________________
છત્રીશી : ૪
(૧) કામ વગર પારકે ઘેર જવું નહિ. (૨) કોઈ ઉપર આળ ચડાવવું નહિ. (૩) કોઈને ગાળ દેવી નહિ.
(૪) બળવાન સાથે બાઝવું નહિ. (૫) કુટુંબ-કલેશ કરવો નહિ.
આ પાંચે શિખામણો સ્પષ્ટ છે. કવિએ એ શિખામણોથી થતા લાભ અને શિખામણને નહિ અનુસરનારને થતા ગેરલાભ જણાવ્યા નથી, કારણ કે એ લાભ ને ગેરલાભ સાધારણ રીતે જાણી શકાય એમ છે.
૯
[૧૩]
કામ વગર પારકે ઘેર જવું નહિ – કામ વગર કોઈ બીજાને ઘે૨ જવાથી ગૌરવ ઘટે છે. જીવનમાં ગૌરવ એ પ્રધાન છે. ગૌ૨વ વગરનો માણસ કોઈ પણ વિશિષ્ટ કાર્ય સાધી શકતો નથી. વગરકામે કોઈને ત્યાં એમ ને એમ જના૨ ઉપ૨ ત્યાંના માણસોને શંકા આવે છે. કોઈ તેને પૂછે – કે ભાઈ! કેમ આવ્યા છો?” ત્યારે તે કહે કે કાંઈ નહિ, એમ ને એમ અમસ્તો જ આવ્યો છું.’ આ ઉત્તર તેના વ્યક્તિત્વને એકદમ ઘટાડે છે. તે દહાડે આવા માણસો બેકાર-નિરર્થક આંટા મારનારા અથવા ચોરમાં ગણાવા લાગે છે; માટે કામ વગર પારકે ઘેર જવું નહિ.
[૧૪]
કોઈ ઉપર આળ ચડાવવું નહિ – કોઈના ઉપર ખોટું કલંક ચડાવવું તેને આળ ચડાવ્યું કહેવાય છે. એવું આળ ચડાવવાથી ક્લિષ્ટકર્મનો બંધ પડે છે. જેને આળ દઈએ છીએ તેને ઘણું સહન કરવું પડે છે. તેની સાથે વેર બંધાય છે અને તે વેરનાં માઠાં ફળ અહીં પણ ભોગવવાં પડે છે. કોઈની સાચી પણ ખોટી (ખરાબ) વાત અન્યને કહેવાથી એકંદર હાનિ થાય છે, તો ખોટી ઉપજાવીને કહેવાથી લાભ ન જ થાય એ દેખીતું છે. કેટલીક આળ એવી હોય છે કે જેમાં સામાના જીવનું જોખમ હોય છે. આળ દેનારને તેના પરિણામનો ખ્યાલ પાછળથી આવે છે. પણ પછી શું? માટે પ્રથમથી જ એવી આળ આપવાની આદત ન પડવા દેવી એ હિતકર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org