________________
હિતશિક્ષા
ખામી આવી છે એમ સમજજો. એ પ્રમાણે કહીને તે બન્ને ચીજો આપીને સતીએ પતિને વ્યથાપૂર્વક વિદાય આપી.
દેશ-પરદેશ સંચરતાં તે એક કામી દેશમાં આવી ચડ્યો. ત્યાંનો રાજા ખૂબ જ સ્ત્રીલંપટ હતો. તે દેશમાં તે સાધારણ કામ કરીને રહેવા લાગ્યો. દૂધ ને કમળને જોઈને તે રોજ આનંદ અનુભવે. સવાર-સાંજ મંદિરે દર્શન કરવા જાય ત્યારે તે બન્ને ચીજો બહાર મૂકી રાખે. રાજા સવારે શિકારે જાય અને સાંજે પાછો ફરે. રાજાનો રસ્તો આ મંદિર પાસેથી જ પસાર થાય. સવારે અને સાંજે બરાબર તે દૂધ અને કમળને જોવે અને વિચાર કરે કે – આવું સુંદર ફૂલ કોનું છે અને ક્યાંથી આવે છે? રાજા ઊભો રહ્યો અને જ્યારે પેલો બહાર નીકળ્યો ત્યારે તેને બોલાવીને પોતાના આવાસે લઈ ગયો અને બધી હકીકત પૂછી. ભોળે ભાવે તેણે બધી વાત કહી દીધી. કામી રાજાની. વાસના વધી ગઈ અને રાજાએ તેને જેલમાં પૂરી દીધો. રાજાએ ચાર જણને તૈયાર કરીને પેલી સ્ત્રીને પકડી લાવવા મોકલ્યા. જે ખર્ચ થાય તે કરીને પણ તેને લઈ આવવાની છૂટ આપી. ચારે જણા સતી રહેતી હતી તે નગરમાં આવ્યા અને બરાબર તેના મકાનની સામે જ મકાન લઈને મુકામ કર્યો. ધીરે ધીરે બારીમાં ઊભા રહીને પેલી સ્ત્રીનો પરિચય તેઓ સાધવા લાગ્યા. સામાઓના મનની મેલી મુરાદ સતી સ્ત્રીના જાણવામાં આવી ગઈ, છતાં તેણે સાવધાનતાપૂર્વક તેઓનો પરિચય જારી રાખ્યો. તે સ્ત્રીના રૂપ-સૌન્દર્યને નીરખીને ચારે જણા તેના ઉપર મોહી પડ્યા અને અનુચિત માગણી કરવા લાગ્યા. વાતવાતમાં તેઓની પાસેથી કેટલીક રકમ કઢાવીને દરેકને પોતાના ઘરે જુદે જુદે સમયે આવવાની મુદત આપી. તે દરમિયાન તેણે પોતાના ઘરમાં એક ખૂબ ઊંડો ખાડો ખોદાવીને ચારે બાજુ છો અને તળિયે ઝીણી રેતી પથરાવીને તૈયાર કરાવ્યો. તેના ઉપર પાટી વગરનો પલંગ પાથરી રાખ્યો ને અનુક્રમે ચારે જણા આવ્યા ત્યારે તેને તે ઘરના ઓરડામાં પલંગ પર બેસવાનું કહીને પોતે તૈયાર થઈને આવે છે એમ જણાવ્યું. એ પ્રમાણે ચારે જણા ઊંડા ખાડામાં જઈ પડ્યા. તેઓની સર્વ મિલકત પોતે કબજે કરી લીધી અને તેમની પાસેથી બધી વાત જાણી લીધી. પોતાનો પતિ સંકટમાં આવી પડ્યો છે તે જાણીને તેને ઘણું દુઃખ થયું. તેને છોડાવવા માટે તે તૈયાર થઈ. ચારેને માટે મોટી મોટી પેટીઓ વ્યવસ્થાવાળી તૈયાર કરાવી તેમાં પૂરીને પોતે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org