SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ સાંપ્રત સહચિંતન ભાગ ૧૨ ૨૨૨૩ પૂર્ણાંક ૧૨૨૯/૩૭૭૯ આવલિકા બરાબર એક ઉચ્છ્વાસ. ૪૪૪૬ પૂર્ણાંક ૨૪૫૮/૩૭૭૩ આવલિકા બરાબર એક શ્વાસ અને એક ઉચ્છ્વાસ, એટલે કે એક પ્રાણ. ૭ પ્રાણ બરાબર એક સ્તોક, સાત સ્તોક બરાબર એક લવ. ૩૮૫ લવ બરાબર એક ઘડી (એ બરાબર આજની ૨૪ મિનિટ), બે ઘડી બરાબર એક મુહૂર્ત, એટલે કે ૪૮ મિનિટ. (એક સામાયિકનો કાળ) મુહૂર્તમાં એક ‘સમય’ ઓછો હોય તો એ ઉત્કૃષ્ટ અન્તર્મુર્હુત ગણાય. આવલિકાની બીજી રીતે ગણતરી ગણતાં ૨૫૬ આવલિકા બરાબર એક ક્ષુલ્લક ભવ. (અર્થાત્ નાનામાં નાનું આયુષ્ય- smanllest life existence). આ આયુષ્ય નિગોદનાં જીવોનું હોય છે. એક શ્વાસોચ્છ્વાસ એટલે કે પ્રાણ જેટલા કાળમાં નિગોદના જીવોના ૧૭ પૂર્ણાંક ૧૩૯૫/૩૭૭૩ એટલે લગભગ સાડા સત્તર ક્ષુલ્લક ભવ થાય). ૩૦ મુહૂર્ત બરાબર એક અહોરાત્ર (૨૪ કલાક), ૧૫ અહોરાત્ર બરાબર એક પક્ષ, બે પક્ષ બરાબર એક માસ. બે માસ બરાબર એક ઋતુ, ત્રણ ઋતુ બરાબર એક અયન (છ મહિના) અને બે અયન બરાબર એક વરસ. ૮૪ લાખ વર્ષ બરાબર એક પૂર્વાંગ અને ૮૪ લાખ પૂર્વાંગ બરાબર એક પૂર્વ. ૮૪ લાખ પૂર્વ બરાબર એક ત્રુટિતાંગ, ૮૪ લાખ ત્રુટિતાંગ બરાબર એક ત્રુટિત, આમ અનુક્રમે પ્રત્યેકને ૮૪ લાખથી ગુણતાં જવાથી ત્રુટિત, અડડાંગ, અડડ, અવવાંગ, અવવ, હુકાંગ, હુહુક, ઉત્પલાંગ, ઉત્પલ, પદ્માંગ, પદ્મ, નલિનાંગ, નલિન, અર્થનિપૂરાંગ, અર્થનિપૂર, અયુતાંગ, અયુત, પ્રયુતાંગ, પ્રયુક્ત, નયુતાંગ, નયુત, ચૂલિકાંગ, ચૂલિકા અને શીર્ષપ્રહેલિકાંગ તથા શીર્ષપ્રહેલિકા સુધી પહોંચી શકાય છે. ત્યાં સુધીનાં સંખ્યાતા વર્ષ ગણાય છે. ત્રુટિતાંગની સંખ્યાને ૮૪ લાખ વડે ઉત્તરોત્તર ૨૫ વાર ગુણીએ તો શીર્ષપ્રહેલિકાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002056
Book TitleSamprat Sahchintan Part 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy