Book Title: Hit shiksha Chattrisi
Author(s): Dharmdhurandharsuri
Publisher: Shrutprasarak Sabha
Catalog link: https://jainqq.org/explore/005586/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પંડિતપ્રવર કવિવર્ય શ્રી વીરવિજયજી મહારાજ વિરચિત હિતશિક્ષા-છત્રીશી વિવરણકર્તા આચાર્ય શ્રી વિજયધર્મધુરન્ધરસૂરિ મહારાજ For Personal & Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ પંડિતપ્રવર કવિવર્ય શ્રી વીરવિજયજી મહારાજ વિરચિત હિતશિક્ષા-છત્રીશી [વિવરણ અર્થવિસ્તાર) વિ વ ર ણ ક તાં શાસનસમ્રાટ પૂજ્યપાદ આચાર્ય મહારાજાધિરાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર શાસ્ત્રવિશારદ કવિરત્ન પીયૂષપાણિ આચાર્ય મહારાજ શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન વયોવૃદ્ધ વિનયનિધાન પંન્યાસપ્રવર શ્રી પુણ્યવિજયજી ગણિવર્યના શિષ્ય – વિજયધર્મધુરન્ધરસૂરીશ્વરજી મહારાજ પ્રકાશક તસારક સભા અમદાવાદ-૧૪ વિ. સં. ૨૦૬ ૨ માગસર માસ સુદિ બારસ For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક: શ્રી શ્રુતપ્રસારક સભા અમદાવાદ પુસ્તક પ્રાપ્તિસ્થાન/ પ્રકાશક : (૧) જિતેન્દ્ર કાપડિયા અજંતા પ્રિન્ટર્સ લાભ કૉમ્પ્લેક્ષ, ૧૨-બી, સત્તરતાલુકા સોસાયટી, પોસ્ટ : નવજીવન, અમદાવાદ-૧૪. ફોન નં. (ઑ.) ૨૭૫૪૫૫૫૭, (૫૨) ૨૬૬૦૦૯૨૬ (૨) શરદભાઈ શાહ બી/૧, વી. ટી. એપાર્ટમેન્ટ, કાળાનાળા, ભાવનગર (સૌરાષ્ટ્ર) તૃતીય મુદ્રણઃ ૧૯૯૫, પુનર્મુદ્રણ : નવેમ્બર, ૨૦૦૫ પૃષ્ઠસંખ્યા : ૬+૧૩૪ નકલઃ ૫૦૦ સાચનની લહાણી નગીનદાસ વાડીલાલ પરિવાર શાંતિનગર, અમદાવાદ કિંમત: રૂ. ૧૦ ટાઇપસેટિંગઃ શારદા મુદ્રણાલય ૨૦૧, તિલકરાજ, પંચવટી પહેલી લેન, આંબાવાડી, અમદાવાદ-૩૮૦૦૦૬ ફોન : ૨૬૫૬૪૨૭૯ મુદ્રણઃ ભગવતી ઓફસેટ ૧૫-સી, બંસીધર એસ્ટેટ, બારડોલપુરા, અમદાવાદ-૪ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ તૃતીય આવૃત્તિ પ્રસંગે માનવજીવનને સુખ-શાન્તિ ને આનન્દમય બનાવવામાં જ્ઞાન અગત્યનો ભાગ ભજવે છે. એ જ્ઞાનના અભાવમાં સુખની ભરપૂર સામગ્રી વચ્ચે પણ મનુષ્ય દુઃખમય જિંદગી ગુજારે છે. જ્યારે એ જ્ઞાનની હાજરીમાં સુખનાં એવાં કોઈ સાધનોના અભાવમાં પણ પરમ સુખ-શાન્તિમય જીવન જીવે છે – આવો છે જ્ઞાનનો અજબ મહિમા. “હિતશિક્ષા-છત્રીશી' જીવનમાં જ્ઞાનનો પ્રકાશ પાથરનાર નાની પણ મૂલ્યવંતી કૃતિ છે. પંડિત પ્રવર કવિ શ્રી વિરવિજયજી મહારાજે રચેલ હિતશિક્ષા-છત્રીશી ઉપર પૂજ્ય આચાર્ય (તે વખતે મુનિશ્રી) શ્રી વિજયધર્મધુરન્ધરસૂરીશ્વરજી મહારાજે વર્ષો પહેલાં સુન્દર વિવેચન લખેલ, જે “શ્રી જૈન ધર્મપ્રકાશ' માસિકમાં ક્રમશઃ ૨૮ લેખાંકોમાં પ્રકાશિત થયેલ અને તે પછી તેને શા. અન્નાજી તથા કેસાજીના સ્મરણાર્થે શા. સોનમલ અત્રાજીએ પોતાના પુત્ર હુકમીચન્દજીના જીવનમાં સંસ્કારની અભિવૃદ્ધિ થાય તેવી મંગલ કામનાથી હિન્દી ટાઈપમાં વિ. સં. ૨૦૧૫માં પુસ્તકરૂપે પ્રકાશિત કરેલ. વિ. સં. ૨૦૪૯માં – પરમ પૂજ્ય સૌમ્યમૂર્તિ આચાર્ય મહારાજ શ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજ, શ્રી પૂજ્ય આચાર્ય શ્રી વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મશ્રી તથા પૂજ્ય પંન્યાસ શ્રી પ્રદ્યુમ્નવિજયજી મહારાજ આદિના ભાવનગર ચાતુર્માસ દરમ્યાન આ પુસ્તકના પ્રકાશન માટે પ્રેરણા મળતાં શ્રી વૃદ્ધિનેમિઅમૃત-ગ્રંથાંક ૩૫ તરીકે પ્રકાશિત થયેલ આ પુસ્તકને પુનઃ પ્રકાશિત કરી વાચકોના કરકમલમાં મૂકતાં અમે અપાર આનંદ અનુભવીએ છીએ. વિ. સં. ૨૦૫૦ આષાઢી પૂનમ - શ્રી જૈન સાહિત્યવર્ધક સભા For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય (આવૃત્તિ પહેલી) આ “હિતશિક્ષા છત્રીશી'નો પ્રચાર ખૂબ થાય એવી ઈચ્છા તેના વાચનમાત્રથી સહૃદયના હૃદયમાં ઉદ્ભવ્યા વગર ન રહે એ નિશ્ચિત છે. આમાં કાવ્યનું તત્ત્વ ગેયતા છે તે સાથે તેમાં કહેલી હિતશિક્ષાઓ એક-એકથી ચડિયાતી છે. આ છત્રીશી ઉપર વિવેચન પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયધર્મધુરન્ધરસૂરીશ્વરજી મહારાજે લખ્યું અને તે ક્રમશઃ ૨૮ લેખાંકોમાં “શ્રી જૈન ધર્મપ્રકાશમાં છપાયું. તેમાં યોગ્ય સુધારાવધારા સાથે પુસ્તકરૂપે અમે પ્રકટ કરીએ છીએ. યોગ્ય પ્રસાર પામીને હિતવૃદ્ધિ કરે એવી ઇચ્છા સાથે વિરમીએ છીએ. – પ્રકાશક પુનર્મુદ્રણ પ્રસંગે * લગભગ ચાલીસ વર્ષ પહેલાં લખાયેલું હિતશિક્ષા છત્રીશીનું વિવરણ વિ.સં. ૨૦૧૫માં પહેલીવાર પુસ્તકાકારે પ્રકાશિત થયું તે પછી વર્ષો વીત્યા બાદ તેની એ જ શૈલીમાં (બાળબોધ લિપિ અને ગુજરાતી ભાષા) બીજીવાર પ્રકાશિત થયું. તે પછી ગયા વર્ષે તાજેતરમાં જે ગુજરાતી લિપિમાં પ્રકાશન થયું તેને ગુજરાતના શ્રી સંઘે ખૂબ ઉમળકાથી વધાવ્યું. એ હજાર નકલ તો ચપટી વગાડતાં જ ઊપડી ગઈ અને તેની સતત માંગ ચાલુ રહી તેથી આ તેનું પુનર્મુદ્રણ પ્રકાશિત થાય છે. આનાથી એ ફલિત થાય છે કે વાચનની રસરુચિ તો છે જ પણ તેને આવું હળવું, પોષક અને સુપાચ્ય જોઈએ છે. અંતે આમાં કથિત હિતશિક્ષાને જીવનમાં ઉતારી સર્વ જીવો સુખી થાઓ. વિ. સં. ૨૦૫ર – પ્રકાશક - પુનઃ પુનશે – For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ સ્મૃતિ સરોવરની પાળેથી... ચિ. જીનલનું સ્મરણ મનમાં સતત ઝબકતું રહ્યું છે. સંસારમાં ઋણાનુબંધથી સ્વજન જેવા સંબંધથી બંધાવાનું થાય છે. એ જ સંબંધ ચિ. જીનલ અમારો પુત્ર હતો. થોડા જ સમયમાં ઉત્તમ સંસ્કારોની સુવાસથી પરિવારને મહેકતું બનાવ્યું હતું અને અમારાં હૈયાંમાં નવી નવી આશાઓ જન્માવી હતી. મરાઠીભાષામાં એક એવી કહેવત છે કે सहाण माणुस लाभत नहीं। (સારા માણસો ઝાઝું જીવતાં નથી.) એવું જ અમારા જીનલની બાબતમાં બન્યું. આજે પણ તેનાં સ્મરણોથી ભીનાં ભીનાં અમે જ્ઞાનભક્તિમાં નાના-મોટા લાભ લઈએ છીએ. એ જ રીતે આ સંસ્કારપોષક પુસ્તકમાં લાભ લીધો છે. અને આ સુકૃતનો લાભ તેને પહોંચે તેથી તે પ્રભુશાસનને પામે. તેને તે ગમે, ખૂબ ગમે તેવી ભાવના સાથે – માતા મનીષાબહેન પિતા ભરતભાઈ નગીનદાસ વાડીલાલ પરિવાર શાંતિનગર, અમદાવાદ For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ || ઓંહીં અહં નમઃ || પંડિતપ્રવર-કવિવર્ય-શ્રીવીરવિજયજી મહારાજકૃત હિતશિક્ષા-છત્રીશી [વિવરણ સહિત] પં. વીરવિજયજી મહારાજની કવિત્વશક્તિનો પરિચય અનેક ક્ષેત્રમાં મળે છે. ચૈત્યવંદન, સ્તવન, સજ્ઝાય, સ્તુતિ, રાસ, પૂજા વગેરે સર્વમાં તેમનો રસ-પ્રવાહ અસ્ખલિત વહ્યો છે, પણ તે સર્વ – ધર્મની ઉચ્ચ કક્ષાની કૃતિઓ હોવાને લીધે – સર્વભોગ્ય થઈ શકે તેવું નથી. જ્યારે પ્રસ્તુત હિતશિક્ષાછત્રીશી’ એ તેમની એવી કૃતિ છે કે તે સર્વભોગ્ય થવામાં કોઈ પણ પ્રકારે અયોગ્ય નથી. આ છત્રીશી' છે એટલે આ કૃતિમાં ૩૬ કડીઓ છે. તેમાં પ્રથમ ૧૮ કડીમાં પુરુષને શિખામણ છે, પછી આઠ કડીમાં સ્ત્રીઓને શિખામણ છે અને પછી દશ કડીમાં સ્ત્રી-પુરુષ બન્નેને શિખામણ આપી છે. સાચી શિખામણ દેનારા દુર્લભ છે. સાચી શિખામણ કોઈ કોઈ પ્રસંગે એવો લાભ આપનારી થાય છે કે જેનું મૂલ્ય આંકી ન શકાય. એનો અનુભવ ત્યારે જ થાય કે જ્યારે એવો પ્રસંગ મળે અને શિખામણ મળી ન હોય. એવા પ્રસંગે જેને હિતશિક્ષા નથી મળી એવા માણસો કેવા છબરડા વાળે છે એ સમજાવવું આ સમયમાં મુશ્કેલ નથી. વારંવાર વાંચી-વિચારીને હૃદયમાં ધા૨ણ કરવા યોગ્ય આ હિતશિક્ષાઓ છે. એ માટે સર્વપ્રથમ કર્તા એ શિખામણ આપે છે કે - For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ હિતશિક્ષા હે સજ્જન નર અને નારી! સારી હિતશિખામણ તમે સાંભળજો. કોઈ શિખામણ આપે ત્યારે તેના ઉપર રીસ ન કરતાં. શિખામણ દેનારા ઉપર રીસ કરનાર પોતાનું ભાગ્ય પરવારી બેસે છે. કવિ આ વાત નીચે પ્રમાણે કવિતામાં જણાવે છે. સાંભળજો સજ્જન નર-નારી, હિતશિખામણ સારીજી; રીસ કરે દેતાં શિખામણ, ભાગ્યદશા પરવારી – સુણજો સજજન રે, લોકવિરુદ્ધ નિવાર; સુ. જગત વડો વ્યવહારઃ સુ. I 1 I આ પ્રથમ કડીમાં ત્રણ શિખામણો છે. (૧) શિખામણ દેનાર ઉપર રીસ કરનારનું ભાગ્ય ઘટે છે. (૨) લોકવિરુદ્ધ આચરણ કરવું નહિ. * (૩) વિશ્વમાં વ્યવહાર એ પ્રધાન છે. [૧] • જ્યારે કોઈ શિખામણ આપે ત્યારે તેના ઉપર રીસ કરવી એ ઘણું જ અનુચિત છે. અહીં શિખામણ આપનાર વ્યક્તિ તરીકે હિતબુદ્ધિ ધરાવનાર અધિકારવાળી વ્યક્તિ લેવાની છે. જ્યારે એવી વ્યક્તિઓ ઉપર રીસ કરવામાં આવે છે ત્યારે તેમનો સદ્ભાવ ઘટી જાય છે. બે-ચાર વખત એવા પ્રસંગો બન્યા પછી હિતસ્વીજનો શિખામણ આપવાનું છોડી દે છે, એટલે રીસ કરનાર ભૂલોનો ભોગ બનીને ભાગ્ય પરવારી બેસે છે. કિરાત મહાકાવ્યમાં ભારવિએ પણ કહ્યું છે કે – જે રાજા પણ હિતસ્વીના હિતવચનને સાંભળતો નથી તે દુષ્ટ રાજા છે. હિતાત્ર ય સંશશુને સ કિંપ્રભુઃ ' શિખામણ દેનારા ઉપર રીસ કરનારા કેવા હોય છે, તે હકીકત નીચેના એક દૃષ્યન્તમાં સુંદર રીતે ગૂંથાઈ છે. એક શેઠ હતા. તેમને એકનો એક પુત્ર – પૂરો તોફાની અને વક્ર હતો. શેઠ તેને કોઈ પણ હિત-શિખામણ આપે ત્યારે સામે તે દશ શિખામણો For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ છત્રીશી: ૧ સંભળાવે. શેઠ તેને કહે – “ભાઈ! મોટાની સામે જવાબ ન દેવાય.” ભાઈએ આ શિખામણ બરાબર મનમાં ઠસાવી લીધી અને વિચાર કર્યો કે – એક વખત આ બધાંને બરાબર આ શિખામણ આચરી બતાવું. એક વખત બધાં બહાર ગયાં હતાં ત્યારે આ ભાઈ એકલા ઘરમાં હતા. બારીબારણાં બંધ કરીને ભાઈ ઘરમાં બેઠા. બધાં બહારથી આવ્યાં એટલે બારણાં ઉઘાડવા માટે ખૂબ બૂમો પાડી – પણ અંદરથી કાંઈપણ ઉત્તર ન મળે. છેવટે શેઠ બારીએથી ઘરમાં ગયા ત્યારે ભાઈ ઓરડામાં બેઠા બેઠા ખડખડ હસે. શેઠે કહ્યું કે – અમે કેટલી બૂમો પાડી છતાં તેં જવાબ કેમ ન આપ્યો? ત્યારે તેણે કહ્યું કે - તમે જ નહોતું કહ્યું કે મોટની સામે જવાબ ન દેવાય. આવી પ્રકૃતિવાળા આત્માઓનું હિત થતું નથી. એવા આત્માઓ શિખામણ આપનારને શિખામણ દેવા તૈયાર થાય છે, અને ઊલટું કહે છેઃ તમે જ શિખામણ લ્યો તો સારું. આવું કહેનારાનો અત્યારે તૂટો નથી. હિત કહ્યું સુણે ન કંઈ તે બધિર સરખો જાણવો.” એ કરતાં પણ આ શિખામણ આગળ વધે છે. પોતાનું હિત ઇચ્છનારે શિખામણ સાંભળતાં અને આચરણમાં ઉતારતાં શીખવું જરૂરી છે. [] લોકવિરુદ્ધ આચરણ ન કરવું એ શિખામણ જરા સૂક્ષ્મ બુદ્ધિથી સમજવા જેવી છે. સંસારમાં રહેલા આત્માઓ જે જે આચરણ કરે છે તેના મુખ્યત્વે બે વિભાગ પડે છેઃ પહેલું લૌકિક આચરણ અને બીજું લોકોત્તર આચરણ. લૌકિક આચરણ કરતાં હંમેશાં લોકોત્તર આચરણ જુદા પ્રકારનું અને વિરોધી હોય છે. પણ તે વિરોધ સામાન્ય અને સનાતન છે. લોકવિરુદ્ધ નિવાર એ શિખામણથી લોકોત્તર આચરણ છોડી દેવાનું નથી. જો એ પ્રમાણે લોકોત્તર આચરણને છોડી દેવાય તો શિખામણનો અનર્થ થાય. લોગવિરુદ્ધચ્ચાઓ': એ શ્રી જયવયરાય સૂત્રમાં આવતા પદનો પણ આશય આ છે. લૌકિક આચરણના બે ભેદ છે, એક લોકમાં અવિરુદ્ધ અને બીજું લોક-વિરુદ્ધ. એમાં જે લોક-વિરુદ્ધ આચરણ છે, તેનો ત્યાગ કરવો. લોકવિરુદ્ધ આચરણ કરવાથી લોકોથી અપ્રીતિના ભોગ બનવું પડે છે ને તે રીતે સ્વાર્થ અને પરમાર્થ બન્નેને ધક્કો પહોંચે છે. લોકમાં રહેનારે આ લક્ષ્યમાં રાખવા જેવું છે. લોકમાં રહેવું છે, સારેમાઠે પ્રસંગે તેનો લાભ લેવો છે ને For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ હિતશિક્ષા તેનાથી વિરુદ્ધ વર્તવું છે, એ કેમ બને? તે દહાડે લોકો વિરુદ્ધ થાય ત્યારે ઘણું શોષવું પડે. લોક-બળ મહાનું બળ છે. છેવટે તે બળ પાસે ધનબળવાળાને કે બુદ્ધિબળવાળાને નમતું જોખવું પડે છે. લોક-વિરુદ્ધ આચરણ નહિ કરનાર પ્રત્યે લોકોની ભાવના હંમેશાં સારી રહે છે. નીતિકારોએ તો આગળ વધીને એટલે સુધી કહ્યું છે કે – યદ્યપિ શુદ્ધ લોકવિરુદ્ધ, નાચરણીય નાદરણીયમ્.” જગતમાં વ્યવહાર એ વડો છે, મુખ્ય છેઃ વ્યવહારને અનુસરવામાં ન આવે તો જગતની વ્યવસ્થા તૂટી પડે. વિશ્વની ઉન્નતિ અને અવનતિનો આધાર સુંદર વ્યવસ્થા અને અવ્યવસ્થા ઉપર છે. દોરાએલી સુંદર વ્યવસ્થાને સ્થિર રાખવાની યોજના એ વ્યવહાર છે. અવ્યવસ્થિત ચિત્તવાળાઓને વ્યવહારનું અનુસરણ કરવું અકારું લાગે છે, પણ તેથી એકંદર ગેરલાભ જ થાય છે. વ્યવહારનાં બંધનોને બંધન સમજીને તોડનારા શક્તિસંપન્ન આત્માઓ વિશ્વને સ્વચ્છેદને માર્ગે દોરી જાય છે. પરિણામે દુઃખદ એ સ્વછંદનો સ્વાદ ચાખ્યા પછી પરિણામે સુખદ વ્યવહારના બંધનમાં રહેવું ભારે પડે છે. કેટલાક શુભ વ્યવહારોમાં પણ માનવસહજ ભૂલોનું મિશ્રણ થવાને કારણે શુદ્ધીકરણ જરૂરી હોય છે, પણ તે શુદ્ધીકરણ કરવાને બદલે તે તે વ્યવહારોને જ મૂળમાંથી ઉખેડી નાખવાની ઝુંબેશ ખૂબ જ ખતરનાક નીવડે છે. જેનાં મૂળ ઘણાં જ ઊંડાં છે એવા વ્યવહારોનો સદંતર વિલોપ કરવા માટે કરવામાં આવતા પ્રયાસોનું ફળ જનતામાં મતભેદ જન્માવીને સંઘર્ષ કરાવવા ઉપરાંત વિશેષ હોતું નથી. જનતાને કડક વ્યવહારપાલનમાં પણ શિસ્તબદ્ધ કરવી અને તે તે વ્યવહારોમાં આવતી અશુદ્ધિઓનું પરિમાર્જન કરી તેને વિશુદ્ધ કરવી તેમાં આયાસ ઓછો છે અને લાભ મહાનું છે. કવિએ પોતે પણ આ શિખામણને ગોત્રકર્મની છઠ્ઠી પૂજાના દુહામાં અર્થાતરન્યાસરૂપે એટલે કોઈ પણ પ્રસંગને પુષ્ટ કરતાં સામાન્ય વચન તરીકે ગૂંથી છે. તે આ પ્રમાણે – નીચ કુલોદય જિનમતિ, દૂરથકી દરબાર; તુજ મુખ દર્શન દેખતાં, લોક વડો વ્યવહાર. ૧ જીવનમાં સારા સંસ્કારો અને ખરાબ સંસ્કારો સારા-નરસા માણસોના સંસર્ગથી આવે છે. તેમાં પણ સારા માણસોના સંસર્ગમાં રહેવા છતાં સારા For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ છત્રીશી: ૨ સંસ્કારો આવતાં જેટલી વાર લાગે છે તે કરતાં ખરાબ માણસોના સંસર્ગથી ખરાબ સંસ્કારો આવતાં ઘણી જ ઓછી વાર લાગે છે, એટલે ખરાબ સંસર્ગ ન કરવો એ અતિ જરૂરી છે. અહીં છત્રીશીકાર એવા સાતનો સંસર્ગ ન કરવા કહે છે. મૂરખ બાલક જાચક વ્યસની, કારુ ને વળી નારુજી; જો સંસારે સદા સુખ વછો તો, ચોરની સંગત વારુ. ૨ સુણજો સજ્જન રે. આ કડીમાં એક રીતે એક શિખામણ છે અને બીજી રીતે સાત શિખામણો છે. મૂર્ખ, બાળ, યાચક, વ્યસની, કારુ શિલ્પી), નારુ (વસવાયા) અને ચોર, એ સાતની સંગત ન કરવી – એમ એક શિખામણ છે. અને ૧-મૂર્ખની સંગત ન કરવી. ર-બાળકની સંગત ન કરવી. એ પ્રમાણે દરેકને છૂટા પાડીએ તો સાત શિખામણો થાય છે. અહીં સાત શિખામણો ગણીને સમજાવવામાં આવે છે. [૪] મૂર્ખની સંગત ન કરવી – મૂર્ખની સંગત કરવાથી બુદ્ધિ ઘટે છે. બુદ્ધિના ઘટવા-વધવા માટે કહ્યું છે કે – “મતિસુ હીયતે તાતા હીનૈઃ સહ સમાગમા ! . સમૈશ સમતામતિ, વિશિષ્ટ વિશિષ્ટતામુ I” હે તાત! ભાઈ! હીન માણસો સાથે સમાગમ કરવાથી મતિ-બુદ્ધિ ઘટે છે – હલકી થાય છે, સરસા સાથેની સોબતથી હોય એવી ને એવી જ રહે છે અને વિશિષ્ટ માણસોના સંગથી વિશિષ્ટ બને છે. મૂર્ખ માણસો ગમે તેટલું કરીએ તો પણ જોઈએ તેવા સુધરતા નથી, એમની એવી – ખેદજનક પ્રવૃત્તિઓ અટકાવી અટકી શકતી નથી, એટલે જ છેવટે નીતિકારોને કહેવું પડ્યું કે “મૂર્ખજીંદાનુરોધેન મૂર્ખને રાજી રાખવા માટે તે જેમ કરે તેમ કરવા દેવું, એટલે તેના સંસર્ગથી યથાછંદ પ્રવૃત્તિઓના For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ હિતશિક્ષા સંસ્કાર પડવાનો સંભવ છે. માટે મૂર્ખ માણસોનો સંગ ન કરવો. બાલક સાથે સંગ ન કરવો – બાલકની સાથે સંગ કરવાથી ઉપરના કેટલાક દોષો તો આવે છે, સાથે વધારામાં બાળચેષ્ટાઓ પણ આવે છે. કેટલાક શિક્ષકોમાં પંતુજીપણું કે વેવલાપણું જ જોવામાં આવે છે, તે બાળકો સાથેના સતત સંસર્ગનું પરિણામ છે. બાળકો સાથેના સંસર્ગથી કેટલીક અનિચ્છનીય ચેઓ ઘર કરી જાય છે અને તેથી છતી શક્તિએ માણસ આગળ વધી શકતો નથી. પ્રગતિ અને વિકાસ ઈચ્છનારે ખાસ કરીને બાળકોના સંસર્ગથી દૂર રહેવું. [૬] યાચકની સોબત ન કરવી – યાચકોની આજીવિકા ભિક્ષા છે. ભિક્ષા માગવી એ ગૃહસ્થાશ્રમનું મોટામાં મોટું દૂષણ છે. ગૃહસ્થ ભિક્ષા આપનાર હોય; નહિ કે લેનાર. ગૃહસ્થનું સત્ત્વ ચૂસનાર પ્રબલમાં પ્રબલ કોઈ હોય તો તે ભિક્ષા છે. વાચકના સંસર્ગથી ગૃહસ્થ એ ભાન ભૂલી જાય છે ને તેનામાં તે દહાડે યાચકવૃત્તિ જાગે છે. માટે યાચકની સોબત ન કરવી. [૭] વ્યસની સાથે સંગ કરવો નહિ – વ્યસની સાથેના સંસર્ગથી વ્યસનો ભેટ મળે છે. વિશ્વમાં વ્યસનોનું સામ્રાજ્ય જે ફેલાવ્યું છે તેમાં મુખ્ય કારણ કોઈ હોય તો તે વ્યસનીનો સંગ છે. વ્યસનાધીન સર્વ દુઃખ છે. દુઃખી થવા ન ઈચ્છનારે સત્વર વ્યસનીનો સંગ છોડી દેવો જરૂરી છે. [૮] કારુનો સંસર્ગ ન કરવો – કારુનો અર્થ શિલ્પી થાય છે. શિલ્પી એટલે કારીગર. તેના સંસર્ગથી વ્યવહારુ બુદ્ધિ ઘટે છે. કારીગરો મોટે ભાગે અવ્યવહારુ હોય છે. અમુક આદતો અને આળસ કારીગરના સહચારી છે એટલે તેના સંસર્ગથી તે પણ આવે છે. For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ છત્રીશી: ૩ કારીગરમાં કળા હોય છે, પણ તે તે કળાનો પૂજક નથી હોતો પણ વેચનાર હોય છે. કળાનું વેચાણ એ આદરણીય તો નથી જ. તેના સંસર્ગથી કળાનું વેચાણ અનાદરણીય છે એ ભાવનાને ધક્કો પહોંચે છે, માટે શિલ્પીનો સંસર્ગ ન કરવો. નારુની સોબત ન કરવી – નાર – વસવાયા. એ હલકી જાતના માણસો છે, તેની સોબતથી હલકા સંસ્કારો આવે છે. માટે નાની સોબત ન કરવી. કારુ પાંચ અને નારુ નવ એમ સર્વ મળી ૧૪ છે. [૧૦]. ચોરનો સંગ ન કરવો – ચોરનો સંગ કરવાથી લાભ શું? અને ગેરલાભ શું? એ સ્પષ્ટ સમજાય એવું છે. ચોરી કર્યા વગર પણ ચોરની પદવી ચોર સાથે સંગ કરવાથી મળી જાય છે. માટે એના સંગથી દૂર રહેવું. આ સાતેના સંસર્ગથી પારમાર્થિક નુકસાન તો છે જ, પણ સંસારમાં સુખી થવું હોય તો પણ આ સાતનો સંસર્ગ વર્જવો. સંસર્ગ અને પ્રયોજન હોય ત્યારે કામ પાડવું એ ભિન્ન છે. જેમાં અરસ- પરસ એકતા જામતી જાય છે તેને સંસર્ગ કહેવામાં આવે છે. એવો સંસર્ગ ન કરવાનું અહીં જણાવ્યું છે. ઉપરની કડીમાં સંગ કોનો ન કરવો એ જણાવ્યું, હવે વેપાર આદિ કારણવશ કોઈ કોઈના સમાગમમાં આવવું પડે છે – તેમાં પણ એવાં કારણો હોય છતાં અમુકના પરિચયમાં ન આવવું એ શિખામણ ત્રીજી કડીમાં છે. - ૩ - વેશ્યા સાથે વણજ ન કરીએ, નીચશું નેહ ન ધરીએ જી; ખાંપણ આવે ઘર ધન જાવે, જીવિતને પરહરીએ. ૩. સુણજો સજ્જન રે. For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ હિતશિક્ષા વેશ્યા સાથે વેપાર ન કરવો, નીચ માણસની સાથે સ્નેહ ન કરવો. એથી ખાંપણ આવે, ઘરનું ધન જાય અને કોક વખત જીવન પણ જોખમમાં મુકાય. (૧) વેશ્યા સાથે વેપાર કરવો નહિ. (૨) નીચ માણસ સાથે સ્નેહ કરવો નહિ. એ બે શિખામણો આ કડીમાં છે. [૧૧-૧૨] વેપારને કારણે પણ વેશ્યા સાથેનો સંસર્ગ વધતાં પરિણામ સારું આવતું નથી. લસણનો વેપાર કરનાર જેમ તેની દુર્ગધથી બચી શકતો નથી, તેમ વારાંગના સાથે વેપાર કરનાર પણ કેટલાક દોષોથી બચી શકતો નથી. સ્નેહ કરવો તો સારા માણસ સાથે કરવો, પણ નીચની સાથે સ્નેહ ન કરવો. એ સ્નેહ હંમેશાં એકપાક્ષિક બની રહે છે. જો તમે સજ્જન હો તો એવા સ્નેહનાં કપરાં પરિણામ તમારે ભોગવવાનાં રહે છે. નહિ તો તમારે નીચની સામે નીચ બનવું અનિવાર્ય છે. આ બન્ને શિખામણોને નહિ આદરનારને થતા ગેરલાભો શિક્ષાકારે આ પ્રમાણે જણાવ્યા છે – (૧) ખાંપણ આવે, અર્થાત્ એબ લાગે, વેશ્યા સાથેના વેપારીને અને નીચ સાથે સ્નેહ રાખનારને એબ લાગતાં વાર લાગતી નથી. (૨) પોતાનું ધન જાય. સામા બન્ને ધન રાખીને અમુક પ્રકારની વાત કરે એટલે આપેલું કે પોતાનું વાજબી નીકળતું ધન પાછું આવવાનો કોઈ માર્ગ નથી. અને જો એ માટે કાંઈ કડક પ્રયત્ન કરવામાં આવે તો (૩) જીવન જોખમમાં મુકાય. માટે આ બન્ને શિક્ષાઓનો અમલ વ્યવહારમાં વસતા માણસો માટે ખાસ જરૂરી ચોથી કડીમાં છત્રીશીકાર ૫ શિખામણો આ પ્રમાણે આપે છે – કામ વિના પર ઘર નવિ જઈએ, આળ-જાળ ન દીજે જી; બળિયા સાથે બાથ ન ભરીએ. કુટુંબ કલહ નવિ કીજે ૪ સુણજો સજ્જન રે. For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ છત્રીશી : ૪ (૧) કામ વગર પારકે ઘેર જવું નહિ. (૨) કોઈ ઉપર આળ ચડાવવું નહિ. (૩) કોઈને ગાળ દેવી નહિ. (૪) બળવાન સાથે બાઝવું નહિ. (૫) કુટુંબ-કલેશ કરવો નહિ. આ પાંચે શિખામણો સ્પષ્ટ છે. કવિએ એ શિખામણોથી થતા લાભ અને શિખામણને નહિ અનુસરનારને થતા ગેરલાભ જણાવ્યા નથી, કારણ કે એ લાભ ને ગેરલાભ સાધારણ રીતે જાણી શકાય એમ છે. ૯ [૧૩] કામ વગર પારકે ઘેર જવું નહિ – કામ વગર કોઈ બીજાને ઘે૨ જવાથી ગૌરવ ઘટે છે. જીવનમાં ગૌરવ એ પ્રધાન છે. ગૌ૨વ વગરનો માણસ કોઈ પણ વિશિષ્ટ કાર્ય સાધી શકતો નથી. વગરકામે કોઈને ત્યાં એમ ને એમ જના૨ ઉપ૨ ત્યાંના માણસોને શંકા આવે છે. કોઈ તેને પૂછે – કે ભાઈ! કેમ આવ્યા છો?” ત્યારે તે કહે કે કાંઈ નહિ, એમ ને એમ અમસ્તો જ આવ્યો છું.’ આ ઉત્તર તેના વ્યક્તિત્વને એકદમ ઘટાડે છે. તે દહાડે આવા માણસો બેકાર-નિરર્થક આંટા મારનારા અથવા ચોરમાં ગણાવા લાગે છે; માટે કામ વગર પારકે ઘેર જવું નહિ. [૧૪] કોઈ ઉપર આળ ચડાવવું નહિ – કોઈના ઉપર ખોટું કલંક ચડાવવું તેને આળ ચડાવ્યું કહેવાય છે. એવું આળ ચડાવવાથી ક્લિષ્ટકર્મનો બંધ પડે છે. જેને આળ દઈએ છીએ તેને ઘણું સહન કરવું પડે છે. તેની સાથે વેર બંધાય છે અને તે વેરનાં માઠાં ફળ અહીં પણ ભોગવવાં પડે છે. કોઈની સાચી પણ ખોટી (ખરાબ) વાત અન્યને કહેવાથી એકંદર હાનિ થાય છે, તો ખોટી ઉપજાવીને કહેવાથી લાભ ન જ થાય એ દેખીતું છે. કેટલીક આળ એવી હોય છે કે જેમાં સામાના જીવનું જોખમ હોય છે. આળ દેનારને તેના પરિણામનો ખ્યાલ પાછળથી આવે છે. પણ પછી શું? માટે પ્રથમથી જ એવી આળ આપવાની આદત ન પડવા દેવી એ હિતકર છે. For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૦ [૧૫] કોઈને ગાળ દેવી નહિ ગાળ એ સારી વસ્તુ નથી, એમ તો ગાળ દેનાર પણ માનતો હોય છે. કોઈને કાંઈ દઈએ તો સારી વસ્તુ દઈએ. ખરાબ વસ્તુ દેવી એ સારા માણસનું લક્ષણ નથી. આપણે બીજાને ખરાબ વસ્તુ દઈએ અને પછી આપણે સારી વસ્તુ મેળવવાની ઇચ્છા રાખીએ તો તે ઇચ્છા પૂરી ન પડે એ સ્પષ્ટ છે. ગાળ દેનારને સામા તરફથી જો તે સમર્થ હોય તો - તમાચો જ મળે એ નિર્વિવાદ છે. નીતિકાર તો ગાળ દેનારાઓને કહે - - છે કે તમે ગાળો આપો એમાં અમને કાંઈ વાંધો નથી કારણ કે તમે ગાળોવાળા છો. તમારી પાસે એ જ સંપત્તિ છે. અમારી પાસે એવી સંપત્તિ નથી, માટે અમે તમને ગાળો આપી શકીશું નહિ.’ વિશ્વમાં એ પ્રસિદ્ધ છે કે જેની પાસે જે હોય તે આપે, *ન હોય તે ક્યાંથી આપે? સસલાનું શીંગડું કોઈ કોઈને આપતું નથી. માટે કોઈને પણ ગાળ આપવી એ સારું નથી. હિતશિક્ષા [૧૬] બળવાન સાથે બાઝવું નહિ – પોતાનાથી સામો બળવાન હોય ને તેની સાથે લડીએ તો છેવટે હારીએ અને માર ખાઈએ, માટે બળવાન સાથે બાઝવું નહિ. એક તો પોતાનાથી નિર્બળ હોય તેની સાથે પણ લડવું એ વાજબી. નથી; તો પછી બળવાન સાથે લડવું એ તો ક્યાંથી વાજબી હોય? મોટા મોટા રાજાઓ પણ પોતાનાથી બળિયા રાજાઓ સાથે લડવામાં ખલાસ થઈ જાય છે, તો બીજાને માટે કહેવું જ શું? એટલે બળવાન સાથે બાઝવું નહિ એ હિતકર છે. [૧૭] કુટુંબ-ક્લેશ કરવો નહિ – કુટુંબમાં જ્યારે ક્લેશ પેસે છે ત્યારે તે કુટુંબ ધીરે ધીરે નામશેષ થઈ જાય છે. ક્લેશનાં કડવાં ફળ કુટુંબના દરેકને ચાખવાં * દતુ દતુ ગાલીલિમન્તો ભવન્તો, વયમપિ તદભાવાત્ ગાલિદાનેસમર્થાઃ । જગતિ વિદિતમેતદ્દીયતે વિદ્યમાનં, નહિ શશકવિષાણું કોડપિ કૌં દદાતિ || ૧ || For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ છત્રીશી: ૫ પડે છે. કુટુંબ-ક્લેશથી શ્રી-સંપત્તિ નાશે છે. કુટુંબફ્લેશનું ઘેરું વાતાવરણ દુઃખનો વરસાદ વરસાવ્યા વગર શમતું નથી. એવા વાતાવરણથી કુટુંબને મુક્ત રાખવું એ સુજ્ઞની ફરજ છે. ક્લેશના વિષમ પંજામાં સપડાયેલાને બીજું કાંઈ સૂઝતું નથી. કરવાનાં કાર્યો છતી શક્તિએ તે કરી શકતો નથી. વ્યક્તિ, કુટુંબ, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વ એ સર્વની એકસરખી સ્થિતિ છે. ક્લેશમુક્ત એ પાંચે ઉન્નત બને છે અને ક્લેશવિવશ એ પાંચે અવનત બને છે. માટે જેથી અહિત થતું હોય તેથી દૂર રહેવું જોઈએ. જ્યારે વસ્તુસ્થિતિ આ છે, ત્યારે કુટુંબ-ક્લેશ કરવો એ તો ક્યાંથી સારો હોય? ન જ હોય. કેટલીક વખત સ્વાર્થની ખાતર માણસ ક્લેશ કરવા તત્પર બનતો હોય છે, પણ તેથી તો નથી તેનો સ્વાર્થ સધાતો કે નથી બીજાનો. માટે સ્વાર્થસિદ્ધિ પણ કલેશ ન કરવામાં જ સમાઈ છે, એ વાત દઢપણે મનમાં ઠસાવીને કુટુંબ-ક્લેશ કરવો નહિ, તેથી દૂર રહેવું. સ્વાર્થ અને ચારિત્ર્યને સુરક્ષિત રાખવાને સમર્થ એવી ચાર શિખામણો છત્રીશીકાર પાંચમી કડીમાં કહે છે. દુશ્મન શું પરનારી સાથે, તજીએ વાત એકાંતેજી; માત બહેન શું મારગ જાતાં, વાત ન કરીએ અને ૨ સુણજો સજ્જન રે. (૧) દુશમનની સાથે એકાંતમાં વાત કરવી નહિ. (૨) પરસ્ત્રી સાથે એકાંતમાં વાત કરવી નહિ. (૩) માતા અને બહેન સાથે માર્ગે ચાલતાં વાત કરવી નહિ. (જી માતા અને બહેન સાથે રાતે વાત કરવી નહિ – એ ચાર શિખામણો [૧૮]. દુશમનની સાથે એકાંતમાં વાત કરવી નહિ – શત્રુની સાથે એકાંતમાં કોઈ સાક્ષી રાખ્યા વગર વાત કરવાથી સ્વાર્થને નુકસાન પહોંચે છે. વાત For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ હિતશિક્ષા થઈ હોય તે કરતાં જુદો પ્રચાર જ્યારે શત્રુપક્ષ કરે છે ત્યારે કોઈ પણ સાક્ષી નહિ હોવાને કારણે સત્ય હકીકત મારી જાય છે. જો શત્રુને અંગે આપણે જૂઠો પ્રચાર આદરીએ તો અસત્યકથનનું પાપ કરવાનો નિરર્થક પ્રસંગ ઊભો થાય છે. એટલે પહેલેથી જ એકાંતમાં શત્રુની સાથે વાત કરવાનો પ્રસંગ પાડવો નહિ. [૧૯-૨-૨૧] . ' પરસ્ત્રી સાથે એકાંતમાં વાત કરવી નહિ. માતા અને બહેનની સાથે માર્ગે ચાલતાં વાત કરવી નહિ. માતા અને બહેનની સાથે રાતે વાત કરવી નહિ. આ ત્રણે શિખામણોનો સદાચાર સાથે સીધો સંબંધ છે. સ્ત્રી અને પુરુષ એ બન્નેમાં રહેલાં વિજાતીય તત્ત્વ એકાંત અને વાતચીતનો પ્રસંગ મળતાં આકર્ષણ જન્માવીને પતન કરાવે છે. જગતનો મોટો ભાગ જે પતનથી બો છે તેમાં પ્રધાન કારણ એ છે કે – એકાંત વગેરે પ્રસંગો પ્રાપ્ત થતા નથી. જેને પોતાનું શીલ બચાવવું છે, સદાચારી રહેવું છે અને સુયશ પ્રાપ્ત કરવો છે તેણે આ વાતો – આ શિખામણો હૃદયમાં કોતરી રાખવી જરૂરી છે. આ શિખામણોને અનુરૂપ કેટલીક પ્રચલિત કથાઓ મનનીય છે, તે ટૂંકમાં આ પ્રમાણે છે – મહર્ષિ વ્યાસ જનતાને મહાભારત અને પુરાણો સમજાવતા હતા. એકદા તેમના જ શિષ્ય પ્રખર વિદ્વાન તથા ઓજસ્વી જૈમિનિ તેમને મળવા આવ્યા. તે સમયે નીચેના શ્લોકનું વિવરણ વ્યાસજી કરતા હતા “માત્રા સ્વગ્રા દુહિત્રા વા, ન વિવિક્તાસનો વ્રજે; બલવાનિન્દ્રિયગ્રામો વિદ્રાંસમપિ કષતિ I 1 I” માતા, બહેન કે પુત્રી સાથે એકાંતમાં જવું નહિ. ઇન્દ્રિયોનો સમૂહ બળવાન છે. તે વિદ્વાનને પણ પાડી દે છે - ખેંચી લે છે. આ શ્લોક અને તેનું વિવરણ સાંભળીને જૈમિનિએ વાંધો ઉઠાવ્યો ને કહ્યું કે – “આ શ્લોક ઘણો જ સરસ છે, પણ તેમાં વિદ્વાનને પણ “વિક્રાંસમપિ” એ યથાર્થ નથી. જે ઇન્દ્રિયોને અધીન બની જાય છે તે વિદ્વાન ન કહેવાય, અને જે વિદ્વાન હોય તે ગમે તેવા સંયોગોમાં પણ ઇન્દ્રિયોને વશ બને નહિ.” જૈમિનિની આ દલીલ તરત ગળે ઊતરી જાય એવી હતી, પણ વ્યાસજી જમાનાના ખાધેલ For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ છત્રીશી: ૫ ૧૩ હતા. તેઓએ કહ્યું, ‘તમારી વાત કદાચ સાચી હશે. આપણે એ પદ આ શ્લોકમાં સુધારી લઈશું, પણ થોડો સમય રાહ જોવી પડશે.” ઘણીએ વખત અનુભવીઓનાં વચનો બિન-અનુભવીઓ અનુભવ કર્યા વગર સ્વીકારી શકતા નથી. કામ પતાવીને જૈમિનિ પોતાને આશ્રમે આવ્યા. નદીને કાંઠે શાંત અને રમ્ય વાતાવરણમાં જેમિનિનો આશ્રમ હતો. અનેક વિદ્યાર્થીઓ મીમાંસાનું અધ્યયન કરતા હતા. બ્રહ્મચર્યાશ્રમનું સુવ્યવસ્થિત પાલન થાય અને વિદ્યામાં જરા પણ ક્ષતિ ન પહોંચે એવી સુંદર વ્યવસ્થા હતી. ભૂલેચૂકે પણ સ્ત્રીઓ ત્યાં આવી શકતી નહિ. ચોમાસાની ઋતુમાં એક દિવસ આશ્રમની નજીકમાં એક સ્ત્રી કરુણ સ્વરે રોતી હતી. રાત્રિનો પ્રારંભ થઈ ચૂક્યો હતો. વેદપાઠ કરતા વિદ્યાર્થીઓના ઘોષમાં મિશ્રિત થઈને ઘેરો બનતો એ રુદનનો અવાજ જૈમિનિના સાંભળવામાં આવ્યો. તેમણે એક વિદ્યાર્થીને મોકલીને તે સ્ત્રીને ત્યાં – પોતાની પાસે બોલાવી. સ્ત્રીએ પોતે ફરવા નીકળી હતી, વાદળાં ચડી આવ્યાં, ભૂલી પડી ને અહીં આવી ચડી એ હકીકત સ્વાભાવિક રીતે કહી અને રાત્રિ રહેવા માટે સ્થાનની ઇચ્છા દર્શાવી. સૂવાનાં પાગરણો આપીને એક ખાલી પડેલી ઘાસની ઝૂંપડીમાં તેણીની સૂવાની વ્યવસ્થા કરવાનું જૈમિનિએ એક શિષ્યને કહ્યું. ગુરૂઆદેશ પ્રમાણે નીચી દૃષ્ટિએ સર્વ વ્યવસ્થા બરાબર કરીને ગુરુને જણાવીને શિષ્ય પોતાના કાર્યમાં જોડાઈ ગયો. રાત્રિનો પ્રથમ પ્રહર વ્યતીત થયો. સર્વ આશ્રમવાસીઓ નિદ્રાની સોડમાં સુખ અનુભવવા લાગ્યા ત્યારે જાગતા જૈમિનિનું મન ચકડોળે ચડ્યું. ભીનાં અને નીતરતાં વસ્ત્રોમાંથી નીતરતું સ્ત્રીનું સૌદર્ય તેમની દૃષ્ટિ સમક્ષ તરવરવા લાગ્યું. તેઓ ઊઠ્યા અને આશ્રમના એકેએક વિદ્યાર્થીની તપાસ કરીને ઘાસની ઝૂંપડી પાસે આવ્યા અને બારણું ખખડાવ્યું – પણ યુવતીએ દ્વાર ઉઘાડ્યું નહિ ને કહ્યું કે ઋષિજી! આપ પધારો, મારે અહીં સર્વ સગવડ સુંદર છે.' ઋષિ પાછા ફર્યા ને વળી પાછા આવ્યા. છેવટે ત્રીજી વખત આવ્યા. બાજુના ઝાડ ઉપર ચડીને ઝૂંપડી ઉપર ઊતર્યા. ઘાસ આઘુંપાછું કરીને અંદર ઊતરવાનો માર્ગ કર્યો. પોતાનું પાથરણું નાખ્યું ને પછી પોતે ઊતર્યા. ચંદ્રમાનો સ્વચ્છ-શીતલ પ્રકાશ અંદર પડતો હતો. તેમાં જોયું તો સામે લાંબી લાંબી દાઢી ને જટાવાળા વ્યાસજીને દેખ્યા. જૈમિનિ એકદમ શરમાઈ ગયા. ભૂમિ માર્ગ આપે તો અંદર સમાઈ જાઉં એવું મનમાં થવા લાગ્યું - ત્યારે વ્યાસજીએ For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ હિતશિક્ષા કહ્યું, ક્યોં બચ્ચા! “વિક્રાંસમપિ કષતિ"કો સુધાર લેંગે? રાજા ભોજની વાત છે. એક વખત સાંજે નદીને કાંઠે ભોજરાજ ફરતા હતા ત્યારે સાથે કોઈ ન હતું. નદીમાં તરતી કરતી એક સ્ત્રી કાંઠે આવી. રાજાએ તેને બહાર કાઢી. તેના સૌંદર્ય ઉપર રાજા મુગ્ધ થઈ ગયો. વિહલ બનીને રાજાએ સ્ત્રીને આલિંગન કર્યું પણ તેનું ઠંડું પડી ગયેલું-નિશ્રેષ્ટ શરીર જોઈને રાજા ખૂબ જ શરમાયો. આ પ્રસંગ રાજાના મનમાં ગંભીર અસર કરી ગયો. પોતાને સમજુ માનતા એવાની આ સ્થિતિ છે, તો બીજાની શી દશા? રાજાની સભામાં સેંકડો પંડિતો રહેતા હતા. બધાને રાજાએ પૂછ્યું કે કામનો બાપ કોણ ? રાજાના મનનનું સમાધાન થાય એવો ઉત્તર કોઈ આપી શક્યું નહિ. છેવટે કાલિદાસને પૂછવું – તે પણ વિચારમાં પડી ગયો. આવતી કાલે ઉત્તર આપીશ એમ કહીને તે પોતાને ઘરે ગયો. આખો દિવસ વિચારમાં ને વિચારમાં તેને કાંઈ પણ સૂઝયું નહિ. સાંજે તેની પુત્રીએ તેને પૂછ્યું કે પિતાજી! આપ આજ વિચારમગ્ન શાથી છો? હંમેશની માફક આજ પ્રસન્નતા નથી જણાતી તેનું શું કારણ? પિતાએ પુત્રીને ભોજરાજના પ્રશ્નની વાત કહી ને પુત્રીએ તે સાંભળી. રાત્રિની શરૂઆતમાં પુત્રી પિતા પાસે આવી અને સોગઠાબાજી રમવી છે – કહીને પોતાના પિતા સાથે રમતે ચડી. રમતમાં રાત ઘણી વિતી ગઈ. યૌવનમાં પ્રવેશતી પોતાની પુત્રીના સૌંદર્યને નીરખીને કવિ વિવશ બની ગયો. પોતાની મનોવૃત્તિ તેણે નિર્લજ્જપણે જણાવી. સુજ્ઞ અને સુશીલ પુત્રીએ આ આવી' – કહીને દીપક બુઝાવી નાખ્યો અને કવિની રખાત તરીકે રહેતી દાસીને અનુરૂપ વસ્ત્રો પહેરાવીને મોકલી આપી. સવાર પડી ત્યારે પોતાના દુષ્કૃત્ય પ્રત્યે કવિને ખૂબ જ નફરત થઈ. પોતાને હવે જીવવું નકામું છે, એમ માની તે આત્મઘાત કરવા તત્પર બન્યો. તેને તેમ કરતો અટકાવીને પુત્રીએ વાતનો ભેદ ખોલી દીધો અને કવિને રાજાના પ્રશ્નનો ઉત્તર પણ તેમાંથી સમજાઈ ગયો. રાજસભામાં જઈને કાલિદાસે ઉત્તર કહ્યો કે – “કામનો બાપ એકાંત એ ઉત્તર રાજાને બરાબર પચી ગયો અને તેના મનનું સમાધાન થઈ ગયું. એકાંત મળતાં વિવશ માણસ માતા, બહેન કે પુત્રીનું ભાન ભૂલી જાય For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ છત્રીશી: ૬ છે. અતિ વિવશતા કોઈ પ્રસંગે અતિશય અકાર્યમાં પ્રવૃત્તિ કરાવી દે છે કે જેનાં કટુ પરિણામો ઘણાં જ ભયંકર સહેવાં પડે છે. માટે એવા પ્રસંગો જ ન મળે એ પ્રમાણે રહેવું હિતાવહ છે. પાણી પહેલાં પાળ બાંધનારો ડાહ્યો છે. આવી વાતોના અખતરા ન હોય. કોઈ પોતાને ખૂબ જ અચલ સમજતો હોય તો પણ પ્રસંગે તેને તેનું મન છેતરી જાય છે. આવા પ્રસંગોમાં પડી ગયા પછી લાગેલું કલંક જીવનભર સાલે છે. ઉપરની કથાઓ જેવી અનેક વાતો છે. તેમાંથી એકાંત, રાત્રિ, સ્ત્રી વગેરેનો સમાગમ શીલનો કેવો વિઘાતક છે, એ હકીકત સ્પષ્ટ ઊપસી આવે છે. એથી સાવધ રહેનાર બચી જાય છે – ખરેખર બચી જાય છે. વ્યવહાર એ અતિ વિષમ છે. વ્યવહારમાં કુશલતા પ્રાપ્ત કરાવનારું શાસ્ત્ર નીતિશાસ્ત્ર કહેવાય છે. નીતિશાસ્ત્રના રચયિતાનું મુખ્ય નામ બૃહસ્પતિ છે. તે કહે છે કે – “કોઈનો પણ વિશ્વાસ કરવો નહિ.” “બૃહસ્પતેરવિશ્વાસ એ તેના શાસ્ત્રનો સાર છે. એટલે નીતિશાસ્ત્ર કહે છે કે – કોઈનો વિશ્વાસ ન કરવો. પણ વ્યવહારમાં એમ ચાલતું નથી. વિશ્વાસ રાખવો પડે છે. એકબીજા ઉપર વિશ્વાસ મૂકવામાં ન આવે તો વ્યવહાર અટકી પડે છે, છતાં અમુક વ્યક્તિઓનો તો વિશ્વાસ કરવો જ નહિ, એ વાત શિક્ષાકાર અહીં જણાવે છે. ' એ જ પ્રમાણે જગતનાં લોકો બધું પચાવી શકે છે પણ ખાનગી વાત પચાવવી બહુ મુશ્કેલ છે. પછી તે ખાનગી વાત પોતાની હોય કે પરની. ગુહ્ય ને ગુપ્ત વાત બીજાને કર્યા વગર ચાલતું નથી. એવી