________________
છત્રીશી: ૨૮-૩૧
૧૭
પશુએ બોટેલું જમવું નહિ – પશુએ બોટેલું અભડાઈ જાય છે. અપવિત્ર થાય છે. એ ખાવાથી શરીરમાં અપવિત્રતા આવે છે એટલું જ નહિ, લોહીમાં પણ અપવિત્રતા પ્રવેશે છે કે જે કાઢવી મુશ્કેલ છે. ખાતાં ખાતાં કોઈ એમ કહે કે આ તો પશુએ બોટેલું છે, તો મનને કેવી ખરાબ અસર પહોંચે છે એ જ સૂચવે છે કે પશુનું બોટેલું ખાવું નહિ.
એક વખત કેટલાક બ્રાહ્મણો જમવા એકઠા થયેલા. જમણ બધું તૈયાર થઈ ગયેલું ને એવામાં એક લાલ કૂતરું – આવીને લાડવાને બોટી ગયું. એક તો પશુ અને તેમાં પણ કૂતરું – એટલે પવિત્રતાની ટોચ ઉપર રહેલા વિપ્રો વિચારમાં પડી ગયા. લાડવા વગરનું ભોજન-જમણ કેવું! બોટેલો થોડો ભાગ તો દૂર કર્યો પણ બીજાનું શું? આ તો આખો ચોકો અપવિત્ર થયો ગણાય, એટલે ગંભીર ચર્ચા ચાલી. તેમાં એક ઠીક ઠીક વિદ્વાન પંડિત ગણાતા વિપ્રવર્તે વેદવાક્ય જેવું એક વાક્ય ઉચ્ચાર્યું ને તેથી સર્વના મનનું સમાધાન થઈ ગયું અને ભોજનવિધિ શાંતિથી પતી ગયો. નવી તરખડ ન કરવી પડીને નુકસાન બચી ગયું. એ વાક્ય આ પ્રમાણે હતું – “રક્ત કુત્ત સદા પવિત્ત" લાલ કૂતરું હંમેશાં પવિત્ર હોય છે. કાળું કૂતરું અપવિત્ર અને લાલ કૂતરું પવિત્ર, પવિત્ર કૂતરાથી અપવિત્ર ન બને .
આ વાત છે જરા જુદા પ્રકારની, પણ તેમાં પશુએ બોટેલું ન ખવાય એ હકીકતની પુષ્ટિ છે.
[૧૦] અજાણી ચીજ ખાવી નહિ, અજાણે પાત્રે ખાવું નહિ – જે ચીજ આપણે જાણતાં નથી, તે ખાવાથી કોઈ કોઈ વખત પ્રાણ જવાનો પણ પ્રસંગ આવી જાય છે. જે ચીજ ખાવાની છે, તે ભક્ષ્ય છે કે અભક્ષ્ય, પોતાની પ્રકૃતિને અનુકૂળ છે કે પ્રતિકૂળ, અનુરૂપ છે કે વિરૂપ વગેરે સર્વ વિચારીને-સમજીને ખાવી. પોતે એવી સ્થિતિમાં હોય કે ખાવાની ચીજનું જ્ઞાન મળી શકે તેમ ન જ હોય ત્યારે તેના જાણકાર જો પૂરા વિશ્વાસુ હોય તો તે દ્વારા ખાવી, પણ એ બેમાંથી એકે શક્ય ન હોય તો ન ખાવી. અજાણ્યાં ફળ ન ખાવાના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org