________________
૧૧૦
હિતશિક્ષા
થાળીમાં સાથે ભોજન કરવાથી પ્રેમની વૃદ્ધિ થાય છે એમ માનીને કેટલાક એમ કરે છે, પણ એમ કરવાથી પ્રેમની વૃદ્ધિ થાય કે ન થાય પણ રોગની વૃદ્ધિ થવાની સંભાવના જરૂર છે. મોટા રોગવાળાને માટે તો ખાસ અલગ જમવાનું રાખવામાં આવે છે. કેટલીક વખત જો જમનાર આવડત વગરના હોય તો દુગંછનીય વાતાવરણ કરી મૂકે છે. તેમાં પણ ભેળા જમવામાં એ દુગંછા મનને ખરાબ કરે છે. કેટલાકને ખાતાં આવડતું નથી હોતું, તેઓ અડધું ખાય છે અને અડધું વળી નીચે નાખે છે. ખાતાં ખાતાં તેમનાં હાથ-મોં એવાં તો ખરડાય છે કે જો તે સમયનું તેનું ચિત્ર દોરી લીધું હોય તો જોવા જેવું થાય. એવાઓ સાથે ભેળા જમવાથી ભોજન બગડે ને ક્યારેક તો ઉપદેશ દેવા જતાં સામો વાનરવૃત્તિનો હોય તો ઉપદેશ પણ ભારે પડે. એટલે ધર્મ, આરોગ્ય અને વ્યવહારની દૃષ્ટિએ ભેળા જમવું એ ઉચિત નથી.
[૧૫]. અતિશય ઊનું ખાવું નહિ – અત્કૃષ્ણ મારુત પ્રકોપયતિ – અતિશય ઊનું ખાવાથી વાયુનો પ્રકોપ થાય છે. કેટલાકને ઘણું જ ગરમ ગરમ ખાવાની ટેવ હોય છે. ચૂલા ઉપરથી ઊતરે ને ખાવું તેમાં કેટલાક ગૌરવ અનુભવતા હોય છે પણ ખરેખર એ અજ્ઞાન છે – એથી ફાયદો કાંઈ નથી – આરોગ્યને ઊલટું નુકસાન થાય છે. ચા જેવાં પીણાં તો જીભ દાઝે એ પ્રમાણે કેટલાક પીએ છે. તેથી આંતરડાં અને દાંત ખરાબ થાય છે. દાંતના ઘણાખરા રોગોનું કારણ આ અતિ ઊનું ખાવાપીવાની ટેવ છે. અતિ ઊનું ન ખાવું એ પ્રમાણે અતિ ટાઢું પણ ખાવું નહિ. અતિશય વાસી ખાવાથી પણ નુકસાન થાય છે. એટલે મધ્યમ સ્થિતિનું ભોજન કરવું હિતકારક છે.
[૧૬] અતિશય ખારું ખાવું નહિ – વધુ પડતું ખારું ખાવાથી આંતરડાં નબળાં પડી જાય છે. વધારે પડતા ખારથી અતિસાર-સંગ્રહણી જેવા વ્યાધિઓ થાય છે. ખારું વિશેષે ખાવાથી વીર્યને ધક્કો પહોંચે છે. કેટલાક ખાર એવા હોય છે કે તેથી રસ ઊતરવાનો વ્યાધિ થાય છે. ભોજન અને માણસ મીઠા વગરનાં હોય એ ગમતાં નથી, તે જ પ્રમાણે વધારે પડતા મીઠાવાળાં હોય તે પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org