વાત કોઈને પણ ન કરનારા કોઈક વિરલા જ જડી આવે છે. જગતની જ્યારે આવી સ્થિતિ છે. ત્યારે જગતને એક શિખામણ દેવી જરૂરી છે. તે એ કે ગુહ્ય વાત કરવી પડે તો જેને તેને ન કરવી પણ અમુક કે જે આપણે સર્વથા હિત જ ઇચ્છતા હોય તેને જ કરવી. છઠ્ઠી કડીની બીજી લીટીમાં શિક્ષાકારે એ શિખામણ આપી છે. રાજા રમણી ઘરનો સોની, વિશ્વાસે નવ રહીએ જી; માત-પિતા-ગુરુ વિણ બીજાને, ગુહ્યની વાત ન કહિએ. ૬ સુણજો સજ્જન રે. For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ હિતશિક્ષા ૧. રાજાનો વિશ્વાસ કરવો નહિ. ૨. સ્ત્રીનો વિશ્વાસ કરવો નહિ. ૩. ઘરના સોનીનો વિશ્વાસ કરવો નહિ. ૪. માતા-પિતા અને ગુરુ સિવાય બીજા કોઈને ગુહ્ય (ગુપ્ત વાત) કરવી નહિ. એ પ્રમાણે ચાર શિખામણો આ કડીમાં છે. | [૨૨]. _રાજાનો વિશ્વાસ કરવો નહિ – કાંઈક આવડતને લઈને, કાંઈક ભાગ્યયોગે કોઈક રાજાનો મૈત્રી-સંબંધ બંધાયો હોય. માણસ વિશ્વાસે રહે કે મારે તો રાજા જેવો રાજા મિત્ર છે. મારે શું વાંધો છે ? મારે કોની પડી છે? પણ તે ખાંડ ખાય છે. એવા વિશ્વાસે રહેનાર મરે છે. રાજા કોઈનો મિત્ર . થયો નથી અને થશે નહિ. “રાજા મિત્ર કેન દષ્ટ વ્યુત વા.” “રાજા મિત્ર નહિ ને ગુદા પવિત્ર નહિ એ લોકોક્તિઓ પણ ઉપરની હકીકતને પુષ્ટ કરે છે. માટે રાજાનો વિશ્વાસ કરવો નહિ. રિ૩] સ્ત્રીનો વિશ્વાસ કરવો નહિ – સ્ત્રી ઉપર વિશ્વાસ રાખીને તેને કાંઈ પણ ખાનગી વાત જણાવવામાં આવે તો તેનું પરિણામ સારું આવતું નથી. સ્ત્રીના પેટમાં વાત ટકતી નથી. સ્ત્રી પેટમાં બાળકને નવ માસ સાચવી શકે છે પણ નાનીશી વાતને નવ કલાક પણ રાખી શકતી નથી. ગુપ્ત રાખવા જેવી વાત પણ સ્નેહવિવશ બની સ્ત્રીને કહી દેવાથી અણકથ્થાં દુઃખો સહન કર્યાના સેંકડો બનાવો બન્યા છે ને બને છે. આ તો વાત અંગે થયું. બીજી રીતે પણ નારીને વિશ્વાસે રહેવું નહિ. તુચ્છ સ્વાર્થની ખાતર વિશ્વાસઘાત કરવામાં કોઈ મોખરે રહી શકે તેમ હોય તો તે સ્ત્રી છે. આ સ્ત્રીનો જાતિસ્વભાવ છે. જાતિસ્વભાવ જણાવવામાં તે જાતિની નિંદા છે એમ ન માનવું જોઈએ. એ જાતિસ્વભાવ વ્યવસ્થિત જાણવાથી ઉભય પક્ષને એકંદર લાભ છે. સ્ત્રી વાત પચાવી શકતી નથી. એ સંબંધમાં એક પૌરાણિક વાત પણ પુષ્ટિ આપે છે. જ્યારે મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું ત્યારે મરણ પાછળની ક્રિયાઓ કરવા For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ છત્રીશી: ૬ તેના સ્વજન-સંબંધીઓ આવ્યા; ફક્ત કર્ણને જળ દેનાર કોઈ સગું તેમાં ન હતું, ત્યારે કુંતામાતાએ ભીમને કહ્યું કે “કર્ણને જળ દઈ આવો.” પણ એમ ને એમ માની જાય તો ભીમ શાન! કુંતાએ ફરીથી કહ્યું, ગળગળા થઈને કહ્યું ત્યારે પાંડવોએ પૂછ્યું કે “મા, તમે આટલો બધો આગ્રહ શા માટે કરો છો?” એટલે છેવટે કુંતાએ વાતનો ઘટસ્ફોટ કર્યો કે – “કર્ણ તમારો ભાઈ છે. આ વચન પાંડવોને ઘણું દુઃખદ નીવડ્યું. જો આ વાતની પહેલેથી જ ખબર પડી હોત તો મહાભારત મંડાત નહિ. છેવટે આવેશમાં આવી જઈને યુધિષ્ઠિરે શાપ આપ્યો કે હવે પછી સ્ત્રી ગમે તેવી વાત ટકાવી શકશે નહિ - તરત જ ઉઘાડી કરી દેશે. આમ યુધિષ્ઠિર-ધર્મરાજના શાપથી કહો કે સ્વભાવથી કહો, પણ સ્ત્રી વાતને તરત જ ખોલી નાખે છે. નીતિશાસ્ત્ર પણ કહે છે – નખીનાં ચ નદીનાં ચ, ઈંડિગણાં શસ્ત્રપાણિનામુ / વિશ્વાસો નૈવ કર્તવ્ય, ગ્રીષ રાજકુલે ચ | ૧ | (નખવાળાં પ્રાણીઓ, નદીઓ, શીંગડાંવાળાં પ્રાણીઓ, હાથમાં ખુલ્લા શસ્ત્રવાળા, સ્ત્રીઓ અને રાજકુલ, એટલાનો કદી પણ વિશ્વાસ કરવો નહિ!) ઘરના સોનીનો વિશ્વાસ કરવો નહિ – સોની એ સોની, એ ગમે તેવો હોય – ભલે પછી તેની પાસે હંમેશ કામ કરાવતાં હોઈએ, ભલેને તે ઘરનો માણસ કહેવાતો હોય, પણ તેના વિશ્વાસે રહો એટલે નુકસાન થયા વગર રહે જ નહિ. સંસ્કૃત ભાષામાં સોનાને “પશ્યતોહર' કહે છે. એટલે દેખતાં હો તો પણ ચોરનાર, એ શબ્દ સોનીના વ્યવસાયને ખુલ્લા શબ્દમાં ખુલ્લો કરી દે છે. તમે ગમે તેટલા સાવધ હો પણ તેને લેવા જેટલું તે ન લે તો સોની નહિ – તેમાં પણ વિશ્વાસે રહો તો બમણું નુકસાન. એક રાજાને ગમે તેટલી દેખરેખ રાખો તો પણ સોની ચોરી કર્યા વગર રહેતો નથી' – તેની પરીક્ષા કરવાનું મન થયું. તેણે સોનીઓને બોલાવ્યા અને એક સુવર્ણમૂર્તિનું કામ સોંપ્યું. રાજાના મહેલમાં આજુબાજુ સખત ચોકીપહેરા નીચે કામ કરવાનું. સતત કામ ચાલવા લાગ્યું, જોખીને સોનું આપ્યું હતું તે પ્રમાણે છેવટે સોનું જોખી આપવાનું હતું. એટલે તેમાં સોનીભાઈઓનું કાંઈ પણ ચાલે તેમ ન હતું. અહીં તો નામનો સવાલ હતો. જો ચોરી ન કરે તો નામ જાય એટલે For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ હિતશિક્ષા - કામ કરનારા હોશિયાર સોનીઓએ એકઠા થઈને વિચાર કર્યો કે નામ તો જવા દેવું નહિ. એટલે તેઓ જેવો ઘાટ રાજમહેલમાં ઘડે તેવો જ ઘાટ રાત્રે ભેળા મળીને પિત્તળ ઉપર ઘેર ઘડે, છેવટે મૂર્તિ તૈયાર થઈ ગઈ. પછી તેને ધોવાને માટે ચોકી-પહેરા સાથે નદી ઉપર લઈ ગયા, ધોઈ-સાફ કરીને રાજસભામાં લઈ આવ્યા. મૂર્તિ જોઈને રાજા ખુશ થઈ ગયો અને સોનીઓને સારું ઇનામ આપી ખુશ કર્યાં – પણ છેવટે ટીકા કરી કે – ‘આ વખતે તમારું એક કામ ન થયું. તમે આમાંથી જરી પણ સોનું ચોરી શક્યા નહિ.' રાજાનાં આ વચન સાંભળીને કાબેલ કારીગરોનાં મોઢાં મલકી ગયાં. તેઓએ રાજા પાસે માફી માગીને કહ્યું કે મહારાજ! આ મૂર્તિની જરા ચોકસીઓ પાસે પરીક્ષા કરાવો ને પછી અમને કહેજો.' રાજાએ પરીક્ષા કરાવી તો આખી મૂર્તિ ગિલેટ ચડાવેલી પિત્તળની નીકળી. રાજા આશ્ચર્ય પામી ગયો. જ્યારે રાજાએ ખુલાસો માગ્યો ત્યારે સોનીઓ રાજાને નદીને કાંઠે લઈ ગયા ને ત્યાંથી સાચા સોનાની દાટેલી પ્રતિમા કાઢી બતાવી. કેવી ખૂબીથી તેઓએ આ કાર્ય કર્યું હતું તે પણ જણાવ્યું, ત્યારે રાજા ખૂબ ખુશ થયો ને ફરીથી ઇનામ આપ્યું. આ વાતમાં સોનીની પ્રકૃતિનું સ્પષ્ટ દર્શન છે. ૧૮ * ઉપરના જેવી જ બીજી એક વાત આવે છે. તેમાં એક સોનીને અને કણબીને ગાઢ મૈત્રી હતી. વર્ષો સારાં ગયાં ને કણબી પાસે બે પૈસાનો જીવ થયો, એટલે પોતાના મિત્ર સોની પાસે તે આવ્યો ને એક સોનાનું કડું બનાવવા જણાવ્યું. સોનીએ કહ્યું, ભાઈ! તું બીજા કોઈ પાસે કડું કરાવ. અમારી મથરાવટી મેલી એટલે પાછળથી લોકો કીધા વગર રહેશે નહિ અને પછી તારા મનમાં વહેમ આવશે ને આપણી મૈત્રીમાં ખામી આવશે.' કણબીએ કહ્યું કે ‘ભાઈ! એવી વાત શું કરે છે? લોકો ગમે તે કહે પણ તારે માટે મને સ્વપ્ને પણ શંકા ન આવે. તારે ને મારે આવો મેળ, તને છોડીને હું બીજા કોની પાસે જાઉં!' છેવટે – વાતચીતને અંતે સોનીએ કડું કરી આપવાનું કબૂલ્યું. તેણે એક સોનાનું અને બીજું પિત્તળનું ગિલેટવાળું એકસરખું કડું બનાવ્યું. બન્ને કડાં તૈયાર થઈ ગયાં એટલે કણબીને બોલાવીને સાચું સોનાનું કડું આપીને કહ્યું કે – જા, ગામમાં બીજા સોનીઓને અને ચોકસીઓને આ બતાવી જો. પણ મારું નામ ન લેતો' – કણબીએ એ પ્રમાણે કર્યું. બધાએ For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ છત્રીશી: ૬. ૧૯ કહ્યું કે – “ભાઈ! આમાં જરી પણ ભેળ નથી, આવું તો સગો ભાઈ સોની હોય તો પણ ન બનાવી આપે. કોની પાસે આ કરાવ્યું?” કણબી નામ આપતો નથી – ને મનમાં રાજી થાય છે. પછી સોની પાસે આવીને તેણે બધી હકીકત જણાવી. ત્યાર બાદ તરત જ ચાલાકીથી તે કડું બદલી નાખીને પેલું પિત્તળનું કડું તેને આપ્યું ને કહ્યું – “હવે તેઓની પાસે ફરીથી જા, અને આ કડાને બતાવીને કહેજે કે અમુક સોની પાસે આ બનાવરાવ્યું છે.' ભોળો કણબી તો ફરીથી બધાની પાસે ગયો ને સોનીએ કહ્યું હતું તે પ્રમાણે કહેવા લાગ્યો. બધાએ કહ્યું, “ભાઈ! આ ન હોય, આ તો તદ્દન બનાવટી છે. તને આખો ને આખો લંટી લીધો છે. કણબી કહે – “તમે બધા જૂઠા છો, દ્વેષી છો, અમારામાં ભેદ પડાવવા ઈચ્છો છો. આ તો તે જ કર્યું છે જે તમને હું હમણાં જ બતાવી ગયો છું. ઘણાએ તેને સમજાવ્યો પણ તે હરગિજ માન્યો નહિ. એ ખરેખર ઠગાયો હતો. આ બન્ને વાતો ઉપરથી ઘર જેવો સંબંધ હોય તો પણ સોની એ વિશ્વાસ કરવા લાયક નથી એ સ્પષ્ટ સમજાય છે. * [૨૫] માતા-પિતા અને ગુરુ સિવાય બીજા કોઈને ગુહ્ય – ગુપ્ત વાત કરવી નહિ – ગુપ્ત વાત બે પ્રકારની છેઃ એક લાભની અને બીજી ગેરલાભની. લાભની ગુપ્ત વાતના બે પ્રકાર છે. એક બાહ્ય લાભની અને બીજી આંતરિક લાભની. એ જ પ્રમાણે ગેરલાભની ગુપ્ત વાતના પણ બાહ્ય અને આંતરિક એવા બે પ્રકાર છે. માતા-પિતા અને ગુરુ સિવાય બીજા કોઈ ખરા હિતસ્વી નથી. એટલે કોઈ પણ પ્રકારની ગુપ્ત વાત એમના સિવાય કોઈને પણ જણાવવાથી એકંદર ગેરલાભ જ થાય છે. લાભની ગુપ્ત વાત બહાર જવાથી કેટલાએકનાં સગપણો તૂટ્યાનાં, ધંધાઓ ખોરંભાઈ ગયાનાં, ધન ગયાનાં ઈત્યાદિ અનેક પ્રકારનાં નુકસાનો થયાનાં સંખ્યાબંધ દāતો જીવતોજાગતાં છે. એ જ પ્રમાણે કોઈને ધર્મનું વિશિષ્ટ કાર્ય સાધવું છે, દીક્ષા લેવી છે, મંત્ર સાધવો છે, આત્માને ઉચ્ચ પંથે લઈ જવો છે. તેમાં આજુ-બાજુની પ્રતિકૂળતા ઘણી છે, છતાં કાર્ય સાધવું છે. એટલે એ આંતરિક લાભની ગુપ્ત વાત ગણાય. જો તે ગમે તેને કહેવામાં આવે ને બહાર પડી જાય તો નુકસાન થાય. કાર્ય સિદ્ધ ન થાય For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ હિતશિક્ષા એ દીવા જેવું છે. વિઘ્ન નાખનારા દુર્જનો વિઘ્ન નાખ્યા વગર ન રહે. આવા આંતરિક લાભના કાર્યમાં તો માતાપિતા પણ જો સાનુકૂલ વૃત્તિનાં ન હોય તો અન્ય જન જેવાં છે, એ ભૂલવા જેવું નથી. બાહ્ય ગેરલાભમાં ધનની મોટી નુકસાની આવી હોય, કુટુંબ-કલહના વિષમ પ્રસંગો ઉત્પન્ન થયા કરતા હોય વગેરે વાતો આવે છે. તે વાતો જો ફેલાય તો અનેક પ્રકારે હાનિ થાય છે, એ સ્પષ્ટ છે. આંતરિક ગેરલાભની વાતોમાં પોતાના માનેલા કુટુંબ-પરિવારના લોકનિન્દિત દૂષણોની વાતો આવે છે. એ દૂષણોની વાતો ફેલાવાથી કાંઈ દૂષણો દૂર થઈ જતાં નથી અને આબરૂને ધક્કો પહોંચે છે. વૃત્તિ પણ નિષ્ઠુર ને નિર્લજ્જ બની જાય છે. ૨૦ આવી કેટલીક ગુપ્ત વાતો મનમાં ને મનમાં રાખીને મૂંઝાયા કરવું એ વાજબી નથી, પણ માતા, પિતા અને ગુરુને એ વાતો વિના સંકોચે – મનમાં કપટ વહેમ રાખ્યા વગર સ્પષ્ટ જણાવવી. એથી લાભ થાય છે. તેઓ માર્ગ બતાવે છે. એથી લાભની વાતને ધક્કો પહોંચતો નથી અને ગેરલાભની વાતોનો ઉકેલ આવે છે. માટે ગુહ્ય-ગુપ્ત વાતો કોઈને ન જ કરવી એવું આ શિક્ષામાં નથી પણ આપણને સાચું માર્ગદર્શન કરાવે તેને કહેવી, એ પણ આ શિક્ષામાં આવે છે. કેટલાંએક અન્ય નુકસાનોથી બચવા માટે આ સાતમી કડીમાં કેટલીક શિક્ષાઓ આપે છે. અણજાણ્યાં શું ગામ ન જઈએ, ઝાડ તળે નવિ વસીએ જી, હાથી ઘોડાં ગાડી જાતાં દુર્જનથી દૂર ખસીએ છ સુણજો સજ્જન રે! ૧. અણજાણ્યા ગામે અથવા અજાણ્યા માણસનો સાથ કરીને ગામતરે ન જવું. ૨. ઝાડ નીચે વાસ કરવો નહિ. For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ છત્રીશી: ૭ ૩. ચાલતાં હાથી, ઘોડા અને ગાડીથી તથા દુર્જનથી દૂર રહેવું. [૨૬] અણજાણ્યા ગામે અથવા અજાણ્યા સાથે ગામતરે ન જવું – જે ગામ આપણું જાણીતું નથી, જ્યાંના રીતરિવાજો કેવા છે? માણસો કેવાં છે? માણસો કેવાં છે? રાજા કેવો છે? રક્ષકો કેવા છે? વગેરેનો પરિચય નથી, એવા ગામે જવાથી અનેક આપત્તિઓ ઊભી થાય છે. કેટલાંક ગામ એટલાં બધાં વિચિત્ર હોય છે કે ત્યાં જવાથી બાહ્ય નુકસાન થાય છે એટલું જ નહિ પણ પ્રાણ અને ચારિત્ર પણ પૂરા જોખમમાં મુકાય છે. શાસ્ત્રમાં આવતી રત્નચૂડની કથા આ શિખામણ ઉપર સારો પ્રકાશ પાડે છે. રત્નચૂડ વેપારીનો પુત્ર હતો. પરદેશ કમાવા માટે જતાં – તેના પિતાએ શિખામણ આપી કે “બધે જજે, પણ એક અનીતિપુર નામનું ગામ છે, ત્યાં ન જતો.' રત્નચૂડ વહાણો ભરીને ચાલ્યો. નસીબજોગે અનીતિપુરે જ જઈ પહોંચ્યો. વહાણો નાંગર્યાં ને તે નીચે ઊતર્યો ત્યાં તો અનેક આવી પહોંચ્યા ને કહેવા લાગ્યા કે – “લાવો શેઠ! તમારો બધો માલ અમે વેચી આપીશું ને આપ પધારશો ત્યારે આપ કહેશો તે વસ્તુઓથી (અહીં થતી) આપનાં વહાણો ભરી આપીશું. ગામ એવું હતું કે ત્યાં કોઈ કિંમતી ચીજ થતી જ નહિ, એટલે દલાલોને ગભરાવા જેવું નહિ. ભોળા રત્નચૂડે બહુમૂલ્ય માલ એ લુચ્ચા દલાલોને સોંપી દીધો ને પોતે ગામમાં ગયો. એક સુંદર આવાસમાં મુકામ કર્યો. થોડો વખત થયો નહિ ત્યાં એક માણસ ત્યાં આવ્યો ને એક સુંદર મોજડી ભેટ કરી ગયો – ભેટ આપતાં આપતાં કહેતો ગયો કે “શેઠ! મને રાજી કરજો.” રત્નચૂડે વિચાર્યું કે તેની ઇચ્છા કરતાં થોડું વધારે આપીશું એટલે રાજી થઈ જશે. પરદેશમાં થોડું ઉદાર રહેવું જોઈએ, એમ વિચારીને તેણે કહ્યું કે “સારું.' બપોરે આરામ કરીને તે બેઠો હતો ત્યાં એક કાણિયો આવ્યો ને લાખ રૂપિયા આપીને કહેવા લાગ્યો કે “સારું થયું કે આપ અહીં પધાર્યા છો. વર્ષો પહેલાં આપના પિતા અહીં પધાર્યા હતા. મારે રૂપિયાની ઘણી જ જરૂર હતી એટલે મારી આંખ આપને ત્યાં ગીરો મૂકીને રૂપિયા લાખ લીધા હતા. આપના પસાથે હવે મારે લીલાલહેર છે. આ લાખ રૂપિયા લ્યો. For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ હિતશિક્ષા ને મારી આંખ પાછી આપો. આટલા દિવસ તો આંખ વગર “કાણિયા"નું દૂષણ સહ્યું; પણ હવે આપ પોતે જ પધાર્યા છો, તો શા માટે આંખ વગર રહેવું? આ સાંભળીને રત્નચૂડ મૂંઝાયો, તેને કાંઈ સૂછ્યું નહિ. તેણે રૂપિયા તો લઈ લીધા ને પછીથી મળજો' – કહીને કાણિયાને વિદાય કર્યો. “બેટો ઠીક ફસાયો છે,’ એમ મનમાં ગણગણતો કાણિયો વિદાય થયો. થોડો વખત વિત્યો ત્યારે ત્રણચાર ધૂત ત્યાં આવ્યા. રત્નચૂડને કુશળક્ષેમ પૂછીને બેઠા. અલકમલકની વાતો કરતાં કરતાં વાદે ચડડ્યા. એક કહેવા લાગ્યો કે “ભાઈ! દુનિયામાં બધું કરી શકાય છે પણ સમુદ્રનું પાણી માપી શકાતું નથી અને નદીની રેતીના કણિયા ગણી શકાતા નથી.” બીજાએ એમાં પુરવણી કરી ત્યારે ત્રીજાએ કહ્યું કે “તમે કૂવાના દેડકા જેવી વાત કરો છો. તમે ન કરી શકો એટલે એ અશક્ય ને અસંભવિત છે, એમ માનવું ભૂલભરેલું છે. એવાં કાર્યો કરનારા પણ વિશ્વમાં પડ્યા છે. આ શેઠ પધાર્યા છે, એ ખુબ જ હોશિયાર છે, દેશદેશાવર ફરે છે. તમારી બુદ્ધિ બુઠ્ઠી હોય એટલે બધાની થોડી હોય છે? તેમને આ કાર્ય સોંપો તો બુદ્ધિથી તરત જ કરી આપે.” એ પ્રમાણે વાતનો રસ જમાવીને છેવટે સમુદ્રનું પાણી કેટલું છે તેનું માપ-વજન કરવાનું કાર્ય શરત કરાવીને શેઠને સોંપ્યું. થોડી આડીઅવળી વાતચીત કરતાં સૌ ઊઠ્યા. સાંજ પડી ત્યારે રત્નચૂડ મૂંઝાયો કે – “આ બધા વિષમ પ્રસંગોનો પાર કેમ આવશે?” ત્યાં એક રણઘંટા નામે વેશ્યા રહેતી હતી. તેને ત્યાં તે ગયો. ભાગ્યજોગે રણઘંટાને તેના પ્રત્યે સદ્ભાવ જાગ્યો. તેણે પોતાની વાત હૃદય ખોલીને વેશ્યાને કહી. વેશ્યાએ કહ્યું કે “મારી મા યમઘંટા આ બધાની ઘદી છે. રાતે બધા તેની પાસે આવશે ને ત્યાંથી તમોને માર્ગદર્શન થશે.” સ્ત્રીનો વેશ પહેરાવીને પોતાની સખીરૂપે રણઘંટા રત્નચૂડને યમઘંટા પાસે લઈ ગઈ. બધા ત્યાં એકઠા થયા ને પોતે એક શ્રીમંત વેપારીને કેવો ફસાવ્યો છે તેની વાત કરવા લાગ્યા. તે દરેકની તે તે વાતનો પ્રતિકાર કરતાં યમઘંટા કહેવા લાગી કે – તમે બધા તમારી બુદ્ધિ ઉપર મુસ્તાક છો, પણ જો તે તમારા માથાનો હશે તો તમને બનાવી જશે, તે કહેશે કે “અહીંના મચ્છરનાં હાડકાંથી મારાં વહાણો ભરી આપો, તો તમારાથી ના નહિ કહી શકાય ને છેવટે મોંમાંગ્યા. For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ છત્રીશી: ૭ ૨૩ રૂપિયા તમારે આપવા પડશે.” મોજડીવાળાને કહ્યું કે તે તને કહેશે કે – રાજાને ત્યાં પુત્રજન્મ થાય તો તું રાજી કે કરાજી? – તારે કહેવું પડશે કે રાજી, – આમ તને રાજી કરી દેશે ને કાંઈ પણ આપશે નહિ.” કાણિયાને યમઘંટાએ કહ્યું કે ભાઈ! મારે ત્યાં તારા જેવા ઘણા જણા આંખ ગીરો મૂકી ગયા છે, તેમાં તારી કઈ ને બીજાની કઈ એ કાંઈ ખબર પડતી નથી, માટે તારી બીજી આંખ કાઢીને બરાબર વજન કરીને તું તારી આંખ લઈ જા.” એ પ્રમાણે તે તને કહેશે એટલે તારે ચૂપ થઈ જવું પડશે. છેલ્લે ધૂને કહ્યું કે તે તમને કહેશે – ચાલો ભાઈઓ! સમુદ્રના પાણીનું માપ હું તમને કરી આપું, પણ પહેલાં તમે સમુદ્રમાં આ નદીઓનું પાણી ભળ્યા કરે છે, તેને બંધ કરો, એટલે ખરું માપ થાય. તમે એ કરી શકશો નહિ ને શરત હારી જશો. બધા કહેવા લાગ્યા, ‘એ કાંઈ તમે કહો છો એવો ચાલાક નથી. એ તો બુધ્ધ જેવો છે. માટે કાંઈ ચિંતા કરવા જેવું નથી.' રત્નચૂડને ચાવી મળી ગઈ. રણઘંટાને ખુશ કરીને તે પોતાને આવાસે આવ્યો ને યમઘંટાની યુક્તિઓ બરાબર મનમાં ઠસાવી રાખી. છેવટે બધાને બરાબર જવાબો આપીને તે ઠગોને પણ ઠગ્યા ને કુશલક્ષેમપૂર્વક પોતાને ગામ પહોંચ્યો. આમ અજાણ્યા ગામમાં આવા પ્રકારની ફસામણીમાં પડવાનો પૂરો સંભવ છે માટે એવા ગામે જવું નહિ અને વ્યવહાર-વેપાર વગેરે કારણસર જવું પડે તો જાણીતાનો સાથે કરીને જવું. ત્યાંની રીતરસમો પૂરી સમજી લેવી. અમુક દેશમાં અમુક પ્રકારનું વર્તન માફક આવે ત્યાં જુદી રીતે વર્તવા જતાં નુકસાન થાય, માટે સાવધ રહેવું જોઈએ. નીતિશાસ્ત્રમાં વિનોદ કરતાં દિલ્હી ને મથુરા તરફના પ્રદેશનો કોઈ કવિને કડવો અનુભવ થયો હશે તેથી તેણે એક શ્લોક રચ્યો છે જે આવા પ્રસંગોમાં બીજાને સાવધ કરે છે. તે શ્લોક આ પ્રમાણે છે – બપો ચીરો બuપુત્રોવપિ ચૌર, સમાગઃ પ્રાઘુરિકોડપિ ચૌરઃ | દિલીપ્રદેશે મથુરપ્રદેશ, ચૌરં વિના ન પ્રસવનિ નાર્ય | ૧ | બાપ ચોર, છોકરો ચોર, આવેલો મહેમાન પણ ચોર, દિલ્હી ને મથુરાના પ્રદેશમાં સ્ત્રીઓ, ચોર સિવાય બીજાને જન્મ જ આપતી નથી. ભાષામાં પણ કહેવાય છે કે દિલ્હીનો ઠગ છે. આ સર્વ તે પ્રદેશની પરિસ્થિતિનો ખ્યાલ આપે છે. એ સ્થિતિને નહિ જાણનાર તેવા પ્રદેશોમાં ગયા પછી છેતરાયા For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ ર૪ હિતશિક્ષા વગર રહેતો નથી. આ શિખામણ સાથે બીજી પણ આને મળતી શિખામણ કવિએ આ સાથે જ કહી દીધી છે કે – જાણીતે ગામે પણ અજાણ્યાનો સાથે કરીને ન જવું. અજાણ્યા માણસનો સાથ કરવાથી અનેક પ્રકારનાં સંકટો આવી પડે છે એ સ્પષ્ટ છે. માટે અણજાણ્યા-શું ગામ જવું નહીં. [૨૭]. ઝાડ નીચે વાસ વસવો નહિ – ઝાડ તલે વાસ કરવાથી ગેરલાભો આ પ્રમાણે છે – (૧) ઝાડ ઉપર અનેક પક્ષીઓ - જીવજંતુઓ રહેતાં હોય છે. તે ચરકે એટલે શરીર-વસ્ત્ર વગેરે ખરાબ થાય. જીવ-જંતુઓમાં કોઈ ઝેરી હોય તો જીવ પણ જોખમમાં મુકાય. (૨) કેટલાંક ઝાડ ઉપર ભૂત-પ્રેતાદિ વ્યંતરોનો વાસ હોય છે. એટલે તેઓ જો ચાહે કે ચિડાય ને વળગે તો અનેક પ્રકારનાં દુઃખો ઊભાં થાય. ખરેખર કે વહેમથી પણ એ રીતે અનેક દુઃખો અનેકે સહ્યાના બનાવો બન્યા કરે છે. (૩) ઝાડ નીચે વાસ કરવાથી પ્રાણવાયુ ઓછો મળે છે, કારણ કે રાત્રિએ ઝાડ (Carbon-dioxide) કાર્બન ડાયોકસાઈડ બહાર કાઢે છે ને એ રીતે કેટલાકને મૂંઝારો પણ થાય છે. () કેટલાંક કાંટાવાળાં ઝાડ નીચે રહેવાથી કાંટાઓ વાગે, વસ્ત્રાદિ ચિરાય વગેરે નુકસાન પહોંચે છે. (૫) ઝાડની આજુબાજુ ઘણી આપત્તિજનક પરિસ્થિતિ હોય છે. તેનો સામનો કરવામાં પણ ગેરલાભ છે અને સામનો નહિ કરવામાં પણ ગેરલાભ છે. ઈત્યાદિ અનેક રીતે જોતાં ઝાડ નીચે વાસ ન કરવો એ હિતકર છે. [૨૮] ચાલતાં હાથી, ઘોડાં અને ગાડીથી તથા દુર્જનથી દૂર રહેવું. હાથી સૂંઢવાળું મહાકાય પ્રાણી છે. તે બહુ સારી સમજ ધરાવે છે. કોઈ તેને સતાવે તો તે તરત જ ચિડાય છે ને સતાવનારને બરાબર નશ્યત પહોંચાડે For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ છત્રીશી: ૮ છે. સ્વાભાવિક રીતે તે ચાલે ત્યારે પણ તેને દૂરથી જોઈએ તેમાં જ મજા છે. ઉન્માદે ચડેલો હાથી તો કાંઈનું કાંઈ કરી નાંખે છે. હાથીને હજાર હાથ દૂર રહીને જોવો એમ નીતિશાસ્ત્ર કહે છે. એ પ્રમાણે અશ્વથી સો હાથ દૂર રહેવું. ચિડાયેલ ઘોડો કોઈક વખત લાત મારે તો ભોં ભારે થઈ પડે. ગાડી એટલે બળદ જોડેલી સમજવી. અર્થાત્ બળદ વગેરે શીંગડાવાળાં પ્રાણીઓથી દસ હાથ દૂર રહેવું. શીંગડું તીક્ષ્ણ હોય છે ને તે માથું મારે ત્યારે છ મહિના ખાટલે પડી રહેવાનો વખત આવે. આવા બનાવો રોજબરોજ બન્યા કરે છે. માટે પોતાનું સંરક્ષણ ઇચ્છનારે આ શિખામણો ઉપર ખાસ ખ્યાલ રાખવાનો છે. પણ કવિનો કહેવાનો મુખ્ય આશય તો દુર્જનથી ખાસ દૂર રહેવા ઉપર છે. ઉપરનાં ત્રણ બહુ બહુ તો શારીરિક નુકસાન કરનારાં છે, પણ દુર્જન તો બાહ્ય અને અત્યંતર નુકસાન એવું કરે છે કે તે સારું લાગતું જાય છે ને બચી શકાતું નથી. એવા દુર્જનથી દૂર રહેવા માટે દેશ છોડી દેવો પડે તો પણ બહેતર છે પણ તેનો સંસર્ગ ન કરવો. નીતિશાસ્ત્ર પણ આ વિષયમાં સંમતિ આપે છે – હસ્તી હસ્તસહસ્રણ, શતહસ્તેન વાજિનઃ | ફિગણો દશહતેન, દેશત્યાગેન દુર્જનઃ || ૧ || પૂર્વેની કડીઓમાં અન્યથી નુકસાન થાય એવા સંયોગોથી બચવા કેટલીક શિખામણો આપી, હવે આ આઠમી કડીમાં પોતાના જ અમુક સ્વભાવટેવ-આદતને લઈને હાનિ થાય છે તેથી બચવા તેવા પ્રકારની ટેવ કે સ્વભાવમાં સુધારો કરવા શિખામણ આપે છે. રમત કરતાં રસ ન કરીએ, ભય મારગ નવિ જઈએ જી, બે જણ વાત કરે જિહાં છાની, તિહાં ઊભા નવિ રહીએ ૮ સુણજો સજ્જન રે. (૧) રમત કરતાં રીસ ન કરવી. (૨) ભયવાળે રસ્તે જવું નહિ. (૩) બે જણા છાની વાત કરતા હોય ત્યાં ઊભા રહેવું નહિ. For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૬ હિતશિક્ષા [૨૯]. રમત કરતાં રસ ન કરવી – જો રિસાળ સ્વભાવ હોય તો કોઈની પણ સાથે રમત-ગમત કે હાસ્ય કરવું નહિ અને જો રમતગમત ને હાસ્ય ગમતાં હોય તો રીસ છોડી દેવી. રમત કરવી ને રીસ કરવી એ તો ખાતા જવું ને ભસવું બરાબર છે. રમતથી મનનો ભાર હળવો થાય છે. એટલે રમતમાં જોડાયેલા જનો કેટલીક વખત પ્રસંગને વધુ પડતો રમૂજી બનાવવા માટે વિવેકની રેખા-મર્યાદા ચૂકી જતા હોય છે, પણ તે તેટલા પ્રસંગ પૂરતું સંતવ્ય ગણાય છે. જેનું મન એ વાત સંતવ્ય ન ગણી શકતું હોય તેણે પ્રથમથી જ તેનું માપ કાઢીને રમતમાં જોડાવું જોઈએ, પણ જોડાયા પછી વિનોદને વિષમ કરીને પોતાના વિચિત્ર સ્વભાવનું પ્રદર્શન કરવું ઉચિત નથી. તેથી પોતાના સ્વભાવની ખરાબ છાપ પડે છે. પછીથી ભારેખમ સ્વભાવને કારણે એકલવાયા પડી જવાય છે અને તેમાંથી અનેક પ્રકારની હાનિઓ જન્મે છે. ભયવાળે રસ્તે જવું નહિ – જે માર્ગે જવું હોય તેમાં ભય આવતા હોય ને તે ભયનો સામનો કરવાનું સામર્થ્ય ન હોય તો તે રસ્તે જ ન જવું. એ રસ્તે જવાથી જવાનું કાર્ય સરતું નથી ને નવી વિપત્તિમાં સપડાવું પડે છે. વ્યવહારમાં આ શિખામણનો ઉપયોગ કરવાનો પ્રસંગ ઘણી વખત પ્રાપ્ત થાય છે. ને આ શિક્ષાની ઉપરવટ થઈને ભયગ્રસ્ત માર્ગે જનારાના અંજામ કેવા કરુણ આવતા હોય છે એ પણ પ્રસિદ્ધ છે. આંતરિક ભયો વિષે પણ આ શિખામણ ધ્યાનમાં લેવા જેવી છે. મોક્ષમાર્ગમાં આગળ વધતા આત્માએ પણ કેટલાક ભયોનો વિચાર કરીને તે ન નડે એ રીતે ગતિ-પ્રગતિ કરવી, નહિ તો ભયો તેને આગળ જવા ન દે. ભવ-અરણ્યને પાર કરીને જો મોક્ષનગરમાં જવાની ઈચ્છા હોય તો વિષય-વિષવૃક્ષ નીચે ક્ષણવાર પણ વિસામો લેતો નહિ, કારણ કે તે વૃક્ષોની છાયા પણ જીવને એવી મૂંઝવણ ઊભી કરે છે કે પછીથી તે મુક્તિમાર્ગમાં એક ડગલું પણ આગળ વધી શકતો નથી. For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ છત્રીશી : ૮ ભવારણ્ય હિત્વા યદિ જિગમિષમુક્તિનગર, તાની મા કાúર્વિષયતિષવૃક્ષેષુ વસિતમ્ । યતચ્છાયાઘ્યેષાં પ્રથયતિ મહામોહમચિરાદર્ય જન્તુર્યસ્માત્ પદમપિ ન ગન્તુ પ્રભવતિ [૩૧] બે જણા છાની વાત કરતા હોય ત્યાં ઊભા રહેવું નહિ – બે જણા ગુપ્ત વાત કરતા હોય ત્યાં જઈને ઊભો રહેનાર મૂર્ખ ગણાય છે. વાત કરનારને ત્રીજી વ્યક્તિની હાજરીથી સંકોચ થાય છે એ વ્યક્તિ ઉપર તે બન્ને વ્યક્તિઓને ચીડ ચડે છે – જો સામી વ્યક્તિને કહી શકાય એવું હોય તો તો તેને તિરસ્કાર લાગણી બતાવીને ત્યાંથી દૂર કરે છે અને જો કહી શકાય એમ ન હોય તો દૂર તો કરવાનું બનતું નથી, પણ અરુચિનો ભાવ તો જરૂર વ્યક્ત થઈ જાય છે. - - - ૨૭ ભોજરાજાની એક વાર્ત અહીં પ્રાસંગિક છે. એક વખત મહારાણી પોતાની સખી સાથે કાંઈક વાત કરતાં હતાં. એવામાં રાજા ભોજ બેની વચ્ચે જઈને બેસી ગયો. સંકોચ રાખવાનું તેને કાંઈ કારણ ન હતું. ફક્ત તે બન્નેની વાતમાં ખલેલ પડી. મહારાણી ચતુર હતી. તેણે રાજાને આવકાર આપતાં ફક્ત એટલું જ કહ્યું કે ‘આવો, મૂર્ખરાજ!” રાજા કાંઈ સમજ્યો નહીં. એટલે પ્રત્યુત્તર આપ્યા વગર એમ ને એમ બેઠો. રાણી અને સખી હસી પડી ને બીજી આડી-અવળી વાતો કરી રાજાને વિનોદ કરાવ્યો. રાજાને મૂર્ખરાજ કહીને કેમ બોલાવ્યો તેની કાંઈ સમજ પડી નહીં, અને પૂછે તો બમણો મૂર્ખ બને એટલે પૂછ્યું નહીં; પણ બીજે દિવસે રાજસભામાં બેઠો ત્યારે એક પછી એક પંડિતો આવવા લાગ્યા. તે બધાને ભોજરાજા કહે – ‘આવો, મૂર્ખરાજ! આવો મૂર્ખરાજ!” પંડિતો વિચાર કરવા લાગ્યા કે આજ રાજાને આ શું થયું છે કે બધાને મૂર્ખરાજ કહીને સંબોધે છે. છેવટે જ્યારે કવિ કાલિદાસ આવ્યા ત્યારે તેને પણ રાજાએ કહ્યું કે ‘આવો, મૂર્ખરાજ!” એ સાંભળીને કાલિદાસે તરત જ ઉત્તર વાળ્યો કે (– સિન્દ્પ્રકર) For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ખાદત્ર ગચ્છામિ હસત્ર જન્મે, ગતં ન શોચામિ કૃતં ન મન્યે । દ્વાભ્યાં તૃતીયો ન ભવામિ રાજન્! કિં કારણું ભોજ! ભવામિ મૂર્ખઃ || ૧ || હે ભોજરાજ! હું હાલતાં-ચાલતાં ખાતો નથી, હસતાં-હસતાં બોલતો નથી, ગયેલાનો શોક કરતો નથી, કરેલા કાર્યનો અહંકાર કરતો નથી, બેની વચમાં ત્રીજો થતો નથી. એવું હવે બીજું ક્યું કારણ છે કે જેથી તમે મને મૂર્ખ કહો છો? કાલિદાસના આ ઉત્તરમાં મહારાણીએ પોતાને મૂર્ખરાજ શા માટે કહ્યું હતું તેનો ઉત્તર મળી ગયો. એ ખુશ થયો ને કાલિદાસને ખો પંડિત કહીને શાબાશી દીધી. એ રીતે બે જણા ખાનગી વાત કરતા હોય તેમાં વચમાં પડવું એ મૂર્ખતાનું લક્ષણ છે. ‘હિત કહ્યું સુણે ન કંઈ તે’વાળી કવિતામાં પણ આ શિક્ષાને સમજાવતાં કહ્યું છે કે બેની વાતોમાં ત્રીજાએ ઝટ વિચાર ન આલવો' એનો અર્થ એ છે કે બે જણ વાત કરતા હોય ત્યારે ત્યાં ઊભા રહેવું નહિ. ઊભા રહીએ તો વિચાર આપવાનું મન થઈ આવે ને તેમાંથી અપમાન પણ સહન કરવું પડે. આ શિક્ષાને અનુસરનારા ઘણા ઓછા જોવામાં આવે છે ને તેથી તેઓને જુદા જુદા પ્રકારની શિક્ષાઓ સહન કરવી પડે છે. આ એક શિક્ષાને અમલમાં મૂકનારા બીજી ઘણી શિક્ષાઓથી બચી જાય છે. * હિતશિક્ષા કવિ આ નવમી કડીમાં ચાર શિખામણો વ્યવહારુ અને લાભ થાય એવી આપે છે. C હુંકારા વિણ વાત ન કરીએ, ઇચ્છા વિણ નવ જમીએજી; ધન વિદ્યાનો મદ પરિહરીએ, નમતા સાથે નમીએ ૯ સુણજો સજ્જન રે! For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ છત્રીશી : ૯ [૩૨] (૧) હુંકારા વગર વાત કરવી નહિ. (૨) ઇચ્છા (રુચિ) વગર જમવું નહિ. (૩) ધન અને વિદ્યાનો મદ કરવો નહિ. (૪) નમતાને નમવું. - હુંકારા વગર વાત કરવી નહિ – આપણે વાત કરતા હોઈએ ને સામા ચૂપચાપ સાંભળતા હોય, કોઈ હુંકારો ન દેતું હોય તો વાત ફીકી પડી જાય છે. સારી રીતે વાત કરવાની કુશળતાવાળાની વાત પણ હુંકારા વગર મીઠા વગરની રસોઈ જેવી નીરસ લાગે છે. એ રીતે વગર હુંકારે વાત કરવાથી શક્તિનો હ્રાસ થાય છે. માટે જ વ્યવહા૨માં કહેવાય છે કે “વાત કહીએ હંકારે, ને ગાળ દઈએ તુંકારે.’ [૩૩] ઇચ્છા (રુચિ) વગર જમવું નહિ – રુચિ વગર – ઇચ્છા સિવાય ખાનારને અનેક રોગના ભોગ થવું પડે છે. સર્વ રોગનું મૂળ અજીર્ણ છે અને તે અજીર્ણને ઉત્પન્ન કરનાર વગર ઇચ્છાએ ખાધા કરવું એ છે. ઇચ્છા રુચિ અને લાલસા એમાં ઘણો જ ફેર છે. ખાવાની લાલસાવાળાને જુદું જુદું વારંવાર ખાવાની ઇચ્છા થયા જ કરતી હોય છે, પણ એ ઇચ્છાઇચ્છા નથી, રુચિ તો અંદરથી જાગે છે. એક મહાન્ રાજા પાસે ચાર મોટા પંડિતો પોતાના બનાવેલા વિશિષ્ટ ગ્રંથો લઈને સંભળાવવા આવ્યા હતા. રાજાએ પૂછ્યું કે ‘તમારા ગ્રન્થોનું પ્રમાણ કેટલું છે?” પંડિતોએ કહ્યું ‘લાખ લાખ શ્લોક પ્રમાણ છે.’ રાજાએ કહ્યું, “મને એ બધું સાંભળવાનો સમય નથી. ટૂંકમાં તમારા ગ્રંથોનો સાર કહી ધો,' દરેક પંડિતે શ્લોકના એક એક પાદમાં પોતાના લાખ-લાખ શ્લોક પ્રમાણ ગ્રન્થોનો સાર કાઢીને જે શ્લોક રાજાને સંભળાવ્યો તે શ્લોક આ છે. – ૨૯ જીએઁ ભોજનમાત્રેય:, કપિલઃ પ્રાણિનાં દયા । બૃહસ્પતેવિશ્વાસઃ, પાન્ગાલઃ સ્ત્રીપુ માર્દવમ્ ॥ ૧ || For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ - ૩૦ હિતશિક્ષા વૈદ્યક શાસ્ત્રના પંડિતે કહ્યું કે પહેલાંનું પચી જાય-જીર્ણ થઈ જાય-રુચિ જાગે ત્યારે ભોજન કરવું.” ધર્મશાસ્ત્રના પંડિતે કહ્યું કે પ્રાણીઓ ઉપર દયા રાખવી. નીતિશાસ્ત્રના પંડિતે કહ્યું કે “કોઈનો પણ વિશ્વાસ કરવો નહિ.” કામશાસ્ત્રના પંડિતે કહ્યું કે “સ્ત્રીઓમાં કોમળતા રાખવી.” રાજાએ પંડિતોને સારું ઈનામ આપ્યું આ વાતમાં પણ અરુચિ હોય ત્યારે ભોજન ન કરવું એ વૈદ્યકશાસ્ત્રના સાર તરીકે જણાવેલ છે. વ્યવહારમાં પણ કહેવાય છે કે – “રુચે એ પચે. [૩૪]. ધન અને વિદ્યાનો મદ કરવો નહિ – જે વસ્તુનો મદ કરવામાં આવે છે, જેનું અભિમાન થાય છે, તે વસ્તુ લાંબો સમય પોતાની પાસે ટકતી નથી. શિખર ઉપર ચડ્યા પછી જો સાવધ રહેવામાં નથી આવતું તો મદનો ધક્કો એવો લાગે છે કે ત્યાંથી પતન પામવું પડે છે. તેમાં પણ ધન અને વિદ્યાનો મદ તો એવો છે કે તે પતન કરાવે છે એટલું જ નહિ પણ અનેક અનર્થો જન્માવે છે. ધન આવે છે ત્યારે આગળ છાતીમાં લાત મારે છે ને માણસ એવો અક્કડ બનીને ચાલે છે કે જાણે તેને કોઈની પરવા નથી, પણ તેને ખબર નથી કે એ જશે ત્યારે પાછળ એવી લાત મારશે કે ફરી ઊંચું મોં કરીને જોઈ પણ શકાશે નહિ. વિદ્યાનું અભિમાન કરવું એ તો વિદ્યાને લજવવા જેવું છે. અભિમાનના ત્યાગ માટે તો વિદ્યા છે, તે મેળવ્યા પછી તેનો જ મદ ચડે તો એ વિદ્યા વિદ્યા જ ન કહેવાય. ઔષધથી વ્યાધિ ઘટવાને બદલે જો વધે તે ઔષધ શાનું? શ્રી સ્થૂલભદ્રજી જેવા સમર્થ મુનિએ પણ જ્યારે જ્ઞાનનો ગર્વ કર્યો ત્યારે ગુરુએ તેમને કહી દીધું કે – “હવે આગળ ભણવા માટે તમે યોગ્ય નથી. ધન અને વિદ્યા સિવાય બીજા પણ જાતિ, કુલ, બળ, રૂપ, તપ અને લાભ એ છનો મદ ન કરવો. નમતાને નમવું – નમતાની સામે અક્કડ રહેવાથી છાપ ખરાબ પડે છે. સંબંધો બગડે છે અને તેથી ગેરલાભ થાય છે. “સામો નમે વેંત તો આપણે નમીએ હાથ એ રીતે રહેનાર જનતાનો અને જેની સાથે કામ પડે છે તે સર્વનો ખાસ પ્રેમ પ્રાપ્ત કરે છે. માટે નમતાની સાથે નમવું એ ઘણું વ્યવહારુ છે. For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ છત્રીશી : ૧૦ કેટલાક માણસોને ટીખળ-મશ્કરી કરવાની ઘણી જ ખરાબ ટેવ પડી હોય છે. તેઓ કોની મશ્કરી કરવી અને કોની ન કરવી, ક્યારે કરવી અને ક્યારે ન કરવી એનો વિવેક-વિચાર કરતાં નથી – અને જે કોઈ હાથમાં આવે તેનો ઉપહાસ કરે છે. ઘણી વખત તેનું પરિણામ બહુ ભારે પડી જાય છે. કોઈની પણ ઠેકડી કરવી નહીં, છતાં ન રહેવાતું હોય તો શિક્ષાકાર જણાવે છે તેટલાની તો ન જ ક૨વી. એ પ્રમાણે નીચે વર્ણવેલા યુદ્ધે ચડ્યા હોય ત્યારે ત્યાં ઊભા ન રહેતાં ત્યાંથી ખસી જવું. ૧૦ મૂરખ જોગી રાજા પંડિત, હાંસી કરી નવી હસીએ જી; હાથી વાઘ સર્પ નર વઢતાં, દેખીને દૂર ખસીએ ૧૦ સુણો સજ્જન રે.,, (૧) મૂર્ખ, યોગી, રાજા અને પંડિત એ ચારની હાંસી કરીને હસવું નહિ. (૨) હાથી, વાઘ, સર્પ અને ન૨ લડતા હોય ત્યારે ત્યાં ઊભા ન રહેતાં દૂર ખસી જવું. ૩૧ [3૬] મૂર્ખ, યોગી, રાજા અને પંડિત એ ચારની હાંસી કરીને હસવું નહિ – મૂર્ખ માણસ મશ્કરીનો મર્મ સમજી શકતો નથી ને તેથી લડવા તૈયાર થઈ જાય છે. એટલે મૂર્ખ માણસને હસવાથી હાસ્યની મઝા-ગમ્મત મળતી નથી અને લડવાથી મૂર્ખ ગણાવું પડે છે. મૂર્ખની મશ્કરી કરવામાં કોઈ પ્રકારનો લાભ નથી. યોગીઓની મશ્કરી કરવાથી મહાપાપ બંધાય છે. કોઈ વખત યોગી ક્રોધમાં આવીને શાપ આપે તો ભારે થઈ પડે છે. યોગીઓનો ઉપહાસ કરવા જતાં અનેક આપત્તિઓ આવી પડ્યાનાં દૃષ્ટાંતો પુરાણોમાં સંખ્યાબંધ છે. લોકમાં પણ ઘણી વાતો પ્રસિદ્ધ છે. માટે સાધુઓની કે યોગીઓની મશ્કરી કરવી નહિ. રાજા ક્યારે ખુશ હોય અને ક્યારે નાખુશ હોય એ કળી શકાતું નથી For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩ર હિતશિક્ષા એટલે તેની નાખુશી હોય ત્યારે મશ્કરી કરનારને મશ્કરી ભારે પડી જાય છે. રાજા કોપે ત્યારે પ્રાણ પણ જોખમમાં આવી પડે છે. કદાચ એવા કોઈ પ્રસંગે હાંસી થઈ જાય – ન રહેવાય તો ઠાવકા રહેવું, મશ્કરી ખુલ્લી પડી જાય એમ કરવું નહિ – હસવું નહિ. હસવાથી બાજી જલદી બગડી જાય રાજાની જેમ રાજ્યના વિશિષ્ટ અધિકારીઓની પણ મશ્કરી ન કરવી. વડોદરાના વિશિષ્ટ અધિકારીની મશ્કરી કરવા જતાં સિદ્ધપુરના વહોરાઓને ખૂબ જ સહન કરવું પડ્યું હતું. પંડિતની મશ્કરી કરવાથી વિદ્યાને ધક્કો પહોંચે છે, જે વિદ્યા-ગુરુ છે. તેનો જ ઉપહાસ કરવાથી તેનું મન વિદ્યાર્થી ઉપર નારાજ થાય છે ને તેથી તેને ભણાવવામાં તેનો ઉલ્લાસ ઓસરી જાય છે. | વિક્રમના અનેક પ્રબંધો છે. તેમાં એક પ્રબંધમાં એક વાત આવે છે કે – રાજા વિક્રમની પુત્રીને ભણાવવા માટે એક મહાન વિદ્વાન પંડિત રાખ્યો હતો. બહુ જ સારી રીતે ભણાવીને પંડિતે રાજપુત્રીને શાસ્ત્રોમાં કુશલ બનાવી. એકદા ભણીગણીને તૈયાર થયા બાદ રાજકન્યા ગવાક્ષમાં બેઠી હતી. ઉનાળાનો સમય હતો. પંડિતજી નીચેથી પસાર થતા હતા. રાજપુત્રીએ પંડિતજીને ઊભા રાખ્યા ને તાજો આવેલાં આમ્રફળો લઈ જવા કહ્યું. વૃદ્ધ પંડિત ઊભા રહ્યા ને કહ્યું કે હું થાકી ગયો છું માટે ઉપર નહિ ચડું, ઉપરથી નાખો હું ઝીલી લઈશ.” – એમ કહી પંડિતજીએ ખેસ પહોળો કર્યો ને રાજકન્યાએ ઉપરથી ઘણાં આમ્રફળો નાખ્યાં. પંડિતજીએ ફળો ઝીલ્યાં તો ખરાં પણ કેટલાંક ફળ નીચે ધૂળમાં પડી ગયાં. તે ફળો લઈને તેના ઉપરની ધૂળ દૂર કરવા માટે પંડિતજી ફળને ફૂંક મારવા લાગ્યા. તે જોઈને ઉપહાસ કરવા રાજપુત્રી બોલીઃ “કિમ્ અત્કૃષ્ણાનિ સત્તિ ફલાનિ? – શું ફળો બહુ ઊનાં છે?” આ મીઠી મશ્કરી પંડિતજીને આકરી લાગી. તેમને લાગ્યું કે – એક તો મારી વૃદ્ધાવસ્થા છે, બીજું એક હાથ આ ફળોમાં રોકાયેલો છે, ત્રીજું વસ્ત્રથી ધૂળ સાફ કરું તો વસ્ત્ર મલિન થાય. એટલે ધૂળ ઉડાડવાનો અવશિષ્ટ આ એક જ ઉપાય છે. તે સમજ્યા વગર આ પણ્ડિતમન્યા છોકરી મારો ઉપહાસ કરે છે તો મારે તેને ઠેકાણે લાવવી પડશે. એવી મનમાં ગાંઠ વાળીને ઉત્તર આપ્યો કે “સાપ્રત ન સન્તિ અયુષ્માનિ કિન્તુ ભવિષ્યન્તિ – અત્યારે For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ છત્રીશી: ૧૦ તો અત્યુષ્ણ નથી પણ પછીથી થઈ જશે.” એમ કહી પંડિતજી પોતાને ઘેર ગયા. વખત જતાં રાજપુત્રીને યોગ્ય વિદ્વાન વર શોધી લાવવાનો કાર્યભાર રાજાએ પંડિતજીને સોંપ્યો. પંડિતજીએ તેનો સ્વીકાર કર્યો ને પ્રથમની મશ્કરીનો પૂરેપૂરો બદલો વાળવાનો વિચાર કર્યો. જંગલમાં જતાં એક સુંદર આકૃતિવાળા ભરવાડને ઝાડ ઉપરથી બકરાંઓ માટે પાલો નીચે નાખતાં જોયો ને પછી જે ઝાડ ઉપર તે બેઠો હતો તે ડાળને કુહાડાથી છેદતો જોયો. પંડિતજીએ તેને પૂછ્યું કે – “ભાઈ! જે ડાળ ઉપર બેઠો છે તેને જ શા માટે છેદે છે?” તેણે જવાબ આપ્યો કે “આમ ઊતરવાની મહેનત કોણ કરે! આ ડાળ કપાશે એટલે ડાળ અને હું બંને એકસાથે નીચે પહોંચીશું. ઊતરવાની મહેનત બચશે ને ડાળનું લાકડું કામમાં આવશે.” પંડિતજીને લાગ્યું કે ખરેખર આ મહામૂર્ખ છે, એટલે તેને સાથે લીધો ને છ મહિના પોતાને ઘેર રાખ્યો. છ મહિનામાં તેને કેટલાક બાહ્ય સંસ્કારો આપીને ઠીકઠાક કર્યો. ‘ઉમાપતિ શંકરરતાં રક્ષતુ – એવો આશીર્વાદ રાજાને આપવા માટે ગોખાવ્યો ને પંડિતજી તેને રાજસભામાં લઈ ગયા. મહામૂર્ખતાને લઈને ગોખેલો આશીર્વાદ તે ભૂલી ગયો ને સહસા ‘ઉશર એ પ્રમાણે બોલી ગયો. પંડિતજીએ તેને ઇશારાથી મૌન રહેવા સમજાવી દીધું અને રાજા તથા સભાને કહ્યું કે “આ અમુક દેશના મહાપંડિત છે. ઊગતી વયમાં ઘણું જ વિશિષ્ટ જ્ઞાન સંપાદન કરી લીધું છે. તેઓ વધારે બોલતા નથી, આશીર્વાદ મંત્રાક્ષર જેવો છે. તે આશીર્વાદનું રહસ્ય આ પ્રમાણે છે. મને પણ તે તેમની સાથેના લાંબા સહવાસથી સમજાયું છે. . “ઉમવા સહતો નૃત્યનું, શંકર શૂલપાણિભૂત ! રક્ષતુ ત્યાં હિ રાજેન્દ્રા ટંકારબલગર્વિતઃ II - (નાચ કરતા, હાથમાં શૂલધારી, ટંકારબલના ગર્વવાળા શંકર ઉમા સહિત હે રાજેન્દ્ર! નિશ્ચયે તમારું રક્ષણ કરો.) પંડિતજીના આ પ્રસ્તાવથી રાજા ને સભા ખૂબ ખુશ થયાં. છેવટે જ્યારે પંડિતજીએ પોતાનું કથન પૂરું કરતાં કહ્યું કે રાજા સાહેબે મને વિદુષી રાજપુત્રીને યોગ્ય સ્વામીની શોધ કરવાનો ભાર સોંપ્યો હતો તે માટે ઘણી મહેનતે હું આ મહાશયને શોધી લાવ્યો છું. ત્યારે તો સર્વના હર્ષનો પાર For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૪ હિતશિક્ષા જ ન રહ્યો. પછી તો વિલંબ ન કરતાં તેની સાથે રાજપુત્રીનો વિવાહ કરવામાં આવ્યો. સતત સાહિત્યમાં રત રાજપુત્રીને જ્યારે પોતાનો પતિ નિતાંત મૂર્ખ છે એવી જાણ થઈ ત્યારે તે મનમાં ખૂબ દુભાણી ને ઉઠાવીને લાત મારીને તેણે પોતાના પતિને ત્યાંથી હાંકી કાઢ્યો. પોતાની મૂર્ખતા અને વિષમતાને નિંદતો તે પણ એક દેવીના મંદિરમાં જઈને આસન લગાવી બેઠો. એણે મનમાં નિશ્ચય કર્યો કે ક્યાં તો અહીં મરી જવું ને ક્યાં તો પૂર્ણ વિદ્વાનનું વરદાન લઈને જીવવું. એકવીસ દિવસે દેવીએ પ્રસન્ન થઈને વરદાન દીધું. એ કવિ કાલિદાસ કહેવાયો. પ્રસ્તુતમાં આ કથા એ સમજાવે છે કે પંડિતની મશ્કરી-હાંસી ન કરવી. એનું પરિણામ આ પ્રમાણે કોઈ વખત ઘણું જ ખરાબ આવે છે. [૩૭]. હાથી, વાઘ અને સાપ લડતા હોય ત્યારે ત્યાં આગળ ઊભા રહેનારને બને રીતે નુકસાન થાય છે. એક તો તે લડતાં લડતાં ક્યારે વિફરશે અને કોના ઉપર જઈ પડશે એ સમજાતું નથી. પોતાના તરફ વળે ત્યારે જો પોતે અસાવધ હોય ને તેના સકંજામાં આવી પડે તો આવી બને છે. સાવધ હોય ને ત્યાંથી ભાગે ત્યારે ઊંચે ચાસે એવું દોડવું પડે છે કે સૂધબૂધ ઊડી જાય છે. ભાગતાં ભાગતાં ઠોકર વાગે, કોઈ સાથે અથડાઈ જવાય, ખાડા-ખડિયામાં પગ આવે ને ઈજા થાય, એ સર્વ વિનાકારણ સહન કરવું પડે છે. બીજું, એ લડાઈ જતાં પરિણામ એવાં ખરાબ થાય છે કે તેથી આત્મા ઘણાં અશુભ ચીકણાં કર્મ બાંધે છે. એ રીતે અનેક જન્મ બગડે છે. કેટલેક સ્થળે પોતાની માનસિક વૃત્તિઓની ક્રૂરતા સંતોષવાની ખાતર આવાં પ્રાણીઓને માદક પદાર્થો ખવરાવીને બઝાડેલડાવે છે. તે જોવા માટે ઘણાં માણસો વ્યવસ્થિત એકઠાં થાય છે. સરકસ આદિમાં પણ આવા પ્રયોગો દેખાડવામાં આવે છે. મદારીઓ સાપ નોળિયાને લડાવે છે. એ સર્વ જોનારને એકંદર પાપકર્મ હાંસલ થાય છે. પૈસા આપીને પાપ ખરીદવાનાં આ સર્વ મોહક ને ભ્રામક સ્થાનો છે. તેથી સમજુ આત્માએ અવશ્ય બચવું જરૂરી છે. એથી બચનાર એ ખરેખર બચી જાય છે ને તેમાં ફસાનારો ખરેખર ફસાય છે. For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ છત્રીશી: ૧૦ ૩૫ બે માણસો લડતા હોય ત્યાં પણ ઊભા રહેવું નહિ. વિજાતીય યુદ્ધ કરતાં સજાતીય યુદ્ધ વધારે ભયંકર છે. વિજાતીય યુદ્ધમાં જોડાવાનું મન કોઈને થતું નથી પણ સજાતીય યુદ્ધમાં ઘણી વખત જોનાર સામેલ થઈ જાય છે. કદાચ સામેલ ન થાય તો લડનારને ઉશ્કેરે છે. એથી નકામી એકબીજામાં વૈરવૃત્તિ જાગે છે, જેનાં પરિણામ વખત જતાં બૂરાં આવે છે. એવે સ્થળે ન ઊભા રહેનારને આવા કોઈ પરિણામના ભોગ થવું પડતું નથી. આ શિખામણને સમાવતી એક નાની સુંદર વાત ધ્યાનમાં રાખવા જેવી છે. એક શહેરમાં એક શ્રીમંત શેઠ રહેતા હતા, તેમને એકનો એક છોકરો હતો. શ્રીમંત શેઠનો છોકરો ને તેમાં પણ એકનો એક, એટલે ખૂબ લાડમાં ઊછર્યો. લાડમાં ઊછરવાને લીધે તેનો બૌદ્ધિક વિકાસ કાંઈ પણ થયો નહિ. એટલે બધાં તેને કહેવા લાગ્યાં કે બિલકુલ બુદ્ધિ વગરનો છોકરો છે. એક દિવસ કોઈ સારે પ્રસંગે તેને પાંચ રૂપિયા બક્ષિસ મળ્યા. તે લઈને તે બજારમાં ગયો. ત્યાં એક જગ્યાએ પાટિયું માર્યું હતું કે અહીં બુદ્ધિ મળે છે. પાટિયું વાંચીને છોકરાને થયું કે મને બધાં બુદ્ધિ વગરનો બુદ્ધ કહે છે, માટે હું અહીંથી થોડી બુદ્ધિ ખરીદી લઉં. બુદ્ધિ ખરીદવા માટે તે ઉપર ગયો, ત્યાં એક બુદ્ધિમાન માણસ બધાને કિંમત પ્રમાણે બુદ્ધિ આપો હતો. તેની પાસે જઈને છોકરાએ કહ્યું કે મને પાંચ રૂપિયાની બુદ્ધિ આપો. બુદ્ધિમાને પાંચ રૂપિયા લીધા ને તે છોકરાને તેને અનુરૂપ એક બુદ્ધિ આપી કે તારે કોઈ બે જણા લડતા હોય ત્યાં ઊભા રહેવું નહીં આ બુદ્ધિ તું બરાબર ધ્યાનમાં રાખજે. છોકરો બુદ્ધિ લઈને ઘેર આવ્યો. તેના બાપે તેને પૂછ્યું કે પાંચ રૂપિયાનું શું લઈ આવ્યો? ત્યારે તેણે પોતે ખરીદ કરેલી બુદ્ધિની વાત કહી. બાપે ઠપકો દીધો ને કહ્યું કે “આવી નમાલી વાતમાં પાંચ રૂપિયા વેડફી નાખ્યા – સાવ મૂરખ છે ને? તે છોકરાને સાથે લઈને બાપ બુદ્ધિમાનની દુકાને ગયો ને ત્યાં તેની બુદ્ધિ પાછી લઈને પાંચ રૂપિયા પાછા આપવા કહ્યું. બુદ્ધિમાને રૂપિયા પાંચ પાછા આપ્યા અને લખાવી લીધું કે હવે પછી આ છોકરાથી મારી બુદ્ધિનો ઉપયોગ કરી શકાશે નહિ. બે જણા લડતા હોય ત્યારે તેણે ત્યાં ઊભા રહેવું પડશે.’ મૂર્ખ છોકરાના મનમાં એ વાત ઠસી ગઈ કે જો હવે પછી બે જણા બાધતા હોય ત્યાં નહિ ઊભો રહું તો બુદ્ધિમાનનો ગુનો ગણાશે, એટલે તે For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૬ હિતશિક્ષા એવે સ્થળે જાણી જોઈને ઊભો રહેવા લાગ્યો. એક દિવસ સાંજને સમયે એક પાનવાળાની દુકાને રાજપુત્ર ને મંત્રીપુત્ર બંને પાન લેવા એકસાથે આવ્યા. એક કહે કે મને પહેલું આપ ને બીજો કહે કે મને પહેલું આપ. એમ ને એમ વાત-વાતમાં બંને બાધી પડ્યા. એ જ સમયે શેઠનો છોકરો ત્યાંથી નીકળ્યો. ઊંધી બુદ્ધિને લઈને તે ત્યાં ઊભો રહ્યો ને જોયા કર્યું. વાત વધી ને લોકો ત્યાંથી ખસી ગયા. જોનારમાં એકલો આ છોકરો જ ત્યાં ઊભો હતો. વાત રાજદરબારે પહોંચી. ગુનેગાર કોણ છે, તે નક્કી કરવા માટે સાક્ષી જોઈએ. સાક્ષી તરીકે આ શેઠના છોકરાનું નામ આવ્યું. પહેલેથી છેલ્લે સુધી જોનાર એ હતો. તેને બોલાવવા માટે સિપાઈ ગયો. શેઠ ચિંતામાં પડ્યા કે કોના તરફ સાક્ષી ભરવી. કાંઈ સૂઝ પડી નહિ. બુદ્ધિ લેવા માટે શેઠ પેલા બુદ્ધિમાનની દુકાને ગયા. બુદ્ધિમાને કહ્યું કે હવે આ બુદ્ધિના રૂ. ૫00 પડશે.” શેઠે કબૂલ કર્યું. રૂ. ૫00 આપી દીધા ને બુદ્ધિમાને બુદ્ધિ આપી કે “રાજા જે પૂછે તેનો ઉત્તર કાંઈકનો કાંઈક છોકરાએ આપવો. ગાંડાઘેલા જેવો દેખાવ કરવો એટલે છોકરો છૂટી જશે.” શેઠે એ પ્રમાણે કર્યું ને છોકરો છૂટી ગયો. બે જણ બાધતા હોય ત્યાં ઊભું ન રહેવું એ બુદ્ધિ રૂ. પની જ હતી તે ન માની તો રૂ. ૫૦૦ આપવા પડ્યા. મફત મળતી આ બુદ્ધિનો – આ શિખામણનો ઉપયોગ કરનાર લાખો રૂપિયાનો લાભ મેળવે છે ને હિત સાધે છે. કાયાની કઠણાઈ બેસે ને ગૃહસ્થાશ્રમ ચૂંથાઈ જાય એવાં કેટલાંએક કાર્યો ન કરવા માટે અગિયારમી કડીમાં કવિ ચાર શિખામણો આપે છે. | ૧૧ | કૂવા કાંઠે હાંસી ન કરીએ, કેફ કરી નવિ ભમીએજી; વરો ન કરીએ ઘર વેચીને, જૂગટડે નવિ રમીએ ' ૧૧ સુણજો સજ્જન રે, (૧) કૂવાને કાંઠે હાંસી-મશ્કરી ન કરવી. (૨) કેફ ચડે એવી ચીજનું સેવન કરવું નહિ, ને કરીને ભટકવું નહિ. For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ છત્રીશી : ૧૧ (૩) ઘર વેચીને વરો નાતનો જમણવાર કરવો નહિ. (૪) જુગાર રમવો નહિ. [૩૮] કૂવાને કાંઠે હાંસી ન કરવી – કૂવાને કાંઠે સતત પાણી ઢોળાતું હોય છે, ને તે કારણે ત્યાં આજુબાજુની જમીન ચીકણી – લપસણી થઈ ગઈ હોય છે. હાંસી-મશ્કરી કરતાં ત્યાં લપસી પડાય તો કપડાં ખરાબ થાય, શરીરને વાગે, ને કઠેડા વગરનો કૂવો હોય તો કૂવામાં પણ પડી જવાય. મશ્કરીમાં માણસ મર્યાદા જાળવી શકતો નથી. મશ્કરી એટલે વિવેક – મર્યાદાનું ઉલ્લંઘન. કેટલીક વખત મશ્કરીમાં ભાષા અને ચેષ્ટાનું એટલું ઉલ્લંઘન કરવામાં આવે છે કે કરનાર પોતે પણ પાછળથી લજ્જાય છે. આવી સ્થિતિ જ્યારે હાંસી-ઠઠ્ઠા-મશ્કરીની છે ત્યારે કૂવા ઉપ૨ બહેનો પાણી ભરવા આવતી હોય છે, તેઓ ન સાંભળવા યોગ્ય સાંભળે, ન જોવા જેવું જોવે. ત્યારે તેમને લજ્જાવું પડે ને કહેવું પડે કે કેવા નફ્ફટ ભેગા થાય છે! એથી મશ્કરા માણસોની આબરૂ ઘટે છે. આવા પ્રસંગો વધારે વખત બનતાં સામાજિક ધોરણ નીચે ઊતરતું જાય છે, એટલે એવા પ્રકારની મશ્કરીઓ કરવી નહિ અને કૂવાને કાંઠે તો ખાસ કરીને કોઈ પણ પ્રકારની મશ્કરી કરવી નહિ. ૩૭ મશ્કરી એવી ચીજ છે કે તે તેમાં ન મળ્યા હોય તેનું પણ ખેંચાણ કરે છે, એટલે કૂવાકાંઠે પાણી ભરનારાનું ધ્યાન – બેધ્યાન બની જાય તો તેનાં માટીનાં વાસણ હોય તો ફૂટી જાય, તાંબા-પિત્તળનાં હોય તો ઘોબા પડે ને લપસી જાય તો ઈજા પહોંચે, માટે કૂવાકાંઠે હાંસી ન કરવી. [૩૯] કેફ કરીને ભટકવું નહિ – કેફ કરવાથી વૃત્તિઓ ઉશ્કેરાય છે અને તેથી માણસ પોતાની પ્રકૃતિ ઉપરનો સહજ કાબૂ ગુમાવી બેસે છે. દારૂ, લીલાગર, ગાંજો વગેરે કેફ ચડાવનારી ચીજો છે. તે ચીજોનું સેવન કરનારને ઘણી વખત પોતાનું ધાર્યું કામ પાર પડતું હોય એમ લાગે છે; પણ અણધાર્યાં કેટલાં ભયંકર નુકસાન વેઠવાં પડે છે એ વિચાર આવતો નથી. જો એ વિચાર આવે તો For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ હિતશિક્ષા ક્ષણવારમાં તેનો કેફ છૂટી જાય – નશો ઊતરી જાય. નશો ચડે છે ત્યારે ખરેખર નસો ચડી જાય છે. તેમાં પણ જ્યારે કેફ કરીને માણસ ભટકવા નીકળે છે ત્યારે તેની જે બૂરી દશા થાય છે – તે જોઈ પણ ન જાય. કેફને ત્યાં ઊંચ-નીચનો ભેદ નથી. તે દરેકની સમાન સ્થિતિ કરી મૂકે છે. એક રાજપુત્રીને તેના પિતાએ પૂછ્યું કે “મીઠી ચીજ કઈ છે?' જવાબમાં રાજકુમારીએ જણાવ્યું કે “દારૂ-મદિરા.” રાજાને ત્યાં દારૂ પિવાતો ન હતો ને તેમાં પણ આ નાની કુમારિકાને તો દારૂના સ્વાદનું ભાન જ ક્યાંથી હોય! એટલે રાજાએ કહ્યું કે “શાથી તું કહે છે કે દારૂ મીઠો છે?” રાજકન્યાએ કહ્યું કે “આપણા મહેલની પાછળ દારૂનું પીઠું છે, હું સાંજે બારીમાં બેસીને જોઉં છું, ઘણા સારા માણસો તેમાં પેસે છે. તેઓ જ્યારે દારૂ પીને નીકળે છે ત્યારે તેમની સ્થિતિ જોઈ જાય તેવી પણ નથી હોતી. પોલીસો આવે છે. ને લથડિયાં ખાતા – જ્યાં ત્યાં પડેલા – જેમ તેમ લવારો કરતા તેઓને મારી મારીને કાઢે છે. આ સર્વ જોઈને મને થાય છે કે આ માણસો ફરી આ રસ્તે પણ નહિ ચડે. પણ બીજા દિવસે જ્યારે જોઉં છું ત્યારે તેના તે જ માણસો દારૂના પીઠામાં પેસે છે ને દુઃખી થાય છે. આમાં દારૂમાં જે મીઠાશ છે તે જ કારણ છે. રાજકુમારિકાના ઉત્તરથી રાજાને સંતોષ થયો. આ ટૂંકી વાતમાં કેફ કરનારની કેવી બૂરી દશા થાય છે તેનો આછો ખ્યાલ છે. કેફને પરવશ પડેલાનું નુકસાન ગણતરી બહારનું હોય છે. એટલે કેફ કરવો નહિ અને કરીને ભટકવું નહિ, એ હિતાવહ છે. ૪િ૦), ઘર વેચીને વરો કરવો નહિ – વરો કરવો એટલે નાત જમાડવી. વ્યવહારમાં રહેલા માણસોને વરો કરવાના પ્રસંગો આવતા હોય છે. કેટલાએક પ્રસંગે વરો કર્યા વગર ચાલે જ નહિ – ગમે તેમ કરીને વરો કરવો જ જોઈએ – એવું માણસ માની બેઠો હોય છે, ને તેની તેવા પ્રકારની અધકચરી માન્યતા હોય તો કેટલાક તેને ચડાવીને પૂરી કરે છે. હિતસ્વી ગણાતા પણ આવા પ્રસંગે સામાનું હિત જોઈ શકતા નથી. “આવો પ્રસંગ ક્યાં ફરી ફરી આવે છે? પૈસા તો ગમે ત્યારે મળશે, પણ પ્રસંગ પત્યા પછી પસ્તાવો રહી જશે. For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ છત્રીશી: ૧૧ ૩૯ બધા કરતા આવ્યા છે, તો આપણે પણ કરવું જોઈએ.” આ પ્રકારની ચડવણીમાં ચડાઉ માણસ ફસાઈ પડે છે, ને શક્તિ ન હોય તો પણ વરો કરવા તૈયાર થાય છે. છેવટે ઘર વેચીને વરો કરે છે – કરવો પડે છે; પણ તે બરાબર નથી, વાજબી નથી, નરી મૂર્ખાઈ છે. ગૃહસ્થાશ્રમના પાયારૂપ કોઈ ચીજ હોય તો તે ગૃહ-ઘર છે. ગામમાં ઘર નહીં ને સીમમાં ખેતર નહીં એવા નરની સંસાર-વ્યવહારમાં કાંઈ પણ કિંમત નથી. ઘર વેચીને વરો કરનારને પાછળથી ઘણું સહન કરવું પડે છે. એવા વરામાં વ્યવહાર સિવાય આત્માનો કોઈ પણ વિશિષ્ટ લાભ સમાયો નથી હોતો કે જે સહન કરતાં પણ એ આત્મા સંતોષ માને કે ગમે તેમ થયું પણ આત્મકલ્યાણ તો સધાયું છે. પાછળથી જ્યારે એવા વરા કરનારની વિષમ સ્થિતિ થાય છે ત્યારે પહેલાંના સલાહ દેનારા જ તેને નિંદે છે, મૂર્ખ બનાવે છે, પડ્યા ઉપર પાટુ મારે છે. માટે એવી સ્થિતિમાં ન મુકાવું એ સુખનો રસ્તો છે. આ શિખામણમાં વરો કરવાની ના નથી પણ જેનામાં શક્તિ ન હોય અને ઘર વેચીને વરો કરવો પડે એમ હોય, તેને માટે એમ કરવું નહીં એ પ્રમાણે છે. પહોંચતો માણસ વરો ન કરે અને નાતમાં નિંદાય તો તે પણ મૂર્ખાઈ છે, કૃપણતા છે. વ્યવહારમાં રહેનારે તેના રિવાજોનું શક્તિ પ્રમાણે પાલન કરવું જરૂરી છે. વ્યવહારનું તંત્ર એ પ્રમાણે પરિપાલન થવાથી સુવ્યવસ્થિત ચાલે છે. માણસ પહોંચતો ન હોય ને નાતવાળા પરાણે જમણ કરાવે ત્યારે મુસાભાઈનાં વા-પાણીવાળી વાત પણ ચાલાક માણસને કરવી પડે છે. તેમ કરવું પણ શોભાસ્પદ તો નથી જ. મુસાભાઈની સ્થિતિ એક વખત તો ઘણી સારી હતી, પણ પાછળથી ઘસાઈ ગઈ હતી. નાતને જમાડવા માટે નાતવાળાઓ મુસાભાઈને વારંવાર કહ્યા કરતા હતા. એક વખતની સારી સ્થિતિવાળા મુસાભાઈ “અત્યારે સ્થિતિ સારી નથી.’ એમ કહેતાં શરમાતા એટલે આડાઅવળા જવાબો આપીને પ્રસંગને ઠેલ્યા કરતા હતા. આમ ઘણી વખત થયું. પછી તો રોજ નવાં નવાં બહાનાં ક્યાંથી કાઢવાં? એટલે મુસાભાઈ મૂંઝાયા. એક દિવસ તેમના મનમાં એક યુક્તિ ફુરી આવી. તેણે બધા નાતવાળાને જમણ આપ્યું. પાંચ પકવાન કર્યા. સુંદર જમવાની ગોઠવણ કરી. નાતીલા બધા બનીઠનીને જમવા માટે આવ્યા, નાતની પંગત બેઠી, તેમાં મુસાભાઈ પોતે જાતે એક હાથમાં પંખો For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ ૪૦ હિતશિક્ષા અને બીજા હાથમાં પાણીનો લોટો લઈને નીકળ્યા. જમનારાઓને પંખાથી પવન નાખતા જાય અને પાણી પીરસતા જાય. મુસાભાઈનો આવો વિવેક જોઈને નાતવાળા વાહ-વાહ પોકારી ઊઠ્યા. બે મોઢે મુસાભાઈનાં વખાણ કરવા લાગ્યા. ત્યારે મુસાભાઈ કહેવા લાગ્યા કે ભાઈ! નાતનું નાત જમે ને મુસાભાઈનાં વા-પાણી જમનારા કહે કે છો કાંઈ ! આટઆટલું કરવા છતાં કેટલી બધી સાદાઈ છે! છે જરાય અભિમાન? મુસાભાઈએ તો જમવા આવ્યા હતા તે બધાના જોડાઓ વેચાવી નાખ્યા હતા ને તેના પૈસા પોતે લઈ લીધા હતા. પોતે ખર્ચ કર્યો હતો તે કરતાં પૈસા વધુ આવ્યા હતા એટલે આખી નાતમાં તેઓ આડકતરી રીતે જાહેર કરતા હતા કે “નાતનું નાત જમે ને મુસાભાઈનાં વા-પાણી. પાછળથી એ કહેવાનો મર્મ નાતીલાઓને સમજાયો. પછીથી તો તેઓ એવી ચડામણી કે ચીડવણી કરવાની ખો ભૂલી ગયા. કેટલાક આ કથામાં કહે છે કે મુસાભાઈ નાતના શેઠ હતા ને તેમને ઘેર નાતનાં વાસણો રહેતાં હતાં. બધું પત્યા પછી મુસાભાઈએ તે બધાં વાસણો વેચી નાખ્યાં ને તેમાંથી નાત જમાડી તેના રૂપિયા કાઢી લીધા. ફરી જ્યારે નાતને વાસણોની જરૂર પડી ત્યારે બધી વાત ફૂટી ગઈ ને નાત ભેગી થઈ ત્યારે મુસાભાઈએ કહ્યું કે મેં તો બધાની વચ્ચે કહી દીધું છે કે ભાઈ! આમાં મારું કાંઈ નથી, આ તો નાતનું નાત જમે છે, આમાં મુસાભાઈનાં તો વા ને પાણી બે જ વાનાં છે.” ગમે તેમ કર્યું હોય તે મુસાભાઈ જાણે, આપણે શું? આવા વરા કરવા કે કરાવવામાં શો સાર છે? એ ન થાય એમાં જ મજા છે. [૪૧] જુગાર રમવો નહીં – જુગાર એ મહાવ્યસન છે. વ્યસન એટલે દુઃખ. જેમાંથી દુઃખ ઉત્પન્ન થાય તેનું નામ વ્યસન નાનું દુઃખ આપનારાં નાનાં વ્યસન અને મોટું દુઃખ આપનારાં મોટાં વ્યસન કહેવાય. એ મોટા વ્યસનની વિચિત્રતા તો એ છે કે – તેથી આવી પડતાં દુઃખો સહન કરવા છતાં તેને પરવશ પડેલો જીવ તેથી છૂટી શકતો નથી. સમજુ પણ તેમાં ફસાયા પછી બચી શકતો નથી. મહાવ્યસનો સાત છે. (૧) જુગાર (૨) માંસભક્ષણ (૩) દારૂ () For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ છત્રીશી: ૧૧ ૪૧ વેશ્યાગમન (૫) શિકાર (૬) ચોરી કરવી (૭) પરસ્ત્રીસેવન. આ વ્યસનો સેવન કરનારને મહા-ભયંકર નરકમાં લઈ જાય છે. આ સાતમાં પ્રથમ વ્યસન જુગાર ઘૂત ચ માંસ સુચ ચ વેશ્યા, પાપદ્ધિચૌર્યે પરારસેવા | એતાનિ સપ્ત વ્યસનાનિ લોકે, ઘોરાતિઘોરે નરક નયતિ || ૧ | સાતમાં જુગારને પ્રથમ સ્થાન મળ્યું છે. કારણ કે બીજાની પાછળ તે ખેંચાતો હોય એવું ઓછું બને છે, પણ તેની પાછળ બીજાં છ અવશ્ય ખેંચાઈ આવે છે. પછીનાં છને દોરનાર Leader જુગાર છે. જુગારની પાછળ બીજાં વ્યસનો કેવી રીતે ખેંચાઈ આવે છે તે નીચેની એક હકીકતમાં સ્પષ્ટ જણાઈ આવે છે. એક મહાદાતાર શ્રીમાનું સવારમાંથી ઊઠીને ભિક્ષુકોને અન્નદાન દેતો હતો, ત્યાં દાન લેવાને એક ભિક્ષુક જેવો દેખાતો માણસ આવ્યો. દાનેશ્વરીએ તેને અન્ન આપવા માંડ્યું; તેણે તે અન્ન લેવા બેવડું – ચોવડું વાળેલું વસ્ત્ર પહોળું કર્યું ત્યારે તેમાં ઘણાં છિદ્રો – કાણાં શ્રીમંતને દેખાયાં, એટલે તેણે પેલા ભિક્ષુકને પૂછ્યું – ભિક્ષો ! કન્યા શ્લથા તે? હે ભિક્ષુક! તારી ઝોળી ફાટી ગઈ છે ? ભિક્ષુકે જવાબમાં કહ્યું – નહિ શફવિધ જાલમ્, આ ફાટેલી ઝોળી નથી પણ માછલાંઓને પકડવાની જાળ છે. એવો તેનો જવાબ સાંભળીને દાતાએ કહ્યું – અજ્ઞાસિ મસ્યાનું, તું મત્સ્ય - માછલાં મારે છે ને ખાય છે? તે વૈ મદ્યપદેશા ભિક્ષુકે જવાબ આપ્યો માછલાં એમ ને એમ એકલાં નથી ખાતો પણ મદ્ય – દારૂનું પણ સાથે મિશ્રણ હોય છે. પિબસિ મધુ? શું તું દારૂ પીએ છે? શ્રીમંતે પુનઃ પૂછ્યું, ભિક્ષકે કહ્યું, સમં વે૩યા – એકલો દારૂ પીતો નથી પણ વેશ્યાની સાથે રહીને પીઉં છું. યાસિ વેશ્યામું? શું તું વેશ્યાગમન કરે છે? એ પ્રમાણે આશ્ચર્યથી શ્રીમંતે પૂછ્યું ત્યારે હસીને ભિક્ષકે જવાબ આપ્યોઃ દ–ાડપિંઘ મૂર્ધન્યરીણામૂ- છાનો – છુપાઈને કાંઈ હું વેશ્યાને ત્યાં નથી જતો પણ મારા શત્રુઓ જોતા રહે ને તેમના માથા ઉપર પગ મૂકીને જાઉં છું. વધુ આશ્ચર્ય પામીને દાનેશ્વરીએ કહ્યું કે આ બધું તો ઠીક For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ હિતશિક્ષા પણ તવ કિમુ રિપવા? તારે શત્રુઓ શાથી છે? ટૂંકામાં ભિક્ષકે કહ્યું ભિત્તિ ભેત્તાકસ્મિ યેષામ્ જેઓનાં હું ઘર ફડું તેઓ બધા મારા શત્રુઓ છે. શ્રીમંત સમજી ગયો કે આ ચોર છે – એટલે સ્પષ્ટ પૂછ્યું કે ચૌરોડસિ? શું તું ચોર છે? જવાબમાં ભિક્ષુકે કહ્યું કે શું કરું ધૂતહેતો – જુગારની લત પડી છે, તેમાં ધન ગુમાવું છું. મારી પાસે ધન હોતું નથી ને જુગારમાં આપ્યા વગર ચાલતું નથી. એટલે ચોરી કરીને ધન મેળવું છું. પોતાની – જીવનની મૂળભૂત વાત એ પ્રમાણે તેણે શ્રીમંતને કહી દીધી. ઉત્તરમાં શ્રીમંતે કહ્યું કે તવ કિ સકલમ! ત્યારે તો તું બધી વાતે પૂરો છે? ભિક્ષુકે વળતું કહ્યું – નાસ્તિ નષ્ટ વિચારો નષ્ટ થયેલાને, પતિતને કાંઈ વિચાર નથી હોતો. ભિક્ષો કન્યા શ્યથા તે નહિ શરિવધ જાલ મનાસિમસ્યાનું તે વે મોપદેશા, પિબસિ મધુસમ વેશ્યથા યાસિ વેશ્યામ્ | દતા મૂર્ધન્યરીણાં તવ કિમ્ રિપવઃ ભિત્તિ ભેજ્ઞાસ્મિ યેષાં ચૌરોડસિ ધૂતહેતો તવ કિમુ સકલ નાસ્તિ નષ્ટ વિચારઃ | આ વાતમાં સ્પષ્ટ છે કે પ્રથમ જુગાર, તેમાંથી ચોરી, તે બન્નેની પાછળ વેશ્યાગમન, દારૂ, શિકાર ને માંસભક્ષણ ચાલ્યાં આવે છે. પરસ્ત્રીસેવન અને વેશ્યાગમનમાં બહુ લાંબું અંતર નથી. એટલે જુગારની પાછળ બીજા ખેંચાઈ આવે છે. - સટ્ટા જેવા અમુક ધંધાઓ પણ ઘણાને જુગાર જેવા થઈ ગયા હોય છે ને તેની પાછળ તેઓ ખુવાર થતા હોય છે. તેવાઓએ ખુવારીમાંથી બચવા ખાતર પણ તેવા વ્યવસાય છોડી દેવા જોઈએ. નળરાજા અને પાંડવોએ જુગારથી કેવાં કષ્ટો ભોગવ્યાં એ છૂપું નથી. માટે ધૂતનું ભૂત માથે ન ચડી બેસે, તે માટે ખાસ સાવધ રહેવાની જરૂર રમત અને વિનોદના લેબાસમાં પણ જુગારે પોતાનું વ્યક્તિત્વ વિશ્વમાં સ્થળે સ્થળે જમાવ્યું છે. તેમાં ફસાએલા જાણવા છતાં બચાવ કરતા હોય છે કે – આ તો ખાલી રમત છે, જુગાર નથી; પણ જ્યારે તેનાં પરિણામ ભોગવવાનો વખત આવે છે ત્યારે પોક મૂકવી પડે છે. એવો વખત આવે તે પહેલાં જ ચેતી જવું જોઈએ. તેના ફંદામાં ન ફસાવું એ જ શ્રેયસ્કર છે. For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ છત્રીશી : ૧૨-૧૩ હવે પછીની બે કડીમાં છત્રીશીકાર વ્યવહાર – વેપારને ઉપયોગી થોડી શિખામણો આપે છે. ૧૨-૧૩ ભણતાં ગણતાં આળસ તજીએ, લખતાં વાત ન કરીએજી; પરહસ્તે પરદેશ દુકાને, આપણું નામ ન ધરીએ નામું માંડો આળસ ઠંડી, દેવાદાર ન થઈએ જી; કષ્ટ ભયાનક થાનક વરજી, દેશાવર જઈ રહીએ (૫) આળસ તજીને નામું માંડવું. (૬) દેવાદાર ન થવું. (૧) ભણવા-ગણવામાં આળસ કરવી નહીં. (૨) લખતાં લખતાં વાત કરવી નહીં. (૩) પારકાની સત્તાવાળી દુકાનમાં પોતાનું નામ ન આપવું. (૪) પરદેશમાં રહેલી દુકાને પોતાનું નામ ન રાખવું. ૧૨ સુણજો સજ્જન રે! ૪૩ ૧૩ સુણજો સજ્જન રે.. (૭) કષ્ટ અને ભયવાળા સ્થાનને છોડી દઈ પરદેશ જઈને રહેવું. ભણવા-ગણવામાં આળસ કરવી નહીં - આળસ એ માનવોનો શત્રુ છે. ભણતર ઉદ્યમથી ચડે છે. વિદ્યા મેળવવાનો યોગ્ય સમય જીવનમાં અમુક જ હોય છે, તે સમય જો આળસમાં – પ્રમાદમાં ચાલ્યો જાય તો પાછળ પારાવાર પસ્તાવો થાય છે. પાછળથી પસ્તાવું ન પડે માટે પ્રથમથી જ પ્રમાદ ઉપર જય મેળવી લેવો જરૂરી છે. વિદ્યાવિહીનઃ પશુઃ” વિદ્યા વગરનો નર પુચ્છ વગરનો પશુ છે. એટલે પશુની કક્ષામાંથી પોતાને અલગ રાખવા માટે વિદ્યા મેળવવા ખંત કેળવવી આવશ્યક છે. વિદ્યાપ્રાપ્તિના મહાનુ શત્રુ આળસને તો સર્વપ્રથમ દૂર કરવી જોઈએ. For Personal & Private Use Only આળસ એ શરીરમાં રહેલો મનુષ્યોનો મહાન્ શત્રુ છે. અને ઉદ્યમ સમો કોઈ મિત્ર નથી કે જે ઉદ્યમ આચરીને આચરનાર દુઃખી થતો નથી. Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૪ હિતશિક્ષા આલસ્ય હિ મનુષ્યાણાં, શરીરસ્યો મહારિપુઃ | નાસ્ત્યઇમસમો બન્ધુ:‚ કૃત્વા યં નાવસીદિત ॥ ૧ ॥ એ વિચાર આળસ દૂર કરવા ઇચ્છનારે વારંવાર મનન કરવા યોગ્ય છે. શરીરમાં આળસ પેઠા પછી ધીરે ધીરે ઘર કરી જાય છે, પછીથી તેને કાઢવી મુશ્કેલ થઈ પડે છે, માટે પહેલેથી તેને પેસવા જ ન દેવી. બુદ્ધિના જડ ગણાતા મનુષ્યો પણ ઉદ્યમ ને મહેનતથી મહાન્ વિદ્વાન્ બન્યાનાં અનેક ઉદાહરણો છે, જ્યારે બુદ્ધિથી બૃહસ્પતિની હારમાં બેસી શકે એવા પણ ઉદ્યમ વગર આળસને પરવશ પડીને કાંઈ પણ ભણ્યા-ગણ્યા વગર રહ્યાનાં અનેક ઉદાહરણો છે. ભણવા-ગણવા સિવાયનાં બીજાં કાર્યોમાં ૨સ રાખવો એ પણ વિદ્યા માટે તો આળસ છે. ભલે થોડું થોડું ભણાય પણ તેમાં રસ કેળવીને સતત યત્ન કરવો એ વિદ્યાને પ્રસન્ન કરવાનો પરમ ઉપાય છે. [૪૩] લખતાં લખતાં વાત કરવી નહીં - જે કાર્ય કરતા હોઈએ તેમાં ચિત્ત પરોવાય તો તે કાર્ય સારું બને છે. જો ચિત્ત બીજે હોય તો કાર્યમાં ભલીવા૨ આવતો નથી. ઊલટું કેટલીક વખત કાર્ય એવું બગડી જાય છે કે કરેલી મહેનત ઉપર પાણી ફરી વળે છે. તેમાં પણ લખવામાં તો બહુ સાવધ રહેવું જરૂરી છે. “બોલ્યું બહાર પડે ને લખ્યું વંચાય” એટલે જેવું લખ્યું હોય તેવું વંચાય – લખતાં લખતાં વાત કરવાથી ધ્યાન-બેધ્યાન થઈ જાય છે. કંઈક લખવાનું હોય તેને બદલે કાંઈક લખી દેવાય છે. કેટલાંક મહત્ત્વનાં લખાણોમાં તો જરી ફેરફાર થઈ જાય તો મહાન્ અનર્થ થઈ જાય. ‘ગોળ’ આપવાનું લખવાનું હોય તેને બદલે, વાતમાં ધ્યાન હોય ને માત્રા લખવી રહી જાય એટલે તેને ગાળ આપજો' એવું લખાય, ત્યારે સામાને કેવું લાગે? આવા પ્રકારના અનેક ગોટાળા લખાણમાં બેધ્યાનથી થઈ જાય છે. એક મહેતાજી પેઢી ઉ૫૨ નોકર હતા. નામું લખવાનું તેમનું કામ હતું. નોકરી પ્રામાણિકપણે કરતા હતા, પણ એક વખત કોઈની સાથે વાત કરતાં કરતાં નામું લખતા હતા. બન્યું એવું કે – જમે-ઉધાર ને બદલે સામા ભાઈ જે વાત કરતા હતા તે બધું ચોપડીમાં ચીતી માર્યું. શેઠે ચોપડો તપાસ્યો For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ છત્રીશી: ૧૨-૧૩ ૪૫ ને જોયું તો ઘણું વિચિત્ર લાગ્યું. મહેતાજીને પૂછ્યું – વેપારીને ત્યાં આવી ભૂલ એ નાનીસૂની ન ગણાય. મહેતાજીને શેઠે પાણીચું પરખાવી દીધું. લખતાં લખતાં વાત કરવાથી આ પરિણામ આવ્યું. લખવું ને વાત કરવી, એ બે કામ સાથે ન કરવાં એ વ્યવહારમાં હિતકર છે. તે કરતાં કેઈગુણ શાસ્ત્રલેખનમાં શ્રેયકર છે. શાસ્ત્રલેખનમાં તો જરી ઓછું-વતું આઘું પાછું લખાઈ જાય તો ઘણાને હાનિ થવા સંભવ છે, એટલે તે લખાણ તો ખૂબ જ કાળજીપૂર્વક લખવું જોઈએ. [૪૪] પારકી દુકાને પોતાનું નામ ન રાખવું – વેપારમાં આબરૂ એ અગત્યનો ભાગ ભજવે છે. જે દુકાને જેનું નામ ચાલતું હોય તેની સત્તા ન હોય તો તે નામને ધક્કો પહોંચવા પૂરો સંભવ છે. એ રીતે નામ બદનામ થયાના બનાવો બન્યા છે ને બને છે, તેથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. વર્તમાનમાં એ રીતિ વ્યાપારમાં અતિ પ્રચલિત બની છે. કાયદાથી બચવા માટે સત્તા વગરના અનેક નામે ધંધાઓ ચાલે છે ને તેના આખરી અંજામ દુઃખદ આવે છે. નામ આપનાર અને નામ ચલાવનાર બન્નેને પરિણામે મનદુ:ખ થાય છે. અસંતોષથી નામ વટાવી ખાવું, તે કરતાં નામ જાળવીને મળે તેમાં સંતોષ રાખવો એ હિતકર છે. એટલે પારકા હાથમાં પોતાનું નામ સોંપવું નહિ એ વ્યવહારુ છે. . [૪૫] પરદેશમાં પોતાને નામે દુકાન ન ચલાવવી – પૂર્વની શિખામણને મળતી આ શિખામણ છે. પરદેશ જો સ્વદેશ જેવો સદી ગયો હોય તો જુદી વાત, બાકી પરદેશ કે જ્યાં પોતાને સ્થાયી રહેવાનું નથી, જ્યાંના રીતરિવાજો પોતાને માફક આવતા નથી, ત્યાં પોતાના નામની દુકાન ચલાવવાથી જ્યારે ઓચિંતા છૂટા થવાનો પ્રસંગ આવે છે ત્યારે કાં તો નામને ધક્કો પહોંચે છે ને કાં તો નુકસાની વેઠવી પડે છે. સોના સાઠ કરવા માટે કોઈ પરદેશ વેઠતું નથી. પરદેશનાં દુઃખો સહેવાં ને સોના સાઠ કરવા જેવું શોચનીય બીજું શું હોય? પરદેશમાં ત્યાંના પરિચિત વિશ્વાસુ સાથે જોડાઈ જવામાં ઉપરોક્ત કોઈ For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૬ હિતશિક્ષા વિષમતા આવતી નથી, એટલે વ્યવહારમાં પરદેશમાં પોતાને નામે દુકાન ન ચલાવવી એ શાણપણ છે. [૪૬] નામું માંડવામાં આળસ ન કરવી – વેપારનો આધારસ્તંભ કોઈ હોય તો તે ચોપડો છે, ચોપડો એ વેપારનો પાયો છે. એ વગરનો વેપાર એ વેપાર નથી. ચોપડાની સુંદર વ્યવસ્થા નામું માંડવામાં પ્રમાદ વગરના વેપારીને આધીન છે. કેટલાય ઓછી આવડતવાળા છતાં નામામાં કાબેલ અને આળસ વગરના વેપારીઓ ઉન્નતિ પ્રગતિ સાધી ગયા છે ને જાય છે, જ્યારે નામામાં આળસ કરતા ઘણાએ વેપારીઓને પોતાનો જામેલો વેપાર ગુમાવવો પડ્યો છે. આળસ કાંઈપણ કામ ન હોય તો પણ કામને ઠેલ્યા કરે છે, ને તેથી કામનો બોજો એટલો વધી જાય છે કે એ બોજો ઉતારતાં ઉતારતાં માણસ કંટાળી જાય છે. કંટાળાથી કરેલા કામમાં ભલીવાર આવતો નથી. આળસથી નામું ઘણું ચડી જાય છે ત્યારે તેમાં ગોટાળા થવાનો પૂરો સંભવ છે. એ ગોટાળામાં કોઈ પાસે લેણી રકમ હોય ને તે લખવી રહી જાય કે ઓછીવત્તી લખાઈ જાય તો પૈસાનું નુકસાન અને સંબંધમાં બગાડો થાય. એટલે નામું માંડવામાં વેપારના રસિયાએ આળસ ન રાખવી એ દરેકે વારંવાર લક્ષ્ય રાખવા જેવી સુંદર શિખામણ છે. | [૪] દેવાદાર રહેવું નહિ – ઋણ-દેવાથી દબાએલો માણસ પ્રામાણિક હોય તો તેને ઊંચે આવતાં ઘણો સમય લાગે છે. તેમાં પણ જો તેની ઊંચે આવવાની વૃત્તિ જોર કરી જાય તો તે વૃત્તિ તેની પ્રામાણિકતાને પૂરેપૂરી ભયમાં મૂકે છે. સુખ અને પ્રામાણિકતા એ બેમાંથી એકનો અથવા બન્નેનો દેવાદારને ત્યાગ કરવો પડે છે. પ્રામાણિકતાને ભોગે પણ સુખ ભોગવવાની વૃત્તિવાળા કહે છે કે “ઋણે કૃત્વા વૃતં પિબેત’ – દેવું કરીને પણ ઘી પીવું, પણ પ્રામાણિકતાને ભોગે ઘી પિનારાને આખરે તેલના પણ વાંધા પડે છે એ હકીકત છે. એટલે દેવાથી દૂર રહેવાની વૃત્તિવાળા “ઋણે કૃત્વા વૃતં પિબેતુ’ એ વાક્યમાં કાંઈ For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ છત્રીશી: ૧૨-૧૩ પણ ફેરફાર કર્યા વગર તેને આ પ્રમાણે સમજે છે ને સમજાવે છે કે ત્રણદેવું છેદીને ઘી પીવું. દવા – હિંસા અર્થવાળો પણ “ક” ધાતુ સ્વાદિ છે, તેનો અહીં ઉપયોગ છે એમ તેઓ કહે છે. પ્રામાણિકતા ગુમાવીને સુખી ગણાવા કરતાં સ્વાભાવિક સ્થિતિમાં રહીને પ્રામાણિકતા જાળવી રાખવી એ સોજા લાવીને જાડા ગણાવા કરતાં સ્વાભાવિક શરીરની સ્થિતિ જાળવી રાખવા બરાબર છે. શતાર્થિક શ્રી સોમપ્રભાચાર્યે એક સુંદર સૂક્તમાં એ ભાવ આ પ્રમાણે ઉપદેશ્યો છે – વર વિભવવધ્યતા, સુજનભાવભાજી નૃણામસાધુચરિતાર્તિતા, ન પુનર્જિતાઃ સમ્મદઃ | કૃશત્વમપિ શોભતે, સહજમાયતી સુન્દર, વિપાકવિરસા ન તુ વયથસંભવા પૂરતા I ૧ | સિજૂઅકર-સૂક્તમુક્તાવલિ) થોડું પણ દેવું જ્યારે વધી જાય છે ત્યારે તેની કલ્પના કરતાં પણ માણસ ધૂજી જાય તેટલું તેનું પ્રમાણ હોય છે. દેવું, ગૂમડું, કષાય, અને અગ્નિ એ ચાર નાનાં-અલ્પ હોય તો પણ તેનાથી ચેતવા જેવું છે. તેમાં બેદરકાર રહેતાં તે ક્યારે વધી જશે અને કેવું પરિણામ લાવશે એ કહી શકાય નહીં. શ્રી આવશ્યકનિક્તિમાં કહ્યું છે કે – આણથોર્ન વણથર્વ કસાયથોર્વ ચ અગ્નિથી ચ | ન હુ બે વીસસિયનું, થોd પિ સે બહુ હોઈ I ૧ ll દેવું સગા બાપનું પણ ન રાખવું – એ વ્યવહારવાક્ય દેવું કેટલું ખરાબ છે તે સમજાવે છે. એક દુહામાં ઉપરના ભાવની સાથે બીજી બે વાતો સમજાવતાં કવિએ કહ્યું છે કે – ચલનો ભલો ન કોસકો, દુહિતા ભલી ન એક | દેણો ભલો ન બાપ કો, જો પ્રભુ રાખે ટેક / ૧ / મહાભારતમાં એક પ્રસંગે - જેને માથે દેવું નથી, જેને પરિભ્રમણ કરવું પડતું નથી એવો ભલે નમતા પહોરે ઘરમાં શાક બાફીને ખાય તો પણ તે સુખી છે – ખુશી છે – એ પ્રમાણે જે કથન આવે છે તેમાં પણ દેવું એ For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૮ હિતશિક્ષા દુઃખદ છે તેનું સૂચન મળી રહે છે. એ પ્રસંગ ટૂંકમાં આ પ્રમાણે છે. વનમાં વસતા પાંડવોને એક વખત પાણીની જરૂર પડી. ભીમ, અર્જુન. સહદેવ અને નકુલ અનુક્રમે પાણીની શોધમાં ફરતાં-ફરતાં થોડે દૂર આવેલા એક સરોવરમાંથી પાણી લેવા જતાં તેમાંથી નીચે પ્રમાણે ચાર પ્રશ્નો સાંભળવામાં આવ્યા ને તેના તેઓ યથાર્થ ઉત્તર આપી ન શક્યા એટલે મૂચ્છિત થઈને પડી ગયા. તે ચાર પ્રશ્નો આ પ્રમાણે હતા. . ૧ વાત શું છે? ૨ આશ્ચર્ય શું છે? ૩ માર્ગ ક્યો છે? ૪ પ્રમોદ કોને છે? કા ચ વાર્તા કિમાશર્ય, કઃ પત્થા? કશ મોદતે? | ઈતિ મે ચતુર પ્રશ્રાનું, પૂરયિત્વા જલ પિબ / ૧ / છેવટે ચારેની શોધમાં યુધિષ્ઠિર નીકળ્યા ને તેઓ પણ આ સરોવર પાસે આવ્યા. ચારે ભાઈઓને મૂચ્છિત પડેલા જોયા. પાણી લેવા ગયા ત્યારે તેમને પણ ઉપરના ચાર પ્રશ્નો સંભળાયા. યુધિષ્ઠિરે તરત જ તેનો જવાબ આપ્યો. ચારે પ્રશ્નોના ઉત્તરો એવા સરસ આપ્યા કે પૂછનાર યક્ષ પ્રસન્ન થઈ ગયો. તે ઉત્તરો આ પ્રમાણે છે – (૧) આ મહામોહમય કડાઈમાં રાત્રિદિવસરૂપી લાકડાં સૂર્યસ્વરૂપ અગ્નિથી સળગાવીને કાળ રસોઈઓ પ્રાણીઓને માસ અને ઋતુરૂપ કડછાથી ફેરવતો પકવે છે – રાંધે છે – એ વાત છે. (૨) રોજ ને રોજ પ્રાણીઓ જમને ઘેર પહોંચે છે, જ્યારે બીજાઓ રહેવા ફાંફા મારે છે, એથી બીજું આશ્ચર્ય શું? () વેદ જુદું કહે છે ને સ્મૃતિઓ કાંઈક જુદું જ કહે છે. એવા કોઈ મુનિ નથી કે જેનું વચન માન્ય રાખી શકાય. ધર્મનું રહસ્ય ગુફામાં છુપાઈ ગયું છે. ત્યારે મોટા માણસો જે માર્ગે ગયા તે “માર્ગ છે. () દિવસને આઠમે ભાગે જે ઘરમાં શાકને રાંધે છે, પણ ઋણ દેવા વગરનો છે અને ભટકવાનું જેને માથે નથી એવો આનંદ કરે છે. યુધિષ્ઠિરે કહેલા ઉપરોક્ત ઉત્તરોનાં સંસ્કૃત સૂક્તો પણ યાદ રાખવા જેવાં છે. તે આ પ્રમાણે છે – For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ છત્રીશી: ૧૨-૧૩ ૪૯ | ૧ || અસ્મિનું મહામોહમયે કાહે સૂર્યાગ્નિના ચત્રિદિવેધનેન !. માસતું પરિઘટ્ટનેન, ભૂતાનિ કાલ પચતીતિ વાત અહન્યહન ભૂતાનિ, ગચ્છત્તિ યમમન્દિરમ્ . અપર સ્થાતુમિચ્છત્તિ, કિશમાશ્ચર્યમતઃ પરમ્ | ૨ શ્રુતિવિભિન્ના મૃતયોપિ ભિના, નકો મુનિર્વસ્ય વચઃ પ્રમાણમ્ | ધર્મસ્ય તત્ત્વ નિહિત ગુહાયાં, મહાજનો યેન ગતઃ સ પત્થાઃ | ૩ | દિવસયાષ્ટએ ભાગે, શાક પચતિ યો ગૃહે ! અનૃણી ચાપ્રવાસી ચ, સ વારિચર! મોદd પ્રસન્ન થયેલા યક્ષે ચારે મૂચ્છિત થયેલાને યુધિષ્ઠિરની વિશેષ પરીક્ષા કરીને સજીવન કર્યા. આ વાતમાં પણ માથે દેવું ન કરવું અને ન રાખવું એ સ્પષ્ટ છે. [૪૮] કષ્ટ ને ભયવાળા સ્થાનને છોડીને પરદેશ જઈને રહેવું – કષ્ટ અને ભય બે પ્રકારનાં છે – બહારનાં અને અન્દરનાં. જે સ્થાનમાં એવાં ભય અને કષ્ટ હોય તે સ્થાનનો ત્યાગ કરવો ને કષ્ટ-ભય રહિત સ્થાનમાં જઈને વસવું. - જ્યાંની ધરતી જ ધૂજી ઊઠતી હોય એવી ધરતીનો જે મૂઢ માણસો ત્યાગ નથી કરી શકતા તેઓ આખરે પતન પામીને દુઃખી થાય છે. એવા સ્થળનો ત્યાગ કરનારા સુખ મેળવે છે. ગમે ત્યાં જાવ પણ ભાગ્ય બે ડગલાં આગળ ને આગળ જ રહેવાનું એ વચન સર્વીશે સત્ય નથી. માણસને વિપત્તિ કે સંપત્તિ આપનારાં સાધનોમાંનું ભાગ્ય એક સાધન છે. ભૂમિવિશેષમાં ભાગ્ય જોર કરે છે અને ભૂમિવિશેષમાં સારું ભાગ્ય પણ મોળું પડી જાય છે. અમુક સ્થાનમાં દુઃખીદુઃખી થઈ ગયેલા માણસો સ્થાન ફેરવવાથી સારી રીતે સુખી થયાનાં ઘણાં દૃષ્ટાંતો છે. - સિંહ, સપુરુષ અને હાથી સ્થાન (વિપત્તિવાળું) છોડીને બીજે સ્થળે જાય છે; જ્યારે કાગડા, નિર્માલ્ય પુરુષો અને હરણિયાંઓ સ્થાન છોડી શકતાં નથી અને દુઃખી થાય છે. For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ હિતશિક્ષા સ્થાનમુત્યુજ્ય ગચ્છત્તિ, સિંહા સત્યુષા ગજા / તવૈવ નિધન યાત્તિ, કાકા કાપુરુષા મૃગાર / ૧ દુઃખનો ડુંગર ખડકાવા છતાં પણ જેઓ પોતાનું સ્થાન છોડી શકતા નથી અને કહ્યા કરે છે કે – આ તો અમારા બાપદાદાનું સ્થાન છે, એ કેમ છોડાય? તેવાઓને માટે નીતિકાર કહે છે કે – બાજુમાં મીઠું પાણી પુષ્કળ મળતું હોય છતાં આ અમારા બાપદાદાનો કૂવો છે એમ કહીને એ ખારા કૂવાનું ખારું પાણી મૂઢ માણસો પીવે છે. તાતસ્ય કૂપોડ્યુમિતિ બ્રુવાણા, ક્ષારે જલ મૂઢનાઃ પિબત્તિ I પ્રાણ પણ જોખમમાં મુકાય એવા રોગોની હવા ફેલાતી હોય, આજીવિકા ન ચાલતી હોય, અપયશ કરનારા શત્રુઓ ઘણા હોય, સન્માન ન જળવાતું હોય, રાજા આદિ સત્તાધારીઓની કરડી નજર રહેતી હોય વગેરે બાહ્ય કારણો સ્થળને છોડી દેવા માટે મુખ્ય છે. આત્માને વ્યસનમાં ખેંચી જનારું વિષય-વિકાપ્રધાન વાતાવરણ હોય, ધર્મવૃત્તિ ન જળવાય એવા પ્રસંગો સતત રહેતા હોય, વિરુદ્ધ ધર્મવાળાનું જોર હોય ઇત્યાદિ અત્યંતર નિમિત્તા સ્થાનનો ત્યાગ કરવા માટે પ્રધાન છે. કવિવર ધનપાલ, દેદાશાહ, પેથડકુમાર વગેરે પૂર્વે કહેલાં કારણોને લીધે વર્ષોના વસવાટવાળા પોતાના સ્થાનનો ત્યાગ કરીને બીજે જઈને રહ્યા હતા. અને બાહ્ય-અત્યંતર બન્ને રીતે સુખી થયા હતા. ક્ષણનો પણ વિલંબ કર્યા વગર દુઃખજનક સ્થાનનો ત્યાગ કરવો એ સુજ્ઞનું લક્ષણ છે. લક્ષ્મી કઈ રીતે મળે? પૈસા પેદા કરવા માટે કેવું વર્તન રાખવું જોઈએ ? અને કેવા ઉપાયો લેવા જોઈએ? તે અંગે કેટલીક શિખામણની વાતો ૧૨ ને ૧૩મી કડીમાં શિક્ષાકારે સમજાવી. હવે એ રીતે મેળવેલી લક્ષ્મી સ્થિર કઈ રીતે થાય, આવેલી લક્ષ્મી ચાલી ન જાય તે માટે કેટલીક શિખામણો આપે છે. નીચે જણાવ્યા પ્રમાણે વર્તન કરવાથી આવેલી લક્ષ્મી પણ ઘર છોડીને ચાલી જાય છે, માટે તેવાં વર્તનો છોડી દેવાં જોઈએ. એવાં વર્તન કરનારાઓ પોતાનું ભાગ્ય પરવારી બેસે છે ને નિભંગીને લક્ષ્મી ત્યજી દે છે. જે વર્તનો ભાગ્ય ઓછું કરનારાં છે – તેનાથી ભાગ્ય કેમ ઓછું થાય છે? તે તે વર્તનો For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ છત્રીશી: ૧૪-૧૫ અને ભાગ્યના ઓછા થવા સાથે કાર્ય-કારણ ભાવ શો? એ જો શ્રદ્ધાવિહોણી બુદ્ધિની કસોટીએ ચડાવવામાં આવે તો મેળ ખાય એવું નથી. બાકી કાર્યકારણ ભાવ પણ જરૂર છે. એ વહેમ છે એમ નથી, એવાં આચરણો જેનાં ચાલુ હોય છે, છતાં તેઓને લક્ષ્મીએ નથી છોડ્યા એવા કોઈકને આગળ ધરીને કુતર્કને વિતર્ક તરફ મતિને ખેંચવી વાજબી નથી. એવા આચરણવાળાને લક્ષ્મી નથી ચાહતી એ વિવાદ વગરની વાત છે. એવા કોઈકની પાસે લક્ષ્મી હોવા છતાં પણ જો તેને ન ચાહતી હોય તો લક્ષ્મીએ તેને છોડી જ દીધો છે. ફક્ત કોઈ કારણસર એ ત્યાંથી ખસવામાં વિલંબ કરતી હોય છે. એ આચરણો કયાં કયાં છે તે ૧૪ ને ૧૫મી કડીમાં જોઈએ. ૧૪-૧૫ ૧૫ ધનવંતોને વેશ મલિનતા, પગ પગ ઘસી ધોવેજી; નાપિત ઘર જઈ શિર મૂંડાવે, પાણીમાં મુખ જોવે. ૧૪ સુણજો સજ્જન રે, નાવણ દાતણ સુંદર ન કરે, બેઠો તરણાં તોડજી; ભંએ ચિત્રામણ નાગો સૂએ, તેને લક્ષ્મી છોડે. સુણજો સજ્જન રે, (૧) છતી સંપત્તિએ મલિન વેશ ધારણ કરવો નહીં. (૨) પગથી પગ ઘસીને ધોવા નહીં. (૩) હજામને ઘરે જઈને માથું મૂંડાવવું નહીં. (૪) પાણીમાં મોઢું જોવું નહીં. (૫) સ્નાન અને દાતણ સુંદર – સારી રીતે કરવાં. (૬) બેઠાં બેઠાં ઘાસનાં તણખલાં તોડવાં નહીં (૭) ભૂમિ ઉપર જે તે ચીતર્યા કરવું નહીં. (૮) નાગા સૂવું નહીં. છતી સંપત્તિએ મલિન વેશ ધારણ કરવો નહીં - ઉદ્યોગિન પુરુષસિંહમુપૈતિ લક્ષ્મી – ઉદ્યમવાળા પરાક્રમી પુરુષને લક્ષ્મી મળે છે. મલિન વેશ ધારણ કરનારમાં પ્રમાદ ઘર કરી ગયો હોય છે, તેની બુદ્ધિ પણ મેલી For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ પર હિતશિક્ષા ઘેલી હોય છે. એવું ભલે એકાંતે ન હોય પણ મોટે ભાગે હોય છે. મલિન વેશ ધારણ કરનાર ટૂર્તિ રાખી શકતો નથી, ઉદ્યમ આચરી શકતો નથી. સારા ઉદ્યોગને અને તેને પૂરો અણબનાવ હોય છે એટલે ધીરે ધીરે તે શ્રીહીનસંપત્તિવિહોણો બની જાય છે. મલિન વેશવાળાને જોઈને તેના પ્રત્યે બીજાઓને સદ્ભાવ જાગતો નથી. બીજા અનેક ગુણો હોવા છતાં ઘણી વખત મલિન વેશવાળો સભ્ય સમાજમાં સ્થાન મેળવી શકતો નથી. પરિણામે સારા સારા માણસોના સંસર્ગથી તે વંચિત રહે છે ને શ્રીનું રક્ષણ કરવા માટે અસમર્થ બને છે. લક્ષ્મીનો અર્થ ધન-સંપત્તિ થાય છે. તે પ્રમાણે શોભા પણ થાય છે. મલિન વેશવાળાની શોભા નથી હોતી એ તો સ્પષ્ટ છે. દરિદ્ર નર, જેની પાસે પેટ પૂરું કરવા જેટલી પણ સંપત્તિ નથી એવા ધનહીન માણસો મલિન વેશ ધારણ કરે તેમાં તેમની શોભા ઘટતી નથી – કેટલીક વખત તેઓના મલિન વેશ પણ તેમની સ્થિતિ અને પરિસ્થિતિ સમજાવવામાં સારો ભાગ ભજવે છે. જ્યારે ધનવાન એવો વેશ ધારણ કરે તે તેને લાંછનરૂપ બની જાય છે. લક્ષાધિપતિ કે ક્રોડાધિપતિ એવા વિરૂપ વેશે તેવા પ્રકારના વેશવાળાની સાથે રહેલ હોય તો તેને પણ ગરીબ સમજીને અણજાણ માણસો સાથે સાથે તેની પણ દયા ખાય. વ્યવહારમાં એવા પ્રસંગો ઘણી વખત બની જાય છે. જ્યારે એવી પરિસ્થિતિમાં શ્રીમંત મુકાઈ જાય છે ત્યારે તેની વિષમતા ખૂબ જ શોચનીય હોય છે. મલિન વેશ અને સ્વચ્છ વેશ, છાકટો વેશ અને સાદો વેશ, પોતાની સ્થિતિને યથાનુરૂપ જણાવતો વેશ અને તેને છુપાવતો વેશ એ સર્વ સમજવા જેવું છે. કેટલાક માણસો મલિન વેશ નથી રાખતા છતાં ઉદ્ભટ છાકો પહેરવેશ પહેરતા હોય છે, તે પણ અનુચિત છે. તેથી બહારના નુકસાન કરતાં અત્યંતર નુકસાન ભયંકર થાય છે. કેટલાએ શ્રીમંતો તદ્દન સાદો વેશ પહેરવામાં સાદાઈ સમજતા હોય છે છતાં તેવો વેશ તેમને માટે શોભાસ્પદ તો નથી. ભલે તે વેશ મલિન ન હોય, છાકટો ન હોય છતાં તે તેઓના મોભા પ્રમાણેનો તો નથી. મોભા પ્રમાણેનો વેશ ન હોય તેને લક્ષ્મી ન છોડતી હોય એમ બને પણ તેની પાસેની For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ છત્રીશીઃ ૧૪-૧૫ પણ લક્ષ્મી સારા માર્ગમાં પણ ન જતી હોય એમ બનવું સ્વાભાવિક છે. માટે મોભા પ્રમાણેનો સ્વચ્છ વેશ પહેરવો અને તે છાકટો ન હોય તેની કાળજી રાખવી એ સર્વથી શ્રેષ્ઠ છે. [૫૦] પગથી પગ ઘસીને ધોવા નહીં – પગથી પગ ઘસીને ધોવા એ અપલક્ષણ છે. અપલક્ષણ અને લક્ષ્મીને આડવેર છે. પગ એ પૂજનીય છે. પૂજનીયને પગ લાગે એ અનુચિત છે. એટલે પરસ્પર પગ ઘસીને ધોવા એ નિંદનીય છે. પગથી પગ ઘસીને ધોવામાં અશુચિ – મેલ બરાબર દૂર થતો નથી. મલિનતા ચોંટી રહે છે. પગથી પગ ધોનાર આળસુ હોય છે, એ સ્પષ્ટ છે. જો આળસુ ન હોય તો એમ ન કરે. આળસુ પાસેથી લક્ષ્મી વિદાય લે છે. પગથી પગ ઘસી ધોવાના જેવું જ એક અપલક્ષણ પગથી પગની આંટી નાખવી એ છે. એ અપલક્ષણ પણ ભાગ્યની ખિલવણીમાં આડખીલીરૂપ છે. એક ભાગ્યશાળીની વાત છે. તેને પગની આંટી નાખવાની કુટેવ ઘર કરી ગઈ હતી, તેથી તે છતે ભાગ્યે ભિખારી બની ગયો હતો. જંગલમાં એક જોગી પાસે તે રહેતો હતો. જોગીએ તેના ભાગ્યની પરીક્ષા કરી. આવી રેખાવાળો, આવાં લક્ષણવાળો મહાન રાજા બનવો જોઈએ એમ યોગીને લાગ્યું - છતાં તેની આવી સ્થિતિ સાથી છે? તે તરત તો જોગીને સમજાયું નહીં. દિવસો જતાં જોગીને જણાયું કે – આ પગની આંટી નાખવાની કુટેવ આ છોકરાના ભાગ્યની આડે આવે છે. ઘણી વખત ટોક્યા છતાં એ ટેવ તેનાથી દૂર કરી શકાતી ન હતી. ટેવ એવી બૂરી ચીજ છે કે જે સહેલાઈથી કાઢી શકાતી નથી. તે દૂર કરવાને બળ વાપરવાની જરૂર અનિવાર્ય છે. એક વખત લાગ જોઈને જોગીએ પોતાનો ચીપીઓ ધગધગતો – લાલચોળ બનાવીને તે છોકરાના પગ ઉપર જ્યાં તેની આંટી પડતી હતી ત્યાં જ એવા જોરથી માર્યો કે પગમાંથી માંસનો લોચો નીકળી આવ્યો. પગ પાકી ગયો. પીડા વધી પડી. પછી તો પગની આંટી નાખવા જાય ત્યારે અસહ્ય દુઃખ થાય ને પગની આંટી નાખી શકાય જ નહીં. ટેવ છૂટવાની સાથે ભાગ્યને અવકાશ મળ્યો. તેનું ભાગ્ય ખીલી ઊઠ્યું. તે મહાનું રાજા બન્યો. રાજા થયો For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ૫૪. હિતશિક્ષા છતાં તેના પગની ખોડ કાયમ રહી ગઈ. કહેવાય છે કે તે ખોડને કારણે તે લંગડો કહેવાયો. તેનું આખું નામ પણ એ લંગડાની અટક સાથે પ્રસિદ્ધ છે – તૈમૂર લંગડો. શ્રી પ્રાપ્ત કરવા માટે અને મળેલી શ્રી ટકાવી રાખવા માટે પગથી પગની મિત્રતા વધારવાની ટેવ ત્યજી દેવી જરૂરી છે. પગને લગતી એક-બે બીજી પણ કુટેવો ભાગ્ય વધારવાને માટે છોડી દેવી જરૂરી છે. પગ પછાડવાની અને પગ ઘસીને ચાલવાની ટેવ એ પણ અનિચ્છનીય છે. પગ હલાવવાની આદત પણ બૂરી છે. બાંકડા કે એવા ઊંચા આસન ઉપર બેસીને નીચે પગ લટકતા રાખી હલાવ્યા કરવા – ડોલાવ્યા કરવાની આદત ઘણામાં જોવામાં આવે છે પણ તે સારી નથી. તે સર્વ ટેવો છોડવા યોગ્ય છે. [૫૧]. હજામને ઘેર જઈને માથું મૂંડાવવું નહીં – કોણ કોને ઘેર જાય, શા માટે જાય વગેરે વ્યવહારમાં સાધારણ વાત નથી. જેને ઘરે સામે જવાનું હોય છે ત્યાં પોતે સામા કરતાં ઊતરતો છે એવું વ્યક્ત કે અવ્યક્ત ભાન છુપાએલું હોય છે. સામો પોતાના કરતાં ઊતરતો છે એ પ્રમાણેનું ભાન જ્યાં હોય છે ત્યાં સામાએ પોતાને ત્યાં આવવું જોઈએ એ માન્યતા વજૂદ વગરની નથી. હજામને ઘેર જઈને માથું મૂંડાવવામાં એ માન્યતા જળવાતી નથી. માથું કોને નથી મૂંડાવવું પડતું – એટલે અદક પાંસળી – હજામને ઘેર જઈને પણ મૂંડાવવામાં વાંધો નથી. એ પ્રમાણેનો વ્યવહાર થઈ જાય તો બન્ને પક્ષને સારા પ્રમાણમાં સહન કરવું પડે. જે માથું કોઈને પણ નમતું ન હોય એ માથું પણ હજામ આગળ ઝૂકી પડે છે. એ ઝૂકેલા માથામાં જ્યારે હજામનો હાથ ફરે છે ત્યારે વિચારોની ગડમથલો પણ ઘણી શરૂ થઈ જાય છે. હજામને ઘેર જઈને મૂંડાવવામાં એ ગડમથલો જુદું રૂપ પડે એવો સંભવ છે. જો હજામ પોતાને ત્યાં મૂંડવા માટે આવે તો મર્યાદાની સાચવણી રહે છે. હજામત ક્યારે કરાવવી અને ક્યારે ન કરાવવી વગેરે પણ વ્યવસ્થા છે. હજામને ત્યાં જઈને મૂંડાવવામાં આવે તો એ વ્યવસ્થાનો વિલોપ થવાનો પૂરો સંભવ છે. એ વર્તમાનમાં સર્વના અનુભવની વાત છે. For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ છત્રીશી: ૧૪-૧૫ ૫૫ લક્ષ્મી હજામને ઘેર જઈને માથું મૂંડાવનારને છોડી દે છે એ પ્રમાણે કવિ શિક્ષા આપે છે, પણ તેનું ખરું રહસ્ય તો એ છે કે – જેને લક્ષ્મીએ છોડી દીધા હોય તેઓ જ હજામને ઘેર જઈને માથું મૂંડાવતા હોય છે. એટલે લક્ષ્મીની સાથે સગાઈ ઇચ્છનારે વદન અને મસ્તકના સંસ્કાર ક્યાં ને કેવી રીતે કરાવવા તેની કાળજી રાખવી જરૂરી છે. હજામને ત્યાં જઈને હજામત કરાવવામાં એક જોખમ એ પણ રહે છે કે – કદાચ ત્યાં તે હજામ બેધ્યાન બની જાય તો તેનાં તીવ્ર શસ્ત્ર હજામત કરાવનારને ઠીક ઠીક ઈજા પહોંચાડી દે, એ પ્રમાણે સામે આવતા હજામમાં બનવાનો સંભવ ઓછો છે. કોઈની ચડામણીથી કે તુચ્છ જાત હોવાથી. કોઈ વૈરવૃત્તિથી કોઈનું કાસળ કાઢી નાખવું હોય તો તે પણ હજામ પોતાને ઘેર કરી શકે છે – પણ બીજે ન કરી શકે – કરતાં ડરે. હજામને ઘેર જઈને માથું મૂંડાવવું નહિ, એ શિખામણ ખરેખર લક્ષ્મીના સંરક્ષણ માટે સચોટ છે. [૫૨]. પાણીમાં મુખ જોવું નહિ – પાણીમાં પ્રતિબિમ્બ બરાબર હોતાં નથી. એટલે તેમાં પડતું પ્રતિબિમ્બ પણ સ્થિર ન હોય. પોતાનાં અસ્થિર પ્રતિબિમ્બ જોવાથી મનમાં વિચિત્ર લાગણીઓ જાગે છે. એ લાગણીઓ ઊંચા પ્રકારની નથી હોતી પણ હલકા પ્રકારની હોય છે. હલકા પ્રકારની લાગણીઓ ભાગ્યને ઓછું કરે છે ને ભાગ્ય ઘટવાથી લક્ષ્મી ઘટે છે. પાણીમાં મોઢું જોવાથી-વારંવાર એ પ્રમાણે કરવાથી કેટલાક ચક્રમ-ગાંડા બની ગયાનું પણ સંભળાય છે. પાણીમાં મોટું ન જોવું એ પ્રમાણે દર્પણમાં પણ રાતે મોટું ન જોવું - દર્પણમાં જોઈને આડાઅવળા ચેનચાળા ન કરવાએ શ્રીના સંરક્ષણ માટે આવશ્યક છે. [૫૩] સ્નાન અને દાતણ સુંદર કરવાં – સ્નાન કરવાની જરૂર શું છે? અને દાતણ કરવાની જરૂર શું છે? એમ કોઈને પણ પૂછવામાં આવે તો તે કહેશે કે – સ્વચ્છતા માટે. સ્નાન ન કરીએ તો ગંદા દેખાઈએ; દાતણ ન કરીએ For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ - ૫૬ હિતશિક્ષા તો દાંત અને મોટું ગંધાય. ગૃહસ્થાશ્રમમાં રહેતા દરેક આ પ્રમાણે જણાવશે. હવે સ્વચ્છતા માટે કરવામાં આવતાં સ્નાન અને દાતણ એમ ને એમ પાણી ઢોળી નાખવામાં આવે તો સફળ થતાં નથી. જે પ્રયોજન સિદ્ધ કરવા માટે પ્રયત્ન કરવામાં આવે છે તે પ્રયત્ન એવો કરવો જોઈએ કે જેથી કાર્યની સિદ્ધિ થાય. ઉતાવળે-ઉપેક્ષાવૃત્તિથી – જેમતેમ કાર્યો કરવાથી મનમાં જડતા પેસે છે; કાર્યસિદ્ધિ થતી નથી. ઊલટું, સ્નાન અને દાતણ જેમતેમ પતાવી દેવાથી શરીર અને દાંત ઉપર જામેલી ગંદકી ધીરે ધીરે આગળ વધતી મનમાં સ્થાન જમાવવા ઇચ્છે છે અને માણસને અપ્રતિષ્ઠિત કરે છે. અપ્રતિષ્ઠા લક્ષ્મીને ટકવા દેતી નથી. એક રાજાને એક પંડિતે કયા કાર્યમાં ઉતાવળ કરવી અને કયા કાર્યમાં ઉતાવળ ન કરવી એ વાત સમજાવતાં એક શ્લોકમાં જણાવ્યું કે ‘ચિર દતે ચિર કેશે, ચિર મૂત્રપુરીષયો; મા ચિર કુરુ રાજેન્દ્રા ભોજને શયને રણે.” / ૧ I દાંત ચોખા કરવામાં, કેશ સંસ્કારવામાં, મળ-મૂત્રના વિસર્જન કરવામાં હે રાજેન્દ્રા ઉતાવળ કરતો નહિ – વાર કરજે, પણ ભોજન કરવામાં અને લડાઈમાં વાર ન કરતો. આ શ્લોકમાં દાંત અને કેશ એ બેથી સ્નાન અને દાતણ સારી રીતે - ધીરજથી કરવા કહ્યું છે. સ્નાન કરવાથી સારી રીતે સ્નાન કરવાથી શરીરમાં ફૂર્તિ આવે. ફૂર્તિથી આળસ ઊડી જાય. આળસ દૂર થાય એટલે ઉદ્યમ કરવામાં ઉત્સાહ વધે ને એ રીતે લક્ષ્મી પ્રાપ્ત થાય ને સ્થિર થાય. સ્નાન કરવાનો જેને નિષેધ છે તેની વાત જુદી છે, પણ જેઓ ગૃહસ્થ છે-સ્નાન કરે છે તેઓ એમ ને એમ પાણી ઢોળી નાખે, બેકાળજીથી શરીર અડધુંયે સ્વચ્છ ન કરે એ વાજબી નથી – તદ્દન ગેરવાજબી છે. એ પ્રમાણે જેઓ સારી રીતે દાતણ નથી કરતા તેઓ જતે કાળે દાંતના રોગોથી પીડાય છે. તેમાંથી પેટના રોગો થાય છે. રોગી આત્માઓ પાસેથી ધીરે ધીરે લક્ષ્મી ચાલતી પકડે છે. શરીર સ્વચ્છ અને દાંત ચોખા એ બે વ્યવહારમાં રહેતા આત્માઓ For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ ૨૭ છત્રીશી: ૧૪-૧૫ માટે જરૂરી ગણાએલી હકીકત છે. બાકી જેઓ તપસ્વી છે, તપસ્યાથી જેમનાં શરીર સ્વતઃ સંયમશુદ્ધ છે, દાંત વગરદાતણે નિર્મલ છે, તેઓને ઉપરની શિખામણ વ્યવહારમાં હોય તો પણ સ્વાભાવિક રીતે સિદ્ધ જ છે. તેઓને માટે લક્ષ્મીનો કોઈ પ્રશ્ન જ નથી. તેમનાં સૌભાગ્ય અને પુણ્ય એટલાં પ્રબળ હોય છે કે તેમને લક્ષ્મી કદી પણ છોડતી નથી. બાકી બીજાઓએ એવા તપસ્વીઓનું અનુકરણ ખોટું કરવું નહિ ને કાળજીપૂર્વક નાન-દાતણ કરવાં. [૫૩-૫૪]. બેઠાંબેઠાં ઘાસનાં તણખલાં તોડ્યા કરવાં નહિ. ભૂમિ પર ચીતર્યા કરવું નહિ – હાથમાં ઘાસની સળી લેવી અને તેને થોડો સમય રમાડીને તોડી નાખવી, વળી તેને તોડી નાખીને નાના-નાના ટુકડા કરીને ફેંકી દેવા. આ આદત ઘણી વખત કેટલાયમાં જોવામાં આવે છે. આ ટેવ સારી નથી, નકામી છે. નકામી ચેષ્ટાઓ કરવાથી ભાગ્ય ઘટે છે. નકામી ચેષ્ટઓ કરવી એ મૂર્ખતાનું લક્ષણ છે. તણખલાં તોડવા જેવી જ ટેવ જમીન ઉપર કાંઈ ને કાંઈ ચીતર્યા કરવાની ટેવ છે. એ ટેવ પણ નકામી છે. આવી નકામી ટેવો લક્ષ્મીવાળા માણસોને જરી પણ છાજતી નથી. લક્ષ્મીવાળાને કોઈ કાંઈ કહેતું નથી પણ આ ટેવો તેમની પ્રતિષ્ઠાને ઓછી કરે છે. પ્રતિષ્ઠા ઓછી થાય એ પણ એક રીતે લક્ષ્મી જ ઓછી થવા બરાબર છે – પછી ખરેખર લક્ષ્મી ઓછી થાય છે. નાગા સૂવું નહિ - જમીન ઉપર નાગા સૂવું એ અપલક્ષણ છે. દિગમ્બરને લક્ષ્મી ચાહતી નથી. નગ્ન સૂવાથી વીર્યશક્તિ ઉપર ધક્કો પહોંચે છે. ક્ષીણવીર્યવાળાની સ્મરણશક્તિ ઓછી થાય છે અને એ રીતે લક્ષ્મીની હાનિ થાય છે. એટલે તદ્દન નવસ્ત્રા સૂવું એ દુર્લક્ષણ દૂર કરવું જરૂરી છે. લક્ષ્મીની ઇચ્છાવાળાએ આ આઠે અપલક્ષણો છોડી દેવા જોઈએ. આ અપલક્ષણો જેવાં બીજાં પણ કેટલાંક અપલક્ષણો વ્યવહારમાં કહેવાય છે – For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ હિતશિક્ષા જે અપલક્ષણો પ્રતિષ્ઠા ઓછી કરનારાં છે. તે બધાંનો ત્યાગ કરવો હિતકર છે. તેવાં કેટલાંક આ છે – ૧. નખ કરડવા. ૨. સાયંકાલે સૂઈ રહેવું. ૩. કૂલા કૂટવા. ૪. હોઠ બચકાવવા. ૫. દાંત વગાડવા. ૬. પીઠ ઉપર હાથના પંજાથી વગાડવું ઇત્યાદિ પણ અપલક્ષણ છે. તે દૂર કરવાં. ૫૮ પણ સંસ્કૃત શ્લોકમાં કેટલાંએક અપલક્ષણો લક્ષ્મીનો નાશ કરનારાં ગણાવ્યાં છે, તે આ પ્રમાણે - નિત્યં છેદસ્તુણાનાં રક્ષિતિનખલિખને પાદર્યોરલ્યપૂજા, દંતાનામવ્પશૌચં પવસનમલિનતા રૂક્ષતા મૂર્ખજાનામ્ । દ્વે સંધ્યે ચાપિ નિદ્રા વિવસનશયન દર્શન વારિમધ્યે, ૧૦સ્વીયે પીઠે ચ વાદ્ય હરતિ ધનપતેઃ કેશવસ્યાપિ લક્ષ્મીમ્ || ૧ ||” આ શ્લોકમાં તણખલાં તોડવાં, નખથી જમીન ખોતરવી, પગ-ઘસવા, દાંત મેલા રાખવા, વસ્ત્ર ગંદાં રાખવાં, વાળ બરછટ રાખવા, સાયંકાળે સૂઈ રહેવું, નાગા સૂવું. પોતાની પીઠ વગાડવી એ, દશ લક્ષ્મીના પતિ કેશવની સંપત્તિને પણ હરી જાય છે, એમ કહ્યું છે. હિતશિક્ષાકારે અઢાર કડીઓમાં પુરુષને મુખ્ય રાખીને શિખામણો આપી છે. તેમાં છેલ્લી ત્રણ કડીઓમાં કેટલીક આવશ્યક શિખામણો આપીને પુરુષોને અંગેની શિખામણોનો અધિકાર શિક્ષાકાર સમાપ્ત કરે છે. તે શિક્ષાઓ આ પ્રમાણે છે. ૧૬-૧૭-૧૮| માતાચરણે શિશ નમાવી, બાપને કરીય પ્રણામો જી; દેવગુરુને વિધિએ વાંદી, કરે સંસારનાં કામો. ૧૬ બે હાથે માથું નવિ ખણીએ, કાન નિત ખોતરીએજી; ઊભા કેડે હાથ ન દીજે, સામે પૂરે ન તરીએ. ૧૭ સુણજો સજ્જન રે. For Personal & Private Use Only સુણજો સજ્જન રે. Page #66 -------------------------------------------------------------------------- ________________ છત્રીશી: ૧૬-૧૨૧૮ ૫૯ તેલ તમાકુ દૂરે તજીએ, અણગળ જળ નવિ પીરેજી; કુલવતી સતીને શિખામણ, હવે નરભેળી દીજે ૧૮ સુણજો સજજન રે. . (૧) માતાને પાય પડીને અને પિતાને પ્રણામ કરીને પછી બીજાં કાર્ય કરવાં. (ર) સંસારનાં કામોમાં જોડાતાં પહેલાં દેવગુરુને વિધિપૂર્વક વંદન કરવું. (૩) બે હાથે માથું ખણવું નહિ. (૪) કાન ખોતરવા નહિ. (૫) કેડે હાથ દઈને ઊભું રહેવું નહિ. (૬) સામે પૂરે તરવું નહિ. (૭) તેલ - તમાકુનો ત્યાગ કરવો. (૮) અણગળ પાણી પીવું નહિ. [૫૬] માતા-પિતાને પ્રણામ કરવા - જો તમે સારા ગણાવા ઇચ્છતા હો, તમે કૃતજ્ઞ હો તો સવારમાં ઊઠીને બીજાં કોઈ પણ કામ કરતાં પહેલાં માતા અને પિતાને પ્રણામ કરો, પાયે લાગો. માનવજીવનના ઘડતરમાં માતાનો ફાળો કાંઈ નાનોસૂનો નથી. જીવનની એકડે એકથી શરૂઆત માતાથી થાય છે. કદાચ કોઈ માતા બાળકને જન્મ દઈને અવસાન પામી જાય એમ બને પણ ગર્ભમાં નવ માસ સુધી તો પોષણ આપ્યા વગર ચાલતું જ નથી. ગર્ભમાં પણ બાળકને સારા-નરસા સંસ્કારો પડે છે ને પોષાય છે. જો માતા પોતાના જીવનના સારા સંસ્કારો સાચવે નહિ તો ગર્ભમાં રહેલ બાળક પણ તેવો સંસ્કારવિહીન બને છે. આરોગ્યશાસ્ત્ર તો ગર્ભવતીનાં ખાન-પાન, હલન-ચલન વગેરે ઉપર ખૂબ ભાર મૂક્યો છે. જો ગર્ભવતી ઉચિત નિયમો ન જાળવે તો તેની અસર ગર્ભમાં રહેલ બાળક ઉપર પડે છે અને તે અસર જીવનભર કાયમ રહે છે. જન્મ પછી બાળક પગભર ન થાય ત્યાં સુધી તે મોટે ભાગે માતાના સહવાસમાં રહે છે. માતાના સંસ્કારોની અસર બાળક ઉપર ગંભીર પહોંચે For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ હિતશિક્ષા માનવમાં સારા સંસ્કારો ખીલ્યા હોય તો તેણે સૌથી પ્રથમ માતાનો ઉપકાર માનવો જોઈએ. એ ઉપકાર ભુલાય નહિ માટે પ્રાતઃકાલમાં પ્રથમ માતાને નમસ્કાર કરવા જોઈએ. એક ચોર ચોરી કરતાં પકડાઈ ગયો ને તેને શૂળીની શિક્ષા મળી. શૂળી ૫ર ચડાવતાં પહેલાં તેને પૂછવામાં આવ્યું કે તારે કાંઈ ઇચ્છા છે?” ચોરે પોતાની માતાને મળવાની ઇચ્છા બતાવી. તેની માતાને ત્યાં બોલાવવામાં આવી. બધાનું ધારવું હતું કે ચોર પોતાની માતાને ભેટી પડશે, મા-દીકરો ખૂબ રોશે ને કેમે કરીને છૂટાં નહિ પડે. પણ લોકોનું ધારવું ચોરે એક જ ક્ષણમાં જૂઠું પાડ્યું. પોતાની માતા આવી કે તરત જ ત્યાં જઈને દાઝપૂર્વક ચોરે પોતાની માતાનું નાક કરડી ખાધું. લોકો ચોર પર ખૂબ ચિડાયા ત્યારે ચોરે કહ્યું કે ‘આજ હું જે શૂળી ઉપર ચડું છું, – તે સર્વ પ્રતાપ મારી માનો છે. હું નાનો હતો, તદ્દન નાનો હતો ત્યારે અમારા ઘરની સામે એક તલની વખાર હતી. મારી મા મને નવરાવતી ને ભીને શરીરે હું તલની વખારમાં દોડી જતો ત્યાં જઈને તલમાં આળોટીને ઘ૨માં દોડી આવતો. મારી મા મારા શરીર ઉપરથી તલ ઉખેડી લેતી – ખંખેરી નાખતી અને તેની તલસાંકળી કરીને મને ખવરાવતી. ચોરી કરવાના આ પ્રથમ સંસ્કાર મારા મનમાં પડ્યા અને વય વધવાની સાથે તે પણ વધવા લાગ્યા. જો મને પ્રથમથી જ વાર્યો હોત તો આજ મારે જે શૂળી પર ચડવું પડે છે, તે વખત ન આવત.’ આ વાત જરા જુદી છે. અપકારી માતાની વાત છે. માતાને નમસ્કાર કરવા માટે આ વાત એટલા માટે જરૂરી છે કે જીવનમાં સારા સંસ્કારો જે કાંઈ આવ્યા હોય છે તે ઉપકાર પ્રથમ માતાનો છે. એવી સંસ્કારી માતાઓને નમસ્કાર કરવાથી જીવન નિર્મળ અને કૃતજ્ઞ બને છે. માતાને પગે મારતા પુત્રોને માતાને પગે પડવાની વાત જરા આકરી લાગશે પણ એ વગર તેમનો ઉદ્ધાર નથી. બાકી જેઓ માતાને પગે લાગતાં શરમાય છે, તેઓની પાસે સંપત્તિ અને ઉતિ આવતાં પણ શરમાય છે. માતાની જેમ પિતાને પણ પ્રથમ પ્રણામ કરીને પછી બીજાં કાર્યો કરવાં. સંસ્કારના ઘડતરમાં પિતાનો પણ પૂરો હિસ્સો છે. પોતાના સંસ્કારો પિતાને આભારી છે એટલું સમજાઈ જાય તો પિતાને પ્રણામ કરતાં સંકોચ નહિ થાય. ઇતિહાસને પાને એવાં પણ દૃષ્ટાંતો નોંધાયાં છે કે જેઓ મહાન્ પદ §0 For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ છત્રીશી: ૧૬-૧-૧૮ અને અધિકાર પામ્યા હોવા છતાં સવારમાં માતપિતાને નમસ્કાર કરી તેઓની શુશ્રુષા-સેવા કરી, તેમના આશીર્વાદ મેળવીને પછી જ બીજાં કાર્યોમાં જોડાતા. સામે એવી વાતો પણ સંભળાય છે કે બાપને નોકર તરીકે ઓળખાવતાં પણ પુત્ર શરમાતો નથી. પૂર્વ-પશ્ચિમ જેવી સામ-સામી બાજુઓમાંથી કઈ બાજુ પસંદ કરવા જેવી છે તે તો વ્યક્તિએ પોતે વિચારી લેવું જોઈએ. “પ્રણાતિ યઃ સુચરિતૈઃ પિતર સ પુત્ર જે પોતાનાં સારાં આચરણો વડે માત-પિતાને પ્રસન્ન કરે તે પુત્ર છે. બીજાં સારાં આચરણો ત્યારે જ આચરી શકાય કે પ્રથમ પ્રણામ કરવારૂપ સારું આચરણ આવ્યું હોય. શ્રવણ જેવા માત-પિતાના ભક્ત-પુત્રો આર્યાવર્તમાં હતા. આજ એવા પુત્રોનો દુષ્કાળ પડ્યો છે, તેનો સુકાલ થવાની જરૂર છે. દેવ ગુરને વિધિ સહિત વંદન કરવું – જીવનમાં ઉન્નત્ત માર્ગનું દર્શન કરાવનાર દેવ છે. સહુ કોઈને પોતપોતાની પરિસ્થિતિને અનુસાર ઇષ્ટદેવ હોય જ છે. પોતે જે ઈષ્ટદેવ માન્યા હોય તેનું સ્મરણ પ્રાતઃ સમયે ઊઠીને કરવું તેથી પુણ્ય વધે છે ને પાપ ઘટે છે. દેવપૂજન કરનાર દુઃખી થતો નથી. વિધિપૂર્વક વિશિષ્ટ રીતે દેવપૂજન કરવાથી ચિત્ત નિર્મળ અને પ્રસન્ન બને છે. સવારમાં જ્યારે ઊંઘ ઊડી જાય છે અને જાગૃતિ આવે છે ત્યારે શાંત પડેલું મન કામે લાગી જાય છે. મન કોઈ નહિને કોઈને સંભારે છે. મન જેને સંભારે તે કાં તો સારો હોય અથવા ખરાબ હોય, બેમાંથી એક તો જરૂર હોય જ. એ સ્થિતિમાં ઈષ્ટદેવનું સ્મરણ-ચિંતન-નમન કરવાથી પોતાને પ્રિય છે તેનું સ્મરણ થાય છે. પોતે પોતાના ઈષ્ટદેવને સારા જ માનતો હોય છે. એટલે તેનું સ્મરણ કરવાથી મનમાં ખિન્નતા તો આવતી જ નથી, નહિ તો બીજા કોઈ એવા હલકાનું સ્મરણ થઈ જાય તો આખો દિવસ બગડી જાય ઈષ્ટદેવનું સ્મરણ કરવાથી તેમના વિશિષ્ટ ગુણો યાદ આવે છે. એ મહાનું ગુણો મેળવવાનું મન થાય છે અને તેને અનુરૂપ પ્રવૃત્તિ પણ સારી કરવાનું લક્ષ્ય રહે છે. માટે પ્રભાતમાં સર્વપ્રથમ ઇષ્ટદેવનું સ્મરણ કરવું. ગુરુને વંદન કરવું. એ પણ પ્રભાતકાળમાં ઈષ્ટદેવના પૂજન જેટલું જ ફળદાયી છે. ઈષ્ટદેવ અને શુદ્ધ ધર્મની ઓળખાણ કરાવનારા ગુરુ છે. ગુરુ અજ્ઞાન દૂર કરે છે. સાચા For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ હિતશિક્ષા ખોટાની સમજણ ગુરુ આપે છે. ગુરુ પ્રત્યેનું બહુમાન રાખનારને ઈષ્ટસિદ્ધિ પ્રાપ્ત થાય છે. જેને માથે કોઈ ગુરુ નથી તે “નગરો' કહેવાય છે. “નગરો” એ આર્યાવર્તમાં ગાળ જેવો શબ્દ ગણાય છે. કોઈને નગરો' કહેવામાં આવતું ત્યારે તેને જે દુઃખ થતું તે દુઃખ તેને ‘ન-બાપો' કે બે બાપનો' કહેવાથી નહોતું થતું – આટલું ગુરુ પ્રત્યેનું બહુમાન હતું. કેટલાક અમુક પ્રકારની મહત્તા મેળવનારાઓ મિથ્યાભિમાનને કારણે કોઈને ગુરુ તરીકે સ્વીકારતાં અને ઓળખાવતાં શરમાય છે – ખરેખર તેઓ એક સારા તત્ત્વથી વંચિત રહે છે. ગુરુ વગરના તેઓ ઉન્નતિને યોગ્ય સામગ્રી મળ્યા છતાં અવનતિને પામે છે. દેવ જેવી ગુરમાં ભક્તિ રાખનારને ઇષ્ટ કાર્યોની સિદ્ધિ સાંપડે છે. એ આર્યોનો મુદ્રાલેખ છે. યસ્ય દેવે પરા ભક્તિ ર્વથા દેવે તથા પુરી / તસ્યતે કથિતા હૃથ, પ્રકાશને મહાત્મન" | ૧ | એટલે દેવ અને ગુરુને વંદન-પૂજન-દર્શન-પ્રણામ કરીને પછી જ સંસારની બીજી પ્રવૃત્તિઓમાં જોડાવું એ હિતશિક્ષા છે. ગુરુની મહત્તા સમજાવતા બેએક વિશિષ્ટ દુહાઓ છત્રીશીકારે મોહનીયકર્મ-નિવારણ-પૂજાષ્ટકની શરૂઆતમાં લખ્યા છે, તે મનનીય છે. શ્રી શુભવિજય સુગુરુ નમી, માતાપિતા સમ જેહ; બાલપણે બતલાવીયો, આગમનિધિ ગુણગેહ I ૧ / ગુરુ દીવો ગુરુ દેવતા, ગુરુથી લહીએ નાણ; નાણથકી જગ જાણીએ, મોહનીના અહિઠાણ’ || ૨ ll વિતરાગ પરમાત્માનો ઉપદેશ યથાવસ્થિત સમજાવનાર ગુરુ છે. શ્રી તીર્થંકર પરમાત્મા પછી આ આત્માને ગુરુ પ્રત્યે પરમ ભક્તિ કરવી એ ઉચિત સમ્યક્ત પમાડનાર-ધર્મમાર્ગે જોડનાર ગુરુનો બદલો એક ભવમાં તો નથી વળતો પણ કરોડો ભવો સુધી સર્વ કાંઈ કરી છૂટવા છતાં એ ઋણ ચૂકવી શકાતું નથી. For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ છત્રીશી: ૧૬-૧-૧૮ ૬૩ સમકિત દાયક ગુરુ તણો. પચ્ચવવાર ન થાય; ભવ કોડાકોડે કરી, કરતાં સર્વ ઉપાય'. || 1 | એ ઉપાધ્યાયજી મહારાજ શ્રી યશોવિજયજી મહારાજનું કથન પણ ગુરુ પ્રત્યે બહુમાન કેવું રાખવું જોઈએ તેનું વિશિષ્ટ માર્ગદર્શન કરાવે છે. આમ દેવ અને ગુરુને પ્રભાતમાં સંભારવાથી તેમને પ્રણામ કરવા, તેમના ગુણો વિચારવા, તેમના ઉપકારનું સ્મરણ કરવું એ કર્તવ્ય છે – પરમ કર્તવ્ય [૫૮] બે હાથ ખણવું નહિ – માથામાં કચરો ભરાય, માથામાં ખોડો થઈ જાય અથવા કોઈ એવો ચામડીનો રોગ થાય ત્યારે માથું ખણવાનું મન થાય છે. માથું ખણવામાં તે તે કારણો દૂર કરવામાં પ્રમાદ કરવો અને માથું ખણ્યા. કરવું એ જડતા છે. કદાચ તે તે કારણો તરત દૂર ન થઈ શકે તેમ હોય ને માથું ખણ્યા વગર ન રહી શકાતું હોય તો ધીરે ધીરે એક હાથે માથાની ખજવાળ શાંત કરવી એ વાજબી છે; પણ બે હાથે માથું ખંજવાળવું એ સારું નથી. - જ્યારે બે હાથે માથું ખંજવાળવું પડે છે ત્યારે બન્ને હાથ ઊંચા કરવા પડે છે. પછી જેમ જેમ ખજવાળ વધતી જાય છે તેમ તેમ હાથની ગતિ પણ વધતી જાય છે. આમ કોઈ બે હાથે માથું ખંજવાળતું હોય ત્યારે તેનું દશ્ય ઘણું જ વિરૂપ લાગે છે, તે જોવું ગમતું નથી. બીજાના મન ઉપર એ દયની ઘણી જ ખરાબ છાપ પડે છે. બે હાથે માથું ખણવાથી – વધુ પડતું ખણવાથી માથું નબળું પડી જાય છે. એક તો માથું કાંઈક નબળું પડ્યું હોય ત્યારે ખણવાનું મન થાય છે અને જેમ જેમ ખણવામાં આવે તેમ તેમ ખજવાળ વધે છે. વિશેષ ખજવાળ થાય ત્યારે માથાની નબળાઈ વધી જાય છે. માથાની નબળાઈ એ બીજી કોઈ પણ નબળાઈ કરતાં ભયંકર છે. એટલે ખજવાળને દૂર કરવાના ઉપાયો લેવા એ હિતાવહ છે પણ ખજવાળ વધે એવા ઉપાયો – બન્ને હાથે ખણવા જેવા – લેવા એ હિતકર નથી. For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ ૬૪ [૫૯] કાન ખોતરવા નહિ – કેટલીક આદતો-ટેવો મૂળમાંથી નુકસાનકારક હોય છે. એવી આદતોમાંની એક આદત કાન ખોતરવાની છે. કાનમાં મેલ ભરાય છે ને પછી કાનમાં સળવળાટ-સળવળ થાય છે, એ દૂર કરવા માટે જે કાંઈ સળી કે સૂયો હાથમાં આવે તેનાથી ખોતરવાનું મન થાય છે. એક વખત ખોતરવાનું શરૂ કર્યું એટલે બસ, પછી તો એવું લાગુ પડી જશે કે જ્યારે જુવો ત્યારે તૈયા૨! કાન અને આંખ એ એવા કોમળ અને ઉપયોગી અવયવો છે કે તેને જેમ તેમ ઘોદાવવાથી પરિણામે ઘણું સહન કરવું પડે છે. કાનના કોમળ પડદાને ખોતરવા-ખૂબ ખોતરવાથી ઈજા પહોંચે, કાન પાકે, કાનમાં તમરાં બોલે, કાન નબળો પડી જાય, બહેરાશ આવે વગેરે સહન કરવું પડે છે. કાનમાં મેલ ભરાય અને ચળ ઊપડે એટલે ખોતરીને મેલ કાઢવો એ માન્યતા વાજબી નથી. કાન એ એવું અવયવ છે કે જો એ સશક્ત હોય તો આપમેળે જ મેલને કાઢી નાખે છે. તે જો નબળો પડ્યો હોય તો મેલ ભરાયા કરે છે અને કેટલીક વખત કાનમાં મેલના પોપડાના પોપડા જામી જાય છે. એ સ્થિતિમાં કાનની નબળાઈ દૂર કરવાના ઉપાયો લેવા જરૂરી છે, પણ કાન ખોતરવો એ હિતકર નથી. હિતશિક્ષા [૬૦] કેડે હાથ દઈને ઊભા રહેવું નહિ – કેડ ઉપર હાથ રાખીને ઊભા રહેવું એ અપલક્ષણ છે. ખાસ કરીને પુરુષોને માટે આ ટેવ નુકસાનકારક છે. કેડ મજબૂત હોવી જોઈએ. જેનો બાંધો નબળો હોય તે કેડ ઉપર હાથ દઈને ઊભો રહે. અને એવી આદત પડી જાય એટલે પુરુષમાંથી પુરુષાતન ઓછું થતું જાય. બન્ને કેડ ઉપર હાથ રાખીને કોઈ પુરુષને ઊભો રાખ્યો હોય ને પછી તેનું ચિત્ર (Photo) ખેંચ્યો હોય તો તે કેવો લાગે! જો એ ચિત્ર જેનું હોય તેને જ બતાવવામાં આવે અને તેનામાં જો ઐણવૃત્તિ ન હોય તો તે પોતે પણ તે જોઈને શરમાઈ જાય. એટલે કેડે હાથ દઈને ઊભા રહેવાનું અપલક્ષણ આવતું જ અટકાવવું અને કદાચ આવી ગયું હોય તો દૂર કરવું. For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ છત્રીશી: ૧૬-૧-૧૮ ૬૫ [૬૧] સામે પૂરે તરવું નહિ – નદીમાં જ્યારે પૂર આવે છે ત્યારે તે ભયંકર જણાય છે. તેમાં સામે પૂરે તરનારા નાશ પામે છે. સામાન્ય રીતે અનુકૂળ પ્રવાહે તરવું એ હિતકર છે. સામે પ્રવાહે તરવાથી શક્તિનો દુર્વ્યય થાય છે. નદીમાં તરવાને હિસાબે આ વાત થઈ, બાકી વિશ્વમાં અનેક પ્રવાહો વહેતા હોય છે, તેમાં પોતાને અનુકૂળ પ્રવાહ હોય તેમાં ખેંચાવું પણ પ્રતિકૂળ પ્રવાહ તરફ જવું નહિ. દુનિયામાં રહીને સામે પ્રવાહે જનારા આત્માને ઘણું સહન કરવું પડે છે. છતાં પણ જો સામે પૂરે તરવાનું મન થતું હોય તો એવી રીતે તરવું કે જગત જોતું રહે ને તરનારો તીર ઉપર જઈને મહાલે. સંસારના પ્રવાહો જો આત્માને અવળે માર્ગે ખેંચતા હોય તો તે વમળમાંથી નીકળી જઈને સામે પૂરે તરવું તેમાં બહાદુરી છે. એ રીતે તરી જનારો જગતને વંદનીય બને છે. એ અદ્દભુત કાર્ય કરી બતાવે છે. એક અચરિજ પ્રતિસ્રોતે તરતાં, આવે ભવસાયર તટમાં' એ વચનનો ખરો મર્મ સામે પૂરે તરી જાણનારો જ જાણે છે. અધ્યાત્મની ઉચ્ચ ભૂમિકામાં વિહરતા આત્માને માટે જ્ઞાનસાર અષ્ટકમાં કહ્યું છે કે – લોકસંજ્ઞા મહાનધામનુશ્રોતોડનુગા ન કે / પ્રતિશ્રોતોનુગર્તકો, રાજહંસો મહામુનિ | ૨૩-૩ || લોકસંજ્ઞા – લોકો ચાલે તેમ ચાલવું - લોકપ્રવાહ એ મહાનદી છે ને તેમાં અનુકૂળ પ્રવાહે તરનારા કોણ નથી? અર્થાત્ બધા અનુકૂળ પ્રવાહની પાછળ ખેંચાય છે. પ્રતિકૂળ પ્રવાહે તરનાર તો એક મહામુનિ રાજહંસ છે. રાજહંસ સામે પૂરે જાય છે. ચિત્રાવેલી વનસ્પતિને માટે પણ કહેવાય છે કે તે નદીમાં મૂકીએ તો સામે પૂરે જાય પણ પૂરની પાછળ ખેંચાય નહિ. - આમ સંગનો ત્યાગ કરીને લોકપ્રવાહથી દૂર થવું ને વિશ્વની પરવા કર્યા વગર પોતાના આત્માના હિતમાં જ તત્પર રહેવું. એવું જો સામે પૂરે તરવાનું આવડી જાય તો બેડો પાર થઈ જાય. બાકી જો એવું ન આવડે, લોકસંજ્ઞા હૃદયમાં બેઠી હોય-વ્યવહારની ગણતરીઓ ગણાતી હોય, જગતની નિંદાનો ડર હોય-પ્રશંસાની પૂર્ણ ઇચ્છા હોય તેણે સામે પૂરે તરવાનું સાહસ કરવા જેવું નથી. યોગ્યતા કેળવીને તરે તો તરી જાય. નહિ તો ક્યાંનો ક્યાંય ઘસડાઈ For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ હિતશિક્ષા જાય. લોકો તો એમ જ કહે કે સામે પૂરે તરવું નહિ. [૬૨] તેલ-તમાકુનો ત્યાગ કરવો – તમાકુની ટેવ અનેક પ્રકારની છે. તેમાંની કેટલીક ટેવો અસભ્યતામાં વધારો કરે એવી છે. તમાકુની જુદી જુદી ટેવોના મુખ્ય ત્રણ પ્રકાર છે. ૧. તમાકુ ખાવાની ટેવ, ૨. તમાકુ પીવાની ટેવ, અને ૩. તમાકુ સૂંઘવાની ટેવ. આ ટેવો દૂર કરાવવા માટે હિત-ઉપદેશ કરનારાઓએ ખૂબ કહ્યું છે - અને ખૂબ લખ્યું છે. ખાય તેનો ખૂણો ને પીવે તેનું ઘર ! સુંઘે તેનાં કપડાં, એ ત્રણે બરાબર” || ૧ || સંસ્કૃત કવિઓએ પણ તમાકુ માટે સારા પ્રમાણમાં શ્લોકો રચીને ઉપદેશ આપ્યો છે. દરિદ્ર માણસ તમાકુ છોડી શકતો નથી અને બીજો બિલાડો તમ્ આખુ (ઉંદરને) છોડી શકતો નથી. એવો શ્લોક રચીને કવિ કહે છે કે – નિવારિતોષિ માર્જર-સ્તમાનુ નૈવ મુન્ચતિ ની ધરિત્રશીલાપિ, તમાખું નૈવ મુન્ગતિ' ll એક કવિ કે જે ગણેશનો ઉપાસક હતો, તેને ગણપતિજીનું વાહન આખુ (ઉંદર) યાદ આવ્યો ને તે ઉપરથી તમાખુના વ્યસનવાળા રાજાને ઉપદેશ આપવાનું મન થઈ ગયું. તેણે રાજાને કહ્યું કે હે રાજન! લક્ષ્મી અને જ્ઞાન આપનારા તમ-આખપત્ર તે ઉંદરના વાહનવાળા ગણેશનું સેવન કર, પણ અજ્ઞાન દેનારા તમાખપત્રનું સેવન ન કર. તે શ્લોક આ પ્રમાણે છે – “તમાખપત્ર રાજેન્દ્રા ભજ મા-જ્ઞાનદાયકમ્ | તમાખપત્ર રાજેન્દ્રા ભજ માઠશાનદાયક” | ૧ || તમાકુથી સીધું અને પરંપરાએ પારાવાર નુકસાન થાય છે-એ સમજાવતાં ઘણાં પુસ્તકો લખાયાં છે – કે જે વાંચીને તમાકુ પ્રત્યે ચીડ જાગે ને જો તમાકુ વળગી હોય તો છોડી દેવાનું મન થાય અને ન વળગી હોય For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ છત્રીશી: ૧૬-૧૧૮ તો એને કોઈ પણ રીતે વળગવા ન દેવી એવો નિર્ણય મજબૂત થાય. આમ છતાં તમાકુની પકડ જગત ઉપર ઓછી નથી. અને તેથી તમાકના ગુણ ગાનારા પણ ઘણા છે. તેઓ પ્રથમ કહ્યું તે કરતાં ઊલટું જ કહે છે. તેઓ કહે છે કે તમાકુની નિંદા કરનારનું સત્યાનાશ જાય છે માટે તેની નિંદા ન કરવી. કોઈ ખાય કોઈ પીવે કોઈ લેવે નાશ તમાકુની નિન્જ કરે, તેનું જાય સત્યાનાશ” || ૧ || એક સંસ્કૃત કવિએ તો તમાકુ ઉપર ફીદા ફીદા થઈ જઈને - તમાકુને ભાગીરથી-ગંગા સાથે સરખાવી છે – ક્વચિત થક્ક ક્વચિત ફા. ક્વચિદ્ર નાસાગ્રામિની , તમાખુસ્ત્રિવિદ્યા પ્રોક્તા, કલૌ ભાગીરથી યથા” | ૨ || એક છીંકણી-તમાકુ સૂંઘવાના રસિકને સૂંઘતાં-સૂંઘતાં એવો રસ જાગ્યો કે તે રસ અંદર ન સમાયો ને કાવ્યરૂપે બહાર સરી પડ્યો. તે કાવ્ય આ પ્રમાણે છે – “છીંકણી તણો સડકો, પહોંચ્યો સ્વર્ગને દ્વાર .. ઈન્દ્ર કરે ઓરતા, ધન્ય મનુષ્ય અવતાર”. I ૧ ll માનવલોકમાં સારભૂત વસ્તુ કોઈ હોય તો તે તમાખુ છે એમ સ્વર્ગલોકમાં છડેચોક કહેવાય છે. ઈન્દ્ર બ્રહ્માને પ્રશ્ન કરે છે અને બ્રહ્મા ચાર મુખે એકસાથે ઉત્તર આપે છે એવી કલ્પના કરીને એક કવિએ તમાકુના ગુણ ગાયા છે. બિડૌજા પુરા પૃષ્ટવાનું પવયોનિ, ધરિત્રીતલે સારભૂત કિમતિ | ચતુર્ભિમુખૈરિત્યવોચ વિરન્ચિસ્તમાખસ્તમાખસ્તમાખસ્તમાનુI ૧|| આમ જો તમાકુ-પુરાણ ઉખેળ્યા કરીએ તો પાર ન આવે એટલું લાંબુ છે. આ બધા ઉપરથી એટલું તો ચોક્કસ છે કે તમાકુનો વિરોધ કરનારા છે તો તેની સામે તમાકુની પુષ્ટિ કરનારા પણ છે. વિરોધ કરનારા વધે છે કે પુષ્ટિ આપનારા એ નક્કી કરી શકાય એવું નથી. અહીં હિતશિક્ષા છત્રીશીના કર્તા કવિ તમાકુનો ત્યાગ કરવાનું કહે છે. For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ હિતશિક્ષા પણ કોણ જાણે શાથી તેમણે એકલી તમાકુને ન છંછેડી ને સાથે તેલને લીધું? તેલ ખાવાથી ઉધરસ થાય છે એમ કહેવાય છે, પણ વધુ પડતું ઉપયોગમાં લેવાથી. તેલનો ત્યાગ કરવો, પણ તે ખાવામાં, ચોળવામાં નહિ એમ વૈદ્યક કહે છે – “વૃતાત્ શતગુણ તૈલ, મર્દને ન તુ ભક્ષણે ' એ પ્રમાણે ભક્ષણમાં એટલે ખાવામાં તેલનો નિષેધ જણાવવામાં આવે છે. તેલનો વધારે પડતો ચોળવામાં ઉપયોગ પણ નુકસાનકારક છે. આમ તેલ અને તમાકુનો ત્યાગ કરવાનું કવિ કહે છે. પણ તેલનો ત્યાગ કરવાનું પ્રસ્તુતમાં બીજી શિક્ષાઓ જેટલું પ્રસ્તુત જણાતું નથી. એટલે શિક્ષાત્કારનો આશય એવો હોવાનો સંભવ છે કે – તેલ-તમાકુનો ત્યાગ કરવો અર્થાત્ તેલવાળી તમાકુનો ત્યાગ કરવો. તમાક કરતાં તેલ-તમાકુ પુષ્કળ ગેરલાભ કરનાર છે. સુંઘવામાં આવતી તેલઅત્તરવાળી તમાકુ કોઈકોઈ વખત નાકના ભયંકર રોગો ઉત્પન્ન કરે છે અને ઓપરેશન-કાપકૂપ કરાવવી પડે છે. હોકા વગેરેમાં તેલ-તમાકુનો ઉપયોગ થાય છે એમ સાંભળ્યું છે. તેથી પોતાને તથા બીજા નાના જીવોને પણ મોટી હાનિ પહોંચે છે. ગડાકુમાં ઉપયોગમાં લેવાતી તમાકુ તેલયુક્ત બનાવટવાળી હોય છે. ગાંજા વગેરેની બનાવટ પણ આ તેલ-તમાકુ શબ્દથી સૂચિત થાય છે. એટલે તેલનો ત્યાગ કરવો, તમાકુને ત્યજવી અને તેલ-તમાકુને જરૂર છોડવી. આમ એકમાં ત્રણ શિખામણો સમાઈ છે. [૬૩] અણગળ પાણી પીવું નહિ – આ હિતશિક્ષાને વાંચીને જીવનમાં ઉતારનાર અનેક પાપોથી બચી જાય છે. એટલું જ નહિ પણ અનેક આપત્તિઓથી પણ બચી જાય છે. અણગળ પાણીમાં નાનાં નાનાં જંતુઓ એટલાં હોય છે કે તેની ગણતરી પણ ન થઈ શકે. શરીરને અને આત્માને એ જંતુઓ હાનિ પહોંચાડે છે – રોગિષ્ટ કરે છે. જલોદર, ગાગર જેવાં પેટ, વાળાના વ્યાધિઓ વગેરે અણગળ પાણી પીવાની ભેટો છે આ ભવમાં: પરભવમાં તો તે આત્માને દુર્ગતિનાં અસહ્ય દુઃખો મળે છે. પરમહંત મહારાજા કુમારપાળના શાસનમાં પશુઓને પણ અણગળ. પાણી પિવરાવવામાં આવતું નહિ. અણગળ પાણી ન પીવું એટલે તે ગાળીને For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ છત્રીશી: ૧૬-૧-૧૮ ૬૯ પીવું. પાણી ગાળવાની વિધિપૂર્વક ગાળેલું પાણી ગાળેલું કહેવાય છે. નળે કપડું બાંધી દીધું ને પછી જેટલું પાણી આવ્યા કરે તે બધું ગળેલું છે એમ અવિવેક પણ આત્માને માટે લાભકારક નથી. જુદા જુદા ઘટ્ટ કાપડનાં ગળણાં રાખવાં, ગળણાં સ્વચ્છ રાખવાં; તેના સંખારાનો યતનાપૂર્વક ઉપયોગ કરવો વગેરે સર્વ ગળવાનો વિધિ છે. નહિ ગળેલું પાણી ગંધાઈ ઊઠે છે. પાણીમાં પોરા પડી જાય છે. નીલ બાઝી જાય છે. અણગળ પાણીવાળાં પાણીઆરઈ પણ માણસને દરિદ્ર બનાવે છે. પાણી પીવા માટે જ ગાળવું એવો આ શિક્ષાનો અર્થ સમજવાની ભૂલ ન થવી જોઈએ. ગાળ્યા વગરનું પાણી વાપરવામાં પણ પાપ છે. નાવા-ધોવા માટે કે બીજા કોઈ પણ ઉપયોગમાં પાણી લેવાનું હોય તો તે ગાળવું જોઈએ. જુદી જુદી ઋતુઓમાં પાણી એક વખત ગાળવાથી પણ ચાલે નહિ. દિવસમાં બબ્બે-ત્રણ ત્રણ વખત પાણી ગાળી લેવું જરૂરી છે. નદી-તળાવ કૂવા કે વાવડીઓનો ઉપયોગ કરનારે પણ ગળણું એ પાણીનો ઉપયોગ કરવા માટે મુખ્ય સાધન છે એ ભૂલવું ન જોઈએ. ગાળીને પાણી વાપરનારને એક સગુણ આપોઆપ મળી જાય છે. તે એ કે તે વગર-ઉપયોગે નકામું પાણી ઢોળતો નથી. નકામું પાણી ઢોળાય એ પણ મહાન દોષ છે, અનર્થ દંડ છે; માટે પાણી ગાળીને જ વાપરવાનો ઉપયોગ કરવાનો દઢ નિર્ણય કરવો. ઇતિ પુરુષયોગ્ય હિતશિક્ષા સમાપ્ત For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ અથ સ્ત્રીજનોપયોગી શિક્ષા વ્યવહા૨ અને ધર્મ એ બંનેમાં પ્રધાનતા પુરુષની છે. કોઈ કોઈ અપવાદો બાદ કરતાં સ્થળ અને કાળમાત્રમાં સત્તા પુરુષની ચાલે છે. જેના હાથમાં સત્તાનાં સૂત્રોનું સંચાલન છે તે જો વ્યવસ્થિત હોય તો તેને અધીન જે સંચાલન છે તે પણ સુન્દર વ્યવસ્થાવાળું હોય. એટલે છત્રીશીકારે પ્રથમ ૧૮ કંડીઓ પુરુષને હિતશિક્ષા આપવા માટે લખી છે. હવે આઠ કડીઓ સ્ત્રીઓની હિતશિક્ષા માટેની જણાવે છે. સ્ત્રીઓ પાસે પણ ઓછી સત્તાનું સંચાલન નથી. ઘરમાં સ્ત્રી પ્રધાન છે. સ્ત્રી એ જ ઘર ગણાય છે. એટલે તે ક્ષેત્રમાં સ્ત્રીઓની પણ પૂરી જવાબદારી છે. તે જવાબદારી અદા કરવા માટે સ્ત્રીઓએ ખાસ કેવી રીતે વર્તવું જોઈએ તે સ્ત્રીઓએ ખાસ કરીને અને તે જવાબદારી અદા કરાવવા માટે પુરુષોએ પણ જાણવું જરૂરી છે. તે શિખામણો આ પ્રમાણે છે. ૧૯ સસરો સાસુ જેઠ જેઠાણી, નણદી વિનય મ મૂકોજી; શાણપણે શેરી સંચરતાં, ચતુરા ચાલ મ ચૂકો. : ૧૯: સુણજો સજ્જન રે. (૧) સસરા, સાસુ, જેઠ, જેઠાણી અને નણંદનો વિનય મૂકવો નહિ. (૨) શેરીમાં જતાં-આવતાં શાણપણું રાખવું અને ચાલ ચૂકવી નહિ. [૧] સસરા વગેરેનો વિનય મૂકવો નહિ – વિશ્વમાં મોટામાં મોટું વશીક૨ણ For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ છત્રીશી: ૧૯ ૭૧ કોઈ હોય તો તે વિનય છે. સ્ત્રી એક આશ્રમનો ત્યાગ કરી બીજા આશ્રમમાં ગૃહિણી તરીકે જાય છે ત્યારે તેનામાં આ “વિનય રૂપ વશીકરણની સૌથી વિશેષ અગત્ય છે. પ્રથમ તે બાળારૂપે – એટલે છોકરીપણે બાપને ઘેર હતી એટલે તેના ઉપર વાત્સલ્ય-પુત્રીસ્નેહ ધારણ કરતાં માત-પિતાને તેના વિનયની ઔચિત્યની એટલી અપેક્ષા ન હતી. ઘરમાં ઓછુંવતું કામ કરે, ફાવે તેમ બેસે-ઊઠે વગેરે નભાવી લેવામાં આવતું હતું. છોકરીનું ગમે તેવું વર્તન ચલાવી લેવામાં આવે એટલે છોકરીએ એમ ન સમજી લેવું જોઈએ કે આ બધું હું જે કરું છું તે બરાબર છે. સ્નેહવશ કોઈ કાંઈ કહેતું નથી પણ તે તેઓને ગમે છે એમ તો નહિ. તેમાં પણ છોકરમત દૂર થતાં એવાં કેટલાંક આચરણો દૂર થઈ જવાં જોઈએ, નહિ તો જે પ્રથમ છોકરું છે કહીને બચાવ થતો હતો તે પણ હવે નથી એટલે ભારભૂત અને અળખામણાં થતાં વાર ન લાગે. છોકરીને પારકું ઘર પોતાનું કરવું છે એટલે તેનામાં તે કળાની એટલે બીજાને વશ કરવાની કળાની ખૂબ જ જરૂર છે. માત-પિતા, ભાઈ-ભાભી, ભગિની-સખી આદિ સર્વનો સંગ છોડીને જ્યારે કન્યા સાસરે આવે છે ત્યારે તેનું કુટુંબ ફરી જાય છે. ત્યારે તેના કુટુંબમાં સાસુ-સસરા, જેઠ-જેઠાણી-નણંદ વગેરે મુખ્ય હોય છે. એ સર્વના સતત સમાગમમાં રહેવાનું હોય છે એટલે તે સર્વનો પ્રેમ જીતવો આવશ્યક છે. ગમે તેમ પતિને રાજી રાખવો, મારે બીજાની શી પડી છે? એ ગૃહસ્થાશ્રમને છિન્નભિન્ન કરી નાખનારી મોટામાં મોટી ભૂલ છે. એ ભૂલની ભુલામણીમાં પડેલી સ્ત્રીઓ સુખી કુટુંબને પણ એક ક્ષણમાં દુઃખના દરિયામાં હડસેલી દે છે. એ ભૂલ ન થાય તે માટે વિનયની આવશ્યકતા છે. તેમાં સર્વપ્રથમ સસરાનો વિનય જરૂરી છે. સસરાની મર્યાદા રાખવી. તેમના ખાનપાનાદિની વ્યવસ્થામાં ઉલ્લાસ દેખાડવો. દિનાનુદિન વૃદ્ધાવસ્થા તરફ આગળ વધતા તે વૃદ્ધપુરુષ ઘરમાં ભારભૂત છે એમ ન માનવું, પણ ઘરનું સર્વસ્વ કોઈ હોય તો તે છે એમ સમજવું. તે પુરુષ પતિના પિતા છે - પૂજ્ય છે. સ્ત્રીને પતિ પૂજ્ય છે તો જે પૂજ્યને પણ પૂજ્ય છે તે કેમ પૂજ્ય ન હોય? હોય જ – વિશેષ પૂજ્ય હોય. સસરાનાં અવસ્થાજન્ય કોઈ અણગમતાં આચરણો હોય તે તરફ લક્ષ્ય ન રાખવું. પણ એવા વૃદ્ધ પુરુષના For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ ૭૨ હિતશિક્ષા આશીર્વાદથી ગૃહતંત્ર વ્યવસ્થિત ચાલે છે એમ માની તેમના આશીર્વાદ મેળવવા માટે તેમનું હૃદય પ્રસન્ન રહે તેમ વર્તવું. - સ્ત્રીને બીજો સાસુનો વિનય કરવાનો છે. પતિની માતા એ સાસુ છે. જે સ્ત્રીએ પોતાના પુત્રને નવ મહિના પેટમાં રાખીને અહીં સુધી વ્હાલ વરસાવીવરસાવી ઉછેર્યો છે, તે પુત્રને માટે અને પુત્રવધૂ માટે કાંઈક આશા એ સ્ત્રી રાખે તો તે વધારે પડતી છે એમ તો ન ગણાય. નવી આવતી સ્ત્રી આ સમજતી નથી અને સાસરે આવ્યા પછી એ ગેરસમજૂતીથી અનેક પ્રકારના કલહ ઉત્પન્ન કરે છે. સ્ત્રીને સાસુના સમાગમમાં સતત રહેવાનું હોય છે એટલે એકબીજાનાં મંતવ્યો અનુરૂપ થાય તે માટે સાસુ વહુને વારંવાર કહે છે. એ હિતવચનો હોય કે સત્તાનાં વચનો હોય તેનો વિચાર વહુને કરવાનો નથી પણ તેનું પાલન કરવામાં શ્રેય છે એમ સમજવાનું છે. એ સમજણ નથી હોતી ત્યારે સાસુનાં વચનો વહુને કડવાં લાગે છે ને વારંવાર વાત-વાતમાં કલહ થયા કરે છે. એ કલહનાં અનિષ્ટ પરિણામો જગતમાં ગણ્યા ગણાય નહિ એટલાં આવ્યાં છે; જ્યારે વિનયવાળી પુત્રવધૂઓએ પોતાના એ સગુણને લઈને પારકા ઘરને પણ એવું તો પોતાનું બનાવ્યું હોય છે કે એ ઘરમાં કલહ કદી પણ ડોકિયું કરી શકતો નથી. કજિયાળી સાસુઓને પણ સુધારવાની શક્તિ વિનયવાળી પુત્રવધૂમાં હોય છે. પતિના મોટા ભાઈ અને તેમની સ્ત્રી જેઠ-જેઠાણી છે. ઘરમાં તેમનું ચલણ પણ સારું હોય છે. સત્તાના અમુક દોર તેમને આધીન હોય છે એટલે તેમનું ગૌરવ જાળવવું એ સ્ત્રીની ફરજ છે. તેમના ઔચિત્યનો ભંગ કરવાથી ઘર ચૂંથાઈ જાય છે. તેમના પ્રત્યેના વિનયથી ઘરમાં સંપ જામે છે અને સંપ ત્યાં જંપ આવીને વસે છે. ઘરમાં છૂટથી હરતીફરતી એકબીજાની વાતો એકબીજાને કરવાની છૂટ ધરાવતી વ્યક્તિ કોઈ હોય તો તે પતિની બહેન છે. તેને નણંદ કહેવામાં આવે છે. ભાભીની મશ્કરી કરવી અને કોઈ કોઈ ભાભીનાં છિદ્રો જોઈને ખુલ્લાં કરવાં-ટોક વગેરે એ પતિની બહેનમાં સ્ત્રીની સજાતીય છે એટલે સ્વભાવસિદ્ધ હોય છે. એવા પ્રસંગોથી સ્ત્રીએ ચિડાઈ જવું ન જોઈએ. નણંદનું પણ ગૌરવ જાળવીને તેને વશ કરી લેવી જોઈએ. આમ આ પાંચ પ્રત્યેના વિનયની નવી આવતી સ્ત્રીમાં પ્રથમ જરૂર છે. For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ છત્રીશી: ૧૯ એ આવે એટલે બીજા ગુણો જે ગૃહસ્થાશ્રમને યોગ્ય છે તે આવતાં વાર નહિ લાગે – જે સ્થિતિમાં જેને રહેવાનું છે તેનામાં તે સ્થિતિની યોગ્યતા હોવી જોઈએ – ન હોય તો મેળવી લેવી જોઈએ. યોગ્ય આત્માઓને સુખ-સંપત્તિ સાંપડે છે અને યોગ્યતા વગરના આત્માઓ પાસેથી પ્રાપ્ત થયેલાં સુખ અને સંપત્તિ વગેરે વિદાય થાય છે. સ્થિતિ અને પરિસ્થિતિને અનુરૂપ વર્તન કરનાર કોઈ પણ સ્થળે કદી પણ વિષાદને અનુભવતો નથી. એટલે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશતી સ્ત્રીએ સસરા વગેરે પાંચનો વિનય કરવો એ પરમ આવશ્યક છે. શેરીમાં શાણપણે સંચરવું ચાલ ચૂકવી નહિ – શેરીમાં લત્તામાં જતાંઆવતાં શાણપણું રાખવું. પોતાની ચાલ ચૂકવી નહિ. મર્યાદા ભૂલવી નહિ. જે સ્ત્રી શાણપણું ગુમાવે છે, ચાલ ચૂકી જાય છે તે સ્ત્રીના સદાચાર ઉપર ધક્કો પહોંચતાં વાર લાગતી નથી. જગતના જીવો ઉપર ગુણ કરતાં અવગુણોની સત્તા વિશેષ ચાલે છે, એટલે અવગુણવાળા જીવો જગતમાં ઘણા છે. સ્ત્રીનો પરમ ગુણ શીલ-સદાચાર છે. સારી ચાલે ચાલતી અને શાણપણું દાખવતી સ્ત્રી પોતાના એ પરમ સદ્દગુણનું સંરક્ષણ કરી શકે છે ને તેથી વિરુદ્ધચાલ ચૂકી જનાર અને શાણપણું ગુમાવતી સ્ત્રી પોતાના શીલને ધક્કો પહોંચાડતાં વાર લગાડતી નથી. મર્યાદાવાળી સ્ત્રી મર્યાદાપૂર્વક ચાલી જતી હોય તો તેને જોઈને વિકારી માણસ પણ શાંત થઈ જાય છે. તેની ચાલનો જ કડપ સામા માણસ ઉપર એવો પડે છે કે તેના મનના દુષ્ટ વિચાર ખસી જાય છે. જ્યારે ઉછાંછળાપણે આંખો નચાવતી, હસતી, વસ્ત્રના છેડા ઊંચાનીચા કરતી સ્ત્રીને જોઈને ગમે તેને તેની મશ્કરી કરવાનું મન થાય છે. અને છેવટે પરિણામ સારું આવતું નથી. એટલે શેરીમાં જતાં-આવતાં શાણપણું અને ચાલ ચૂકવાં નહિ, એમાં જ ખરી ચતુરાઈ છે. ગૃહસ્થાશ્રમની વ્યવસ્થા અને શિયાળ આદિ સદાચાર એ બે સ્ત્રી જીવનમાં પ્રધાન ભાગ ભજવે છે. તેને અનુરૂપ ચાર શિખામણો વીસમી કડીમાં છે તે આ પ્રમાણે – For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ૨૦ નીચ સાહેલી સંગ ન કીજે, પરમંદિર વિ ભમીએજી: રાત્રિ પડે ઘરબાર ન જઈએ, સહુને જમાડી જમીએ. ૨૦ સુણજો સજ્જન રે. હિતશિક્ષા (૧) હલકી સખીનો સંગ ન કરવો. (૨) પારકે ઘેર ભટકવું નહિ. (૩) રાત્રે ઘર બહાર જવું નહિ. (૪) સહુને જમાડ્યા પછી જમવું. [૩-૫] હલકી સખીનો સંગ ન કરવો – સ્ત્રી હો કે પુરુષ, પણ સર્વના જીવનમાં મિત્ર એ અગત્યનો ભાગ ભજવે છે. તેમાં પણ પુરુષ કરતાં સ્ત્રીને તેની સખી સાથે અધિક સમાગમ રહે છે. સખી-સાહેલી-બહેનપણીને અલી એ!’ કહીને બોલાવવામાં સ્ત્રી જે મજા અનુભવે છે તે કોઈ ઓર જ હોય છે. સ્ત્રી કોઈની પણ પાસે પોતાનું હૃદય ખોલતી હોય તો તે તેની સખી છે. જો સખી સારી હોય તો સારા સંસ્કાર આવે છે અને ખરાબ હોય તો ખરાબ સંસ્કાર આવે છે. સારા સંસ્કાર કરતાં ખરાબ સંસ્કારો જલદી આવે છે ને આવ્યા પછી તેને ઘર કરતાં વાર લાગતી નથી. નીચ – હલકી સાહેલીનો સંગ એ કુસંગ છે. એ કુસંગથી અનેક પ્રકારની બૂરી ટેવો પ્રવેશે છે. વ્યાવહારિક જીવનમાં અનેક સુખ-દુઃખના પ્રસંગો આવે છે ત્યારે સારી સાહેલી યોગ્ય સલાહ આપે છે અને ખરાબ સખી એવી ખરાબ સલાહ આપે છે કે જેને પરિણામે અનેક પ્રકારના ક્લેશ-કલહ ઊભા થાય છે. એટલે એવી કાનભંભેરણી કરતી નીચ સખીનો સંગ ન કરવો. પારકે ઘેરે ભટકવું નહિ – પોતાનું ઘર છોડીને પારકે ઘરે ભમવું નહિ. વ્યવહાર વગેરે કાર્યપ્રસંગે પ્રયોજન સહિત બીજાને ઘરે જવું પડે તે જુદું, પણ એમ ને એમ વગ૨કા૨ણે પોતાનું ઘ૨ છોડીને બીજાને ઘરે ભટક્યા કરવું એ સ્ત્રી-જીવનનું મોટું દૂષણ છે. એમાંથી બીજા અનેક દોષો જન્મે છે. કેટલીક સ્ત્રીઓને બપોર પડે એટલે પોતાનું ઘર ગમતું નથી – તે ક્યાંય ને ક્યાંય ભટકવા નીકળી પડે છે. એમ ને એમ સમય પસાર કરવા માટે ભટકતી સ્ત્રીઓ જેને ત્યાં જાય છે તેને પણ અળખામણી લાગે છે. જેના જીવનમાં કાંઈ પણ For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ છત્રીશી : ૨૦ – ધ્યેય નથી – ગમે તેમ વખત પસાર કરવો એવી જેની માન્યતા છે તે સ્ત્રીઓ ભારભૂત થઈ પડે તેમાં નવાઈ શું? જો પારકે ઘરે ભટકવાની આદત છૂટી જાય તો ઘેર બેઠાં અનેક કાર્યો સૂઝે. ગૃહસ્થાશ્રમમાં કાર્યભાર જો ઉપાડવો હોય તો એટલો છે કે બીજાને કહેવું પડે કે તમે તો કોઈ પણ દિવસ દેખાતાં જ નથી – અમારે ઘરે આવતાં જ નથી. તેને ત્યાં બીજા મળવા આવે ત્યારે પણ ઘરમાં કામ કરતી સ્ત્રીને જોઈને આવનારો કાંઈક મેળવી જાય. ભલે ને પછી બીજી ભટકતી સ્ત્રીઓ આવી પોતાના કાર્યમાં રત રહેતી રમણીને ઘરની મીંદડી’ કહે – એમાં કાંઈ નાનપ નથી. કોઈના કહેવા ઉપર પોતાના જીવનને બગાડી નાખવા કરતાં પોતાનું હિત શેમાં સમાયું છે એનો વિચા૨ કરવો એ મહત્ત્વનું છે. એટલે પારકે ઘરે ભટકવું નહિ. એ સ્ત્રી જીવનમાં અતિ અગત્યનું છે. - રાત્રે ઘર બહાર જવું નહિ – રાત્રિ એટલે અંધકારનું રાજ્ય. અંધકારના રાજ્યમાં લૂંટાવાનો પૂરો ભય. રાત્રે ઘર બહાર નીકળતી સ્ત્રી લૂંટાઈ જાય એ પૂરો સંભવ છે. બીજું – ધન લૂંટાય કે ન લૂંટાય એ એટલું મહત્ત્વનું નથી. પણ સ્ત્રીનું શિયળધન જો લૂંટાય તો પછી તેની પાસે બીજું જળવાઈ રહે તેની કાંઈ કિંમત નથી. રાત્રે સ્ત્રી બહાર નીકળે તો તેના પ્રત્યે વહેમ આવ્યા વગર રહે નહિ. શુદ્ધ સ્ત્રી હોય છતાં વહેમનો ભોગ બન્યા પછી તેના પ્રત્યે બધા શંકાની નજરે જોયા કરે છે – ને તેનું પરિણામ તેને ઘણું વેઠવું પડે છે. એટલે નકામું રાત્રે ઘર બહાર શા માટે જવું જોઈએ ? પ્રયોજન હોય ને કોઈ સાથે હોય ત્યારે રાત્રે પણ જવું પડે એ જુદી વાત છે, બાકી સ્ત્રીને રાત્રે ઘર બહાર જવું એ હિતાવહ નથી. રાત્રે બહાર ફરવાની છૂટ રાખતી સ્ત્રીઓ કેવા અવળે રસ્તે ચડી ગઈ હોય છે તે જાણવામાં મજા નથી. એ સ્ત્રીઓના અવળે માર્ગે ચડી જવામાં પ્રધાન કારણભૂત રાત્રે ગમે ત્યાં ફરવાની છૂટ છે, એ છે એ નિર્વિવાદ છે. જો એવા માર્ગોથી બચવું હોય તો એ છૂટમાં મજા નથી એમ સમજીને રાત્રે બહાર નીકળવાનું – ભટકવાનું છોડી દેવું જોઈએ. 1 – ૭૫ [૬] સહુને જમાડીને જમવું – સહુને જમાડીને પછી જમતી સ્ત્રી જે ઘરમાં હોય છે તે ઘ૨નાં બધાં માણસોનો પ્રેમ સહેલાઈથી જીતી લે છે. તેથી વિરુદ્ધ For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭૬ હિતશિક્ષા બીજાની દરકાર રાખ્યા વગર સૌથી પહેલા–વગર કારણે-પોતે આરોગી લેતી સ્ત્રી કાંઈ સોનું-રૂપું ખાતી નથી કે કાંઈ પેટમાં જરૂર હોય તેથી વધારે ખાતી નથી, છતાં તેના પ્રત્યે આ તો ખાઉધરી છે એ પ્રમાણેની અરુચિ બધાંને થાય છે. બધાંને જમાડ્યા પછી જમે તેમાં કાંઈ સ્ત્રી ભૂખે મરી જતી નથી અને બધાંનો સદ્ભાવ મેળવે છે. કદાચ એ સદૂભાવને માટે થોડું સહન કરવું પડે તો તે કાંઈ વધુ પડતું નથી. વ્રત-નિયમને કારણે સ્ત્રીને રાત્રિ ન પડે એટલે વહેલું જમી લેવું પડે એ જુદી વાત છે. બાકી તો બધાંને જમાડ્યા પછી જમવાની જો ટેવ પડી જાય તો પહેલાં જમવું ફાવે નહિ અને બધાંના પ્રેમનો લાભ સહજ મળતો જાય. એટલે સ્ત્રીએ ઘરનાં બધાંને જમાડીને જ જમવાની આદત પાડવી એ ગૃહસ્થાશ્રમને દીપાવનાર ઉત્તમ ગુણ છે. વીસમી કડીમાં એક શિખામણ નીચ સાહેલીનો સંગ ન કરવાની આપી હતી. આ એકવીસમી કડીમાં કેટલીક સ્ત્રીઓ એવી છે કે જેનો પરિચય કરવાનો પ્રસંગ સ્ત્રીઓને અવારનવાર થયા કરે છે, પણ તેમાં બહુ સાવધ રહેવા જેવું છે. એ પરિચયમાંથી જો સંગ વધ્યો તો સદાચાર પૂરા જોખમમાં આવી પડે છે એમ સમજી લેવું. તે સ્ત્રીઓ કઈ છે ને તેના સંગથી શું થાય? તે સમજાવતી હિતશિક્ષા આ પ્રમાણે છે. ૧ ધોબણ માલણ ને કુભારણ, જોગણ સંગ ન કરીએ જી; સહેજે કોઈક આળ ચડાવે, એવડું શાને કરીએ : ૨૧ સુણજો સજ્જન રે. ધોબણ માળણ, કુંભારણ અને જોગણનો સંગ કરવો નહિ – આ એક જ શિખામણ સ્ત્રી-જીવનમાં ઘણો મહત્ત્વનો ભાગ ભજવે છે. આ શિક્ષાની વિરુદ્ધ વર્તન કરનાર સ્ત્રી કુળ-પરંપરાગત મળેલા સગુણના વારસાને ગુમાવી બેસે છે, જીવનને કલંકિત કરી મૂકે છે અને અવળે રસ્તે ચડી જઈને છેવટે For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ છત્રીશી: ૨૧ ૭૭ ખુવાર થાય છે. ધોબણ – એ કપડાં ધોવાનું કામ કરનારી સ્ત્રી છે. કપડાં ધોવાના કાર્યને માટે તે સ્ત્રીને સ્ત્રીજીવનમાં મુખ્ય ગણાતી લજ્જાને નેવે મૂકવી પડે છે. નદીને ઘાટે કે તળાવને કિનારે તે ગમે ત્યારે જાય છે અને પોતાનું કાર્ય કરે છે. મોટે ભાગે ગામનાં મેલાં વસ્ત્રોને સાફ કરનારી તે સ્ત્રી – નીકળતો બધો મેલ પાણીમાં વહેતો કરી દે છે એમ ન સમજવું. રોજ થોડો થોડો મેલ તે પોતાના મનમાં સંઘર્યા કરે છે. એ મનમાં સંઘરાતો મેલ ઘણો જ વિચિત્ર હોય છે. જુદાં જુદાં વસ્ત્રોમાં સંઘરાએલા અનેક પ્રકારના મેલને સાફ કરતાં ધોબણનું મન કલ્પનાના ઘોડા ઉપર ચડીને ક્યાંયનું ક્યાંય દોડી જાય છે. સાચીખોટી કલ્પનાઓમાં વિહાર કરીને ઠેકાણે આવતા મનમાં કેવા વિચિત્ર સંસ્કાર પ્રવેશી ગયા હોય છે તે સહજ સમજી શકાય એવું છે. હંમેશાં એવા સંસ્કાર સંઘરતી સ્ત્રીના સંગથી શું લાભ થાય? લાભ તો એ જ થાય કે તેની પાસેથી દુનિયાની સાચીખોટી મેલી વાતો સાંભળવા મળે અને પરિણામે એ તરફ મન ખેંચાય. ઘર ઘર ભટકતી આવી સ્ત્રીઓ ઘણી વખત દૂતીનું કાર્ય કરે છે અને સારી ને ભોળી સ્ત્રીઓ તેમાં ફસાઈ પડે છે. તેમાં ન ફસાનારી સ્ત્રી પણ જો તેના સંગમાં હોય તો તેના ઉપર આળ ચડતાં વાર નથી લાગતી. માળણ – ધોબણને મળતી બીજી એક સ્ત્રી માળણ છે. એ સ્ત્રીને માટે સંસ્કૃતમાં એક કવિએ શ્લોક રચીને તેનાથી ચેતતા રહેવાની સૂચના કરી છે. કવિ કહે છે કે – પક્ષિણાં વાયસો ધૂર્ત, શુગાલશ ચતુષ્પદામ્ | નરાણાં નાપિતો ધૂર્ત ગ્રીષ ધૂત ચ માલિકા / ૧ I” પક્ષીઓમાં કાગડો ધૂર્ત છે, પશુઓમાં શિયાળ છે; નરોમાં હજામ ધૂર્ત છે અને સ્ત્રીઓમાં માલણ ધુતારી છે. ફૂલને વેચનારી એ સ્ત્રીને ધૂર્તાનું બિરુદ વગરમાગ્યે મળી ગયું છે એ તેની કુશળતાને આભારી છે. પુષ્પ એ પુષ્પસાયક-કામનું શસ્ત્ર છે. કામના બાણને પુષ્પને વિવિધ પ્રકારે વેચતી માલણ દરેક રીતે પાવરધી હોય એ સહજ છે. પુષ્પવાટિકાને સંકેતસ્થાન તરીકે પૂરું પાડવાનું કાર્ય પુષ્પ વેચવાને બહાને For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ હિતશિક્ષા માળણ ઘણી જ સહેલાઈથી કરે છે. અને એ રીતે એકબીજાને વશ રાખવાની શક્તિ પણ તેનામાં સારી ખીલી હોય છે. એકબીજાની ગુપ્ત વાતો સાચવવા માટે વળતર પણ તે તે વ્યક્તિ પાસેથી તે ઠીક પ્રમાણમાં મેળવી શકે છે. માળણ ગમે તે સ્થળે જવા-આવવાની છૂટ ધરાવે છે. વિશ્વમાં અનેક પ્રકારનાં પુષ્પો ખીલતાં હોય છે. તેનો પરાગ આસ્વાદવા માટે પુષ્પયો – ભ્રમરો ઇચ્છતા હોય છે. યથેચ્છપણે પરાગ ચૂસતા એ ભ્રમરોને ઉરાડી મૂકવા કે ચૂસવા દેવા એનો અધિકાર માળણના હાથમાં છે. મોટે ભાગે એ અધિકારનો દુરુપયોગ કરનારી સ્ત્રીનો સંગ કરવો એ ઉચિત નથી. એવા સંગથી સાચું કે ખોટું આળ ચડ્યા વગર રહેતું નથી. કુંભારણ – પાત્રની પાત્રતા ટકાવી રાખવી કે નહિ? તેનો અધિકા૨ ધરાવતી આ સ્ત્રીથી સાવધ રહેવા જેવું છે. કુંભારણના સંગથી કેટલાક હલકા અને કેટલાક હળવા સંસ્કારો આવે છે. પુરુષને કુંભાર અને સ્ત્રીને કુંભારણ કહે તો તેથી તેને ખુશી ઊપજતી નથી પણ અપમાન લાગે છે એ એક જાતની ગાળ છે એવી વ્યાવહારિક સમજ છે. ધોબણ અને માળણની માફક કુંભારણને પણ ઘ૨ ઘ૨ જવાનો અને અનેકનો અનેક પ્રકારે પરિચય સાધવાનો વ્યવસાય રહે છે. હલકા સંસ્કારને વશ એવાં કાર્યોમાં સીધી કે આડકતરી રીતે તે સહાયભૂત થવાનું ઇચ્છે છે. અને ઘડા-માટલાં વગેરે વેચવાના કાર્યની સાથે ગૌણ કાર્ય પણ એવા પ્રકારનું તેનું બની જાય છે. એની સંગતિથી સ્ત્રીમાં કલંક આવતાં વાર લાગતી નથી માટે તેનો સંગ ન કરવો એ હિતાવહ છે. જોગણ ભગવાં પહેરીને ઘ૨ ઘ૨ ભીખ માગીને જીવનવ્યવહાર ચલાવતી સ્ત્રી જોગણ છે. કેટલીક મેલી સાધનાનું બળ પણ તેની પાસે હોય છે. એના સમાગમથી કાંઈનું કાંઈ કરવાનું મન થઈ આવે છે. પરિણામે જીવનની દિશા પલટાઈ જાય છે, રાહ બદલાઈ જાય છે, અવળા રાહે જીવન ચડી જાય છે. એકબીજાના સંદેશા એકબીજાને પહોંચાડીને અવળા માર્ગમાં મદદ કરતી જોગણ એ ઓછી ભયંકર નથી. સ્ત્રીના શિયળને ભરખી જનાર એ મહાવ્યાધિ છે. જેટલું મોટા રોગથી નુકસાન થાય છે, તેથી વધુ નુકસાન જોગણનો સંગ સ્ત્રીને પહોંચાડે છે. એટલે એથી બચવું ખૂબ જ આવશ્યક છે. કામણ, ચૂમણ, મારણ, ઉચ્ચાટન, ગર્ભસ્તંભન, દોરા-ધાગા વગેરે વ્યવસાય જોગણ કરે છે, ને તે અનેક રીતે ભયંકર પરિણામ ઉપજાવે છે. ७८ For Personal & Private Use Only dys Page #86 -------------------------------------------------------------------------- ________________ છત્રીશી : ૨૨-૨૩ ૭૯ ધોબણ માળણ, કુંભારણ અને જોગણ એ ચાર તો મુખ્ય હોવાથી અહીં ગણાવ્યાં છે. બાકી તેને મળતી ઘાંચણ, વાઘરણ, ભરવાડણ, વડારણ; ભંગિયણ, સોના૨ણ, હજામડી, વગેરેના સંગમાં રહેવાથી પણ ગેરલાભ થાય છે. એટલે એ સર્વનો પણ સંગ ન કરવો. જીવનમાં જે સંગથી સારા ગુણની પ્રાપ્તિ અને સંરક્ષણ થાય તેનું સખ્ય સાધવું – બાકી વ્યવહારમાં કામપૂરતું કામ સહુ કોઈથી લેવું પડે છે. કામ લેવું એ જુદી વાત છે અને સખ્ય સાધવું એ જુદી વાત છે. સંગ કરવો એટલે સખ્ય સાધવું. એવા સંગથી એકંદર નુકસાન થાય છે, માટે એ સંગ ન કરવો. નુકસાન થાય કે ન થાય તો પણ એવા સંગથી આળ ચડે છે, આળ ચડે એવું શા માટે કરવું જોઈએ? સ્ત્રીઓનું મોટું ધન શિયળ છે. એ એક ગુણ સ્ત્રીમાં જો પૂરેપૂરો ખીલ્યો હોય તો તે આખા જગતને વશ કરવા સમર્થ બની શકે છે. ગમે તેવી આપત્તિઓમાંથી શીલપ્રભાવે તે ઊગરી શકે છે. શીલને લઈને સ્ત્રી સતી કહેવાય છે અને તેના વગર એ કુલટા ગણાય છે. બાવીસમી અને ત્રેવીસમી કડીમાં હિતશિક્ષાકાર તે શીલગુણના સંરક્ષણને અનુરૂપ શિખામણો આપે છે – તે આ પ્રમાણે – ૨૨-૨૩ નિજ ભરતાર ગયો દેશાવર, તવ શણગાર ન ધરીએ જી; જમવા નાતિ વચ્ચે નવ જઈએ, દુર્જન દેખી ડરીએ. ૨૨ સુણજો સજ્જન રે. પરશેરી ગરબો ગાવાને, મેળે ખેલે ન જઈએજી; નાવણ ધોવણ નદીકિનારે, જાતાં નિર્લજ્જ થઈએ. ૨૩ સુણજો સજ્જન રે. (૧) પોતાનો પતિ પરદેશ ગયો હોય ત્યારે શૃંગાર સજવા નહિ. (૨) જ્ઞાતિ વચ્ચે જમવા જવું નહિ. (૩) દુર્જનથી દૂર રહેવું - ડરવું. For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ હિતશિક્ષા (૪) પારકી શેરીમાં ગરબો ગાવા જવું નહિ. (૫) મેળામાં અને નાટક-ભવાઈ આદિ ખેલમાં જવું નહિ. (૬) નાવા-ધોવા માટે નદીકિનારે જવું નહિ. [૮] પતિ પરદેશ હોય ત્યારે શણગાર ન ધરવા – સ્ત્રી એમ ને એમ મોહ ઉત્પન્ન કરનાર છે. સ્ત્રીને જોવાથી જ નહિ પણ તેનો વિચારમાત્ર કરવાથી પણ મદ ચડે છે. તેમાં પણ શણગાર સજેલી સ્ત્રીને જોઈને એવું આકર્ષણ જન્મે છે – તે પોતાની સાન-ભાન ગુમાવીને જેમ દીપશિખામાં પતંગિયું ઝંપલાવે છે – તેમ તે ઝંપલાવે છે. જેના પ્રત્યે આકર્ષણ છે તેને મેળવવા એ કામી જીવડો સર્વ કાંઈ કરી છૂટે છે. એવા પ્રસંગોથી બન્નેને ઘણું ઘણું સહન કરવું પડે છે. જ્યારે રક્ષણ કરનાર-બચાવનાર પોતાનો પતિ પરદેશ છે ત્યારે તો પતન પામતાં વાર લાગતી નથી. સ્ત્રીને શૃંગાર સજીને રાજી રાખવા યોગ્ય કોઈ વ્યક્તિ હોય તો તે તેનો પતિ છે – સ્વામી છે; નહિ કે બીજા. બીજાનું એવા પ્રકારનું આકર્ષણ ન વધે તેમાં જ લાભ છે. પતિ બહારગામ જાય ત્યારે શણગાર સજતી સ્ત્રીને માટે આજુબાજુમાં જે વાતો થતી હોય છે તે જો તે સ્ત્રી સાંભળે તો તેને ખબર પડે કે આનું પરિણામ કેવું વિષમ અને વિરૂપ આવે એમ છે. જેનો પતિ પ્રવાસી છે તે સ્ત્રી પ્રોષિતભર્તકા' કહેવાય છે. એ વિરહિણી રમણીને પતિ-વિયોગજન્ય દુઃખ એવું સાલતું હોય કે તેમાં તેને ખાવા-પીવાનું પણ ન ગમતું હોય તો શૃંગાર સજવાનું મન ક્યાંથી થાય? સાહિત્ય-ગ્રન્થોમાં તેનાં ખાસ લક્ષણો જણાવ્યાં છે. એ લક્ષણોથી જ બીજાને ખબર પડી જાય કે આ સ્ત્રીનો સ્વામી પરદેશ ગયો છે. વિરહાગ્નિથી પીડાતી વિયોગિનીનું વર્ણન સંસ્કૃત સાહિત્યમાં ખૂબ મળે છે. યોગિની કરતાંય વિયોગિની સ્ત્રીનું મન કોઈકના ધ્યાનમાં વિશેષ એકતાર બની ગયું હોય છે. તેની દશા કેવી હોય છે તેનું એક ચિત્ર નીચેના કાવ્યશ્લોકમાં સુન્દર રીતે ખડું થાય છે. વિરહાનલતપ્તા સીદતિ સુપ્તા, રચિત નલિનદલતભૂલે, મરકતવિમલે, For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ છત્રીશી: ૨૨-૨૩ ૮૧ કરકલિતકપોલ, ગલિતનિચોલ, નથતિ સતતરુદિતન નિશા-મનિમેષદશા | ન સખીમસુવિતિ ગુરુમભિવન્દતિ, નિન્દતિ હિમકરકરનિકરે, પરિતાપકરે, મનુતે દિ ભાર મુક્તાહાર, દિવસનિશાકરદીનમુખી, જીવિતવિમુખી || ૧ | વિરહાગ્નિથી તપી રહી છે, મરકતમણિ સમા નિર્મલ કમલપત્રની પથારીમાં સૂતેલી તરફડ્યા કરે છે. હાથની હથેલીમાં ગાલને ટેકવીને બેઠી છે. ચોલી ગળી ગઈ છે. ટગર ટગર જોતી રોઈ રોઈને રાતને વિતાવે છે. સખી-સહચરીને ઓળખતી નથી – બોલાવતી નથી, ગુરુજનને વંદતી નથી - ઔચિત્ય જાળવતી નથી. ઉપતાપ વધારનારા ચન્દ્રમાના કિરણસમૂહને નિર્દે છે. હૃદય પર રહેલા મોતીના હારને ભારભૂત માને છે. દિવસના ચન્દ્રમાં સમાન મુખ ફીકું પડી ગયું છે. જીવવાની લાલસા દૂર કરીને દિવસો પસાર કરી રહી છે. એ સ્થિતિમાં રહેતી વિરહિણી શણગાર સજે એ કેવું બેહૂદું બાકી કેટલીક સ્ત્રીઓ પતિ પરદેશ જવા પ્રયાણ કરે ત્યારે બહારથી જાણે વજપાત ન થયો હોય એવું દુઃખ દેખાડે છે અને અંદરથી રાજી રાજી થતી હોય છે. પારકા સાથે હળેલી એવી સ્ત્રીઓની નાતમાં ભળવા ઈચ્છતી સ્ત્રીઓને આ હિતશિક્ષા ગમે કે ન ગમે તે વજૂદનું નથી. આ શિખામણ સહજ તો તે સ્ત્રીઓને છે કે જે સ્ત્રીઓ પતિના પ્રયાણ સમયે વિમનસ્કતા-બેચેની ખરેખરી અનુભવતી હોય છે. સ્ત્રીઓ સાચી સતી તરીકે વગપ્રયત્ન પ્રસિદ્ધ થઈ હોય છે, તે સ્ત્રી પતિના વિરહમાં શણગાર ન સજે એ જ એનો શણગાર ગણાય છે. ગૂર્જરી પ્રજાને સમજાવી-ફોસલાવીને હિતવચન કહેતો ને ગૂર્જરી ગિરાને વિવિધ લાડ લડાવતો કવિ દલપતરામ દલપત્તપિંગલમાં તોટક છંદનું લક્ષણ જણાવતાં કેવી કોડીલી ભાષામાં ઉપરની હિતશિક્ષાને કવી લે છે. “શિ! શા શણગાર હવે સજવા, ગુણવંત પતિ પરદેશ ગયા I” (તોટક) For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮૨ હિતશિક્ષા હે શશિ! – એ પ્રમાણે પોતાની સહચરીને સંબોધીને વિયોગિની વાત કરે છે કે હવે શણગાર શા સજવા? શું કરવા કરવા? ગુણવંત સ્વામી તો પરદેશ પધાર્યા છે. ચાર સગણ એક ચરણમાં આવે તેને તોટક કહે છે. શશિ, શા. શ-એ પ્રમાણે પ્રારંભમાં શા શનસ મૂકીને કવિએ પોતાનો સંકેત જાળવ્યો છે. આમ પતિ પરદેશ ગયેલો હોય ત્યારે સ્ત્રી શણગાર ન સજે એ આર્યાવર્તના રૂઢ સંસ્કાર છે. નાત વચ્ચે જમવા જવું નહિ – એ શિક્ષાની પાછળ પણ નાતના જમણવારમાં મર્યાદાનો લોપ થાય એ રીતે જમવા ન જવું. મર્યાદાનો ભંગ થાય એટલે સ્ત્રી નિર્લજ્જ બને છે ને તેથી તેના શીલને ધક્કો પહોંચે છે. એ આશય છે. જેને શીલરક્ષણ કરવાની જવાબદારી પોતાને માથે આવી પડી છે એવી વિધવા સ્ત્રીઓ જ્ઞાતિ વચ્ચે જમવા નથી જતી એ પ્રચલિત છે. તે પ્રચલિત વ્યવહાર શીલરક્ષણ માટે મર્યાદાની સાચવણીને અર્થે છે. અમર્યાદિતપણે નાતમાં જમવા જતી સ્ત્રીઓનાં પરિણામ સારાં નથી આવતાં, એ સિદ્ધ હકીકત છે. નાત વચ્ચે જમવા જવું એ શિક્ષા પૂર્વની શિખામણ સાથે સંબંધ રાખે છે. એટલે પોતાનો પતિ પરદેશ ગયો હોય ત્યારે નાત વચ્ચે જમવા ન જવું. પરદેશ પતિ ગયેલ હોય ત્યારે નાતના જમણમાં સ્વચ્છંદપણે જમવા જતી સ્ત્રી પોતાના સદાચારને જાણી જોઈને જોખમમાં મૂકે છે. [૧૦] દુર્જનથી ડરતા રહેવું – દુર્જનનો ભય દરેકને રાખવાનો છે – તેમાં પણ સ્ત્રીને ખાસ કરીને – સતી સ્ત્રીઓને તો દુર્જનથી ખૂબ જ ડરતા રહેવાની જરૂર છે. પાદપાનાં ભર્યા વાતાત્ સાધૂનાં દુર્જનાર્દૂ ભયમ્ ' વૃક્ષને જેમ વાયુથી ભય છે તેમ સાધુઓને દુર્જનથી ભય છે. વાયુ વૃક્ષને ઉખેડી નાખે છે અને For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ છત્રીશી: ૨૨-૨૩ ૮૩ દુર્જન સજ્જનને સતાવે છે. નથી દુર્જનની સામે થવામાં સાર કે નથી દુર્જનથી સહન કરવામાં. એટલે દુર્જનથી દૂર રહેવામાં જ મજા છે. જે સ્ત્રીનો પતિ પરદેશ હોય તે સ્ત્રીને દુર્જનથી ખૂબ જ સાવધ રહેવાની જરૂર છે. જેટલી જરૂર હરિણીને વાઘથી ચેતતા રહેવાની છે તેટલી અથવા તેથી પણ વિશેષ દુર્જનથી ડરવાની છે. દુર્જનો શિકારી છે, અને તેઓ સ્ત્રીના શિયળનો શિકાર કરે છે. શીલનું રક્ષણ ઈચ્છતી સ્ત્રી દુર્જનથી ડરતી ફરે. દુર્જનથી ડરતી ફરે તેનો અર્થ એ નથી કે સ્ત્રી બિચારી-ગરીબ-રાંકડી બનીને દુર્જનનો ભય સેવ્યા કરે; પણ દુર્જનથી સાવધ રહે તેમ છતાં પ્રસંગ આવ્યું દુર્જનને બતાવી આપે કે હવે ફરી આ રસ્તે જવામાં મજા નથી. દુર્જનની દુર્જનતા ભુલાવી દે. બુદ્ધિબલ અને શીલ-રક્ષણની પૂરી ખંતથી દુર્જનોનેભયંકર દુર્જનોને ખરેખરી નસિયત આપનારી એક સતી સ્ત્રીની લાંબી વાત પણ ટૂંકમાં નીચે પ્રમાણે સમજવા જેવી ને પ્રેરક છેઃ એક નગરમાં એક મોટા શ્રીમંતને એકનો એક પુત્ર હતો. લાડમાં તે ઊછરેલો. લાયક ઉમ્મર થતાં તેના વિવાહ-લગ્ન એક સતી સ્ત્રી સાથે કરવામાં આવ્યા. પરણીને સાસરે આવ્યા બાદ ટૂંક સમયમાં સ્ત્રીનાં સાસુ-સસરા સ્વર્ગ સિધાવ્યાં. પતિ ભોળો એટલે તેના ભોળપણનો લાભ દુનિયાના સ્વાર્થ-સાધુઓ લેવા લાગ્યા અને કરોડોની સંપત્તિને ખલાસ થતાં વાર ન લાગી. સમજવા છતાં સતી સ્ત્રી પ્રતિભક્તિથી પતિને સંપત્તિના નાશમાંથી બચાવી શકી નહિ. છેવટે સંપત્તિ ચાલી ગઈ એટલે કોઈ તેનું રહ્યું નહિ. એ દંપતી આર્થિક દુઃખમાં આવી પડ્યાં. એ દુઃખ દૂર કરવાનો ઉપાય મજૂરી-મહેનત સિવાય બીજો કોઈ હવે ન હતો. જ્યાં કોટ્યાધિપતિ તરીકે જીવન વિતાવ્યું હોય ત્યાં મજૂરી કરાય કઈ રીતે?. ... અને આપે પણ કોણ? એટલે તેણે પરદેશ જઈને કમાવાનો વિચાર કર્યો, પણ પોતાની આવી સુંદર અને સુશીલ સ્ત્રીને એકલી મૂકીને કેમ જવું? એ ચિંતા તેને સતાવવા લાગી. પતિના મનની ચિંતા જાણીને સતી સ્ત્રીએ કહ્યું કે – “તમે મારી ચિંતા ન કરો અને ખુશીથી કમાવા માટે પરદેશ પધારો. લ્યો, આ એક દૂધનો શીશો અને કમળનું ફૂલ. જ્યાં સુધી દૂધ તાજું ને તાજું હોય ત્યાં સુધી જાણજો કે મને કોઈ આપત્તિ નથી – મારું શીલ સુરક્ષિત છે. અને કમળ ખીલેલું હોય ત્યાં સુધી માનજો કે મારું શરીર સ્વસ્થ અને નીરોગી છે. તે બન્નેમાં ખામી દેખાય ત્યારે મારાં શીલ અને શરીરમાં For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ હિતશિક્ષા ખામી આવી છે એમ સમજજો. એ પ્રમાણે કહીને તે બન્ને ચીજો આપીને સતીએ પતિને વ્યથાપૂર્વક વિદાય આપી. દેશ-પરદેશ સંચરતાં તે એક કામી દેશમાં આવી ચડ્યો. ત્યાંનો રાજા ખૂબ જ સ્ત્રીલંપટ હતો. તે દેશમાં તે સાધારણ કામ કરીને રહેવા લાગ્યો. દૂધ ને કમળને જોઈને તે રોજ આનંદ અનુભવે. સવાર-સાંજ મંદિરે દર્શન કરવા જાય ત્યારે તે બન્ને ચીજો બહાર મૂકી રાખે. રાજા સવારે શિકારે જાય અને સાંજે પાછો ફરે. રાજાનો રસ્તો આ મંદિર પાસેથી જ પસાર થાય. સવારે અને સાંજે બરાબર તે દૂધ અને કમળને જોવે અને વિચાર કરે કે – આવું સુંદર ફૂલ કોનું છે અને ક્યાંથી આવે છે? રાજા ઊભો રહ્યો અને જ્યારે પેલો બહાર નીકળ્યો ત્યારે તેને બોલાવીને પોતાના આવાસે લઈ ગયો અને બધી હકીકત પૂછી. ભોળે ભાવે તેણે બધી વાત કહી દીધી. કામી રાજાની. વાસના વધી ગઈ અને રાજાએ તેને જેલમાં પૂરી દીધો. રાજાએ ચાર જણને તૈયાર કરીને પેલી સ્ત્રીને પકડી લાવવા મોકલ્યા. જે ખર્ચ થાય તે કરીને પણ તેને લઈ આવવાની છૂટ આપી. ચારે જણા સતી રહેતી હતી તે નગરમાં આવ્યા અને બરાબર તેના મકાનની સામે જ મકાન લઈને મુકામ કર્યો. ધીરે ધીરે બારીમાં ઊભા રહીને પેલી સ્ત્રીનો પરિચય તેઓ સાધવા લાગ્યા. સામાઓના મનની મેલી મુરાદ સતી સ્ત્રીના જાણવામાં આવી ગઈ, છતાં તેણે સાવધાનતાપૂર્વક તેઓનો પરિચય જારી રાખ્યો. તે સ્ત્રીના રૂપ-સૌન્દર્યને નીરખીને ચારે જણા તેના ઉપર મોહી પડ્યા અને અનુચિત માગણી કરવા લાગ્યા. વાતવાતમાં તેઓની પાસેથી કેટલીક રકમ કઢાવીને દરેકને પોતાના ઘરે જુદે જુદે સમયે આવવાની મુદત આપી. તે દરમિયાન તેણે પોતાના ઘરમાં એક ખૂબ ઊંડો ખાડો ખોદાવીને ચારે બાજુ છો અને તળિયે ઝીણી રેતી પથરાવીને તૈયાર કરાવ્યો. તેના ઉપર પાટી વગરનો પલંગ પાથરી રાખ્યો ને અનુક્રમે ચારે જણા આવ્યા ત્યારે તેને તે ઘરના ઓરડામાં પલંગ પર બેસવાનું કહીને પોતે તૈયાર થઈને આવે છે એમ જણાવ્યું. એ પ્રમાણે ચારે જણા ઊંડા ખાડામાં જઈ પડ્યા. તેઓની સર્વ મિલકત પોતે કબજે કરી લીધી અને તેમની પાસેથી બધી વાત જાણી લીધી. પોતાનો પતિ સંકટમાં આવી પડ્યો છે તે જાણીને તેને ઘણું દુઃખ થયું. તેને છોડાવવા માટે તે તૈયાર થઈ. ચારેને માટે મોટી મોટી પેટીઓ વ્યવસ્થાવાળી તૈયાર કરાવી તેમાં પૂરીને પોતે For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ છત્રીશી : ૨૨-૨૩ પેલા રાજાને ગામ આવી. ત્યાં ધીરે ધીરે ગામમાં પોતાના શીલનું રક્ષણ કરવાપૂર્વક તે દરેકનો પરિચય સાધવા લાગી. તેની આવડતને લીધે ભલભલા તેના ઉપર મોહી પડતા, અને તેને વશ થઈ જતા. તેની પાસે હવે ધનની પૂરી છૂટ હતી અને બુદ્ધિ પણ સ્વચ્છ હતી એટલે કાંઈ વાંધો ન હતો. ફોજદાર, ન્યાયાધીશ, મંત્રી અને રાજા સુધી તેની મુલાકાતો થવા લાગી. અવારનવા૨ તેઓ તેની પાસે આવવા લાગ્યા અને ન છાજતી માગણીઓ કરવા લાગ્યા. દરેકને તે સતી પોતાને હમણાં એક વ્રત ચાલે છે ત્યાં સુધી થોભી જાવ – કહીને કલ્પનાસૃષ્ટિમાં ફેરવવા લાગી. એ દરમિયાન રાજાની પટરાણીનો પણ તેણે પરિચય વધારી મૂક્યો. અવારનવાર પોતે ત્યાં જાય અને મહારાણી પણ પોતાને ત્યાં આવે એટલે સુધીનું સખ્ય સાધી લીધું. કોઈથી પણ ન ડરતો રાજા એક મહારાણીથી ડરતો હતો તે પણ તેણે જાણી લીધું. વચગાળામાં રાજાને મહેલે જઈને તેના કબાટોમાંની ચીજો જોતાં દૂધનો શીશો અને કમળફૂલ જોયું ને તે બન્ને રાજા પાસેથી યુક્તિપૂર્વક લઈ લીધાં. એક દિવસ જેલમાંથી પોતાના પતિને પણ ખૂબીથી છૂટો કરાવ્યો અને પોતાના આવાસે લઈ જઈને વિગતવા૨ે બધી વાત કરીને દૂધ અને ફૂલ બતાવ્યાં. સારી રીતે સેવા કરીને તેને સ્વસ્થ કર્યો. બધી રીતે પોતાનું કાર્ય હવે પતી ગયું છે, જાણીને તેણે પોતાના ગામ તરફ જવાની તૈયારી કરી; પણ આ બધાને (કામીઓને) ઠેકાણે લાવવા જોઈએ એમ તેના મનમાં થયું. એક મુક૨૨ દિવસે ફોજદારને પહેલે પહોરે, ન્યાયાધીશને બીજે પહોરે, દીવાનને ત્રીજે પહોરે અને રાજાને ચોથે પહોરે પોતાને ત્યાં આવવાનું તેણે કહ્યું. બધા બનીઠનીને અનુક્રમે આવવા લાગ્યા. પહેલે પહોરે ફોજદા૨સાહેબ પધાર્યાં. તેમનું સતીએ સ્વાગત કર્યું અને વાતવાતમાં પહોર વિતાવી દીધો. ત્યાં તો ન્યાયાધીશસાહેબ પધાર્યા અને બારણું ઠોકવા લાગ્યા. ફોજદારસાહેબ ગભરાયા અને પોતાને છુપાવવાનું કહેવા લાગ્યા. તેમને પાણીઆરામાં સુવરાવીને તેના ઉપર હાંડા ગોઠવીને ઢાંકી દીધા. પછી ન્યાયાધીશનું સ્વાગત કર્યું અને બીજો પહોર પૂરો કર્યો ત્યાં તો દીવાનસાહેબે દ્વાર ઠોક્યું ને ન્યાયાધીશ ગભરાયા. પોતાને ક્યાંક છુપાવવા માટે તે કરગરવા લાગ્યા. એક મોટી દીવીની જગ્યાએ તેમને ઊભા રાખ્યા ને મેશથી રંગીને માથે દીવો મૂકી દીધો. દીવાનસાહેબના સ્વાગતમાં ત્રીજો પહોર પૂરો થયો ત્યાં રાજાસાહેબ પધાર્યા અને દીવાનસાહેબ જાણે For Personal & Private Use Only ૮૫ Page #93 -------------------------------------------------------------------------- ________________ હિતશિક્ષા દીવાના થયા હોય તેમ ગભરાઈ ગયા. પોતાને છુપાવવા માટે તેણે પણ વિનંતિ કરી. દીવાનને સ્ત્રીનાં જૂનાં કપડાં પહેરાવીને રસોડામાં ચૂલા આગળ મોકલી આપ્યા અને પોતે રાજાનું સ્વાગત કર્યું. રાજાસાહેબ સાથે વાતચીતમાં પહોર વિતાવી દીધો અને સવાર પડી. પ્રથમથી ગોઠવણ કરી રાખી હતી તે પ્રમાણે મહારાણી દાસદાસી પરિવાર સાથે પધાર્યા, એટલે રાજા ગભરાયા અને પોતાને છુપાવવા માટે કહેવા લાગ્યા. તેમને પણ સ્ત્રીનાં કપડાં પહેરાવીને એક ઘંટી હતી ત્યાં દળવા માટે બેસાડી દીધા. મહારાણીસાહેબનું સ્વાગત કરીને તેમને અંદર ઓરડામાં બોલાવ્યાં અને ધર્મકર્મની વિવિધ વાતો કરવા માંડી. એટલામાં ફોજદારસાહેબ ક્યારના પાણિયારામાં લાંબા સૂતા હતા તેમને પડખું પણ ફેરવવાનું મળ્યું ન હતું તેથી કળ ચડી ગઈ ને તે કારણે તે હલી ગયા. બેડાંઓ ધડાધડ નીચે પડ્યાં. તેના અવાજથી ન્યાયાધીશ ચમકી ગયા ને દીવો નીચે પડ્યો. મહારાણીને થયું કે આ બધું શું છે? જ્યાં બધી વાત કહીને બન્નેને ખુલ્લા પાડ્યા ત્યારે દીવાન અને રાજાના મનમાં કાંઈનું કાંઈ થવા લાગ્યું. ફોજદાર અને ન્યાયાધીશ – બન્ને એમ ને એમ ઊભી પૂંછડીએ નાઠા. દીવાન અને રાજા પણ હવે થાકી ગયા હતા. તે બંનેને પણ ખુલ્લા કરીને વિદાય કર્યા. પછી મહારાણીને બધી વિગતવાર વાત કરી પોતાના પતિને બીજા બધા સામાન સાથે પહેલેથી પોતાને ગામ મોકલી આપ્યા હતા. અહીં તો હવે પેલા મોટા ચાર પટારા જ બાકી રાખ્યા હતા. રાજા વગેરે ખૂબ જ ધૂંઆપૂંઆ થઈ ગયા અને સિપાઈઓને મોકલીને સતીનું સર્વસ્વ લૂંટી લેવા હુકમ કર્યો. સિપાઈઓ આવ્યા. ઘરમાં બીજું કાંઈ ન હતું એટલે પેલા ચાર પટારાઓ ઉપડાવીને રાજસભામાં લાવ્યા. જ્યાં પટારાઓ ખોલ્યા ત્યાં તો પેલા ચારે જણા ભૂત જેવા નીકળ્યા, તેઓએ પોતાની ઓળખ આપી અને પોતા પર જે વીતી હતી તે સર્વ કહ્યું. સતી પણ ત્યાં હાજર જ હતી. તેણે બધાને શીલ અને સદાચારનો મહિમા સચોટપણે સમજાવ્યો. મહારાણીએ પણ ખૂબ કહ્યું. બધા સુધરી ગયા. સતીનો સારો સત્કાર કરીને રાજાએ તેને વિદાય આપી. આ કથા જુદી જુદી રીતે ઘણી પ્રચલિત છે. શીલનું રક્ષણ કરવા માટે સ્ત્રીને કેટલી સાવચેતી રાખવી પડે છે – રાખવી જોઈએ એ આ વાતમાં સ્પષ્ટ સમજાય છે. For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ છત્રીશીઃ રર-૨૩ સતી સીતા રાવણ જેવાને પણ વશ થઈ ન હતી. રાણકદેવી અને જસમાં ઓડણ સિદ્ધરાજ જેવા રાજાને હંફાવી શકી હતી. જે સ્ત્રીમાં પતિવ્રતા ધર્મનું અને શિયળનું તેજ ઝળકે છે. તેની આંખ સામે પણ કામી જોઈ શકતો નથી. તેના અવાજથી સામો ધ્રૂજી જાય છે. સતીને સતીપણાથી દેવો ને દાનવો પણ ચલાયમાન કરી શકતા નથી, તો સામાન્ય માણસનું શું ગજું? આ સર્વ ભાવનાથી હૃદયને સબળ બનાવીને રમણીઓએ દુર્જનથી ડરવું એટલે તેનાથી દૂર રહેવું અને પ્રસંગ આવે ત્યારે દુર્જનને દૂર કરવા પણ તેને વશ ન થવું. પ્રાણ જાય પણ પણ પ્રતિજ્ઞા) ન જાય એવો દૃઢ નિશ્ચય રાખવો. [૧૧] પારકી શેરીમાં ગરબો ગાવા જવું નહિ – ગરબો એટલે રાસ. એ એક સ્ત્રીઓના સમૂહનૃત્યનો પ્રકાર છે. ગોળ કુંડાળે વળીને સરખે સરખી સુંદરીઓ રાસ રમતી હોય, ગરબો ગાતી હોય ત્યારે તે જોવાને આકાશમાં દેવતાઓ પણ થંભી જાય એવું એ હૃદયંગમ દય હોય છે. - સંગીતનો આ પ્રકાર શૃંગારરસનું અંગ છે. મોટે ભાગે ગરબો ગાવાનું રાત્રે હોય છે. એટલે પારકી શેરીમાં ગરબા ગાવા માટે જવું એ સ્ત્રીને માટે જોખમભરેલું છે. મોડી રાતે ગરબા પૂરા થાય ને ત્યાર બાદ પોતાને ઘરે જતાં રસ્તામાં કામી માણસોની સતામણી થવાનો ભય પૂરેપરો રહે છે. ઘણી વખત એવા પ્રસંગોમાં રક્ષણ સાથે રમણીઓને નિજ ઘર પહોંચતી કરવી પડે છે. સ્ત્રીને માટે ગરબો ગાવા જવું એ કાંઈ મહત્ત્વનું નથી, મહત્ત્વનું તો છે પોતાનું શીલ સાચવવાનું, એટલે તે ભયમાં મુકાય એ રીતનું કાંઈ પણ કરવું એ અનુચિત છે. ઇચ્છા પ્રમાણે ગમે ત્યારે ગમે ત્યાં ગરબે રમવા જતી સ્ત્રીઓ ફસાઈ પડી હોય અને ફસાઈ પડવાના સંયોગોમાં આવી પડી હોય તે દરેકના અનુભવમાં હોય છે, એટલે પારકી શેરીમાં ગરબો ગાવા ન જવું એ હિતકર For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ હિતશિક્ષા ૮૮ [૧૨] મેળા-ખેલામાં જવું નહિ – મેળામાં ગમે તેવા લોકો એકઠા થયા હોય છે. ત્યાં માણસોની ભીડ ઘણી હોય છે. ગમે ત્યાં જેવા તેવા લોકો ખરાબ ભાવનાને પૂરી કરવાના પ્રયત્નો કરતા અડ્ડો જમાવીને મેળામાં પડ્યા હોય છે. એવાઓથી ઘણી સાવચેતી રાખવા છતાં મેળામાં તેના ભોગ ઘણા બની જાય છે. કોઈની ચોરી થાય છે તો કોઈની આબરૂ જાય છે. મેળામાં જોવાનું ઘણું હોય છે. – જુદી જુદી ચીજો વેચનારા વસ્તુઓનું પ્રદર્શન કરીને બીજાઓનું ખેંચાણ કરતા હોય છે. કેટલાક રમત-ગમત કરીને લોકોને રીઝવતા હોય છે. એટલે મેળામાં કદાચ બીજી સતામણી ન થાય તો પણ જે તે જોવાને પરિણામે કામનું કે નકામું ખરીદવાની અને મનને બહેલાવે એવું દેખવાની પ્રવૃત્તિથી તો બચી શકાતું નથી. તેથી પણ એકંદર નુકસાન થાય છે. એટલે મેળામાં સ્ત્રીએ ન જવું એ શિખામણ હૃદયમાં કોતરી રાખવી જરૂરી છે. મેળા કરતાં વધારે બચવા જેવું ખેલાથી છે. ખેલા એટલે નાટક – ચેટક, ભવાઈ વગેરે. એવા ખેલથી તન-મન-ધન આદિ ખરાબ થાય છે. નાટક-સિનેમા-રામલીલા ને ભવાઈ જોવા માટે જતી સ્ત્રીઓની પોતાની ભવાઈ કેવી થાય છે, એ નજરે જોવાય છે. જો તેથી બચવું હોય તો તે જોવાની વૃત્તિ ઉપર કાબૂ મૂકવો જોઈએ. કારણ ચાલુ રાખીને કાર્યથી બચવાના પ્રયત્નો વિફલ છે – [૧૩] નહાવા-ધોવા માટે નદીકિનારે જવું નહિ – નદીકિનારે નહાવા-ધોવા માટે જવાથી લાજમર્યાદા તૂટી જાય છે. નહાવા-ધોવાની ક્રિયા કરતાં વસ્ત્ર-શરીરનાં ઠેકાણાં સાચવી શકાતાં નથી. નદીનો કિનારો સહુ કોઈને માટે સરખો છે. એટલે ત્યાં એવી ખરાબ વૃત્તિવાળા દુર્જનો ફરતા હોય છે ને કેટલીક વખત સ્ત્રીઓની છેડતી કરવાના પ્રસંગો પણ બનતા હોય છે. નદી માટે ગમ્મતમાં કહેવાય છે કે – “ન” એટલે નહિ, અને દી' એટલે દિવસ. જ્યાં દિવસ નથી તેનું નામ નદી. એટલે નદીકિનારે સદાકાળ રાત હોય છે. રાતમાં જેમ લાજ For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ છત્રીશી: ૨૪ ૮૯ લૂંટાય તેમ નદીકિનારે લાજ લૂંટતાં વાર લાગતી નથી. કુળવંતી સ્ત્રીને એ પરવડે નહિ માટે નદીકિનારે નહાવા-ધોવા જવાની છૂટ સારી નથી. સંયોગવશ જો જવું પડતું હોય તો લાજ જળવાય એ પ્રમાણે પૂરતી તકેદારી આવશ્યક પૂર્વની કડીમાં કહ્યું છે તે સાથે જો આ કડીનો સંબંધ જોડીને આ શિખામણો વિચારીએ તો પતિ પરદેશ ગયેલ હોય ત્યારે શણગાર સજવા, નાતમાં જમવા જવું, દુર્જનના સંગમાં મુકાવું પડે એવી રીતો સેવવી, પારકી શેરીમાં ગરબા ગાવા જવું, મેળા-ખેલામાં હરવું ફરવું અને નદીકિનારે નહાવાધોવા જવું એટલાં વાનાં જરૂર ન કરવાં. જો એથી ન બચાય તો સમજવું કે પોતે પણ બચી શકશે નહિ; કારણ કે સંયોગવશ ઉપરના કોઈ કાર્યમાં ફસાઈ પડાય તો બચાવનાર સ્વામી અહીં નથી – પરદેશ ગયા છે એટલે બચાવે કોણ? માટે બચવાની ઈચ્છા હોય તો ઉપરના પ્રસંગોથી પર રહેવા પૂરી સાવચેતી સેવવી. આ છ શિખામણોને જીવનમાં ઉતારતી સ્ત્રી ઘણાં અનિષ્ટોથી બચી જાય છે. સ્ત્રીને કે પુરુષને પાડનાર કે ચડાવનાર સંયોગો છે. સંયોગવશ આત્મા આગળ વધે છે અને પાછો પડે છે, એટલે પડવાના સંયોગો ન સેવવા અને ચડવાના સંયોગો સેવવા એ શ્રેયસ્કર છે. ચોવીસમી કડીમાં સદાચારનું રક્ષણ અને ગૃહસ્થાશ્રમની અનુકૂલતાને અનુરૂપ ચાર શિખામણો આપે છે – ૨૪ ઊપડતે પગે ચાલ ચાલીજે હુન્નર સહુ શીખીએજી; સ્નાન સુવચ્ચે રસોઈ કરીને, દાન સુપાત્રે દીજે. ૨૪ સુણજો સજ્જન રે, ૧ – ઊપડતે પગે ચાલવું. ૨ – બધા હુન્નર શીખવા. ૩ - રસોઈ સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરીને કરવી. ૪ – સુપાત્રે દાન દેવું. For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ O હિતશિક્ષા [૧૪]. ઊપડતે પગે ચાલવું – કેટલીક સ્ત્રીઓને રસ્તે ચાલતાં ચાલતાં આડુંઅવળું જોવાની અને તે કારણે ધીરે ધીરે ચાલવાની આદત પડી ગઈ હોય છે. પણ તે આદત સારી નથી. તેથી તેના સદાચાર જોખમમાં આવી પડે. છે. માર્ગનું બરાબર ધ્યાન રાખીને માર્ગ પર દૃષ્ટિ કરતાં જીવની રક્ષાપૂર્વક ઉતાવળે પગે ચાલવાની ટેવ રાખવી જોઈએ. તેથી પોતાને જે સ્થળે જવું છે તે સ્થળે જલદી પહોંચી જવાય છે. એ રીતે ચાલવાની ચાલમાં ખમીર જોર કરતું હોય છે એટલે કોઈને કાંઈ છેડતી કરવાનું મન થતું નથી ને થાય તો પણ તેવા પ્રકારની ચાલ જોઈને જ સામો ઠંડો પડી જાય છે. બાકી વેંદીપેંદી ચાલે ચાલનારી સ્ત્રીને જોઈને સૂતેલા કૂતરાને પણ ભસવાનું મન થઈ આવે છે. ગતિની મંદતાથી મનમાં મંદતા આવે છે ને મનની મંદતા જીવનને મંદ બનાવે છે. મંદ અને માયકાંગલા જીવનની કાંઈ કિંમત નથી. પછી એવા મંદ જીવનવાળી સ્ત્રી ગરીબ કી જોરુ સબકી ભાભની સ્થિતિમાં આવી પડે છે. શરૂ શરૂમાં કેટલાકની છેડતી આકરી લાગતી હોય છે પણ જો દાડે એ સદી જાય છે અને એ રીતે જીવન ચૂંથાઈ જાય છે. બીજી બાજુ સ્કૂર્તિવાળી ગતિથી ચાલનારી સ્ત્રીનો રૂઆબ પડે છે, તેથી તેને ઘણા ફાયદા થાય છે; માટે મંદ ગતિ છોડીને ઊપડતે પગે ચાલ ચાલવાની ટેવ પાડવી જોઈએ. [૧૫] બધા હુન્નરો શીખવા – હુન્નર-કળા, સ્ત્રી-જીવનમાં હુન્નર ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. ચોસઠ કળા સ્ત્રીને શીખવાની છે. એ કળાઓમાં કુશલતાવાળી સ્ત્રી પોતાનું જીવન કદી પણ નીરસ કરી શકતી નથી. જીવન સદાકાળ એકધારું ચાલતું નથી તેમાં પણ આપત્તિસમય આવે છે ત્યારે જે સ્ત્રીને કોઈ પણ હુન્નર નથી આવડતો તે સ્ત્રી મૂંઝાઈને મરી જાય છે. હુન્નર અને કળાવાળી સ્ત્રીને પોતાના જીવનનિર્વાહ માટે કદી પણ ભય હોતો નથી. હુન્નર-કળાવાળી સ્ત્રીને સમય બચતો નથી; જ્યારે જે સ્ત્રીને હુન્નર નથી તે સ્ત્રી પોતાના વધારાના સમયને ક્યાં ગાળવો તેની વિચારણામાં પડી જાય છે ને પછી જ્યાંત્યાં ભટકવા For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ છત્રીશીઃ ૨૪ ૯૧ નીકળે છે, એકબીજાની કૂથલી માંડે છે, અને જેમ તેમ કરીને સમયને પૂરો કરે છે – બરબાદ કરે છે. હુન્નર જાણતી સ્ત્રીનું ઘર પણ એટલું કળામય હોય છે કે તે ગરીબ હોય છતાં મહા શ્રીમંતાઈ જેવું વાતાવરણ જન્માવી શકે છે. હુન્નર જાણતી શ્રી નકામી વસ્તુને કામમાં લે છે ને બીજી બાજુ હુન્નર વગરની સ્ત્રી કિંમતી ચીજને પણ વેડફી નાખે છે. ન ગૃહ ગૃહમિન્યુક્ત, ગૃહિણી ગૃહમુચ્યતે” ઘર એ ઘર નથી પણ ગૃહિણી સ્ત્રી એ ઘર છે, એ કથન પ્રમાણે ઘરનો સર્વ આધાર સ્ત્રી ઉપર અવલંબે છે, ઘરને સુઘડ રાખવું એ કાર્ય સ્ત્રીનું છે. ઘરને ઉપયોગી કેટલીક કળાઓ વ્યવસ્થિત રીતે શીખી લેવી એ સ્ત્રીને માટે અતિ આવશ્યક છે. જીવનની શરૂઆતની ક્રિયાથી આરંભીને છેવટે માંદાની માવજત સુધીની સર્વ ક્રિયાઓ એક નહિ તો બીજી રીતે સ્ત્રીને કરવી પડે છે, તો શા માટે તે તે કળાઓ સારી રીતે જાણી લઈને કળામય રીતે ન કરવી? સ્ત્રીને ઉપયોગી અનેક કળાઓમાંથી એક કળા કળાની રીતે કેટલીક દિીપી ઊઠે તેની એક વાત આ પ્રમાણે છે – એક રાજા હતો, તેને એક મંત્રી હતો, મંત્રી ઘણો સુખી હતો. મંત્રી બીજા બધા પ્રસંગોમાં પોતાના મોભા પ્રમાણે ગમે ત્યાં જતોઆવતો પણ કોઈ પણ મંત્રીને જમવા માટે આમંત્રણ આપે તો તે ચોખ્ખી ના પાડી દેતો. મંત્રી ક્યાંય પણ જમવા માટે નથી જતો એ વાત રાજા જાણતો હતો છતાં એક વખત રાજાએ મંત્રીને પોતાને ત્યાં જમવા આવવાનું નિમંત્રણ આપ્યું. મંત્રી એ નિમંત્રણને ઠેલી શક્યો નહિ. અનેક પ્રકારનાં ભોજન – બત્રીશ પકવાન અને તેત્રીશ શાક એ દરેક પ્રકારની વ્યવસ્થા સાથે રાજાએ ભોજન કરાવ્યું. ઘણાં માણસો જમવા માટે આવ્યાં હતાં. આવેલાં બધાંની દાઢમાં રહી જાય એવું ભોજન હતું. બધાં બે મોઢે ભોજનનાં વખાણ કરતાં હતાં, ત્યારે મંત્રીએ ભોજન કર્યા પછી એટલું જ કહ્યું કે – આજ ખાવાની મજા મારી ગઈ. કહ્યું તો બીજાને પણ રાજાએ એ સાંભળ્યું. રાજાને મનમાં થયું કે આ મંત્રી ઘરે શું ખાતો હશે કે જેથી તે કહે છે કે આજે ખાવાની મજા મારી ગઈ. હશે, કોઈ વખત વાત! એમ વિચારી રાજાએ સહુને વિદાય કર્યો. એક વખત રાજા જાણી જોઈને બરાબર ભોજન કરવાના સમયે મંત્રીને ઘેર જઈ ચડ્યો. મંત્રીએ For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ હિતશિક્ષા રાજાનો ખૂબ જ સત્કાર કર્યો ને આ રંકને ઘરે આપનાં પગલાં ક્યાંથી? કહીને રાજાની ભક્તિની તૈયારી કરી. ચતુર મંત્રી મનમાં તો સમજી ગયો, પણ તેણે કળાવા દીધું નહિ. રાજાને સ્નાન કરાવી, સ્વચ્છ વસ્ત્રો પહેરાવી. ભોજન કરવા માટે બેસાર્યો. પોતે બાજુમાં બેઠો. એક તરફ સુંદર ધૂપ કર્યો, બીજી બાજુ નાનો શો ઘીનો દીપ કર્યો. ઉપ૨ એક જણ પંખો નાખે એવી વ્યવસ્થા કરી. બાજોઠ ઉ૫૨ રાજાને બેસાર્યા. સામે બીજા બાજોઠ ઉપર થાળ મૂક્યો – આજુબાજુ સુંદર કળામય વાટકાઓ મૂક્યા. એક મોટા વાટકામાં પાણી મૂક્યું. એક સ્વચ્છ કપડું હાથ લૂછવા માટે રાખ્યું. અંદરથી રસોઈ ક્રમસર મંગાવીને પી૨સી. રાજા એક વસ્તુ ખાય એટલે મંત્રી કહે કે હવે આ પાણીમાં હાથ ધોઈ નાંખો, પછી હાથ લુછાવીને બીજા વાટકામાં બીજી વસ્તુ મુકાવે ને ખાવાનું કહે. આમ જુદી જુદી વસ્તુ ખવરાવતાં પહેલાં દરેક વખત હાથ સાફ કરાવે. તેથી રસોઈના ખરા સ્વાદની ખબર પડે. રાજા રસોઈ ખાતાં ધરાતો નથી. રાજાને ભૂખ હતી તે કરતાં પણ વધારે ખવાઈ ગયું. છેવટે રાજા હાથ ને મુખ સાફ કરીને ઊઠ્યો. સુંદર ગાદી ઉપર બેસારીને રાજાને મંત્રીએ અનેક પ્રકારનો મુખવાસ ખવરાવ્યો, આરામ કરાવ્યો ને પછી વિદાય આપી. ૯૨ વિદાય લેતી વખતે રાજાએ મંત્રીને કહ્યું કે હું અહીં જાણી જોઈને આવ્યો હતો, કારણ કે તે દિવસે તમે કહ્યું હતું કે આજ ખાવાની મજા મારી ગઈ' એટલે મને થયું કે મંત્રી પોતાને ઘરે એવું શું ખાતા હશે કે તે આમ કહે છે. પણ આજના ભોજન પછી ખબર પડી કે ખરેખર જે આ પ્રમાણે આવું ભોજન કરતો હોય તેને બીજે સ્થળે એમ જ લાગે કે ભોજનની મજા મારી જાય છે.’ — એ સાંભળીને મંત્રીએ વળતો ઉત્તર આપતાં કહ્યું કે બેઅદબી માફ કરજો, પણ આજે આપને જે ભોજન કરાવવામાં આવ્યું છે – તે સર્વ જુદી જુદી વાનગીઓ કેવળ જુવારમાંથી જ બનાવવામાં આવી છે.’ આ સાંભળીને રાજા હેરત પામી ગયો અને મંત્રીના તથા તેના ઘરનાં (સ્ત્રીનાં) વખાણ કરતો કરતો પોતાને આવાસે ગયો. જે સ્ત્રીમાં આવી પાકકળા છે તે ગરીબીમાં પણ હંમેશાં મિષ્ટાન્ન ખાય છે ને ખવરાવે છે; જેમાં એ કળા નથી તેઓ સારું ને મોંઘું પણ ધૂળ જેવું For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ છત્રીશી: ૨૪ ૯૩ કરીને ખાય છે. આમ પાકકળાની જેવી અનેક કળાઓ અને ક્રિયાઓ ગૃહસ્થાશ્રમમાં જરૂરી છે. એ સર્વ કળા-હુન્નરો સાથે એક પરમાવશ્યક કળા છે તેનું નામ ધર્મકળા છે. ધર્મકળા વગરની બીજી અનેક કળાઓ કદાચ ઓછી આવડતી હોય પણ ધર્મકળા આવડતી હોય તો જીવનમાં કાંઈ પણ ખામી આવતી નથી. માટે કહ્યું છે કે “સવા કલા ધમ્મકલા જિણાઈ સર્વકળાઓને ધર્મકળા જીતે છે. જેને ધર્મકળા આવડે છે તેને બીજી કળાઓ સહજ પ્રાપ્ત થાય છે. “હુન્નર સહુ શીખીજે જી', એ પ્રમાણે કહીને કવિએ ધર્મકળાનું પણ ગર્ભિત સૂચન કર્યું છે. સ્નાન સુવચ્ચે રસોઈ કરવી – સ્ત્રીજીવનમાં આર્યાવર્તમાં મુખ્ય જવાબદારી રસોઈની છે. રસોઈ કરવાની રીત સ્વચ્છ હોવી જોઈએ. કેટલીક સ્ત્રીઓ કપડાં ખરાબ થવાની બીકે મેલાંઘેલાં કપડાં પહેરે છે અને વાતાવરણને ગંદું રાખે છે, તે ઘણું અયોગ્ય છે. એ મેલા વાતાવરણના મલિન અણુઓ ભોજનની સાથે ભળીને પેટ તથા મનને મલિન કરે છે. પેટ અને મનને ભોગે વસ્ત્ર આદિ સાચવવાની મનોવૃત્તિ સત્વર ત્યાગ કરવા જેવી છે. તેમાં પણ બાળબચ્ચાંવાળી સ્ત્રી મન અને જીવનમાં સ્કૂર્તિને અભાવે રસોઈઘરની આસપાસનાં બાળકોથી મલિન થયેલા વાતાવરણને નભાવી લે છે; એ એને સદી ગયું હોય છે. એ કેટલું બેહૂદું છે! સૂગ ન હોવી એ જુદી વસ્તુ છે; અને સ્વચ્છ ન રહેવું એ જુદી વસ્તુ છે. સ્વચ્છતાની આળસને લઈને મલિનતા પ્રત્યેની સૂગ દૂર થઈ હોય તો તે જરી પણ ઇચ્છવા યોગ્ય નથી. સ્નાનથી શરીર સ્વચ્છ કરી, સારાં વસ્ત્રો પહેરી રસોઈ કરીને ભોજન કરાવતી રમણી ખરેખર ઘડીભર સંસારના તાપને પણ ભૂલાવી દે છે. સંસારની રસિકતા વધારવા માટે આ શિખામણ નથી, આ શિખામણ તો સંસારની જો સુઘડતા હશે તો આગળ પણ સુઘડતા આવશે એ માટે છે. સ્નાન અને સ્વચ્છ વસ્ત્રોથી રસોઈ કરતાં એક બીજો લાભ એ છે કે તેથી કીડી-મંકોડી આદિ જીવોની જયણા પાળવાની વૃત્તિ રહે છે. મલિન વાતાવરણમાં એ વૃત્તિ ભૂંસાઈ જવાનો પૂરો ભય છે. એટલે આ શિખામણ ઉચિત રીતે જીવનમાં ઉતારવા જેવી છે. For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ હિતશિક્ષા [૧૭]. સુપાત્રે દાન દેવું- દાન દેવું એ ગૃહસ્થાશ્રમનું ભૂષણ છે તેમાં સુપાત્રનો યોગ મળવો મહા મુશ્કેલ છે. ગૃહસ્થ જો પોતાના ગૃહને સ્વર્ગ બનાવવા ઇચ્છતો હોય તો તેણે પોતાના ઘરમાં પ્રતિદિન સુપાત્રે દાન દેવાય એ પ્રમાણે કામના કરવી જોઈએ. જે ગૃહસ્થના ઘરમાં સુપાત્રનાં પગલાં નથી થતાં તે ઘર એ ઘર નથી. સુપાત્રે દાન દેવાના સંસ્કારની પુરુષ કરતાં સ્ત્રીમાં વિશેષ અગત્ય છે. પુરુષ કરતાં સુપાત્રે દાન દેવાનો પ્રસંગ સ્ત્રીને વિશેષ રહે છે. જો દાનના સંસ્કાર ન હોય તો તે ઘરમાં સુપાત્રનાં પગલાં દુર્લભ થઈ પડે છે. જે સ્ત્રીનો હાથ દાન દેતાં ધ્રૂજતો હોય, રાંધતી વખતે જેટલાં ખાનારાં હોય તેની ગણતરીપૂર્વક માપી માપીને-તોળી તોળીને રંધાતું હોય, તે સ્ત્રી જીવનના કોઈ પણ પ્રસંગમાં આગળ આવી શકતી નથી. સુપાત્રે દાન દેવાનું તો દૂર રહ્યાં પણ ઉપર વર્ણવ્યું એવી સ્ત્રી પોતાના સગા જણ્યા છોકરાને પણ વધારે ખાતો હોય તો ટોક્યા વગર રહી શકતી નથી. એટલા માટે જ મિત પચત્વ અને ઉદર ભરિત્વ' એટલે માપસરનું રાંધવું અને પેટમાત્ર ભરવું એ ગૃહસ્થાશ્રમનાં મોટાં દૂષણ કહ્યાં છે. આવી સ્ત્રીઓ જીવતી નથી પણ લુહારની ધમણની માફક કેવળ શ્વાસોચ્છવાસ જ લે છે. જે સ્ત્રીમાં સુપાત્રે દાન દેવાની તીવ્ર ભાવના હોય છે તે સ્ત્રી સર્વત્ર પ્રિય થઈ પડે છે. દાનના એ સંસ્કારથી જીવનમાં ઉદારતા આવે છે અને ઉદારતા એ બીજાનું હૃદય જીતવાની અજોડ વિદ્યા છે. મહારાજા શ્રેણિકને ત્યાં કપિલા નામે દાસી હતી. બીજી બધી વાતે તે કુશળ હતી, ફક્ત ધર્મ સાથે – તેમાં પણ દાનધર્મ સાથે તેને પૂરું વેર હતું. સુપાત્રમાં તો તે કોઈ પણ સંયોગોમાં દાન ન આપે. પ્રભુ શ્રી મહાવીરસ્વામીએ શ્રેણિકરાજાને કહ્યું કે જો તારી દાસી કપિલા સાધુને વહોરાવે - દાન દે તો તારે નરકમાં ન જવું પડે.” આ આશ્વાસન - વચનને અમલમાં મૂકવા માટે રાજાએ કપિલાને વહોરાવવાની સાધુના પાત્રમાં દાન દેવાની ફરજ પાડી. ફરજ અદા કરવા માટે એ દાસીએ સાધુના પાત્રમાં દાન તો આખું પણ આપતાં એ બોલી કે હું આ આપતી નથી, પણ આ તો શ્રેણિકનો ચાટવો આપે છે.” કેટલીક સ્ત્રીઓની કૃપણતા આટલી હદ સુધી પહોંચેલી હોય છે. For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ છત્રીશી : ૨૫-૨૬ કવિવર્ષે પોતે પણ આ વાત અંતરાયકર્મ નિવારણાર્થ પૂજાકમાં સુંદર ગૂંથી છે. કરપી ભૂંડો સંસારમાં રે, જેમ કપિલા નાર; દાન ન દીધું મુનિરાજને રે, શ્રેણિકને દરબાર. જો જીવનને વિકસિત અને ઉજ્જ્વલ કરવું હોય તો સુપાત્રે દાનનો ગુણ જરૂ૨ કેળવવો જોઈએ. ૯૫ * પચ્ચીસમી અને છવ્વીસમી કડીમાં સ્રીજીવનમાં જરૂરી શિખામણો આપીને સ્ત્રીને યોગ્ય શિખામણોનો અધિકાર શિક્ષાકાર પૂર્ણ કરે છે. ૨૫-૨૬ શોક્યતણાં લઘુ બાળક દેખી મ ધરો ખેદ હિયામેં જી; તેહની સુખ શીતલ આશિષ, પુત્રતણાં ફળ પામે. સુણજો સજજન રે. ૨૫ ૨૬ બાર વરસ બાળક સુરપડિયા, એ બે સરખાં કહિએ જી; ભક્તિ કરે સુખ લીલા પામે, ખેદ કરે દુઃખ લહીએ. સુણજો સજ્જન રે. ૧. શોક્યના નાના બાળકને જોઈને ખેદ કરવો નહિ, ૨. બાર વરસ સુધીની ઉંમરના બાળકની દેવપ્રતિમાની જેમ ભક્તિ ક૨વી. [૧૮] શોકયનાં નાનાં બાળકોને જોઈને ખેદ કરવો નહિ – સ્ત્રીજીવનમાં શોક્યના બાળકને ઉછેરવાનો પ્રસંગ કેટલીક સ્ત્રીઓને સાંપડે છે. સ્વાભાવિક રીતે પતિ એ જ પોતાનું સર્વસ્વ છે એમ માનતી સ્ત્રી પણ પતિની બીજી પત્ની પ્રત્યે સારો વર્તાવ રાખતી નથી. શોક્ય જીવતી હોય, ઘણી શોક્ય હોય, શોક્યનો સ્વર્ગવાસ થયો હોય ને પાછળ તેનાં સંતાન હોય. શોક્ય પોતાની પહેલાંની હોય અર્થાત્ પતિની તે પ્રથમ પત્ની હોય ને પોતે પછીથી આવી For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ હિતશિક્ષા હોય, પોતે પ્રથમની હોય ને શોક્ય પછીથી આવી હોય. એમ શોક્યનો સંબંધ જુદી જુદી રીતે બંધાય છે. એ શોક્ય પ્રત્યેનું ઈર્ષાળુ વલણ જીવનને કલહમય બનાવે છે. એથી જીવનની સુવાસ ઊડી જાય છે. એટલે શોક્ય પ્રત્યે ઈર્ષ્યા કે દ્વેષ ન કરવાં. ને તેમાં પણ શોક્યનાં બાળકો પ્રત્યે દ્વેષ કરવો-રાખવો એ તો ઘણું જ અજુગતું જ્યારે નાનાં નાનાં બાળકોને મૂકીને તે બાળકોની માતા સ્વર્ગવાસ પામી હોય, પાછળથી બીજી સ્ત્રીએ તેની અપર માતા-સાવકી મા તરીકે તે બાળકોને ઉછેરવાનાં-સાચવવાનાં હોય ત્યારે સ્ત્રીએ તેમાં સહેજ પણ ભેદભાવ રાખવો ન જોઈએ. પોતાને બાળકો થયાં હોય તો પણ બધાં પ્રત્યે એવું વર્તન રાખવું જોઈએ કે જાણે બધાં સગાં ભાઈ-બહેન છે. લોકમાં કહેવાય છે કે બાળકમાં ઈશ્વરનો વાસ છે, બાળક બધાંને વહાલો લાગે છે. પછી ભલે ને તે ગમે તેનો ન હોય, બાળક માટે વસ્તુસ્થિતિ આ છે ત્યારે શોક્યનાં બાળકો તે ખરેખર તો પોતાના જ પતિનાં બાળકો છે, તેના પ્રત્યે ઈર્ષ્યા કે ખેદ ધરવો એ કેટલું અનુચિત છે? પોતાને સંતાન ન થતાં હોય તો પતિ બીજી સ્ત્રી કરે, તેને સંતાન થાય ત્યારે તે સંતાનો પ્રત્યે ઈર્ષ્યા-ખેદ ન ધરતાં રાજી થવું. જાણે તે બાળકો પોતાનાં છે, એવું વલણ કેળવવું, એ બાળકોની સુખભરી-શીતલ આશિષથી પોતાનું વાંઝિયાપણું પણ નાશ પામે છે. પુત્રપ્રાપ્તિની અસંભાવના હોય તેને બદલે તે સંભવિત બને છે અને ફળે છે. નાગકેતુનો આત્મા પૂર્વજન્મમાં સાવકી માતાનો ભોગ બન્યો હતો. તેને મૂકીને તેની જન્મદાત્રી માતા મરણ પામી હતી અને પછીથી આવેલી સાવકીમા તેના પ્રત્યે ઘણું જ ખરાબ વર્તન રાખતી હતી. તે બાળકને એક સજ્જન અને ધર્મવૃત્તિવાળો મિત્ર હતો. પોતાની સાવકી માનાં દીધેલાં દુઃખો તેને કહેતો ત્યારે તે તેને આશ્વાસન આપતો અને કહેતો કે તે પૂર્વજન્મમાં કાંઈ તપ નથી કર્યું તેથી આવાં કષ્ટો તારે ભોગવવાં પડે છે, પર્યુષણાપર્વમાં અઠ્ઠમનું તપ કરવાથી કષ્ટમાત્ર ટળી જાય છે. એ પ્રમાણે સાંભળીને આવતા પર્યુષણાપર્વમાં અઠ્ઠમ કરવાનો તેણે નિશ્ચિત સંકલ્પ કર્યો. એક વખત સાવકી માતાના સંતાપથી તે બાજુના ખેતરમાં ઘાસની ઝૂંપડીમાં સૂઈ ગયો. સાવકી મા તેનાથી For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ છત્રીશી: ૨૫-૨૬ કાયમી છુટકારો થાય એમ ઈચ્છતી હતી એટલે તે ત્યાં આવી અને તેણે ઘાસની ઝૂંપડીને આગ ચાંપી. બાળક તેમાં મરી ગયો. અઠ્ઠમની ભાવનાને બળે મરીને નાગકેતુરૂપે જનમ્યો ત્યાં તેણે અઠમ કર્યો, શાસનની અપૂર્વ રક્ષા કરી ને તે જ ભવમાં મોક્ષ પામ્યો. આમ એ તો તરી ગયો પણ ઈર્ષ્યા કરનાર સાવકી મા દુર્ગતિનાં દુઃખ ભોગવતી રહી. કષ્ટ સહન કરનાર ઘણી વખત સારી ભાવનાથી સુખી થાય છે અને કષ્ટ આપનાર પોતાની મલિન ભાવનાથી પાપથી ભારે બની છેવટે દુઃખી થાય રોહક નામના એક બુદ્ધિમાન બાળકની વાતમાં પણ એમ બને છે, છતાં તે બાળક પોતાની બુદ્ધિથી સાવકી માને સીધી દોર કરી દે છે. - રોહકની માતા મરી ગઈ હતી. એટલે તેને પોતાની સાવકી માના હાથ નીચે રહેવું પડતું હતું. રોહક બુદ્ધિમાન હતો અને તે તેના પિતાનો પ્રથમ પુત્ર હતો એટલે વારસદાર ગણાતો. બીજી માતાનાં બાળકો પછીનાં-નાનાં ગણાય, એટલે સાવકી માને રોહક પ્રત્યે ઈર્ષ્યા રહેતી. રોહક એટલે સુધી સમજતો હતો કે લાગ આંબે મારી આ સાવકી મા મને મારી નાખવામાં પણ પાછું વાળી નહિ જોવે એવી છે. એટલે તે પોતાના પિતાની સાથે જ જમતો અને રહેતો; પણ મોટે ભાગે પિતાની સાથે પોતાની સાવકી માને પોતાના પ્રત્યે મને કે કમને પણ સારું રાખવું પડે એવું કાંઈક કરવું જોઈએ એમ વિચારીને તેણે એક દિવસ રાતે ઊઠીને બૂમ પાડી કે “પિતા, ઊઠો! ઊઠો! કોઈક જાય છે.” રોહકનો પિતા જાગી ઊઠ્યો ને રોહકને પૂછ્યું કે શું છે? બાળકે કહ્યું કે, હમણાં અહીંથી કોઈક ગયું. બાપને પોતાની સ્ત્રી પ્રત્યે શંકા ગઈ અને તેનો તેના પ્રત્યેનો પ્રેમ ઓછો થઈ ગયો. સ્ત્રી શુદ્ધ હતી. રોહકની ચાલાકી તે સમજી ગઈ અને તેને સાચવવા લાગી. એક દિવસ તેણે રોહકને કહ્યું કેઃ “તારા પિતા મને સારી દૃષ્ટિથી જોવે તેવું કાંઈક કરી દે” રોહકે કહ્યું કે “તું મને બરાબર સાચવ તો કરી દઉં' સાવકી માએ બરાબર સાચવવાનું કહ્યું એટલે ફરી એક વખત રોહકે ઊઠીને બૂમ પાડી કે “ઊઠો ! ઊઠો ! પિતા, કોઈક જાય છે. તેનો બાપ ઊઠ્યો ને પૂછ્યું કે “કોણ જાય છે?” રોહકે પોતાનો પડછાયો બતાવ્યો. એ જોઈને તેની પોતાની સ્ત્રી પ્રત્યેની પહેલાંની શંકા દૂર થઈ ગઈ ને તે પહેલાંની જેમ સ્ત્રીને ચાહવા લાગ્યો અને For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯૮ સ્ત્રી પણ રોહકને સાચવવા લાગી. આમ સાવકી-માના બાળક પ્રત્યેના સંબંધ સારા નથી હોતા, પણ એ વાજબી નથી. બીજી બાજુ કેટલીક સાવકી માતાઓ પોતાના બાળકની જેમ બીજીનાં બાળકોને વિશેષે સાચવે છે. સંસારમાં એવી ભલી સ્ત્રીઓ પણ હોય છે. ને તેવી સ્ત્રીઓ સદા સુખી હોય છે. તેનું અનુકરણ કરીને અન્ય સ્ત્રીઓએ પણ એ પ્રમાણે વર્તન કેળવવું જરૂરી છે. જે બાળકને તેની માતા મૂકીને મરી ગઈ છે એ નમાયા બાળકને બીજી આવેલી સ્ત્રી એવી રીતે સાચવે કે તે બાળકને તેની માતા સાંભરે પણ નહિ. તે પોતાની સાવકી માને ખરી મા સમજે. એક જ ઘરમાં રહેવાનું અને જીવવાનું હોય તેમાં જો ભેદ-ભાવનાનાં ઘેરાં વાદળ ઘેરાતાં રહે તો તેમાંથી દુઃખનો જ વ૨સાદ વરસે, એટલે શોક્યનાં બાળકોને જોઈને ખેદ ન ધરવો, પણ તેને સુખ આપવું. ને તેની આશિષ મેળવવી. [૧૯] બાળકની ભક્તિ કરવી બાળકને ઉછેરીને મોટાં કરવાની મુખ્ય જવાબદારી સ્ત્રીને માથે હોય છે. જો સ્ત્રી ઐહિક અને દૈહિક સુખમાં લપટાઈ ગઈ હોય તો તેને પોતાનાં જન્મ આપેલાં બાળકો પણ કંટાળો ઉપજાવનારાં લાગે છે. પછી તે બાળકને મોટાં કરવાનું આવી પડ્યું હોય એટલે કરે પણ તેમાં ભલીવાર ન હોય. બાર વરસ સુધી બાળક નિર્દોષ છે. એટલે તેને દેવની પ્રતિમા જેમ સમજીને તેની ભક્તિ કરવી જોઈએ. હિતશિક્ષા - બાર વરસ સુધીની મર્યાદા કવિએ સ્વાભાવિક જણાવી છે. વ્યવહારમાં એ મર્યાદા પ્રચલિત છે. રેલવેમાં એ ઉંમર સુધી ટિકિટ લેવાની હોય છે. સુપ્રતિમાની ભક્તિ જેમ ફળે છે ને સુખ મળે છે તેમ બાર વરસ સુધીના બાળકની ભક્તિ પણ ફળે છે. જો બાળકને જોઈને ખેદ જાગે તો સમજવું કે દુઃખ આવવાનું છે. સ્ત્રીને બાળક થાય એટલે તેને સંયમી – ભોગોથી નિવૃત્ત થવું જરૂરી છે. એકસાથે ભોગ અને બાળઉછેર એ બે કાર્યો બની શકે એવાં નથી. બન્ને પરસ્પર વિરોધી છે. બન્ને કરનારી સ્ત્રીના એકે કાર્યમાં ભલીવા૨ હોતો નથી. બાળકની સેવા કરનારી સ્ત્રીએ સમજવું જોઈએ કે વાસના કરતાં શિશુની ઉપાસના અને વિષય કરતાં વાત્સલ્ય ઊંચાં છે. ઊંચી વસ્તુને માટે For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ છત્રીશી: ૨૫-૨૬ ૯૯ તુચ્છ વસ્તુનો ત્યાગ કરવામાં આનંદ હોવો જોઈએ. તેમાં ખેદ કે દુઃખ ન થવું જોઈએ. ખેદ થાય તો દુઃખ આવે એ નિર્વિવાદ છે. અભિજ્ઞાનશાકુન્તલ નાટકમાં સાસરે જતી શકુંતલાને કણ્વઋષિએ આપેલી શિખામણો પણ ઉપરની શિખામણોને મળતી છે. કાલિદાસ વિના શબ્દોમાં તે નીચે પ્રમાણે છે. “શુકૂષશ્વ ગુરૂનું કુરુ પ્રયસખી-વૃત્તિ સપત્નીને, ભર્તુતિપ્રકૃતાપ રોષણતયા, મા સ્મ પ્રતીપ ગમઃ | ભૂયિષ્ઠ ભવ દક્ષિણા પરિજને, ભોગેશ્વનુત્યેકિની, યાત્વે ગૃહિણીપદ યુવતયો, વામા કુલસ્યાધયઃ | ૧ |" (૧) વડીલોની સેવા કરજે. (૨) શોક્યો પ્રત્યે સ્નેહાળ સખી જેવી ભાવના રાખજે, (૩) સ્વામી અપમાન કરે તો પણ ક્રોધથી વિપરીત વર્તન ન કરતી (૪) પરિવારમાં ખૂબ જ વિનમ્ર બનજે, (૫) ભોગની લાલસા ન રાખતી. આ પ્રમાણે વર્તન કેળવતી સ્ત્રીઓ ગૃહિણી” પદને પામે છે અને તેથી ઊલટું આચરણ કરતી સ્ત્રીઓ કુળમાં આધિ-પીડારૂપ થઈ પડે છે. ટૂંકમાં ગૃહિણીજીવનને ઉપયોગી આ પાંચ શિખામણોમાં ઘણી હકીકતોનો સમાવેશ થઈ જાય છે. | ગમે તેમ ગૃહિણી બનવું એ જુદી વાત છે; બાકી સાચું ગૃહિણીપદ મેળવવા માટે અને મળ્યા પછી દીપાવવા માટે જીવનને ઉપરની શિક્ષાઓથી શિક્ષિત કરવું અત્યંત જરૂરી છે. . ઇતિ સ્ત્રીજનોચિતશિક્ષાધિકાર: For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ અર્થોભયસાધારણશિક્ષાધિકાર પ્રથમ ૧૮ કડીઓમાં પુરુષને યોગ્ય, પછી ૮ કડીઓમાં સ્ત્રીને યોગ્ય શિખામણ આપીને હવે ૧૦ કડીઓમાં સ્ત્રી-પુરુષ બંનેને યોગ્ય સર્વસાધારણ શિખામણો આપે છે. ૨૭ નરનારી બેહુને શિખામણ, મુખલવરી નવિ હસીએ જી; નાતિ સગાનાં ઘર ઠંડીને, એકલડાં નવ વસીએ. ૨૯ સુણજો સજ્જન રે. (૧) બોલ બોલ કરવું ને હસવું એ બંને સાથે ન કરવું. (૨) જ્ઞાતિ અને સગાંનાં ઘર છોડીને દૂર એકલાં વસવાટ ન કરવો. [૧] www બોલવું ને હસવું એ સાથે ન કરવાં – બોલવાની પણ એક કળા છે. એ કળા જેને સિદ્ધ છે, તેનું બોલવું બધાંને ગમે છે. એટલું જ નહિ પણ તે પોતાનાં ધાર્યાં કાર્યો સિદ્ધ કરી શકે છે. કેવળ વચનશક્તિથી તે સામાને હસાવી શકે છે અને રડાવી શકે છે. બાકી બીજાં પણ બોલ બોલ તો કર્યા જ કરે છે. સાર્થક અને નિરર્થક વચનવ્યવહાર વિશ્વમાં ચાલ્યા જ કરે છે. કેટલાંક સ્ત્રી-પુરુષોને બોલતાં બોલતાં હસવાની આદત હોય છે. આ એક કુટેવ છે. તેઓ થોડું બોલે – બેચાર શબ્દ બોલાણા ન હોય ત્યાં તો ખી-ખી કરીને હસી પડે ને વળી થોડું આગળ ચલાવે ને વળી હી-હીની પુરવણી આવે. રોજના For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ છત્રીશી: ૨૭ ૧૦૧ તેના પરિચયવાળાને છોડીને બીજાને તો તે શું કહેવા માગે છે તેની ખબર પણ ન પડે. બોલવાની સાથે હસવાથી શબ્દો ચૂંથાઈ જાય છે ને મોઢામાંથી ઘૂંક ઊડે છે. આવું અસભ્ય વર્તન અન્યને ગમતું નથી. આવું જ બોલાય છે તે બોલવું નથી કહેવાતું પણ બકવાસ-લવરી કહેવાય છે. એવી લવરી સાથે હસવું એ મૂર્ખતાનું લક્ષણ છે. ભોજ અને કાલિદાસના એક પ્રસંગમાં ભોજે જ્યારે કાલિદાસને “પધારો મૂર્ખરાજ!” એમ કહ્યું ત્યારે કાલિદાસે ભોજને કહ્યું કે હે રાજન! ભોજ! હું ખાતાં ખાતાં ચાલતો નથી, હસતાં હસતાં બોલતો નથી, ગયેલાનો શોક કરતો નથી, બેની વચ્ચે ત્રીજા માણસ તરીકે માથું મારતો નથી. તો એવું શું કારણ છે કે તમે મને મૂર્ખરાજ કહો છો? તે શ્લોક આ પ્રમાણે છે – ખાદત્ર ગચ્છામિ હસત્ર જો ગત ન શોચામિ કૃત ન મળે ! દ્વાભ્યાં તૃતીયો ન ભવામિ રાજન, કિં કારણે ભોજા ભવામિ મૂર્ખ: II એટલે હસતાં હસતાં બોલવું એ મૂર્ખતાસૂચક છે. બીજા કેટલાએ ગુણો હોવા છતાં આ લવરીને કારણે કુંવારા રહી ગયાના બનાવો પણ બન્યા છે. આ હાસ્યના સંમિશ્રણવાળું સંભાષણ કોઈને પણ ગમતું નથી. વડીલો જ્યારે પુત્રને કે પુત્રીને-પુત્રવધૂને કે બીજા કોઈને આ રવાડે ચડેલાં જોવે છે ત્યારે કહે છે – “આ લવારો શું માંડ્યો છે?” એ કથન દુઃખ ઉપજાવે છે, પણ ખરેખર એ લવારો છોડી દેવા જેવો છે. સમજણ-સહિષ્ણુતા હોય તો લવારો બંધ કરવાનું સૂઝે છે; નહિ તો એ જ લવારામાંથી ભવાડો જન્મે છે. એવા લવારા બીજા કરતા હોય ત્યારે પોતાને કેવું લાગે છે તેનો ક્ષણભર વિચાર કરીને પોતે તેનાથી વિરમી જવું જોઈએ. [૨]. જ્ઞાતિ ને સગાંનાં ઘર છોડીને દૂર એકલાં વસવું નહિ – જીવનમાં ક્યાં વસવું એ મહત્ત્વની ચીજ છે. જ્યાં નિવાસ કરવાનો હોય, ઘર માંડવું હોય, ત્યાં આસપાસનું વાતાવરણ કેવું છે તે જોવું જોઈએ. જ્યાં પોતાની જ્ઞાતિનાં લોકો રહેતાં હોય, સગાં-વ્હાલાં આજુબાજુ નજીકમાં હોય ત્યાં વસવું એ હિતકર છે. તેઓથી દૂર એકલાં વસવું એ ગેરલાભ કરનાર છે. For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ હિતશિક્ષા દુઃખના પ્રસંગે જે લાગણી જ્ઞાતિવાળાને અને સગાં-હ્યલાંને થાય છે તે લાગણી બીજાને થતી નથી. એટલે એકબીજાને અરસપરસ મદદની લેવડદેવડ નજીકમાં રહેવાથી થઈ શકે છે. જે શરમ સગાંઓની અને જ્ઞાતિજનોની રહે છે તે શરમ બીજઓની રહેતી નથી; એટલે જ્ઞાતિજન અને સગાંઓની વચ્ચે રહેવાથી બેશરમ વર્તન કરી શકાતું નથી. દૂર એકલાં વસનાર ગમે તેવું નિર્લજ્જ આચરણ કરે તો તેને કોણ નિવારી શકે છે? તેથી પણ ગેરલાભ જ થાય છે. જ્ઞાતિ અને સગાંના આચારો મોટે ભાગે સરખા હોય છે એટલે તે આચારોનું પાલન તે પ્રકારના વસવાટથી ગમી જાય છે. ગમી ગયેલા આચારના પાલનમાં મુસીબત પડતી નથી. જ્યારે જુદે સ્થળે રહેવાથી તેમાં હાનિ પહોંચે છે અને ભળતા જ સંસ્કારો. આવી જાય છે. જો આજુબાજુ સગાં-વ્હાલાં રહેતાં હશે, કે જ્ઞાતિનાં માણસો રહેતાં હશે, તો આપણે ઘસાવું પડશે, એવા ભયથી કેટલાક શક્તિસંપન્ન માણસો પણ એકલા જઈને વસવાનું પસંદ કરે છે, પણ તે તેમની મોટી ભૂલ છે. એક તો ઘસાવું પડશે તેમાં જ સંકુચિતતા રહેલી છે; બીજું બીજા અનેક લાભોથી વંચિત રહેવું પડે છે. વ્યવહારમાં રહેવું એટલે જ્ઞાતિજનો દૂરથી પોતાને ત્યાં મળવા આવે, પોતાને તેઓને ત્યાં દૂર દૂર મળવા જવું પડે તેમાં ઘસારો તો પહોંચે જ છે. એક નહિ ને બીજી રીતે સરવાળો તો સરખો જ થાય છે: એટલે સંકુચિત વિચારો છોડી દઈને જ્ઞાતિ અને સગાંઓની વચ્ચે રહેવું તેમાં અનેક લાભો સમાયા છે. શ્રી હરિભદ્રસુરિજી મહારાજે ધર્મબિન્દુમાં ક્યાં વસવું તેનું વ્યવસ્થતિ વર્ણન કર્યું છે. તેમાં કેટલાક નિવાસો તો સર્વથા છોડી દેવા યોગ્ય જણાવ્યા છે. મન ઉપર બધો આધાર છે. જ્યાં મનોવૃત્તિ મલિન થતી હોય ત્યાં બહારની ઘણી અનુકૂળતાઓ અને સગવડો હોય તો પણ તે શા કામની! જેને સમજણ નથી તે બહારની સગવડોમાં લલચાઈ જાય, એટલે બહારની સગવડો ઓછીવત્તી હોય તો પણ મન અને આત્માની ઉન્નતિનો વિચાર કરીને તેને અનુરૂપ નિવાસમાં વસવું એ શ્રેયસ્કર છે. માનવજીવનમાં ભોજન અને ભોજન કરવાની રીતો ઘણો મહત્ત્વનો For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ છત્રીશી: ૨૮-૩૧ ૧૨ ભાગ ભજવે છે. દુનિયાની બધી ધમાલ મોટે ભાગે પેટને માટે છે. વિશ્વની પ્રવૃત્તિઓનું લક્ષ્ય ઉદર છે. ખાવું, ગમે ત્યારે અને ગમે તેવી રીતે ખાવું એવી માન્યતા તદ્દન ખોટી છે. ભોજનમાં ખાવાના પદાર્થો સાત્ત્વિક અને તુષ્ટિપુષ્ટિકારક હોય છતાં જો ભોજનની રીતો યથાર્થ ન હોય તો પરિણામે હાનિ થાય છે. એટલે જો ભોજન કરવાની રીત બરાબર જળવાતી હોય તો ખાદ્યપદાર્થો ઓછા-વત્તા ગુણવાળા હોય તો પણ લાભ કરે છે. એટલે શિક્ષાકાર ચાર કડીમાં ખાવાને યોગ્ય કેટલીક શિખામણોને વિસ્તારથી આપે ૨૮ વમન કરીને ચિંતાજાળે, નબળે આસન બેસીજી; વિદિશે દક્ષિણદિશિ અંધારે, બોઢું પશુએ પેસી. સુણજો સજ્જન રે. ૨૮ ૨૯ અણજાયે ઋતુવતી પાત્રે, પેટ અજીરણ વેળાજી; આકાશે ભોજન નહિ કરીએ, બે જણ બેસી ભેળા. ૨૯ સુણજો સજ્જન રે. ૩૦ અતિશય ઊનું ખારું ખાટું, શાક ઘણું નહિ ખાવું જી; મૌન પણે ઊઠીંગણ વરજી, જમવા પહેલાં નાવું. સુણજો સજ્જન રે. ૩૦ For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ * હિતશિક્ષા ૩૧ ધાન્ય વખાણી, વખોડી ન ખાવું, તડકે બેસી ન જમવું છે; માંદા પાસે ગત તજીને, નરણાં પાણી ન પીવું. ૩૧ સુણજો સજ્જન રે. (૧) વમન – ઊલટી કરીને જમવું નહિ. (૨) ચિંતાથી બળતે મને જમવું નહિ. (૩) નબળે આસને-શિથિલપણે બેસીને જમવું નહિ. (૪) વિદિશાએ-ખૂણા તરફ બેસીને જમવું નહિ. (૫) દક્ષિણ દિશા સન્મુખ બેસીને જમવું નહિ. (૬) અંધારે જમવું નહિ. (૭) પશુએ બોટેલું જમવું નહિ. (૮) અજાણી ચીજ-અજાણ્ય પાત્રે જમવું નહિ. (૯) તુવંતી સ્ત્રીના પાત્રમાં જમવું નહિ. (૧૦) પેટમાં અજીર્ણ હોય ત્યારે જમવું નહિ. (૧૧) આકાશમાં-ખુલ્લામાં જમવું નહિ (૧૨) બે જણા ભેળા બેસીને એક ભાણામાં જમવું નહિ. (૧૩) અતિશય ઊનું ખાવું નહિ. (૧૪) અતિશય ખારું ખાવું નહિ. (૧૫) અતિશય ખાટું ખાવું નહિ. (૧૬) ઘણું શાક ખાવું નહિ. (૧૭) જમતાં જમતાં મૌન ધારણ કરવું – બોલવું નહિ. (૧૮) ઓઠીંગણ દઈને-અઢેલીને જમવું નહિ. (૧૯) સ્નાન કરીને – સ્વચ્છ થઈને જમવું. (ર૦) અનાજને વખાણીને ખાવું નહિ. (૨૧) અનાજને વખોડીને ખાવું નહિ. (૨૨) તડકે બેસીને જમવું નહિ. (૨૩) માંદા માણસ પાસે બેસીને જમવું નહિ. (૨૪) રાત્રે જમવું નહિ. (૨૫) નરણે કોઠે પાણી પીવું નહિ. [૩૪]. વમન કરીને જમવું નહિ – વમન-ઊલટી થાય ત્યારે આંતરડાં ઊંચાં આવે છે. એટલે જ્યાં સુધી આંતરડાંને કળ ન વળે ત્યાં સુધી જમવું નહિ. વમન થયા પછી ખાવાથી આંતરડાં નબળાં પડી જાય છે ને તેથી અનેક રોગો થવાની સંભાવના છે. કોઈ માખી વગેરે ખાવામાં આવી જાય અને ઊલટી થાય છે. અને બીજું આંતરડાંમાં આહાર સંઘરવાની શક્તિ ન રહે ત્યારે થાય છે. તેમાં પહેલા પ્રકાર કરતાં બીજા પ્રકારની ઊલટીમાં જમવાનું વિશેષ સમય માટે છોડી દેવું હિતકર છે. ખાઉધરા અને દક્ષિણાના લાલચુ ભૂદેવો – બ્રાહ્મણો માટે બેહૂદી મશ્કરીમાં કહેવાતું કે એક ઠેકાણે પેટ ઊછળી પડે એટલું ખાધા For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ છત્રીશી: ૨૮-૩૧ ૧૦૫ પછી પણ બીજે સ્થળેથી નિમત્રણ આવે ને સારી દક્ષિણા મળતી હોય તો પહેલાંનું ઓકીને બીજે પહોંચી જતા – આ વાતમાં તથ્થાંશ ગમે તેટલો હો; પણ ઓકીને પછી તરત ખાવું એ અનુચિત છે તે તો સ્પષ્ટ છે. ચિંતાથી બળતા મને ન જમવું – શાંતિથી ખાધું હોય તો તે તૃપ્તિ અને તૃષ્ટિ કરે છે. મન ચિંતાથી બળતું હોય ત્યારે ભોજન કરવાથી તેનું પરિણામ સારું આવતું નથી. ચિત્તની પ્રસન્નતાપૂર્વકનો આહારવિધિ જીવનની ઉન્નતિમાં કારણ બને છે. એટલે ચિત્તની પ્રસન્નતાને હાનિ પહોંચાડે એવાં નિમિત્તો ભોજન સમયે થાય એ ગમતું નથી. કલેશ-કંકાસની વાતો, ઘરની-પરિવારની ઉપાધિઓની પંચાતો જો જમવા વખતે નીકળે તો તેથી ભોજનની મજા મારી જાય છે. એટલું જ નહિ પણ સ્વાથ્યને પણ એ ભોજન નુકસાન કરે છે. કેટલાંક ઘરમાં સ્ત્રીઓને અને બીજા અણસમજુ લોકોને જમતી વખતે જ એવી બધી વાતો યાદ કરીને કહેવાનું મન થાય છે અને કહે છે; પણ એ ઇચ્છનીય નથી. ખાતી વખતે જ આ બધું શું? એમ સાંભળનાર પણ પોતાની અરુચિ પ્રગટ કરે છે. એટલે ચિંતા હોય ત્યારે ભોજન ન કરવું અને કરવું પડે તો ચિંતાને દૂર કરી દેવી કે તે વખતે તે પાસે ન આવે. [૫] નબળે આસને ન જમવું – કેટલાકને ઊભાં-ઊભાં ખાવાની ટેવ હોય છે તો કેટલાકને સૂતાં સૂતાં ખાવાની ટેવ હોય છે. કેટલાક ઉભડક પગે બેસીને ખાવામાં આનન્દ અનુભવતા હોય છે તો કેટલાક પગને-શરીરને વિચિત્ર રીતે રાખીને ખાવામાં મજા માણતા હોય છે. આ સર્વ રીતો ખાવાને માટે ખરાબ છે. નબળે આસને શિથિલપણે ગમે તેમ ખાવાથી તે ખાધું પચતું નથી. તેમાં ઉતાવળ કરવી પડે છે. એટલે ખાતી. વખતે સ્થિર અને સ્વસ્થ આસન રાખવું જરૂરી છે. કેટલેક સ્થળે ઢીંચણિયું - એટલે પલાંઠી વાળ્યા પછી ઢીંચણ કાંઈક ઊંચા રહે તે માટે બનાવેલ લાકડાનું માપસરનું સાધન-રાખવાનો વ્યવહાર છે, તે આસનની વ્યવસ્થા માટે જરૂરી છે. For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ હિતશિક્ષા [૬] વિદિશાએ-ખૂણા તરફ બેસીને જમવું નહિ – ઘરમાં જ્યાં જ્યાં ખૂણા હોય છે ત્યાં મોટે ભાગે અંધારું અને અસ્વચ્છતા રહે છે, એટલે ખૂણા તરફ કે ખૂણામાં બેસીને ખાવાથી કોઈ જીવ-જંત કે કચરો ભોજનમાં આવી જવાનો પૂરો સંભવ છે. ખૂણે બેસીને ખાનારમાં તુચ્છતા – કૃપણતા આદિ ભરાઈ જાય છે. ખૂણે બેસી ખાવું એ અપલક્ષણ છે. કોઈ જોઈ ન જાય એવી વૃત્તિ ખૂણે બેસી ખાનારની હોય છે ને તે ઈષ્ટ નથી. - દક્ષિણ સન્મુખ ખાવું નહિ – દક્ષિણ દિશાનો સ્વામી યમ છે. એ દિશા ઉત્તમ દિશા ગણાતી નથી. ભોજનનું કાર્ય ઉત્તમ છે. ઉત્તમ કાર્ય કરતી વખતે ઉત્તમ દિશા સામે હોય તો તે ઉત્તમ થાય. મંત્ર-સાધનામાં તો આહાર-વિહારપ્રશ્રવણ-શયન વગેરે ચોક્કસ દિશામાં કરવાનું વિધાન હોય છે. દક્ષિણ દિશા સામે ખાનાર અને સૂનાર મરતો નથી તો માંદો તો જરૂર પડે છે, એવી લોકમાન્યતા છે. [૮] અંધારે જમવું નહિ – અંધારે જમવાથી નાનાં જીવ-જંતુઓ ભોજનમાં આવી જાય તો તેની ખબર પડતી નથી, તેથી તે જીવોનો નાશ થાય છે અને ખાનારને પાપ બંધાય છે. તેમ જ આરોગ્યને પણ નુકસાન પહોંચે છે. અંધારે ખાવાથી રાત્રિભોજનનો દોષ લાગે છે. એક ભાઈની વાત બનેલી છે. તેમને મુરબ્બો છૂંદો વગેરે અતિ ખાવાની આદત, મોટી ઉંમર છતાં ઘરમાં બેસીને બરણીમાંથી કાઢીને એમ ને એમ ઉતાવળે ઉતાવળે ખાય – અજવાળામાં લાવીને તપાસીને ખાવાની ધીરજ રાખી શકે નહિ. એવી મીઠી ચીજો ઉપર કીડીઓ હોવાની પૂરી સંભાવના છે. બન્યું પણ એવું કે એ આદતને લઈને તેમની મતિમાં મંદતા-શૂન્યતા આવવા લાગી. છેવટે મતિશૂન્ય સ્થિતિમાં તેમનું જીવન ચાલ્યું ગયું. એવા અનેક દોષો-વ્યાધિઓ અંધારે ખાવાથી આવી પડે For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ છત્રીશી: ૨૮-૩૧ ૧૭ પશુએ બોટેલું જમવું નહિ – પશુએ બોટેલું અભડાઈ જાય છે. અપવિત્ર થાય છે. એ ખાવાથી શરીરમાં અપવિત્રતા આવે છે એટલું જ નહિ, લોહીમાં પણ અપવિત્રતા પ્રવેશે છે કે જે કાઢવી મુશ્કેલ છે. ખાતાં ખાતાં કોઈ એમ કહે કે આ તો પશુએ બોટેલું છે, તો મનને કેવી ખરાબ અસર પહોંચે છે એ જ સૂચવે છે કે પશુનું બોટેલું ખાવું નહિ. એક વખત કેટલાક બ્રાહ્મણો જમવા એકઠા થયેલા. જમણ બધું તૈયાર થઈ ગયેલું ને એવામાં એક લાલ કૂતરું – આવીને લાડવાને બોટી ગયું. એક તો પશુ અને તેમાં પણ કૂતરું – એટલે પવિત્રતાની ટોચ ઉપર રહેલા વિપ્રો વિચારમાં પડી ગયા. લાડવા વગરનું ભોજન-જમણ કેવું! બોટેલો થોડો ભાગ તો દૂર કર્યો પણ બીજાનું શું? આ તો આખો ચોકો અપવિત્ર થયો ગણાય, એટલે ગંભીર ચર્ચા ચાલી. તેમાં એક ઠીક ઠીક વિદ્વાન પંડિત ગણાતા વિપ્રવર્તે વેદવાક્ય જેવું એક વાક્ય ઉચ્ચાર્યું ને તેથી સર્વના મનનું સમાધાન થઈ ગયું અને ભોજનવિધિ શાંતિથી પતી ગયો. નવી તરખડ ન કરવી પડીને નુકસાન બચી ગયું. એ વાક્ય આ પ્રમાણે હતું – “રક્ત કુત્ત સદા પવિત્ત" લાલ કૂતરું હંમેશાં પવિત્ર હોય છે. કાળું કૂતરું અપવિત્ર અને લાલ કૂતરું પવિત્ર, પવિત્ર કૂતરાથી અપવિત્ર ન બને . આ વાત છે જરા જુદા પ્રકારની, પણ તેમાં પશુએ બોટેલું ન ખવાય એ હકીકતની પુષ્ટિ છે. [૧૦] અજાણી ચીજ ખાવી નહિ, અજાણે પાત્રે ખાવું નહિ – જે ચીજ આપણે જાણતાં નથી, તે ખાવાથી કોઈ કોઈ વખત પ્રાણ જવાનો પણ પ્રસંગ આવી જાય છે. જે ચીજ ખાવાની છે, તે ભક્ષ્ય છે કે અભક્ષ્ય, પોતાની પ્રકૃતિને અનુકૂળ છે કે પ્રતિકૂળ, અનુરૂપ છે કે વિરૂપ વગેરે સર્વ વિચારીને-સમજીને ખાવી. પોતે એવી સ્થિતિમાં હોય કે ખાવાની ચીજનું જ્ઞાન મળી શકે તેમ ન જ હોય ત્યારે તેના જાણકાર જો પૂરા વિશ્વાસુ હોય તો તે દ્વારા ખાવી, પણ એ બેમાંથી એકે શક્ય ન હોય તો ન ખાવી. અજાણ્યાં ફળ ન ખાવાના For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ હિતશિક્ષા નિયમથી વંકચૂલ નામના એક મહાનું ચોરના પ્રાણ બચી ગયા હતા અને તેના સાથીદારોને તેવા પ્રકારનો નિયમ ન હોવાથી તેઓ જંગલનાં ઝેરી ફળો ખાઈને મરણ પામ્યા હતા. અજાણ્યા પાત્રમાં પણ ખાવું એ હિતકર નથી. ખાવાની ચીજની જેમ જેમાં ખાવાનું છે તે પાત્રની પવિત્રતા પણ જરૂરી છે. ગમે તેના ગમે તેવા વાસણમાં ખાવાથી મનમાં મલિનતા આવે છે. હોટલ વગેરેમાં સર્વસામાન્ય પાત્રો હોય છે, એટલે સભ્ય સમાજે તેમાં ખાવાનું છોડી દેવું એ વાજબી છે. અજાણી ધાતુઓના પાત્રનો ઉપયોગ પણ શારીરિક સ્થિતિને નબળી પાડનાર છે. સાત્ત્વિક આહાર સાત્ત્વિક પાત્રની પણ અપેક્ષા રાખે છે. [૧૧]. તુવંતી સ્ત્રીના પાત્રે જમવું નહિ- ઋતુવંતી, માસિક ધર્મને અનુભવતી સ્ત્રી જે પાત્રમાં ખાતી હોય તે પાત્રમાં પણ ભોજન ન કરવું. સ્ત્રીને ઋતુસ્ત્રાવ થાય છે ત્યારે કેટલાક એવા પુદ્ગલ-પરમાણુઓ તેની આસપાસના વાતાવરણમાં પ્રસરતા હોય છે કે જે અનેક પ્રકારે મનોવૃત્તિને મલિન કરનારા હોય છે. વિચારો ઉપર થતી આ સૂક્ષ્મ અસરો પૂલ જગતને જણાતી નથી અને તેથી એવા વ્યવહારો પ્રત્યે કેટલાક કેટલીક વખત ઉપેક્ષા કરે છે – પણ તેથી પરિણામે મોટા ગેરલાભ ઊપજે છે. | [૧૨] અજીર્ણ હોય ત્યારે જમવું નહિ – પહેલાં ખાધું હોય તે જ્યાં સુધી ન પચ્યું હોય ત્યાં સુધી ફરી ખાવું નહિ. અજીર્ણ હોય છતાં ખાવાથી અજીર્ણમાં વધારો થાય છે અને તેમાંથી અનેક રોગો જન્મે છે. રોગનું મૂળ અજીર્ણ છે. અજીર્ણપ્રભવા રોગા એ વૈદકશાસ્ત્રનું મુખ્ય વચન છે. વૈદકશાસ્ત્રનો ટૂંકમાં સાર કોઈ હોય તો જીર્ણો ભોજનમ્' – પ્રથમનું જરી જાય – પચી જાય પછી બીજું પેટમાં નાખવું એ છે. ઉપરાઉપરી ખા-ખા કરવાથી માંદગી ચાલુ રહે છે, એટલું જ નહિ, ખાવાના પદાર્થોનો સ્વાદ પણ માર્યો જાય છે. કેટલાકને ખાધું પચતું નથી તેમાં તેની હોજરીનો કે પાચનશક્તિનો વાંક નથી હોતો પણ પ્રથમનું જીર્ણ થયા વગર ખાવાની આદતને કારણે એમ બને છે. કેટલાક For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ છત્રીશી : ૨૮-૩૧ ૧૦૯. ફરી ખાવાની ખાતર પાચક દવાઓ ખાય છે ને ખાધેલું પચાવે છે પણ તેથી એકંદર ગેરલાભ જ થાય છે. પરાણે પચાવેલું પુષ્ટિ આપતું નથી. ખાવાને માટે શરીર અને દવા નથી પણ શરીરને માટે ખાવાનું કે દવા લેવાની હોય છે. અજીર્ણ હોય ત્યારે પેટ ના પાડતું હોય છે, એટલે જીભ અને તેને વશ થયેલા મનને ખાતી વખતે ન પૂછવું પણ પેટને પૂછવું. જો પેટ માગે તો આપવું; નહિ તો છોડી દેવું. છોડી દેવાથી નુકસાન નથી પણ ખાવાથી ચીજ નકામી જાય છે ને શરીરને નુકસાન થાય છે. એટલે અજીર્ણ હોય ત્યારે ન જમવું. [૧૩] ખુલ્લામાં જમવું નહિ – ખુલ્લામાં જમવાથી ભોજનમાં અનેક નુકસાનકારક ચીજો આવી પડવાનો સંભવ છે. કોઈની દૃષ્ટિ પણ અદષ્ટપણે પડે તો તેથી પણ હાનિ થાય છે. જીવજંતુઓ પણ ખુલ્લામાં આવી પડે છે. આકાશમાં ઊડતાં પક્ષીઓના મુખમાંથી ગમે તેવાં નુકસાનકારક તત્ત્વો ભોજનમાં પડે છે કે જેનો ખ્યાલ ન રહ્યો હોય તો પ્રાણ જવાનો પ્રસંગ પણ બની જાય છે. ખુલ્લામાં ખાવું નહિ અને ખાવાની ચીજો પણ ખુલ્લામાં ખુલ્લી રાખવી નહિ. ચંદરવો બાંધીને તેની નીચે રાખવી. એક કથામાં આવે છે કે એક પરદેશી કાપડિયા મુસાફરે એક ભોળી ભરવાડણની છાશ પીધી, ને એક દયાળુ શેઠે પૈસા આપીને તે પિવડાવી. છાશ પીધા પછી તરત જ મુસાફરી મરણ પામ્યો. બધાની દાનત શુદ્ધ હતી છતાં આમ કેમ બન્યું – એના વિચારમાં બધાં પડી ગયાં. પણ ખરેખર એમ બન્યું હતું કે જેમાં છાશ હતી તે વાસણ ખુલ્લું થઈ ગયું હતું અને એક સમળી એક ઝેરી સાપને લઈને આકાશમાં ચાલી જતી હતી. સાપના મોઢામાંથી ગરલ ટપકતું હતું તે છાશમાં પડ્યું અને તેથી મુસાફરનું મરણ થયું. આ પ્રમાણે ખુલ્લામાં ખાવાથી અનેક આપત્તિઓ આવી પડે છે. આકાશમાં સંચરતા દુષ્ટ દેવોની દૃષ્ટિ પડે તો તેથી પણ અનેક અનર્થો જન્મે છે. [૧૪] બે જણાએ ભેળા જમવું નહિ – બે જણ ભેળા બેસી જમે તો તેથી એકબીજાનું એઠું ભેળું થાય છે. તેમાં જીવોત્પત્તિ થાય છે. એક જ ભાજનમાં For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ હિતશિક્ષા થાળીમાં સાથે ભોજન કરવાથી પ્રેમની વૃદ્ધિ થાય છે એમ માનીને કેટલાક એમ કરે છે, પણ એમ કરવાથી પ્રેમની વૃદ્ધિ થાય કે ન થાય પણ રોગની વૃદ્ધિ થવાની સંભાવના જરૂર છે. મોટા રોગવાળાને માટે તો ખાસ અલગ જમવાનું રાખવામાં આવે છે. કેટલીક વખત જો જમનાર આવડત વગરના હોય તો દુગંછનીય વાતાવરણ કરી મૂકે છે. તેમાં પણ ભેળા જમવામાં એ દુગંછા મનને ખરાબ કરે છે. કેટલાકને ખાતાં આવડતું નથી હોતું, તેઓ અડધું ખાય છે અને અડધું વળી નીચે નાખે છે. ખાતાં ખાતાં તેમનાં હાથ-મોં એવાં તો ખરડાય છે કે જો તે સમયનું તેનું ચિત્ર દોરી લીધું હોય તો જોવા જેવું થાય. એવાઓ સાથે ભેળા જમવાથી ભોજન બગડે ને ક્યારેક તો ઉપદેશ દેવા જતાં સામો વાનરવૃત્તિનો હોય તો ઉપદેશ પણ ભારે પડે. એટલે ધર્મ, આરોગ્ય અને વ્યવહારની દૃષ્ટિએ ભેળા જમવું એ ઉચિત નથી. [૧૫]. અતિશય ઊનું ખાવું નહિ – અત્કૃષ્ણ મારુત પ્રકોપયતિ – અતિશય ઊનું ખાવાથી વાયુનો પ્રકોપ થાય છે. કેટલાકને ઘણું જ ગરમ ગરમ ખાવાની ટેવ હોય છે. ચૂલા ઉપરથી ઊતરે ને ખાવું તેમાં કેટલાક ગૌરવ અનુભવતા હોય છે પણ ખરેખર એ અજ્ઞાન છે – એથી ફાયદો કાંઈ નથી – આરોગ્યને ઊલટું નુકસાન થાય છે. ચા જેવાં પીણાં તો જીભ દાઝે એ પ્રમાણે કેટલાક પીએ છે. તેથી આંતરડાં અને દાંત ખરાબ થાય છે. દાંતના ઘણાખરા રોગોનું કારણ આ અતિ ઊનું ખાવાપીવાની ટેવ છે. અતિ ઊનું ન ખાવું એ પ્રમાણે અતિ ટાઢું પણ ખાવું નહિ. અતિશય વાસી ખાવાથી પણ નુકસાન થાય છે. એટલે મધ્યમ સ્થિતિનું ભોજન કરવું હિતકારક છે. [૧૬] અતિશય ખારું ખાવું નહિ – વધુ પડતું ખારું ખાવાથી આંતરડાં નબળાં પડી જાય છે. વધારે પડતા ખારથી અતિસાર-સંગ્રહણી જેવા વ્યાધિઓ થાય છે. ખારું વિશેષે ખાવાથી વીર્યને ધક્કો પહોંચે છે. કેટલાક ખાર એવા હોય છે કે તેથી રસ ઊતરવાનો વ્યાધિ થાય છે. ભોજન અને માણસ મીઠા વગરનાં હોય એ ગમતાં નથી, તે જ પ્રમાણે વધારે પડતા મીઠાવાળાં હોય તે પણ For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ છત્રીશી: ૨૮-૩૧ ૧૧૧ રુચતાં નથી. વધારે પડતા મીઠાવાળું ભોજન ખારું લાગે છે ને ઘૂ ઘૂ કરાવે છે, વધારે પડતા મીઠાવાળો માણસ પણ દોઢડાહ્યો ગણાય છે ને તે ખારો લાગે છે – ગમતો નથી. [૧૭] અતિશય ખાટું ખાવું નહિ – વધુ પડતું ખાટું ખાવાથી શરીરમાં અને સ્વભાવમાં ખટાશ આવી જાય છે. ખાટો સ્વભાવ ગમતો નથી તો ખાટું-વધુ પડતું ખાટું ભોજન કેમ ગમે? સ્વભાવમાં અને ભોજનમાં માપસરની ખટાશ હોય તો જ સારી લાગે છે. વધારે પડતી ખાશથી હોજરીમાં-આંતરડામાં ચાંદાં પડી જાય છે, વીર્યશક્તિને ધક્કો પહોંચે છે એટલે અતિ ખાટું ખાવું નહિ. [૧૮] ઘણું શાક ખાવું નહિ- “શાકેન વધતે મલમ્' “શાક વર્ધયતે મલમ શાકથી મળ વધે છે. શાક મળને વધારે છે. ઇત્યાદિ વચનો પ્રાચીન વૈદકમાં મળે છે. શાકને માટે સંસ્કૃતમાં વ્યંજન શબ્દ પ્રચલિત છે. વ્યંજન એટલે વ્યક્ત કરનાર. અત્રનો સ્વાદ વ્યક્ત કરે – પ્રકટ કરે તેટલા પ્રમાણમાં વ્યંજન-શાક ખાવું વાજબી છે. તેને બદલે શાકાહારી-અર્થાતુ અન્ન કરતાં પણ શાકનું પ્રમાણ વધી જાય એટલું શાક ખાનારા. આવા લોકો મળવૃદ્ધિને કારણે રોગોનો ભોગ બને તેમાં નવાઈ શું? કેટલાંક શાક તો ખરેખર રોગનાં ઘર હોય છે. વર્ષાઋતુના આરંભથી લઈને હવા સૂકી ન થાય ત્યાં સુધી શાક કુપથ્ય રહે છે. શાક ઘણું ખાવાની આદત પાડવી નહિ અને આદત હોય તો ધીરે ધીરે ઓછી કરવી. શાક માપસર ખાવાથી નકામો આર્થિક ભાર પણ ઓછો થઈ જાય છે. જેઓ શાકાહારી નથી તેઓને માટે શાક વધુ પડતું ખાવું એ સૂત્ર ભલે પથ્ય હોય, પણ શાકાહારી માટે એ સૂત્ર અહિતકર છે. [૧૯]. જમતાં બોલવું નહિ- ખાતાં ખાતાં બોલવાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. બોલવાની ક્રિયામાં વાયુની ગતિ ઊર્ધ્વ થતી હોય છે ને ખાવાની ક્રિયામાં For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ હિતશિક્ષા વાયુની ગતિ અધ થતી હોય છે. એટલે ખાતી વખતે બોલવાથી પરસ્પર વિરોધી વાયુની ગતિઓ શરીરને નુકસાન પહોંચાડે છે. ઘણી વખત ખાતી વખતે બોલવાથી અંતરાશ જાય છે એટલે વાયુ ગૂંચવાઈ જવાને કારણે અન્ન અટકી જાય છે અને તેથી નાસિકા ને મુખમાંથી ભોજન પાછું વળે છે. આંખમાં પાણી આવી જાય છે. ક્ષણભર બેચેન બની જવાય છે. પાણી પીવાથી તેની શાંતિ થાય છે. ખાતાં ખાતાં બોલવાની ટેવવાળા કેટલાક એટલી પણ ધીરજ નથી રાખી શકતા - મોંમાં ડચૂરો ભર્યો હોય, બોલી શકાતું ન હોય, બોલેલું બીજા સમજી પણ શકતા ન હોય છતાં બોલી નાખે છે. એ કેટલું બેહૂદું દેખાય છે! એટલે ખાતાં ખાતાં બોલવું નહિ – મૌન ધારણ કરવું. ખાતાં ખાતાં બોલનારને કહેવું જોઈએ કે જો તમારે બોલવું જ હોય તો ખાવું છોડી દ્યો ને ખાવું હોય તો બોલવું છોડી દ્યો, પણ આ બંને સાથે નહિ બની શકે. એથી તમારા એક પણ કાર્યમાં ભલીવાર આવતો નથી. [૨૦]. ઓઠીંગણ દઈને જમવું નહિ – જમતી વખતે શરીરમાં સ્કૂર્તિ જોઈએ, લોહી ફરતું હોવું જોઈએ. શરીરમાં જડતા-પ્રમાદ હોય અને ખાધું હોય તો તેનો પરિપાક બરાબર થતો નથી. ઓઠીંગણ દેવાનું મન ત્યારે થાય છે કે જ્યારે શરીરમાં આળસ-જડતા હોય. ઓઠીંગણ દઈને, અઢેલીને બેસીને ખાતી વખતે સ્નાયુઓ શિથિલ ન હોવા જોઈએ. ખાતી વખતે કેટલાકને થોભો દેવાની ટેવ હોય છે. તે પણ કુટેવ છે. ઓઢીંગણ કે થોભો એ થાક ખાવાનાં સાધન છે, અન્ન ખાવાનાં નહિ. વિશ્રાન્તિ લેવી હોય ત્યારે ઓઠીંગણ દેવાય છે. ખાવામાં વિશ્રાન્તિ લેવાની નથી, ક્રિયા કરવાની છે. ક્રિયા અને વિશ્રાન્તિ એ બે મેળ ખાતી વસ્તુ નથી. એટલે જમતી વખતે અઢેલીને બેસવું એ વાજબી નથી. અઢેલીને બેસીને જમતો હોય ત્યારે જાણે કોઈ મોટી માંદગી ન હોય એવું લાગે છે. છતે આરોગ્યે માંદા ગણાવું એ શું ઉચિત છે? [૨૧]. સ્નાન કરીને જમવું – સ્નાન કરીને જમવું એટલે સ્વચ્છ થઈને જમવું. બહારનાં અનેક કાર્યોથી હાથ-મુખ વગેરે ઉપર ચડેલ મેલ એમ ને એમ ભોજન For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ છત્રીશી: ૨૮-૩૧ ૧૧૩ કરવાથી પેટમાં જાય છે. કેટલાંક કાર્યો તો એવાં હોય છે કે તે કાર્યો અંગે લાગેલ પરમાણુઓ પેટમાં જાય તો અચૂક નુકસાન કરે છે – ચૂંક લાવે છે. સ્વચ્છ થઈને ભોજન કરવાથી ભોજન પણ પ્રસન્નપણે થાય છે. પ્રસન્નતાપૂર્વક કરેલું ભોજન પરિણામે મનમાં પણ પ્રસન્નતા ઉત્પન્ન કરે છે. [૨૨-૨૩] અનાજને વખાણીને કે વખોડીને ખાવું નહિ – જમતી વખતે ઘણાને ખાવાની ચીજને વખાણવાની બહુ આદત હોય છે. એથી સ્વાદેન્દ્રિય બહુ ઉત્તેજિત થાય છે. રસનાનો જય મેળવીને ભોજન કરવાનું હોય છે તેને બદલે વખાણીને ખાનારને કેટલીક વખત “વખાણી ખીચડી દાંતે ચોટી” જેવી સ્થિતિ પ્રાપ્ત થાય છે. મિષ્ટાન્ન શું સરસ છે! શાક કેવાં મજાનાં કર્યાં છે! ભાતકઢી તો દાઢમાં રહી જાય એવાં છે – એ પ્રમાણે ખાવાના પદાર્થોને વખાણ્યા કરનાર ઉત્તમ કોટિનો ગણાતો નથી. અનાજને વખાણીને ન ખાવું એ પ્રમાણે અનાજને વખોડીને પણ ખાવું નહિ. અનાજને વખોડીને ખાનારને ખાવું તો તે જ પડે છે. પરિણામે ખાવાની મીઠાશ મારી જાય છે. કેટલાકને ગમે તેવી સારી વાનગીઓ હોય – જેમાં કાંઈ પણ ખોડ કાઢવા જેવું ન હોય છતાં તેઓ તેને વખોડવાના. કાં તો મીઠું વધારે છે એમ કહેશે, નહિ તો કહેશે કે મીઠું ઓછું છે, – આમ એમની. ટેવ જ હોય છે. તેઓની બાજુમાં બેઠેલાને પણ તેથી કંટાળો ઊપજે છે. અનાજની નિન્દા કરનારને અનાજના પણ સાંસા ભોગવવાનો સમય આવે છે. એટલે ખાતી વખતે સમતુલા રાખીને ખાવું જોઈએ. ખાવાની ચીજને વખાણવી કે વખોડવી નહિ, સારી-મીઠી કરીને ખાવી. વસ્તુને સારી કરીને ખાવી અને વખાણ કરીને ખાવી એ બે જુદી વાત છે. વસ્તુને સારી કરીને કેમ ખવાય એ હકીકત નીચેની એક વાત દ્વારા બરાબર સમજી શકાય છે. એક ભાઈ હતા. તેમને એ ટેવ હતી કે તે વસ્તુને સારી કરીને ખાતા હતા. બીજા એક હતા કે તે વસ્તુને ખરાબ કરીને ખાતા હતા. બન્ને બાજુ બાજુમાં રહે. એક વખત બન્ને જણા એક વેપારીને ત્યાંથી સોપારી ખરીદી લાવ્યા. પચાસ સોપારી આવી હતી. જમીને સોપારી ખાવાની બન્નેને ટેવ. પેલા ભાઈ કે જેને વસ્તુને સારી કરીને ખાવાની આદત હતી તે ભાઈ જમ્યા પછી For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ હિતશિક્ષા પેલી પચાસ સોપારીઓમાંથી સારી ને મોટી જોઈને એક સોપારી લે અને તેને કાતરીને ખાય, વળી બીજે દિવસે ઓગણપચાસમાંથી સારી શોધીને ખાય. એમ ને એમ પચાસે સોપારી તેમણે સારી કરીને ખાધી. બીજા ભાઈ કે જેને વસ્તુને ખરાબ કરીને ખાવાની આદત હતી તે પચાસમાંથી નાની અને સડેલા જેવી ખરાબ હોય તે વણીને શોધી કાઢે ને ખાય. વળી બીજે દિવસે ઓગણપચાસમાંથી ખરાબ હોય તે શોધી કાઢે ને ખાય. એમ ને એમ એમણે પણ પચાસ પૂરી કરી. બંનેએ સોપારી તો સરખી અને સરખી જાતની ખાધી, પણ એકે સારી કરીને ખાધી અને બીજા ભાઈએ ખરાબ કરીને ખાધી, માટે ખાવાની ચીજને વખાણીને કે વખોડીને ન ખાવી પણ સારી કરીને ખાવી. [૨૪] તડકે બેસીને જમવું નહિ – તડકાથી શરીરમાં પિત્ત ઊકળી જાય છે. પિત્ત શાંત હોય તો ખાધું પચે છે, ભાવે છે. તડકે બેસીને ખાવાથી પરિણામે પિત્તપ્રકોપને લીધે અનેક વ્યાધિઓ થાય છે. ખાવાની વસ્તુમાં પણ તડકાને કારણે ફેરફાર થઈ જાય છેતે ભાવતી નથી. એટલે તડકે બેસીને ખાવું નહિ. માંદા માણસ પાસે બેસીને ખાવું નહિ – માંદા માણસ પાસે આસપાસ રોગનું વાતાવરણ રહેતું હોય છે. રોગાણુઓ માંદાની આજુબાજુ પ્રસરેલા રહે છે, એટલે માંદા માણસ પાસે બેસીને જમવાથી તે રોગાણુઓ સાજાના શરીરમાં પેસીને રોગને ઉત્પન્ન કરે છે. માંદા માણસ ને સાજા માણસના ખોરાકમાં ફેર હોય છે. એટલે માંદો માણસ જોવે અને તે ખાવાની તેને ઇચ્છા થાય એ સ્વાભાવિક છે. માંદા માણસને ઇચ્છા થાય એટલે તેને એ ખાવા અપાય. જો તેને માફક ન આવતી વસ્તુ પણ ખાવા આપવામાં આવે તો તેનો રોગ વધી જાય અને પરિણામે તેને વિશેષ કષ્ટ સહન કરવું પડે. અને તેની ઈચ્છાવાળી વસ્તુ તેને આપવામાં ન આવે અને સામે બેસીને ખાઈએ તો તેની વૃત્તિની અનેક પ્રકારની માઠી અસર રોગીને અને તેની સામે બેસીને ખાનારને થાય છે. એટલે માંદા માણસ પાસે બેસીને ખાવું નહિ. For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ છત્રીશી: ૨૮-૩૧ ૧૧૫ [૨૬] રાતે જમવું નહિ – રાતે જમવાથી પોતાના જીવન અને પારકા જીવને હાનિ થાય છે. રાતને તમસ્વિની કહેવામાં આવે છે. એટલે રાતે અંધારું હોય. તેમાં દીપક આદિનો પ્રકાશ કરવામાં આવે ને અંધારું દૂર થાય પણ તે પ્રકાશ સૂર્ય જેવો તેજસ્વી ને પથ્ય તો નથી જ. દિવા વગેરેથી એવું અજવાળું ન થાય કે જે અજવાળું સૂર્ય પાથરે છે. એટલે રાત્રિના અંધારામાં નાનાં નાનાં જંતુઓ જો ભોજનમાં આવી જાય તો ખબર પણ પડે નહિ અને તેથી તે તે જંતુઓનો પ્રાણનાશ થાય અને ખાનારને પાપબંધ થવા સાથે શરીરમાં અનેક પ્રકારના વ્યાધિઓ થાય. માખી આવી જાય તો ઊલટી થાય, કીડી આવી જાય તો બુદ્ધિનો નાશ થાય, કરોળીઓ આવી જાય તો કોઢ થાય, જૂ આવી જાય તો જલોદર થાય. કોઈ ઝેરીલાં જંતુ આવી જાય તો ખાનારાના પ્રાણનો પણ નાશ થાય. ચાતુર્માસ-વર્ષાકાળમાં તો ઝીણી ઝીણી જીવાતો એવી ઊડતી હોય છે કે તેથી ખૂબ ભૂખ લાગી હોય તો પણ ખાવા માટે મન મરી જાય. કોઈ કોઈ વખત તો માણસને ચીતરી ચડે એવું દશ્ય હોય છે. આવી સ્થિતિમાં રાત્રિભોજનનો ત્યાગ કરનાર આવા પ્રસંગોથી સહજ બચી જાય છે અને આત્મિક લાભ અપૂર્વ મેળવે છે. - રાત્રિ એ વિશ્રાંતિ લેવાનો સમય છે. તેમાં ખાવાની પ્રવૃત્તિ અને ધમાલ એ બંધબેસતું જ નથી. સારાં સારાં પક્ષીઓ પણ રાત થતાં શાંત થઈ જાય છે. રાતે ખાનારાની લગભગ અડધી રાત્રિ તે પાછળ વીતે છે. મોડી રાતે સૂનારા વહેલા ઊઠી ન શકે. મોડા ઊઠવું એટલે દરિયને નોતરવું. રાતે ખાનારને ખાવાની આગળ-પાછળ કરવી પડતી પ્રવૃત્તિઓમાં પણ અનેક જીવોનો વિનાશ થતો હોય છે. રાત્રે ખાવાનો ત્યાગ કરનારને આત્મિક લાભની સાથે શારીરિક પણ અનેક લાભો થાય છે. જઠારાગ્નિ શુદ્ધ અને પ્રદીપ્ત થાય છે. સૂર્ય અસ્ત થતાં જેમ કમળો મીંચાઈ જાય છે તેમ સૂર્ય અસ્ત થતાં હૃદયકમળ પણ સંકોચાય છે અને તેથી જઠર મંદ પડે છે. રાત્રે કોણ ખાય તેનો વિચાર કરવામાં આવે અને તે બધા ઘુવડ, બિલાડી, ઉંદર, રાક્ષસ, પશુ વગેરેની હારમાં જો ગણાવાની ઈચ્છા ન હોય તો રાત્રે ખાવાનું સત્વર બંધ કરવું જોઈએ. For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ હિતશિક્ષા (૨૭) નરણે કોઠે પાણી પીવું નહિ – પેટ ખાલી હોય તેને નરણું કહેવામાં આવે છે. નરણે કોઠે પાણી પીવું નહિ. ખાલી પેટે પાણી વાગે, પાણી પીવાથી આંતરડાં-નળ ભરાઈ જાય અને પછી ખાવામાં આવે એટલે થાય અપચો. “ભોજનાદી વિષે વારિ ભોજનાન્ત શિલોપમ” ભોજનની શરૂઆતમાં પાણી ઝેર છે. એટલે થોડું ખાઈને પાણી પીવું એ અમૃત છે. ચાર કડીમાં ખાવાને યોગ્ય કેટલીક શિખામણો આરોગ્ય અને આત્મહિત લક્ષમાં રાખીને આપી, હવે બત્રીશમી કડીમાં આત્મકલ્યાણને પ્રધાન રાખીને અખાદ્ય એટલે નહિ ખાવા યોગ્યનો ત્યાગ કરવાનું પૂર્વભાગમાં અને પછીની અર્ધી કડીમાં આત્મહિત સાધવા માટે બીજી પણ છોડવા યોગ્ય વાતો સમજાવે છે. ૩૦ કંદમૂલ અભક્ષ્ય બોળો, વાસી વિદળ તે વર્ષોજી; જૂઠ તજો પરનિંદા હિંસા, જો વળી નરભવ સરજો. ૩૨ સુણજો