા ૧૦૫ - ઑસ્ટ્રેલિયાનાં પક્ષીઓમાં લાક્ષણિક તે રાષ્ટ્રીય પક્ષી એમુ છે. તે શાહમૃગ જેવું ઊંચું છે. બીજાં પક્ષીઓમાં ચાર ફૂટ જેટલા ઊંચા મરઘા છે. એને કેસોરી કહે છે. હસવા જેવો ગુડગુડ અવાજ કરતાં કૂકાબુરા પક્ષીની જુદી જુદી જાતો ત્યાં છે. મેમ્બર્સ પાસે ફિલિપ ટાપુના સમુદ્રતટ પર પેંગવિન પક્ષીઓ આવે છે. કબૂતર, પોપટ વગેરે જાતનાં સામાન્ય પક્ષીઓ ત્યાં પણ જોવા મળે છે. ૬૦૦ કરતાં વધારે જાતનાં પક્ષીઓ ઑસ્ટ્રેલિયામાં છે. - ઑસ્ટ્રેલિયામાં પાળેલાં પશુઓમાં ઘેટાંને અવશ્ય યાદ કરવાં જોઇએ. એક રીતે જોઈએ તો ઑસ્ટ્રેલિયા એટલે ઘેટાંનો દેશ. મનુષ્યો અને પશુપક્ષીઓ એ તમામમાં સૌથી વધુ વસતિ જો કોઇની ત્યાં હોય તો તે ઘેટાંઓની છે. સમગ્ર દુનિયાના પાંચમા ભાગના ઘેટાં ફક્ત ઑસ્ટ્રેલિયામાં છે. ત્યાં માણસની વસતિ બે કરોડ કરતાં ઓછી છે. પરંતુ ઘેટાંની વસતિ પંદર કરોડની છે. દુનિયામાં શ્રેષ્ઠ ગણાતા “મેરિનો' પ્રકારના ઊનનું અડધું ઉત્પાદન એકલા ઑસ્ટ્રેલિયામાં થાય છે. આ ઉત્પાદનમાંથી પોતાના વપરાશ માટે દસેક ટકા ઊન રાખી બાકીના નેવું ટકા ઊનની ઑસ્ટ્રેલિયા નિકાસ કરે છે. દુનિયાના ઘણા દેશો ઑસ્ટ્રેલિયાનું કિંમતી ઊન ખરીદે છે. ઊન ઉપરાંત ઘેટાંના માંસની નિકાસ પણ તે કરે છે. આમ ત્યાંના અર્થતંત્રમાં ઘેટું કેન્દ્રસ્થાને છે. ઘેટાં ન હોય તો એનું અર્થતંત્ર ખોરવાઈ જાય. ઑસ્ટ્રેલિયામાં કિનારાના પ્રદેશોમાં સરેરાશ સારો વરસાદ પડતો હોવાથી ઘેટાના ચરાણ માટે ઘાસની સારી છત રહે છે. એ ઘાસની સારી ગુણવત્તા અને ઘેટાંના ઉછેર માટે સારી આબોહવા હોવાથી શ્રેષ્ઠતમ પ્રકારનું ઊન ઘેટાંઓ આપે છે. ઘેટાના વ્યવસાયનો વિકાસ ઑસ્ટ્રેલિયામાં કેવી રીતે થયો એનો ઈતિહાસ રસિક છે. સત્તરમા અને અઢારમા સૈકામાં વહાણવટીઓ યુરોપથી નીકળી આઠદસ મહિને જાવા, ઑસ્ટ્રેલિયા સુધી પહોંચતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002056
Book TitleSamprat Sahchintan Part 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy