SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ આવે કે જેથી જરા પણ ખાલી જગ્યા રહે નહિ. એના ઉપરથી પાણીનો ધોધ વહી જાય તો પણ એક ટીપું અંદર ઊતરે નહિ અને ચક્રવર્તીની સેના એના ઉપરથી ચાલી જાય તો પણ તે પલ્ય જરા પણ દબાય નહિ કે નમે નહિ. હવે એ પલ્યમાંના રહેલા અસંખ્યાતા વાળના ટુકડાઓમાંથી ૬૨ સો વરસે એક ટુકડો બહાર કાઢવામાં આવે અને એ રીતે આખો કૂવો સંપૂર્ણ ખાલી થતાં જેટલો વખત લાગે તે વખત બરાબર એક પલ્યોપમ કહેવાય છે. આ પલ્યોપમના છ પ્રકાર શાસ્ત્રકારો બતાવે છે. ૧. ઉદ્ધાર પલ્યોપમ, ૨. અદ્ધા પલ્યોપમ, ૩. ક્ષેત્ર પલ્યોપમ. આ ત્રણેના સૂક્ષ્મ અને બાદર એમ બે ભેદ છે. એ રીતે કુલ છ ભેદ પલ્યોપમના થાય છેઃ સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ, બાદર ઉદ્ધાર પલ્યોપમ, સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ, બાદર અદ્ધા પલ્યોપમ, સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ ને બાદર ક્ષેત્ર પલ્યોપમ. આ બધા પારિભાષિક પ્રકારો છે. અહીં સો વરસે વાળનો એક ટુકડો કાઢવાનું જે દષ્ટાન્ન આપ્યું છે તે સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમનું છે. સાગરોપમ એટલે સાગરની ઉપમા અપાય એવું. હવે પલ્ય એટલે કે કૂવાને બદલે સાગર જેટલા વિશાળ ખાડામાં વાળના ટુકડા એ જ પ્રમાણે ભરવામાં આવ્યા પછી એ જ પ્રમાણે ખાલી ક૨વામાં આવે તો તેને સાગરોપમ કાળ કહેવામાં આવે છે. સાગરોપમના પણ છ ભેદ છે. ૧. ઉદ્ધાર સાગરોપમ, ૨. અદ્ધા સાગરોપમ અને ૩. ક્ષેત્ર સાગરોપમ. આ ત્રણેના સૂક્ષ્મ અને બાદર એમ બે ભેદ છે. એ રીતે સાગરોપમના કુલ છ ભેદ થાય છે. અહીં દષ્ટાન્તમાં સૂક્ષ્મ અહ્વા સાગરોપમ સમજવાનું છે. દસ કોડાકોડી સૂક્ષ્મ અહ્વા પલ્યોપમ બરાબર એક સૂક્ષ્મ અહ્વા સાગરોપમ. (કોડાકોડી એટલે કરોડ ગુણ્યા કરોડ). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002056
Book TitleSamprat Sahchintan Part 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy