________________
૫૪.
હિતશિક્ષા
છતાં તેના પગની ખોડ કાયમ રહી ગઈ. કહેવાય છે કે તે ખોડને કારણે તે લંગડો કહેવાયો. તેનું આખું નામ પણ એ લંગડાની અટક સાથે પ્રસિદ્ધ છે – તૈમૂર લંગડો.
શ્રી પ્રાપ્ત કરવા માટે અને મળેલી શ્રી ટકાવી રાખવા માટે પગથી પગની મિત્રતા વધારવાની ટેવ ત્યજી દેવી જરૂરી છે.
પગને લગતી એક-બે બીજી પણ કુટેવો ભાગ્ય વધારવાને માટે છોડી દેવી જરૂરી છે. પગ પછાડવાની અને પગ ઘસીને ચાલવાની ટેવ એ પણ અનિચ્છનીય છે. પગ હલાવવાની આદત પણ બૂરી છે. બાંકડા કે એવા ઊંચા આસન ઉપર બેસીને નીચે પગ લટકતા રાખી હલાવ્યા કરવા – ડોલાવ્યા કરવાની આદત ઘણામાં જોવામાં આવે છે પણ તે સારી નથી. તે સર્વ ટેવો છોડવા યોગ્ય છે.
[૫૧]. હજામને ઘેર જઈને માથું મૂંડાવવું નહીં – કોણ કોને ઘેર જાય, શા માટે જાય વગેરે વ્યવહારમાં સાધારણ વાત નથી. જેને ઘરે સામે જવાનું હોય છે ત્યાં પોતે સામા કરતાં ઊતરતો છે એવું વ્યક્ત કે અવ્યક્ત ભાન છુપાએલું હોય છે. સામો પોતાના કરતાં ઊતરતો છે એ પ્રમાણેનું ભાન જ્યાં હોય છે ત્યાં સામાએ પોતાને ત્યાં આવવું જોઈએ એ માન્યતા વજૂદ વગરની નથી. હજામને ઘેર જઈને માથું મૂંડાવવામાં એ માન્યતા જળવાતી નથી. માથું કોને નથી મૂંડાવવું પડતું – એટલે અદક પાંસળી – હજામને ઘેર જઈને પણ મૂંડાવવામાં વાંધો નથી. એ પ્રમાણેનો વ્યવહાર થઈ જાય તો બન્ને પક્ષને સારા પ્રમાણમાં સહન કરવું પડે. જે માથું કોઈને પણ નમતું ન હોય એ માથું પણ હજામ આગળ ઝૂકી પડે છે. એ ઝૂકેલા માથામાં જ્યારે હજામનો હાથ ફરે છે ત્યારે વિચારોની ગડમથલો પણ ઘણી શરૂ થઈ જાય છે. હજામને ઘેર જઈને મૂંડાવવામાં એ ગડમથલો જુદું રૂપ પડે એવો સંભવ છે. જો હજામ પોતાને ત્યાં મૂંડવા માટે આવે તો મર્યાદાની સાચવણી રહે છે.
હજામત ક્યારે કરાવવી અને ક્યારે ન કરાવવી વગેરે પણ વ્યવસ્થા છે. હજામને ત્યાં જઈને મૂંડાવવામાં આવે તો એ વ્યવસ્થાનો વિલોપ થવાનો પૂરો સંભવ છે. એ વર્તમાનમાં સર્વના અનુભવની વાત છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org