સજ્જન રે. (૧) કંદમૂળ, અભક્ષ્ય, બોળ અથાણું, વાસી અને વિદળ ખાવાં નહિ. (૨) જૂઠું બોલવું નહિ. (૩) પારકી નિંદા કરવી નહિ. (જે હિંસાનો ત્યાગ કરવો. [૨૮] કંદમૂળ આદિ ખાવાં નહિ – કંદમૂળ એટલે અનંતકાય. અનંત જીવો એક કાયામાં રહે – ખાવા માટે તેનો ઉપયોગ કરવાથી અનંત જીવોની હિંસા કરવી પડે. માટે તેનો ત્યાગ કરવો. અનંતકાય અનેક જાતના છે એટલે આ અનંતકાય છે કે નહિ? એ જાણવા માટે તેનું – સર્વ અનંતકાયમાં ઘટે એવું સ્વરૂપ જાણી લેવું જરૂરી છે. તે સ્વરૂપ-લક્ષણ જીવવિચાર પ્રકરણની બારમી ગાથામાં નીચે પ્રમાણે જણાવ્યું છેઃ For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ છત્રીશી : ૩૨ “ગૂઢસિરસંધિપર્વ્ય, સમભંગમહીરુર્ગ ચ છિન્નરુહં | સાહારર્ણ સીર, તન્વિતીયં ચ પત્તેય | ૧૨ ||’ જેની નસો – સાંધાઓ અને ગાંઠો ગુપ્ત હોય, ભાંગવાથી ભાગ સરખા થાય, તાંતણા-રેસા ન નીકળે, છેદ્યા છતાં ફરીથી ઊગે તે અનંતકાય જાણવા; તેથી વિપરીત હોય તે પ્રત્યેક જાણવા. ૧૧૭ ઉપર જણાવ્યું એ પ્રમાણેનું લક્ષણ જેમાં ઘટતું હોય તે અનંતકાય છે, એમ સમજીને તેનો ત્યાગ કરવો. લક્ષણથી અનંતકાય સમજવા માટે બુદ્ધિની સૂક્ષ્મતા જોઈએ. બધા એ રીતે સમજી શકે એ શક્ય નથી હોતું, એટલે વ્યવહારમાં વિશેષ ઉપયોગમાં આવતા અનંતકાયનો જરૂ૨ ત્યાગ કરવો. અનંતકાય બત્રીશ છે. તેનું ટૂંક સ્વરૂપ આ પ્રમાણે છે. (૧) કંદજાતિ – જમીનમાં અંદર ઊગે તે સર્વ કંદ અનંતકાય છે. (૨) લીલી હળદર – જે હળદરનો ઉપયોગ કરવામાં આવે છે તે લીલી હોય ત્યારે અનંતકાય છે. (૩) લીલું આદું – આદું તરીકે જે પ્રચલિત છે, તેને લીલું આદું ગણાવ્યું છે. તે સુકાઈ જાય છે ત્યારે સૂંઠ કહેવાય છે. આદું (લીલું) અનંતકાય છે. (૪) સૂરણકંદ અને (૫) વજકંદ – આ બંને કંવિશેષ છે. કંદજાતિથી જુદા ગણાવવાનું કારણ અમુક રીતે તેનો ઉપયોગ વિશેષ થાય છે તે પણ ન કરવો એ છે. (૬) લીલો કચરો – કચરો લીલો હોય ત્યાં સુધી હળદર અને આદુની જેમ અનંતકાય છે. (૭) શતાવરી અને (૮) વિરાલી – શતાવરી એ વેલ થાય છે. ઔષધિમાં એ વપરાય છે. વિરાલી એ પણ વેલ વિશેષ છે. સેફાળી-ભોંયકોળું એ એનાં પર્યાય નામો છે. એ બંને અનંતકાય છે. (૯) કુંઆર – કુમારિકા, કુંઆરપાઠા નામે પ્રસિદ્ધ છે. એ આખી અનંતકાય છે. એટલે તેનાં શેલરાં પણ અનંતકાય છે. (૧૦) થોહર – થોર જુદી જુદી અનકે જાતના થાય છે. તે બધા અનંતકાય છે. (૧૧) ગિલો – ગળોની વેલ થાય છે. ઔષધિમાં એ વપરાય છે. તે કદી For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ હિતશિક્ષા મરતી નથી તેથી સંસ્કૃતમાં તેને અમૃતા કહે છે. એ અનંતકાય છે. (૧૨) લસણ – પ્રસિદ્ધ છે. સભ્ય સમાજમાં રહેનારને તેનો ત્યાગ અભીષ્ટ છે. આત્મા એના ભક્ષણથી મલિન વિચાર સેવે છે. (૧૩) વાંસકારેલા - વાંસ સંબંધી કારેલી એ અનંતકાય છે. (૧) ગાજર – પ્રસિદ્ધ છે. (૧૫) લૂણી – સાજીલૂણીની ભાજી એ રીતે ઓળખાય છે. એ અનંતકાય છે. (૧૬) લોઢી પવિની કંદ – એ કંદવિશેષ છે. . (૧૭) ગરમર – સંસ્કૃતિમાં એને ગરિકર્ણિકા કહે છે. કચ્છ-કાઠિયાવાડમાં આ વનસ્પતિ થાય છે, ને તેનો ઉપયોગ લોકો અથાણા તરીકે કરે છે. એ અનંતકાય છે. (૧૮) કિસલય - કોમળ પાંદડાં, કોઈ પણ વૃક્ષના અંકુરા અને કોમળ પત્ર અનંતકાય છે. (૧૯) ખીરસુઆકંદ – આ કંદવિશેષ છે. તેને કરૂં ખરસઈઓ કહે છે. (૨૦) થેગ – આ કંદ છે. થેગી અથવા થેગ એ નામની ભાજી થાય છે. થેગી પીંક પણ તેને કહે છે. એ અનંતકાય છે. (૨૧) હરિમોથ – મોથ લીલી હોય ત્યાં સુધી અનંતકાય છે. (૨૨) લૂણવૃક્ષની છાલ – લૂણ એ વૃક્ષવિશેષ છે, ને તેની છાલ અનંતકાય (૨૩) ખીલોડાકંદ – એ કંદવિશેષ છે. (ર) અમૃતવેલી – ગળો કરતાં જુદી. અમરવેલ નામે પ્રસિદ્ધ છે. એ અનંતકાય છે. (૨૫) મૂળા – પ્રસિદ્ધ છે. મૂળાનાં પાંચ અંગ અર્થાત્ કંદ દાંડી સહિત પાંદડાં ફૂલ-ફળ ભોગરી તરીકે પ્રસિદ્ધ છે તે) અને તેનાં બી એ સર્વ અનંતકાય છે. (૨૬) ભૂમિફોડા - ચોમાસામાં નાની દાંડી ને તેને માથે છત્ર એવા આકારના થાય છે. ઉકરડા વગેરે સ્થળે એમ ને એમ ફૂટી નીકળે છે. તેને બિલાડીના ટોપ એ નામે ઓળખાવવામાં આવે છે તે અનંતકાય છે. (૨૭) વત્થલાની ભાજી – આ એક જાતની ભાજી થાય છે. તે અનંતકાય For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ છત્રીશી: ૩૨ ૧૧૯ (૨૮) વિરૂઢાહાર – અનાજને પાણીમાં પલાળીને વધારે વખત રહેવા દેવામાં આવે તો તેમાં અંકુરા ફૂટે છે. અંકુરાવાળા એ દાણા વિરૂઢ છે, એ સર્વ અનંતકાય છે. (૨૯) પલંકા – એ ભાવિશેષ છે, ને તે અનંતકાય છે. (૩૦) સુઅરવલ – જંગલમાં મોટી વેલ થાય છે, તે અનંતકાય છે. (૩૧) કોમલ આંબલી – આંબલી કે જે કાતરાને નામે પ્રસિદ્ધ છે, તેમાં બી ઠળિયા ન આવ્યા હોય ત્યાં સુધી તે અનંતકાય છે. આંબલી જ નહિ પણ ફળ માત્ર કોમળ હોય ત્યાં સુધી અનંતકાય છે. (૩૨) આલુ – બટેટા, રતાળુ – પ્રસિદ્ધ છે. પિંડાલ-ડુંગળી, સક્કર-કંદ ઘોષાતકી અને કરીર એ બન્નેના અંકુર એ સર્વ અનંતકાય છે. આ સર્વ અનંતકાયોનો ત્યાગ કરવો. અભક્ષ્ય – અભક્ષ્ય એટલે ભક્ષણ કરવા યોગ્ય નહિ તે. જે ખાવા યોગ્ય નથી એ ખાવું તે સુજનને ન છાજે. એટલે અભક્ષ્યનો ત્યાગ કરવો. કેટલાક બકરી અને ઊંટની માફક કહેતા હોય છે કે અમારે કોઈ પણ વસ્તુ ન ખાવા જેવી નથી. પણ તેમને પરિણામની ખબર નથી એટલે એમ કહે છે. તે જીવો પણ કેટલીક ચીજો કે જે પોતાને ફાવતી નથી, માફક નથી આવતી, તે તો નથી ખાતા, અથવા ખાઈને પસ્તાય છે. ખાધા પછી સમજણ આવે ત્યારે પસ્તાવું તેના કરતાં ખાધા પહેલાં આ ખાવા યોગ્ય છે કે નહિ તેની સમજણ મેળવી લેવી હિતકારક છે. અભક્ષ્ય ચીજો ઘણી છે. તેમાં પ્રસિદ્ધ બાવીશ ચીજો છે. તે જાણીને તેનો ત્યાગ કરવાથી ઘણાંખરાં અભક્ષ્યથી બચી જવાય છે. (૧થી ૫) વડ-પારસ-પ્લક્ષ-પારસ અને લક્ષ એ બન્ને નાના-મોટા પીપળાની જાત છે. ઊંબરા અને કચુંબર – આ બન્ને ગુલર અને કાળા ઊંબરા તરીકે ઓળખાય છે. આ પાંચે ઝાડના ટેટા-ટેટીઓ એટલે નાનાં ફળો અભક્ષ્ય છે. તેમાં ઘણાં બી હોય છે. ઝીણા ઝીણા ગણતરી વગરના જીવો તેમાં ખદબદતા હોય છે. તે ખાતાં પણ ધૃણા વછૂટે For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ હિતશિક્ષા (૬થી ૯) મધ-માખણ-માંસ અને મદિરા – આ ચાર મહાવિગઈઓ કહેવાય છે. તેમાં મધ, માખણ અને મદિરામાં તેના જેવા વર્ણવાળા બે-ઇન્દ્રિય ત્રસ જીવો હોય છે. મદિરા તો પ્રકૃતિને વિકૃત કરનાર છે. માંસ મહાહિંસાથી નીપજે છે ને તેમાં જીવો સતત રહેતા હોય છે. (૧૦) હિમ – બરફ શક્ય પરિહાર છે. એ વગ૨ લાખો અને કરોડો જીવો જીવે છે. પાણીની જેમ તે જીવનમાં અનિવાર્ય નથી. એટલે તે અભક્ષ્ય છે. (૧૧) વિષ – ઝેર અનેક પ્રકારનાં છે. ઝેર એ આત્મઘાતક છે. ઝેરનું નામ સાંભળતાં પણ ઝેર ચડે છે. એ અભક્ષ્ય છે. (૧૨) કા – આકાશમાંથી જામી ગયેલા પાણીના કરા નાનામોટા પડે છે. એ અભક્ષ્ય છે. (૧૩) માટી – સર્વ પ્રકારની માટી અભક્ષ્ય છે. માટીથી અનેક પ્રકારના રોગો થાય છે. માટી ચિત્ત છે. તેમાં અસંખ્યાત જીવો રહે છે. કાંઈ ખાવાની ચીજ નથી. કેટલીક વખત અજ્ઞાન દશામાં લોકો માટી ખાય છે પણ તેથી શારીરિક અને આત્મિક બન્ને પ્રકારે નુકસાન થાય છે. (૧૪) રાત્રિભોજન – ખાવાની હરેક ચીજો રાત્રે અભક્ષ્ય છે. રાત્રિભોજનમાં જીવહિંસા મુખ્ય છે. (૧૫) બહુબીજ – કેટલાંક ફળો અંજીર જેવાં બહુબીજ છે. જે બીજો ગણી શકાય નહિ. ઝીણાં-ઝીણાં બાઝી ગયાં હોય તે સર્વ અભક્ષ્ય છે. (૧૬) અનંતકાય – બત્રીશ અનંતકાય અને બીજા પણ જેમાં અનંતકાયનું લક્ષણ ઘટતું હોય તે સર્વ અભક્ષ્ય છે. (૧૭) બોળ-અથાણું – કેરી, લીંબુ, ગુંદાં વગેરે અનેક વનસ્પતિઓનાં અથાણાં થાય છે. તેમાં જો તે તે ચીજો પૂરેપૂરી સુકાઈ ન હોય, પાણી રહી ગયું હોય તો તેમાં ભરેલા મસાલા વગેરેથી તે પાણી છૂટે છે અને તેમાં તેવા પ્રકારના સમ્પૂર્ચ્છિમ જીવો ઉત્પન્ન થાય છે. જેમાં તેવા જીવોની ઉત્પત્તિ થઈ હોય છે તે અથાણું બોળ કહેવાય છે. જીભના સ્વાદને લઈને તેવાં અથાણાં પણ વાપરતા જીવો સંકોચાતા નથી. પણ તેથી પારાવાર પાપ થાય છે, માટે તેનો ત્યાગ કરવો. (૧૮) વિદલ – કાચા ગોરસ-દહીં-દૂધ સાથે કઠોળ-દ્વિદળનું મિશ્રણ થવાથી For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ છત્રીશી : ૩૨ ૧૨૧ બેઇન્દ્રિય જીવો ઉત્પન્ન થાય છે. ને તે વિદળ કહેવાય છે. વિદળ કરીને ખાવું અભક્ષ્ય છે. (૧૯) રીંગણાં – વૃંતાક, વેંગણ એ અભક્ષ્ય છે. તે ખાવાથી મનનાં પરિણામ કલુષિત બને છે. વિકાર વધે છે. રીંગણાં ખાનારને માટે પુરાણોમાં ત્યાં સુધી કહ્યું છે કે જે રીંગણાં વગેરે ખાય છે તે મરણ વખતે પ્રભુને યાદ નહિ કરે. મને - - “યસ્તુ વૃત્તાકકાલિંગ-મૂલકાનાંચ ભક્ષકઃ । અન્તકાલે સ મૂઢાત્મા, ન સ્મરિષ્યતિ માં પ્રિયે ” રીંગણાંનું બી પેટમાં હોય ને તેને બાળવામાં આવે તો તેની ગતિ ન થાય, એમ પણ ઇતરોમાં કહેવાય છે. રીંગણાં અભક્ષ્ય છે. (૨૦) અજાણ્યાં ફળ જે ફ્ળનું નામ, ગુણદોષ ન જાણવામાં હોય તે અજાણ્યાં ફળ કહેવાય છે. તે ખાવાથી પોતાને અને ૫૨ને અહિત પહોંચે છે. કોઈ કોઈ ફળ તો એવાં ઝેરી હોય છે કે ખાવા માત્રથી પ્રાણહાનિ થાય છે. કોઈ કોઈ ફ્ળમાં અનેક જીવોની હિંસાની સંભાવના હોય છે. એટલે જે ફ્ળ જાણવામાં ન હોય તે સર્વ અભક્ષ્ય છે. (૨૧) તુચ્છલ – જેમાંથી ઘણું ફેંકી દેવાનું હોય, જે ખાવાથી પેટ ભરાતું ન હોય, લોકમાં જે ફ્ળો અસાર ગણાતાં હોય તે તુચ્છળ કહેવાય છે. બોર વગેરે તુચ્છ ફળોમાં આવે છે. તેનો ત્યાગ કરવો. એ અભક્ષ્ય છે. તેથી સ્વાદની માત્રા વધે છે. પેટમાં કાંઈ આવતું નથી, અને જીવહિંસા નકામી થાય છે. (૨૨) ચલિતરસ – જે પદાર્થો ભક્ષ્ય છે તે પણ રૂપ-૨સ-ગંધ-સ્પર્શ ફરી જાય, બદલાઈ જાય ન ગમે તેવા થઈ જાય એટલે અભક્ષ્ય થઈ જાય છે. ભક્ષ્ય પદાર્થો પણ અમુક કાળ સુધી જ ભક્ષ્ય રહે છે. આ બત્રીશ અનંતકાય અને બાવીસ અભક્ષ્ય બરાબર ખ્યાલમાં રાખીને તે છોડી દઈને ભક્ષ્ય પદાર્થોનું નિર્વાહ માટે ભક્ષણ કરનાર આત્મા ખાવા અંગેનાં પાપોથી લેપાતો નથી; ઘણો જ બચી જાય છે. બોળો. વાસી અને વિદળ ઉપરના સર્વમાં આવી જાય છે. છતાં હિતશિક્ષામાં તે જુદાં જણાવ્યાં છે તેનું કારણ છે – કે બીજાં અભક્ષ્યો કરતાં – - For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ હિતશિક્ષા લોકોમાં આ ત્રણનો પ્રચાર વિશેષ પ્રમાણમાં હોય છે. ઘણાં લોકો તેમાં દોષ છે એવું પણ સમજતાં નથી. એટલે તે ઉપર ખાસ લક્ષ્ય દોરવામાં આવ્યું [૨૯-૩૦] જૂઠું બોલવું નહિ, પારકી નિંદા કરવી નહિ – પૂર્વે ખાવાને અંગેની ઘણી શિખામણો આપી. ખાવા અંગેના દોષો જીભ કરાવે છે. એ પ્રમાણે બોલવાના દોષો પણ જીભ કરાવે છે. એટલે તે દોષો દૂર કરવા માટે તેના બે મોટા દોષો છોડવાનું કહે છે. ૧. જૂઠું બોલવું નહિ – જે વસ્તુ જે પ્રમાણે છે નહિ – બની નથી તેને તેવા રૂપે કહેવી તેથી પોતે અને તે પ્રમાણે સત્ય સમજતો સામો એ બન્ને ડૂબે છે. જૂઠું બોલવું એ પાપ છે તેમ જૂઠું સાંભળવું એ પણ પાપ છે. જૂઠું બોલવું અને એઠું ખાવું એ બંને લગભગ મળતાં છે. સજ્જન અને સભ્ય તરીકે ગણાવું હોય તો જૂઠું બોલવાનું છોડી દેવું જોઈએ. એક અસત્ય સર્વ નિયમોનો નાશ કરવા માટે બસ છે. એટલે જો કોઈ પણ નિયમ રચતો હોય તો અસત્યને પ્રથમ દૂર કરવું જરૂરી છે. એક શેઠને એક પુત્ર હતો. તે બધી વાતે પૂરો હતો. શેઠ તેને સુધારવા માટે ઘણું કરતા હતા પણ તે કોઈ રીતે સુધરતો નહિ. શેઠે તેને સારા સારા મિત્રોના સમાગમમાં મૂક્યો કે તેથી કદાચ સુધરે. તે સજ્જન મિત્રો તેને એક સાધુ મહારાજ પાસે લઈ ગયા, મુનિરાજે હિતોપદેશ આપ્યો, મિત્રોએ પણ તેને કાંઈક નિયમ લેવા માટે પ્રેરણા કરી. પેલા ભાઈએ જાણે મહારાજની એક એક વાત પોતાને રુચિ ગઈ છે તેવો દેખાવ કરીને બધાં વ્યસનો-બૂરી આદતો ત્યજી દેવાના નિયમો લીધા. મિત્રો આશ્ચર્ય પામી ગયા પણ નિયમ લેતાં પહેલાં તેણે મુનિરાજને જાણે પોતે શરમાતો ન હોય એ રીતે કહ્યું કે મહારાજ! બધા નિયમો હું લઈશ પણ એક અસત્ય બોલવાની બાધા હું નહિ લઈ શકું. એટલે એ સિવાયના બધા નિયમો મને કરાવો.' સરલ હૃદયના સાધુ મહારાજે અસત્ય બોલવા સિવાયના બધા નિયમો આપ્યા. નિયમ લઈને તે ઊઠ્યો, મિત્રો પણ ઊઠ્યા. બહાર ન આવ્યા એટલામાં તો તે ભાઈએ હતું તે પ્રમાણે જ બધું ચાલુ કરી દીધું. મિત્રોએ કહ્યું કે ભાઈ! હજુ ક્ષણ For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ છત્રીશી: ૩૨ ૧૨૩ પહેલાં તો તે નિયમો લીધા છે, ને આ શું? પણ તે ગણકારે તો ને! કેટલાક દિવસો બાદ ફરી તેને લઈને મિત્રો મુનિરાજ પાસે ગયા. મુનિરાજે ઉપદેશ આપ્યો. મિત્રોએ કહ્યું કે મહારાજ સાહેબ! આપના આપેલા નિયમોમાંથી એક પણ નિયમ આ ભાઈ પાળતા નથી. મહારાજશ્રીએ કહ્યું કે – “ભાઈ! નિયમ લઈને તોડવાથી ઘણું પાપ લાગે છે, માટે નિયમ લઈને પાળવા જોઈએ.' પેલા ભાઈએ કહ્યું કે “મહારાજશ્રી, આપશ્રી કહો છો તે સત્ય છે – પ્રમાણ છે, પણ મેં કોઈ નિયમ લીધો જ નથી, લીધો હોય તો તૂટે ને?” મુનિશ્રીએ આ સાંભળીને કહ્યું કે ભાઈ! આવું જૂઠું બોલે છે? તે દિવસે તેં કેટલા નિયમો લીધા હતા?” તેણે કહ્યું કે મહારાજશ્રી ! આપ કહો છો તે બરાબર છે, પણ મેં નિયમો લીધા ન હતા, “મને નિયમો આપો” એ જે મેં કહ્યું હતું તે તો અસત્ય કહ્યું હતું. કારણ કે “જૂઠું ન બોલવું એવો નિયમ હું કદી પણ કરતો નથી. આપને પણ મેં તે જણાવ્યું છે. મહારાજશ્રી સમજી ગયા ને તેને ઉપદેશ દેવાનો પ્રયત્ન છોડી દીધો. આમ એક જૂઠું બોલનાર માણસ કદી પણ સુધરી શકતો નથી. તેનાં દૂષણોની પરંપરા ચાલુ જ રહે છે. કારણ કે તે સત્ય કહે તો તે સુધરે ને? બીજા દુર્ગુણોની જેમ જૂઠું બોલવાનો દુર્ગુણ બાલ્યાવસ્થાથી ઘર કરી જાય છે, પછી તે દૂર કરવો ભારે થઈ પડે છે. કેટલાંક અસંસ્કારી માતાપિતાઓ બાળકને જૂઠું બોલવાની ટેવ પડાવે છે. ને પછી વખત જતાં બાળકની તે ટેવ પોતાને જ ભારે થઈ પડે છે. માણસ ક્રોધથી, ભયથી અને હાસ્યથી અસત્ય બોલે છે. જ્યારે જ્યારે જૂઠું બોલવાનો પ્રસંગે ઉપસ્થિત થાય ત્યારે જો તેનાથી બચવું હોય તો ઉપરનાં ચારમાંથી કોઈ પણ કારણ જરૂર તેના મૂળમાં હોય જ છે. તે તપાસીને તે કારણ દૂર કરી દેવું. કારણ દૂર થાય પછી જૂઠું બોલવાનું નહિ રહે અને કારણ હશે ત્યાં સુધી અસત્ય ખસશે નહિ. એક જૂઠું સો જૂઠાણાં ઊભાં કરે છે. એ સર્વ જૂઠાણાને જન્મ આપવા માટે ઘણી શક્તિનો દુર્વ્યય કરવો પડે છે. જ્યારે સત્ય બોલનારને એવું કાંઈ કરવું પડતું નથી. તેને તો ગમે ત્યારે એકસરખું કહેવું છે એટલે તેને બીજી કોઈ મૂંઝવણ રહેતી નથી. સત્ય તે પ્રકાશ છે અને અસત્ય એ અંધારું છે. સત્યના પ્રકાશમાં જે વસ્તુ જેવી હોય તેવી સ્પષ્ટ દેખાય છે અને અસત્યના અંધકારમાં ઘણાં ફંફાં મારીએ તો For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ હિતશિક્ષા પણ વસ્તુ બરાબર હાથમાં આવતી નથી. જૂઠનો સદંતર ત્યાગ કરવો. ૨. નિંદા કરવી નહિ – અસત્યની સગી બહેન નિંદા છે. નિંદા પોતાની નહિ, પારકી. ઘરની નિંદા જ્યાં હોય ત્યાં વગરબોલાવ્યે અસત્ય ઘૂસી જાય છે. નિંદાનો રસ એટલો ભયંકર છે કે તે વળગ્યા પછી છૂટી શકતો નથી, છોડવો મુશ્કેલ પડે છે. એટલે તે રસનો સ્વાદ લેવાનો લોભ જ રાખવો નહિ. નિંદા કરનારની કેવી સ્થિતિ થાય છે તે નીચેની એક વાત ઉપરથી સમજાશે. એક નગરમાં એક શેઠ હતા. શેઠ ઘણા જ ઉદાર-દાનેશ્વરી. શેઠની મોટી હવેલી પ્રખ્યાત. તેમને ત્યાં આવેલો કદી પાછો ન ફરે. શેઠની હવેલી સામે જ રસ્તાની સામી બાજુએ એક નાનું ઘર, ને તેમાં એક ડોસી રહે. ડોશી બીજું ઘણું કરે પણ તેને પારકી નિંદા કરવાની ઘણી જ બૂરી આદત. વાતવાતમાં હાલતાચાલતાં સામેના શેઠની નિંદા કર્યા કરે. સવાર-સાંજ શેઠની નિંદા ન કરે તો ડોશીને ખાધું ન પચે. લોકો ડોશીની ટેવ જાણી ગયેલાં એટલે બહુ ધ્યાન ન આપે – બોલવા દે. શેઠને પણ તેની કાંઈ પડી ન હતી. તે તો પોતાના કર્તવ્યમાં મશગુલ રહેતા. આમ વર્ષો થયાં ચાલતું. તેમાં એક દિવસ એક વિચિત્ર પ્રસંગ બની ગયો. એક પરદેશી કાપડી-મુસાફર તડકાનો તપેલો કાપડની ગાંસડી ઉપાડીને ચાલ્યો આવતો હતો, તે શેઠની હવેલી પાસે આવ્યો. શેઠ પણ બહાર બેઠા હતા. તે વખતે એક ભરવાડણ દૂધ-દહીં વેચવા આવી. શેઠે મુસાફરને બેસાર્યો. તે ભૂખ્યો ને તરસ્યો થયો હતો એટલે ભરવાડણ પાસેથી દહીં ખરીદીને મુસાફરને આપ્યું. ભરવાડણને પૈસા ચૂકવી આપ્યા. ને તે લઈને તે ચાલતી થઈ. મુસાફરે દહીં ખાધું ને તે ત્યાં ને ત્યાં મરી ગયો. અજાયો મુસાફર આમ શાથી મરી ગયો તે શેઠને પણ સમજાયું નહિ. લોકો એકઠાં થઈ ગયાં. મુસાફરની કાપડની ગાંઠડીની અને તેના શરીરની શેઠે યોગ્ય વ્યવસ્થા કરાવી. પેલી ડોશીને તો ઠીક મળી ગયું એટલે જે આવે તેને કહે કે – “જોયું? શેઠે પેલા મુસાફરને મારી નાખ્યો ને તેની ગાંઠડી ઘરમાં રાખી લીધી. આમ ને આમ પૈસા એકઠા કર્યા છે. પછી દાન ન દે તો શું કરે? આમ ડોશી નિંદા કરતી હતી. વાત એમ બની હતી કે – ભરવાડણની દહીંની હાંડલીનું ઢાંકણું પવનથી ઊડી ગયું હતું ને ઉપરની હાંડલી ખુલ્લી થઈ ગઈ હતી. તેમાં એક સમડી સાપને પડીને આકાશમાં લઈ જતી હતી. સાપના. મોઢામાંથી ગરલ ટપકતું હતું તે દહીંમાં પડ્યું. તે દહીં મુસાફરે ખાધું ને For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ છત્રીશી: ૩૩-૩૪-૩૫-૩૬ ૧૨૫ મુસાફરનું મરણ થયું. મુસાફરની હત્યા થઈ એ નક્કી, પણ એ હત્યા લાગે કોને? એ પ્રશ્ન વિચિત્ર થઈ પડ્યો. શેઠ તો દયાળુ ને દાનેશ્વરી હતા એટલે હત્યા તેને ન લાગે, ભરવાડણને તેનું ઢાંકણું ઊડી ગયું છે ને આમ બન્યું છે તેની ખબર ન હતી એટલે હત્યા તેને ન લાગે. સમડી તો પોતાનો આહાર લઈ જતી હતી ને સાપ પરવશ સ્થિતિમાં હતો, આમ મુસાફરની હત્યામાં સીધા સંપર્કમાં આવેલાં ચારે જણાં નિર્દોષ હતાં. આ સ્થિતિમાં હત્યા મૂંઝાતી હતી કે મારે કોને વળગવું તેવામાં પેલી નિંદા કરતી ડોશી તેના હાથમાં આવી. હત્યા તેને વળગી અને ડોશી કાળીયેશ જેવી થઈ ગઈ. નિંદા વગર લેવે દેવે બીજાનાં પાપો પોતાને વળગે એવી સ્થિતિ ઉત્પન્ન કરે છે, માટે પર-નિંદાનો ત્યાગ કરવો. [૩૧] હિંસાનો ત્યાગ કરવો – ઉપરની સર્વ શિખામણોની પાછળ કોઈ મહત્ત્વનો આશય હોય તો તે હિંસા છોડવાનો છે. હિંસા એ સર્વ દોષોમાં મુખ્ય દોષ છે. હિંસા છૂટી જાય તો દોષમાત્ર છૂટી જાય છે હિંસા ચાલુ છે તો બીજા દોષ હોય કે ન હોય તેની કાંઈ કિંમત નથી. એટલે હિંસાનો ત્યાગ કરવો. મનુષ્યજન્મ જો સફળ કરવો હોય તો હિંસાનાં પચ્ચકખાણ કરવાં – હિંસા જ બધાં પાપ કરાવે છે. જેટલે અંશે હિંસાનો ત્યાગ તેટલે અંશે ધર્મ - અને હિંસાની વૃદ્ધિ જેટલી તેટલી પાપની વૃદ્ધિ. હિંસાનો સર્વથા – સદત્તર - સદાને માટે ત્યાગ તેનું નામ મોક્ષ. હવે છેલ્લી ચાર કડીમાં મનુષ્યજન્મ સફળ કરવાની કેટલીક શિખામણો કહીને આ ઉપયોગી ને સરળ ગ્રંથની પૂર્ણાહુતિ કરવામાં આવે છે. (૩૩-૩૪-૩૫-૩૬ વ્રત-પચ્ચખ્ખાણ ધરી ગુરુહાથે, તીરથયાત્રા કરીએજી; પુણ્ય ઉદય જો મોટો પ્રગટે, તો સંઘવીપદ ધરીએ. સુણજો સજ્જન રે. ૩૩ For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ મારગમાં મન મોકળું રાખી, બહુવિધ સંઘ જમાડોજી; સુરલોકે સુખ સઘળાં પામે, પણ નહિ એહવો દહાડો. ૩૪ સુણજો સજ્જન રે. તીરથ તારણ શિવસુખકારણ, સિદ્ધાચલ ગિરનારેજી; પ્રભુભક્તિ ગુણશ્રેણે ભવજળ, તરીએ એક અવતારે. સુણજો સજ્જન રે. લૌકિક લોકોત્તર હિતશિક્ષા-છત્રીશી એ બોલીજી; પંડિત શ્રીશુભ-વીરવિજયમુખ-વાણી મોહન વેલી. સુણજો સજ્જન રે. હિતશિક્ષા ૩૫ (૧) ગુરુમહારાજની પાસે વ્રત-નિયમ લેવાં. (૨) તીર્થયાત્રા કરવી. (૩) સંઘ કાઢવો. (૪) સંઘજમણ કરી-સાધર્મિક ભક્તિ કરવી. (૫) સિદ્ધાચલજી, ગિ૨ના૨ ૫૨ વિશેષે પ્રભુભક્તિ કરવી. For Personal & Private Use Only ૩૬ [૩૨] વ્રત-નિયમ લેવાં – નાનાં કે મોટાં કોઈ પણ વ્રત-નિયમ લેવાં હોય તો તે ગુરુમહારાજ પાસે લેવાં. સંઘ સમક્ષ નાણ મંડાવીને વ્રત લેવાં એ નરજન્મનો એક લ્હાવો છે. બાર વ્રતધારી શ્રાવક બનવું એ જીવનનું ઉત્તમ કાર્ય છે. આનંદ, કામદેવ વગેરેએ તીર્થંકર પરમાત્માને હાથે વ્રત લીધાં હતાં, તેમનાં નામ શાસ્ત્રોમાં લખાયાં છે. ગુરુમહારાજને હાથે વ્રત લેનાર પણ ધન્ય બની જાય છે. બ્રહ્મચર્યવ્રત લેવું ને પાળવું. બ્રહ્મચર્ય વ્રત લેનારા ભાગ્યશાળીઓ ભીમશ્રાવક, પેથડકુમાર વગેરે પણ નામ રાખી ગયા છે. મોટાં વ્રત ન લઈ શકાય તેમ હોય તો પોતાની શક્તિ ગોપવ્યા વગર નાના નાના નિયમો લેવા. નિયમ વગર માણસ પશુ કરતાં પણ નપાવટ છે. ગુરુમહારાજને હાથે લીધેલો નિયમ સારી રીતે પાળી શકાય છે. નિયમ નિર્વિઘ્ને પાળવામાં સારા ગુરુનો પુણ્યપવિત્ર હાથ પૂર્ણ સહાય કરે છે. કમલ એક શેઠનો પુત્ર હતો. તેણે ઘણા પ્રયાસોને અંતે ગુરુમહારાજ પાસે એક હસવા જેવો નિયમ લીધો. પણ નિયમ લઈને દૃઢપણે તે પાળ્યો. Page #134 -------------------------------------------------------------------------- ________________ છત્રીશી: ૩૩૩૪-૩૫-૩૬ ૧૨૭ ને તે તેને ફળ્યો. તેણે નિયમ લીધો હતો કે પોતાના ઘરની બાજુમાં રહેતા કુંભારની યલ જોઈને ખાવું. યલ ન જોવે તો ભોજન બંધ. પોતે જ્યારે ઊઠે ત્યારે કુંભાર પોતાના ચોકમાં વાસણ ઘડતો હોય એટલે ઊઠતાંવેંત બારીમાંથી સીધાં કુંભારની યલનાં દર્શન થઈ જાય. આ નિયમ પાળવામાં તેને કાંઈ કરવું પડતું ન હતું. યલ દેખાવી તે તો સ્વાભાવિક હતું. પણ એક દિવસ કુંભાર સવારમાં વહેલો માટી લેવા માટે જંગલમાં ચાલ્યો ગયો હતો. કમલ મોડો ઊઠ્યો ત્યારે તેના દેખવામાં કુંભાર ન આવ્યો. ઠીક, પછી ટાલ જોઈ લઈશું કહીને તે પોતાની બીજી પ્રવૃત્તિમાં જોડાઈ ગયો. ખરે બપોરે જમવા બેઠો ત્યારે તેને નિયમ સાંભર્યો. તે તરત જ ઊઠ્યો ને ગયો કુંભારને ઘરે. ત્યાં જઈને પૂછ્યું તો કુંભાર જંગલમાં માટી લેવા ગયેલ છે ને સાંજે આવશે એમ જવાબ મળ્યો, એટલે તે ગયો જંગલમાં જ્યાં કુંભાર માટી ખોદતો હતો. ત્યાં એવું બન્યું હતું કે માટી ખોદતાં ખોદતાં સોનામહોરથી ભરેલો ચરુ નીકળ્યો હતો ને કુંભાર વિચારમાં પડી ગયો હતો કે આને કેમ લઈ જવો. એટલામાં કમલ ત્યાં આવ્યો ને યલ જોઈને પાછો ફર્યો. તેને કક્કીને ભૂખ લાગી હતી. કુંભારને લાગ્યું કે આ જોઈ ગયો છે – તે જઈને રાજાને વાત કરશે તો મારા હાથમાં કાંઈ નહિ આવે, એટલે તેણે જોરથી પેલાને બૂમ મારી. કમલે જવાબ દીધો કે જોયું જોયું કુંભારની શંકા મજબૂત થઈ. તે તેની પાછળ દોડ્યો ને કમલને બોલાવી લાવ્યો. અડધોઅડધ આપવાની વાત કરી. વગપ્રયાસે કમલને અઢળક ધન મળ્યું પણ તેના હૃદયમાં કાંઈ જુદું જ મંથન ચાલ્યું. તેને થયું કે આવો મશ્કરી કરવા જેવો નિયમ પણ ફળ આપે છે તો સાચા ભાવે સુંદર નિયમો લીધા હોય તો શું ફળ ન આપે! ત્યારથી તે સુધરી ગયો ને ગુરુમહારાજ પાસે સુંદર નિયમો લઈને દઢતાપૂર્વક પાળીને સદ્ગતિ પામ્યો. નિયમ નાનો કે મોટો ગમે તેવો લેવો પણ તે અણીશુદ્ધ પાળવો. નિયમ લેવા કરતાં પાળવામાં તેની મહત્તા છે. નિયમનું પાલન એ ફળે છે, તેમાં શિથિલતા ન આવવી જોઈએ; માટે જાતે નિયમ ન લેતાં ગુરુ હાથે નિયમ લેવા ઉપર ભાર મૂકવામાં આવે છે. માનવજન્મ સફલ કરવા માટે એક તો એક, પણ નિયમ ગુરુમહારાજ પાસે લેવો. For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ હિતશિક્ષા [૩૩] તીર્થયાત્રા કરવી – નાના કે મોટા, નજીકના કે દૂરના તીર્થની વિધિપૂર્વક જીવનમાં એક યાત્રા કરવી. એક યાત્રા કરવી એટલે વધુ યાત્રા ન કરવી એમ નહિ, – એક તો જરૂર કરવી. એક તો એક પણ એ યાત્રા એવી કરવી કે એ જીવનભર યાદ આવે. મરણ સમયે પણ તેની યાદી નજર સામે તરવરે. તીર્થયાત્રાથી આત્માનાં ઘણાં પાપો ખપી જાય છે. “અવસ્થાને કૃતં પાપં, તીર્થસ્થાને વિમુચતિ - બીજે સ્થળે કરેલાં પાપો તીર્થસ્થાનકમાં છૂટે છે. એટલે યાત્રા કરવા જનારે પોતાના વર્તનમાં એટલી તકેદારી જરૂર રાખવી કે અહીં તીર્થસ્થાનમાં પાપ છોડવા આવ્યા છીએ. નહિ કે બાંધવા. જો તીર્થમાં પણ પાપપ્રવૃત્તિ ચાલુ રહી તો તે છોડવાનો બીજો કોઈ ઉપાય નથી. તે તો ભોગવ્યે જ છૂટકો. તીર્થે બાંધેલું પાપ વજલેપ થઈ જાય છે. એટલે તીર્થયાત્રા એવી કરવી કે જેમાં પાપબંધને અવકાશ ન રહે. [૩૪]. સંઘ કાઢવો – તીર્થયાત્રા કરતાં એવો ભાવ જાગે કે ક્યારે સંઘ સાથે તીર્થયાત્રા કરીએ. પુણ્ય-ઉદય જાગે ને સુકૃતની લક્ષ્મી પ્રાપ્ત થાય એટલે છરી પાળતો સંઘ કાઢવાનો લાભ મળે. ગુરુમહારાજ સાથે ખુલ્લે પગે ચાલતાં ચાલતાં તીર્થાધિરાજ તરફ આગળ વધતા હોઈએ, એકાશનનું તપ હોય, ભૂમિ પર સંથારો કરવાનો હોય, બ્રહ્મચર્યનું વિશુદ્ધ પાલન થતું હોય, સવાર-સાંજ આવશ્યકકરણીની આરાધના ચાલતી હોય. સચિત્તનો ત્યાગ હોય. એ રીતે સંઘ કાઢ્યો હોય. તીર્થ નજીક આવે, તીર્થના જયજયકારથી ગગન ગાજી ઊઠે. તીર્થયાત્રા થાય. તીર્થમાળા પહેરાય. સંઘપતિની-સંઘવીની પદવી મળે. જીવન ધન્ય બને – કૃતકૃત્ય બને. એવી ભાવના રાખવી. સંયોગ હોય તો ભાવના. સાર્થક-સફળ કરવી. સંઘવીપદની પ્રાપ્તિ થવી એ મોટા પુણ્ય-ઉદયની નિશાની છે. [૩૫] સંઘજમણ કરવું – સંઘ કાઢ્યો હોય, માર્ગમાં એક ગામથી બીજે ગામ For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ છત્રીશી : ૩૩-૩૪-૩૫-૩૬ ૧૨૯ પડાવ નખાતા હોય, ગામે-ગામના સંઘો આવ્યા હોય, સંઘભક્તિ થતી હોય ત્યારે સંઘપતિએ મનને વિશાળ રાખવું. ગમે તે જમી જાય, જે ખાઈ જશે તે સંઘની અને જૈન શાસનની અનુમોદના કરશે. એમ સમજીને ખવરાવવામાં સંકોચ ન કરવો. સંઘ કાઢવા પછી ઘણો ખર્ચ થાય છે – ઘણો ખર્ચ થાય છે, એ પ્રમાણે વિચારવું નહિ. એથી નુકસાન થાય છે. માર્ગમાં જ્યાં સંઘે સ્થિરતા કરી હોય ત્યાં પણ કાંઈ જરૂ૨ જેવું જણાય તેમાં યથાશક્તિ લક્ષ્મીનો સદ્યય કરીને સુકૃતની કમાણી કરવામાં ઢીલ ન કરવી. એથી સંઘ ઘણો દીપે છે. સંઘ કાઢીને જો ધન ગણવાની મનોવૃત્તિ ઉપર કાબૂ ન આવે તો કેટલીક વખત પાછળથી તેનાં પરિણામ સુંદર આવતાં નથી અને તેવા પરિણામથી સ્વ-૫૨ હાનિ થાય છે. માટે માર્ગમાં મન સંકુચિત ન રાખતાં મોકળું-વિશાળ રાખવું. દેવલોકમાં બધી વાતો બની શકે છે પણ આ પ્રમાણે સંઘ-ભક્તિ કરવાની કરણી થઈ શકતી નથી, તે તો નરજન્મમાં શક્ય છે. માટે તેમાં ઉલ્લાસની ઓછાશ ન થાય તે માટે પૂરતી કાળજી રાખવી. [3] મહાતીર્થમાં પ્રભુભક્તિ વિશેષે કરવી – ઉપર પ્રમાણે સંઘ સાથે શ્રી સિદ્ધાચલજી મહાતીર્થં જઈએ, ત્યાં યાત્રા કરીએ ત્યારે ભાવોલ્લાસ જાગે કે આ તીર્થાધિરાજ ભવજલને તરવા માટે તરણી સમાન છે. મોક્ષસુખનું અનન્ય કારણ છે. અહીંના અણુએ અણુ પવિત્ર છે. કાંકરે કાંકરે અનંત આત્માઓ મોક્ષ પામ્યા છે. આ ક્ષેત્રની મહામંગલકારતા અજોડ છે. ત્રણે જગતમાંચૌદે રાજલોકમાં આના જેવું અન્ય કોઈ ક્ષેત્ર નથી – તીર્થ નથી. એ પ્રમાણે ભાવનાનું પૂર ચડતું હોય ને પ્રભુને ભેટવા માટે પગથિયાં ચડાતાં હોય ત્યારે આત્મા એવી તો કર્મની નિર્જરા કરે કે કદી પણ એવી નિર્જરા તેણે ન કરી હોય. પ્રભુનાં દર્શન થાય. પ્રભુની ભક્તિ કરવાનો અવસર મળે. સંઘ વચ્ચે પહેલી પૂજા કરવાની બોલી બોલાતી હોય ત્યારે આત્મા એવી તૈયારી કરીને બેઠો હોય કે તે લાભ શક્તિ હોય તો ન જવા દે. પહેલી પૂજાનો લાભ તેને મળે. તે પૂજા કરે ત્યારે ૫રમાત્માની સાથે એવો એકતાર બની જાય કે ગુણસ્થાનકની શ્રેણીએ ચડે, ક્ષપક શ્રેણીએ ચડે. જો એ સીડી હાથમાં આવી જાય તો પછી બાકી શું રહે! ત્યાં ને ત્યાં બેડો For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ હિતશિક્ષા પાર, ફરી કાંઈ કરવાનું ન રહે. એક જ અવતારે – તે જ જન્મમાં ભવનો. અંત સાધીને અનંત સુખ મેળવે. એ ન બને તો પણ એ પ્રમાણે આગળ વધતા આત્માને ત્રણ અને વધુમાં વધુ સાત-આઠ ભવ બાકી રહે. તેથી વિશેષ તેને સંસારમાં પરિભ્રમણ કરવાનું ન હોય. આ લાભની પાસે સંસારની એવી કઈ ચીજ છે કે જેનો આત્મા મોહ રાખે? જો સંસારની કોઈ પણ ચીજનો. મોહ રાખ્યો તો ઉપરનો લાભ નહિ મળે. માટે તીર્થરાજને ભેટતાં એ મોહ નસાડી મૂકવો. સર્વસ્વ તીર્થને ચરણે સમર્પણ કરી દેવું. એવું સમર્પણ કરનાર અજર-અમર બને છે. શ્રેય સાધે છે. આ પ્રમાણે લૌકિક એટલે વ્યવહારમાં ઉપયોગી હિતશિખામણો અને લોકોત્તર કહેતાં મોક્ષમાર્ગમાં સીધેસીધી ઉપયોગી હિતશિખામણો સમજાવતી છત્રીશ કડીઓની હિતશિક્ષા-છત્રીશી કહી. પંડિત શ્રી શુભવિજયજી ગણિવર્યના શિષ્ય પંડિત શ્રી વીરવિજયજી ગણિવર્યના મુખથી નીકળતી વાણી એ મોહનવેલ જેવી મનોહર અને મિષ્ટ છે, આત્માને હિતકર છે. કારણ કે એ વાણી શ્રી વીરપરમાત્માના આગમને અનુસરનારી છે. સજ્જનો આ સાંભળજો, હૃદયમાં ઉતારજો અને હિતને આચરીને શાશ્વત સુખના ભાગી બનજો. કે સમાપ્ત . ઇતિ ઉભયસાધારણ હિતશિક્ષા સંપૂર્ણ ઈતિ હિતશિક્ષાછત્રીશી સમાપ્તા For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ પંડિત શ્રી વીરવિજ્યજીકૃત હિતશિક્ષા-છત્રીશી સાંભળજો સજ્જન નર-નારી, હિતશિખામણ સારીજી; રીસ કરે દેતાં શિખામણ, ભાગ્યદશા પરવારી – સુણજો સજ્જન રે, લોકવિરુદ્ધ નિવાર; સુણજો સજ્જન હૈ જગત વડો વ્યવહાર. મૂરખ બાલક જાચક વ્યસની, કારુ ને વળી નારુજી; જો સંસારે સદા સુખ વંછો તો, ચોરની સંગત વારુ. વેશ્યા સાથે વણજ ન કરીએ, નીચશું નેહ ન ધરીએ જી; ખાંપણ આવે ઘર ધન જાવે, જીવિતને પરહરીએ. દુશ્મન શું ૫૨ના૨ી સાથે, તજીએ વાત એકાંતેજી; માત બહેન શું મારગ જાતાં, વાત ન કરીએ રાતે. રાજા રમણી ઘરનો સોની, વિશ્વાસે નવ રહીએ જી; માત-પિતા-ગુરુ વિણ બીજાને, ગુહ્યની વાત ન કહિએ. અણજાણ્યાં શું ગામ ન જઈએ, ઝાડ તળે નિવ વસીએ હાથી ઘોડાં ગાડી જાતાં દુર્જનથી દૂર ખસીએ : ૧ : સુ કામ વિના ૫૨ ઘ૨ નવિ જઈએ, આળ-જાળ ન દીજે જી; બળિયા સાથે બાથ ન ભરીએ, કુટુંબ કલહ નિત કીજે. ૪ : સુ : ૨ : સુ For Personal & Private Use Only : ૩ : સુ : ૫ : સુ : ૬ : રમત કરતાં રીસ ન કરીએ, ભય મારગ નવિ જઈએ જી, બે જણ વાત કરે જિહાં છાની, તિહાં ઊભા નવિ રહીએ.: ૮ : સુ૰ જી, : ૭ : સુ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ હિતશિક્ષા હુંકારા વિણ વાત ન કરીએ, ઇચ્છા વિણ નવ જમીએજી; ધન વિદ્યાનો મદ પરિહરીએ, નમતા સાથે નમીએ. : ૯: સુ. મૂરખ જોગી રાજા પંડિત, હાંસી કરી નવી હસીએ જી; હાથી વાઘ સર્પ નર વઢતાં, દેખીને દૂર ખસીએ. : ૧૦ : સુ. કૂવા કાંઠે હાંસી ન કરીએ, કેફ કરી નવિ ભમીએજી; વરો ન કરીએ ઘર વેચીને, જૂગટડે નવિ રમીએ. ' : ૧૧ : સુ. ભણતાં ગણતાં આળસ તજીએ, લખતાં વાત ન કરીએજી; પરહતે પરદેશ દુકાને, આપણું નામ ન ધરીએ. : ૧૨ : સુત્ર નામું માંડો આળસ ઠંડી, દેવાદાર ન થઈએ જી; કષ્ટ ભયાનક થાનક વરજી, દેશાવર જઈ રહીએ. : ૧૩ : સુ ધનવંતોને વેશ મલિનતા, પગશું પગ ઘસી ધોવેજી; નાપિત ઘર જઈ શિર મૂંડાવે, પાણીમાં મુખ જોવે. : ૧૪ : સુ નાવણ દાતણ સુંદર ન કરે, બેઠો તરણાં તોડજી; ભુંએ ચિત્રામણ નાગો સૂએ, તેને લક્ષ્મી છોડે. : ૧૫ : સુ માતાચરણે શિશ નમાવી, બાપને કરીય પ્રણામો જી; દેવગુરુને વિધિએ વાંદી, કરે સંસારનાં કામો. : ૧૬ : સુ. બે હાથે માથું નવિ ખણીએ, કાન નવિ ખોતરીએજી; ઊભા કેડે હાથ ન દીજે, સામે પૂરે ન કરીએ. : ૧૭ : સુ. તેલ તમાકુ દૂરે તજીએ, અણગળ જળ નવિ પીજે; કુલવંતી સતીને શિખામણ, હવે નરભેળી દીજે. : ૧૮ : સુ સસરો સાસુ જેઠ જેઠાણી, નણદી વિનય મ મૂકોજી, શાણપણે શેરી સંચરતાં, ચતુરા ચાલ મ ચૂકો. : ૧૯ : સુ. નીચ સાહેલી સંગ ન કીજે, પરમંદિર નવિ ભમીએજી: રાત્રિ પડે ઘરબાર ન જઈએ, સહુને જમાડી જમીએ. : ૨૦ : સુ. For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ હિતશિક્ષા-છત્રીશી ધોબણ માલણ ને કુંભારણ, જોગણ સંગ ન કરીએ જી; સહેજે કોઈક આળ ચડાવે, એવડું શાને કરીએ. નિજ ભરતાર ગયો દેશાવર, તવ શણગાર ન ધરીએ જી; જમવા નાતિ વચ્ચે નવ જઈએ, દુર્જન દેખી ડરીએ. ૫૨શેરી ગરબો ગાવાને, મેળે ખેલે ન જઈએજી; નાવણ ધોવણ નદીકિનારે, જાતાં નિર્લજ્જ થઈએ. ઊપડતે પગે ચાલ ચાલીજે, હુન્નર સહુ શીખીજેજી; સ્નાન સુવર્ડ્સે રસોઈ કરીને, દાન સુપાત્રે દીજે. શોક્યતણાં લઘુ બાળક દેખી મ ધરો ખેદ હિયામેં જી; તેહની સુખ શીતલ આશિષે, પુત્રતણાં ફળ પામે. બાર વરસ બાળક સુ૨ડિમા, એ બે સિરખાં કહિએ જી; ભક્તિ કરે સુખ લીલા પામે, ખેદ કરે દુઃખ લહીએ. નરનારી બેહુને શિખામણ, મુખલવરી નિત હસીએ જી; નાતિ સગાનાં ઘર ઠંડીને, એકલડાં નવ વસીએ. વમન કરીને ચિંતાજાળે, નબળે આસન બેસીજી; વિદિશે દક્ષિણદિશિ અંધારે, બોટ્યું પશુએ પેસી. અણજાણ્યે ઋતુવંતી પાત્રે, પેટ અજીરણ વેળાજી; આકાશે ભોજન નિત કરીએ, બે જણ બેસી ભેળા. અતિશય ઊનું ખારું ખાટું, શાક ઘણું નિત ખાવું જી; મૌન પણે ઊઠીંગણ વરજી, જમવા પહેલાં નાવું. ધાન્ય વખાણી, વખોડી ન ખાવું, તડકે બેસી ન જમવું માંદા પાસે રાત તજીને, નરણાં પાણી ન પીવું. કંદમૂલ અભક્ષ્ય બોળો, વાસી વિદળ તે વર્ષોંજી; જૂઠ તો પરનિંદા હિંસા, જો વળી નરભવ સરજો. વ્રત-પચ્ચક્ખાણ ધરી ગુરુહાથે, તીરથયાત્રા કરીએજી; પુણ્ય ઉદય જો મોટો પ્રગટે, તો સંઘવીપદ ધરીએ. For Personal & Private Use Only : ૨૧ : સુ ૧૩૩ : ૨૨ : સુ : ૨૩ : સુ : ૨૪ : સુ : ૨૫ : સુ : ૨૬ : ૩૦ : ૨૭ : સુ : ૨૮ : સુ : ૨૯ : ૦ : ૩૦ : સુ જી; : ૩૧ : સુ : ૩૨ : સુ : ૩૩ : સુ Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ હિતશિક્ષા મારગમાં મન મોકળું રાખી, બહુવિધ સંઘ જમાડોજી; સુરલોકે સુખ સઘળાં પામે, પણ નહિ એવો દહાડો. : ૩૪ : સુ તીરથ તારણ શિવસુખકારણ, સિદ્ધાચલ ગિરનારેજી; પ્રભુભક્તિ ગુણશ્રેણે ભવજળ, તરીએ એક અવતારે. : ૩૫ : સુ લૌકિક લોકોત્તર હિતશિક્ષા-છત્રીશી એ બોલીજી; પંડિત શ્રી શુભ-વીરવિજયસુખ-વાણી મોહન વેલી. : ૩૬ : સુ. For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only